Telegram Web
આ ડિસ્કાઉન્ટ માટે છેલ્લા ચાર દિવસ.
કોસ્ટેબલ માટે ગદ્યાર્થગ્રહણ

નીચે આપેલા પેરેગ્રાફ નું સઘન વાંચન કરીને તેમને આધારે પુછાયેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો




ખોટાં અભિમાન રાખવાથી દેશને કંઈ પણ ફાયદો નથી. જે વાત આપણામાં નઠારી હોય તેને જાણીને કે અજાણમાં આપણે સારી કહીશું તેથી કદી પણ તે સારી થવાની નથી. આપણે સારી કહીશું માટે બીજા લોક સારી કહેવાના નથી. જાણી જોઈને નઠારી વાતને સારી કહેવી એના જેવી બીજી મૂર્ખાઈ નથી. નઠારી વસ્તુને સારી માનવાથી મોટામાં મોટું નુકસાન એ છે કે તેને કોઈ વખત સારી થવાનો સંભવ રહેતો નથી. આપણા શરીરમાં રોગ થયો હોય અને આપણે અભિમાનથી એમ જ માનીએ કે આપણે નીરોગી છીએ તો નિશ્ચય એ અભિમાનનું પરિણામ મરણ સિવાય બીજું કદી થવાનું નથી. આપણે નિર્ધન હોવા છતાં ધનવાન છીએ એમ માની મદમાં ફર્યા કરીએ તો આપણે દરિદ્રતામાં જ સડ્યા કરીએ એમાં શું આશ્ચર્ય ? આપણને એક પણ અક્ષર ન આવડતો હોય છતાં મહાપંડિતનો ગર્વ રાખીએ તો તેથી શું કદી પણ વિદ્યાના જે લાભ છે તે મેળવવાને શક્તિમાન થઈશું ? જેવું એક માણસનું તેવું જ દેશનું પણ સમજવું.જો દેશનું ખોટું અભિમાન દેશવાસીઓ રાખે, તેનાં દૂષણો તરફ નજર ન કરે, દૂષણો દેખે તો પણ તેને ભૂષણરૂપ માનીને, દેશની ખરાબી થતી હોય તોપણ બડાઈને સારુ સહુ આબાદ છે એવા તડાકા મારે તો બેશક તે દેશ પાયમાલ થયા વિના રહે નહીં. એવા મિથ્યાભિમાનીઓને દેશાભિમાની કહેવાને બદલે દેશના ખરેખરા દ્રોહી કહેવા જોઈએ. તેઓમાં દેશપ્રીતિ નથી, પણ મૂર્ખાઈના થરનો બહુ નાશકારક ગર્વ છે.

નર્મદ
https://www.tgoop.com/BipinTrivediVyakaranviha
2024/09/30 05:30:13
Back to Top
HTML Embed Code: