રૂઢિપ્રયોગ:-
🔸આગ વરસવી :- અસહ્ય દુ:ખ થવું, ક્રોધ વ્યાપવો
🔸આગલીપાછલી ભૂલી જવી :- ગઈ ગુજરી વીસરી જવી
🔸આગવું ડહાપણ ડોળવું :- જરૂર કરતાં વધારાનું ડહાપણ બતાવવું
🔸આઘા પાછા કરવું :- આડુંઅવળુ સમજાવી ઉશ્કેરવું
🔸આઘુ જઈને પાછું ફરવું :- પોતાની જ ભૂલથી સહન કરવું
🔸આચમન મૂકવું :- છોડી દેવું, નિયમ કરવો
🔸આટો કાઢવો :- નુકશાનીમા ઉતારવું
🔸આઠે અંગે :- ખરા અંત:કરણથી
સંકલન :-
સેન્સી લખાણી
ભાવનગર

🌟 બ થી શરૂ થતી કહેવતો:
૧) બકરી આદુ ખાતાં શીખી.
- નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે.
૨) બકરું કાઢતાં ઊંટ પેસે.
- નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય.
૩) બધાં પાલખીએ બેસે ત્યારે ઊંચકે કોણ ?
- શાસક અને શ્રમિક બંને જરૂરી.
૪) બધું ગામ ઘોરે ત્યારે ઘેલી ઘેંશ ઓરે.
- આળસુ અને ઉધમાતિયા વ્યક્તિ.
૫) બને તો કોઈના થઈ રહીએ; નહિ તો કોઈને પોતાનાં કરી લઈએ.
- આપણામાં આવડત ન હોય તો કોઈના આધીન રહેવું અને જો ડહાપણ હોય તો તેનાથી અન્યને વશ રાખવા.
૬) બલા જવી.
- અણગમતું દૂર થવું.
૭) બહાર બકરી ને ઘરમાં વાઘ.
- જાહેરમાં કંઈ ન કરી શકનાર માણસ ઘરમાં શૂરાતન બતાવે.
૮) બહાર લાખનો ને ઘરમાં કાખનો.
- બહાર પ્રતિષ્ઠા સારી હોવા છતાં ઘરમાં કંઈ ન ઊપજવું.
૯) બહારની ડોશીને બાળવા જાય ને ઘરની ડોશીને કૂતરાં ખાય
- ઘરનું કામ ન કરવું પણ બહારનું કામ કરવું.
૧૦) બહારનો બહાર ને અંદરનો અંદર.
- બહારથી ભોળું દેખાય ને અંદરથી પાકું.
ક્રમશઃ
સંકલન:
રાઠોડ સ્નેહા

રૂઢિપ્રયોગ :-
(1) અવળા પાસા પડવા :- ધાર્યા પ્રમાણે ન થવું
(2) અંક ભરવો :- ખોળો ભરવો
(3) અંકે કરવું :- નકકી કરવું
(4) અંકે સો કરવા :- કરાર પૂરો કરવો
(5) અંગ ઉપર આવી પડવું :- કામ માથે પડવું
(6) અંગ સાચવવું :- કામની ચોરી કરવી
(7) અંગારા ઊઠવા :- કાળજામાં ચીરો પડવો

બ થી શરૂ થતી કહેવાતો:
૧૧) બહુ દોડે તે બહુ થાકે.
- (૧) અતિ જોર કરવું સારું નહિ.
(૨) જે ઘણો ખર્ચ કરે તેને પાછળથી નાણાભીડ અનુભવવી પડે.
૧૨) બહુ બીએ તેને બહુ ખાય.
- કાયર અથવા નબળા માણસને લોકો વધુ પરેશાન કરે.
૧૩) બહુચરાજીનો કૂકડો પેટમાં બોલે.
- પાપ કર્યું હોય તે પચે જ નહિ; વહેલું મોડું પણ એ પ્રકાશમાં આવે જ.
૧૪) બહુ તંત બળવંત.
- બળ કરતાં અક્કલ વધુ ચઢે.
૧૫) બહેરા આગળ શંખ ફૂંક્યો તો કે હાડકાં કરડે છે (અથવા ચાવે છે).
- બહેરો માણસ પોતાની ખામી છુપાવવા ગમે તે કારણ બતાવે.
૧૬) બહેરો બે વાર હસે.
- અયોગ્ય રીતે પોતાની ખામીઓ છુપાવનાર મિથ્યાભિમાની હોય છે.
૧૭) બળતામાં ઘી હોમવું.
- ઉશ્કેરણી કરવી.
૧૮) બળથી ન થાય તે કળથી થાય.
- ઘણીવાર બુદ્ધિથી કે યુક્તિથી જે કામ થાય તે તાકાતથી ન થાય.
૧૯) બળિયાના બે ભાગ
- બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે.
૨૦) બંદા પહોળા ને શેરી સાંકડી.
- ઉડાઉ અને ખર્ચાળ માણસને આખરે મર્યાદાઓ નડે છે.

Photo from Trivedi Publication
https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm
https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm
નાનપણ
કાચું હતું, પાકું હતું,
પણ નાનપણ જ સારું હતું.
ક્યારેક સિપાહી બની જતા હતા અમે,
રોજ હસતે ચહેરે થાકીને સૂઈ જતા હતા અમે.
એ આંગળીઓની પિસ્તોલ,
એ મોંથી ગોળી ફૂટવાનો અવાજ,
એ ધાય...ધાય... ની રાડો..
એ કપાયેલા પતંગનો દોરો...
એ પણ શું જમાનો હતો..!
આ દિલ પતંગિયાનું દિવાનું હતું.
થોડાક કાચા તો થોડાક પાકા હતા અમે
આ એ દિવસોની વાત છે જ્યારે બાળકો હતા અમે.
એ પાવલીમાં ચોકલેટોનો ખોબો,
પપ્પા નો ગુસ્સો અને માર,
તે મારથી મમ્મીનું બચાવવું હતું...
પડતા હતા,
ઉભા થતા હતા,
પાછા સંભાળી લેતા હતા.
આ એ દિવસોની વાત છે જ્યારે બાળકો હતા અમે...
~દિવ્યરાજસિંહ જાડેજા

૨૧) બંદાની દાઢીમાં એવા ગુણ જેમ ખાસડાં પડે તેમ આવે નૂર.
- લુચ્ચા માણસો સમજાવ્યાથી ન માને પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે.
૨૨) બાઈ બાઈ ચાળણી.
- ઘેર ઘેર ફરવું અને જેતેની માગણી કરવી.
૨૩) બાઈને કોઈ લેનાર નહિ ને ભાઈને કોઈ દેનાર નહિ.
- બાઈ કે ભાઈ બંનેમાંથી કોઈની આબરૂ ન હોવી.
૨૪) બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
- ગુણ-સંસ્કાર વારસાગત હોય છે.
૨૫) બાપડી બાપડી સૌ કરે પણ કાપડી કોઈ ન કરે.
- વાત સૌ કરે પણ પાલનપોષણ તો પોતાનાં હોય તે જ કરે.
૨૬) બાપનું બારમું ને બાઈડીનું સીમંત ફરી ફરીને આવે નહિ.
- જિંદગીમાં અમુક પ્રસંગ એક જ વાર આવે.
૨૭) બાપને પૈસે તાગડધિન્ના.
- બાપની કમાણી પર મોજમજા લૂંટવી; પોતે કામ કરવામાં આળસ દાખવવી.
૨૮) બાપનો કૂવો હોય માટે ડૂબી મરાય નહિ.
- બાપદાદાના વખતથી ચાલી આવતી જૂની રસમ હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય.
૨૯) બાર ગાઉએ બોલી બદલાય.
- સ્થળેસ્થળે બોલાતી બોલીમાં ફેર પડે.
૩૦) બાર ભૈયા ને તેર ચોકા.
- જૂથ નાનું પણ મતભેદ ઘણા.

🔸આકાશની સાથે વાત કરવી :- મોટી મોટી આશાઓ રાખવી
🔸આકાશમાં ઉડવું :- વખાણથી મગરૂર થવું
🔸આકાશમાં ચડાવવું :- વખાણ કરીને ફુલાવવુ
🔸આકાશમાં ચંદરવો બાંધવો :- બેહદ પરાક્રમ કરી વાહવાહ ફેલાવવી
🔸આકાશે ચડવું :- વધારીને વાતો કરવી
🔸આખા હાડકાનું :- મહેનત કરવામાં કાયર
🔸આખું કોળું શાકમાં જવું :- ગફલત થવી
🔸આગ ઊઠવી :- પાણી ફરવું
🔸આગ ફાટવી :- ખૂબ ક્રોધે ભરાવુ
🔸આગ લાગવી :- ઉશ્કેરાવું

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ

MyTone -Commentary - Mari Aankhe Kankuna Suraj Aathamya
<unknown>
Audio from Trivedi Publication
ગુજરાતી સાહિત્યની પંક્તિઓ
સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.
વિચારો વટાવીને આગળ જજો,
કાપી શકો એ મજલ આવશે.
- અશરફ ડબાવાલા
અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો !
સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો !
-- જવાહર બક્ષી
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
-- ગૌરાંગ ઠાકર
હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.
તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.
- ભરત ભટ્ટ
ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !
કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.
-- રતિલાલ 'અનિલ'
સંકલન
રાજલ ધાંધલા

Forwarded from વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋 (Trivedi Publication)
Photo from Trivedi Publication
https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm
https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm
*‼️ Free Current Affairs Test ‼️*
➡️ *જાન્યુઆરી 2024 થી ઓક્ટોબર 2024 સુધીની મહિના પ્રમાણે 100 ગુણની વર્તમાન પ્રવાહની એકદમ ફ્રી ટેસ્ટ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવેલ છે.*
➡️ *કોન્સ્ટેબલ, P.S.I, G.P.S.C. વગેરે જેવી પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે દરેક મહિનાની 100 ગુણની ગુણવત્તા સભર ટેસ્ટ ...*
➡️ *જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના કરંટ મેગેઝીનની PDF એપ્લિકેશનમાં મૂકવામાં આવેલ છે.*
➡️ *ખોટા જવાબ બદલ 0.25 ગુણ કાપવામાં આવશે.*
➡️ *વધુ માહિતી માટે અત્યારે જ અમારો સંપર્ક કરો :9537310310*
➡️ *આ ટેસ્ટ આપવા માટે અત્યારે જ Download કરો Pankaj Joshi e-Class Application*
https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass

અગત્યના રૂઢિપ્રયોગ
> ટકાનોય નહોતોઃ કશી કિંમત વિનાનું, પ્રતિષ્ઠા વિનાનું
> લેનમાં આવવુંઃ સુધરી જવું
>> ભોંયમાં હોવુંઃ લુચ્ચું હોવું
> બી બગડી જવું: વેલો બગડવો, વંશ નબળો પડવો
> દીવો લઈને કૂવામાં પડવુંઃ જાણીજોઈને મુશ્કેલી વહોરવી
> ચોખા મેલવાઃ નિમંત્રણ આપવું
> મણ મણની જોખવી : આકરી ગાળો દેવી
> ત્રણ પૈસાનું હોવું: આબરૂ વગરનું હોવું
> પાંસળાં ઢીલાં કરવાં : માર મારવો
> દીવો ઘેર જવો : દીવો હોલાવવો
> મૂઠ વાળવી: થયેલા તાંત્રિક પ્રયોગને વિફળ કરવો
> વાયે ગયા વિચાર: વિચાર હવામાં ઊડી જવા, જતાં રહેવા
> ભવ પાર ઊતરવો : મોક્ષ મળવો
> વાળ્યું ના વળવુંઃ કોઈ રીતે કોઈની વાત ન સ્વીકારવી
> ખેલ માંડવો : રમત રમવી, રચના કરવી
> દિલમાં ડૂબવું: હૃદયમાં ડૂબકી મારવી, અંતર્મુખ થવું
> સચેતન થવું : બધું જીવંત થવું
> ડબડબ કરવું : વાતમાં વચ્ચે જરૂર વગરનું બોલબોલ કરવું
> અંટેવાળ આવવો : નડતરરૂપ થવું
> નાક-લીટી તાણવી : અત્યંત દીનપણે શરણે જવું
> રમણે ચડવું : રમતમાં ઘેલા થવું, જોશમાં આવવું
> લોઢાની મેખ પેસી જવી : વેદના થવી
> મનમાં વસી જવું : ગમવું, પસંદ પડવું
> ગોઠણ છૂટા થવા : હરતા-ફરતા થઈ જવું, કામધંધે ચડવું
> ગળથૂથીમાં મળવું: છેક બાળપણથી મળવું
> તલપાપડ થવું : આતુર થવું
> રમણે ચડવું: મસ્તીમાં આવી જવું
> કણસ્યા કરવું : દુઃખના જોરના લીધે ઊંહકાર કરવો
> ભીંત ભૂલ્યા જેવું થવું: તદ્દન અવળે રસ્તે ચડી જવું
> હળવા ફૂલ થઇ જવું: ચિંતામુક્ત થઈ જવું
> મેલી મથરાવટી : પહેલેથી જ ખરાબ આબરૂ
> ગળથૂથીમાં મળવું-છેક બાળપણથી: મૂળથી મળવું
> વીલું મોં થવું: દુ:ખથી મોં ઊતરી જવું
> અલવિદા કરવીઃ છેલ્લી સલામી કરી જવું
> મૂછે તાવ દેવોઃ મગરૂરી રાખવી, રુઆબ બતાવવો
> પૂતળું બની જવું: જડ જેવાં સ્થિર થઈ જવું
ઝારા પટેલ (ભાષા શિક્ષક)
રાજકોટ

માણારાજ : લગ્નગીતોનો નમણો રણકો
માણારાજ એક સંબોધન છે. ગીતના લયની પૂર્તિ માટે પણ ગવાય છે. નિશ્ચિત અર્થ ન કરી શકાય. પણ માણ-માણા એટલે માન. માણારાજ એટલે માનેતું >માનીતું માણસ, વહાલું માણસ, માનવંતુ માણસ.માણારાજ એટલે મારા રાજ-એવો અર્થ પણ બેસે.
આ જ અર્થની આજુબાજુના કેટલાક અર્થો ભગવદ્રોમંડલમાં દર્શાવેલા છે : માણો-ગર્વ, અભિમાન, ખમીર, મર્યાદા/ભોગ, મોજ, આનંદ, લહાવો,માણવું, સીમા, હદ, માણ-માન, માણીગર
'માણારાજ' જેવો જ એક શબ્દ છે-માણીગર. માણારાજની સરખામણીમાં ‘માણીગર’નો અર્થ વધુ સ્પષ્ટ થઈ શકે છે. રસિક, મોજીલો, ખમીરવંતો અને મર્યાદાશીલ નર.
લોકબોલીના કેટલાક શબ્દોમાં પોતીકી નમણાશ હોય છે. એવા શબ્દોને ચોક્કસ અર્થનું આલંબન પણ નથી હોતું છતાં બોલનાર-સાંભળનારને સમાન અર્થભાવ અભિપ્રેત હોય છે. લોકપરંપરાના પોષણથી એવા વ્યંજનો કે શબ્દોની સમૃદ્ધિ કંઠોપકંઠ જળવાતી રહે છે.
ગુજરાતી ભાષાની એવી તાસીર છે કે કેટલાક શબ્દો માત્ર પદ્યમાં જ પ્રયોજાતા હોય છે, ગદ્યમાં નહીં. રે લોલ, હોજી રે, હાં હાં રે... એ પ્રકારના શબ્દો છે. આવો જ એક મીઠો શબ્દ છે - માણારાજ. લોકગીતોમાં, વિશેષતઃ લગ્નગીતોમાં ‘માણારાજ' શબ્દથી સમગ્ર અવસરમાં વૈભવ, ઠાઠ અને ગૌરવ ઉમેરાતા અનુભવાય છે.
આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નીસર્યાં રે, માણારાજ..
કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો
મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, માણારાજ.
સૂરત શેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાયબા !
નથડી ઘડાવો, માણારાજ..!
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ...
લીલાં નાળિયેર વાપર્યાં વીર,
તરવાયુને તીરે નાળિયેર ઝીલ્યાં, માણારાજ !
ઢોલ વાગે, શરણાયું વાગે, બંધૂકુંના સૂબા,
રે હો ડોલરિયો, લાડી લેવા ચાલ્યા, માણારાજ...
મારો માંડવો રઢિયાળો લીલી પાંદડીએ છવરાવો, માણારાજ...!
કેડી રે કંડારો, માણારાજ!
હાલોને, આપણે સાચુંકલું હાલીએ!
અમને સંકારો, માણારાજ!
હાલોને, હાથ હાથમાં ઝાલીએ
(રમેશ પારેખ)
મોલું રુવે મધરાતે, રાજ !
સાજણ, મારો ઈડરિયો ગઢ સૂનો, માણારાજ !
(અરવિંદ બારોટ)
મૂળ લેખ - ગળથૂથીથી ગંગાજળ.
અરવિંદ બારોટ.

વચ્ચેનું
●●●●
૧. બે દિશા વચ્ચેની દિશા કે ખૂણો - વિદિશા, ઉપદિશા
૨. ચાંટ તથા થાપની વચ્ચેનો તબલાનો ભાગ - લવ
3. ભેંસના આગલા બે પગ વચ્ચે લબડતો ભાગ - મૂંદર
૪. વચલી આંગળી - મધ્યમા, મધ્યમિકા
૫. બે નસકોરાં વચ્ચેનો પડદો - બુલાક, બુલાખ
૬. બે નદીઓ વચ્ચેનો પ્રદેશ - દોઆબ
૭. દરિયામાં બે મોજાં વચ્ચે પડતી ખાઈ જેવો ખાડો - ચર
૮. છોડની બે ગાંઠ વચ્ચેનો ભાગ - કાંડ
૯. આંખની ભમરો વચ્ચેની વાળની રેખા - ઊર્ણા
૧૦. અંગૂઠા અને તર્જની વચ્ચેનો ભાગ કે જ્યાં કલમ ટેકવીને લખીએ છીએ - આંટ
૧૧. બે ચીલા વચ્ચેની જગ્યા - ગડારો, ભેંસલો
૧૨. સીડીમાં વચ્ચે વિસામા માટે રાખેલું પહોળું પગથિયું - પગથાર
૧૩. તળાવ વચ્ચે આવેલી વાડી કે બગીચો - નગીનાવાડી
૧૪. થડને ડાળી વચ્ચે કે પાનને ડાળી વચ્ચે પડતો ખૂણો - કક્ષા
૧૫. બે પ્રસૂતિ કે વિયાણ વચ્ચેનો ગાળો - ઉબેલ
૧૬. પાણીની વચ્ચે આવેલો કિલ્લો - જલદુર્ગ, અબ્દુર્ગ
૧૭. ખેતર વચ્ચે પાણી ભરાઈ રહે તેવી ખાડાવાળી જગ્યા - ઝાભ, ડોઝું
૧૮. ઢોરના શરીરનો આગલા-પાછલા પગ વચ્ચેનો ભાગ - ગડારો
૧૯. બે ચૂડીની વચમાં પહેરાતું પાતળું ચીપનું કંકણ - કાતરિયું
૨૦. નાભિથી છાતી વચ્ચેની વેલ જેવી રુવાંટી - ઉરવલ્લી
સંકલન - મંગલપંથી