Telegram Web
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે "મેં મારું બનતું કર્યું" અથવા "મેં એમાં મારું હંડ્રેડ પર્સેન્ટ આપ્યું." કોઈ બાબતમાં શ્રેષ્ઠ આપવું એટલે શું?
ઘણા લોકો તેમાં બહુ મહેનત કરવી અથવા પૂરતો સમય આપવો તેને શ્રેષ્ઠ આપ્યું કહેતા હોય છે.
હંડ્રેડ પર્સેન્ટની આ અધૂરી વ્યાખ્યા છે. તેમાં વૈચારિક, ભાવનાત્મક, એકાગ્રતા અને શિસ્તનું પણ યોગદાન હોવું જરૂરી છે.
જે પ્રયત્નમાં આપણું સમગ્ર અસ્તિત્વ ડૂબેલું હોય, તો રાત પડે પથારીમાં આપણને એવા વિચાર ના આવે કે "ઓહ, મેં આમ કર્યું હોત તો સારું થાત કે તેમ કર્યું હોત તો આવું ના થાત." તમે જ્યારે પાછળથી "જો અને તો"ની ભાષામાં ના વિચારો, તો તેને હંડ્રેડ પર્સેન્ટ આપ્યું કહેવાય.

પરિણામ જે આવવું હોય તે આવે, તમને તમારા પ્રયત્નનો સંપૂર્ણ સંતોષ હોય.
"હંડ્રેડ પર્સેન્ટ પ્રયાસ"માં ૫ બાબતો સંકળાયેલી હોય છે:

જહેમત: તમે જે કામ કરતા હોવ અથવા જેમાં જે તે ક્ષણે સંલગ્ન હોવ, તેમાં તમારી પૂરી ઊર્જા આપો, એમાં અધકચરો કે ના-મનનો પ્રયાસ ના હોય.

એકાગ્રતા: કોઈ જાતના વિક્ષેપ વગર કશું કરવું. તે વખતે તમે બીજું બધું બાજુએ મૂકી દો, અને વૈચારિક તેમજ ભાવનાત્મક સ્તરે માત્ર વર્તમાન ક્ષણમાં જ હોવ.

પ્રતિબદ્ધતા: કોઈપણ અવરોધ વચ્ચે પણ દૃઢતા અને સાતત્ય જાળવી રાખવું. એમાં પાછા વળવાનો વિકલ્પ નથી હોતો.

ગુણવત્તા: મહેનત હોય, દાનત પણ હોય પરંતુ પ્રયાસમાં ભલીવાર ના હોય તેનો શો અર્થ? આપણે જે પણ કરતા હોઈએ, તેમાં આપણી સ્કિલ અને ક્ષમતા ઝલકવી જોઈએ.

ભાવનાત્મક લગાવ: કશું પણ કરીએ તેમાં પ્રમાણિક રુચિ હોવી જોઈએ. તેમાંથી જ પેશન અને ઊંડો લગાવ આવે છે.
*Happy Morning*
👨‍💻 કંડક્ટર ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક :-

📌ADVT GSRTC/202324/32

⚡️https://gsrtc.in/site/downloads/innerPages/download_OMR_sheet.html

#GSRTC #DV #Call_letter
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આ સાથે એક બહુ જાણીતો ક્વોટ છે: when you are happy you enjoy the music but when you are sad you understand the lyrics (તમે જ્યારે ખુશ હોવ ત્યારે સંગીતના સૂરને માણો, પરંતુ દુઃખી હોવ ત્યારે તેના શબ્દોને સમજો).
માનવ પ્રકૃતિની આ ખાસિયત સમજવા જેવી છે. વ્યક્તિ દુઃખી હોય ત્યારે તેને આનંદ આપતી પ્રવૃતિ શુષ્ક લાગવા માંડે છે.

દાખલા તરીકે, કોઈ વ્યક્તિને ખાવાનો બહુ શોખ હોય તે દુઃખની પળોમાં તેનો આનંદ નથી લઇ શકતી. કોઈ વ્યક્તિને વાંચવાનું ગમતું હોય તે દુઃખમાં પુસ્તકથી દૂર રહે.
સંગીતમાં બે મુખ્ય તત્વો હોય છે; ધૂન અને શબ્દો. એક સામાન્ય વ્યક્તિ જ્યારે ગીત સાંભળે ત્યારે તેનું સંગીત તેના મૂડને ઉન્નત કરે છે, અને તેને મજા આવે. આપણે મૂડ પ્રમાણે ચીજો સાથે લગાવ મહેસુસ કરીએ છીએ. ખુશીની અવસ્થામાં આપણે "ભરેલા" મહેસૂસ કરીએ છે, એટલે આપણું મન સંગીત પર વધુ ધ્યાન આપે છે, જે હળવાશ મહેસૂસ કરાવે છે અને આપણા હકારાત્મક અહેસાસને ઔર મજબુત કરે છે.
દુઃખની સ્થિતિમાં આપણે ખાલીપો અનુભવીએ છીએ, એટલે આપણે આસપાસની ચીજોને વધુ ગહેરાઈથી જોઈને ખાલીપો ભરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમાં સંગીત નિષ્ફળ જાય છે, અને આપણે તેના શબ્દો પર ધ્યાન આપીએ છીએ, જે દુઃખના અનુભવને પુષ્ટિ આપે છે.
પાર્ટીમાં એટલા માટે સંગીત વધુ જોરથી વાગે છે કારણ કે તે ખુશીમાં ઉમેરો કરે છે. પરંતુ શોકસભામાં લોકો સંગીતને બદલે ભજન કે પ્રાર્થનાને સાંભળે છે. બીજી રીતે કહેવું હોય તો, સુખ આપણને સતહ પર રાખે છે, દુઃખ ગહેરાઈમાં લઇ જાય છે.
*Happy Morning*
💁‍♂GPSC Consent & consent deposit જેને બાકી છે એ ભરી દેજો.
Re-Open Now 25/03/2025 સવારે 10 વાગ્યાં સુધી ભરી શકાશે.

#GPSC #Notice
ViewFile.pdf
206.7 KB
જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, "પેટા હિસાબનીશ/સબ ઓડીટર" અને "હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક"ની તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ લેવાયેલ મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૧ ગુજરાતી અને અંગ્રેજી ભાષા વિષયનુ પ્રશ્નપત્ર

#GSSSB #MAINS #PAPER
ViewFile_1.pdf
129.5 KB
જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ”, “ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”ની તા.૧૯/૦૨/૨૦૨૫ના રોજ લેવાયેલ મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૨ Accountancy and Auditing વિષયનુ પ્રશ્નપત્ર

#GSSSB #MAINS #PAPER
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

ફ્રાન્સિસ બેકન (1561- 1626) અંગ્રેજ દાર્શનિક, લેખક અને રાજનીતિજ્ઞ હતા. તેઓ તેમના ગહન વિચારો માટે જાણીતા છે. જેમ કે એવું કહેનારા તે પહેલા વ્યક્તિ હતા કે knowledge itself is power. અર્થાત્, જ્ઞાન હોવું અને જ્ઞાન વહેંચવું એ પ્રતિષ્ઠા, પ્રભાવ અને શક્તિની બુનિયાદ છે.
માણસની અંગત અને સામાજિક પ્રગતિ તેના જ્ઞાનની તાકાતમાંથી આવે છે. બેકને જ્ઞાનને એક શક્તિશાળી સાધન તરીકે જોયું હતું.

બેકનનું બીજું એક સૂત્ર દિલચસ્પ અને ગહન છે: Hope is a good breakfast, but it is a bad supper.
તેનો શબ્દશઃ અનુવાદ થાય છે- આશા નાસ્તા માટે સારી, પણ એનું ભોજન ના કરાય. તેનો ભાવાર્થ એ છે કે આશાવાદી હોવું તે સકારાત્મક અને પ્રેરણાદાયી ભાવ છે, પરંતુ વાસ્તવિકતાને સમજીને વ્યવહારિક વર્તન ના કરો, તો આશાનો ભાવ ઇચ્છિત પરિણામ સુધી ના લઈ જાય.

દાખલા તરીકે, વિદ્યાર્થીને એવી આશા હોય કે તે પરીક્ષામાં બહેતર દેખાવ કરે, પરંતુ તે આશાથી પ્રેરાઇને ભણવામાં મહેનત ના કરે તો આશા દગો દઈ જાય. આશા અને એક્શન વચ્ચે એક તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ. આશા કારની ઇગ્નિશન કી છે, તેનાથી મશીન સ્ટાર્ટ થાય, પરંતુ કાર તો એક્સિલેટરના એકશનથી જ ચાલે.
જેમ સવારનો બ્રેકફાસ્ટ દિવસ શરૂ કરવા માટે ઊર્જા પૂરી પાડે અને મનને એકાગ્ર કરે, તેવી રીતે કોઈ કામ શરૂ કરવા માટે આશા પ્રેરણાનું કામ કરે છે.
બ્રેક ફાસ્ટ એટલે રાતનો ઉપવાસ (ફાસ્ટ) તોડવો (બ્રેક) તે. પરંતુ શરીર માટે અનિવાર્ય પોષણ ભોજનમાંથી આવે છે. તંદુરસ્ત અને તાકતવર રહેવા માટે ભોજન કરતા રહેવું પડે. માત્ર બ્રેકફાસ્ટ પર દિવસ કાઢો તો શરીર નબળું પડી જાય. માત્ર આશાવાદી બનીને બેસી રહો તો જીવન વેડફાઈ જાય.

*Happy Morning*
2025/03/26 00:29:34
Back to Top
HTML Embed Code: