tgoop.com/Gknews_in/45628
Last Update:
કરેંટ અફેર્સ : 30 નવેમ્બર 2024
1. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ મેટા પર ડોમિનન્ટ પોઝિશનનો દુરૂપયોગ કરવા માટે કેટલા કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે?
A. 213.14 કરોડ રૂપિયા
B. 313.14 કરોડ રૂપિયા
C. 413.14 કરોડ રૂપિયા
D. 513.14 કરોડ રૂપિયા
2. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા "દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે?
A. આયુષ મંત્રાલય
B. રક્ષા મંત્રાલય
C. ગૃહ મંત્રાલય
D. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય
3. ભારતમાં "બાળ વિવાહ મુક્ત ભારત" અભિયાનની શરૂઆત ક્યાંથી થઈ છે?
A. કેરળ
B. મહારાષ્ટ્ર
C. નવી દિલ્હી
D. મધ્ય પ્રદેશ
4. નીચેના પૈકી કોણ "બીમા સખી યોજના"ની શરૂઆત કરશે?
A. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
B. ગૃહ મંત્રી અમિત શાહ
C. નાણામંત્રી નિર્મલા સીતારમણ
D. મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી
5. તાજેતરમાં, રોગજનક જિનોમિક સર્વેલન્સમાં સુધારા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કેટલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે?
A. પાંચ
B. સાત
C. નવ
D. દસ
6. 15 જાન્યુઆરી 2025ના રોજ "સેના દિવસ પરેડ" પહેલી વાર ક્યાં યોજાશે?
A. પૂણે
B. નાસિક
C. રાજસ્થાન
D. છત્તીસગઢ
7. તાજેતરમાં "એકલવ્ય" નામનું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ કોણે શરૂ કર્યું છે?
A. ભારતીય સેનાએ
B. ભારતીય વાયુસેનાએ
C. ભારતીય નૌસેનાએ
D. CRPF
8. 28 નવેમ્બરે, "અગ્નિવોરિયર, 2024" નામક દ્વિપક્ષીય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો છે?
A. કતાર
B. જાપાન
C. સિંગાપુર
D. ઇન્ડોનેશિયા
9. તાજેતરમાં માસાતો કાંદા એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના 11મા પ્રમુખ તરીકે પસંદ થયા છે. તેનો મુખ્ય મથક ક્યાં આવેલો છે?
A. પેરિસ
B. લંડન
C. મનિલા
D. લંડન
10. તાજેતરમાં નવનવ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોણે પોતાની નવી પુસ્તક "Why India Matters"નું વિમોચન કર્યું છે?
A. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
B. ગૃહ મંત્રી અમિત શાહ
C. રક્ષા મંત્રી રાજનાથ સિંહ
D. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર
11. તાજેતરમાં કોને મધ્ય પ્રદેશ ટૂરિઝમનો ‘બ્રાન્ડ એમ્બેસેડર’ નિયુક્ત કરવામાં આવ્યો છે?
A. અભિનેતા અમિતાભ બચ્ચન
B. અભિનેતા અક્ષય કુમાર
C. અભિનેતા પંકજ ત્રિપાઠી
D. અભિનેતા રાજકુમાર રાવ
12. તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશમાં 'પ્રસિદ્ધ પર્યટન સ્થળોને' વૈશ્વિક ધોરણ મુજબ વિકસાવવા માટે આશરે કેટલા પ્રોજેક્ટને મંજૂરી આપી છે?
A. 20 પ્રોજેક્ટ
B. 30 પ્રોજેક્ટ
C. 40 પ્રોજેક્ટ
D. 50 પ્રોજેક્ટ
13. કેન્દ્ર સરકારના મતે દેશમાં કયારે સુધી ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સની સંખ્યા 2 કરોડ 35 લાખ સુધી પહોંચી જશે?
A. વર્ષ 2025-26
B. વર્ષ 2027-28
C. વર્ષ 2029-30
D. વર્ષ 2034-35
14. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવેમ્બર 2024માં ક્યાં નવા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું છે?
A. રોમ
B. હેલસિંકી
C. કેનબરા
D. સિંગાપુર સિટી
15. તાજેતરમાં ICC દ્વારા જાહેર કરાયેલી તાજી ટેસ્ટ રેન્કિંગમાં કયા ભારતીય બોલરે પ્રથમ સ્થાન મેળવ્યું છે?
A. મયંક યાદવ
B. અર્શદીપ સિંહ
C. હાર્દિક પંડ્યા
D. જસપ્રિત બુમરાહ
--------------------------------
🎯 સ્ટેટિક જીકે MCQ
--------------------------------
16. કોશિકા (Cell)ની શોધ 1965માં કોણે કરી હતી?
A. રોબર્ટ હૂક
B. રોબર્ટ ક્રૂક
C. ડેવિડ થોમ્સન
D. મેરી ફ્રાન્સિસ
17. કયા ટેનિસ ખેલાડીએ ઓલિમ્પિક્સમાં સાત વાર ભાગ લીધો છે?
A. માર્ટિના નવરાતિલોવા
B. સેરેના વિલિયમ્સ
C. લિયેન્ડર પેસ
D. રોજર ફેડરર
18. ઓલિમ્પિક ધ્વજમાં કેટલા રિંગ્સ હોય છે?
A. 04
B. 05
C. 06
D. 07
19. કયા સ્મારકને 'ભારતનું રાષ્ટ્રીય સ્મારક' કહેવામાં આવે છે?
A. ઈન્ડિયા ગેટ
B. ગેટવે ઓફ ઈન્ડિયા
C. રાજઘાટ
D. લાલ કિલ્લો
20. દક્ષિણ ભારતનું મેનચેસ્ટર કયા શહેરને કહેવાય છે?
A. કોયમ્બતુર
B. સેલમ
C. તંજાવુર
D. મદુરાઇ
જવાબો:
1.A 6.A 11.C 16.A
2.A 7.A 12.C 17.C
3.C 8.C 13.C 18.B
4.A 9.C 14.A 19.A
5.D 10.D 15.D 20.A
╭────────────────╮
‼️જોડાઓ અમારી સાથે ‼️
╰────────────────╯
➜ WhatsApp ગ્રુપ : https://chat.whatsapp.com/CWcw0Y6jFPIEfIyprpZypc
➜ Telegram ચેનલ : https://www.tgoop.com/Gknews_in
➜ Instagram પેજ : https://instagram.com/gknews_in
➜ Youtube ચેનલ : https://youtube.com/@gknews_in
આ મેસેજ તમારા દરેક મિત્રોને અને ગ્રુપમાં શેર કરો..🙏
BY મિશન સરકારી નોકરી : GKNEWS™
Share with your friend now:
tgoop.com/Gknews_in/45628