Telegram Web
GPSC
*પેહલા 400 માંથી 30 પ્રશ્નો માં ભૂલ આવતી ...*
*😠હવે 200 માંથી 35 પ્રશ્નો ભૂલો આવે છે....*

અને હા દરેક પ્રશ્ન માટે 100 rs તો ઉમેદવારને જ આપવાના 😠
🤔કેટલા રૂપિયા ભેગા થયા હશે ? તે તો રામ જાણે.
🤔આ જેટલા પણ પ્રશ્નો સુધર્યાં એના પૈસા પાછા આપશે અધ્યક્ષ શ્રી ??🤔

📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે ?🫣

😷#GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી #પ્રિલિમ્સ પરીક્ષાની #Final_Answer_Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:

🛑 19 પ્રશ્નોના #જવાબ_બદલાયા છે

🛑 14 પ્રશ્નો #રદ (Cancelled) કરાયા છે

🛑 4 પ્રશ્નોમાં #બે_જવાબ માન્ય રાખવામાં આવ્યા છે

👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.

📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા કરે એવી ગંભીર બાબત છે.

🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય,
તો:

📌– જવાબદારી નક્કી થાય ?

📌– પરીક્ષા રદ્દ કરવામાં આવે ?

📌– પરીક્ષાર્થીઓને વળતર મળે ?

🤔દરેક વખતે પાડાને વાંકે પખાલીને ડામ ક્યાં સુધી ?

💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડકાર કર્યો, પણ એમના આશાઓની પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવી.

📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:

"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા સ્થગિત કરીને #જવાબદારો સામે કાર્યવાહી કરો."

❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના #ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.

🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
🤔શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
#ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
😠તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું ?

📣 હવે GPSC ઉપર મૌનવ્રત નહીં, પણ જવાબદારી લેવામાં આવે તે જરૂરી છે.

#GPSC
#PaperLeakNahiPaperFault
#CandidateJustice
#BhoolNahiJawabdari
#GPSC_Reform

https://x.com/YAJadeja/status/1941492474733850787?t=1zb0NkX0bxk9XqrpFGR3Lg&s=19
26🔥7
🛑 "ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.

ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — ફિક્સ_પે_પ્રથા

દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.

📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.

📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.

📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.

— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?

> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."

🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.

🧑🏻‍✈️🧑🏻‍🏫😞 કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.

📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔

🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️

આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.

🧑🏻‍🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"

🧑🏻‍🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.

🧑🏻‍🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.

> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?

https://x.com/YAJadeja/status/1943927851855843570?t=cnaXk1G6UMBIh2uDQSr2Vw&s=19
14🔥3
2025/07/12 18:30:07
Back to Top
HTML Embed Code: