❝Güjârātí😋😜😎❞
❛❛કિનારે રેતીમાં જગા, કદીય મળતી નથી,
દરિયે ખારા પાણીમાં, ખેતી કરતી નથી.
હોય જો રજા તોફાની, ચકચૂર વાયરાની,
છો રસ્તે આડા જંગલો, હવે ડરતી નથી.
વાત જ્યાં હોય દંભની, ત્યાં પગ મૂકતી નથી,
ખરાની તુલના ખોટા, સાથે કરતી નથી.
જ્યાં ગામ ત્યાં ઉકરડા, હોય એવું જાણ્યા પછી,
દુનિયાની ખોટી વાતો, હૈયે ધરતી નથી.
ઘરની વાત ઘરમાં, જગને કરતી નથી,
વાત જો હોય ભીતની, છતે કરતી નથી.
નાના નાના અભરખા, લઇને જીવું જીંદગી
મોટા સપના આંખોમાં, લઈ ફરતી નથી.❜❜
- કેતકી પટેલ
@Gujarati
❛❛કિનારે રેતીમાં જગા, કદીય મળતી નથી,
દરિયે ખારા પાણીમાં, ખેતી કરતી નથી.
હોય જો રજા તોફાની, ચકચૂર વાયરાની,
છો રસ્તે આડા જંગલો, હવે ડરતી નથી.
વાત જ્યાં હોય દંભની, ત્યાં પગ મૂકતી નથી,
ખરાની તુલના ખોટા, સાથે કરતી નથી.
જ્યાં ગામ ત્યાં ઉકરડા, હોય એવું જાણ્યા પછી,
દુનિયાની ખોટી વાતો, હૈયે ધરતી નથી.
ઘરની વાત ઘરમાં, જગને કરતી નથી,
વાત જો હોય ભીતની, છતે કરતી નથી.
નાના નાના અભરખા, લઇને જીવું જીંદગી
મોટા સપના આંખોમાં, લઈ ફરતી નથી.❜❜
- કેતકી પટેલ
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛આપણી ક્ષમતા પ્રમાણે ભાર હોવો જોઈએ,
'ને જરા ઇચ્છા તણો આધાર હોવો જોઈએ.
ગામ આખાથી ભલે હૈયું મળે કે ના મળે,
સ્મિતનો થોડોઘણો વહેવાર હોવો જોઈએ.
વેરતો ચારે તરફ મલકાટ આખો દી, જુઓ,
ફાટલે વસ્ત્રે, દિલે દાતાર હોવો જોઈએ !
મૂળ સાબૂત હોય એની જાણકારી આપવા,
પાંદડે લીલાશનો શણગાર હોવો જોઈએ.
ટાકણું, પથ્થર મળે ત્યાં મૂર્તિઓ થઈ જાય ના !
આંખમાં ઈશ્વર તણો આકાર હોવો જોઈએ.
છોડવા જો હોય છેલ્લા શ્વાસ હેઠા જીવથી,
જિંદગીભર ઈશનો અણસાર હોવો જોઈએ.❜❜
@Gujarati
❛❛આપણી ક્ષમતા પ્રમાણે ભાર હોવો જોઈએ,
'ને જરા ઇચ્છા તણો આધાર હોવો જોઈએ.
ગામ આખાથી ભલે હૈયું મળે કે ના મળે,
સ્મિતનો થોડોઘણો વહેવાર હોવો જોઈએ.
વેરતો ચારે તરફ મલકાટ આખો દી, જુઓ,
ફાટલે વસ્ત્રે, દિલે દાતાર હોવો જોઈએ !
મૂળ સાબૂત હોય એની જાણકારી આપવા,
પાંદડે લીલાશનો શણગાર હોવો જોઈએ.
ટાકણું, પથ્થર મળે ત્યાં મૂર્તિઓ થઈ જાય ના !
આંખમાં ઈશ્વર તણો આકાર હોવો જોઈએ.
છોડવા જો હોય છેલ્લા શ્વાસ હેઠા જીવથી,
જિંદગીભર ઈશનો અણસાર હોવો જોઈએ.❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.❜❜
- નયન દેસાઈ
@Gujarati
❛❛લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.❜❜
- નયન દેસાઈ
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛સંસ્કૃતિની વિસરાતી વાતો....
ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...
તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....
થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,
ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....
પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક
કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...
ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી
નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...
રોજ સવારે ચાલીને શાળાએ જાતાં
આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..
શિયાળે ના મફલર કે ના માથે ટોપી
સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...
વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા
મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...
બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર
જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...
'હા, વીતી ગયો એ જમાનો,
જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી..❜❜
@Gujarati
❛❛સંસ્કૃતિની વિસરાતી વાતો....
ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...
તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....
થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,
ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....
પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક
કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...
ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી
નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...
રોજ સવારે ચાલીને શાળાએ જાતાં
આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..
શિયાળે ના મફલર કે ના માથે ટોપી
સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...
વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા
મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...
બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર
જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...
'હા, વીતી ગયો એ જમાનો,
જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી..❜❜
@Gujarati
❝Güjârātí😋😜😎❞
❛❛શોધ તારાં ગુણોને, તું જાતે,
અવગુણો શોધવા, બધાં છે ને!
આગળ ચાલ, તું મંજીલ પામવા,
પાછળ તને પાડવા, બધાં છે ને!
ઉડાન ભર ઊંચી, સપનાંઓની,
નીચે તને પછાડવા બધાં છે ને!
પ્રગટાવ જ્યોત, આશાની દિલમાં,
હતાશ તને કરવા, બધાં છે ને!
સફળતાને ચુમી લે, પ્રયત્ન કરીને,
ઈર્ષાથી સળગવા, બધાં છે ને!
કર્મ કર્યે જા તું, પુરી નિષ્ઠાથી,
ફળ તારું લેવાં, બધાં છે ને!
“ચાહત”થી જીવી લે, મન મુકીને,
નફરત તને કરવા, બધાં છે ને!!❜❜
@Gujarati
❛❛શોધ તારાં ગુણોને, તું જાતે,
અવગુણો શોધવા, બધાં છે ને!
આગળ ચાલ, તું મંજીલ પામવા,
પાછળ તને પાડવા, બધાં છે ને!
ઉડાન ભર ઊંચી, સપનાંઓની,
નીચે તને પછાડવા બધાં છે ને!
પ્રગટાવ જ્યોત, આશાની દિલમાં,
હતાશ તને કરવા, બધાં છે ને!
સફળતાને ચુમી લે, પ્રયત્ન કરીને,
ઈર્ષાથી સળગવા, બધાં છે ને!
કર્મ કર્યે જા તું, પુરી નિષ્ઠાથી,
ફળ તારું લેવાં, બધાં છે ને!
“ચાહત”થી જીવી લે, મન મુકીને,
નફરત તને કરવા, બધાં છે ને!!❜❜
@Gujarati