Telegram Web
બજેટ 2025માં નોકરી સંબંધિત કોઈ મોટી જાહેરાત નહીં:8 સ્કિલ્સ સેન્ટર ખોલવામાં આવશે; ગયા બજેટની પાંચેય પાંચ યોજનાઓ લટકેલી
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2025-nirmala-sitharaman-speech-skills-job-employment-advertisement-134389993.html

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના 77 મિનિટના બજેટ ભાષણમાં નવી નોકરીઓ સંબંધિત કોઈ મોટી જાહેરાત કરી નથી કરી. જોકે યુવાનોને સ્કિલ્સ આપવા માટે શિક્ષણ માટે 5 નેશનલ સેન્ટર પોર સ્કિલ્સ અને 3 સેન્ટર ઓફ એક્સિલેન્સ ઇન AI ફોર એજ્યુકેશન બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ગિગ વર્કર્સ એટલે કે ઓલા, સ્વિગીમાં કામ કરતા કામદારો માટે આઈ-કાર્ડ, ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી અને જન આરોગ્ય યોજનાના લાભોની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2024માં યુવાનો માટે 5 યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંથી 4 હજુ પ્રક્રિયામાં છે, જ્યારે 1 યોજના હોલ્ડ પર છે. આ 5 યોજનાનું અપડેટ આ પ્રમાણે છે- યોજના 1: સ્કિલ્સ જાહેરાત: ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ સ્થિતિ: હોલ્ડ યોજના 2: ઉત્પાદનમાં રોજગારીનું સર્જન જાહેરાત: પહેલી નોકરી પર પ્રોત્સાહન સ્થિતિ: હજુ સુધી શરૂ થયું નથી યોજના 3: પહેલીવાર રોજગાર જાહેરાત: પહેલા પગાર જેટલું બોનસ સ્થિતિ: હજુ સુધી શરૂ થયું નથી યોજના 4: નોકરીદાતાને સહાય જાહેરાતો: કંપનીઓને EPF વળતર સ્થિતિ: હજુ સુધી શરૂ થયું નથી યોજના 5: ઉચ્ચ શિક્ષણ લોન જાહેરાત: 10 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન સ્થિતિ: હજુ સુધી શરૂ થયું નથી દેશમાં દર 1000માંથી 32 બેરોજગાર
પીરિયોડિક લેબર ફોર્સ સર્વે 2024ના અહેવાલ મુજબ, વર્ષ 2024માં દેશનો બેરોજગારી દર 3.2% હતો. આનો અર્થ એ થયો કે, કામ શોધી રહેલા દર 1000 લોકોમાંથી 32 લોકો બેરોજગાર છે. વર્ષ 2023માં પણ બેરોજગારી દર 3.2 હતો. વર્ષ 2022માં 4.1%ના બેરોજગારી દરની તુલનામાં આ ઘટાડો થયો છે. UPAની સરખામણીમાં NDA સરકારમાં શિક્ષણ પર 1% ઓછો ખર્ચ
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે UPA કરતા શિક્ષણ પર કુલ બજેટના સરેરાશ 1% ઓછો ખર્ચ કર્યો. છેલ્લા 20 વર્ષના ડેટા પર નજર નાખો- દેશમાં ચાલી રહી છે 3 મુખ્ય કૌશલ્ય યોજનાઓ
અભણ, ગ્રામીણ અને પછાત યુવાનો માટે સરકારે 3 મુખ્ય સ્કિલ્સ યોજનાઓ શરૂ કરી છે- 1. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)
અભણ અને અકુશળ લોકો માટે 2. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન (NSDM)
ગ્રામીણ યુવાનો માટે 3. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)
પછાત વર્ગો અને મહિલાઓ માટે
બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત:12 લાખ સુધીની આવક પર 60 હજાર ફાયદો; નવી ટેક્સ રિજીમમાં રાહત, જૂની ટેક્સ રિજીમમાં કોઈ બદલાવ નહીં
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2025-nirmal-sitaraman-speech-incometax-slab-exemption-134390007.html

બજેટમાં આવકવેરાને લઈને મોટી રાહત આપવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. પગારદાર લોકો માટે રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ રૂ. 12.75 લાખ થઈ જશે. નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે નવી કર વ્યવસ્થામાં આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે, એટલે કે નવી કર વ્યવસ્થા હેઠળ સરકાર વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ માટે 4-8 લાખ રૂપિયા પર 5% અને 8-12 લાખ રૂપિયા પર 10% કર માફ કરશે. આનાથી કરદાતાને 60 હજાર રૂપિયાનો ફાયદો થશે. આનો અર્થ એ થયો કે જો કોઈની વાર્ષિક આવક 12 લાખ રૂપિયાથી વધુ હોય તો તેની કર ગણતરીમાં 4-8 લાખ રૂપિયા પર 5% કર અને 8-12 લાખ રૂપિયા પર 10% કર ઉમેરવામાં આવશે. તે જ સમયે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ લાવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈન પાસેથી જાણો, હવે તમારી કમાણી પર કેટલો અને કેટલો ટેક્સ લાગશે... આવકવેરા અંગે આ 4 મોટા ફેરફારો પણ થયા હવે જૂની ટેક્સ વ્યવસ્થાને સમજો જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારી 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે, જોકે આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ તમારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે. જૂના અને નવી ટેક્સ રિજીમને લગતા 3 સવાલ... સવાલ 1: જૂની અને નવી કર વ્યવસ્થા વચ્ચે શું તફાવત છે?
જવાબ: નવા ટેક્સ સ્લેબમાં ટેક્સ ફ્રી આવકની રેન્જ 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ એમાં ટેક્સ કપાત છીનવાઈ ગઈ હતી. એ જ સમયે જો તમે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરો છો, તો તમે ઘણા પ્રકારની કર કપાતનો લાભ લઈ શકો છો. સવાલ 2: જૂની કર વ્યવસ્થામાં મુક્તિ કેવી રીતે ઉપલબ્ધ છે?
જવાબ: જો તમે EPF, PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તેથી આ આવક તમારી કુલ કરપાત્ર આવકમાંથી ઘટી જશે. એ જ સમયે તબીબી નીતિ પર થતા ખર્ચ, હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરાયેલાં નાણાં પણ તમારી કરપાત્ર આવકમાં ઘટાડો થાય છે . સવાલ 3: જૂની કર વ્યવસ્થા કોના માટે વધુ સારી છે?
જવાબ: જો તમે રોકાણ અને કર લાભોનો લાભ લેવા માગતા હો તો જૂની કર વ્યવસ્થા તમારા માટે વધુ સારી હોઈ શકે છે. એ જ સમયે જો તમે નીચા ટેક્સ દર અને કર કપાતની મુશ્કેલીઓથી બચવા માગતા હો તો નવી કર વ્યવસ્થા તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જૂની ટેક્સ સિસ્ટમમાં રૂ. 10 લાખ સુધીની આવક પર ટેક્સ 87Aની કપાત સહિત જૂના ટેક્સ વિકલ્પમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો ચૂકવવાનો નથી. જો તમારી વાર્ષિક આવક 5 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે છે તો તમારા પર 20% ટેક્સ લાગશે, એટલે કે તમારે 1,12,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ આવકવેરા કાયદામાં એવી ઘણી જોગવાઈઓ છે એટલે કે ટેક્સમાં છૂટ, જેના દ્વારા તમે 10 લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્ત કમાણી કરી શકો છો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈન પાસેથી એનું સંપૂર્ણ ગણિત સમજો… 1.5 લાખનું રોકાણ કરીને ટેક્સ બચાવી શકાશે જો તમે હોમ લોન લીધી છે તો તમે 2 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવશો જો તમે હોમ લોન લીધી છે, તો તમે એના પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આવકવેરાની કલમ 24B હેઠળ તમે નાણાકીય વર્ષમાં 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આને તમારી કરપાત્ર આવકમાંથી બાદ કરો, એટલે કે હવે ટેક્સ હેઠળની આવક રૂ. 6.50 લાખ થશે. મેડિકલ પોલિસીનો ખર્ચ પણ કરમુક્ત છે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ પર 50 હજારની કરમુક્તિ
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં વાર્ષિક રૂ. 50,000 સુધીનું રોકાણ કરો છો, તો તમે કલમ 80CCD (૧B) હેઠળ રૂ. 50,000ની વધારાની કપાત માટે પાત્ર છો, એટલે કે હવે ટેક્સ બ્રેકેટ હેઠળ આવતી આવક 5 લાખ રૂપિયા થશે. હવે 5 લાખ રૂપિયા પર 87Aનો લાભ મળશે
આવકવેરાની કલમ 87Aનો લાભ લઈને જો તમે તમારી 10 લાખ રૂપિયાની આવકમાંથી 5 લાખ રૂપિયા બાદ કરો છો, તો તમારી કરપાત્ર આવક ઘટીને 5 લાખ રૂપિયા થઈ જશે. આવી સ્થિતિમાં હવે તમારે આ 5 લાખ રૂપિયા પર ઝીરો ટેક્સ ચૂકવવો પડશે.
10 પોઇન્ટ્સમાં 2025નું બજેટ:₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, મોબાઇલ ફોન અને EV સસ્તા થશે
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-10-points-scheme-nirmala-tax-free-prices-will-come-down-134394650.html

આ વખતે સરકારે બજેટમાં 10 મોટી જાહેરાતો કરી છે. અહીં પોઇન્ટ્સમાં વાંચો આખું બજેટ... 1. આવકવેરો 2. સસ્તું-મોંઘું 3. ખેડૂત 4. વ્યવસાય 5. શિક્ષણ 6. પ્રવાસન અને કનેક્ટિવિટી 7. હેલ્થ 8. ઈન્ફ્રાસ્ટ્રક્ચર 9. મહિલા 10. ન્યૂક્લિયર મિશન
હિતેશ સોમાણીએ એમ પણ જણાવ્યું હતું કે લોકો માટે બીજા ફાયદા પણ રાખવામાં આવ્યા છે, જેમાં ટીવી સસ્તાં થશે, મોબાઈલ સસ્તાં થશે, મોબાઈલની એસેસરીઝ સસ્તી થઈ જશે. એક્સપોર્ટ ઓરિયેન્ટેડ વસ્તુઓને વધારવામાં આવી છે. SME સેક્ટર એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝની વાત કરીએ તો મોદી સરકાર આ સેક્ટર અને કૃષિ સેક્ટરને દર વખતે ફાયદો આપે છે. આ વખતે પણ SME, કૃષિ સેક્ટર અને ફિશરીઝને ફાયદો કરાવ્યો છે. તેમના માટે લોન સરળ બનાવી છે. બીજું એ કે આ બજેટના અમલ પછી પબ્લિક સ્પેન્ડિંગ વધશે, કારણ કે લોકોને હવે ટેક્સ આપવાની ચિંતા નહીં રહે એટલે લોકો એ પૈસા નહીં બચાવે ને ધીમે ધીમે માર્કેટમાં આવતો થશે. વ્યક્તિ પોતાના માટે ખર્ચ કરતો થઈ જશે. પગારદાર વ્યક્તિઓનું જીવનધોરણ સુધરશે
બજેટમાં ટેક્સનો ફાયદો છે એ જ ઘણા લોકો માટે નુકસાન પણ છે, કારણ કે જે 12 લાખથી વધારે કમાય છે તેણે વધારે ટેક્સ આપવો પડશે. પહેલાં એ ટેક્સ સ્લેબમાં આવતા હતા, એક્ઝમ્પ્શનના ફાયદા લેતા હતા, હવે તે આવું કરે છે તો ટેક્સ વધી જાય છે. બીજી મોટી વાત એ છે કે આ કોમ્બિનેશન્સનું માર્કેટમાં 10 દિવસ સુધી એનાલિસિસ થશે. લોકો ઓપ્શન વિચારશે કે માર્કેટમાં શું સારું છે. પગારદાર વ્યક્તિઓનું જીવનધોરણ સુધરશે. માનો કે દેશની 140 કરોડની વસતિમાંથી 60 કરોડ લોકો એવા છે, જે નોકરી કરે છે. આ 60 કરોડમાંથી 58 કરોડ લોકો તો 12 લાખથી નીચેના પગારવાળા હશે, એટલે આ લોકોને બહુ મોટો ફાયદો થશે. પહેલાં સરકાર પાસે ટેક્સનો પૈસો જતો હતો, હવે માર્કેટમાં ફરતો થશે. વિદેશ ભણવા જતા સ્ટુડન્ટને આ ફાયદો થયો
બજેટમાં TDS અને TCS ઓછું કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સિનિયર સિટિઝન છે તેમણે TDSની ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક જગ્યાએ TDS રેટ વધારી દેવાયો છે એટલે એક લેવલ સુધી તમારે પૈસા નથી આપવાના. સૌથી મોટો ફાયદો એ કરવામાં આવ્યો છે કે જેનાં બાળકો ફોરેનમાં ભણે છે તેમણે એક લેવલ પહેલાં TDS પે કરવું પડતું હતું. હવે એ સ્લેબને પણ વધારી દેવામાં આવ્યો છે, એટલે પહેલાં 7 લાખ સુધીના વિદેશ અભ્યાસ માટેના ખર્ચ પર ટેક્સ નહોતો, પણ 7 લાખથી વધુના ખર્ચ પર ટેક્સ લાગતો હતો. હવે આ લિમિટ 10 લાખની કરવામાં આવી છે, એટલે સ્ટુડન્ટ અભ્યાસ માટે વિદેશ જશે ને 10 લાખ સુધીનો ખર્ચ થશે તો કોઈ ટેક્સ નહીં લાગે. હેલ્થકેર, ફાર્મા, આઇટી જેવી કંપનીઓના શેરમાં રોકાણ કરવું હિતાવહ
રિસર્ચ એનાલિસ્ટ હિતેશ સોમાણીએ જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટની વાત કરું તો એ બજેટના દિવસે હાઇલી વોલેટાઇલ રહે છે, કારણ કે એક દિવસમાં તો લોકો બજેટને સમજી શકતા નથી. પછી કેટલાય દિવસો સુધી એનાલિસિસ ચાલે છે. શોર્ટ ટર્મ માટે ચર્ચા વહેલી ગણાશે, પણ લોન્ગ ટર્મ માટે બહુ સારું છે, કારણ કે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં એ નાની વાત નથી. બહુ મોટી વાત છે, કારણ કે અડધો દેશ આમાં સામેલ થઈ જાય છે. આને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ ફાયદો થશે. લોકોનો રોકાણ કરવાનો પાવર વધશે. હેલ્થકેર, ફિશરીઝ, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને મોટો ફાયદો થશે. જે લોકો ટેક્સ સ્લેબમાં આવતા હતા તેઓ ટેક્સ બચાવવા માટે ઈન્શ્યોરન્સમાં રોકાણ કરતા હતા, હવે નહીં કરે, એટલે વીમા કંપનીઓ માટે આ નુકસાનકારક રહેશે. જે લોકો ટેક્સ બચાવવા રોકાણ કરતા તેઓ પીછેહઠ કરશે. શેરબજારમાં રોકાણ માટે હિતેશ સોમાણીએ જણાવ્યું હતું કે કોઈપણ સેક્ટરમાં રોકાણ કરો તો હેલ્થકેર, ફાર્મા, આઈટી અને એગ્રો કંપનીઓ પર નજર રાખવી જોઈએ. ઇન્શ્યોરન્સ અને ટૂરિઝમ સેક્ટરને મોટો ફાયદો થશે
સ્ટોક માર્કેટ ફર્મ 'ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ'ના રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટ પણ દિવ્ય ભાસ્કર ન્યૂઝરૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે શેરબજારના રોકાણકારો માટે જોઈએ તો અતિમહત્ત્વનું બજેટ છે. નાના રોકાણકારો માટે ફાયદાકારક બજેટ છે. શેરબજારની ભાષામાં વોલેટાલિટી હોય છે, એટલે કે પ્રવાહી સ્થિતિ જોવા મળે છે. શેરબજાર ખૂલ્યું ત્યારે અપ હતું, પછી સ્થિરતા હતી, બજેટમાં જેમ જેમ જાહેરાતો થતી ગઈ એમ એમ માર્કેટમાં ચઢાવ આવતા ગયા. હાલના સંજોગોમાં ઈન્શ્યોરન્સ કંપની માટે સારો ફાયદો જોવા મળ્યો. 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી. એના કારણે ઈન્શ્યોરન્સ સેક્ટર સારું પર્ફોર્મ બતાવશે, સાથે ટૂરિઝમ સેક્ટરને ફાયદો થશે. નવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જાહેરાતો થઈ. હેલ્થકેર સેક્ટરમાં ફાયદો છે. એજ્યુકેશન સેક્ટરમાં સારી વાત એ છે કે જે સ્ટુડન્ટ વિદેશ જાય છે તેને 7 લાખ સુધી કોઈ ટેક્સ લાગતો નહોતો. પછીની રકમ પર ટેક્સ લાગતો હતો. હવે એ રકમ 10 લાખની કરવામાં આવી. અર્થતંત્રના બૂસ્ટર તરીકે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ પાંચ સેક્ટરમાં રોકાણ કરવાથી સારો લાભ મળશે
ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, ઈન્શ્યોરન્સ, બેન્કિંગ અને સિમેન્ટ. આ પાંચ સેક્ટરમાં રોકાણકારોએ વધારે રોકાણ કરતા જવું જોઈએ. વિદેશી સંસ્થાઓનો શેરબજારમાં વેચવાલી તરફ ઝોક છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓ બાઈંગ ઝોનમાં છે અને એ લોકો દ્વારા સ્ટોક સ્પેસિફિક ખરીદી કરવામાં આવશે, એટલે ઉપરનાં પાંચ સેક્ટરની વાત કરી એમાં રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ. શોર્ટ ટર્મની વાત કરીએ તો ટ્રેડર્સ પ્રાધાન્ય આપશે, પણ રોકાણકારોએ લોન્ગ ટર્મમાં પ્રાધાન્ય આપવું જોઈએ. હું વિદેશી રોકાણની વાત કરું તો છેલ્લા 15 મહિનાની વાત કરીએ તો ભારતમાં વિદેશી સંસ્થાઓનું સૌથી ઓછું રોકાણ આવ્યું. એકલા જાન્યુઆરી મહિનામાં જ અંદાજે 2 કરોડ 15 લાખનું રોકાણ આવ્યું, જે બહુ ઓછું છે. આ નોંધનીય એ રીતે છે કે બાર મહિનાના સરેરાશ 43.6 અબજ ડોલર કરતાં પણ 42 ટકા ઓછું છે. એક રીતે જોઈએ તો સપ્ટેમ્બર 2024માં એફઆઈઆઈએ ભારતીય શેરબજારોમાંથી 52 અબજની ખરીદી કરી, પણ જાન્યુઆરી-2025માં માત્ર 2.15 કરોડનું જ રોકાણ કર્યું. ખરેખર જોવા જઈએ તો જાન્યુઆરી મહિનામાં એફઆઈઆઈનું સેલિંગ છે એ 32.60 અબજ ડોલર છે. એટલે વિદેશી સંસ્થાઓ ભારતીય શેરબજારોમાંથી રકમ લઈ અન્ય દેશોના શેરબજાર તરફ લઈ જાય છે. એટલે ખરેખર જે રોકાણકારો માટે, શેરબજાર માટે અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડની જે સંસ્થાઓ છે, જે લોકો SIPના માધ્યમથી ફંડ એકત્રિત કરે છે, એ લોકો માટે આ અતિગંભીર વિષય છે. આપણે સ્થાનિક રોકાણને પ્રાધાન્ય ન આપવું જોઈએ, આપણે વિદેશી સંસ્થાઓના રોકાણને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. બજારમાં જ્યારે તેજીનો માહોલ છે તો વિદેશી સંસ્થાઓએ ડાયરેક્ટલી કે ઇન-ડાયરેક્ટલી રીતે બહુ સારો પોતાનો રોલ પૂરો કર્યો છે. મિડલ ક્લાસ માટે ટેક્સની દૃષ્ટિએ સારો લાભ મળ્યો છે, પણ એની સામે LIC કે બીજા પ્રીમિયમ છે એને લાભ નહીં મળે. રોકાણકારો અને ટેક્સ પેયર વચ્ચે અંતર છે. શેરબજારના માધ્યમથી જોવામાં આવે અને રોકાણકાર મિડલ ક્લાસ હોય તો તેણે શેરબજારમાં સીધું રોકાણ કરવું જોઈએ. SIP મારફત નહીં, સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટમાં રોકાણ વધારે કરીશું તો બેનિફિટ વધારે મળશે.
બજેટ 2025- મહિલાઓ માટે સસ્તી બિઝનેસ લોન:ફર્સ્ટ ટાઇમ આંત્રપ્રિન્યોરને 5 વર્ષમાં 2 કરોડની ટર્મ લોન, 8 કરોડ મહિલાઓને ન્યૂટ્રિશનલ સપોર્ટ
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2025-what-women-received-lakhpati-didi-mssc-scheme-mgnrega-134396075.html

સરકારે બજેટ 2025-26માં મહિલાઓની અપેક્ષા મુજબ કોઈ જાહેરાત કરી નથી. મહિલા નાણામંત્રી પાસેથી દેશની 68 કરોડથી વધુ મહિલાઓને અપેક્ષા હતી. સરકારે 5 લાખ મહિલાઓ અને SC/ST આંત્ર્રપ્રિન્યોર માટે નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સસ્તી બિઝનેસ લોન મળશે. પ્રથમ વખતના આંત્ર્રપ્રિન્યોરને 5 વર્ષમાં 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે. તે જ સમયે, સરકારે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 માટે 21,960 કરોડ રૂપિયા આપ્યા છે. ગત વર્ષે 20,071 મળી આવ્યા હતા. આ 8 કરોડ બાળકો, 1 કરોડ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને 20 લાખ છોકરીઓના પોષણ પર ખર્ચ કરવામાં આવશે. અહીંથી આશા હતી, કશું મળ્યું નહીં... ભારતમાં મહિલાઓની સ્થિતિ સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર, 2017-18 દરમિયાન દેશમાં કુલ કામ કરતા લોકોમાં 23.3% મહિલાઓ હતી. 2021-22માં તેમનો હિસ્સો 9.5% વધીને 32.8% થયો. આ સમયગાળા દરમિયાન, શહેરી મહિલાઓનો હિસ્સો 24.6% વધ્યો છે, જ્યારે ગ્રામીણ મહિલાઓનો હિસ્સો 36.6% વધ્યો છે. આર્થિક દૃષ્ટિએ સ્થિતિ... વર્કફોર્સમાં મહિલાઓ... હિંસા અને અપરાધ... , બજેટ 2025-26ના આ સમાચાર પણ વાંચો... 1. ‘અબ કી બાર 12 લાખ પાર...’: 12.75 લાખ આવક સુધી ઝીરો ટેક્સ, સરકાર તમામ નીચલા સ્લેબનો ટેક્સ માફ કરશે; નવી રિજીમમાં આ ફાયદો 2. બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત: 12 લાખ સુધીની આવક પર 60 હજાર ફાયદો; નવી ટેક્સ રિજીમમાં રાહત, જૂની ટેક્સ રિજીમમાં કોઈ બદલાવ નહીં 3. બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત: 12 લાખ સુધીની આવક પર 60 હજાર ફાયદો; નવી ટેક્સ રિજીમમાં રાહત, જૂની ટેક્સ રિજીમમાં કોઈ બદલાવ નહીં
કમળના ફૂલના બીજમાંથી બને છે મખાના:અમેરિકા, ફ્રાન્સ, જાપાન જેવા દેશો પણ ખાય છે બિહારી મખાના; હવે સરકાર 'મખાના બોર્ડ' બનાવશે
https://www.divyabhaskar.co.in/dvb-original/news/makhana-is-made-from-lotus-flower-seeds-countries-like-america-france-japan-also-eat-bihari-makhana-now-the-government-will-form-a-makhana-board-134397004.html

આપણે ત્યાં હવન હોય ત્યારે પૂજારી લિસ્ટ આપે. જવ, તલ, કમળ કાકડી, ઘી વગેરે... એમાં આ કમળ કાકડી એટલે કમળના ફૂલના ગોળ-કાળા બીજ. જવ,તલ અને કમળના ફૂલના બીજને મિક્સ કરીને આપણે હવનમાં આહૂતિ આપીએ છીએ. કમળ કાકડી પવિત્ર છે અને આ જ પવિત્ર બીજમાંથી બનેલી એક વાનગી બહુ લોકપ્રિય બનતી ગઈ છે - એનું નામ મખાના. આમ જુઓ તો મખાના દેખાવમાં ને ખાવામાં પોપકોર્નથી નજીક છે. મખાનાની તો હવે ખેતી થાય છે. તેને પ્રોસેસ કરીને અલગ અલગ ફ્લેવર્ડમાં ખવાય છે. સૌથી વધારે બિહારમાં મખાનાના પ્લાન્ટ છે. 2022માં GI ટેગ મળ્યા પછી બિહારના મખાના વિદેશમાં પહોંચતા થયા. પછીથી તેનું વાર્ષિક ટર્નઓવર 5-6 હજાર કરોડ આસપાસ પહોંચી ગયું. હવે 2025ના બજેટમાં નાણામંત્રીએ બિહારમાં મખાના બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ કે આ મખાના છે શું, કેવી રીતે બને છે અને તેના કેવા-કેવા ફાયદા છે? મખાના બોર્ડની રચનાથી બિહારના કયા જિલ્લાઓને ફાયદો થશે?
આ બોર્ડની રચનાથી બિહારના આઠ જિલ્લાઓને સીધો ફાયદો થશે. આ જિલ્લાઓ છે: દરભંગા, મધુબની, સુપૌલ, સહરસા, પૂર્ણિયા, કટિહાર, અરરિયા અને કિશનગંજ. આ ઉપરાંત, બંગાળ, આસામ અને યુપીના તે જિલ્લાઓ જ્યાં મખાનાની ખેતી થાય છે તેમને પણ ફાયદો થશે. આ બોર્ડ બધા મખાના ઉત્પાદકોને એક પ્લેટફોર્મ પર લાવશે. આનાથી ભાવમાં સ્થિરતા આવશે અને ખેડૂતોને વાજબી ભાવ મળશે. ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે જેથી તેઓ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મખાનાની ખેતી કરી શકે. સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને તમામ સરકારી યોજનાઓનો લાભ મળે. બિહારમાંથી કેટલા મખાનાની નિકાસ થાય છે?
બિહાર મખાનાનું મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. દેશના કુલ મખાનાના 85 ટકા ઉત્પાદન અહીં થાય છે. મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, પૂર્ણિયા, કટિહાર જેવા જિલ્લાઓ મખાનાની ખેતી માટે પ્રખ્યાત છે. બિહારના મખાના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જાપાન અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં નિકાસ થાય છે. દર વર્ષે લગભગ બે લાખ ટન મખાનાની નિકાસ થાય છે. મિથિલા મખાના નામથી 2022માં GI ટેગ મળ્યો
બિહાર સરકાર GI ટેગને લઈને 2018થી જ સંઘર્ષ કરી રહી હતી. રાજ્ય સરકારે બિહાર મખાનાનું નામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, વિરોધ થતાં સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને આખરે મિથિલા મખાનાને GI ટેગ મળ્યો હતો. GI ટેગ મળ્યા પછી મખાનાની વિદેશમાં પણ નિકાસ થવા લાગી. તેના કારણે વર્ષે 1 હજાર કરોડનું ટર્ન ધરાવતા મખાનાનું માર્કેટ ઊંચકાઈને 5-6 હજાર કરોડનું થઈ ગયું. હવે જાણો કેવી રીતે બને છે મખાના
બહુ ઓછા લોકો જાણતા હશે કે, મખાના કમળના ફૂલના બીજમાંથી બને છે. મખાનાનાં બીજની લણણી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી કરવામાં આવે છે. એ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે વાવવામાં આવે છે. એ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જાય છે. એ મિથિલા ક્ષેત્રમાં દરભંગા, મધુબની, પૂર્ણિયા જેવા 7-8 જિલ્લામાં ઉગાડવામાં આવે છે. એ ખાબોચિયાં અથવા ઊંડા ખેતરોમાં વાવવામાં આવે છે. મખાનાની ખેતી માટે શરત એ છે કે પાણી હંમેશાં જમીનથી દોઢ ફૂટ સુધી ઉપર અને સ્થિર રહે. જ્યારે મખાનાનાં બીજ તૈયાર થાય છે ત્યારે એને સૂકવીને, સાફ કરીને અને છટણી કર્યા પછી શેકવામાં આવે છે. પછી એને લાકડાના પટ્ટાની મદદથી તોડી નાખવામાં આવે છે. અગાઉ મખાના પણ એ જ રીતે તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે એ મશીન દ્વારા કરવામાં આવે છે. મખાનાનાં બીજને તોડી નાખવામાં આવે ત્યારે દબાણને કારણે મખાનાનાં બીજ ફૂટે છે અને મખાના બહાર આવે છે. ત્યાર બાદ એને માપ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. મખાનાની કિંમત 1400 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. કમળના ફૂલના બીને તળાવમાંથી બહાર કાઢવાનું કામ સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થાય છે અને બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહે છે. તેમાં 4-5 કલાક લાગે છે. બીજ ભેગા થયા પછી વારંવાર ધોઈને સાફ કરવામાં આવે છે. પછી નાની બેગમાં ભરીને નળાકાર પાત્રમાં મૂકીને ફેરવવામાં આવે છે. એટલે બીજ સુંવાળાં બની જાય છે. બીજા દિવસે કપડું પાથરીને બીજને પાથરીને 2-3 કલાક સુકવવામાં આવે છે. પછી અલગ અલગ ચારણામાં ચાળીને તેને સાઈઝ મુજબ અલગ કરવામાં આવે છે. આ બીજને ફરી સુકવીને ફ્રાય કરવામાં આવે છે એટલે કમળના બીજ પોપકોર્નની જેમ ફૂટીને મખાના બની જાય છે. મખાનાને ઘીમાં અથવા આગ પર રોસ્ટ કરીને ખાવાનું ચલણ છે. મખાનાની ખેતી અંગેની પદ્ધતિ નીચેના ગ્રાફિક પરથી સમજી શકાશે... મખાના ખાવામાં કેવા હેલ્ધી છે? તે ખાવાથી વજન વધે કે ઘટે?
આ ઓછી કેલેરીવાળું સુપરફૂડ છે. તેમાં ઘણા વિટામીન અને ખનીજોની સાથે એન્ટિઓક્સિડન્ટ પણ છે. મખાના વજન ઘટાડવા માટે અને હાડકાં મજબૂત કરવા માટે ખૂબ સારાં છે. રોજ 20-30 ગ્રામ મખાના ખાઈ શકાય. તેનાથી વધારે નહીં. મખાના વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ ઓછી કેલરીવાળો ખોરાક છે. તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. નાના બાળકોને દૂધ સાથે મખાના પીવડાવવા જોઈએ. તેનાથી તેમની હાડકાની ઘનતા વધે છે અને શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ મળે છે. બાળકના દાંત આવતા હોય તો પણ રાહત મળે છે.
મખાના ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે, જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. મખાનામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ હૃદયને નુકસાનથી પણ બચાવે છે. મખાનાને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સરળ બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે. જો કે, મખાનાના વધુ પડતા સેવનથી ગેસ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા મખાના ખાવાથી પેટ ફૂલવું, ગેસ, કબજિયાત અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી અને એન્ટીઓક્સીડેન્ટ પણ મખાનામાં જોવા મળે છે. કીડનીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને મખાના ખાવા. ડાયાબિટીસમાં મખાના ફાયદો કરે છે.
https://www.divyabhaskar.co.in/bhaskar-khaas/bhaskar-explainer/news/are-you-still-confused-then-read-this-134397097.html

સામાન્ય લોકો માટે બજેટને સંપૂર્ણ રીતે સમજવું ખૂબ મુશ્કેલ છે. તેથી જ ભાસ્કરના 3 નિષ્ણાતોએ આ બજેટ વિશેની 8 મહત્વની બાબતોને સરળ ભાષામાં ડીકોડ કરી છે, જે તમારે જાણવી જોઈએ… 1. 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, પરંતુ શરતો લાગુ* 'પૂછ્યા વગર મોતી મળે છે, માગ્યા પછી પણ ભિક્ષા મળતી નથી'... આખરે આ બજેટમાં મધ્યમ વર્ગને એ મોતી મળી ગયું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નોકરી કરતા લોકોને 75 હજાર રૂપિયાની વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. એટલે કે રૂ. 12.75 લાખ સુધીની આવક કરમુક્ત. પણ બે શરતો લાગુ... i આ ફેરફાર ફક્ત નવી ટેક્સ સિસ્ટમમાં આવેલા લોકો માટે જ થયો છે. એટલે કે જેમણે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરી છે તેમને કોઈ લાભ નહીં મળે. ii. આ લાભ ખાસ કરીને એવા લોકોને મળશે જેમની આવક પગારમાંથી આવે છે. જો તમે નફો કર્યો હોય એટલે કે શેરબજારમાં નાણાનું રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કર્યું હોય, મકાન ખરીદ્યું હોય કે વેચ્યું હોય અને તેના પર ટેક્સ લાગતો હોય, તો આ સિસ્ટમ લાગુ થશે નહીં. 2. સરકારને ડાયરેક્ટ ટેક્સમાં 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે
આવકવેરાની જાહેરાત બાદ કેન્દ્ર સરકારને ડાયરેક્ટ ટેક્સમાં 1 લાખ કરોડ રૂપિયા અને ઇનડાયરેક્ટ ટેક્સમાં 2,600 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જોકે, આનો મોટો હિસ્સો સરકાર પાસે પાછો આવશે. ઉદાહરણ તરીકે- જો તમે ટેક્સમાં ફેરફારને કારણે 10,000 રૂપિયા બચાવો છો. આમાંથી જો તમે 8 હજાર રૂપિયાની ખરીદી કરો છો, તો તેનો એક ભાગ GST, કસ્ટમ ડ્યુટી જેવી બાબતોને કારણે સરકારને પાછો જશે. તેથી સરકારને વધુ નુકસાન નહીં થાય. 3. લોકોના હાથમાં પૈસા આવશે, વધુ ખર્ચ થશે તો અર્થવ્યવસ્થાને વેગ મળશે
દેશમાં 85% લોકો 12 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરે છે. ટેક્સ સંબંધિત જાહેરાત બાદ લોકો પાસે પૈસા બચશે અને લોકો આ પૈસા અન્ય વસ્તુઓ પર ખર્ચ કરશે. આનાથી FMCG, ઓટો, રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. આ બજેટ એવું છે કે વપરાશ આધારિત વૃદ્ધિ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ માટે તમારે એક નાનકડો આર્થિક સિદ્ધાંત સમજવો પડશે, જેને પુણ્ય ચક્ર કહેવાય છે. તેનો સાર એ છે કે એક સારી વસ્તુથી બીજી સારી વસ્તુની શરૂઆત થાય છે. આવકવેરામાં ફેરફાર લોકોના હાથમાં વધારાના પૈસા લાવશે. હવે જો તમે આ પૈસાનો એક હિસ્સો પણ ખર્ચશો તો તેનાથી કંપનીઓને ઉત્પાદન વધારવાની તક મળશે. ઉત્પાદન વધશે તો રોજગારીની તકો ઉભી થશે. જો રોજગારીની તકો ઉભી થશે તો લોકોના હાથમાં પૈસા આવશે. પૈસા આવશે તો માગ વધશે. આને અર્થશાસ્ત્રમાં સુચક્ર એટલે કે virtuous cycle કહે છે. 4. જૂના ટેક્સે રિજીમને સમાપ્ત કરવાના સંકેતો
આ બજેટમાં જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા કરી નથી. જૂની ટેક્સ વ્યવસ્થામાં કલમ 80C હેઠળ છૂટ અને અન્ય કપાત છે, પરંતુ આજની જાહેરાત પછી નવી ટેક્સ વ્યવસ્થા વધુ અસરકારક જણાય છે. આગામી નવા આવકવેરા બિલમાં જૂના ટેક્સને નાબૂદ કરવા માટે સમય મર્યાદા આપવામાં આવે તેવી શક્યતા છે. પછી તે 2, 3 કે 4 વર્ષનો હોય. સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે માત્ર એક જ ટેક્સ સિસ્ટમ હશે, તે પણ નવી ટેક્સ વ્યવસ્થા. 5. આવકવેરા સિવાય, બે મોટી જાહેરાતો - TDS અને TCS
આવકવેરા ઉપરાંત, બે વધુ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી - TDS એટલે કે સ્ત્રોત પર કર કપાત અને TCS એટલે કે સ્ત્રોત પર વસૂલવામાં આવેલ કર. કલમ 194A હેઠળ, વરિષ્ઠ નાગરિકોને પહેલા 50 હજાર રૂપિયા સુધીની વ્યાજની આવક પર TDS ચૂકવવો જરૂરી હતો, જે હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકો માટે વ્યાજની આવક પર ટેક્સ 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે જે પૈસા TDSના પૈસા કપાઈ જતા હતા. ભલે આના પર ઈન્કમટેક્સ લાગતો નથી પણ TDSના પૈસાનું રિફંડ મેળવવા માટે હવે રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. 6. સરકારે કૃષિને 'સેક્ટર ઓફ ફ્યૂચર' ગણ્યું, ઘણી મોટી જાહેરાતો કરી
સરકાર કૃષિ પર વધુ ધ્યાન આપી રહી છે. જો આપણે ઇકોનોમી સર્વે પર નજર કરીએ તો, કૃષિને 'સેક્ટર ઓફ ફ્યૂચર' કહેવામાં આવ્યું છે. સરકારે કઠોળ માટે મિશન શરૂ કરવાની વાત કરી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશમાં કઠોળ અને સરસવની મોટાપાયે આયાત કરવામાં આવે છે. આગામી સમયમાં ખેડૂતો ડાંગર અને ઘઉં બાદ આ પાકોનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય નાણામંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. 7.7 કરોડ ખેડૂતોને તેનો ફાયદો થશે. 7. બિહારમાં આ વર્ષે ચૂંટણી, તેથી અન્ય રાજ્યો કરતાં વધુ મળ્યું
તેમાં કોઈ શંકા નથી કે બજેટ બિહાર માટે વધુ સુવિધાજનક રહ્યું છે. બજેટમાં બિહાર માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટ, પટના IITનું વિસ્તરણ, મખાના માટે અલગ બોર્ડની રચના અને મિથિલાચલમાં પૂરને પહોંચી વળવા માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વળી, કેન્દ્ર અને રાજ્યમાં એક જ સરકાર છે, તેથી બિહાર માટે કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી આશા પહેલાથી જ હતી. 8. મૂડી ખર્ચ અપેક્ષા મુજબ નથી, તે નિરાશાજનક છે
આ વખતના બજેટનું ફોકસ 'કન્ઝમ્પશન લેડ ગ્રોથ' છે. તેથી મૂડીખર્ચમાં બહુ વધારો થતો નથી. વિકાસની જરૂરિયાત મુજબ આ ઓછું છે. એવું લાગે છે કે સરકારે મોટાભાગે એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જો હવે વપરાશ વધશે, તો તે મૂડી ખર્ચમાં વધુ વધારો કરવાનો માર્ગ શોધી શકશે. એક્સપર્ટ પેનલ... શિશિર સિંહા: 'ધ હિન્દુ બિઝનેસ લાઇન'ના એસોસિયેટ એડિટર. મીડિયાના વિદ્યાર્થીઓને બિઝનેસ જર્નાલિઝમ પણ શીખવે છે. સ્વાતિ કુમારી: પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ Bwealthy ના સ્થાપક. ઘણા મીડિયા હાઉસમાં બિઝનેસ જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું છે. બળવંત જૈન: ટેક્સ એક્સપર્ટ બજેટ સંબંધિત તમામ મોટા સમાચાર માટે- ક્લિક કરો
બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત:12 લાખ સુધીની આવક પર 60 હજાર ફાયદો;નવી ટેક્સ રિજીમમાં રાહત, જૂની ટેક્સ રિજીમમાં કોઈ બદલાવ નહીં
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-2025-income-tax-slabs-update-old-vs-new-tax-regime-salaried-employee-134400291.html

બજેટમાં આવકવેરાને લઈને મોટી રાહત આપવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. પગારદાર લોકો માટે રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ રૂ. 12.75 લાખ થઈ જશે. નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે નવી કર વ્યવસ્થામાં આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે, એટલે કે નવી કર વ્યવસ્થા હેઠળ સરકાર વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ માટે 4-8 લાખ રૂપિયા પર 5% અને 8-12 લાખ રૂપિયા પર 10% કર માફ કરશે. આનાથી કરદાતાને 60 હજાર રૂપિયાનો ફાયદો થશે. આનો અર્થ એ થયો કે જો કોઈની વાર્ષિક આવક 12 લાખ રૂપિયાથી વધુ હોય તો તેની કર ગણતરીમાં 4-8 લાખ રૂપિયા પર 5% કર અને 8-12 લાખ રૂપિયા પર 10% કર ઉમેરવામાં આવશે. તે જ સમયે સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ લાવશે. ભાસ્કર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરથી જાણો કે તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈન પાસેથી જાણો, હવે તમારી કમાણી પર કેટલો અને કેટલો ટેક્સ લાગશે... આવકવેરા અંગે આ 8 મોટા ફેરફારો પણ થયા હવે જૂની ટેક્સ વ્યવસ્થાને સમજો જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારી 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે, જોકે આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ તમારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે. જૂના અને નવી ટેક્સ રિજીમને લગતા 3 સવાલ... સવાલ 1: જૂની અને નવી કર વ્યવસ્થા વચ્ચે શું તફાવત છે?
જવાબ: નવા ટેક્સ સ્લેબમાં ટેક્સ ફ્રી આવકની રેન્જ 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ એમાં ટેક્સ કપાત છીનવાઈ ગઈ હતી. એ જ સમયે જો તમે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરો છો, તો તમે ઘણા પ્રકારની કર કપાતનો લાભ લઈ શકો છો. સવાલ 2: જૂની કર વ્યવસ્થામાં મુક્તિ કેવી રીતે ઉપલબ્ધ છે?
જવાબ: જો તમે EPF, PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તેથી આ આવક તમારી કુલ કરપાત્ર આવકમાંથી ઘટી જશે. એ જ સમયે તબીબી નીતિ પર થતા ખર્ચ, હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરાયેલાં નાણાં પણ તમારી કરપાત્ર આવકમાં ઘટાડો થાય છે . સવાલ 3: જૂની કર વ્યવસ્થા કોના માટે વધુ સારી છે?
જવાબ: જો તમે રોકાણ અને કર લાભોનો લાભ લેવા માગતા હો તો જૂની કર વ્યવસ્થા તમારા માટે વધુ સારી હોઈ શકે છે. એ જ સમયે જો તમે નીચા ટેક્સ દર અને કર કપાતની મુશ્કેલીઓથી બચવા માગતા હો તો નવી કર વ્યવસ્થા તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જૂની ટેક્સ સિસ્ટમમાં રૂ. 10 લાખ સુધીની આવક પર ટેક્સ 87Aની કપાત સહિત જૂના ટેક્સ વિકલ્પમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો ચૂકવવાનો નથી. જો તમારી વાર્ષિક આવક 5 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે છે તો તમારા પર 20% ટેક્સ લાગશે, એટલે કે તમારે 1,12,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ આવકવેરા કાયદામાં એવી ઘણી જોગવાઈઓ છે એટલે કે ટેક્સમાં છૂટ, જેના દ્વારા તમે 10 લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્ત કમાણી કરી શકો છો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) આનંદ જૈન પાસેથી એનું સંપૂર્ણ ગણિત સમજો… 1.5 લાખનું રોકાણ કરીને ટેક્સ બચાવી શકાશે જો તમે હોમ લોન લીધી છે તો તમે 2 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવશો જો તમે હોમ લોન લીધી છે, તો તમે એના પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આવકવેરાની કલમ 24B હેઠળ તમે નાણાકીય વર્ષમાં 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આને તમારી કરપાત્ર આવકમાંથી બાદ કરો, એટલે કે હવે ટેક્સ હેઠળની આવક રૂ. 6.50 લાખ થશે. મેડિકલ પોલિસીનો ખર્ચ પણ કરમુક્ત છે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ પર 50 હજારની કરમુક્તિ
જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં વાર્ષિક રૂ. 50,000 સુધીનું રોકાણ કરો છો, તો તમે કલમ 80CCD (૧B) હેઠળ રૂ. 50,000ની વધારાની કપાત માટે પાત્ર છો, એટલે કે હવે ટેક્સ બ્રેકેટ હેઠળ આવતી આવક 5 લાખ રૂપિયા થશે. હવે 5 લાખ રૂપિયા પર 87Aનો લાભ મળશે
આવકવેરાની કલમ 87Aનો લાભ લઈને જો તમે તમારી 10 લાખ રૂપિયાની આવકમાંથી 5 લાખ રૂપિયા બાદ કરો છો, તો તમારી કરપાત્ર આવક ઘટીને 5 લાખ રૂપિયા થઈ જશે. આવી સ્થિતિમાં હવે તમારે આ 5 લાખ રૂપિયા પર ઝીરો ટેક્સ ચૂકવવો પડશે.
બજેટ 2025- 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં:દિલ્હીમાં આવા 40 લાખ ટેક્સપેયર્સ, 77 મિનિટનાં ભાષણમાં નાણામંત્રીએ 9 વખત બિહારનો ઉલ્લેખ કર્યો
https://www.divyabhaskar.co.in/business/budget/news/budget-union-budget-2025-nirmala-sitharaman-speech-narendra-modi-govt-income-tax-slabs-134400391.html

શનિવારે સીતારમણે ₹50.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે પગારદાર લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક અને અન્ય કરદાતાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. આમ કરીને સરકારે મધ્યમ વર્ગને અને દિલ્હીને પણ અપીલ કરી, જ્યાં ચાર દિવસ પછી 5 ફેબ્રુઆરીએ મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની વસ્તી 3 કરોડ 38 લાખ છે. આમાંથી 40 લાખ લોકો ટેક્સ ભરે છે. દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાતાઓ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીવાસીઓ 1.78 લાખ કરોડ રૂપિયા આવકવેરાના રૂપમાં ચૂકવે છે. અહીંના મધ્યમ વર્ગના 67% લોકો નવા સ્લેબથી પ્રભાવિત થશે. સીતારમણે પોતાના 77 મિનિટના ભાષણમાં નવ વખત બિહારનો ઉલ્લેખ કર્યો અને રાજ્ય માટે મખાના બોર્ડની રચના સહિત અનેક જાહેરાતો કરી. રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. તે બજેટ ભાષણ માટે બિહારની પ્રખ્યાત મધુબની સાડી પહેરીને આવ્યાં હતાં. બજેટમાં સીતારમણે ઈલેક્ટ્રિક કાર, મોબાઈલ અને એલઈડી સસ્તા કર્યા. કેન્સર અને કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સમગ્ર બજેટને 11 મુદ્દામાં સમજો... 1. નોકરી કરતા વ્યક્તિની ₹12.75 લાખ સુધીની આવક કરમુક્ત જો તેઓ નવી કર વ્યવસ્થા પસંદ કરે છે તો નોકરીયાત લોકોએ ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી આવકના કિસ્સામાં, કર મુક્તિની મર્યાદા માત્ર ₹12 લાખ હશે. ટેક્સ સ્લેબમાં ફેરફારને ગ્રાફિકલી સમજો... ટેક્સ બેનિફિટ્સ કેવી રીતે મેળવશો, જાણો વિગતવાર... ભાસ્કર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરથી જાણો કે તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે. 2. વૃદ્ધો માટે: ટેક્સમાં ડબલ છૂટ 3. મહિલાઓ માટે: 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન 4. યુવાનો અને રોજગાર માટેઃ 75 હજાર મેડિકલ સીટ વધશે 5. જીવનરક્ષક દવાઓ, ઈલેક્ટ્રોનિક સામાન અને મોબાઈલ સસ્તા થશે સરકારે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. આવા 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે. 6. ખેડૂતો માટે: PM ધન-ધન્ય યોજના, 1.7 કરોડ લોકોને ફાયદો થયો 7. શિક્ષણ માટે: તમામ માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટ 8. સ્વાસ્થ્ય માટે: 200 ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે. 9. ઓનલાઈન ડિલિવરીના ફાયદા, કેબ ડ્રાઈવરો માટે આઈકાર્ડ, PMJAY 1 કરોડ જીઆઈજી વર્કર્સ એટલે કે ફૂડ ડિલિવરી વર્કર્સ, કેબ ડ્રાઈવર્સ અને ઓનલાઈન ડિલિવરી વર્કર્સને આઈકાર્ડ આપવામાં આવશે. તેમની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે. તેઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ પણ મળશે. રિપોર્ટ અનુસાર, 2030 સુધીમાં આ GIG વર્કર્સની સંખ્યા 23 કરોડને વટાવી જશે. 10. દેશને ટોય હબ બનાવવામાં આવશે, હાલમાં 64% આયાત ચીનથી થાય છે 11. આદિવાસીઓ માટે DAJGUA નું બજેટ ચારગણું, 30 રાજ્યોમાં અસર કેન્દ્રીય કર્મચારીઓને નવી કર વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવી શકે છે સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચને કારણે મોટાભાગના કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 12 લાખ રૂપિયાથી વધુ થઈ જશે, તેથી તેમને નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલ 12 લાખ રૂપિયા સુધીની આવકવેરા છૂટનો લાભ નહીં મળે. જો કે, નિષ્ણાતો હજી પણ આને શુદ્ધ અનુમાન માની રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના 5 સ્તર અને કેટલાક ગ્રેડ-પે છે. ઉદાહરણ તરીકે, લેવલ-1 કર્મચારીઓનો ગ્રેડ પે રૂ. 18,000 થી રૂ. 28,000 અને લેવલ-5 કર્મચારીઓનો ગ્રેડ પે રૂ. 29,200 થી રૂ. 92,200 સુધીનો છે. એક અંદાજ મુજબ તમામ કેન્દ્રીય કર્મચારીઓનો સરેરાશ પગાર વાર્ષિક 7 લાખ રૂપિયાની આસપાસ છે. 7મા પગાર પંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં 14%નો વધારો કરવામાં આવ્યો હતો. જો 8મા પગાર પંચમાં 30% વધારો કરવામાં આવે તો પણ લાખો કર્મચારીઓને તેનો ફાયદો થશે. નિષ્ણાતો માને છે કે ચોક્કસ આંકડાઓનો અંદાજ કાઢવો ખૂબ જ વહેલો છે. બિહાર માટે 5 જાહેરાત, 72 સીટો પર તેની અસર બજેટમાં મખાના બોર્ડની સ્થાપના, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આઈઆઈટી પટનાનું વિસ્તરણ, 3 એરપોર્ટ, બિહારમાં વેસ્ટર્ન કોસી કેનાલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં યુવાનોની વસ્તી લગભગ 50% છે. રાજ્યમાં એકમાત્ર IIT પટનામાં છે. હાલમાં 2883 સીટો છે, જે વધીને 5000 આસપાસ થશે. બિહારના 10 જિલ્લામાં મખાનાની ખેતી થાય છે. તેની સાથે 25 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે.
👍1
મખાના અંગે કોઈ નિશ્ચિત નીતિ ન હોવાને કારણે નફો વિભાજિત થાય છે. ખેડૂતોને બદલે વેપારીઓના ખિસ્સામાં પૈસા જાય છે. હવે બોર્ડની રચના બાદ બિહારને 100 રૂપિયાના નફામાંથી 90 રૂપિયા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માખાના બોર્ડની રચના અને વેસ્ટર્ન કોસી કેનાલ પ્રોજેક્ટની જાહેરાત મિથિલાંચલ અને સીમાંચલ પ્રદેશોની 72 સીટોને અસર કરી શકે છે. રાજ્યમાં 243 વિધાનસભા બેઠકો છે.
રાજ્યસભામાં વક્ફ બિલ પર JPC રિપોર્ટ રજૂ:વિપક્ષે હંગામો મચાવ્યો; લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
https://www.divyabhaskar.co.in/national/news/income-tax-bill-lok-sabha-budget-session-live-updates-134465981.html

આજે સંસદના બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ છે. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહોમાં હોબાળો મચી ગયો. રાજ્યસભામાં વક્ફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ, લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. JPCએ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ 655 પાનાનો છે. 16 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે 11 સભ્યોએ વિરોધ કર્યો. સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. 22 ઓગસ્ટના રોજ JPCની રચના થઈ
પહેલી બેઠક 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વક્ફ બિલ 2024 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. વિપક્ષના વાંધા અને ભારે વિરોધ વચ્ચે, આ બિલ લોકસભામાં કોઈ પણ ચર્ચા વિના JPCને મોકલવામાં આવ્યું. વક્ફ બિલ સુધારા પર 31 સભ્યોની JPC ની પહેલી બેઠક 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. બિલમાં 44 સુધારાઓ પર ચર્ચા થવાની હતી.
👍1
મીઠી મૂંઝવણ:મમ્મી-પપ્પાને મારા કરતાં ભાઇ માટે વધારે લાગણી છે...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/mom-and-dad-have-more-feelings-for-my-brother-than-for-me-134492314.html

મોહિની મહેતા પ્રશ્ન : મારા પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ છે. તેના કારણે સ્કૂલ તો અવારનવાર બદલવી પડતી હતી, પણ હવે કોલેજમાં અભ્યાસ અંગે મુશ્કેલી પડે છે. મેં મારાં મમ્મી-પપ્પાને મને હોસ્ટેલમાં રહેવા માટે કહ્યું તો એ લોકો ના કહે છે. એમનું માનવું છે કે હોસ્ટેલમાં રહીને છોકરીઓ સ્વચ્છંદ થઇ જાય છે. મારે એમને કેવી રીતે રાજી કરવાં?- એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમારા પપ્પાની સતત ટ્રાન્સફર થતી રહેવાથી એની અસર તમારા અભ્યાસ પર થાય તે તમે સમજો છો એ સારી વાત છે. ખાસ કરીને કોલેજમાં આવ્યા પછી જો તમે કરિયર તરફ પૂરતું ધ્યાન ન આપો તો ન ચાલે. હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે તમારાં માતા-પિતા જે માને છે તે ખોટું છે.
હોસ્ટેલમાં રહીને તો છોકરીઓ પોતાના માટે સારું-ખરાબ શું તે સમજી શકે છે અને પોતાની જવાબદારીનો પણ એમને ખ્યાલ આવે છે. તમે તમારાં મમ્મી-પપ્પાને શાંતિથી સમજાવો અને જો તમારી કોઇ બહેનપણી હોસ્ટેલમાં રહેતી હોય તો તેની સાથે મુલાકાત કરાવો. એમને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે તો તેઓ તમને હોસ્ટેલમાં રહેવાની ના નહીં કહે.
પ્રશ્ન : મારી ઉંમર અઠ્ઠાવીસ વર્ષ છે. મને કોલેજમાં એક યુવતી ગમતી હતી, મેં તેને પ્રપોઝ કર્યું, ત્યારે એણે મારા પ્રેમનો સ્વીકાર પણ કર્યો હતો. પછી અચાનક એણે અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધા. એ દિવસથી યુવતીઓ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. હવે મારાં લગ્ન માટે માગાં આવે છે, પણ મને લગ્ન કરવાની ઇચ્છા નથી થતી. મારે શું કરવું? - એક યુવાન (વડોદરા)
ઉત્તર : તમે જે યુવતીને પ્રેમ કરતા હતા, એણે તમારો પ્રેમ સ્વીકારીને પછી અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધાં, તો આમ કરવા પાછળ ચોક્કસ કોઇ મોટું કારણ હશે. કોઇ પણ યુવતી આ રીતે પ્રેમમાં દગો ન આપે. છતાં તમને એના કારણે તમામ યુવતીઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે એ અતિશયોક્તિ ગણાય.
દરેક યુવતી એવી જ હોય એમ માની લેવું યોગ્ય નથી. તમે આ બધી વાતો મનમાંથી કાઢી નાખી અને તમારાં માતા-પિતા જે પાત્ર પસંદ કરે તેની સાથે લગ્ન કરી લો, તે હિતાવહ છે.
પ્રશ્ન : મારા લગ્નને સાત વર્ષ થયાં છે. મારી પત્ની પરપુરુષ સાથે ભાગી ગઇ હતી, જેને એક જ દિવસમાં પાછી લાવી અને એનાં માતા-પિતાને સોંપી દીધી છે. સમસ્યા એ છે કે આમ થયા પછી મને મારી પત્ની સાથે સંબંધ રાખવાનું પસંદ નથી, પણ હું એને ભૂલી પણ શકતો નથી. આ વાતને બે વર્ષ થઇ ગયાં છે. મારે શું કરવું? - એક પુરુષ (જામનગર)
ઉત્તર : લગ્નજીવનનાં સાત વર્ષ પછી તમારાં પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગયાં અને તમે એમને પાછાં લાવી એમનાં માતા-પિતાને સોંપી દીધાં. એ લગ્નજીવનનું પ્રકરણ પૂરું થઇ ગયું. જે વ્યક્તિ સાત વર્ષ સુધી તમારી સાથે રહેવા છતાં તમારાં ન થયાં એની પાછળ જીવ બાળવાનો કે એને યાદ કરવાનો કોઇ મતલબ નથી.
તમને એમનાં માટે પ્રેમ હોય, પણ તમારો પ્રેમ એકતરફી હોવાનું તો ત્યારે જ પુરવાર થઇ ગયું, જ્યારે તમારાં પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગયાં. જો એમને તમારા પ્રત્યે લાગણી કે પ્રેમ હોત, તો એ આ રીતે ભાગી જાત ખરાં? તમે એમને ભૂલીને તમારું જીવન સારી રીતે વિતાવો એ તમારા માટે વધારે સારું છે.
પ્રશ્ન : મારાં મમ્મી-પપ્પાને મારા કરતાં ભાઇ પ્રત્યે વધારે લાગણી છે. એ જે માગે તે લાવી આપે, એને જે કરવું હોય તે કરવાની છૂટ છે. મને ઘણી વાર લાગે છે કે મારા જીવનનો કોઇ અર્થ જ નથી, કેમ કે પરિવારમાં કોઇને મારી જરૂર નથી. મને ઘણી વાર જીવનનો અંત લાવી દેવાની ઇચ્છા થાય છે. શું કરું? - એક યુવતી (કિમ)
ઉત્તર : આપણા સમાજની આ વરવી માનસિકતા છે કે જેમાંથી એકવીસમી સદીમાં પણ ઘણા લોકો મુક્ત થયા નથી. આજે પણ તેઓ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે. આમાં તમારાં માતા-પિતાનો કે ભાઇનો દોષ નથી. આપણો સમાજ જ આવી વિચારસરણી ધરાવે છે. જોકે એથી એવું માની લેવાની જરૂર નથી કે તમારી કોઇને જરૂર નથી અથવા તો ભાઇ કરતાં તમે
ઊતરતાં છો.
જો તમને આમ છતાં એવું લાગતું હોય તો એક વખત આ લાગણી વિશે તમારા માતા-પિતાને જણાવો. શક્ય છે તેમને તમારી ગડમથલની ખબર જ ન હોય. આના કારણે હતાશ થઇને જીવનનો અંત લાવી દેવાનું અંતિમ પગલું પણ ભરવાની જરૂર નથી. તમે તમારી રીતે પરિવારમાં સારી રીતે રહો. પ્રશ્ન : હું 21 વર્ષની યુવતી છું. મારી 5 વર્ષ મોટી એક બહેન છે. મારી સમસ્યા એ છે કે મારી બહેન મારી સાથે નાની નાની વાતમાં નારાજ થઈ જાય છે. મને સમજાતું નથી કે શું કરવું? એક યુવતી (અંકલેશ્વર)
ઉત્તર : બહેનો વચ્ચેનો સંબંધ ખૂબ જ અનમોલ હોય છે. આ સંબંધને જીવનભર સાચવી રાખવાથી હંમેશાં ખુશી મળે છે. જો તમારી મોટી બહેન તમારી સાથે નારાજ રહે છે, તો તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરો. ફુરસદના સમયે, જ્યારે તમારી બહેનનો મૂડ સારો હોય, ત્યારે તમારી દિલની વાત જણાવો અને કહો કે
👍1
તમે તેમને ખૂબ પ્રેમ કરો છો. તમારી વાત પણ તેમની સાથે શેર કરતા રહો અને તેમને આહેસાસ કરાવો કે તેઓ તમારા માટે ખૂબ ખાસ છે. આનાથી તમારો સંબંધ વધારે મજબૂત બનશે.
મૂડ એન્ડ માઇન્ડ:પ્રેમની ફીલિંગ, સમજણ અને સંબંધની હકીકત
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-feeling-of-love-understanding-and-the-reality-of-the-relationship-134492318.html

ડો. સ્પંદન ઠાકર શાલિની અને જયનાં લવ મેરેજ હતાં. લગ્ન પહેલાં તેમનો સંબંધ ખૂબ જ અલગ હતો. પ્રેમની શરૂઆતમાં બધું જ સારું લાગતું. રોજ મળવું, કલાકો સુધી વાતચીત કરવી, નાની-નાની બાબતોમાં એકબીજાને સરપ્રાઇઝ આપવી તેમના જીવનનો હિસ્સો હતો.
શાલિનીને જયના મેસેજ અને ફોનની મીઠી ટેવ પડી ગઈ હતી. જય દરેક કામ કરતાં પહેલાં શાલિનીના અભિપ્રાય પૂછતો. પ્રેમ હતો, લાગણીઓ હતી અને સાથે જીવવાની તીવ્ર ઇચ્છા પણ. લગ્નના બે વર્ષ પછી, આ બધું ધીમે-ધીમે બદલાવા માંડ્યું. જય વ્યસ્ત થવા લાગ્યો, શાલિનીની ફરિયાદો વધારવા માંડી.
જયે નોકરીમાં પ્રગતિ કરી, કામમાં વ્યસ્ત થવા લાગ્યો અને એકબીજા માટે સમય આપવાનું ઘટવા લાગ્યું . શાલિનીએ જય પાસેથી પહેલાની જેમ પ્રેમ અને ધ્યાન અપેક્ષિત રાખ્યું, જયે વિચાર્યું કે હવે જીવનની હકીકત અલગ છે. જેના લીધે જે સંબંધ પહેલાં સરળ હતો, એ જ હવે મુશ્કેલ બનવા લાગેલો. ઘણીવાર વધુ પડતી અપેક્ષાઓ સંબંધોમાં તિરાડ પડવાનું મુખ્ય કારણ બની જાય છે. લોકો સમય સાથે બદલાઈ શકતા નથી. શાલિનીની અપેક્ષાઓ ખોટી ન હતી પણ જયની મનોસ્થિતિ સમજી તેની સાથે તાલમેલ રાખી નહોતી શકતી.
સવારે થયેલી કોઈ વાતચીત આખા દિવસ શાલિનીના મનમાં ઘુમરાયા કરતી અને જય જેવો ઘરે આવે તે અકળાઈ જતી. આ સમયે જયનો મૂડ પણ કંટ્રોલમાં ન રહેતો અને સામે એ પણ ગુસ્સે થઇ જતો.
શાલિની માટે પ્રેમ એટલે રોજ સમય આપવો, મીઠી વાતો કરવી, એકબીજાની સાથે નજીક રહેવું. જય માટે પ્રેમ એટલે સમર્થન, એકબીજાની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો. જયે વિચાર્યું કે તે શાલિની માટે મહેનત કરે છે, પણ શાલિનીને લાગ્યું જય હવે બદલાઈ ગયો છે. વારંવાર થતી તકરારને કારણે તેમના વચ્ચે સંવાદનો અભાવ થવા લાગ્યો. જેને લીધે કમ્યુનિકેશન ઘટ્યું. શાલિની થોડી ઉદાસ રહેવા લાગી. જયે પૂછ્યું નહીં અને શાલિનીએ કહ્યું નહીં. આ મૌનના કારણે એક અંતર સર્જાયું. સંબંધમાં મૌન એ સૌથી મોટી ખામી છે.
શાલિની માટે પ્રેમ ફક્ત શારીરિક નિકટતા નહોતો, પણ લાગણીઓ હતી . જય માટે શારીરિક સ્નેહ એક પ્રકારનું લાગણીઓ દર્શાવવાનો રસ્તો હતો. જ્યારે બંને વચ્ચે સમજણ ઘટી, ત્યારે નિકટતા પણ ઓછી થઈ.
એક રાત્રે શાલિનીએ કહ્યું, ‘મારા માટે પ્રેમ માત્ર તારા સમય પર આધાર રાખતો નથી, પણ તું મારી લાગણીઓ સમજતો હોય એ પણ મહત્ત્વનું છે.’ જયે પણ કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું, પણ ક્યારેક વ્યસ્ત રહેતો હોઉં છું.’ આ એક સંવાદના લીધે બંને વચ્ચે બનતી જતી દીવાલ તૂટી.
જયે નક્કી કર્યું કે ભલે વ્યસ્ત હોય, પણ રોજે-રોજ શાલિની માટે થોડો સમય કાઢશે. શાલિનીએ પણ સમજ્યું કે ક્યારેક જીવનની પરિસ્થિતિઓ બદલાય, પણ પ્રેમના ભાવ બદલાતા નથી. કોઈપણ સંબંધની સ્થિરતા બંને પાત્રો વચ્ચેની ઇન્ટિમસી ઉપર આધાર રાખે છે. અન્ડસ્ટેન્ડિંગ અને ઇન્ટિમસી વધે ત્યારે સંબંધોની મજબૂતાઈ આપોઆપ વધે છે .
મૂડ મંત્ર : પ્રેમ ક્યારેય બદલાતો નથી પણ બદલાય છે તો એકબીજાને સમજી શકવાની સમજશક્તિ .
હળવાશ:‘આ બે-ત્રણ ઓપ્સનનો રિવાજ જ ખોટો છે...’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-custom-of-two-or-three-options-is-wrong-134492308.html

અમુક વખતે છે ને વગર વાંકે અન્યાય થાય છે.’ લીનાબહેન બોલ્યા, એટલે સવિતાકાકીએ સૂર પુરાવ્યો,
‘એ તો એવું હવે... નસીબ. અરે, મારે તો સાકની બાબતમાં ય એવું થાય ઘણી વાર... કે બેત્રણ સાક બનાયા હોય, ત્રણેય હારા જ થયા હોય હોં, તો ય એક જ એવું ઉપડે... કે એ ખૂટે, ને બીજા બે સાકને કોઈ અડે ય નઇ. હવે આમાં પેલા બે સાકનો શું વાંક યાર. એને વગર વાંકે અન્યાય થયો કહેવાય કે નઇ?’
‘આમાં વાંક કે અન્યાય નો સવાલ જ નથી. પોબ્લેમ જ બીજો છે. અને એ છે ઓપ્સન. ઓપ્સન હોય એટલે અન્યાય થાય થાય ને થાય જ. ઓપ્સન જ નઇ આપવાના. સાક જ એક બનાવવાનું... ભાવે કે ના ભાવે ખાય નઇ તો જાય ક્યાં?’
‘હાયચુ હોં... આ બે-ત્રણ ઓપ્સનનો રિવાજ જ ખોટો છે. ઓપ્સન આલવાના જ નઇ.’ કંકુકાકી સહમત.
હવે લીનાબહેન બરાબરના ખિજાયાં ‘પણ હું એવા અન્યાયની વાત નથી કરતી યાર... જવા દો, મારે વાત જ નથી કરવી.’
બસ હોં... બહુ એંગ્રી યંગમેન થવાની જરૂર નથી. હારા મુરત-ચોઘડિયામાં જ વાત ચાલુ કર, એટલે કોઈ ગેરસમજ કરે જ નહી. ‘સવિતાકાકી બોલ્યાં એટલે લીનાબહેને પકડી વાતને, 'બસ બસ જો... મુરતની જ વાત છે. એક મુરતને જ અન્યાય થયો છે.’
‘કયા મુરતને?’ મેં પૂછ્યું. એટલે કહે, 'પંચક ને જ તો. એને બિચારાને કારણ વગર બદનામ કર્યું છે... કોઈ એસપાયર થઈ જાય, તો કહે ફલાણા પંચકમાં ગયા. હવે એની હારે બીજા પાંચને લેતા જસે. એના કરતાં પંચકમાં લગન કરતાં હોય તો? એ બહાને નાતના બીજા પાંચ ડાળે વળગે.'
‘અરે, એ કોઈ મુહૂર્ત કે ચોઘડિયું નથી. એ તો એક સમયગાળો છે કદાચ.’ મને હાચી-ખોટી જે સમજણ હતી એ રીતે એ લોકોને સમજાવવાનો મેં નિષ્ફળ પ્રયત્ન કર્યો.
‘એટલા બધા ઊંડા ઉતરવાની વાત નથી. કોમનમાં તો એની વેલ્યૂ હારી નથી જ ને? કોમનમાં એને ઊંચું લાવવા આપડે પહેલ કરવી પડસે. જાણે પંચક એમનો દીકરો હોય એમ લીનાબહેન એની સાઈડ લઈને બોલવા માંડ્યા, ‘હું ‘પંચક છે... પંચક છે’ એમ બોલી બોલીને પંચકમાં ટીવી લાઇસ, મોબાઈલ લાઇસ, હાડીઓ લાઇસ... લાભ-સુભ ને અમૃત એકલા જ સેના બધાનું એટેન્સન લઈ જાય! એ લોકાની હારોહાર આને ના લાઇ દઉં તો કહેજો મને...’
એક વાર વિચાર આવ્યો, કે આમને સમજાવું, પછી થયું... કદાચ પંચક હોય, ને મારે પાંચ વાર એકની એક વાત સમજાવવી પડે તો? એના કરતાં માંડી વાળ્યું.
એકબીજાને ગમતાં રહીએ:જિંદગી ‘ધોખા’ દેતી હૈ ઔર ‘મૌકા’ ભી...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/life-gives-deception-and-opportunities-too-134492305.html

છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનના પેશન્ટ વધતા જાય છે. આત્મહત્યા, ડિવોર્સ અને હતાશા-નિરાશામાં પોતાનું જ નુકસાન કરી બેસનારા લોકોના આંકડા આશ્ચર્યચકિત કરી નાખે એવા છે.
સ્કૂલનું નાનકડું બાળક હોય કે કોઈ કંપનીનો સીઈઓ, ફિલ્મસ્ટાર હોય કે ગૃહિણી લગભગ સૌને લાગે છે કે જિંદગીએ એની સાથે અન્યાય કર્યો છે! પોતે જે માગ્યું હતું, ઝંખ્યું હતું અને જેવું જીવવાની એને ઈચ્છા હતી એવું જીવવા મળ્યું નથી, એવી ફરિયાદ લગભગ દરેક વ્યક્તિ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે, જો બધાને જ લાગે છે કે જિંદગી ‘ફેર’ નથી, સંબંધમાં પોતાને નિરાશા અથવા દગો મળ્યો છે, સુખના નામે પોતે જ સતત સમાધાન કર્યું છે... તો, શું આ દુનિયામાં દરેક માણસ પાસે અંતે અફસોસ સિવાય કંઈ નથી?
જિંદગી સિક્કાની બે બાજુ જેવી છે. એક તરફ સંઘર્ષ અને સમસ્યા છે તો બીજી તરફ, સુખ અને સફળતા છે. સિક્કાની એક જ બાજુ સતત જોતા રહેનાર માણસો માટે જિંદગી કોઈ ધોખો છે. એમણે ધારી લીધું છે કે, જિંદગીએ એમને કેટલાંક વચન આપ્યા છે, જે જિંદગીએ પાળવા જ જોઈએ, પરંતુ એમણે પણ જિંદગીને કેટલાંક વચન આપ્યાં હતાં, જેમાંથી પોતે કેટલાં પાળ્યાં એનો હિસાબ કરવાનું એમને યાદ રહેતું નથી.
જે લોકો લાઈફને અનફેર-ધોકેબાજ-દગાબાજ-અન્યાયી કહે છે એ બધાએ એકવાર પોતાને મળેલા ફાયદા, સુખ, સંબંધ, સગવડ તપાસી જોવા જોઈએ. અપેક્ષા પ્રમાણે ન મળે એટલે નિરાશ થવાને બદલે જેને પોતાનાથી ઓછું મળ્યું છે અથવા બિલકુલ નથી મળ્યું એના તરફ એક નજર નાખવી જોઈએ.
કહેવામાં આ વાત બહુ ફિલોસોફિકલ લાગે છે-કેટલાક લોકો દલીલ પણ કરશે કે, ‘બોલવું સહેલું છે’ અથવા ‘જેને નથી મળ્યું એને પૂછો.’ વગેરે... પરંતુ, જો ખરેખર સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજાય કે જેને આપણે નથી મળ્યું અથવા ઓછું મળ્યું કહીને અફસોસ કરીએ છીએ, જિંદગીના અનફેર હોવાની અથવા પોતાની સાથે થયેલા ‘અન્યાય’ની ફરિયાદ કરીએ છીએ એ માત્ર આપણું પર્સેપ્શન-આપણો દૃષ્ટિકોણ છે. મોટાભાગના લોકો એમ જ માને છે કે એમની પાસે જે છે એના કરતા એ ઘણું વધુ મેળવવાને પાત્ર છે અથવા હક્કદાર છે. એમને પોતાનો સંઘર્ષ, પીડા અને સમસ્યાઓ સૌથી વધુ, જ્યારે પોતાનું સુખ, સફળતા કે સંબંધ અન્ય કરતાં ઓછો જ લાગે છે.
બીજી તરફ, એક એવો વર્ગ છે જેને જિંદગી પરત્વે આભારવશ થઈને-પોતાના સંબંધો કે સફળતા પરત્વે સંતુષ્ટ થઈને જોવાની, એક જુદી જ દૃષ્ટિ છે. આવા લોકો કોઈપણ સ્થિતિમાં ‘સુખી’ હોય છે, જેની પેલા ઓછું પડતું રહેતું હોય એવા લોકોને સતત ઈર્ષા આવે છે. સત્ય એ છે કે આવા લોકો પાસે સંબંધ, સગવડ કે સફળતા, પ્રમાણમાં ઓછી હોય તો પણ એમને એમાંથી પોતાનું સુખ શોધતા આવડે છે માટે એ બીજાઓને પોતાના કરતાં વધુ ‘સુખી’ લાગે છે.
આવા લોકો ધોખામાંથી મોકા શોધે છે. હારમાંથી નવો પાઠ ભણીને આગળ વધવાની એમનામાં હામ છે. જે નથી એના તરફ જોઈ જોઈને જીવ બાળવાને બદલે જે મળ્યું છે એનો ઉત્તમ ઉપયોગ કરીને વધુ મેળવવા તરફનો પ્રયત્ન ચોક્કસ કરે છે પરંતુ, કદાચ ન મળે તો એમને પ્રયત્નનો સંતોષ છે, પરિણામનો અફસોસ નથી!
માણસ પાસે જ્યારે બધું હોય-સમય, સગવડ, સંબંધો અને સુખ, ત્યારે માણસ સામાન્ય રીતે એની કદર કરી શકતો નથી. આ કોઈ એક વ્યક્તિની વાત નથી. મોટાભાગના લોકો જીવનમાં મળતી તમામ સારી બાબતોને પોતાનો અધિકાર અથવા પોતાનો હક સમજે છે, પરંતુ સામે કોઈ ફરજ કે જવાબદારી વિશે આવા લોકો સભાન હોતા નથી. કોઈ સારા જીવનસાથી, સારી નોકરી-નોકરીમાં સારા બોસ, સારી અને પ્રામાણિક ડોમેસ્ટિક હેલ્પ કે કર્મચારી કે આપણી કાળજી કરતી કોઈ વ્યક્તિ, પ્રેમી કે પ્રિયતમા, કોઈ ગુરૂ, મેન્ટોર કે સાચી દિશા બતાવનાર-મદદ કરનાર વ્યક્તિ આપણી પાસે હોય તો એવું માનવું જોઈએ કે આપણે સદનસીબ છીએ.
તકલીફ એ છે કે આપણને જે મળે છે એનું આપણને મૂલ્ય સામાન્ય રીતે એ સગવડ, સંબંધ કે સુખ ખોઈ દીધા પછી જ થાય છે! ખોઈ બેઠા પછી આપણે જે-તે વ્યક્તિ કે પરિસ્થિતિને પાછી લાવવા ખૂબ પ્રયાસ કરીએ છીએ, પરંતુ ભૂલી જઈએ છીએ કે જિંદગીની ટ્રેનમાં જે સ્ટેશન પસાર થઈ જાય ત્યાં પાછા જઈ શકાતું નથી. હા, આગળના કોઈ સ્ટેશન પર ઉતરીને પાછી વળતી ટ્રેન પકડીને ત્યાં પહોંચી જરૂર શકાય છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણો સમય વિતી જાય છે. એ સ્ટેશન પર પ્રતીક્ષા કરતી વ્યક્તિ મોટેભાગે ત્યાંથી નીકળી ગઈ હોય છે!
અફસોસ અને આનંદ, સંતોષ અને ઉદ્વેગ, અભાવ અને સંતોષ, અસુરક્ષા અને સ્વીકાર, એક જ સિક્કાની બે બાજુઓ છે. આ સિક્કો સતત ગોળ ગોળ ફર્યા કરે છે. ક્યારેક એક બાજુ આપણી સામે આવે છે તો ક્યારેક બીજી... પરંતુ, જ્યારે જ્યારે અંધારું આપણને ઘેરી વળે છે ત્યારે આ અંધારું કાયમ નહીં રહે એવી શ્રદ્ધા જ આપણને અજવાળા તરફના નવા રસ્તા શોધવામાં મદદ કરે છે.
મોટાભાગના લોકો માને છે કે, એકવાર અંધારું ઘેરી વળે તો હવે ક્યારેક અજવાળું નહીં થાય... આવા લોકોને લાગે છે કે, જિંદગી એમને અન્યાય કરે છે, પરંતુ સાચા અર્થમાં એ લોકો જિંદગીને અન્યાય કરે છે!
આ જગતમાં કોઈપણ એક વ્યક્તિ સાથે, કોઈપણ એક સ્થિતિ કે સમય કાયમ રહેતા નથી. કોઈ સતત સુખી કે સતત દુઃખી રહી શકતું જ નથી. એનો અર્થ એ થયો કે, આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનું છે-ચાલતા રહેવાનું છે અને પ્રવાસ કરતો કે ચાલતો માણસ હંમેશાં બદલાતી પરિસ્થિતિ માટે તૈયાર હોય છે, આશાવાદી હોય છે.
જિંદગીને કોઈ વહાલું કે અકારું નથી. સૌ ચોવીસ કલાક લઈને આવે છે. સૌને નિશ્ચિત શ્વાસ મળ્યા છે. સૌની ફિંગર પ્રિન્ટ જુદી છે. સૌને નિશ્ચિત અવધિ મળી છે, જેમાં સૌએ પોતે નિર્ધારિત કરેલી જવાબદારી અદા કરવાની છે અને પોતે જે બાબત માટે હકદાર છે એ મેળવી લેવાનું છે. આ સંજોગોમાં ફરિયાદ કરવાને બદલે, ફરી ફરી યાદ કરીને સુખી થવાનો એક પ્રયાસ તો કરી જોઈએ.
2025/07/12 19:03:16
Back to Top
HTML Embed Code: