Telegram Web
છે ને બાકી ઢંગ ધડા વગરનું તંત્ર...!!!!

આજે ભાવનગર અને જામનગર બે મહાનગર પાલિકાની ભરતી કેન્‍સલ કરવામાં આવી. જામનગર મહાનગર પાલિકામાં તો ઠિક છે કે અરજીઓ મંગાવી નહોતી અને ફી પણ નહોતી ભરી. ભાવનગર મહાનગર પાલિકાએ તો અરજી મંગાવેલી, ફી ભરાવેલી, DV પણ કરેલ અને છેલ્લા સમયે ભરતી કેન્‍સલ.

છે ને અંધેરી નગરી ને, ગંડુ રાજા....
😱17👍3🤯1
આ દિવ્ય ભાસ્કરનું કટિંગ છે જે દર્શાવે છે કે જે તે તારીખે ભરતી થશે. આશા રાખીએ કે વિદ્યાર્થીઓની આ આશા પર સરકાર ખરી ઉતરે, બાકી છેલ્લે તો જાહેરાતો લોલીપોપ ના સ્વરૂપ માં બદલાઈ જાય છે😔
👍15😁3
આજનું ગુજરાત સમાચાર હેડલાઇન

લોકોને ધર્મના નામે મૂર્ખ બનાવવા બહુ સહેલું છે, પણ ધર્મના નામે સાચા અને સારા કામ કરવા ખૂબ જ અઘરા છે. રામ મંદિર ના નામે વોટ મેળવવા જલ્દી જલ્દી બધું બનાવી તો નાખ્યું, પણ પછી????
સત્ય હંમેશા તેલ જેવું હોય છે, તમે પાણીમાં ગમે તેટલું તેલ નાખો એ હંમેશા સપાટી પર આવીને ચમકશે.

બસ આવી હાલત BJP ની છે હાલ, ભગવાન રામના નામે ઘણું બધું ખોટું થયું અને અત્યારે સત્ય સપાટી પર આવીને ચમકવા લાગ્યું😞😞😞
👍17🔥31
આ છે આજના દિવ્ય ભાસ્કરની હેડ લાઈન

સરકારની નિષ્ફળતાને સફળતા ગણાવીને જોર શોરથી પ્રચાર કરે છે...
આટલા બધા આંદોલનો થયા, ઉમેદવારોને ઘસડ્યા, ઘણાને વાગ્યું આમ છતાં સરકારનો માસ્ટર સ્ટ્રોક😡😡😡

લોકો કાયમ યાદ રાખશે કે પત્ર કારિત્વને ચાટુ કારિત્વમાં પરિવર્તન કરવામાં કેટલા કેટલા સમાચાર પત્રોએ મહત્વનો ભાગ ભજવ્યો છે 😣
👍22🔥21🤔1
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માટે ગુજરાતી ટાઈપિંગ કરવા માટેની સાઈટ💻💻💻

gujaratityping.redlabz.in

- હાઇકોર્ટ સ્ટાન્ડર્ડ મુજબનું Gujarati Typing Tutor
- Backspace is not allowed
- ગુજરાતી Typing મા સ્પીડ અને accuracy માટે શ્રેષ્ઠ Typing Tutor...
👍9
Computer BOOK Demo Copy.pdf
3.8 MB
RMC, AMC, કન્ડક્ટર,HC Computer Operator જેવી પરીક્ષામાં જ્યા કમ્પ્યૂટર સૌથી વધુ માર્કસ અને એમાં પણ MS Office સારું એવું પૂછાય છે તે માટેની શ્રેષ્ઠ બુક.

અગાઉની પરીક્ષામાં પુછાયેલ કમ્પ્યૂટર ના દરેક પ્રશ્નો સાથેની દળદાર બુક.

બુક મંગાવવા માટે નીચેના નંબર પર કોલ કરો.
ઓઝા બુક સ્ટોલ, ભાવનગર

નિલેશભાઈ ઓઝા
9099372379
👍6
શું આ રીતે બનશે ડિજિટલ ઇન્ડિયા? આ છે કમ્પ્યુટર શિક્ષક ! જે આપણા બાળકો ને કમ્પ્પુટર ભણાવવા માંગે છે #computer #computerteacher
https://www.instagram.com/reel/C9KNPFZqlit/?igsh=bGw0MHhoOG5nYmoy
🔥3👍1
આજના સમયમાં સ્કીલ ડેવલપમેન્ટ ખૂબ જ મહત્વનું છે, પણ જ્યા અભણ ડોબાઓ શિક્ષણ મંત્રી હોય એને સ્કીલ કે શિક્ષણ વિશે શું ખબર પડે????

દુનિયા જ્યારે 5G ટેક્નોલોજી માંથી 6G તરફ પ્રયાણ કરવા જઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યની શાળાઓમાં કમ્પ્યૂટર એક મરજિયાત વિષય છે અને કમ્પ્યૂટર લેબ શિક્ષક વિનાની ખાલી પડેલી છે....🙏 છતાં આવતા સમયમાં આપણે વિશ્વ ગુરુ બની જશું 😔
👍10😁10
આજનું દિવ્ય ભાસ્કર....

હેડ લાઈન નાના અક્ષરોમાં પણ ખૂબ સરસ છે કે 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ગુજરાતમાં બની નથી. પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજોને સરકાર ધડાધડ મંજૂરીઓ આપે છે પણ સરકારી એકેય નહિ....

Privatization ના ગેર ફાયદાઓ શું છે એ ધીમે ધીમે ખ્યાલ આવશે. જીઓ માં તો આપણે બધા ભોગવીએ છીએ જ્યારે બીજા ફિલ્ડમાં પણ ખાનગીકરણ ના નુકશાન ધીમે ધીમે ભોગવવાના આવી જ જશે...🙏
😱7👍61
આ છે ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવેલ ગુજરાતની જનતાને સૌથી મોટો લોલીપોપ😡

ફી વધારો કર્યા પછી મુરખના સરદારો કહે છે કે અમે FRC માં જશું. મઘ્યમ કલાસને નીચોવીને પૈસા પડાવવાનું શિક્ષણ સૌથી મોટું હથિયાર છે ત્યારે આપણા ચૂંટેલા નેતાઓ આપણને જ મૂરખ બનાવે છે...😡
😱10👍2🥰2
Forwarded from RED Labz
👍7
અબ કી બાર 40 પાર...😋😋😋

હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ટાઈપિંગ ની તડામાર તૈયારી કરતા ભાવિ હાઈ કોર્ટ આસિસ્ટન્ટ.....

શું તમે પણ તૈયારી શરૂ કરી દીધી????

🫡યાદ રાખો કે સમયસર શરૂ કરેલી મહેનત આપને પરીક્ષામાં વહેલી સફળતા અપાવશે....🫠🫠🫠🫡

અમારી નવી બેચ
👉 સવારે 7.15 વાગે
👉 સાંજે 4.15 વાગે...

નોંધ: બેચ ફૂલ થાય એ પહેલા એડમિશન લઈ લેવું....
👍26🔥4😁21
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
GCC એટલે કે Typing Certificate માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની કવેરી છે, તો એમને ખાસ વિનંતી કે તમારું નામ DV માં આવે ત્યારે આ Certificate કરાવવું. ખોટી ઉતાવળ ના કરવી.
👍29👏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
High Court Assistant Aspirants
આ માત્ર તૈયારી નથી, પરંતુ ખુલી આંખે જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટેની ઝનૂન પૂર્વકની જબ્બરદસ્ત મહેનત છે...😍😍😍
16👍5🔥2
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની તૈયારી કરતા મિત્રોએ તારીખની રાહ જોયા વિના બને એટલી વહેલી CPT ની તૈયારી શરૂ કરી દેવી. હાઈ કોર્ટ એ જે રીતે બે મહિનામાં Mains નું રીઝલ્ટ આપ્યું છે એ જોતા તારીખ પણ સમયસર આવી શકે છે.
👍33
હાઈકોર્ટ આસિસટંટ માટે કમ્પ્યૂટર ટાઈપિંગ માટેની ઓનલાઈન બેચ : https://bit.ly/3VGIoME

ફી : 499 399 રુપિયા, વેલિડીટી: 6 મહિના

વિશેષતા:
- અંગ્રેજી ટાઈપિંગ તથા ગુજરાતી ટાઈપિંગ માટેના ફ્રી સોફ્ટવેર
- સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાની પધ્ધતિ
- બેઝિકથી 35 WPM સુધીની પ્રેક્ટિસ
- 50 100 અંગ્રેજી, 50 100ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ
- સ્ટાન્‍ડર્ડ ચેકિંગ રીત
- આ ડિસ્કાઉન્ટ માત્ર 17 જુલાઈ, સવારે 10 વાગ્યા સુધી જ
👍5😁5
વિદ્યાર્થીમિત્રો, હાલ યુ ટ્યુબમાં મે ઘણા વિડિયો લેક્ચર જોયા જેમાં ટાઈપિંગ વિશે ઘણી બધી અસ્પષ્ટ માહિતીઓ આપેલી છે.

હાઈકોર્ટ આસિસ્ટંટ માટેની સ્પષ્ટ માહિતી જેમાં કોઈ પણ બાબતમાં ગપ્પુ મારેલ નથી અને અગાઉની પરિક્ષાને ધ્યાને લઈને આપ સૌ માટે આ મેસેજ બનાવેલ છે.

થોડા મુદાઓ ટાઈપિંગ ટેસ્ટ માટે ધ્યાનમાં લેવા:

1. ટાઈપિંગ ટેસ્ટમાં અંગ્રેજી 10 મિનીટ અને ગુજરાતી 10 મિનીટ અને બન્ને ટાઈપિંગ વચ્ચે 5 મિનીટનો બ્રેક, એમ કુલ 25 મિનીટની ટેસ્ટ રહેશે.
2. ટાઈપિંગ ટેસ્ટમાં અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ટાઈપિંગ ફરજીયાત રહેશે.
3. બન્ને ટાઈપિંગ ટેસ્ટમાં 8 માર્ક્સ લાવવા ફરજીયાત છે.
4. અંગ્રેજીમાં 330 થી 370 વર્ડ જ્યારે ગુજરાતીમાં 225 થી 250 વર્ડસ આસપાસ લખાણ રહેશે.
5. અંગ્રેજી ટાઈપિંગમાં 35 તથા ગુજરાતી ટાઈપિંગમાં 25 WPM ની સ્પીડ ધ્યાનમાં લેવી.
6. સમય ઓછો છે એટલે દરરોજ 5 થી 6 કલાક કમ્પ્યૂટર કે લેપટોપ પર બેસીને પ્રેક્ટિસ કરવી, કારણ કે મોબાઈલમાં અંગ્રેજી ટાઈપિંગ સારી રીતે થઈ શક્શે. જ્યારે ગુજરાતી ટાઈપિંગ સચોટ રીતે થશે નહિ જે ખાસ દ્યાનમાં લેવું.

GCC સર્ટિફિકેટ વિશેની સ્પષ્ટ અને સચોટ માહિતી:
1. ટાઈપિંગ ટેસ્ટ સમયે આપે આ સર્ટિફિકેટ સાથે લઈ જવાની કોઈ જરુર નથી કે હાઈકોર્ટ આ સર્ટિફિકેટ માંગશે પણ નહિ.
2. ટાઈપિંગ સર્ટિફિકેટ તમારે ડોક્યુમેન્‍ટ વેરિફિકેશન સમયે બતાવવાનું રહેશે એટલે DV લિસ્ટમાં નામ આવે એ સમયે કરાવવુ. આ માટે ખોટી ઉતાવળ કરવી નહિ.

ગુજરાતી ટાઈપિંગ વિશેની સ્પષ્ટ માહિતી:
1. જો તમે નવા હોવ અને ગુજરાતી ટાઇપિંગ શરુ કરવા માંગતા હોવ તો માત્ર Transliteration કિ-બોર્ડનો જ ઉપયોગ કરવો.
2. આપે 2 કે 3 મહિના અગાઉ Remington કે Inscript કી-બોર્ડ શીખ્યા હોવ તો જ અત્યારે આ કિ-બોર્ડૅનો ઉપયોગ કરવો.
3. Transliteration, Remington અને Inscript કિ-બોર્ડમાં ઘણો બધો તફાવત છે. ટાઈપિંગ ટેસ્ટમાં સમય ઓછો હોય ખોટા પ્રયોગો ના કરવા.

🫡યાદ રાખો કે....
- જે શિક્ષકોને પ્રેક્ટિકલ બાબતોનો અનુભવ વધુ હોય, એમની સલાહ લેવી. છેલ્લે હાથ ઉંચા કરી દે, મોબાઈલ સ્વિચ ઓફ કરી દે કે વિદ્યાર્થીઓની ક્વેરીના સંતોષપુર્વક જવાબ ના આપે એવા શિક્ષકોના બદલે રેફરન્‍સ આધારિત શિક્ષકોનું માર્ગદર્શન લેવું.
- થીયરી અને પ્રેક્ટિકલ બે અલગ બાબતો છે. થીયરીમાં માત્ર વાંચીને તૈયારી કરવાની હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં ખુલ્લા મગજે અને નિર્ણાત્મક બાબતોને ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરવાની હોય છે. આ માટે માત્ર અનુભવી શિક્ષકોનું જ માર્ગદર્શન લેવું.

શ્રવણ ગોહેલ.
RED Labz, Bhavnagar.
@redlabz
👍58🔥6👏1😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
HC Assistant Aspirants:

Typing ટેસ્ટ ગમે ત્યારે આવે, પણ આપણે તો લડી જ લેવાનું છે. Morning શિફ્ટ માં Typing ની તૈયારી કરતા વિદ્યાર્થીઓની એક ઝલક...🫡🫡🫡
👍17🔥7🤔4
2025/08/26 19:51:39
Back to Top
HTML Embed Code: