Telegram Web
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સફળતા અને સુખ બંને માંગ્યા નથી મળતા. આપણે જો તેને લક્ષ્ય બનાવી દઈએ (જેમ કે, હું જીવનમાં સફળ થવા માંગુ છું અથવા મારો ધ્યેય સુખી થવાનો છે), તો એવી પૂરેપૂરી સંભાવના છે કે નિશાન ચૂકી જઈએ. કારણ કે સુખ હોય કે સફળતા, કાર્ય નથી, કારણ છે. તે આપણે જે ચીજ કરીએ છીએ તેનું તે પરિણામ છે. એટલે, ધ્યેય કામને શ્રેષ્ઠ રીતે, સમર્પિત રીતે કરવાનું હોવું જોઈએ, અને તે સમર્પણ તેમજ નિષ્ઠા સફળતામાં પરિણમે છે. આપણે આયાસપૂર્વક કામ કરી શકીએ, પણ સુખ- સફળતા અનાયાસ હોય છે, તેનો આયાસ ના હોય.
નિષ્ઠા જ સુખનું કારણ બને છે. નોકરી કરતો હોઉં, તો મારે તેમાં મારું સર્વશ્રેષ્ઠ આપવું જોઈએ. હું નિષ્ઠાથી કામ કરીશ તો સફળતા જરૂર મળશે. એટલે, આપણું સમગ્ર ફોકસ શિદ્દતથી પ્રેમ કરવા પર અને નિષ્ઠાથી કામ કરવા પર હોવું જોઈએ, તેના પરિણામ પર નહીં. વૈજ્ઞાનિકો કોઈ પ્રયોગ કરે, ત્યારે પરિણામ પહેલેથી ધારી લેતા નથી. તેઓ પ્રયોગ એટલો શાનદાર કરે કે તેનું પરિણામ પછી આકર્ષક બની જાય છે.

*Happy Morning*
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

એક સમય હતો જ્યારે કોઈ કામ સમયસર પૂરું ના થાય અથવા મારે કશું કરવું હોય તે કરી ના શકું, તો હું બાહ્ય કારણો કે પરિબળોનો દોષ કાઢતો હતો. મને થતું કે લોકો અથવા સંજોગો અથવા ઘટનાઓ મને ખલેલ પાડે છે અને હું મારા લક્ષ્ય પર ધ્યાન નથી આપી શકતો.

ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે વિક્ષેપો તો હર હાલમાં રહેવાના છે, તે જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે, પણ મારે મારી એકાગ્રતાને મજબુત કરવાની જરૂર છે.
સમસ્યા વિક્ષેપોની નહોતી, મારા ફોકસની હતી.
આ સમજવા જેવું છે. આપણા વિક્ષેપો તાકાતવર નથી હોતા, આપણું ફોકસ કમજોર હોય છે. આપણે સમય, સંજોગ કે લોકોની ખલેલનો દોષ કાઢીને ખુદની જવાબદારીમાંથી બચી જઈએ છીએ.
વાસ્તવમાં, બાહ્ય વિક્ષેપ ના હોય તો હું બહેતર રીતે પર્ફોર્મ કરી શકું એવી વૃતિ વાસ્તવમાં પોતાની નાકામી છુપાવાનું બહાનું છે. જેને સાચે જ કશુંક કરવું છે તે પરફેક્ટ ટાઇમની રાહ ન જુવે.
બાહ્ય પરિબળો આપણને ચલિત કરે છે તેનો અર્થ એટલો જ થાય કે આપણી અંદર કોઈ કમજોરી છે.
આ એના જેવું છે કે એક માણસ ઘરમાં બેસીને મેડિટેશન કરી શકતો નહોતો એટલે જંગલમાં ગયો, પણ ત્યાંય તેને પ્રાણીઓ અને જંતુઓ અને તેની અંદરની લાગણીઓ પજવતી રહી. એટલે, વિક્ષેપોને દૂર કરવા માટે જંગલમાં જવાને બદલે જે તે ક્ષણ અને સ્થિતિમાં એકાગ્ર થવાની કોશિશ કરવી જોઈએ.
*Happy Morning*
Downloads_Final_LRD_Result_for_Website_Dt_12032025.pdf
27.9 MB
*૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત*

#GPRB #LRD
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

બાધ્યતા, એટલે કે અવરોધ માત્ર નકારાત્મક જ નથી હોતા. ઘણીવાર, તમે જો નિયંત્રણોને સ્વેચ્છાએ સ્વીકારો, તો તે ફોકસને વધુ ધારદાર બનાવે છે અને તમારી અંદર ક્રિએટિવિટીને જન્મ આપે છે.
આપણી સામે વિકલ્પો ઓછા હોય, તો જે સંભાવના ઉપલબ્ધ હોય તેના પર આપણે વધુ તીવ્રતાથી ધ્યાન આપીએ છીએ અને આપણી પૂરી ઊર્જા એમાં લગાવી દઈએ છીએ. વધુ વિકલ્પોની સરખામણીમાં, મર્યાદિત વિકલ્પોમાં વધુ સારી રીતે સફળ થવાની સંભાવના વધી જાય છે.
આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે "મારી પાસે પૂરતા પૈસા નથી" અથવા "પૂરતો સમય નથી" અથવા "મારી આસપાસનું વાતાવરણ બરાબર નથી." આપણે એવું માનીએ છીએ કે બધું હું ઈચ્છું એવું હોય તો હું સારી અને સફળ રીતે પર્ફોર્મ કરી શકું, પરંતુ એનાથી ઊંધું પણ થાય છે. તમને જેવું જોઈએ છીએ એવું ના હોય તો તમે વધુ મહેનત કરો છો, વધુ શીખો છો. એવા અનેક કિસ્સાઓ છે કે ગરીબ પરિવારના છોકરાઓ ઊંચાં શિખરો સર કરે છે, અને અમીર ખાનદાનના ફરજંદો જીવન વેડફી નાખે છે. એકની પાસે અવરોધ છે, બીજાની પાસે આઝાદી છે.
*Happy Morning*
2025/03/29 06:46:32
Back to Top
HTML Embed Code: