સમયાંતર:રશિયા - યુક્રેન: જગતનું પહેલું ડ્રોન યુદ્ધ!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/russia-ukraine-the-worlds-first-drone-war-134565263.html
લલિત ખંભાયતા ચાલો રશિયા અને યુક્રેનની સરહદે
શિયન સૈનિકોએ સૌથી પહેલાં તો લાકડાંના ઊંચા થાંભલા ખોડ્યા. એ ખોડતા જોઈએ તો એમ જ લાગે કે માથે હેલ્મેટ, શરીર પર બખ્તર અને વિવિધ શસ્ત્રોથી સજ્જ લડવૈયાઓને મંડપ સર્વિસનું કામ સોંપી દીધું કે શું!
થાંભલા ખોડાયા પછી સૈનિકોએ બે થાંભલાઓ વચ્ચેના ગેપ પૂરવાના શરૂ કર્યા, જાળી બાંધીને. એ જોઈએ તો વળી એમ લાગે કે એપાર્ટમેન્ટમાં કબૂતર ઘૂસી ન જાય એટલે આપણે નેટ બાંધીએ એવું કંઈક ચાલે છે કે શું!
એ મંડપ રોપણ પણ ન હતું કે ન હતું કબૂતર વિરોધી અભિયાન. એ કામનું નામ છે એન્ટી ડ્રોન નેટ એટલે કે ડ્રોન રોકી પાડતી જાળી.
રશિયાના સૈનિકોને સરહદે સામગ્રી પૂરી પાડતા ટ્રક પસાર થાય એ રસ્તાની બન્ને બાજુએ રશિયાએ આવી જાળીની દીવાલ ઊભી કરી દીધી છે. જોકે, એ જાળી બાંધવાનું કામ સતત ચાલતું જ રહે છે, કેમ કે રશિયાને સૌથી વધારે ડર કોઈનો લાગતો હોય તો એ યુક્રેનની ડ્રોન ફોજનો છે. માત્ર રસ્તાના બન્ને કાંઠે નહીં, બીજાં અનેક સ્થળોએ પણ રશિયાએ ડ્રોન અવરોધક જાળીનો વપરાશ કર્યો છે, કરે છે.
ડ્રોન હવે આપણાં માટે અજાણ્યા નથી. લગ્ન વખતે વીડિયો-ફોટા એનાથી શૂટ કરીએ છીએ અને ધાર્મિક પ્રસંગે એકઠી થયેલી મેદની કેવડી છે એ જોવા પણ ડ્રોન કેમેરા વપરાય છે. યુદ્ધમાં એ ડ્રોનનો ઘાતક ઉપયોગ થાય છે. ડ્રોનમાં બોમ્બ ગોઠવવાની જરૂર નથી, કેમ કે ડ્રોન પોતે જ બોમ્બ છે.
ડ્રોન ઊડતું ઊડતું જાય અને ટાર્ગેટ સાથે અથડાઈ તેને ધ્વસ્ત કરી નાંખે. દર વખતે ટાર્ગેટ ધ્વસ્ત ન થાય તો પણ ખાસ ચિંતા કરવાની થતી નથી, કેમ કે ડ્રોનની સંખ્યા હજારો હોય છે. વળી ડ્રોન તૂટી પડે તો કોઈ પાઈલટનું મૃત્યુ થતું નથી, ફાઈટર વિમાન તૂટી પડે એ વખતે થાય એવો અબજો રૂપિયાનો ધુમાડો પણ થતો નથી. માટે આધુનિક યુદ્ધમાં ડ્રોન સૌથી પ્રિય હથિયાર થયાં છે. વધારે પ્રિય કરવાનું કામ યુક્રેનની સેનાએ કર્યું છે.
રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્તિ તરફ જઈ રહ્યું છે. બન્ને દેશો સખણા બેસે એ માટે ટ્રમ્પ સહિતના જમાદારો દંડો ઉગામી રહ્યા છે. એ થાય એ ખરું. પણ આ યુદ્ધ ડ્રોન વોરફેર તરીકેની ઓળખાણ મેળવી ચૂક્યું છે.
રશિયા માટે સમસ્યા એ છે કે યુક્રેનના ડ્રોન રોકવા કેમ? સરહદે તો ઠીક, યુક્રેનથી સેંકડો કિલોમીટર દૂર રશિયાના પાટનગર મૉસ્કો સુધી ડ્રોન તાંડવ મચાવી ચૂક્યા છે. એટલે કોઈ એ હથિયાર અને તેના ઉપયોગને હળવાશથી લઈ શકે એમ નથી.
હકીકત તો એ છે કે યુદ્ધ નિષ્ણાતો બારીકાઈથી યુક્રેનના ડ્રોન હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનના હુમલામાંથી શીખવા જેવી વાતો નોંધી રહ્યા છે, કેમ કે આજે નહીં તો કાલે, જગતના દેશો એક યા બીજા કારણોસર લડવાના તો છે જ. શાંતિની વાતો બરાબર છે, પણ હથિયારનો વૈશ્વિક વેપાર ચાલતો રહે એ માટે પણ જંગ જરૂરી છે. એટલે આગામી યુદ્ધમાં ડ્રોનથી પોતાને ઓછામાં ઓછું નુકસાન થાય અને પોતાના ડ્રોનથી હરીફોને મહત્તમ નુકસાન કરી શકાય એનું લેસન સૌ કોઈ લઈ રહ્યાં છે.
જોકે, રશિયા માત્ર જાળી બાંધીને યુક્રેનના ડ્રોન અટકાવે એવું નથી. એ માટે જાતજાતના રસ્તા અપનાવ્યા છે. જેમ કે...
એન્ટી ડ્રોન વાહન : યુદ્ધમાં ટેન્ક હોય, જીપ હોય એમ આગળ-પાછળ-ચોતરફ મશીન ગન ફિટ થયેલી એન્ટી ડ્રોન ગાડીનો વપરાશ શરૂ થયો છે. એ ગાડી ફરતી રહે અને ડ્રોન દેખાય તો તોડી પાડે.
વેશપલટો : યુક્રેનના ડ્રોન રશિયાનાં બળતણ ભરેલાં વાહનો ઊડાવી દે છે. માટે એ વાહનો લાકડાંનો ભારો લઈને જતા હોય એવો તેનો વેશપલટો (કેમુફ્લાઝિંગ) કરી દેવાય છે.
એન્ટી ડ્રોન ગન : સૈનિકો હાથમાં જ ખાસ પ્રકારની (અંદાજે 1 કરોડની કિંમતની) એન્ટી ડ્રોન ગન રાખે છે, ડ્રોન દેખાયું નથી કે ભડાકે દીધું નથી... એવી ગન સિંગલ પણ હોય છે અને એક સાથે આઠ-દસ પણ ખરી.
એન્ટી ડ્રોન બેકપેક : એવો થેલો જેમાં રહેલું જામર ડ્રોનને કામ કરતા અટકાવે. સૈનિક બેકપેકની જેમ પોતાને ખભે લટકાવી યુદ્ધ મેદાનમાં ફરતો રહે એટલે ડ્રોન એલર્જી હોય એમ આઘા રહે.
એન્ટી ડ્રોન ટ્રાઈપોડ : જ્યાં સૈનિકને જોખમમા મૂકી શકાય એમ ન હોય ત્યાં ડ્રોનને જામ કરી દેતું ટ્રાઈપોડ ગોઠવી દેવાય છે. કેટલાક એન્ટી ડ્રોન ટ્રાઈપોડ તો 100 કિલોમીટર દૂરથી જ ડ્રોનને ઓળખી નકામા કરે છે.
ધુમાડો : હા, ધુમાડો પણ હથિયાર છે. જેમ મચ્છર ભગાવવા ચોમાસામાં કોર્પોરેશનનું વાહન આવી ધુમાડો કરી જાય એમ રશિયાનાં આ વાહનો યુદ્ધ મેદાનમાં ધુમાડો ફેલાવી ડ્રોનને દેખાતું બંધ કરી દે છે.
ટર્ટલ ટેન્ક: યુદ્ધમાં ટેન્ક હોય, તેના પર ડ્રોન ત્રાટકે તો શું કરવાનું? એને કાચબા જેવી ઢાલ પહેરાવતી મોટી ઢાલ રશિયાએ તૈયાર કરી, નામ આપ્યું ટર્ટલ ટેન્ક. ડ્રોન અસલી ટેન્ક સાથે અથડાય એ પહેલાં જ ઢાલ સાથે અથડાઈ લગભગ નકામું બને.

રશિયાએ આવા જાતજાતના ઉપાયો કરવા પડ્યા અને જ્યાં સુધી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી કરવા પડશે, કેમ કે જગતમાં સૌથી વધારે ડ્રોનનો ઉપયોગ કોઈ કરતું હોય તો એ યુક્રેન છે. 2024માં જ યુક્રેને ‘ફર્સ્ટ પર્સન વ્યુ (એફવીપી)’ એટલે કે જાણે પાઈલટ જોઈ રહ્યો હોય એવુ દૃશ્ય દેખાય એવા 15 લાખ ડ્રોન ઉત્પાદિત કર્યા છે. યુદ્ધમાં 100થી વધારે પ્રકારના નાના-મોટા ડ્રોન યુક્રેને વાપર્યા છે. રમકડાં જેવડું નાનું ડ્રોન છે, તો 20 મીટર પાંખો ફેલાવતું કદાવર પણ છે. રશિયાને કે પછી પોતાને લશ્કરી જગતના ખેરખાં ગણતા યુરોપ-અમેરિકાને એની કલ્પનાય ન હતી.
લશ્કરી દૃષ્ટિએ રશિયા જગતનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર છે. તો પણ આપણે બાલ્કનીમાં બાંધીએ એવી જાળી બાંધીને યુક્રેન જેવા પોતાનાથી 27ગણા નાના દેશ સામે લડવું પડે છે. એ સાબિત કરે છે કે હથિયાર હોવા એ શક્તિ નથી, તેનો ઉપયોગ આવડવો એ જ ત્રેવડ છે. અત્યારે તો એ ત્રેવડ યુક્રેન પાસે છે. } યુદ્ધ અને આયુધ દરેક મોટા યુદ્ધે લડવાની નવી રીત શીખવી છે. એના કારણે એ પછીનાં યુદ્ધો વધારે ઘાતક સાબિત થયાં છે. એવી કેટલીક ટેક્નિક... પાણીપત : તોપ 1526માં પરદેશી મોગલ આક્રમણખોર બાબલ અને દિલ્હી સત્તાધીશ ઈબ્રાહિમ લોદી વચ્ચે જંગ થયો. પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખાયેલી એ લડાઈમાં તોપનો પહેલી વાર મોટેપાયે ઉપયોગ થયો. પહેલું વિશ્વયુદ્ધ : મશીનગન, ટ્રેન્ચવોર
પહેલા વિશ્વયુદ્ધે ઘણી નવી રીતો આપી. જેમ કે, મશીનગનનો વ્યાપક ઉપયોગ થયો. ટ્રેન્ચ એટલે કે જમીનમાં ખાઈ કરી સૈનિકોને તેમાં રહેવાની ટેક્નિક ખૂબ ચાલી. રશિયા-યુક્રેનમાં પણ વપરાઈ રહી છે. બીજું વિશ્વયુદ્ધ : જળ અને નભની લડાઈ
પહેલા વિશ્વયુદ્ધ વખતે જ સબમરીનો અને વિમાનોનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો, પણ બીજા વિશ્વયુદ્ધમાં તેનો વ્યાપક ઉપયોગ થયો. ઈતિહાસનાં નોંધપાત્ર હવાઈ અને જળ યુદ્ધો એ વખતે નોંધાયાં. કોરિયન વોર : હેલિકોપ્ટર 1950થી 1953 વચ્ચે એક જ પ્રદેશનાં બે જૂથ બાખડ્યાં અને નોખાં પડ્યાં ત્યારે ઉત્તર-દક્ષિણ કોરિયા તરીકે ઓળખાયાં. એ યુદ્ધમાં સામગ્રીની હેરાફેરી, સારવાર વગેરે માટે હેલિકોપ્ટરનો મોટેપાયે ઉપયોગ થયો.
વિયેટનામ વોર : ગુરિલ્લા છત્રપતિ શિવાજી સહિતના યોદ્ધાઓએ જેનો વ્યાપક ઉપયોગ કર્યો એ ગુરિલ્લા પદ્ધતિનો જગતને વ્યાપક પરિચય વિયેટનામ વોરે કરાવ્યો. એ ટેક્નિકને પરિણામે જ અમેરિકા હાર્યું.
1971નું યુદ્ધ : જાસૂસી એ પહેલું એવું યુદ્ધ જેમાં પૂર્વ તૈયારી રૂપે જાસૂસોએ અદભુત કામ કર્યું હતું. એટલે લડાઈ શરૂ થયાના 14 દિવસમાં પરિણામ આવી ગયું.
ગલ્ફ વોર: સ્માર્ટ બોમ્બિંગ અમેરિકા-ઈરાક વચ્ચેના ખાડી યુદ્ધમાં સ્માર્ટ બોમ્બ વપરાયા. એવા બોમ્બ જે સેટેલાઈટ ટેક્નોલોજીથી સજ્જ હતા, જાતે ટાર્ગેટ શોધી લેતા હતા.

સફર:શામેલ થવા જેવા વિશ્વભરના મહોત્સવો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/festivals-around-the-world-like-to-get-involved-134565174.html
નિતુલ ગજ્જર 25માં જો તમે વિદેશ જવા માગો છો તો આ વિશ્વપ્રસિદ્ધ મહોત્સવમાં સામેલ થવાનો મોકો ચૂકતા નહીં….
ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જાપાન
જાપાનના આ ઉત્સવનું નામ તો હવે ખૂબ જાણીતું છે. આ ઉત્સવ દરમિયાન દર વર્ષે સેંકડો લોકો પુષ્કળ માત્રામાં ખીલી ઊઠતાં ચેરીનાં ફૂલ જોવા જાપાન આવે છે. આછા ગુલાબી રંગનાં આ ફૂલો જ્યારે ઝાડ પર લાગે ત્યારે અદભુત નજરો સર્જાય છે. જેને જોવા, માણવા અને પારંપરિક રૂપે નવી ઋતુનું સ્વાગત કરવાનો રિવાજ જાપાનમાં સદીઓથી ચાલતો આવે છે. હવે તો જોકે, યુએસ, યુરોપ અને ભારતમાં પણ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય છે.
પારંપરિક ચેરી બ્લોસમ ફેસ્ટિવલનો લ્હાવો લેવા જવું હોય તો તમારે જાપાન જ જવું રહ્યું. આ વર્ષે 24 માર્ચથી 28 એપ્રિલ સુધી ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજવાનો છે.
કેયુકેનહોફ ટ્યૂલિપ ફેસ્ટિવલ નેધરલેન્ડ
કલ્પના કરી જુઓ કે તમે એક ખેતરની વચ્ચે ઊભા છો અને તમારી આસપાસ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી લાલ, પીળા, જાંબલી, કેસરી, સફેદ વગેરે રંગના ટ્યૂલિપ ફૂલ ઊગેલાં છે. દર વર્ષે યુરોપના નાનકડા દેશ નેધરલેન્ડમાં આ સ્વપ્નસૃષ્ટિ જેવો નજરો જોવા મળે છે. નેધરલેન્ડમાં યોજાતા કેયુકેનહોફ ટ્યૂલિપ ફેસ્ટિવલમાં લાખો લોકો માત્ર ટ્યૂલિપ ફૂલનું સૌંદર્ય માણવા આવે છે.
યુરોપનો વસંતોત્સવ કહી શકાય એવો આ ઉત્સવ 2025માં 21 માર્ચથી 12 મે સુધી યોજવાનો છે. ફૂલનો નજરો જોવા ઉપરાંત ટ્યૂલિપમાંથી બનેલી વિવિધ વસ્તુઓ ખરીદવાનો અને પાક ઉતાર્યો હોય તેનો હરખ મનાવતા સ્થાનિક ડચ લોકોને જોવાનો મોકો ચૂકવા જેવો નથી.
વિવિડ ફેસ્ટિવલ સિડની
દર વર્ષ સિડની શહેરનો નજારો લગભગ 23 દિવસ માટે પૂર્ણરૂપે બદલાય જાય છે કારણે કે આ દિવસોમાં અહીં વિવિડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જે દુનિયાના સૌથી મોટા પ્રકાશોત્સવ પૈકી એક છે. દર વર્ષે વિવિડ ફેસ્ટિવલ દરમિયાન સિડની શહેરની પ્રખ્યાત ઈમારતોને વિવિધ લાઈટિંગ, 3D એનિમેશન અને તબક્કાવાદ યોજાતી આતશબાજીથી ઉજાગર કરી દેવામાં આવે છે.
વર્તમાન સમયના જાણીતા સંગીતકારો, ગીતકારો, એનિમેશન આર્ટિસ્ટ, ચિત્રકાર વગેરે આ દિવસો દરમિયાન સિડનીમાં પોતાનો હુનર દેખાડે છે. સાથે જ દિવસ રાત ચાલતા ફૂડ માર્કેટમાં મળતી વિશ્વ પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ ચાખવાથી લઈને સિડની હાર્બર બ્રિજ પરની આતશબાજી જોવા સુધીના આ ફેસ્ટિવલના દરેક અનુભવ તમને મંત્રમુગ્ધ કરી દેવા પૂરતા છે. ચાલુ વર્ષે 23 મેથી 14 જૂન સુધી સિડનીમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
હોઈ એન લેન્ટર્ન ફેસ્ટિવલ વિયેતનામ
વિયેતનામમાં દર વર્ષે એક મહિના સુધી ચાલતો લેન્ટર્ન ફેસ્ટિવલ યોજાય છે. આ મહોત્સવ દરમિયાન અહીંના સ્થાનિકો વિવિધ રૂપે ફાનસની સજાવટ કરે છે અને મહિના સુધી અમુક દિવસોએ ફાનસ પ્રગટાવી નદીમાં તરતી મુકવાનો પણ અહીંનો રિવાજ છે. તેમાં પણ જ્યારે એકસાથે ફાનસ નદીમાં વહેતી મૂકવામાં આવે ત્યારે જે દૃશ્ય રચાય છે તેને જોનારો વ્યક્તિ ક્યારેય એ અનુભૂતિ ક્યારેય ભૂલી નથી શકતો.
અસલમાં આ ઉત્સવ વિયેતનામના લોકોનો પોતાના પરિવારના મૃત સભ્યોને યાદ કરવાનો પર્વ છે અને નદીમાં તરતા મૂકતા ફાનસ પણ તેનું જ પ્રતીક છે. પણ સાથે આ દિવસોમાં નકારાત્મક ઊર્જાને દૂર ભગાવવા કરવામાં આવતી ફાનસની અન્ય સજાવટ જોવાલાયક હોય છે. આ વર્ષે નવ જુલાઈથી વિયેતનામમાં આ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે.
મિડનાઈટ સન ફેસ્ટિવલ આઈસલેન્ડ
સામાન્ય રીતે સવારે સૂરજ ઊગે અને સાંજ પડ્યે સૂરજ આથમી જાય એટલે રાત પડે. કુદરતનો આ જ ક્રમ છે. જોકે નાનકડા ટાપુ દેશ આઈસલેન્ડમાં જૂન મહિના દરમિયાન સૂરજ આથમતો જ નથી. ઉત્તર ધ્રુવની ખૂબ નજીક હોવાથી દર વર્ષે લગભગ એક મહિના સુધી આઈસલેન્ડમાં રાત પડતી જ નથી. અહીં અડધી રાતે પણ તમે બહાર નીકળો એટલે તમને માથે સૂરજદાદા ચમકતા દેખાય છે. માટે જ આઈસલેન્ડમાં દર વર્ષે મિડનાઈટ સન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ 21 જૂનથી આઈસલેન્ડમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતી તરીકે તમને આ ઉત્સવમાં એક તો ક્યારેય રાત ન પડે તેવી જગ્યા જોવાનો લાભ મળે છે, સાથે જ અહીં યોજાતા મેરેથોનમાં પણ ભાગ લઈ શકો છો. એ ઉપરાંત આઈસલેન્ડના સ્થાનિકોના જીવનને નજીકથી જોવાનો મોકો તો ખરો જ. }

અસ્તિત્વની અટારીએથી:લઘુત્ત્વાકર્ષણ; ત્રણ નિયમો…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/minimization-three-rules-134565128.html
ભાગ્યેશ જહા નુકાકા જ્યારે અસાધારણ મૂડમાં હોય છે ત્યારે કેટલાંક વૈશ્વિક સત્યો ઉચ્ચારતા હોય છે. પણ પોતે અતિઅપ્રસિદ્ધ હોવાને કારણે એ હંમેશાં અસાધારણ મૂડમાં જ હોય છે. આજે એકદમ લાલશર્ટ પહેરીને એવી રીતે આવ્યા જાણે મંગળ ઉપરથી ઊતરી આવ્યા હોય અને હવે સીધા ઇલોન મસ્કને મળવા જવાના હોય.
અમે નમ્રતા થી પૂછ્યું, ‘આજના આનંદ ઓચ્છવનું કોઈ કારણ?’
એમનું આજનું ‘બ્રેકિંગ સત્ય’ એ છે કે જ્યારે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો ત્યારે વાસ્તવમાં બે એપલ ઝાડ પરથી પડેલાં. પહેલું પડ્યું એનાથી એને વિચાર આવ્યો અને બીજું એપલ નીચે પડ્યું જે આરોગવાથી ન્યૂટનમાં વિચારવાની અને એ સત્ય ઉચ્ચારવાની શક્તિ આવી.
એમની આ મૌલિક વાત સાંભળીને અમે વિચારમાં પડી ગયા. ‘આજે હું આવા એક ત્રીજા એપલ વિશે વાત કરવાનો છું. કોઈ વાતે ઉતાવળ ન કરતા, કોઈ શોધ આખરી નથી હોતી. એપલનું ઉત્પાદન ચાલું હોવાથી વિજ્ઞાનની સતત ઉત્ક્રાંતિ થતી રહે છે…’ એમનાં આવાં ભારેખમ વાક્યો ક્યારેક નાનકડી અમદાવાદની પોળમાં ભારે ધરતીકંપ આવ્યો હોય એવા મનકંપ સર્જતા હોય છે.
એમણે કહ્યું કે ન્યૂટને જે વાત કરી છે એવી જ કદાચ એનાથી વધારે અગત્યની વાત ‘વ્યૂટર્ન’ નામના વૈજ્ઞાનિકે કરી છે. એની સલામતી ખાતર એના સરનામા વગેરે વિશે હું વાત નહીં કરું. પણ એને આજે સવારે ખૂબ જ ગંભીર રીતે મનુષ્યની થઈ રહેલી ગતિવિષયક અદભુત ઉચ્ચારણો કર્યા છે.
કોઈએ કહેલું કે મનુષ્ય કેટલો ઊર્ધ્વ જઈ શકે અને કેટલો નીચે જઈ શકે એ વિશેના કોઈ પ્રમાણભૂત માપદંડો ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં માણસ કેટલો નીચો જઈ શકે, અને માનવતાને નુકસાન પહોંચાડી શકે એ વિશે આ વૈજ્ઞાનિકે ‘લઘુત્વાકર્ષણ’ના કેટલાક નિયમો ગુપ્તવેશધારી પત્રકારો અને સ્વપ્રસિદ્ધ સાહિત્યકારો આગળ પ્રગટ કર્યા છે.
માણસ નીચે જાય છે એટલે કે માનવતા ચૂકી ને અધઃપતન કરી શકે છે એના માટે જે જવાબદાર ચુંબકીય પરિબળો છે તેને અસ્તિત્વમાં ‘લઘુત્વાકર્ષણ’ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ મહાનુભાવ વ્યૂટર્ન માને છે કે લઘુત્ત્વાકર્ષણના નિયમોથી મનુષ્યતામાં જે ગિરાવટ આવી છે એ અંગે ગંભીરતાથી વિચારવા માટે કોઈ વૈશ્વિક સંમેલન યોજાય તો એના ઉપર પોતે વધુ પ્રકાશ ફેંકી શકે. પણ હાલ પૂરતા એટલે કે તાત્કાલિક લાભ થાય એટલા માટે, સૌ વિચારકોનું અજ્ઞાન તત્કાલ દૂર થાય એટલા માટે આ ત્રણ નિયમો અવલોકન સ્વરૂપમાં વહેતા મૂકવામાં આવે છે.
એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે ન્યૂટને જે રીતે ચુંબકીય પરિબળોને ધ્યાનમાં રાખીને ગુરુત્વાકર્ષણનો નિયમો ઘડ્યા હતા તેનો લઘુત્વાકર્ષણના ક્ષેત્રમાં સંપૂર્ણ અભાવ છે.
પોતાનો પહેલો સિદ્ધાંત સમજાવતા વૈજ્ઞાનિક કહે છે, ‘આ જગત સ્થિતિસ્થાપકતાથી ભરેલું છે અને મન પણ એવા સ્થિતિસ્થાપક અને હાલકડોલક પર્યાવરણમાં વિહરતું હોવાને કારણે ગમે ત્યાં અને ગમે ત્યારે લઘુતા પ્રાપ્ત કરી શકે છે. આ લઘુતાને લૌકિક વાણીવ્યવહારમાં અને ભાષાના ભૂખંડોમાં ‘હલકાઇ’ એવા લાડકા નામે પણ ઓળખવામાં આવે છે.
પોતાની શોધ વિશે અને નામ વિશે જગતના અજ્ઞાન અંગે કોઈ પણ ટિપ્પણી કરવા ન ચાહે એવા આ વૈજ્ઞાનિકે કહ્યું કે લોકો આ લઘુતાના મોહચુંબકમાં ફસાઈ જાય છે કારણ કે આ લઘુતામાં ઈર્ષા જેવી દાહક અને ખટપટ જેવી વાહક ઊર્જા પ્રાપ્ત થાય છે. સતત ઈર્ષ્યામાં રહેનાર જેને અમે અનેકવાર ‘મહાબળેશ્વર’ એવા મુક્ત નામથી ખ્યાતિ આપી ચૂક્યા છીએ, એવા લોકોને આ લઘુતા સહજ ઉપલબ્ધ હોય છે.
આપણા ભવ્ય સાહિત્યમાં ‘કેનોપનિષદ’ જેવા ઉપનિષદમાં કયા કારણે મન ભટકે છે એવું પૂછવામાં આવ્યું છે પણ એના મૂળમાં આ લઘુત્વાકર્ષણનું પરિબળ ખૂબ જ સક્રિય બને ત્યારે જ વ્યક્તિ લઘુતાને પ્રાપ્ત કરે છે એ વિશે ભાષ્યકારો એટલે કે શાસ્ત્રો ઉપર વિશિષ્ટ ગ્રંથો લક્ષણા રહો આ વાત ચૂકી ગયા છે.
પોતાના ત્રીજા સિદ્ધાંતની વાત કરતી વખતે ખૂબ જ ભાવાવેશમાં આવીને વ્યૂટર્નજી જણાવે છે કે વર્ચ્યુઅલ અને વાસ્તવિક એવી અસ્તિત્વની બે પડાળીઓ વચ્ચે વહેંચાઈ ગયેલો મનુષ્ય પોતાનામાં પ્રગટતી આ વિશિષ્ટ અધોગતિને ઓળખી શકતો નથી. હોલોગ્રામ અને બીજા વાસ્તવને જુદાં જુદાં રૂપે રજૂ કરતા વૈજ્ઞાનિક પ્રસાધનોને કારણે હવે ‘વાસ્તવ’ અથવા સત્ય ઉર્ફે સાચું શું છે એ વિશે જે ધૂમ્રાવરણ કે ધૂમ્રધાંધલ ઊભી થઈ છે. એને લીધે માણસ એનેસ્થેસિયામાં જેમ બેહોશીમાં શરીર પડે છે એવી જ રીતે આ લઘુતામાં સરી પડે છે.
વ્યૂટર્નના કહેવા પ્રમાણે આ મોહચુંબકીય માયાવી ઘટના હોવાને કારણે માણસના મનનું જીપીએસ ખોટકાઈ જાય છે, અને પોતાની હલકાઈને મોટાઈ માનીને પોતે રચેલા ગૌરવાવરણમાં ગૂંથાઇ જાય છે. ઉદારમતવાદી કેટલાક વિચારકો આ પ્રકારની ‘ગુમરાહીતા’ને ‘શૉર્ટકટનું સત્ય’ એવા નામે પ્રચલિત કરે છે.

ટૂંકમાં, વિનુકાકાના જણાવ્યા પ્રમાણે આજે જે વ્યાપક પ્રમાણમાં હલકાઇ એટલે કે લઘુતા ચારેકોર જોવા મળે છે, એ ચેપી છે, બેહોશીમાં વ્યક્તિના થતા આ વિસ્તારને લોકો જુદાં જુદાં નામે ઊજવી કાઢે એવું પણ શક્ય છે. આટલું બોલીને જાણે પ્રયાગરાજમાં આવેલા કોઈ નાગાબાવા હિમાલય તરફ ચાલીને અદૃશ્ય થઈ જતા હોય એવી રીતે વ્યૂટર્નજી પોતાના ગામમાં આવેલી ગુફામાં ચાલ્યા ગયા. વિનુકાકાએ આ વાત માનવતાના કલ્યાણમાં વહેતી મૂકવાનું કહ્યું એટલે અમે તમને કહ્યું. }
વાત તનમનની:ચાર વર્ષેય મારું બાળક બોલતાં શીખ્યું નથી, શું કરવું જોઈએ?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/my-child-has-not-learned-to-speak-for-four-years-what-should-i-do-134565163.html
મનન ઠકરાર પ્રશ્ન: સ્કિઝોફ્રેનિયા શું હોય છે અને તેનાં લક્ષણો શું હોય છે?
સ્કિઝોફ્રેનિયા ગંભીર માનસિક રોગ છે. તે વ્યક્તિના વિચારો, લાગણીઓ, વર્તનને અસર કરે છે. આ રોગમાં વ્યક્તિની વાસ્તવિકતા સાથેની સમજ ખોરવાઈ જાય છે, જેને ‘સાઇકોસિસ’ કહેવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે 20થી 30 વર્ષની ઉંમરે શરૂ થાય છે, પરંતુ તે બાળપણમાં કે વૃદ્ધાવસ્થામાં પણ જોવા મળી શકે છે.
સ્કિઝોફ્રેનિયાનું ચોક્કસ કારણ હજુ સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી, પરંતુ તેમાં આનુવંશિક પરિબળો, મગજના રાસાયણિક અસંતુલન (જેમ કે ડોપામાઇન અને સેરોટોનિનનું અસંતુલન) અને પર્યાવરણીય પરિબળો (જેમ કે તીવ્ર તણાવ, નશીલા પદાર્થોનું સેવન, કે ગર્ભાવસ્થા દરમિયાનની જટિલતાઓ) મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રોગ પુરુષોમાં સ્ત્રીઓ કરતાં થોડો વધુ જોવા મળે છે.
સ્કિઝોફ્રેનિયાનાં લક્ષણો પોઝિટિવ, નેગેટિવ અને જ્ઞાનાત્મક લક્ષણો એમ ત્રણ કેટેગરીમાં વહેંચાયેલાં છે. પોઝિટિવ લક્ષણો સામાન્ય વ્યક્તિમાં નથી હોતા પરંતુ રોગીમાં દેખાય છે. ભ્રમણામાં રોગીને એવું લાગે છે કે તે કંઈક સાંભળે છે, જુએ છે કે અનુભવે છે જે વાસ્તવમાં નથી. સૌથી સામાન્ય છે અવાજ સાંભળવો, જેમ કે કોઈ તેની સાથે વાત કરે છે, તેને ધમકાવે છે કે આદેશ આપે છે. કેટલાકને દૃશ્ય ભ્રમણા થાય છે, જેમ કે લોકો કે વસ્તુઓ દેખાય છે જે હકીકતમાં નથી.
રોગી ખોટી માન્યતાઓમાં માને છે, જેમ કે તેને લાગે કે કોઈ તેની જાસૂસી કરે છે, તેનું નુકસાન કરવા માગે છે, કે તે કોઈ અસાધારણ વ્યક્તિ (જેમ કે ભગવાન કે નેતા) છે. રોગીના વિચારો અને બોલચાલ અસંગત થઈ જાય છે. તે એક વિષયથી બીજા વિષય પર કૂદી પડે છે અને તેનું બોલવું સમજવું અઘરું બને છે.
નેગેટિવ લક્ષણોમાં વ્યક્તિની સામાન્ય ક્ષમતાઓ ઘટી જાય છે. રોગીને આનંદ, દુ:ખ કે ગુસ્સો ઓછો અનુભવાય છે. તેના ચહેરા પર લાગણી દેખાતી નથી, જેને ‘ફ્લેટ એફેક્ટ’ કહેવાય છે. તે લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે, મિત્રો કે પરિવાર સાથે સંબંધ રાખવામાં રસ ગુમાવે છે. રોગીને કોઈ કામ કરવાની ઇચ્છા નથી રહેતી, જેમ કે નોકરી, ઘરનું કામ કે રોજિંદી પ્રવૃત્તિઓ. દર્દીની યાદશક્તિ નબળી પડે છે, જેનાં કારણે રોજિંદાં કામો યાદ રાખવામાં તકલીફ પડે છે. ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે, જે નિર્ણય લેવામાં અવરોધ બની શકે છે.
સ્કિઝોફ્રેનિયાની સારવારમાં એન્ટિ-સાઇકોટિક દવાઓનો ઉપયોગ થાય છે, જે મગજના રાસાયણિક સંતુલનને સુધારે છે. મનોવૈજ્ઞાનિક ઉપચાર (જેમ કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી) રોગીને તેના વિચારો અને વર્તનને સમજવામાં મદદ કરે છે. પરિવારનો સહયોગ અને સમાજની સ્વીકૃતિ પણ ખૂબ જરૂરી છે.
જો સમયસર નિદાન અને સારવાર થાય, તો ઘણા લોકો સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ આ રોગ આજીવન સંભાળ માગે છે.
પ્રશ્ન : ચાર વર્ષેય મારું બાળક બોલતું નથી. શું કારણ હોઈ શકે?
ચાર વર્ષની ઉંમરે મોટા ભાગનાં બાળકો સરળ વાક્યો બોલી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે અને પોતાની જરૂરિયાતો વ્યક્ત કરી શકે છે. જો તમારું બાળક આમાં પાછળ લાગે છે, તો તેનું કારણ શારીરિક, માનસિક કે પર્યાવરણીય હોઈ શકે છે.
સંભવિત કારણોમાં વાણીનો વિલંબ એટલે કે કેટલાંક બાળકોમાં વાણીનો વિકાસ મોડો થાય છે, જે સામાન્ય હોઈ શકે છે. આનું કારણ આનુવંશિક હોઈ શકે છે, એટલે કે જો પરિવારમાં કોઈને મોડું બોલવાની તકલીફ હોય, તો બાળકમાં પણ તે જોવા મળી શકે છે. આ ઉપરાંત, જો બાળક સાથે ઓછી વાતચીત થતી હોય, જેમ કે માતા-પિતા કે ઘરના સભ્યો તેની સાથે ઓછું બોલતા હોય, તો તેની ભાષાનો વિકાસ ધીમો પડી શકે છે.
સાંભળવાની સમસ્યા: જો બાળકને સાંભળવામાં મુશ્કેલી હોય, જેમ કે કાનમાં વારંવાર ચેપ થવો, કાનમાં પ્રવાહી ભરાવું કે જન્મજાત શ્રવણશક્તિની કમી, તો તે શબ્દો સાંભળી શકતું નથી અને બોલવામાં પણ પાછળ રહે છે. આ માટે તેના કાનની તપાસ કરાવવી જરૂરી છે.
ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD): ઓટિઝમ એ એક વિકાસલક્ષી વિકાર છે જે બાળકની સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને વાતચીતની ક્ષમતા પર અસર કરે છે. જો તમારું બાળક લોકો સાથે આંખનો સંપર્ક ટાળે, એકલું રમવાનું પસંદ કરે, કે વારંવાર એક જ વર્તન (જેમ કે હાથ ફફડાવવું) કરતું હોય, તો આ ઓટિઝમનું લક્ષણ હોઈ શકે છે.
ભાષાની ખામી (Language Disorder): કેટલાંક બાળકોમાં ‘સ્પેસિફિક લેંગ્વેજ ઇમ્પેરમેન્ટ’ (SLI) હોય છે, જેમાં તેઓ ભાષા સમજવામાં કે બોલવામાં મુશ્કેલી અનુભવે છે, જોકે તેમની બુદ્ધિ સામાન્ય હોય છે.
માનસિક કે શારીરિક સમસ્યાઓ: મગજનો વિકાસ ધીમો હોવો (ડેવલપમેન્ટલ ડિલે), મોઢાના સ્નાયુઓની નબળાઈ (જેને ડિસ્પ્રેક્સિયા કહે છે), કે બૌદ્ધિક અશક્તિ (Intellectual Disability) પણ બાળકના બોલવામાં અવરોધ લાવી શકે છે.

આ સમસ્યાનો ઉકેલ એ છે કે બાળકનું મૂલ્યાંકન કરાવો. તમે બાળરોગ નિષ્ણાત (Pediatrician), સ્પીચ થેરપિસ્ટ કે ઓડિયોલોજિસ્ટ (કાનના નિષ્ણાત)ની મદદ લઈ શકો છો. તેઓ બાળકની સાંભળવાની ક્ષમતા, ભાષાનો વિકાસ અને અન્ય વર્તનની તપાસ કરશે. જો સાંભળવાની સમસ્યા હોય, તો હિયરિંગ એઇડ કે સારવારથી ફાયદો થઈ શકે છે. તો સ્પીચ થેરપીથી બાળકને બોલતા શીખવાડી શકાય છે. જો ઓટિઝમ કે અન્ય વિકાસલક્ષી સમસ્યા હોય, તો વહેલું નિદાન અને ઉપચાર (જેમ કે બિહેવિયરલ થેરાપી) બાળકની પ્રગતિમાં મદદ કરશે.
બાળક સાથે નિયમિત વાત કરો, વાર્તાઓ વાંચો અને ગીતો ગાઓ.
તેની સાથે રમતો રમો જેમાં વાતચીતની જરૂર હોય, જેમ કે ‘આ શું છે?’ જેવા પ્રશ્નો પૂછવા.
ધીરજ રાખો. તેને બોલવા માટે દબાણ ન કરો, પ્રોત્સાહન આપો.
નિષ્ણાતની સલાહ લેવી જોઈએ, કારણ કે વહેલું નિદાન અને સારવાર બાળકના ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક છે. }

ફૂલડાંની ફોરમ:સોશિયલ ડિસ્ટન્સ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/social-distance-134565218.html
વસીમ વહાલા શે વીડિયો કોલ ઉઠાવ્યો. ‘Hi કુચી કુ... મારા ગોલુ મોલુ...’ વાત ચાલુ જ થઈ હતી ત્યાં જ ઉપર GSRTનું ટિકિટ બુકિંગ નોટિફિકેશન આવ્યું.
‘જાન, આવતીકાલની તમારી ટિકિટ બુક કરી નાખી છે, હોટલ એડ્રેસ અને રૂમ નંબરની વિગતો પણ થોડીવારમાં મોકલી આપીશ.
‘પણ...’
‘પણ... બણ કશું નહીં... આવતીકાલે તમે, હું અને આપણી મૌજ. તમે જે મેસેન્જરમાં ફિલ કરાવો છે એ રૂબરૂ કરાવશો ને?’
‘પણ હું નહીં આવી શકું, આજનું છાપું તેં નથી જોયું? ચીનમાં નવો કોરોનાનો વેરિઅન્ટ આવ્યો છે એટલે સોશિયલ ડિસ્ટન્સ...’
‘વેરિઅન્ટ ચીનમાં આવ્યો છે, અહીં થોડો આવ્યો છે, અને આમ પણ અહીં હવે બધું નોર્મલ છે. તમે ખર્ચાની ચિંતા ન કરો એ હું આપી દઈશ.’ યશ્વીએ સમજાવવા પ્રયત્ન કર્યો.
‘ના, હું નથી આવવાનો. મેં વોટ્સએપમાં વાંચ્યું છે કે ચીનમાં ફરીથી ચામાચીડિયાંમાંથી નવો વેરિઅન્ટ HKU5-CoV-2 વાઈરસ મળ્યો છે, જે કોવિડ વાયરસનાં લક્ષણો ધરાવે છે અને એની માફક જ ઝડપથી ફેલાય છે. સોરી, આપણે ભલે ગુજરાતમાં હોઈએ પણ તકેદારી જરૂરી છે. આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, હું રાત્રે કોલ કરું.’
‘ના યશ, રાત્રે પણ ફોન કરવાની તકલીફ ન લઈશ. તને સોશિયલ ડિસ્ટન્સ મુબારક.’ કહી યશ્વીએ ફોન કટ કર્યો.
યશ્વી પહેલી વખતની રૂબરૂ મુલાકાત યાદ કરી રડી પડી. નવા અનુભવથી સમૃદ્ધ હવે એની આંખો ઉઘડી ગઈ હતી.}

હિડન ટ્રુથ:પાવડા પર ઊપસી આવેલા કેનેડીના ચિત્રનું રહસ્ય!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-mystery-of-the-picture-of-kennedy-standing-on-a-shovel-134565143.html
જયેશ દવે ઈ વ્યક્તિ, ઘટના કે પછી સ્થૂળ વસ્તુ સાથેનો પ્રગાઢ લગાવ વસ્તુ પર પણ પ્રભાવ ઊભો કરે છે. ઈસુ મસીહાને હાથ પગમાં ખિલ્લા મરાયા હતા તે જ રીતે હાથ કે પગમાં ઘા થવા, લોહી વહેવું આવી ઘટનાઓ નોંધાઈ છે. એ જ રીતે કોઈ દેવી- દેવતા સાથે તાદાત્મ્ય અનુભવતા તે મૂર્તિ જેવા જ પોતાના હાવભાવ, ચહેરો થઈ જવો તેવું પણ બનતું હોય છે.
મનોવિજ્ઞાન આવી ઘટનાઓને તીવ્રતા મુજબ અલગ અલગ નામ આપી તેની સમજ આપે છે અને ઉપચાર પણ કરે છે. પરંતુ આવા મનોભાવની અસર નિર્જીવ વસ્તુ પર થાય તેવી ઘટનાઓ ખુલાસાઓથી પર અને આશ્ચર્યજનક હોય છે.
અમેરિકાના લોકપ્રિય સેનેટર, ડેમોક્રેટિક પાર્ટીના નેતા રોબર્ટ એફ. કેનેડી કે જે આરએફકેના નામથી જાણીતા હતા. તેમની 1968માં ન્યૂયોર્કમાં હત્યા થઈ. આ ઘટનાથી તેમના હજારો ચાહકોમાં આઘાત ફેલાયો હતો. આ પ્રસંગ પછી એક આશ્ચર્યજનક ઘટના બની હતી જેની નોંધ ઇંગ્લેન્ડ સહિતના શહેરોમાંથી પ્રસિદ્ધ થતાં અખબારોએ પણ લીધી હતી.
એલિસ વેલ એક અમેરિકન વિધવા હતી. ફાયર પ્લેસમાં કોલસા નાખવા માટે તેણે એક નવો પાવડો ખરીદ્યો હતો. એક દિવસ તેણે ફાયર પ્લેસમાં કોલસા નાખવા માટે આ પાવડો હાથમાં લીધો તો તે સ્તબ્ધ થઈ ગઈ! એક જ દિવસ પહેલા બજારમાંથી ખરીદેલો પાવડા પર રોબર્ટ કેનેડીનું ચિત્ર ઊપસી આવ્યું હતું.
એલિસે આ પાવડો ખરીદ્યો ત્યારે તે સપાટ અને કોઈએ જ ડિઝાઇન વગરનો હતો. તેના સાવ અચાનક રોબર્ટ કેનેડીની તસવીર ઊપસી આવતા તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. કેનેડીની અત્યારથી ત્યારે તેની જે લોહિયાળ સ્થિતિ હતી તેવી જ આ છબી તે પોતાનો ભ્રમ હશે તેમની એલિસે તેને લૂછી નાખવા સ્પર્શ કર્યો.
કાતિલ ઠંડીમાં પડેલા આ પાવડા પરનો આ છબીવાળો ભાગ થોડો ગરમ હતો! એલિસ આ જ છબીને ભૂંસી ન શકી. પોતે કેનેડીની પ્રશંસક હોવાને કારણે દૃષ્ટિભ્રમ રહ્યો હોવાની શંકા ઊભી થતા પોતાના પાડોશી વોલેસને આ જોવા માટે તે ઘરે લઈ આવી.
વોલેસદંપતીને તેણે કશું જણાવ્યું ન હતું પરંતુ જેવો પાવડો તેમની સામે મૂક્યો કે તરત જ તેઓ પણ બોલી ઊઠ્યાં કે આ તો રોબર્ટ કેનેડીની તસવીર છે! તેમણે પણ ઊપસી આવેલા આ ક્ષેત્રને હાથથી સ્પર્શ કર્યો હતો તે ભાગ ગરમ જણાતો હતો.
પાવડા પર ઊપસી આવેલા આ ચિત્રનું રહસ્ય ઘેરું બનતું જતું હતું. આ ચિત્ર રંગથી બનાવાયેલું તો નથી ને તે ચકાસવા નિષ્ણાતોને બોલાવ્યા. તેમણે તેજાબ મૂકીને પરીક્ષણ કર્યું તો તસવીર સિવાયના અન્ય ભાગ પર તેની અસર થઈ જ્યારે કેનેડીનું ચિત્ર હતું તે જ સ્થિતિમાં રહ્યું!
ચિત્ર કોઈ રંગોથી માનવ દ્વારા તૈયાર ન થયાં હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આવ્યો. આશ્ચર્યજનક ઘટના હજુ બાકી હતી. લોકોને ખબર પડતા તેઓ હા પાવડો જોવા માટે એકઠા થવા લાગ્યા. ઘણા લોકોએ તેની તસવીર લેવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તસવીરો વ્યર્થ ગઈ. એક પણ તસવીરમાં પાવડા પરનું ચિત્ર ઝિલાયું નહીં. આ સાથે પાવડા પરની રોબર્ટ કેનેડીની તસવીર પણ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ.
આ ઘટનાના અનેક લોકો સાક્ષી હતા તેથી ભ્રમ કે છેતરપિંડી હોવાની કોઈ શક્યતા ન હતી. તે સમયના પરામનોવિજ્ઞાનક ડૉ. વેલ જોન્સે પણ આ ઘટના આધિભૌતિક જગત સાથે જોડાયેલી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એલિસની સૂક્ષ્મ સંવેદનાને કારણે કેનેડીએ આ છબી સ્વરૂપે પોતાની ઉપસ્થિતિ વ્યક્ત કરી હોવાનું કહી શકાય. ખાસ કરીને તે ચિત્રનો ભાગ જ ગરમ હોવું અને કેમેરામાં તેની તસવીર ન ઝિલાવી તે આવી ઉપસ્થિતિને પ્રમાણભૂત કરે છે. આવી ઘટનાઓથી ફરીફરીને સાબિતી થાય છે કે આપણે જે જાણીએ છીએ તેનાથી ઘણું વિશેષ આપણે જાણતા નથી. }

રાગ બિન્દાસ:મેમરીની માયાજાળ: સ્મૃતિ-વિસ્મૃતિની સંતાકૂકડી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-magical-web-of-memory-the-hiding-place-of-forgetfulness-134565213.html
ટાઈટલ્સ: ‘શું ભૂલવું ’ એ બરોબર યાદ રાખવું. (છેલવાણી)
પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, ‘તેં હીરાનો હાર આપવાનું વચન આપેલું. ભૂલી ગયોને?’
ભૂલક્કડ પ્રેમીએ તરત કહ્યું, ‘શું છે કે હું તારી સાથે હોઉં છું ત્યારે બીજું બધું જ ભૂલી જાઉં છું!’
‘ઓહ, સાચ્ચે?’, પ્રેમિકાએ શરમાઈને કહ્યું.
‘હા, પ્રિયા!’
‘હું ’પ્રિયા’ નહીં, ‘રિયા’ છું! ભૂલક્કડ!’ છોકરીએ થપ્પડ મારી.
ભૂલી જવું સહજ છે, ભૂલવા વિશે બહુ ચિંતા કરવી નહીં. ખરી ચિંતા તો તમારી યાદશક્તિ સુધારનારા ડોક્ટરે કરવાની, જેને પૈસા આપવાનું તમે ભૂલી જાવ ને ડોક્ટર બિચારો યાદ અપાવી અપાવીને થાકી જાય! જો કે આજે આપણે સૌ ભૂલવામાં એક્સપર્ટ થઈ ગયા છીએ. નેતાઓ વચનો ભૂલી જાય છે, પ્રજા નેતાઓનાં જુઠ્ઠાણાં ભૂલી જાય છે. કવિઓ-લેખકો સામાજિક આક્રોશ ભૂલી ગયા છે, શિક્ષકો નૈતિકતા શીખવવાનું ભૂલી ગયાં છે, વિદ્યાર્થીઓ માર્કશીટના આંકડા સિવાય બધું જ ભૂલવા માગે છે, મા-બાપો માતૃભાષા શીખવવાનું ભૂલી રહ્યાં છે, બાળકો ખુદ મા-બાપોને ભૂલી રહ્યાં છે. આખો સમાજ જાણે ધીમેધીમે ભૂલક્કડોની ભૂલભૂલૈયા બની રહ્યો છે.
ઉંમર, અનુભવો, આઘાતો પછી સ્મૃતિઓ સંતાકૂકડી રમવા માંડે છે. 35–35 ભાષાઓ જાણનારા હિંદીના મહાપંડિત લેખક રાહુલ સંસ્કૃત્યાયન, અંતિમ દિવસોમાં પોતાનું નામ પણ ભૂલી ગયેલા. એવી જ રીતે ભુવનેશ્વર નામના હિંદી વિદ્વાન, યાદશક્તિ ગુમાવતા કંતાનની ફાટેલ ગૂણી પહેરીને લખનૌની બજારોમાં 11–11 વરસ ભટકતા રહ્યા. મહાન મોપાંસા ગુપ્ત રોગથી પીડાઇને બધું જ વીસરીને મોતના કાલ્પનિક ભયથી પીડાતા રહ્યા. આધુનિક હિંદી લેખક સ્વદેશ દીપક યાદદાસ્ત ભૂલીને ભટકતા રહ્યા અને 2008થી આજ સુધી ગાયબ છે.
વરસો આગાઉ કર્ણાટકની એક સ્ત્રીને ખબર પડી કે એના પતિએ બીજાં લગ્ન કરી લીધાં એટલે એ માનસિક રીતે હલી ગઇ. પતિનું ઘર છોડીને બહેન સાથે રહેવા લાગી. પછી એક દિવસ ત્યાંથીય ભાગી નીકળીને રખડતાં રખડતાં, છેક મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જઇ પહોંચી. સાત–સાત વર્ષ સુધી એ જંગલમાં ભટકી, કચરામાં પડેલું ખાવાનું વીણીને ખાઇને ભિખારીની જેમ જીવ્યે રાખ્યું.
પછી હમણાં થોડાક જ મહિના અગાઉ કોઈએ એ સ્ત્રીની દયનીય હાલતની જાણકારી રાયગઢનાં ‘સોશિયલ એન્ડ ઇવેન્જેલિકલ એસોસિએશન ફોર લવ (સીલ)ને આપી. ‘સીલ’ના કાર્યકરો એને આશ્રમમાં લઈ આવ્યા ત્યારે એનો દેખાવ એટલો ભયાનક હતો કે એ ‘પુરુષ’ છે કે ‘સ્ત્રી’ એ પણ ઓળખાય એમ નહોતું! ધીમે ધીમે હાલતમાં સુધારો થતાં, એક દિવસ પેલીએ પોતાનું નામ ‘કસ્તુરી’ જણાવ્યું. એ સિવાય એને કશું જ યાદ નહોતું…,,અને પછી એક દિવસ અચાનક એ બીજો શબ્દ બોલી: ‘બદામી’!
‘સીલ’માં કોઇ જાણતું હતું કે કર્ણાટકમાં ‘બદામી’ નામે કોઇ શહેર છે. પછી ત્યાં પોલીસને ફોન કરી, વોટ્સએપ પર કસ્તૂરીના ફોટા મોકલાયા અને બે જ કલાકમાં,પોલીસે શોધી કાઢ્યું કે કસ્તુરીની પુત્રીએ સાત વર્ષ પહેલાં ગુમ થયાની ફરિયાદ લખાવેલી. આખરે સાત-સાત વરસે કસ્તૂરીનું દીકરી સાથે મિલન થયું અને હેપી એન્ડિંગ! જોકે, ખરી ટ્રેજેડી તો ત્યારે થતી હોય છે કે ઘણીવાર પોતાના સ્વજનને ઓળખી ગયેલા માણસ, જાણીજોઇને ભૂલવાનું નાટક કરે ને ફરી ગુમનામ જિંદગી જીવવા માંડે!
ઇન્ટરવલ:
વો જબ યાદ આયે,
બહુત યાદ આયે (અસદ ભોપાલી)
આપણને તો ‘ગઇકાલે શું ખાધું?’ એ યાદ નથી હોતું ને ઘણા લોકોને ગયા જનમની ડીટેલ્સ પણ યાદ હોય છે. વિજ્ઞાન મુજબ માનવ મગજમાં માહિતીઓ અને યાદોનો એટલો બધો કચરો હોય છે કે નવું યાદ રાખવાની જગ્યા જ નથી બચતી.
હમણાં મધ્યપ્રદેશના નાગરખેડી ગામમાં માત્ર સાડા ત્રણ વરસની ધ્રુવીને 180 દેશોની રાજધાની, ભારતનાં 28 રાજ્યોની રાજધાની, મહાદ્વીપોનાં નામ, રાષ્ટ્રીય પ્રતીકો વગેરે મોઢે છે! આપણને ત્રણ વરસે નાક લૂછવાનું યે યાદ નહોતું રહેતું ને મોંમાં અંગૂઠો ચૂસતાં ચૂસતાં ચોકલેટ સિવાય કશું યાદ આવતું જ નહોતું. પણ ‘લિટલ ગૂગલ’ તરીકે જાણીતી ધ્રુવી, ‘વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પામી છે. વળી ધ્રુવી હજૂ તો સ્કૂલમાંય ગઇ નથી ને મોબાઇલ, ઇન્ટરનેટના કે ‘ગૂગલ’ના વિના એના પપ્પાએ પુસ્તકો વાંચીને જે સંભળાવ્યું એમાંથી જ આટલું યાદ કર્યું છે!
અમને તો આ ‘ફાની’ ને ‘ફની’ દુનિયામાં આતંકવાદીઓ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી જેટલો ડર નથી લાગતો, એટલો ગણિતના આંકડાઓથી લાગે છે. શાળા- કોલેજ છૂટ્યાનાં આટલાં વરસો પછી પણ નીંદરમાં ગણિતના પેપરનો રાક્ષસ દેખાતા ઝબકીને જાગી જવાય છે. માટે જ ગણિતના મહારથીઓ અમને અલગ જ દુનિયાનાં ‘એલિયન’ અવતારી આત્માઓ લાગે છે. એમાંય જેમને અનેક આંકડાઓ યાદ રહે છે એમના માટે તો ભયસભર આદર છે.

હમણાં 20 વર્ષીય કોલેજિયન વિશ્વા રાજકુમાર માત્ર 13.50 સેકન્ડમાં આડાઅવળા 80 આંકડાઓ યાદ કરીને ‘મેમરી લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ’ જીતી છે. ‘મેમરી લીગ’ મુજબ રાજકુમાર હાલમાં 5,000ના સ્કોર સાથે નંબર વન પર છે!
રાજકુમારે સ્પર્ધા માટે ‘હાઇડ્રેશન’ પદ્ધતિથી એટલે કે ખૂબ પાણી પીને યાદશક્તિ વધારેલી…જ્યારે તમે વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરતા હો, ત્યારે સામાન્ય રીતે અવાજ ઓછો કરો છો. ‘હાઇડ્રેશન’ ગળાને સાફ રાખવામાં મદદ કરે છે. માટે જો તમે ઘણુંબધું પાણી પીતા હો, તો તમે તેને ઝડપથી વાંચી શકો છો. આ જાણ્યું ત્યારથી અમે ખૂબ પાણી પીએ છીએ, પણ બાટલી ક્યાં મુકાઇ જાય છે એ જ યાદ નથી રહેતું. અહીં વાત ‘પાણીની બાટલી’ની જ થાય છે હોં!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: હાં, તો હું શું કહેતો હતો કે....
ઇવ: હા હા યાદ છે, હવે! }

દેશ-વિદેશ:નાના દેશો ટ્રમ્પને ભારે પડી રહ્યા છે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/small-countries-are-becoming-too-much-for-trump-134565130.html
ડૉ. જય નારાયણ વ્યાસ નાલ્ડ ટ્રમ્પ ગાંડા હાથી જેવા છે. આમ હાથી બહુ બુદ્ધિશાળી પ્રાણી કહેવાય પણ એને મદ ચડે એટલે એ ગાંડો થાય અને સારાસારનું ભાન ગુમાવી બેસે. રસ્તામાં જે કાંઈ આવે એનો કચ્ચરઘાણ વાળી નાખે. ગાંડા હાથીને કાબૂમાં લાવવો બહુ મુશ્કેલ છે. પ્રમુખ તરીકે ચૂંટાયો તે પહેલાં જ મદમાં આવી એણે કેટલાંક ઝાડવાં મૂળસોતાં ઉખેડવાની શરૂઆત કરી હતી.
કાયદેસર રીતે તો એ 20 જાન્યુઆરી, 2025થી ચાર વર્ષ માટે અમેરિકાનો પ્રમુખ બન્યા પણ એ પહેલાં એણે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી આવી વસવાટ કરતા અન્ય દેશોના નાગરિકોને તગેડી મૂકવાના પોતાના નિર્ધારની જાહેરાત કરતાં કહ્યું હતું કે અમેરિકામાં ઘૂસણખોરી પાડોશી રાજ્યો કેનેડા અને મેક્સિકોમાંથી થાય છે એટલે આ બંને રાજ્યો ઘૂસણખોરી ના અટકાવે ત્યાં સુધી તેમના પર ૨૫ ટકા ટેરિફ નાખીશું.
એણે ગલ્ફ ઑફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઑફ અમેરિકા કરી નાખવાનું અને પનામા કેનાલ બંધ કરવાનું પણ જાહેર કર્યું. અમેરિકામાં ઇન્કમ ટેક્સ નહીં હોય. અમેરિકા આખી દુનિયામાંથી ટેક્સ ઉઘરાવશે અને પોતાનું અર્થતંત્ર ચલાવશે. સરકારનાં નકામાં ખાતાં બંધ કરવાની અને કેટલાંક ખાતામાં મોટા પાયે છટણી કરવા માટે એલન મસ્કની આગેવાની હેઠળ ડોજ-ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સીની રચના કરવાની જાહેરાત કરી. મોટા પાયે સરકારી કર્મચારીઓની છટણી કરી ખર્ચ બચાવવાની વાત કરી.
યુક્રેન-રશિયા યુદ્ધ બંધ કરાવી દેવાનું અને ગાઝાનું એથનિક ક્લીન્સિંગ કરી પેલેસ્ટિલિયન્સને બીજે વસાવવાની વાત કરી. બ્રિક્સની કરન્સીની જે કોઈ તરફેણ ક૨શે એના ઉપર 100-150 ટકા ટેરિફ નાખવાની વાત કરી. નાટોમાંથી નીકળી જવાની વાત કરી. યુસેઈડ (યુએસ એઈડ) બંધ કરવાની અને WHOમાંથી ખસી જવાની વાત કરી. આમ ગાંડો હાથી બરોબર રમખાણે ચડ્યો. એણે નવું સૂત્ર આપ્યું, ‘મેક અમેરિકા ગ્રેટ અગેન.’
સદીઓનો ઇતિહાસ ધરાવતું અમેરિકા અત્યાર સુધી મહાન નહોતું? ટ્રમ્પ અને એના મિત્ર એલન મસ્ક હવે અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવા અવતારી પુરુષ તરીકે અવતર્યા છે. આ ગાંડો હાથી કાબૂમાં આવતાં આવતાં ક્યાંક વિશ્વયુદ્ધ તો નહીં કરાવી બેસે ને એ આશંકાથી ધરતી ધ્રૂજી રહી હતી. ભારતના વડાપ્રધાન ખાસ આ ગાંડા હાથીને નીરણ નાખવા અમેરિકા જઈ આવ્યા પણ આ ગાંડા હાથીએ એના પ્રિય મિત્રનું પણ માન ના રાખ્યું. દરમિયાન હવે એ હાથીને પકડવા કેટલાંક અન્ય અભિયાનો શરૂ થયાં છે. હાથી સામે એક પછી એક ઘેનમાં નાખે એવા ડોટ છૂટવા માંડ્યા છે.
કેનેડા, મેક્સિકો કોલંબિયા વગેરે દેશોએ નાના-મોટાપાયે આ ડોટ છોડવાની શરૂઆત કરી. કોલંબિયાએ પોતાના નાગરિકોને અપમાનિત ના થવું પડે તે માટે મક્કમ વલણ લઈ પોતાના નાગરિકોને પરત લાવવા રાષ્ટ્રપ્રમુખનું અંગત વિમાન મોકલ્યું. એક જૂનું ફિલ્મી ગીત હતું:
‘નિર્બલ સે લડાઈ બલવાન કી,
યે કહાની હૈ દિયે ઔર તુફાનકી’.
આ તુફાન સાથે પહેલા ટકરાયું મેક્સિકો અને કેનેડા.
એમણે ટ્રમ્પને ચોખ્ખું સંભળાવી દીધું કે, ‘કરશો તેવું પામશો અને વાવશો તેવું લણશો.’ તમે ટેરિફ નાખશો તો અમે પણ નાખી દઈશું. આ ગાંડા હાથીને પહેલીવાર બુદ્ધિનો ચમકારો થયો કે મેક્સિકો રૂઠ્યું તો ડેટ્રોઇટનો ઑટોમોબાઇલ ઉદ્યોગ અને સિલિકોન વેલીનો ઇલેક્ટ્રોનિક કમ આઈટી ઉદ્યોગ બધું ઘોંચમાં જશે. મેક્સિકોનો આ ડોટ બરાબર યોગ્ય નિશાન પર વાગ્યો એટલે ગાંડા હાથીએ એક મહિનો મેક્સિકો અને કેનેડા ઉપર ટેરિફ વધારો મુલતવી રાખ્યો. બીજી બાજુ મેક્સિકોએ ગલ્ફ ઑફ મેક્સિકોને અમેરિકન ફૈબા ગલ્ફ ઑફ અમેરિકા નામ આપે એ સામે ‘ગૂગલ’ને નોટિસ આપી.
કેનેડિયનોએ પોતાની રાષ્ટ્રભક્તિનું પ્રમાણ આપતા અમેરિકા તરફની બધી જ ટ્રિપ કેન્સલ કરી દીધી. અમેરિકન આલ્કોહોલ અને બીજી પેદાશો / અમેરિકન માલસામાનનો બહિષ્કાર કર્યો અને ત્યાં સુધી કે રમતગમત કે ઇવેન્ટને પણ અભરાઇએ ચઢાવી દીધા. ટ્રમ્પ દ્વારા કેનેડિયન માલસામાન ઉપર 25 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરવામાં આવી તેનો આ માથું ફોડી નાખે તેવો જવાબ હતો. ગાંડા હાથીને આટલો મોટો જોરદાર પ્રહાર બરાબર કપાળની મધ્યમાં કોઈએ કર્યો નહોતો.
ટ્રમ્પ તો કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા નીકળ્યો હતો. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને એણે ગવર્નર ટ્રુડો એમ સંબોધન કરી અપમાનિત કર્યા હતા–આ બધા સામે કેનેડિયન પ્રજાનો રોષ ફાટી નીકળ્યો. કેનેડા ભલે સાંસ્કૃતિક તેમજ અન્ય રીતે અમેરિકા સાથે નજીકથી જોડાયેલો છે પણ ઘણાબધા કેનેડિયન નાગરિકો ટ્રમ્પના કેનેડા સામેના આ ટેરિફ તેમજ એને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની મહેચ્છાથી હેબતાઈ ગયા. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, ‘શું અમેરિકા આવું કરી શકે?’

કેનેડાના સરહદી શહેર વિન્ડસરના મેયર ડ્રુ ડીલકેન્સે કહ્યું, ‘એવું લાગે છે કે ટ્રમ્પ આખી દુનિયાનાં સમીકરણોને બદલી નાખવા મેદાને પડ્યો છે અને એની શરૂઆત એ પોતાના સૌથી નજીકના સાથી થકી કરવા માગે છે. જો એ કેનેડા સાથે આવું વર્તન કરવા માગતો હોય તો બીજા સાથે તો શું નહીં કરે?’
ડેટ્રોઇટ અને વિન્ડસર સિટીને જોડતો એક પુલ છે. ડીલકેન્સના કહેવા પ્રમાણે આ પુલ ઉપરથી રોજનો 27.2 કરોડ અમેરિકન ડૉલર જેટલો વ્યાપાર પસાર થાય છે. અમેરિકાના ગાંડપણ સમા ટેરિફને કારણે આ વ્યાપાર ઘટી જાય તો વિન્ડસ૨ની અઢી લાખની વસ્તીને એની વિપરીત અસર થાય.
ટ્રમ્પે કેનેડાથી આવતા માલસામાન ઉપર 25 ટકા ટેરિફ ઝીંક્યું હતું જેમાંથી એનર્જી પ્રોડક્ટ (ઑઇલ અને ગૅસ)ને બાકાત રાખી હતી. એનર્જી પ્રોડક્ટ ઉપર 10 ટકાના દરે ટેરિફ લાગશે. બીજી બાજુ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પણ તાત્કાલિક અસરથી અમેરિકન માલસામાન કેનેડામાં પ્રવેશે તેના પર વધારાનો 107અબજ અમેરિકન ડૉલરનો બોજ ઝીંકી દીધો છે.
વડાપ્રધાન ટ્રુડોએ કેનેડિયન નાગરિકોને કેનેડામાં ઉત્પાદિત માલસામાન ખરીદવા તેમજ વેકેશન કેનેડામાં જ ગાળવા સલાહ આપી છે, જે મહદ્ અંશે સ્થાનિકોનો મિજાજ દર્શાવે છે. કેનેડિયનોએ અમેરિકન વાઇન, બિયર અને આલ્કોહોલનો વેપાર બંધ કરવાનું નક્કી કર્યું છે.
કેનેડિયન ગૃહિણીઓ પોતાની ખરીદીની ટેવો બદલી કેનેડિયન અને મેક્સિકન પ્રોડક્ટને પ્રોત્સાહન આપશે. ટ્રમ્પના આ ગાંડપણને કારણે કોઈકની નોકરી છિનવાશે પણ બધા કેનેડિયનો ભેગા થઈને એ પડકાર ઉઠાવવા તૈયાર છે. આ જુસ્સો છે કેનેડિયનોનો. ભારતની સરખામણીમાં એ ક્યાંય નાનો દેશ છે.
એક કવિતા છે:
સાગરને તીર એક ટટળે ટિટોડી;
ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.
સાગર ગોઝારા ઓ ઈંડાં મારાં દે;
ટટળી કકળતી કાઢે છે રીસ.
મદાંધ મહેરામણ ટિટોડીને તુચ્છ જીવ ગણી સાંભળતો પણ નથી ત્યારે એ પક્ષીઓને આહ્વાન કરે છે અને કવિ સુંદરમ્ લખે છેઃ
ચાંચે સમાણું જે તરણું કે કાંકરો,
પાણો પથ્થર સૌ પંજે લઈ,
માંડ્યો સાગરને પંખીએ પૂરવા,
દરિયાની ઊંઘ ત્યાં ઊડી ગઈ.
આ સંઘબળ સામે દરિયાએ ઝૂકવું પડે છે અને ટિટોડીને ઈંડાં પાછાં મળે છે. ટ્રમ્પ નામનો મદાંધ મહેરામણ ભલે અભિમાનમાં ગરજતો હોય, છેવટે નાનાનાના દેશો ભેગા થઈને એને જરૂરથી નમાવશે, ટ્રમ્પ હારશે, વિશ્વ જીતશે અને એનો યશ કેનેડા અને મેક્સિકો કે કોલંબિયા જેવા દેશના જુસ્સાને જશે. }

લક્ષ્યવેધ:ધોરણ 12માં નિષ્ફળ, સિવિલ સર્વિસમાં પાસ!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/failed-in-class-12-passed-in-civil-services-134565132.html
રો જન્મ સુરતના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. મારા પપ્પા એન.આઈ.ટી. સુરતમાં પ્રોફેસર હતા. મમ્મી પણ સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષિકા હતાં. હું પણ ત્યાં જ ભણ્યો, ઇંગ્લિશ મીડિયમમાં…’ લેખન ઠક્કર જીવનની સ્મૃતિઓ તરફ નજર નાંખી રહ્યા છે.
‘બારમા ધોરણ સુધી હું બહુ તોફાની હતો. ઘણો સમય ક્લાસની બહાર જ હોઉં. બાર સાયન્સમાં કંઈ ખાસ કરી ના શક્યો. કદાચ મન પર તેની અસર થઈ. સાયન્સ છોડીને કોલેજમાં કોમર્સમાં એડમિશન લીધું. એમાં રસ પડ્યો અને સાથે સાથે કોસ્ટ એકાઉન્ટિંગ અને સીએની તૈયારી પણ કરી. મારા ભાઈ સીએ અને ભાભી કંપની સેક્રેટરી હતાં. ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ શરૂ કરી…’ લેખનભાઈની જીવનયાત્રામાં હજી સુધી સિવિલ સર્વિસનો પ્રવેશ થયો નથી.
પોતાની સીએની પ્રેક્ટિસ દરમ્યાન તેમના શબ્દોમાં કહીએ તો ‘ધ અધર સાઈડ ઓફ ધ ટેબલ’ જોઈ. ટેબલને પેલે પાર બેસીને કેવા વ્યાપક અને પ્રભાવક નિર્ણયો લઈ શકાય એ વિચાર જ રોચક લાગ્યો. પરિવારમાં એક સંબંધી સરકારમાં ઉચ્ચ અધિકારી હતા જ. પ્રોફેશનના રસ્તે જ જાણે નવું પેશન મળી રહ્યું હતું.
સિવિલ સેવાની તૈયારી તો ચાલુ કરી, એની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ ચાલુ રાખી. જોડે કંપની સેક્રેટરીની પણ તૈયારી કરી અને એમાં પણ ઉત્તીર્ણ થયા. એ સમયની પદ્ધતિમાં બે વૈકલ્પિક વિષયો પસંદ કરવાના થાય. કોમર્સ એક સ્વાભાવિક પસંદગી હતી. અંગ્રેજી માધ્યમના કારણે ગુજરાતી પર એટલી પકડ નહોતી. એટલે ઉમેદવારોમાં પ્રિય એવા ગુજરાતી વિષયની પસંદગી ન કરી શક્યા. બીજા વિષય તરીકે શરૂઆતમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય રાખ્યો અને પાછળથી લૉ સાથે આગળ વધ્યા.
સીએ અને સીએસ જેવી પરીક્ષાઓમાં સારો રેન્ક મળેલો. એટલે સિવિલ સેવા પરીક્ષાની તૈયારીમાં અંદર જ વિશ્વાસ ઊંચો હતો. શરૂઆત સુરતમાં જ કરી. એ સમયમાં ખાસ માર્ગદર્શન નહોતું. પ્રથમ પ્રયાસમાં મેઈન્સ સુધી પહોંચ્યા, પણ આગળ ન વધી શક્યા. બીજા પ્રયાસમાં અમદાવાદ સ્પીપા ખાતે આવી ગયા. કોમર્સ પર પકડ હતી. પ્રેક્ટિસ ચાલુ હતી. પ્રિલિમ્સ સરળતાથી પાસ કરી શકાતી. મેઈન્સ માટે બે-ત્રણ મહિનાની રજા લેતા. કોમર્સ સિવાયના વિષયો પર વધુ ભાર આપતા.
તેમના કુલ ચાર પ્રયાસોમાંથી ત્રણમાં પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યા. હથોટી વિનાનો વિષય પહેલાં નડ્યો, પણ પછી યોગ્ય સમયે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી લો વિષય કર્યો જે અનુકૂળ રહ્યો. ઇન્ટરવ્યૂમાં લેખન ઠક્કરને હંમેશાં એમના સીએ, સીએસના પ્રોફેશનલ બેકગ્રાઉન્ડના કારણે એ સવાલ તો આવતો જ કે અન્ય વ્યાવસાયિક દક્ષતા હોવા છતાં તમારે સિવિલ સેવામાં જ કેમ જવું છે? કોમર્સ અને એકાઉન્ટન્સીને લગતા સવાલો પણ આવ્યા. લેખનભાઈએ આ તબક્કો પણ પાર કર્યો.
આખરે લેખન ઠક્કરનો લક્ષ્યવેધ સિદ્ધ થયો. બારમા ધોરણમાં નિષ્ફળ નીવડેલો છોકરો હવે સિવિલ સેવા પરીક્ષા ઉત્તીર્ણ કરી ચૂક્યો હતો. ઓલ ઇન્ડિયા રેન્ક 268. તેમને સેન્ટ્રલ સેક્રેટરિયટ સર્વિસ મળી.
લેખન ઠક્કરની યાત્રા સર્વિસમાં આવ્યા પછી ઘણી રસપ્રદ રહી. સર્વિસમાં આવ્યા બાદ પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એમએ ઇકોનોમિક્સ અને એમબીએ કર્યું. યુકે જઈને પણ અભ્યાસ કર્યો. ફાયનાન્સ ક્ષેત્રે નિપુણતા મેળવી. જેનો ઉપયોગ સરકારમાં દક્ષતાપૂર્વક કરી શક્યા. સેપ્ટ અને આઈઆઈએમમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કર્યું.
ટેક્સટાઇલ અને સ્ટીલના વિભાગોમાં કામ કર્યા બાદ તેઓ ગુજરાત સરકારની પ્રતિનિયુક્તિ પર વર્લ્ડ બેંક પ્રાયોજિત કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે જોડાયા. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીમાં પણ ફાયનાન્સની જવાબદારી નિભાવી. ક્લાઇમેન્ટ ચેન્જ, સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ જેવા વિષયો પર કામગીરી કરી. પાછા દિલ્હી જઈને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં કામગીરી બજાવી. વર્લ્ડ બેંકના એક પ્રોજેક્ટમાં વૉશિંગ્ટનમાં ફરજ બજાવી.
2020માં તેમની પસંદગી ચીનના ભારતીય દૂતાવાસમાં કાઉન્સેલ તરીકે થઈ. આ વર્ષ એટલે પણ અગત્યનું છે કેમ કે આ વર્ષમાં જ કોરોના દુનિયાનો ભરડો લઈ રહ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ચીન હતું. એક સિવિલ સેવકે દરેક પ્રકારની વિષમ પરિસ્થતિઓમાં કામ કરવા તૈયાર રહેવું પડે. અહીં ફરજ બજાવ્યા બાદ હાલ તેઓ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં આર્થિક સુરક્ષા વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. }

સ્વરૂપ Says:કાં તો હિંમત નહીં તો આરામ, બંને સાથે ન હોઇ શકે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/either-courage-or-comfort-both-cannot-exist-together-134565134.html
સ્વરૂપ સંપટ મત અને સુખ મહદ્દંશે એકબીજાથી વિરુદ્ધ જોવા મળે છે. હિંમત માટે કોઇ પણ અજાણી સ્થિતિમાં પણ આગળ વધવું, મુશ્કેલીઓનો સામનો કરવો અને જોખમો ઉઠાવવા, જ્યારે આરામનો મતલબ સુરક્ષા, સહજતાથી જીવવું અને સરળતા એવો થાય છે. એવું માનવામાં આવે છે કે આ બંને બાબતો એકસાથે જોવા મળતી નથી જે ઐતિહાસિક દૃષ્ટિએ સાચું છે, વ્યક્તિગત સંઘર્ષ તો કરવાનો રહે છે અને આપણા દેશની વાત કરીએ તો એક રાષ્ટ્ર તરીકે આપણા દેશની સ્વતંત્રતાનો માર્ગ પણ સરળ નહોતો.
આજના લેખમાં આપણે આ બાબત સંબંધિત એવાં કેટલાંક ભારતીયો ઉદાહરણો જોઇશું જેનાથી ખ્યાલ આવે કે કઇ રીતે મહાન સફળતા પ્રાપ્ત કરવામાં વ્યક્તિગત રીતે અને આંદોલનો દ્વારા સરળતાને બદલે હિંમતને પ્રાથમિકતા આપવામાં આવી.
શરૂઆત કરીએ ભારતના સ્વતંત્રતા માટેના ઐતિહાસિક આંદોલનથી. ભારતની સ્વતંત્રતા અનેક સંઘર્ષો બાદ મળી છે, કેમ કે સાચી હિંમત સરળતા અથવા તો આરામના ભોગે જ મળે છે. સ્વતંત્રતાના આંદોલનના નેતાઓ પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આરામદાયક જીવન પસંદ કરી શક્યા હોત, પણ તેમણે તેના બદલે દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની હિંમત દાખવી.
મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકેની આરામભરી જિંદગીનો ત્યાગ કરીને દેશની આઝાદીના આંદોલનનું નેતૃત્વ કર્યું. 1930માં ગાંધીબાપુએ દાંડી માર્ચનું આયોજન કરીને મીઠાના કાયદાનું છડેચોક ઉલ્લંઘન કર્યું, જે અંતર્ગત અંગ્રેજોના મીઠાના કાયદાના ઉલ્લંઘન કરતા તેમણે 240 માઇલની પદયાત્રા કરી. આમ તો આ આંદોલન શારીરિક દૃષ્ટિએ અત્યંત જોખમી અને થકવી નાખનારું હોવા છતાં તેનાથી આઝાદીના આંદોલનને વેગ મળ્યો. આ દાંડી માર્ચે ભારતની સ્વતંત્રતામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
આવા જ અન્ય એક ક્રાંતિકારી નેતા વીર ભગત સિંહ પણ આરામદાયક જીવન પસાર કરી શક્યા હોત, તેના બદલે તેમણે અંગ્રેજોના દબાણ સામે બળવો પોકાર્યો. તેમનાં નીડરતાભર્યાં કેટલાંક કાર્યો જેમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાનો અને તેમનાં લખાણોનો સમાવેશ થાય છે, તેણે લાખો લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આખરે 23 વર્ષની યુવાન વયે ફાંસીના માંચડે રાજીખુશીથી લટકી જઇને પોતાના જીવનું બલિદાન આપ્યું તે દર્શાવે છે કે હિંમત માટે ઘણી વાર ભારે કિંમત ચૂકવવી પડે છે.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ પણ અંગ્રેજોની શરણાગતિ સ્વીકારીને આરામભર્યું જીવન જીવવાને બદલે હિંમત દાખવવી પડકાર ફેંક્યો કે ‘મૈં અપની ઝાંસી નહીં દૂંગી’ અને 1852માં અંગ્રેજો સામેના યુદ્ધમાં પોતાના લશ્કરનું નેતૃત્વ કર્યું અને છેલ્લા શ્વાસ સુધી પોતાના રાજ્ય અને લોકો માટે લડતી રહી.
આવાં તો જોકે અનેક ઐતિહાસિક ઉદાહરણો આપણને લોકોની હિંમતનાં મળી રહે, પણ સવાલ એ થાય કે વેપાર અને સાહસની દૃષ્ટિએ આ બાબતને કઇ રીતે જોઇ શકાય? કોઇ પણ સાહસ કરતાં પહેલાં ઘણી વાર પોતાના માટે આરામદાયક સ્થિતિ જેને તમે કમ્ફર્ટ ઝોન કહી શકો તે અથવા કંઇક અનોખું પ્રાપ્ત કરવા માટે જોખમ ઉઠાવવાની સ્થિતિમાંથી એકની પસંદગી કરવાની રહે છે.
સૌપ્રથમ હું વાત કરીશ ધીરુભાઇ અંબાણીની જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક હતા, તેમણે સાવ નાના વેપારથી શરૂઆત કરેલી. પોતાના જીવનને સરળતાસભર અને આરામપ્રદ રીતે વિતાવવાને બદલે તેમણે એક મોટું જોખમ લઇને ભારતનું સૌથી મોટું વ્યાવસાયિક સામ્રાજ્ય ખડું કરી દીધું. યમનમાં એક પેટ્રોલ પમ્પ પર અટેન્ડન્ટ તરીકે સફરની શરૂઆત કરનારા ધીરુભાઇ અંબાણીની સફર તેમના પછીની અનેક પેઢીઓ બેસીને ખાય એવી જોરદાર રહી છે અને તે દર્શાવે છે કે હિંમત દાખવો તો સફળતા અવશ્ય મળે જ છે.
પુરુષપ્રધાન ગણાતી બાયોટેક ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં મહિલા તરીકે સફળ નીવડેલાં કિરણ મઝુમદાર-શૉનું નામ પણ હું અહીં લઇશ, જેમણે ધાર્યું હોત તો જીવનનો સરળ માર્ગ પસંદ કરી શક્યાં હોત. તેના બદલે તેમણે વિશ્વવિખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનની શરૂઆત કરી. તેમને પણ અનેક વાર આર્થિક મુશ્કેલીઓ અને પક્ષપાતનો સામનો કરવો પડ્યો, પરંતુ અંતે તેમની હિંમત સામે સૌ હાર્યા અને બાયોટેક્નોલોજીમાં બાયોકોન કંપની આજે અગ્રેસર છે.
હવે વાત કરીએ ભારતને એક ચોક્કસ આકાર આપનારા સાહસિકતાભર્યા લોકોની - સમાજમાં બદલાવ લાવનારાઓની. ભારતની સામાજિક પ્રગતિમાં અનેક લોકોનો ફાળો છે, જેમણે સરળ માર્ગ પસંદ ન કરતા સમાજના પડકારરૂપ ધોરણોમાં પરિવર્તન આણ્યું. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેમને ડગલે ને પગલે જાતિભેદનો સામનો કરવો પડ્યો હોવા છતાં સંજોગોને સ્વીકારીને બેસી રહેવાને બદલે તેઓ દલિતોના અધિકારો માટે લડ્યા અને ભારતીય બંધારણનો પાયો નાખ્યો. એટલું જ નહીં, સામાજિક ન્યાય માટે સતત કાર્યરત રહ્યા.

સામાજિક ઉદ્યોગપતિ અરૂણાચલમ મુરુગનાથમે ગ્રામ્ય ભારતમાં અંધશ્રદ્ધા અને વિરોધનો સામનો કરીને પણ મેન્સ્ટ્રુઅલ સ્વચ્છતા બાબતે ક્રાંતિકારી કામગીરી કરી. તેમણે સંશોધન કરેલા ઓછી કિંમતના સેનેટરી નેપ્કિન્સે લાખો મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે.
ભારતીય તરીકે આપણે રમતગમતની દુનિયાના વીરલાઓને કઇ રીતે ભૂલી શકીએ? એવા પણ કેટલાક ખેલાડીઓ છે જેમણે વિકટ સ્થિતિઓનો સામનો કર્યો છે. તેમાં સૌપ્રથમ નામ લઇશ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું. સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ ટીમમાં માત્ર સોળ વર્ષની વયે પદાર્પણ કર્યું અને પાકિસ્તાની બોલરોનો સામનો કર્યો. તેમણે વસીમ અકરમ અને વકાર યુનુસ જેવા બોલિંગમાં તરખાટ મચાવનારા ખેલાડીઓ સામે જોરદાર રનનો ઢગલો કર્યો, પણ પીછેહઠ કરવા તૈયાર ન થયા.
1989માં સિયાલકોટ ખાતેની ટેસ્ટ મેચમાં સચિનના નાક પર બાઉન્સર વાગવા છતાં ઇજાને અવગણીને પોતાની દમદાર
બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આ દૃઢતાએ ક્રિકેટમાં સચિન તેંડુલકરની ભવ્ય કરિઅર તો ઘડી, તે સાથે ભાવિ ક્રિકેટર્સને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
એ જ રીતે ‘ફ્લાઇંગ શીખ’ તરીકે મિલ્ખા સિંહ દેશના ભાગલા દરમિયાન અહીં આવ્યા. પોતાના જીવનની કરુણતા પર રડતાં બેસી ન રહેતાં તેમણે અથાક પ્રયત્નો કર્યા અને ભારતના મહાન એથ્લીટ્સ બન્યા અને ભવ્ય સફળતા મેળવી.
અલબત્ત, દરેક વ્યક્તિ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર તરીકે અથવા વ્યાવસાયિક સામ્રાજ્ય ઊભું કરનાર તરીકે સંઘર્ષનો સામનો નથી કરતા. જોકે, રોજબરોજની જિંદગીમાં લોકોને નિરાંત અથવા આરામપ્રદ જીવન સામે હિંમત દાખવવાની હોય છે, જેમ કે કંઇક બોલવું, સપનાં પૂરા કરવા અને પોતાના ડર પર નિયંત્રણ મેળવવું વગેરે. કહે છે કે, ‘તમારી પાસે કાં તો હિંમત હોય અથવા તમારી પાસે નિરાંત હોય, પણ બંને એકસાથે હોઇ શકે નહીં.’ આ વાત જીવનનાં દરેક પાસાંમાં સાચી પડે છે. ઐતિહાસિક આંદોલન હોય કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા, જેઓ પોતાનું આરામદાયક જીવન ત્યજીને કંઇક ભવ્ય મેળવવાની હિંમત દાખવે છે, તેઓ જ કંઇક મેળવે છે.
આપણા દેશની બાબતમાં આપણા સ્વતંત્રતા સેનાનીઓ, ઉદ્યોગ સાહસિકો, સામાજિક પરિવર્તનકારો અને એથ્લેટ્સ વગેરેએ દર્શાવ્યું છે કે સફળતા કઇ રીતે મળે છે અને ખરેખરી સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમે તમારા આરામપ્રદ જીવન (કમ્ફર્ટ ઝોન)ને ત્યાગો. સવાલ એક જ છે કે તમે શું પસંદ કરશો? }

તર...બ...તર:પૃથ્વીનું પુરાતન અમૃત: મધ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-ancient-nectar-of-the-earth-honey-134565137.html
હરદ્વાર ગોસ્વામી ક પાકિસ્તાનીએ ભારતીય કોમેન્ટેટરને પૂછ્યું કે ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમ જીતે તો તમે કઈ રીતે રજૂઆત કરશો?’
‘એલાર્મ વાગ્યું, સવાર થઇ, સપનું સારું હતું...’
ફળની પ્રાપ્તિ હંમેશાં પછી જ હોય છે, સૌપ્રથમ મહેનત આવે છે. મોટાભાગે આપણે ઉલટું વિચારતાં હોઈએ છીએ, પહેલાં ફળના વિચારો કરીએ છીએ અને મહેનતને બીજા ક્રમે મૂકીએ છીએ. શેખચલ્લીનાં સપનાં તો પાંપણની પાળ વટાવી શકતા નથી. સંસ્કૃતમાં કહ્યું છે કે ‘चरन्वैमधु विनति’ ચાલતા માણસને મધુ મળે છે. ‘મધુ’ અહીં પ્રતીકાત્મક છે. કોશિશ કરે છે એને કસ્તૂરી પ્રાપ્ત થાય છે. ધોમધખતા રણને પાર કરીએ ત્યારે જ મધનો મહાસાગર મળે છે. મધુ, માક્ષિક, માધ્વિક, ક્ષૌદ્ર, સારધ, મક્ષીકાવાંત, કરટીવાંત, ભૃંગવાંત વગેરે સંસ્કૃત નામો છે.
મધ એ મહેનતનું પ્રતીક છે અને મહેનત હંમેશાં મીઠી હોય છે. મધથી મીઠું માત્ર મધ જ હોય છે. મધ તે મધ. અનન્વય અલંકાર પણ ઓછો પડે, એના માટે કોઈ ઉપમા ન જડે અને ક્યારેક અતિશયોક્તિ પણ થઇ જાય છે. ક્યારેક મધમીઠી જીભ કાનના ડાયાબિટીસને ભડકાવે છે, પણ આ રોગ મીઠો છે. વકરે અને વિસ્તરે તોય ગમે. મીઠી છૂરી જેવી જીભને એનો કાતિલાના અંદાઝ દેખાતો નથી. માણસનો જીવ જીભમાં વસેલો છે. જીભ સ્વાદેન્દ્રિયનું સરનામું છે.
મધમાખી એ સંપૂર્ણ કાયાન્તરણ પામતું હાઈમેનોપ્ટેરા શ્રેણીમાં આવે છે. મધપૂડામાં મુખ્ય રાણી અને એનાથી બસો ગણી કે તેથી વધુ સંખ્યામાં ડ્રોન હોય છે; હજારોની સંખ્યામાં કામદાર માખી હોય છે. મધપૂડાનો ઉપરનો ભાગ મધસંગ્રહ માટેનો છે, જ્યારે નીચેનો ભાગ ઈંડાં મૂકી મધમાખીની વંશવૃદ્ધિ કરવા માટે વપરાય છે. બાળઉછેર કોષ્ટિકામાં અનેક કીટકનો ઉછેર થાય છે. મધમાખી જેવી યુનિટી જગતમાં ક્યાંય નથી. જ્યાં એકતા છે ત્યાં મીઠો વિજય છે. પંચતંત્રની વાર્તામાં સંઘશક્તિનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. આજના જમાનાની જેમ જ્યારે મીઠાઈની ભરમાર ન હતી ત્યારે મધનું એકહથ્થુ શાસન હતું.
દૂધ અને મધનું સાથે સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. બંને સંપૂર્ણ આહાર છે. ગરમ દૂધ અને તાજું મધ હોય તો એનો લાભ ડબલ થઇ જાય છે. પ્રાચીન યુગથી મધના વિવિધ ઉપયોગ છે. બાઈબલમાં જણાવ્યા પ્રમાણે એક સૈનિક યુદ્ધમાંથી થાકીને પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં મધપૂડામાંથી મધ ખાતાં એના શરીરમાં અજબ સ્ફૂર્તિનો સંચાર થયો. મધમાખીનો ખોરાક મધ છે. જેમ નોળવેલ સૂંઘવાથી નોળિયો તાજોમાજો થઇ જાય એમ થોડીવાર મધપૂડા પર બેસવાથી મધમાખીમાં શક્તિનો સંચાર થાય છે.
ફૂલોનો મધુરસ મધમાખીનો મુખ્ય ખોરાક છે. જ્યારે મધુરસ અને પરાગ બન્ને ભેગું કરી બનાવેલો કામદારો માખી અને નર બનવાના હોય તેવી ઈયળનો ખોરાક છે. રોયલ જેલી જે સફેદ રંગનો ઘણો જ પૌષ્ટિક પદાર્થ છે.
પંચામૃતના એક દ્રવ્ય તરીકે ‘મીઠા મધુ’નો દરજ્જો મળ્યો છે. માણસ સિવાય રીંછ જેવાં અન્ય પ્રાણીઓ પણ મધની મહેફિલ માણે છે. ફૂલોમાંથી રસ લઇ અને સરસ બનાવે છે. એના આખા શરીર પર પરાગરજ ચોંટે છે. એ રસ પોતાના બીજા પેટમાં જમા કરે છે. મધપૂડામાં બીજી માખીઓને આ રસ અપાય છે. એ ત્રીસ મિનિટ સુધી મોંમાં રાખે છે. પછી એ રસને ષટકોણ આકારના ખાનામાં ટ્રાન્સફર કરાય છે. મધપૂડાની દીવાલો ખૂબ જ પાતળી હોય છે. તેમ છતાં છ ખૂણાવાળા આકારને કારણે ત્રીસગણું વજન ખમે છે. આપણે આપણા જેટલું વજન પણ ઊંચકી શકતા નથી ત્યારે આ મધમાખી કેવી કમાલ સર્જે છે!
કીડીનાં સંદર્ભે પણ એવું કહેવાય છે કે એના વજન કરતાં વધુ વજન ઊંચકે છે. મધમાં રહેલો પાણીનો ભાગ સુકવવા પાંખોથી સતત હવા નંખાય છે. પછી એ ખાના પર મીણનું પાતળું પડ બનાવીને ઢાંકવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી મધને કશું થતું નથી. આ કુદરતી મેન્યુફેક્ચરિંગમાં કશું ઘટે નહીં. કરોળિયો પોતાની લાળ વડે ઝાળું રચે છે એમ મધમાખી શરીરના પરસેવાથી મધપૂડો બનાવે છે. ભલભલા આર્કિટેક્ટને પણ આંટી મારે એવું એનું પરફેક્શન હોય છે.
રોબર્ટ ગ્રીન ઈંગરસોલ કહે છે કે, ‘Hope is the only bee that makes honey without flowers.’ ઇચ્છા ન હોત મેઘધનુષ પણ ફોગટ અને ફિસ્સું લાગે. અપેક્ષાના આકાશમાં મધમીઠી ઈચ્છાઓ ઉડ્ડયન કરે છે. હજરત મહંમદ પયગંબર પણ રોટી અને મધનો આસ્વાદ લેતા હતા. સરગવાનાં ફૂલ પર પણ મધ થાય છે. અન્ય ફળફૂલમાં પણ મધ હોય છે.
પહેલાંના સમયમાં મધ મેળવવા ધુમાડો કરતા તેમાં કેટલીયે મધમાખીઓ મરણને શરણ થતી, જેથી જીવદયામાં માનતા જૈનો મધ ખાતાં નહોતાં. અહિંસાના આકાશમાં જૈનોનો સૂર્ય સદાકાળ ઝળહળતો રહેશે. અત્યારે ‘હની બી કોલોની’ને કારણે ચિત્ર બદલાઈ ગયું છે. ગાઢ જંગલમાં મહાવિશાળ મધપૂડામાં બે હજારથી બે લાખ સુધીની મધમાખી હોય છે. ભારતમાં સૌથી વધુ મધ મલ્ટિફ્લૉરલ હોય છે.

મધ એ અનેક શક્તિનો સરવાળો છે. ‘દ્રવ્યગુણ હસ્તામલક’માં કહ્યું છે તેમ मधु शीतं...થી લઇ योगवाह्यल्पवातलम् સુધી અનેક ફાયદાઓ છે. આપણને તો કૃત્રિમ કારખાનાની કેપ્સ્યુલમાં વધુ રસ છે. કુદરતના અડાબીડ સૌંદર્યનાં પાંદડે પાંદડે ગુણોનો ગુણાકાર છે. શરીરનું એક પણ એવું અંગ નહીં હોય કે જ્યાં મધના ઉપયોગથી ઈલાજ થતો ન હોય. મધ એ પૃથ્વીનો ચમત્કાર અને આકાશી આશિષ છે. બે ટીપાં પણ મુખમાં પડે તો એનો સ્વાદ વર્ષો સુધી રહે છે.
મધના અલગ-અલગ પ્રકાર છે. કેટલાંક મધ આરોગ્યપ્રદ, કેટલાંક પર્યાવરણ માટે તો કેટલાંક મધમાખી જેવાં કીટકો માટે છે. બધાં મધની કિંમત અલગ-અલગ હોય છે. આજે કેટલાક લેભાગુ લલ્લુઓ ખાંડની ચાસણી મધના નામે વેચી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરે છે. સસ્તું મધ ખરીદવા જતાં ઘણીવાર છેતરાતાં હોઈએ છીએ. રસ્તા પર ઊભા રહેતા લોકો પાસેથી મધ ન ખરીદવું જોઈએ.
મધનો ડબ્બો ખોલો અને કોઈ ગંધ ન મળે અને બળેલી મીઠાઈની ગંધ આવે તો જાણવું કે આ મધ પૂરું ગુણવત્તાયુક્ત નથી. મૂળાની સાથે મધ ન લેવું જોઈએ, જે શરીરમાં ટોક્સિસિટી વધારે અને એના કારણે અપચા થઇ શકે છે. મધને ગરમ ના કરવું. ગરમીની સીઝનમાં થાક વધુ લાગે છે ત્યારે હૂંફાળા પાણીમાં મધનું સેવન ઉપકારક નીવડશે.
દરરોજ સવારે મધનું પાણી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પાણીમાં મધનું ટીપું નાખતાં એ તળિયે બેસી જાય તો મધ સાચું ગણવું. વિશ્વમાં સૌથી મોટા મધ ઉત્પાદક દેશોમાં એક અમેરિકા પણ છે. એકલા ફ્લોરિડામાં વરસે લગભગ એક કરોડ કિલોથી વધુ મધનો વપરાશ છે. ત્યાંનાં લોકોની તંદુરસ્તી સૌથી વધારે છે. મધની ચાહ અને મધની ચાનું સેવન આયુષ્ય વધારનારું છે. હની ટીનો સ્વાદ જેણે નથી માણ્યો એના જીવનમાં કશીક અધૂરપ છે એમ જાણવું. પૃથ્વી પરનું અમૃત મધ છે, મધપૂડા પરના અમૃત માટે સ્વર્ગલોગ પણ તલસે છે. }
આવજો...
જે કાર્ય કરો તે પૂરી શક્તિથી કરો. -સિસરો

અમલપિયાલી:કવિ ભાષા અને સંસ્કૃતિ બંનેનો પ્રહરી છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-poet-is-the-guardian-of-both-language-and-culture-134565136.html
વિનોદ જોશી `ખોળો વાળીને ઘર વાળતી રે
ધીમા તાપે ચડાવીને ભાત,
સંજવારીમાં કેમ વાળવાં રે
પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત!’
- અનિલ જોશી
વિએ અહીં કોઈ ગ્રામયુવતીના ભાવજગતનું મનોહારી ચિત્ર આલેખ્યું છે. ખોળો વાળવો એટલે શું તેની ખબર કદાચ આજની આધુનિકાઓને નહીં હોય. ચણિયો જમીનને અડીને ધૂળવાળો ન થાય એટલે, કે પછી કોઈ કામ કરતી વખતે ચણિયાનો ઘેર નડે તો તેને સમેટીને નેફામાં ભરાવી દેવાય ત્યારે તેને ખોળો વાળ્યો કહેવાય.
અહીં આ ગ્રામયુવતી ઘર વાળે છે. એના હાથમાં સાવરણી હશે તેવું કલ્પી શકાય. એ થોડી નીચે નમીને ઘર વાળતી હશે તેવું પણ કલ્પી શકાય. કાલિદાસે પણ શકુન્તલાને સહેજ નીચે નમીને વૃક્ષોને પાણી પાતી આલેખી છે. બંને કવિઓએ કન્યાના સૌંદર્યની આ મોહક મુદ્રા ઉપસાવી છે. અહીં ઘર વાળવાની વાત છે. ઘરમાં તો બધું જ આવે. ઓરડા, ઓસરી અને રસોડું પણ આવે. પણ અહીં રસોડાનો કોઈ સીધો ઉલ્લેખ નથી. સીધો ઉલ્લેખ કરે તે કવિ શાનો? એ કહે છે કે આ યુવતીએ ધીમા તાપે ભાત રાંધવા મૂક્યો છે. `ભાત’ એટલે ચોખામાંથી રંધાય તે ભાત એમ નહીં. જે કંઈ રંધાય તે બધું ભાત જ કહેવાય. આટલી વાતમાં તો રસોડું અને ચૂલો બંને આપણી કલ્પનામાં આવી ગયાં. હવે એ ભતવારી બનીને કોઈને માટે `ભાત’ લઈને જવાની હશે તેવું પણ આપણા ચિત્તમાં આવે.
કદાચ આ યુવતી નવોઢા છે. પિયુ તો પહોંચી ગયો છે વાડી-ખેતરમાં. ઘરમાં પોતે એકલી જ છે. કરે પણ શું? તો, સાવરણી લઈને એ ઘર વાળે છે. ધીમા તાપે ભાત રંધાય છે. કદાચ એની પોતાની અંદર અંદર પણ કશુંક રંધાય છે. પોતાનું પિયરઘર છોડી દીધું છે અને આ ઘરમાં તો પોતે હજી નવી નવી છે. કેમ કરીને હવેનું જીવન ગોઠવાશે તેની મૂંઝવણ પણ એનામાં છે. બહારનાં રસોડામાં કશુંક રંધાઈ રહ્યું છે તેમ એની અંદર પણ કંઈક રંધાઈ રહ્યું છે.
પિયુનો સંગ તો અહીં છે જ. પણ અત્યારે પિયુની ગેરહાજરીમાં એની ચાંદરણાં જેવી ગમતીલી સ્મૃતિઓ છે, જે ચિત્તમાંથી ખસેડી ખસતી નથી. એ ખસેડવાની એની મથામણો તો ઘણી છે પણ તેમાં એ સફળ થતી નથી. ઓસરીમાંથી કચરો તો વાળી શકાય છે. પણ જેની સાથે સાત સાત ભવની લેણદેણ હોય તેની સ્મૃતિઓને સંજવારીમાં વાળીને ફેંકી દેવી કઈ રીતે શક્ય બને?
ખોરડાનાં નળિયેથી ઓસરીમાં ઊતરી આવતાં ચાંદરણાં જોવાનો જમાનો તો હવે લગભગ પૂરો થઈ ગયો છે. ચાંદરણાંની ઓળખ પણ નવી પેઢીમાં હવે બહુ ઓછાંને હશે. એ જ રીતે ચૂલે ચડેલા ભાત પણ ઘણાંને મન કલ્પનાનો જ વિષય હશે. કવિ અહીં આ વિસારાતાં ઐશ્વર્યને કવિતામાં લઈ આવે છે અને અને તેને હૃદયના ઉત્કટ ભાવોનો પુટ આપી જિવાડી દે છે. `વાળવું’ ક્રિયારૂપને કવિ ખોળો વાળવાના સંદર્ભમાં ઉપયોગમાં લે છે તો સંજવારી વાળવાના અર્થમાં પણ પ્રયોજે છે. એકંદરે જે નીપજે છે તે તો આ નવોઢા નારીનું રમણીય ભાવવિશ્વ.
શબ્દ પાછળ રહી જાય અને ભાવ આગળ દોડી જાય ત્યારે સમજવું કે ભાવ પાસે ભાષા પાણી ભરે છે. પણ થાય શું? કવિની મજબૂરી એ છે કે એણે જે અનુભવ આપવાનો છે તે માત્ર ભાષામાં જ આપવો પડે છે! કવિ ભાષા અને સંસ્કૃતિ બંનેનો પ્રહરી છે એ ભુલાવું ન જોઈએ. }

વાંચવાં જેવાં પુસ્તકો:ભાવચરિત્રો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/character-portraits-134565142.html
ભાવચરિત્રો Á ગંભીરસિંહ ગોહિલ Á પાનાં : 389 Á કિંમત : 400 રૂ.
ઈતિહાસના અભ્યાસી અને સંશોધક એવા ગંભીરસિંહ ગોહિલના આ પુસ્તકમાં ભાવનગરના રાજવીઓ-મહારાણીઓ, સંત-યોગીઓ, વહીવટકર્તાઓ-ટેક્નિશિયનો, કવિ-લેખકો, શિક્ષણવિદો અને સમાજસેવકો તેમજ પ્રકૃતિવિદોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ વ્યક્તિત્વોનાં અને ભાવનગરનાં જાણીતાં સ્થળોનાં સુંદર ચિત્રોથી શરૂઆત કરીને તેઓ અન્ય કરતાં નોખા તરી આવે છે. પ્રસંગોપાત લખાયેલા ચરિત્રવિષયક લેખોનો સંગ્રહ પણ ઉત્તમ છે. એ સાથે જ મહારાણી વિજયાબા અને ગાંધીજીથી પ્રભાવિત થયેલા સૌરાષ્ટ્રના રાજવીઓ વિશેની પણ ઉપયોગી માહિતી છે.
પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું ઉમદા જીવનચરિત્ર વર્ણવીને અગ્રણી સાહિત્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણી, વિચારપુરુષ નાનાભાઈ ભટ્ટને અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પણ લેખકે યાદ કર્યા છે. 64 વર્ષ સુધી રાજ કરનારા ભાવનગરના સ્થાપક એવા ઠાકોર ભાવસિંહજી પહેલાથી ઉત્તમ શરૂઆત કરીને ઠાકોર વિજયસિંહજી, મહારાજા જશવંતસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજી જેવા દરેક રાજવીને યાદ કરવાનું લેખક ચૂક્યા નથી.
આ પુસ્તકનું જમા પાસું એ પણ છે કે ભાવનગરના રાજવીઓ, કવિઓ, લેખકોને તો ગંભીરસિંહે યાદ કર્યા જ છે પણ એ સાથે જેમને ભાવનગર સાથે દૂરનો નાતો રહ્યો છે અને છતાં જોડાયેલા રહ્યા એવા પક્ષીવિદ લાલસિંહ રાઓલ જેવા મહાનુભાવોનો પણ સમાવેશ કર્યો છે. ભાવનગરના સમૃદ્ધ રાજવી પરિવાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં જીવનદર્શનને, ભાવનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાને સમજવામાં પુસ્તક ઉપયોગી સાબિત થશે.
* * * * * * * * *
સામિપ્યે Áદક્ષા વ્યાસ Á પાનાં : 170 Á કિંમત : 250 રૂ.
આ પુસ્તકના લેખો પર દૃષ્ટિપાત કરતા સુજ્ઞ વાચક એટલું સમજી શકે છે કે લેખિકાને સત્ત્વશીલ કામ કરવામાં વધારે રસ છે. આ પુસ્તક એવા જ ઉમદા કાર્યનો સંગ્રહ છે. વ્યારા જેવા છેવાડાના સ્થળે રહીને કામ કરતા દક્ષાબહેને આ પુસ્તકમાં 21 અભ્યાસ-વિવેચન લેખો આપ્યા છે.
ગુજરાતી ભાષા, ટાગોરનાં નાટકો અને પત્રો, ઓલ્ડ મેન એન્ડ ધ સી, સુરેશ જોષી, અર્વાચીનોમાં અગ્રણી નર્મદ, જયન્ત પાઠક, મિત્રોનાં ચિત્રો, પાંચ પગલાં પૃથ્વી પર, દેહાંતર, સાગરનો સાદ, વ્યષ્ટિ-સમષ્ટિ... એમ વિવિધ ગ્રંથો અથવા તો સર્જકો વિશે પ્રકરણો છે. ગુજરાતી ભાષા-સાહિત્યમાં રસ ધરાવતા સૌ કોઈને એ અનુક્રમના આધારે જ પુસ્તકનું મહત્ત્વ સમજાઈ જશે. લેખિકા 84-85 વર્ષની વયે પણ ભાષા સાહિત્ય માટે અવિરત કાર્યરત છે એ બહુ મોટી વાત છે.
* * * * * * * * *
યોગેશ જોષી સાથે સંવાદ Á સંધ્યા ભટ્ટ
પાનાં: 72 Á કિંમત: 150 રૂ.
સંવાદ શ્રેણીના આ પુસ્તકમાં લેખિકાએ યોગેશ જોષી સાથે વિગતવાર માંડેલી ગોઠડીની વાત છે. ‘સમુડી’ લઘુનવલથી લોકપ્રિય બનેલા સર્જક યોગેશ જોષી સાથે લેખિકાએ સંવાદ રચીને સર્જકની સંવેદનશીલ અભિવ્યક્તિનાં દ્વાર ખુલ્લાં મૂકી આપ્યાં છે. ‘સમુડી’ સંદર્ભે મારી વાત’થી શરૂ થતો વાર્તાલાપ પાંચમા પ્રકરણે ‘ભીતરના વીજ-ઝબકારે’થી પૂરો થાય છે. આ ઉપરાંત ‘યોગેશ જોષી: જીવનવહી અને સર્જનયાત્રા’ કુલ આઠ પાનાંમાં સમાવાઇ છે. પુસ્તકમાં સર્જકના પુસ્તકોનાં કવરપેજના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોનો સમાવેશ કરાયો છે.
* * * * * * * * *
સફેદ કાગડો Á મયૂર ખાવડુ Á પાનાં : 110 Á કિંમત : 200 રૂ.
સફેદ કાગડો વાંચીને જો ચહેરા પર જરા પણ સ્મિત આવે તો એ નામ સાર્થક છે. કેમ કે પુસ્તક હસવા માટે જ લખાયું છે, એટલે કે હાસ્ય લેખોનો સંગ્રહ છે. નવી પેઢીના હાસ્યકારોમાં મહત્ત્વનું નામ ધરાવતા મયૂરે પુસ્તકમાં સત્તર હાસ્ય લેખો રજૂ કર્યા છે. એટલે વાચકોને ઓછામાં ઓછું સત્તર વાર તો હસવું આવશે જ.
તમે વાર્તા કેમ નથી લખતા, પ્રેરણાનું ઝરણું, રોડ ઓળંગતી વેળાએ, એક હાસ્ય લેખક ગુજરી ગયા, સાહિત્ય સંસ્થાનું સભ્યપદ, ટૂંકું અને ટચ... એવાં શીર્ષકો ધરાવતા લેખો જ વાચકોને અંદર ઉતરવા મજબૂર કરે છે. પુસ્તકનું નામ સફેદ કાગડો કેમ છે એ પણ શરૂઆતમાં લેખકે સ્પષ્ટતા કરી છે. એટલે જેમને કાગડાનો બીજો રંગ જોવો હોય એમનું અહીં સ્વાગત છે.