જીવનના હકારની કવિતા:નીકળવાની અને પહોંચવાની વાત...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/speaking-of-departure-and-arrival-134516399.html
等线મસ્તક ઉઠાવી ચાલ નમસ્કારથી નીકળ
ઊડવાની વાત કર અને આધારથી નીકળ
જે ના મળ્યું છે તેની ઈચ્છાય નહીં રહે,
માગણ મટીને એના દરબારથી નીકળ
સંકલ્પ નાવ છે ને વિકલ્પો છે હલેસાં –
આ પારથી નહીં તો પેલેપારથી નીકળ
પક્ષીઓ, ફૂલો, ઝાકળ ને આ સવાર જો,
ઘટનાનો પીછો છોડી અખબારથી નીકળ
તું તીક્ષ્ણ નિર્ણયોથી હથેળીને છેદ મા-
મખમલનો સ્પર્શ પહેરી હવે ધારથી નીકળ
જીતી જવાનું સાવ સરળ થઈ જશે પછી
મેદાનમાં ભળી જા અને હારથી નીકળ
જો જો સજાવી લીધા પડછાયા રાતથી
મળવું મને જો હોય તો શણગારથી નીકળ
હર એક નવો માણસ તારામાં ભળી જાય
એક વાર આવી રીતે ઘરબારથી નીકળ
-અશરફ ડબાવાલા
રેક માણસનું એનું પોતાનું વર્તુળ હોય છે. એની ત્રિજ્યા વધે છે, એનો વ્યાસ વધે છે પણ એનો વ્યાપ એના પોતાના પૂરતો સીમિત થઈ જાય છે. ઘણી વાર એટલા બધા ઝૂકી જતા હોઈએ છીએ કે ઝૂકવાનું કારણ શોધવા જઈએ તો આપણે જ ખોવાઈ જઈએ. બહાર નીકળવાની આ ગઝલ પોતાની અંદર ઊતરવાની ગઝલ છે. બધાને હાથ જોડીએ, નમીએ, ઝૂકીએ એના કરતા મસ્તક ઉઠાવીને જીવીએ તો સામેવાળો હાથ મિલાવવા સામેથી આવે છે. આધાર ખપ પૂરતા જ હોય આપણી ઓછપ પૂરતા નહીં! જો ટેકા વગર ઊડવાની શરૂઆત કરીશું તો પંખીની જેમ આકાશને આંબી શકીશું.
માંગવાનું મન એટલા માટે થાય છે, કારણ કે કોઈ આપે છે. આપણે એ વ્યક્તિના ઘરમાંથી જ બહાર નીકળી જઈએ તો માંગવાનો પ્રશ્ન જ નહીં આવે એવું બનશે કે કોઈને આપવા જેવડા સધ્ધર બનીશું. નિર્ણયો આપણા પોતાના અને આપણી સમજ મુજબના હોવા જોઈએ. એના વિકલ્પો હલેસા જેવા છે. હલેસા રેતીમાં હંકારવાથી જીવનની હોડી આગળ નથી વધતી. એક વાર સાચી સમજથી વચન અને આત્મસંવેદનને અનુભવશો તો કિનારો સ્વયં સામેથી શોધતો શોધતો હોડી સુધી પહોંચી જશે. છાપું વાંચવું એ ઘટનાનો ચિતાર લેવા બરાબર છે. પણ જે બે હાથથી છાપું ખુલ્લું કરીને વાંચીએ છીએ એ જ બે હાથને ખુલ્લા કરીને દુનિયાને ભેટીએ તો કેવું? કુદરત સાથેની દોસ્તી ભાષાથી પર અને મૌનથી સધ્ધર હોય છે.
ઘણી વાર ન લેવાતા નિર્ણયોમાં આપણે દુઃખને ઘરનું સરનામું દેખાડીએ છીએ. બધે જ આવકાર હોય, બધે જ અસ્તિત્વનો સહજ સ્વીકાર હોય તો જીભને ધાર નીકળવાની જગ્યાએ, જીવનો ઉધ્ધાર થવાની શરૂઆત થાય છે. માફ કરવા જેવી સજા બીજી એક પણ નથી.
એક વાર હારનો ડર મનમાંથી નીકળી જશે પછી મેદાનમાં ઊતરવાથી જીત તમને હાર પહેરાવવા આવશે. ભય જન્મે છે સમયમાંથી અને સમય જન્મે છે આવડતમાંથી. સાહસિક લોકો જ શ્વાસનું રૂપાંતર વિશ્વાસમાં, વેદનાનું રૂપાંતર વૈકુંઠમાં કરી શકે છે. બધું જ નિખાલસ રીતે થવું જોઈએ. જે અગત્યની છે તે રાત છે, તે રાતનો પડછાયો છે. સાફ દિલના સાલસ થઈને કોઈને મળીએ છીએ ત્યારે આપણી સચ્ચાઈનો ભરોસો સામેવાળા માટે પ્રબળ બને છે.
બધાને અપનાવતાં શીખવું જોઈએ. એમાં આપણી શરત ના હોવી જોઈએ. સામેવાળી વ્યક્તિમાં ન ગમતું પણ હોવાનું, પરંતુ આપણને ગમતી વખતે તે કેટલું નડે છે તે જ જોવાનું હોય છે. અશરફ ડબાવાલાની આ ગઝલ જીવાતા જીવનને ભેટીને એનામાં સમાઈ જવાની ગઝલ છે. આગળ વધવાની રેસમાં ઝંપલાવનારાઓએ આ ગઝલ વાંચીને ક્યાં આગળ વધવું જોઈએ એનું આત્મભાન થશે. }

ડૂબકી:ચાલો, થેલામાં સુગંધ ભરી લઈએ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/lets-fill-the-bag-with-fragrance-134516557.html
ન્દીના જાણીતા સાહિત્યસર્જક ઉદયન વાજપેયીએ બાળકો માટે સરસ નવલકથા લખી છે – ‘નામ હૈ ઉસકા પાખી.’ એમાં નાનકડી છોકરીની બાળસહજ જિજ્ઞાસા અને એના કલ્પનાલોક વિશે જુદીજુદી કથાઓ મૂકી છે. દરેક પ્રકરણમાં પાખીની અલગ વાર્તા છે.
એક વાર્તામાં પાખી રોજ સાંજે એની દાદી સાથે પાર્કમાં જાય છે. તે વખતે એ એક થેલો પોતાની સાથે રાખે. ઘરનાં લોકોને નવાઈ લાગે કે એ પાર્કમાં થેલો શા માટે લઈ જાય છે? ઘેર પાછી આવે ત્યારે એનો થેલો તો ખાલી જ હોય છે. કોઈ પાખીને પૂછે ત્યારે એ મરકમરક હસતી જવાબ ટાળી દે છે. થેલામાં શું ભર્યું છે એનું રહસ્ય માત્ર પાખી જ જાણે છે.
પાર્કમાં આવ્યા પછી દાદી બેન્ચ પર બેસી જાય અને પાખી આખા બગીચામાં ફરતી રહે. દરેક છોડ પાસે ઊભી રહે. છોડ પર ખીલેલાં ફૂલોની સુગંધ સૂંઘે અને પછી એ સુગંધ થેલામાં ભરે. પછી થેલો બંધ કરી બીજા છોડ પાસે જાય. એનાં ફૂલોની સુગંધ પણ થેલીમાં ભરે. એમ કરતાં અંધારું થાય ત્યાં સુધીમાં એના થેલો ગુલાબ, મોગરો, જૂઈ, ચમેલી જેવાં અનેક ફૂલોની સુગંધથી ભરાઈ ગયો હોય. પછી એ ભીના ઘાસની સુગંધ પણ થેલામાં મૂકે અને ખુશ થતી ઘેર આવે.
બીજી એક વાર્તામાં પાખી રાતે જાગી જાય છે. બારીમાંથી ગોળગોળ ચન્દ્ર જુએ છે. અવાજ ન થાય તેમ ધીમા પગલે ચાલતી એના દાદાજી પાસે જાય છે અને કહે છે: ‘દાદાજી, મને પેલો ચન્દ્ર લાવી આપોને.’ દાદાજી પણ એવા જ. એમને પાખીની બધી ઇચ્છા પૂરી કરવાનું બહુ ગમે. એથી બંને જણ એક કોથળો લઈ ઊંચાં ઝાડ પાસે આવે છે. દાદાજી પાખીને ઊંચકી ઝાડ પર ચઢી જાય છે અને છલાંગ મારી ઊડતાં ઊડતાં બંને ચન્દ્રમા પાસે પહોંચે છે. ચન્દ્રને ઉપાડી કોથળામાં મૂકે છે અને ઘેર પાછાં આવે છે. પાખી ચન્દ્ર સાથે મોજથી રમે છે. પછી ચંદ્રને કોથળા મૂકી પોતે આંગણામાંથી ખસી જાય છે. ચાંદામામા આકાશમાં પોતાને ઘેર પહોંચી જાય છે.
આ જ તો છે બાળપણની મજા. મોટા થયા પછી આપણે બાળકોની મજામસ્તી, કલ્પનાશીલતા અને એમનામાં ભરેલા ભારોભાર વિસ્મયનો આનંદ ભૂલી જઈએ છીએ. એટલું જ નહીં, સંતાનોની અખૂટ જિજ્ઞાસાઓ સંતોષવા જતાં ક્યારેક કંટાળી પણ જઈએ છીએ.
એક પિતા ઑફિસની જવાબદારીઓથી ઘેરાયેલા રહેતા હતા. સંતાનોની ધીંગામસ્તી અને વિવિધ માગણીઓથી એ કંટાળી ગયા હતા. એ વિચારતા કે સંતાનો જલદી મોટાં થઈ જાય તો સારું. એક રજાના દિવસે એમણે સંતાનોને આનંદથી અને હળવાશથી રમતાં જોયાં ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ. બાળકોએ જલદી મોટા થવાની જરૂર નથી, આપણે મોટા થઈને બાળકની જેમ જીવવાની જરૂર છે.
આપણે માની લીધું છે કે બાળકોએ વડીલો પાસેથી બધું શીખવવાનું હોય છે. એથી ઊલટું પણ હોઈ શકે. બાળકો મોટેરાં પાસેથી શીખે છે તેમ વડીલોએ પણ બાળકો પાસેથી ઘણું શીખવા જેવું છે. એમની સાદીસરળ ચિંતામુક્ત પ્રવૃત્તિઓનું ધ્યાનથી નિરીક્ષણ કરવાથી ઘણું નવું જાણવા મળે છે. મોટા થઈને રોજની દોડધામ, જાતજાતની જવાબદારીઓ અને સમસ્યાઓથી ઘેરાઈ ગયા પછી આપણે જીવનનો સાચો લય ગુમાવી બેસીએ છીએ. બાળપણમાં પાછા ફરવું શક્ય નથી, પરંતુ રોજ થોડો સમય કાઢી બાળક જેવા બનીએ અને એમની નજરે દુનિયાને જોવા લાગીએ તો આપણા કાયમી સંઘર્ષોમાંથી થોડી હળવાશ માણી શકીએ.
બાળક સવારે જાગે ત્યારે એની સામે આખા દિવસમાં પૂરાં કરવાનાં કામોની લાંબી યાદી હોતી નથી. કોઈ એપોઇન્ટમેન્ટ હોતી નથી. કોઈ ડેડલાઈન હોતી નથી. તેઓ મનફાવે ત્યારે મસ્તીથી રમી શકે છે. મોટા થયા પછી આપણે પણ થોડો સમય જવાબદારીથી ભરચક ભરેલો થેલો બાજુમાં મૂકી બાળકોની સાથે બાળક બની શકીએ.
બાળકોને સાવ નાનીનાની બાબતોમાંથી પણ અપાર આનંદ મળે છે. એમના માટે દરેક બાબત વિશ્વની અજાયબી હોય છે. એમની અપેક્ષાઓ વધારે હોતી નથી, એથી એમને બહુ જલદી સંતોષ મળી જાય છે. મોટા થયા પછી આપણે મોટી મોટી ઝંખનાઓ અને લાલસામાં ગૂંચવાઈ જઈએ છીએ અને નાના નાના આનંદ માણી શકતાં નથી. બાળકો પાસેથી શીખીએ તો આપણી ક્ષણેક્ષણ જાદુઈ બની શકે.
બાળકો એમના વિરોધ બહુ જલદી ભૂલી શકે છે. એમને માફ કરતાં આવડે છે. માતાનો ગુસ્સો, મિત્રો સાથે ઝઘડા, પિતાની કડપ તરત જ વિસારે પાડી તેઓ સુલેહ કરી લે છે. ઉંમરના વજન હેઠળ કચડાતા લોકો કશું સહેલાઈથી માફ કરી શકતા નથી અને એમનો થેલો ફરિયાદો, નારાજગી અને ગુસ્સાથી ભરાતો જાય છે.
અને બાળકોની નિખાલસ પ્રામાણિકતા. માનતાં હોય એ તરત વ્યક્ત કરી દે. કશું મનમાં રાખતાં નથી. માએ ભાવતી વાનગી બનાવી હોય તો કહેશે: ‘મમ્મી, આજે મેગી બહુ સરસ બની છે.’ કશુંક પસંદ ન પડે તો તે પણ તરત જ વ્યક્ત કરી શકે છે. એમને દિલચોરી કરતાં આવડતું નથી. બીજા લોકો શું કહેશે એની પરવા કરતાં નથી. મોટા થયા પછી આપણે મનમાં જ બધું ભરી રાખીએ છીએ, નિખાલસ અભિપ્રાય આપતા નથી, લાગણીઓ છુપાવી રાખવામાં પાવરધા બની જઈએ છીએ.

બાળકોની જેમ વર્તમાનમાં જ જીવીએ અને આ જગત જેવું છે તેવું સ્વીકારી લઈએ તો મોટા થયા પછી આપણે પણ પેલી વાર્તાની બાળકી પાખીની જેમ આપણા થેલામાં અનેક સુગંધો ભરી શકીએ અને આંગણામાં ચન્દ્ર સાથે મોજથી રમી શકીએ. }
મનોમન કાંઈક ફેંસલો કરીને મોહક બોલ્યો, ‘જો માહી, હવેથી તે બંને સામે આવે ત્યારે આપણે આપણી જ વાતોમાં મસ્ત છીએ તેવો દેખાવ કરશું! ઠીક છેને સાવન? ’
‘હા, એમ જ કરવાનું છે, તે લોકો સાથે ભળવું બહુ જોખમી છે, કેમ કે, જો તમે વાત-વાતમાં એ મયંક અને માનસીને આપણો અસલી મકસદ કહી દેશો, તો તમારી સાથે હું પણ મુશ્કેલીમાં મુકાઈ જઈશ.‘જાણે કોઈ ફરમાન સંભળાવી રહ્યો હોય તેવા અવાજે સાવન બોલ્યો. તેના મોઢા પર ફરીથી બીજાઓને દબાવીને પોતાની વાત માનવા મજબૂર કરી દીધાનો સંતોષ ઝળકવા લાગેલો!
બપોર થઈ ગયેલી અને આજે માનસીએ જ બધાના માટે રસોઈ બનાવેલી. તેથી જમવાનું લઈને ઓરડામાં આવતા તે બોલી, ‘ચાલો, બધા જમી લઈએ! ’
સાવનને માનસીનું આવી ચડવું જરાય ગમ્યું નહોતું, પરંતુ સવારે માનસી જે રીતે પોતાના પર ગુસ્સે થઈ ગયેલી, તે યાદ આવતા તેણે અત્યારે ચૂપ રહેવું જ ઠીક માન્યું. વળી તેને કકડીને ભૂખ પણ લાગી હતી. આટલા દિવસો પછી પહેલીવાર તે પાંચેય સાથે ભોજન કરવાં બેઠાં હતાં. માહી અને મોહક તો નીચું જોઈને જમતાં રહ્યાં હતાં.
માનસી વિચારી રહી: ‘એકાએક આટલો ફેરફાર કેવી રીતે આવે? એવું લાગે છે કે, જાણે સવારે પોતાની સાથે હસીને વાતો કરતી અને લાગણી ઢોળતી માહી આ છે જ નહીં! ના, આ માહીનો વાસ્તવિક ચહેરો ના હોઈ શકે! મારે કંઇક યુક્તિ લગાવીને માહી અને મોહકના ચહેરા પર અત્યારે જે ડર અને ઉદાસી દેખાય છે, તેનું કારણ જાણવું જ પડશે!’
જંગલમાં જરા ઢળતી બપોરે મયંક રોજની જેમ જ મંદિરમાં હતો. એક હાથમાં પોતાની નોંધપોથી અને બીજા હાથમાં પેન પકડીને ઊભેલો તે મુખ્ય મંડપની ઉપરની ગોળાઈમાં કરેલાં ઉત્કૃષ્ટ નકશીકામને નીરખતો અને પછી તેનું વર્ણન શબ્દોમાં ઉતારવામાં મગ્ન હતો. ગોળાઇની મધ્યમાં રાસલીલાનું દૃશ્ય અંકિત કરેલું હતું. વાંસળી વગાડતા કૃષ્ણ, તેમની આસપાસ ગોળાકારે રાસ લેતી ગોપીઓની અંગભંગિમા તથા મુખભાવનું વર્ણન સચોટ રીતે કરી રહેલા મયંકને આસપાસની કોઈ ખબર જ નહોતી રહી!
થોડે દૂર કાગળ પર મંદિરની નકશીદાર કમાનોની પ્રતિકૃતિને કાગળ પર ઉતારતી માનસી વારેવારે મયંકની સામે જોઈ લેતી હતી. પરંતુ પત્થરો પર કંડારેલા ભાવોને બખૂબી સમજી શકતો મયંકને તેની સાવ નિકટમાં જીવતી માનસીની આંખો વાંચતા આવડતી જ નહોતી!
થોડીવાર પછી સતત ઊંચું જોવાના કારણે અકડાઈ ગયેલી ડોકને હાથથી દબાવતા મયંક બોલ્યો, ‘માનસી, મુખ્ય મંડપની છતનું કામ તો પૂરું થઈ ગયું. હવે ફક્ત ગર્ભગૃહ જ બાકી રહ્યું! ’
‘સરસ, મારે પણ આ છેલ્લી કમાનનું ડ્રોઈંગ પૂરું થવામાં જ છે. તો હવે આજે નવું કંઇ શરૂ નથી કરવું.’
‘પણ હજી તો સાંજય નથી ઢળી! તો પછી કરીશું શું? ’
‘ફરવા જઈએ?’
‘પણ અહીં તો આસપાસ ફક્ત જંગલ જ છે! તેમાં ક્યાં ફરીશું?’
‘જંગલમાં જ! મને ખ્યાલ છે કે અહીંથી ક્યાંય દૂર જવું જોખમી હોઈ શકે. પણ નજીકમાં વહેતી નદી સુધી તો જઈ જ શકાયને? આપણને અહીં આવ્યે ચાર દિવસ થઈ ગયા છે અને આવ્યા ત્યારથી મંદિર અને તેની કોતરણીમાં જ ડૂબેલા છીએ! તો આજે થોડીવાર નદીના સાંનિધ્યમાં રહીએ? ’
‘ચાલ, નીકળી જઈએ કેમ કે, દિવસ આથમે તે પહેલા પાછું પણ આવી જવું પડશે!’
મંદિરનો મેદાની પ્રદેશ વટાવી મયંક અને માનસી નદી તરફ ચાલી નીકળ્યાં. રસ્તો પણ ધીમેધીમે વધુ પથરાળ અને ઢાળવાળો થતો જતો હતો. માનસી એક એક ડગલું સાચવીને મૂકતી જતી હતી, છતાંય એક લપસણા પત્થર પાસે પગ સરકી જતા તેનું સંતુલન હલબલી ગયેલું!
માનસીની સાથે જ ચાલતાં મયંકે તેનો હાથ પકડી લેતા કહ્યું, ‘ક્યાં ધ્યાન છે તારું? જરા સાચવીને ચાલજે.’
માનસીએ સ્મિત કરતાં ત્રાંસી આંખે મોહકને જોતા કહ્યું, ‘જાળવીને જ ચાલતી હતી, તોય લપસી જવાયું! શું કરું, ઢાળ જ એવો હતો!’
‘હમણાં પડી ગયી હોત તો?’ માનસીનો હાથ હળવેથી મૂકતા મયંકે પૂછ્યું.
‘પડું ક્યાંથી! ખાતરી જ હતી કે તું ઝાલી લઈશ.’ આમ બોલતા માનસીએ ગરદન ઘુમાવીને મયંકની આંખોમાં જોયું.
બેયની નજર મળી ગયી, અને તે જ સમયે મયંકનો પગ એક પત્થર સાથે અથડાયો! મયંક જરા ડગમગ્યો ત્યાં જ ફરી તેનો હાથ પકડી લેતા માનસી બોલી ઊઠી, ‘ધ્યાન ક્યાં છે તારું! ’
મયંકના હૃદયમાંથી જવાબ આવેલો, ‘તારામાં…’ પણ તે શબ્દો તેનાં હોઠ સુધી આવ્યા જ નહીં! એકબીજાને જ જોઈ રહેલા બંને ખડખડાટ હસી પડ્યાં. પછી એકબીજાનો હાથ પકડી જ રાખીને તેઓ નદીની સમાંતર ચાલતા એક એવી જગ્યાએ પહોંચી ગયાં, જ્યાંથી નદીએ થોડો વળાંક લીધેલો. જેના કારણે સારો એવો કિનારો પણ રચાઈ ચૂકેલો. ત્યાં વહેતી નદીના કિનારે એક પત્થર પર બેસી ગયેલી માનસીએ પગ પાણીને સ્પર્શતા જ રહેવા દીધેલા. ઘૂંટણ સુધી સ્પર્શતું ઠંડું પાણી, પક્ષીઓનું મધુર ગાયન અને વહેતી હવાની લહેરખીઓથી શરીરમાં થતું કંપન, આ બધાંએ મળીને માનસીને અલ્લડ છોકરી બનાવી દીધેલી! આસપાસનું બધું જ ભૂલીને માનસી જાણે આ અતિસુંદર કુદરતી દૃશ્યનો જ એક ભાગ હોય તેમ ખોવાઈ ગયેલી!

જરા દૂર ઊભો રહીને મયંક આ દૃશ્યને જ નીરખી રહ્યો હતો. આછા ગુલાબી ડ્રેસમાં શોભતી એક છોકરી, જેનો દુપટ્ટો હવામાં લહેરાતો હતો! એક નાના બક્કલથી બાંધીને નીચેથી છૂટા જ મૂકી દીધેલા કેશ તે છોકરીના ગોરા મુખ સાથે રમત કરી રહ્યા હતા. તેની સુંદર આંખોમાં એકસાથે અનેક પતંગિયાંઓ ઊતરી આવ્યાં હોય તેવી મસ્તી હતી, તેના ગુલાબી હોઠ ગુલાબનું અભિમાન તોડવા સક્ષમ હતા! પાણીની છાલકોથી ભીંજાઈ ચૂકેલા તેના દેહની સુંદરતા એટલી તો આકર્ષક હતી કે કોઈ ઋષિના મનને ડગાવી નાખે! અત્યાર સુધી સેંકડો મૂર્તિઓની સુંદરતાને કાગળ પર ઉતારી દેનારા મયંક પાસે આ જીવતીજાગતી સુંદરતાને વખાણવા માટેના શબ્દો ખૂટી પડેલા!
‘મયંક ઓ મયંક, અહીં આવને…’ માનસીએ નદી પરથી દૃષ્ટિ હટાવ્યા વિના જ બૂમ પાડી દીધેલી.
ઝબકી ઊઠેલા મયંકને ખ્યાલ આવ્યો કે, પોતે ક્યારનો એકીટશે માનસીને જ નીરખી રહ્યો હતો! તે બોલ્યો, ‘ના હવે નીકળવું જોઈએ, નહીં તો બહુ મોડું થઈ જશે! ’ પરંતુ આજે માનસીની અંદરની અલ્લડ અને તોફાની છોકરી જાગી ચૂકી હતી.
એક તો પૂરબહારમાં ખીલેલી કુદરત અને બીજી તરફ હિલોળા લેતું યૌવન બેયના સંગમથી સર્જાયેલી આ ક્ષણો કંઇક નવીન સર્જવા સક્ષમ હતી! માનસીની જીદથી પીગળેલો મયંક થોડાં ડગલાં ચાલીને તેની નજીક આવ્યો, અને એ સાથે જ નીચે ઝૂકીને માનસીએ ખોબામાં પાણી ભરીને મયંક પર છાંટી દીધું! આખરે મયંક પણ સત્યાવીસે પહોંચેલો પુરુષ હતો, તે નદીમાં ઊતર્યો અને બેય હાથ પકડીને માનસીને પોતાની પાસે ખેંચી લીધી.
મયંક અને માનસી મંદિરમાં હાજર નહોતાં અને સાધુ તો સવારે મોહકની તબિયતમાં સુધારો થયો પછી તરત ચાલ્યા ગયેલા! ઘણા દિવસથી આવો જ અવસર ગોતતો સાવન હવે જરાય વિલંબ કરવા નહોતો માગતો. તેણે તરત જ માહીને કહ્યું, ‘તું નકશો લઈને મંદિરમાં પહોંચી જા અને તેમાં દેખાડેલી નિશાનીઓ ગોતવા લાગ. હું મોહકને લઈને આવું જ છું.’
‘પણ મોહકના શરીરમાં હજુ ઘણી અશક્તિ છે, તેને આરામની જરૂર.. ’
‘માહી આ કોઈ રમત નથી. આપણે જો જીવવું હોય તો ખજાનો ગોતવો જ પડશે અને આજે મળ્યો છે, તેવો મોકો ફરી ક્યારે મળશે તેની આપણને ખબર નથી! માટે જ કહું છું એમ કર અને જલદી કામે લાગી જા.’ સાવને આદેશ આપ્યો.
દસેક મિનિટ પછી તે ત્રણેય પોતપોતાનાં કામમાં લાગી ગયાં હતાં. મોહકના હાથમાં માનસીની ડ્રોઈંગ બુક હતી, જેમાંથી તે નકશામાં રહેલી નિશાનીઓ ગોતીને સાવનને તે મંદિરમાં કઈ જગ્યાએ આવેલી હશે, તે જણાવી રહ્યો હતો. એક પછી એક નિશાનીઓ ગોતાતી જતી હતી. માહી ચૂલામાંથી કોલસો લઈ આવેલી, તેના વડે તે દરેક નિશાનીની આસપાસ ગોળ વર્તુળ દોરી નાખતી હતી. માનસીની ડ્રોઈંગ બુકની મદદથી તેમણે એકાદ કલાકમાં જ નકશામાં જણાવેલી પાંચેય નિશાનીઓ ગોતી લીધેલી! }(ક્રમશ:)

મીરાં ત્રિવેદી 73માં યશ ચોપરાએ સ્વતંત્ર રીતે યશરાજ બેનરની શરૂઆત કરી અને તેની પહેલી જ હિટ ફિલ્મ ‘દાગ’માં સાહિરે તેમના માટે ગીતો લખ્યાં હતાં. ‘દાગ’ના શૂટિંગ દરમિયાન યશ ચોપરાએ શાયર સાહિર લુધિયાવનીએ ‘કભી કભી’ નઝમ વાંચી. તેમણે સાહિર અને અમૃતાને નજરમાં રાખીને ‘કભી કભી’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.
27મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શન’ના બેનર નિર્મિત હિંદી ફિલ્મ ‘કભી કભી’ કલ્ટ ફિલ્મ ગણાય છે. આ ફિલ્મમાં જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાને અંજલિ મલ્હોત્રાની, અદભુત અભિનેતા અમિતાભ બચ્ચને અમિત મલ્હોત્રા, શશિ કપૂરે આર્કિટેક્ટ વિજય ખન્ના, રાખી ગુલઝારે કોલેજિયન ક્લાસમેટ પૂજાની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત ઋષિ કપૂર, નીતુ સિંહ અને સિમી ગરેવાલ, પરીક્ષિત સહાની, દેવેન વર્મા, ઇફ્તેખાર સહિતના કલાકારોએ અભિનય કર્યો હતો.
ફિલ્મ ‘દીવાર’ પછી અમિતાભ અને શશિ કપૂર સાથે ફિલ્મ મેકર યશ ચોપરાએ બીજી ‘કભી કભી’નું દિગ્દર્શન કર્યુ હતું. ફિલ્મને સુપરડુપર હિટ બનાવવામાં સૌથી મોટો ફાળો સંગીતકાર ખય્યામ અને ગીતકાર સાહિર લુધિયાનવીનાં દસ ગીતોનો હતો. સંગીતકાર ખય્યામે આ ફિલ્મનો કર્ણપ્રિય સાઉન્ડ ટ્રેક બનાવ્યો. ‘કભી કભી’ મૂળ વાર્તા યશ ચોપરાનાં પત્ની પામેલા ચોપરાએ લખી હતી અને પટકથા સાગર સરહદીએ લખી હતી. વહીદા રહેમાન, અમિતાભ બચ્ચન, શશિ કપૂર અને રાખીએ ‘કભી કભી’ની રજૂઆતના બે વર્ષ પછી યશ ચોપરાની ફિલ્મ, ‘ત્રિશુલ’માં સાથે કામ કર્યું.
ચાર દાયકા કરતાં વધારે સમય પહેલાં આ ફિલ્મે અંદાજિત ચાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 1976ની સાલમાં સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મોમાં ‘કભી કભી’ આઠમા ક્રમે રહી. આ ફિલ્મને એ વર્ષે સર્વશ્રેષ્ઠ સંગીતકાર ખય્યામ, સર્વશ્રેષ્ઠ ગીતકાર સાહિર લુધિયાનવી, સર્વશ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયક મુકેશને ટાઇટલ ટ્રેક ગાવા માટે (મરણોત્તર અને અંતિમ) એમ ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.
ગાયક કલાકાર મુકેશ અને લતા મંગેશકરે ગાયેલું યુગલ ગીત ‘કભી કભી મેરે દિલ મેં…’ રેડિયો સિલોન પર લોકપ્રિય રેડિયો શો ‘બિનાકા ગીતમાલા’ની 1976ની વાર્ષિક યાદીમાં ટોચ પર હતું.
કુલ દસ ગીતોમાંનું એક ગીત ‘સુર્ખ જોડે કી યે જગમગાહટ… (સાદા ચિડિયા દા ચંબા વે…)’ લતા મંગેશકર, યશ ચોપરાનાં પત્ની પામેલા ચોપરા અને ફિલ્મનાં સંગીતકાર ખય્યામનાં પત્ની જગજીત કૌરે સાથે મળીને ગાયું હતું.
એંગ્રી યંગમેનની ઇમેજ સ્થાપિત કરનારા અમિતાભ બચ્ચન ‘કભી કભી’માં સંવદેનશીલ કવિના સ્વરૂપે દેખા દીધી ત્યારે સંપૂર્ણ ફિલ્મ જગતને અને દર્શકોને બધાને નવાઇ લાગી. કવિની ભૂમિકા સૌથી નોખી ભાત લઇને આવી. સુંદર મજાનો પ્રણય ત્રિકોણ ધરાવતી ‘કભી કભી’ પછી અમિતાભે ફરી ક્યારેય કોઇ ફિલ્મમાં કવિની ભૂમિકા ભજવી નથી. એંગ્રી યંગમેનની છબિમાંથી અમિતાભને બહાર કાઢીને મૃદુભાષી સૌમ્ય કવિ બનાવવાનો આત્મવિશ્વાસ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાનો હતો.
ફિલ્મ કભી કભી એ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મફેર એવોર્ડમાં તેને કુલ 13 નોમિનેશન્સ મળ્યાં હતાં.
‘કભી કભી’માં એક પેઢી અને તેમની બીજી પેઢી વચ્ચેના લાગણીના તાણાવાણાને સુંદર રીતે કચકડે કંડારવામાં આવ્યા હતા. એમાં ભૂતકાળના પ્રેમ અને વર્તમાન સંબંધોની અટપટી વાતો ચટપટી રીતે ગૂંથવામાં આવી હતી. સંગીતકાર ખય્યામ અને ગીતકાર સાહિર લુધિયાનવીને બે પેઢીઓનું મોકળુ મેદાન મળ્યું હતું.
‘કભી કભી’માં પહેલી પેઢીના પ્રેમીઓ મૃદુતાભર્યાં ગીતો ગાય છે તો બીજી પેઢીના પાગલ પ્રેમીઓ ખૂબ ધમાલ સાથે ગીતો ગાય છે. ગીતકાર સાહિર લુધિયાનવીએ `કભી કભી’માં ફક્ત ગીત નહીં, પણ શુદ્ધ કવિતા લખી હતી. રોમેન્ટિક ફિલ્મનાં અર્થસભર, મર્મસ્પર્શી ગીતોએ ફિલ્મને વધુ જીવંત તો બનાવી હતી, સાથોસાથ વાર્તાને પણ અનોખો આયામ આપ્યો હતો. ખય્યામે ફિલ્મની વાર્તા અને પાત્રોનાં મિજાજને ધ્યાનમાં રાખીને અલગ- અલગ પ્રકારનું સંગીત પીરસ્યું હતું.
યશજીએ ગીતકાર સાહિરના પોતાના અધૂરા પ્રેમનો આધાર લઈને પોતાની ફિલ્મના શાયર અમિત મલ્હોત્રાના પાત્રનું સર્જન કર્યું હતું. ફિલ્મનું ટાઇટલ સોંગ `કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...’ સાહિરની એક કવિતા પરથી બન્યું હતું.
ઉદૂર્ના અવ્વલ દરજ્જાના શાયર સાહિર લુધિયાનવી 25 વર્ષના હતા ત્યારે તેમની ગઝલો નઝમનો પહેલો સંગ્રહ `તલ્ખિયાં’ પ્રકાશિત થયો હતો. એમાંની એક નઝમ `કભી કભી’ હતી.
એ જ અરસામાં એક મુશાયરામાં સાહિર પંજાબી કવયિત્રી લેખિકા અમૃતા પ્રીતમને મળ્યા હતા. ત્યાંથી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. જોકે, આમાંથી ક્યારેય પછી પ્રેમનું વટવૃક્ષ ન ખીલી શક્યું. સાહિરની મુલાકાત અમૃતા પ્રીતમ સાથે થઇ એ અગાઉ એમણે ‘કભી કભી’ નઝમ લખી હતી કે અમૃતાના પ્રેમમાં ચકચૂર હતા ત્યારે આ નઝમ લખી હતી એ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પરંતુ એમાં પ્રેમમાં નિરાશા અને એકલતા ભાવ સ્પષ્ટપણે વરતાય એવો છે. તે અમૃતા સાથેના રોમાન્સમાં નિયમિત દેખાતો હતો.

‘કભી કભી’ની વાર્તા સાહિર-અમૃતાને મળતી આવતી હતી, પણ તેમાં યશ ચોપરાએ અન્ય કાલ્પનિક પ્રસંગો ઉમેરીને ફિલ્મને મનોરંજક બનાવી હતી. વાર્તામાં સાહિરની કવિતા ‘કભી કભી’ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં ‘કભી કભી...’ ગીત ત્રણ વાર આવે છે; પહેલી વાર મુકેશના અવાજમાં, બીજી વાર મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં અને ત્રીજી વાર અમિતાભના મોંએ સંવાદ તરીકે ‘કભી કભી’ નઝમ સાંભળી શકાય છે.
ફિલ્મ ‘કભી કભી’ પર સાહિરનો જબરદસ્ત પ્રભાવ છે. ફિલ્મ વખતે સાહિર તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દારૂની દુનિયામાં ખોવાઇ ગયા હતા. સિને જગતમાં અને ફિલ્મી દુનિયાના લોકો સાથે તેમને જાતભાતના સમાધાનો કરવા પડતા, એ તેમના સ્વભાવની વિરુદ્ધ હતું. તેમને નિરાશાએ ઘેરી લીધા હતા અને આ જ ભાવ તેમણે ‘કભી કભી મેરે દિલ મેં...’માં વ્યક્ત કર્યો હતો. }

દેશ-વિદેશ:વડાપ્રધાનની અમેરિકા મુલાકાતથી ભારતને શું મળ્યું?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-did-india-gain-from-the-prime-ministers-visit-to-america-134522307.html
ડૉ. જય નારાયણ વ્યાસ રતના વડાપ્રધાનની અમેરિકાયાત્રા અંગે વિદેશી મીડિયામાં અને ખાસ કરીને અમેરિકન મીડિયામાં આ મુલાકાત અંગે શું છપાયું છે?
જાણીતી સમાચાર સંસ્થા લખે છે કે, નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે 2030 સુધીમાં દ્વિપક્ષી વ્યાપાર બમણો કરી પાંચસો અબજ ડૉલર કરવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક પર ચર્ચા કરી. આ બંને વચ્ચેની ચર્ચાઓમાં કેટલાક અગત્યના સેક્ટર જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમીકન્ડક્ટર અને સ્ટ્રેટેજિક મિનરલ વગેરેનો સમાવેશ થાય.
જોકે અસોસિએટેડ પ્રેસ દ્વારા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે ભારતની ઊંચી આયાત ડ્યૂટીની ટીકા કરી અને ભારતની આયાત ડ્યૂટીને ‘વેરી અનફેર’ એટલે કે અત્યંત અન્યાયકર્તા ગણાવી પોતે ભારતીય આયાતો ઉપર ટેરિફ નાખવાના વલણને મક્કમતાથી વળગી રહેશે એમ કહ્યું.
એક ન્યૂઝ ચેનલના મત મુજબ ટ્રમ્પને વળગેલું આ ટેરિફનું ભૂત વિકાસશીલ દેશોને નુકસાનકારક પુરવાર થશે જેમાં ભારત, બ્રાઝિલ, વિયેતનામ, સાઉથ ઇસ્ટ એશિયન દેશો અને આફ્રિકન દેશોનો સમાવેશ કરી શકાય.
આમાંના ઘણા દેશો અમેરિકન આયાતો ઉપર ટેરિફના ઊંચા દર ધરાવે છે. દા. ત. 2022માં ભારતમાંથી થતી આયાત ઉપર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર ત્રણ ટકા હતો, જ્યારે ભારતનો અમેરિકામાંથી થતી આયાત ઉપર સરેરાશ આયાત દર સાડા નવ ટકા જેટલો હતો એવું વિશ્વબૅન્કના આંકડા કહે છે. કદાચ એટલે જ ટ્રમ્પ ભારતથી થતી આયાત પર સાડા નવથી દસ ટકા ટેરિફ નાખવા માગે છે.
એક ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકા ભારત સાથે મિલિટરી સંબંધો મજબૂત કરવા માગે છે. જેમાં શક્યતઃ 10 વર્ષના સંરક્ષણ સહકાર પ્લાન હેઠળ કરવામાં ‘એફ-૩૫ ફાઇટર જેટ’ના વેચાણનો સમાવેશ થાય છે. આ દરખાસ્ત અમેરિકાની ઇન્ડોપેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી વગને રોકવાની વ્યૂહરચનાનો ભાગ છે. એએફપી અનુસાર, ‘નાટકબાજી’ ઘણી થઈ પણ ટ્રેડ ફ્રિક્શન ઘટાડવાના મુદ્દે કોઈ નક્કર કામગીરી ટૂંકાગાળામાં થાય તેવું લાગતું નથી.
ગેરકાયદેસર ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓ આ ચર્ચામાં મહત્ત્વના મુદ્દાઓ તરીકે ઊપસ્યા. મોદીએ ખાતરી આપી કે, ભારત અમેરિકામાં રહેતા પોતાના નાગરિકોને પાછા સ્વીકારી લેવા તૈયાર છે અને અમેરિકા તેમજ ભારતના સંયુક્ત પ્રયાસો થકી હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક તોડી પાડવું જોઈએ એમ તેઓ માને છે. બંને નેતાઓએ લઘુમતીના અધિકારો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળ્યું હતું અને લોકશાહી મૂલ્યો અને અખબારી સ્વાતંત્ર્યતાના મુદ્દાઓ પણ નજરઅંદાજ કર્યા હતા.
બ્લુમબર્ગ અને વૉશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર ભારત અમેરિકા પાસેથી ગૅસ અને ક્રૂડ ઑઇલની આયાત વધારે તેવું અમેરિકા ઈચ્છે છે જેથી બંને દેશો વચ્ચેનું વ્યાપાર સંતુલન જળવાય અને ટ્રમ્પ એનો ભારતીય આયાતો ઉપર ટેરિફ નાખવાનો વિચાર માંડી વાળે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વૉશિંગ્ટન ખાતે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકા પાસેથી પંદર અબજ ડૉલરની કિંમતની ઊર્જા ખરીદી હતી, જે 25 અબજ ડૉલર સુધી જઈ શકે તેવી ઊજળી શક્યતાઓ છે. તેનાથી અમેરિકા અને ભારત વચ્ચેની વ્યાપાર ખાધ ઘટશે.
અહીં હું કહેવા માગું છું કે, અંતરને કારણે રશિયા અથવા ગલ્ફ કે ઇરાન પાસેથી આ આયાત ઘણી સસ્તી પડે, કારણ કે, ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઓછી આવે. અમેરિકા પાસેથી વધુ આયાત કરી વ્યાપારખાધ ઘટાડવાનું પગલું આત્મઘાતી છે. એનાથી આ બંને પ્રોડક્ટ આપણને મોંઘી પડશે. એને કા૨ણે રશિયા પાસેથી આપણે ક્રૂડઑઇલ અને ગૅસ, શસ્રો આયાત નહીં કરીએ એટલે રશિયા સાથેના આપણા સંબંધો બગડશે.
દુનિયામાં ભારત શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર છે અને એની ક્રૂડ ઑઇલ તેમજ ગૅસની જરૂરિયાતના 80 ટકાથી વધુ આયાતથી પૂરા થાય છે. ટ્રમ્પની આ બંને દરખાસ્ત ભારત માટે કેટલી ઘાતક છે એનો ખ્યાલ આના ઉપરથી આવી શકે.
‘સેન્ટર ફોર ડબ્લ્યૂટીઓ સ્ટડીઝ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ’ના પૂર્વ વડા અભિજિત દાસે કહ્યું હતું કે ટ્રમ્પના મગજમાં ઘૂસી ગયેલા રેસીપ્રોકર ટેરિફ લૉજિકના મુદ્દાની સામે વળતા પ્રહાર તરીકે ભારતે પોતાની દરખાસ્ત પણ મૂકવી જોઈએ, ખાસ કરીને કૃષિવિષયક પેદાશો, જેમાં અમેરિકા ટેરિફ સિવાયનાં બીજાં ધારાધોરણો પણ મૂકે છે, જેને પરિણામે ભારત પોતાનાં કૃષિ ઉત્પાદનો અમેરિકામાં નિકાસ કરી શકતું નથી.
અમેરિકા તેના ફાર્મ સેક્ટરને ભારે સબસિડી આપે છે. ભારતે આ સબસીડીના મુદ્દાને આગળ મૂકી અમેરિકાની માગણીઓનો અસરકારક રીતે પ્રતિકાર કરવો જોઈએ.
ભારતીય સમાચાર જગતમાં વડાપ્રધાનની મુલાકાતને ખૂબ ઉષ્માભર્યો આવકાર અમેરિકા તરફથી આપવામાં આવ્યો એમ લખ્યું છે, જેને જાણીતી એક સમાચાર સંસ્થા માત્ર એક પ્રતીકરૂપ (સિમ્બોલિક) મુલાકાત ગણાવે છે. વેપાર અંગેના મતભેદોના મુદ્દે નગણ્ય કહી શકાય એવી પ્રગતિ આ ચર્ચાઓ દરમિયાન થઈ છે

ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર, ભારતમાંથી અમેરિકા જવા માટે વિઝાના કડક બનાવાયેલા નિયમો હળવા થાય, અમેરિકા અને ભારતના સંબંધો માત્ર વ્યાપારખાધ ઉપર જ આધારિત નથી તેવી સ્પષ્ટ વાત કહેવામાં આવે, અમેરિકા ભારતને લશ્કરી સરંજામ આપી ચીન વિરુદ્ધ ઊંટ તરીકે વાપરવા માગે છે તે સામે ભારત રશિયા અને ચીન સાથે પણ તટસ્થતાભર્યા, મૈત્રીપૂર્ણ સંબંધો રાખશે એ મુદ્દે સ્પષ્ટ વાત, ભારતના કૃષિ ઉત્પાદનોને કેમિકલ રેસીડ્યૂના અત્યંત કડક ધારાધોરણોના આધારે અમેરિકા દ્વારા ન અટકાવાય તેમજ પેલેસ્ટાઇન જેવા મુદ્દે વ્યવહારિક વલણ અપનાવી વિશ્વયુદ્ધનો ભડકો ન થાય તેવી પોતાની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર હતી. પરંતુ ઘણા વ્યૂહાત્મક મુદ્દાઓ ચૂકાઈ ગયા છે.
અમેરિકા બહુ ચતુરાઈપૂર્વક આ વખતે ક્વાડની શિખરવાર્તા ભારતમાં કરવા માગે છે અને એ રીતે ભારત-ચીન સંબંધો વધુ વણસે તે રસ્તે ભારતને વાળવા માગે છે. અમેરિકાનો બ્રિક્સ સંગઠન સામેનો અણગમો હોવા છતાં ભારત એ સંગઠનનું સભ્ય છે અને રહેશે એ મુદ્દો પણ અગત્યનો છે.
અમેરિકાને જો યુરોપિયન યુનિયનના આગવા ચલણ યુરો સામે વાંધો ન હોય તો બ્રિક્સના ચલણ (જે અમલમાં આવે તેને ઘણી વાર છે) સામે પણ વાંધો ન હોવો જોઈએ. અમેરિકાએ બ્રિક્સના સભ્યો સામે ધમકીઓ નહીં ઉચ્ચારતા સહનશીલતા રાખવી જોઈએ આ વાત પણ સ્પષ્ટતાપૂર્વક કહેવાની જરૂર હતી.
ટ્રમ્પને હજુ સત્તાનાં સૂત્રો સંભાળ્યે માંડ ત્રણ અઠવાડિયાં થયાં છે, હજુ એનું તંત્ર પણ પૂરું ગોઠવાયું નથી ત્યારે બે દિવસની ભારતીય વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત એક પ્રતીકાત્મક મુલાકાતથી વધારે ગણી શકાય નહીં, ઊલટાનું ટ્રમ્પે મિત્રતાનું ગાણું ગાતાં ગાતાં પણ વ્યાપારખાધ પૂરવાની અને ટેરિફ નાખવાની વાત ચાલુ રાખીને એનો શસ્ત્ર-સરંજામ ભારતને વેચવાની અને ભારતને ચીન વિરુદ્ધની ધરીમાં ખેંચવાની પોતાની ચાલ સફળતાપૂર્વક ચાલી છે એમ કહી શકાય. }

સાપ્તાહિક ભવિષ્યફળ:ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ સમયની વૃષભ ચંદ્ર રાશિ અને શનિ-મંગળનો પરિવર્તન યોગ હાલમાં ગોચર ગ્રહ સ્થિતિમાં સંગઠનમાં ઉચ્ચ પદ અપાવે તેવા યોગ છે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-taurus-moon-sign-and-saturn-mars-transformation-yoga-at-the-time-of-birth-of-former-gujarat-chief-minister-vijay-rupani-are-currently-in-transit-and-are-likely-to-give-him-a-high-position-in-the-o-134516497.html
મેષ (અ. લ. ઈ.)
પૂરા ઉત્સાહથી કામ કરી શકશો. પ્રભાવ વધારવાની તક મળે. મનસૂબો બર આવે. દેવું કરીને ઘી ન પિવાય તે ધ્યાને રાખશો. વિદ્યાર્થીઓ માટે આનંદદાયક સપ્તાહ રહેશે. સંતાનસુખ પ્રાપ્ત થાય. શેરબજારથી લાભ થાય. આરોગ્ય સુધરે. વિદેશમાં રહેતા સ્વજનો સાથે ભેટો થાય. સંજોગોની માયાજાળથી ચેતવું. તા.25-26-27 આર્થિક લાભ. તા. 24 માનસિક ચિંતા.
વૃષભ (બ. વ. ઉ.)
વ્યવસાય વૃદ્ધિ થાય. સહયોગીઓનો સારો સાથ સહકાર મળે. નોકરિયાત વર્ગની પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક ક્ષેત્રે પ્રદાન થાય. દાંપત્યજીવનનું સુખ પ્રાપ્ત થાય. બિનજરૂરી વાદવિવાદથી દૂર રહેવું. માનસિક ચિંતા વધશે. આર્થિક સ્થિતિ ઉપરનીચે થયા કરે. વ્યાવહારિકતાથી કાર્ય પૂરું કરવું. તા. 23- 27-28 મિલન મુલાકાત ફળે. તા. 26 ગમગીની.
મિથુન (ક. છ. ઘ.)
કાયદાકીય દૃષ્ટિકોણ સામે રાખી મહત્ત્વના કાર્યમાં સફળતા મળશે. બુદ્ધિ અને આવડતની કસોટીમાં સફળ થવાશે. આર્થિક સંજોગો સુધરે. ભાગીદારીમાં ફાયદો થાય. બહારના સંપર્કોથી ફાયદો થાય. નિકાસ કાર્યમાં વૃદ્ધિ થાય. બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવાની તક મળે. તા. 23-24-25 મિલન-મુલાકાત. તા. 26 ગમગીની.
કર્ક (ડ. હ.)
પ્રતિસ્પર્ધિઓ સામે મનોબળ ટકાવી રાખી શકાશે. વિરોધીઓ ઉપર વર્ચસ્વ જમાવવાનો સારો મોકો મળે. નિર્ણયશક્તિ મજબૂત બને. આર્થિક સંજોગો સારા રહેશે. લેખનપ્રવૃત્તિ વધશે. જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનો પ્રસંગ બને. આશા નિરાશાનો અનુભવ થાય. સંબંધોમાં ભ્રમિત ન થવાય તેની કાળજી રાખવી. તા. 24-25-26 ઉત્સાહવર્ધક તા.27 થાક.
સિંહ (મ. ટ.)
સંબંધોમાં નવી દિશા ખૂલે. જોખમ ઉઠાવીને આગળ વધવાની પ્રેરણા મળે. આશાવાદી બની પોતાના કાર્ય પ્રત્યે લગાવ રાખવાથી સફળતા મળશે. નવી વ્યાવસાયિક શરૂઆત થાય. નોકરીમાં નવા સંજોગો ઊભા થાય. જીવનની કઠોરતા અને વ્યસ્તતા વચ્ચે પણ ભાવનાત્મકતાનો આસ્વાદ માણી શકશો. તા. 25-27-28 ભાગ્યબળ ખીલે. તા. 24 માંદગી.
કન્યા (પ. ઠ. ણ.)
પારસ્પરિક સંબંધો મજબૂત બને. પોતાના કાર્ય પ્રત્યે વફાદારી અને ઈમાનદારી રાખી શકાશે. આપના કાર્ય ક્ષેત્રમાં સહકર્મીનો સહયોગ ઉપયોગી સાબિત થાય. સંજોગો સામે ટક્કર લેવાની શક્તિ મળે. ટેન્ડર પ્રક્રિયા, લેખનકાર્ય, સામૂહિક નેતૃત્વમાં સફળતા મળે. આપના સ્વાસ્થ્યની સ્થિતિ બગડી શકે છે. તા.23-27-28 દ્રવ્યપ્રાપ્તિ તા. 24 આળસ.
તુલા (ર. ત.)
આશા ઉમંગ અને નવો દૃષ્ટિ કોણ આપને સફળતા અપાવશે ભૂતકાળની ભૂલોને વાગોળવાના બદલે સકારાત્મક દૃષ્ટિકોણથી ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. પ્રેમ સંબંધો વિકસે દિવાસોનોમ રાજવું કોઈને ખોટા વાયદા આપવા બેવફાઈ કરવી વગેરેથી દૂર રહી પોતાનામાં ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ છે. તા. 23-24-25 માન સન્માન. તા. 26 શરીર પીડા
વૃશ્ચિક (ન. ય.)
શાલીનતાપૂર્વક કાર્યકુશળતા સિદ્ધ કરી શકશો. નવા અવસર મળે. સંતાન સુખનો સંયોગ છે. નવા લોકો સાથે વ્યાપારિક મુલાકાત ગોઠવાય. જમીન, બિલ્ડર, કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બિઝનેસમેનોને ફાયદો થાય, તેમ છતાં મિલકતોના સોદામાં સાવધાની રાખવી. આરોગ્યમાં બેદરકારી ન રાખવી. તા. 25-26-01 પ્રગતિકારક. તા.23 નિરાશા.
ધન (ભ. ધ. ફ. ઢ.)
પાર્ટનરશિપથી પ્રગતિ થાય. નવો સંબંધ આપને નવી દિશા અને ઊર્જા પ્રદાન કરનારો નીવડે. વાણીની મીઠાશ અને આવડત આપના બગડેલા કામ સુધારશે. બગડેલી તબિયત સુધરે. આર્થિક સુખ વધે. નોકરીમાં સારા સંજોગોનું નિર્માણ થાય. આવેગો કાબૂમાં રાખવા. કાર્ય અને યોજનાઓ સારી રીતે પાર પડશો. તા. 23-27-28 આનંદપ્રાપ્તિ. તા.25 કકળાટ.
મકર (ખ. જ.)
ખટપટો અને વધારાનાં જોખમ લેવાથી બચવું. પૂરી મહેનત અને આત્મવિશ્વાસથી પોતાના રૂટિન કાર્યમાં પ્રગતિશીલ રહેવું. સંતાનને સોંપેલા કારભારથી સંતુષ્ટિ અનુભવાય. નવા દૃષ્ટિકોણ આપને ફાયદો કરાવે. દાંત અને આંખની નબળાઈ રહેવા સંભવ છે. વિદ્યાર્થીઓને સફળતા મળે. તા. 26-27-28 સફળતા. તા.24 પીછેહઠ.
કુંભ (ગ. શ. સ.)
માનસિક સ્વચ્છતા, મજબૂત મનોબળ, ભરપૂર ઊર્જા અને ઉત્સાહથી કાર્યશીલ રહેશો. પ્રવાસ કરવાની ઈચ્છા થાય અને તેમાં ફળીભૂત પણ થવાય. ધનવૃદ્ધિ થાય અને માન સન્માન પ્રાપ્ત થાય. કટાક્ષયુક્ત વાણી અને ક્રોધ ઉપર સંયમ રાખવો. ઉચ્ચ અધિકારી સાથેના સંબંધ તેમજ વ્યવહારમાં સાચવવું. તા. 23-27-28 પ્રેરણાદાયક છે. તા. 26 હતોત્સાહ ઉદ્ભવે.
મીન (દ. ચ. ઝ. થ.)

દરેક ક્ષણને સારી રીતે જીવવાની ઈચ્છા રહે. જીવનસાથીનો પૂરો સહકાર મળી રહે. આત્મવિશ્વાસ વધે. મૂલ્ય અને સિદ્ધાંતોને અવગણીને કંઈક મેળવી લેવાની લાલસા જાગે. વિદેશ જવાનો કોઈ મોકો પ્રાપ્ત થાય. આકસ્મિક ધનલાભ થઇ શકે. તા. 25-26-27 પરાક્રમમાં વૃદ્ધિ. તા. 28 અનિર્ણાયકતા.
અસ્તિત્વની અટારીએથી:માણસનું મન: જીવ અને શિવનું પ્રયાગ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-human-mind-the-soul-and-the-prayer-of-shiva-134522311.html
ભાગ્યેશ જહા ત્સવ આવે એટલે મન એની તૈયારી કરે. ઉત્સવની કોઈ ક્રિયા કે પૂજા કે કથા વિશે બહુ ચર્ચા કર્યા સિવાય આ ઉત્સવનું એવું અગત્યનું તત્ત્વ કયું છે જેનાથી આપણી પોતાની જીવન કે વિશ્વ વિષયની સમજ વધુ પરિપક્વ બને. મજા આવે! ઉત્સવનું મૂળ તત્ત્વ પકડવાની જાગૃતિ-જિજ્ઞાસા રહે છે.
મસૂરીથી કે દાર્જિલિંગથી જતા હોઈએ ત્યારે હિમાલયના કોઇ શિખરનું દર્શન થાય ત્યારે મન પ્રફુલ્લિત થઇ ઊઠે એવી પ્રફુલ્લિતા શિવરાત્રિ આજે છે એવા વિચારથી ઉદભવે છે. ક્ષિતિજને પેલે પારથી ડમરુનો અવાજ આવે છે, પ્રયાગરાજમાં ઊભા હોઈએ અને પગમાં ખળખળ વહેતી ગંગાનો શીતળ સ્પર્શ થાય ત્યારે હિમાલયથી કયો ભીનો સંદેશ આવ્યો છે લાગણી થઈ આવે છે.
કોઈ નૃત્યનો થડકાર હોય એ રીતે પવન ઊડતો ઊડતો મનમસ્તિષ્કને સ્પર્શે છે ત્યારે તાંડવ જોવા માટે આંખો સાવ અલગ પ્રકારની જાગૃતિ અનુભવે છે. સનાતનનો સ્વીકાર છે કે આદિગુરુ શિવ કે આદિયોગી શિવ સનાતન છે, આજે પણ ગંગા અને ચંદ્ર અને નંદી અને નાગ અને સદાય જાગતો હિમાલય શિવસામીપ્યનો અનુભવ કરાવે છે.
હું 2025ના વિશ્વ નાગરિક તરીકે જ્યારે શિવનું ધ્યાન ધરું છું ત્યારે મારે મન આદિયોગી અને નટરાજ બંને એકસાથે ક્ષિતિજોને ખોલે છે. ન્યૂરોસાયન્ટિસ્ટ ડોક્ટર ડેનિયલ આમેન અને શંકરાચાર્ય એકસાથે પ્રગટ થાય છે. જેમ જેમ વૈજ્ઞાનિક શોધો થતી જાય છે, તેમ તેમ મનનું રહસ્ય સમજાતું જાય છે. ડૉ. ડેનિયલે એક પુસ્તક લખ્યું છે, ‘એન્ડ ઓફ મેન્ટલ ઇલનેસ (2020). તેમણે શિવસંકલ્પનો પડઘો પાડતા જણાવ્યું છે કે મેન્ટલ ઇલનેસની જંજાળમાંથી છૂટવા માટે બ્રેન વેલનેસ કે માઇન્ડફુલનેસ જેવી સકારાત્મક જીવન શૈલી બહુ મોટું પરિણામ આપી શકે છે. અહીં વેદનો મંત્ર બહુ જ કામમાં આવે છે, तन्मे मन: शिवसंकल्पमस्तु। આ મનને શિવ તત્ત્વથી ભરી દેવાથી, શિવમય થવાથી એક પ્રકારની હળવાશ અને ક્ષિતિજ આંબતી આંતરદૃષ્ટિનો વિકાસ થાય છે.
નવરાત્રિમાં જ્યારે આપણે ગાઈએ છીએ ‘નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન…’. એટલે એ પૂજાની જે વિધિ હોય કે દરેકની શ્રદ્ધા પ્રમાણે મંદિર જાય છે એ બધું બરાબર! પણ મનથી શિવત્વની આરાધના કરવી એટલે હિમાલય સાથે ઓળખાણ કેળવવી, ગંગાના પવિત્ર જળમાંથી દેવવ્રત ભીષ્મનો અવાજ સાંભળવો, સમુદ્રમંથનમાંથી મળેલા ઝેરને પીવું અને કંઠ પાસે અટકાવવું, નૃત્યમાં કે ભક્તિમાં એવા રમમાણ થઈ જવાનું કે ગ્રહ નક્ષત્ર તારા તમારી આસપાસ ફરતા હોય એવું બ્રહ્માંડભર્યું તમારું અસ્તિત્વ સંગીત અને નાદથી છલકતું હોય.
શંકરાચાર્યે માનવજાતને એક નાની સ્તોત્ર-કવિતા ‘શિવમાનસ પૂજા’ દ્વારા જાણે કે જાગૃતિ માટેનો નવો જ અધ્યાય પ્રારંભ્યો છે. કવિ કહે છે, ‘તમે મારામાં આત્મા છો, (आत्मास्त्वम्), મારી બુદ્ધિ પાર્વતી છે, શરીર જાણે કે એક તમારું જ ઘર છે, મારો બધો વાણીવ્યવહાર વાઙ્ગ્મય પ્રાર્થના બની રહો, મારું બધું હલનચલન હાવભાવ શિવમય હો, જે કંઇ કરું તે તમારું જ આરાધન બની રહો.’ આ માનસિકતા વિકસાવી શકીએ તો ઇશ્વરના અસ્તિત્ત્વનો સૂક્ષ્મ અથવા ગહન અણસાર કે ભણકાર અનુભવી શકાય એવી સંવેદનાનું જંતર વિકસે.
કવિ કહે છે, ‘હું તમારું આ આરાધન કરું છું એનાથી મારી વાણી પવિત્ર થઈ રહી છે.’ ખરેખર તો શિવનું જે અદભુત અને અવધૂત રૂપ છે એમાં કશી સૌંદર્ય વિભાવનાથી સ્તોત્ર લખવું ખૂબ અઘરું છે, પણ કવિ તરીકે પુષ્પદંત એક એવો ઉપાલંભ કરી દે છે, ‘કુતર્કથી જીવનારા મૂર્ખ લોકો તમારી વાત તમારી આ વિભૂતિ સમજી નહીં શકે.’ આદિ અનાદિ હોવાના લીધે अजन्मानो જેવો શબ્દ વાપરીને ભગવાન શિવને બ્રહ્માંડની વિશાળતામાં સમાવી દે છે અને જે શ્લોકનો ઉલ્લેખ સ્વામી વિવેકાનંદે એમના ઐતિહાસિક પ્રવચનમાં ઉલ્લેખેલો તે સાતમો શ્લોક ભારતનાં બધાં દર્શનો છેલ્લે તો એક બ્રહ્મ તત્ત્વની શોધ અને ઉપાસના કરે તે સહજ વૈવિધ્ય છે.
હિમાલયની દિવ્ય ક્ષિતિજોને અજવાળતા શિવની આ વર્ણાનુપ્રાસ સ્તુતિ સાંભળવા જેવી છે, ‘प्रभिन्ने प्रस्थाने परमिदमदं पथ्यमिति च…’ નામ ગમે તે આપીએ, પણ છેલ્લે તો એવું તત્ત્વજે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય અને વિશાળ તો બ્રહ્માંડ જેટલું હોય, આવા પરમ તત્ત્વને શોધવા, નીરખવા, પામવા અડધી રાતે આકાશની કોઇ ગહન ગુફા તરફ વાણીને વહેતી કરીએ તો કેવું? }

સફર:પ્લેનની સફરમાં આરામથી ઊંઘી શકાય?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/can-you-sleep-comfortably-on-a-plane-trip-134522337.html
નિતુલ ગજ્જર પ્લેનમાં પ્રવાસ કરવો એ હવે આપણે ત્યાં સામાન્ય બાબત છે. સમય બચાવવા ઘણા લોકો પ્લેનમાં પ્રવાસ કરવાનો વિકલ્પ પસંદ કરે છે. ભારતમાં તો હવે ટ્રેનની ટિકિટનો ભાવ પણ લગભગ પ્લેન જેટલો જ થઈ ગયો છે, માટે પ્લેનમાં પ્રવાસ કરવા વાળો વર્ગ પણ વિસ્તરતો જાય છે. જોકે પ્લેનમાં પ્રવાસ દરમિયાન તમારી સફર આરામદાયક નીવડે તેવી સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે.
જો તમે પ્લેનના ઈકોનોમી ક્લાસમાં સફર કરી રહ્યા છો તો આરામના નામે તમારે ભાગે માત્ર suffer(સહન) કરવાનો જ વારો આવશે. બજેટ હોય અને તમે બિઝનેસ ક્લાસની ટિકિટ ખરીદી પ્રવાસ કરી શકો તો વાત જુદી છે, પણ ડોમેસ્ટિક ફ્લાઈટમાં તો બિઝનેસ ક્લાસનો વિકલ્પ પણ મર્યાદિત એરલાઈન્સ જ આપે છે.
પ્લેનમાં આરામથી ઊંઘી શકાય એ માટેની ખાસ ટ્રિક
પ્લેનનો પ્રવાસ આરામદાયક નીવડે એ માટે ઘણા લોકો પોતાની સાથે ડોકને અને સાથળને આરામ આપી શકે તેવા ખાસ ઓશીકાં રાખતાં હોય છે. પણ તેમ છતાં પ્લેનના પ્રવાસ દરમિયાન નિરાંતે ઊંઘવાનું તેમના નસીબમાં હોતું જ નથી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કેટલાક વિડીયોમાં પ્લેનમાં આરામથી ઊંઘી શકાય એ માટેની ખાસ ટ્રિક જોવા મળી છે. જેમાં મુસાફરે પોતાના પગ વાળી સીટના છેડે ટેકવી દેવાના હોય છે અને બાદમાં પગ પણ ભેગા બંધાઇ જાય એ રીતે સીટ બેલ્ટ પહેરી લેવાનો જેથી કરીને મુસાફર પોતાનું માથું બંને ઘૂંટણ વચ્ચે મૂકી નિરાંતે નીંદર માણી શકે.
સીટ બેલ્ટ પહેરવાની આ ટ્રિકના ઘણા લોકોએ વખાણ કર્યા છે, તો કેટલાક ઈન્ફ્લુએન્સર દ્વારા તો આ રીતે સીટ બેલ્ટ પહેરવાના ફાયદા દર્શાવતા વિડીયો પણ જાહેર કર્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સેંકડો વિડીયોમાં મુસાફરો તેમના ઘૂંટણને છાતી સુધી ખેંચીને સીટની ધાર પર પગ ગોઠવી, તેમના પગ સીટ પરથી લપસી ન જાય એ રીતે તેમના પગની ઘૂંટીઓની આસપાસ સીટ બેલ્ટ બાંધે છે અને આરામથી સૂઈ જતા હોવાનું જોવા મળ્યું છે.
જોકે આ પ્રકારના કોઈપણ જાતના ગતકડાંને ફ્લાઈટ એટેન્ડન્ટ કે પછી સુરક્ષાકર્મી દ્વારા સ્વીકારવામાં આવતા નથી. 20 ફ્લાઈટના 55,000 કર્મચારીઓ જેમ સામેલ છે તેવા અમેરિકાના ‘એસોસિએશન ઓફ ફ્લાઇટ એટેન્ડન્ટ્સ’ના વડા સારા નેલ્સને આ પ્રકારની કોઈપણ હરકતને ખતરનાક ગણાવી છે. તેમણે કહ્યું કે, સીટ બેલ્ટ ખાસ ટર્બ્યુલન્સ અને અકસ્માત જેવી પરિસ્થિતિમાં યાત્રીને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેવામાં આ રીતે સીટ બેલ્ટ બાંધવો નુકસાનકારક તો છે જ સાથે સુરક્ષાના નિયમોનું ઉલંઘન પણ છે, માટે તે બંધ થવું જોઈએ.
સુરક્ષા ઉપરાંત શારીરિક રીતે પણ આ રીતે સીટ બેલ્ટ બાંધી કલાકો સુધી મુસાફરી કરવી નુકસાનકારક તો છે જ. પગને આ રીતે બાંધી રાખવા અને પછી સૂઈ જવું એક તો લોહીના પ્રવાહને રોકી રાખે છે, જેના કારણે પગમાં ખાલી ચડી શકે છે. ઉપરાંત આ રીતે લોહીનો પ્રવાહ રોકાઇ રહે તો ગાંઠ થવાની શક્યતાઓ પણ વધી જાય છે, જે લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ પ્લેનમાં જ્યારે ટર્બ્યુલન્સ અથવા તો અન્ય કોઈ કટોકટીની સ્થિતિ સર્જાય તો ઘૂંટણ અને માથું નજીક હોવાથી લાગવાના, સીટ પરથી પડી જવાના અને અન્ય ઘણી રીતે ઈજા પહોંચવાના ચાન્સ વધી જાય છે.
આરામદાયક ઊંઘ માટે શું કરી શકાય ?
તો પછી પ્લેનમાં પ્રવાસ કરતી વખતે ઊંઘ લેવા માટે શું કરી શકાય ? આમ તો ટૂંકા ગાળાની મુસાફરી વખતે ઊંઘવાની કોઈ ખાસ જરૂર પડતી નથી, પણ જ્યારે સફર લાંબી હોય ત્યારે આરામદાયક ઊંઘ મેળવવા આ ટિપ્સ અપનાવી જુઓ….
પ્લેનમાં સવાર થવાનું હોય ત્યારે હંમેશાં હળવાં કપડાં પહેરવાનું રાખો. તમને એ. સી. ન ફાવતું હોય તો ઓઢવાનું સાથે રાખી શકો પણ વધારે પડતાં ભારે કપડાં પહેર્યાં હોય ત્યારે ઊંઘ નથી આવતી, માટે સમજી વિચારીને પરિધાન પસંદ કરો.
જો તમારી હાઈટ વધુ હોય તો તમારે એક્સ્ટ્રા લેગરૂમ વાળી એટલે કે ઈમરજન્સી એક્ઝિટ નજીકની અથવા તો પાઈલટ કેબિન પાસેની સીટ પસંદ કરવી જોઈએ. જેથી તમને પગ મોકળા કરવાનો પૂરો અવકાશ મળી રહે અને ઊંઘ મેળવવામાં સરળતા રહે.
ઘણી ફ્લાઈટમાં ચા-કોફી અને શરાબ સર્વ કરવામાં આવે છે. જો પ્લેનમાં સૂવાનો ઈરાદો હોય તો આ પ્રકારના કોઈપણ પીણાનું સેવન ટાળો. ચા-કોફી, શરાબ વગેરેમાં કેફિન હોય છે, જે તમને જાગવા મજબૂર કરે છે.
તમારી ડોકને આરામથી ટેકવી શકો એ માટે હવે બજારમાં ઘણાં ઓશીકાં મળે છે. પ્લેનમાં સફર કરવાનું થાય તો ચેક-ઈન લગેજમાં એકાદ આવું ઓશીકું સાથે મૂકી રાખવું જોઈએ.
ખૂબ લાંબા ગાળાની આંતરાષ્ટ્રીય ફ્લાઈટ હોય ત્યારે તમને ઊંઘ ન આવતી હોય તો તમે પોતાનું બેડટાઈમ રૂટિન અનુસરી શકો છો. ઘણાને રાત્રે સૂતી પહેલા વાંચવાની, યૂટ્યૂબ જોવાની, મીઠાઈ ખાવાની વગેરે જેવી કોઈ ચોક્કસ કામ કરવાની ટેવ હોય છે. પ્લેનમાં પણ તમે આ ટેવને અનુસરી ઊંઘને આમંત્રિત કરી શકો છો.
હવે પ્લેનમાં પણ ડબલ ડેકર સીટ આવશે!

પ્લેનમાં પગ પહોળા કરવાની જગ્યા નથી હોતી એવી ફરિયાદ લગભગ દરેક મુસાફર કરે છે. જેના ઉપાયરૂપે એરબસ અને એવિએશન સ્ટાર્ટ-અપ ચેઈસ લોંગે ખાસ ડબલ ડેકર સીટ વિકસાવવાનો નિર્ણય લીધો છે. મૂળભૂત રૂપે કોલેજના વિદ્યાર્થીઓની આ શોધને હવે એરબસ દ્વારા પોતાની ફ્લાઈટમાં રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ડબલ ડેકર સીટમાં મુસાફરને ઉપરની અને નીચેની સીટમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળશે. જેમાં નીચેની સીટ પર બેસેલા મુસાફરોને ખાસ પગ લાંબા કરવા માટેનો અવકાશ મળશે. નોંધનીય છે કે આ પ્રકારે સીટ મૂકવાથી પ્લેનમાં જગ્યાનો વેડફાટ થતો નથી, જેથી એરલાઈન્સના સંચાલકોને આ આઈડિયા ખૂબ પસંદ પડશે. સોશિયલ મીડિયા પર પણ આ ડબલ ડેકર સીટને સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે ક્યારથી એરબસના પ્લેનમાં આ પ્રકારની સીટ જોવા મળશે એ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. }

સ્વરૂપ Says:અત્યંત પીડામાં પણ લોકો સહનશીલતા શોધી શકે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/people-can-find-tolerance-even-in-extreme-pain-134522317.html
સ્વરૂપ સંપટ શ્વપ્રસિદ્ધ મનોરોગ નિષ્ણાત વિક્ટર ફ્રેન્કલ માણસની માનસિકતા વિશેના તેમના વિચારો ખૂબ સાર્થક લાગે એવા છે. એ થિયરિસ્ટ ઉપરાંત ઇતિહાસના સમયના અંધકારમાં એ જીવ્યા હતા. એનાથી તેમણે જિંદગી કઇ રીતે બદલાય છે એવી આંતરસૂઝ મેળવી હતી. તેમણે લખેલું પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન ઉપરાંત માનવ-આત્માની નકલ છે.
ફ્રેન્કલ સહન કરતા તો શીખ્યા, સાથોસાથ તેઓ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પનો ભોગ બન્યા હતા, છતાં અકલ્પનીય આફતમાં પણ તેમણે જીવન જીવવાના અર્થ શોધ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ક્રૂરતાભરી જેલ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ્સ. જ્યાં લાખો લોકો ખાસ કરીને યહૂદીઓ, રાજકીય કેદીઓ, રોમન્સ તથા અન્ય કેદીઓને રાખવામાં આવતા. તેમના પર અત્યાચાર ગુજારાતો અને તેમને મારી નાખવામાં આવતા.
અહીં કેદીઓને અમાનવીય અત્યાચારો સહન કરવા પડતા. ભૂખ વેઠીને પણ મજૂરી કરવી પડતી. તેમના પર સતત હિંસા આચરવામાં આવતી. આ કેમ્પ્સ અત્યંત ખરાબ હતા. ત્યાં લોકોને ગેસ ચેમ્બરમાં મોકલીને મારી નાખવામાં આવતા અથવા તો તેમને કોઇ રોગ, કુપોષણ અને અત્યંત થકવી નાખે તેવી કામગીરી સોંપવામાં આવતી. વિક્ટર ફ્રેન્કલ આ તમામ ભયજનક સ્થિતિઓમાંથી પસાર થવા છતાં બચી ગયા હતા. તેમણે પોતાના અનુભવને આધારે એવી થિયરી વિકસાવી કે અત્યંત પીડામાં પણ લોકોને અકલ્પનીય સહનશીલતા શોધી શકે છે.
સર્વાઇવર બનતાં પહેલાં એ એક માર્ગદર્શક હતા. તેમણે જણાવ્યું કે આપણે તીવ્રતાથી કંઇ મેળવવા ઇચ્છીએ તેનો કોઇ અર્થ નથી. ખરેખર તો તેનો અર્થ એ છે કે આપણે ગમે તેટલી ખરાબ સ્થિતિમાં પણ કંઇક રચના કરીને મેળવીએ તે છે. આજના સમયમાં તેમની આ વાત ઘણા અંશે લાગુ પડે છે. વિશ્વમાં અનિશ્ચિતતા, પરિવર્તન અને સતત આવતી તકલીફો આપણી ક્ષમતાની કસોટી કરે છે. એવા સંજોગોમાં ફ્રેન્કલ આપણને માનસિક કેદમાંથી મુક્તિ મેળવવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.
ઓસ્ટ્રિયાના મનોરોગ નિષ્ણાત વિક્ટર ફ્રેન્કલ ત્રણ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ્સમાંથી બે વર્ષ સુધી રહીને પણ બચી ગયા. કઇ રીતે? ઓશ્વિત્ઝમાં 100,000 લોકોની નજર સામે તેમણે જીવન બદલી નાખતા સત્યને ઉઘાડું પાડ્યું. તેના કારણે કેટલાક કેદીઓ બચી ગયા જ્યારે કેટલાક અધમૂઆ થઇ ગયા હતા. માત્ર શારીરિક દૃષ્ટિએ જ નહીં, માનસિક રીતે પણ અધમૂઆ થઇ ગયા હતા.
ફ્રેન્કલની સફરની શરૂઆત 1942થી થાય છે. ત્યારે નાઝીઓએ તેમને થેરેસિએન્સ્ટાડ્ટ્યુમાં મોકલ્યા અને તે પછી ઓશ્વિત્ઝમાં. આ ભયાનક કેમ્પ્સમાં તેમણે અનોખી શોધ કરી કે આપણી સફળતા અને નબળાઇને સમજીને આપણે ફરીથી જીવનનો ઘાટ ઘડી શકીએ છીએ.
ફ્રેન્કલે કેમ્પ્સમાં અત્યંત ત્રાસજનક સ્થિતિમાં પણ નિરીક્ષણ કર્યું કે ચેતવણી આપે એવું કંઇક હતું. ઘણા કેદીઓ મુક્તિની આશાએ ચોક્કસ તારીખોની વાતો કરતા : ‘એલિસ આપણને 1 એપ્રિલ સુધીમાં બચાવી લેશે…’, ‘આપણે 15 મે સુધીમાં મુક્ત થઇ જઇશું…’ પરંતુ જ્યારે આ તારીખો પસાર થઇ ગઇ અને મુક્તિ ન મળી ત્યારે આ કેદીઓ ઝડપથી મૃત્યુ પામ્યા ભૂખ કે હિંસાને કારણે નહીં, પણ ન્યૂમોનિયા અથવા ટી.બી. જેવી બીમારીઓથી. કારણ? તેમનામાં જિજીવિષા જ મરી પરવારી હતી.
ફ્રેન્કલને કશુંક શક્તિશાળી હોવાનો ખ્યાલ આવ્યો. આપણું મન જ્યારે આશા છોડી દે છે, ત્યારે શરીર ભાંગી પડે છે. આ કેદીઓ શારીરિક શ્રમને કારણે નહોતા મર્યા, તેઓ તેમની જીવવાની આશા ગુમાવી દેવાને કારણે મર્યા હતા. ફ્રેન્કલે પોતાની આંતરસૂઝથી યુદ્ધ અને પીડાની પેલે પાર નજર રાખી. સૌથી મોટી જેલ ખરેખર શારીરિક કેદ નહીં, પણ માનસિક હોય છે અને પેલા કેદીઓની માફક આજે પણ ઘણા લોકો એ જ ભયાનક સવાલની કેદમાં સપડાયેલા હોય છે, ‘બધું યથાવત્ ક્યારે થશે?’
આપણે આ માનસિકતા વ્યવસાયો, જાતિઓ અને રાષ્ટ્રોમાં પણ જોઇ છે. આપણા જ દેશની હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ લઇએ. એક જમાનામાં એની બોલબાલા હતી. પછી અંગ્રેજોએ બનાવેલા કાપડથી માર્કેટ ભરાઇ ગયું. તેથી બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઘણા વણકરોના મનમાં સવાલ જાગ્યો કે લોકો હાથવણાટના કાપડ તરફ ક્યારે પાછા ફરશે? જોકે, જેમણે ગાંધીબાપુના ખાદી આંદોલન દરમિયાન ખાદીનાં કપડાં અપનાવ્યાં તેનાથી ખાદીનું વણાટકામ કરતા કારીગરોના જીવનને નવો અર્થ મળ્યો અને તેમને જીવનમાં પરિવર્તનની નવી તક મળી.
અત્યારે સૌથી મોટો પ્રશ્ન કયો છે? હવે અન્ય ગંભીર એવો થાય છે કે જો બધું પહેલાં જેવું કદી નહીં થાય તો? આ માનસિકતા રાહ જોવાને બદલે કાર્ય પર વધારે ભાર મૂકે છે. તે લોકોને જૂના માર્ગે વળગી ન રહેતા નવી તક તરફ દોરી જાય છે.

ભારતની ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે આ પેટર્ન જોઇ છે. જ્યારે આઇટી સેવાઓ પરંપરાગત વ્યવસાયોને અસર કરે, ત્યારે કેટલાક વિરોધ કરે છે, પણ જે લોકો થોડાઘણા અંશે તે અંગે જાણે છે તેઓ આને અપનાવીને બચી જાય છે. ઇ-કોમર્સથી નાના દુકાનદારો માટે ભય ઊભો થયો, ત્યારે ઘણાને ડર લાગતો હતો. એ વખતે ઘણાએ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન વેચાણ કરીને તેમના વ્યવસાયનું વિસ્તરણ કર્યું.
કોઇ પણ ચોક્કસ સ્થિતિની રાહ જોયા વિના તેમાંથી મુક્ત થવું જરૂરી છે. સૌથી સફળ લોકો અને વેપારીઓએ ચોક્કસ અથવા તો પરફેક્ટ સ્થિતિ આવે તેની રાહ નહોતી જોઇએ. તેના બદલે તેમણે તેમના સંજોગોનું મૂલ્યાંકન કર્યું. ફ્રેન્કલે જેલના કેદીઓને સહનશક્તિનો અર્થ આપવામાં મદદ કરી. એ બાબતનો સંદર્ભ અત્યારે પણ આપણે લાગુ પડે છે. ભલે કોઇ આફતમાંથી ઊભા થઇને નવી શરૂઆત કરવાની હોય, આફતો પછી જાતિઓનું પુન:ગઠન કરવાનું હોય કે વ્યક્તિગત રીતે કોઇ સમસ્યામાંથી બહાર આવવાનું હોય, જે રાહ નથી જોતા, પણ તેને સ્વીકારે છે, તેઓ બચી શકે છે.
તમારી સફળતા સંજોગોથી નક્કી નથી થતી. તે તમારી જાતને પૂછેલા પ્રશ્નોથી નક્કી થાય છે. સાચો સવાલ તો એ છે જે કોઇ ન જોઇ શકે તેવી તકને જોઇ શકે છે. આથી પાછા ફરવાની બાબતની રાહ જોવાને બદલે તમારી જાતને પ્રશ્ન પૂછો કે આ પરિવર્તનને કારણે કઇ નવી તક ઊભી થાય છે? આ માનસિકતા જ આફતને અવસરમાં ફેરવી દે છે. }

લલિત ખંભાયતા લભી રાજ્યનો વિસ્તાર 1600 કિલોમીટર અને રાજધાનીનો વિસ્તાર આઠ કિલોમીટર છે. લોકો ધનિક છે. સોએક કુટુંબો તો કરોડાધિપતિ છે. દૂરના દેશોની દુર્લભ અને મૂલ્યવાન વસ્તુઓનો અહીં મોટો સંગ્રહ છે. અહીં સો જેટલા સંઘારામ (બૌદ્ધ ભિક્ષુઓ માટેની ધર્મશાળા) છે જેમાં 6000 ભિક્ષુઓ રહે છે. તે હીનયાન સંપ્રદાયના છે. દેવમંદિરો પણ 100 જેટલાં છે. જેમાં જુદા જુદા સંપ્રદાયોની ઉપાસના થાય છે.’
આ વર્ણન વલભી સામ્રાજ્યનું છે, જે આજે શોધ્યેય મળતું નથી. વર્ણન લખનાર છે ચીની યાત્રી હ્યુએન સાંગ અને વર્ણન લખ્યું એ સમય છે ઈસવીસન 645નો. એટલે કે લગભગ 1400 વર્ષ પહેલાંનો.
પ્રાચીન ભારતની વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વલભી વગેરે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તક્ષશિલા અને નાલંદાના અવશેષો મળ્યા છે. એ બંનેને ઝાંખી પાડે એવી વલભી વિદ્યાપીઠ ક્યાં હતી?
વલભી વિદ્યાપીઠ જ્યાં હતી એ વલભીનગર ક્યાં હતું?
વલભી સામ્રાજ્ય ક્યાં ફેલાયેલું હતું?
એ સવાલોના જવાબો છે છતાં નથી!
છે એટલા માટે કે વલભી હતી એ વાત સૌ જાણે છે. ભૂતકાળમાં તેનાં નાનાં-મોટાં ઉત્ખનનો પણ થયાં છે. પરંતુ આજે જેમ ધોળાવીરા મળી આવ્યું કે લોથલનો સમગ્ર પ્રદેશ આપણે ચીંધી બતાવી શકીએ છીએ એવું વલભીમાં બનતું નથી. વલભી નામનું નગર ક્યાં હતું તેનો કોઈ ચોક્કસ જવાબ નથી.
દાયકાઓ સુધી વલભીની અવગણના કર્યા પછી પુરાતત્ત્વ ખાતાએ હવે ફરીથી ઉત્ખનન કાર્ય હાથ ધરવાનું નક્કી કર્યું છે. ઉત્ખન્ન આજના વલભીપુરમાં થશે. પરંતુ આજનું વલભીપુર એ પ્રાચીનકાળની વલભી નગરી પર જ ઊભું છે એવું હાલના તબક્કે તો કહી શકાય એમ નથી.
‘બાહુબલી’ ફિલ્મમાં માહિષ્મતી નગરી જોઈને આપણે અભિભૂત થઈએ છીએ, રોમનોના ઝૂલતા બગીચા આપણા મનને ઝુલાવે છે, જગતના સૌથી જૂના બંદર લોથલની આભામાંથી બહાર આવી શકતા નથી... પણ એ બધાં કરતાં ભવ્ય, પ્રમાણમાં નજીકના ઈતિહાસમાં અસ્તિત્વ ધરાવતી અને જ્યાં દુનિયાભરના વિદ્વાનો જ્ઞાન લેવા આવતા એ વલભી વિશે આપણું જ્ઞાન મર્યાદિત છે.
હ્યુએન વધુમાં વલભીના તત્કાલીન રાજવી ધ્રુવસેન બીજા વિશે લખે છે : ‘તે ઉત્સાહી છે પરંતુ ઉતાવળિયા સ્વભાવનો છે. તેનાં જ્ઞાન અને મુત્સદ્દીગીરી છીછરાં છે. દરેક વર્ષે તે એક મોટી પરિષદ બોલાવે છે અને સાત દિવસ સુધી દાનમાં કિંમતી રત્નોનું દાન કરે છે અને ઉત્તમ ભોજન આપે છે. એકાંત સેવતા ભિક્ષુઓને ત્રણ જોડી વસ્ત્રો અને દવાઓ અને સાત પ્રકારના મૂલ્યવાન પદાર્થોનું દાન કરે છે. પછીથી દાનમાં આપેલી વસ્તુઓ તે બમણી કિંમતે પરત રાખી લે છે. દૂરના પ્રદેશમાંથી આવતા ભિક્ષુઓ તે આદરપૂર્વક સત્કારે છે.’
આ વાત પરથી એટલું તો સાબિત થાય કે વલભીમાં બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ હતું. હકીકત એ છે કે વલભી વિદ્યાપીઠની કીર્તિ એટલી બધી પ્રસિદ્ધ હતી કે નાલંદામાં બે-ત્રણ વર્ષ અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અહીં વધુ અભ્યાસ માટે આવતા અને પોતાની વિદ્વતા સાબિત કરતા. વલભીમાં પણ પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામો ઊંચાં પ્રવેશદ્વારો પર લખાતાં હતાં. એ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તરીકે રાજકુમારી હુડ્ડા હતી. મહિલા કુલપતિ હોય એવી એ ઇતિહાસની વિરલ ઘટના છે!
દૂર દેશાવર સુધી અહીંના બ્રાહ્મણોને હોમ-હવન માટે તેડાવાતા હતા. આપણે અંગ્રેજી કેલેન્ડર અપનાવીએ છીએ અને વિક્રમ સંવતને જાણીએ છીએ. વલભી પાસે પોતાની સંવત સિસ્ટમ હતી, વલભી સંવત તરીકે ઓળખાય છે. મનુષ્યો તો ઠીક ઘોડાને પણ ગાળેલું પાણી પાવામાં આવતું હતું.
વલભી એક ભવ્ય બંદર નગર હતું. દુનિયાભરનાં વહાણો અહીં આવતાં, વેપાર-ધંધો થતો હતો. વહાણોના માલિકો અહીં રહેતા હતા અને સાત-સાત માળની તો એમની હવેલીઓ હતી.
ઈન ફેક્ટ વલભી શબ્દના વિવિધ અર્થ પૈકી એક અર્થ ‘ગગનચુંબી (સ્કાય ક્રેપર)’ થાય છે. એટલે આજે જેની ઈંટો પણ મળતી નથી એ વલભીમાં એકથી વધારે ઊંચા આભ મિનારા જેવાં મકાનો હતાં. સંસ્કૃત મુજબ વલભીનો બીજો અર્થ ‘અણીદાર ટોચ’ એવો પણ થાય છે. ગમે તે અર્થ હોય પણ એટલું ધારી શકાય કે વલભી નામ તેનાં મકાનોને કારણે પ્રચલિત થયું હશે. અયોધ્યાનું રામ મંદિર નાગર શૈલીનું બાંધકામ છે. એ શૈલીની એક પેટા શૈલી વલભી તરીકે ઓળખાય છે. વલભીમાં હતાં એવાં મંદિરો બંધાતાં એ શૈલી એટલે વલભી શૈલી.
ત્યારે હજુ આજની જેમ ગુજરાતી ભાષા વિકસી ન હતી, પણ પોતાની આગવી વલભીલિપિ હતી. રાજ દરબારમાં કવિ, જોશી, શુકન જોનારા પંડિતો, નૃત્યકારો વગેરેની હાજરી રહેતી એમ પણ ‘ભગવદ્ ગોમંડલ’ નોંધે છે.
હિંદુ, બૌદ્ધ, જૈન એમ સર્વ ધર્મનાં 100થી વધારે ધર્મસ્થાનો હતાં. 6000થી વધારે બૌદ્ધ સાધુઓ રહેતા હતા. જૈન આગમગ્રંથોની વાચના પણ અહીં તૈયાર થઈ હતી. એટલે જૈન ધર્મ માટે પણ એ એટલું જ મહત્વનું થાનક હતું. વલભીની વસ્તી અંદાજે 25 હજાર હતી અને એમાં 100 તો કરોડપતિ હતા. (અમદાવાદની 1 કરોડની વસ્તીમાં 100 કરોડપતિ હોય, તેની સામે વલભીના 25 હજારમાં 100 હતા, કરો કલ્પના કે એ કેવી નગરી હશે!).
રાજધાની વલભી

ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસમાં હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે : પાંચમી સદીના ઉતરાર્ધમાં સૌરાષ્ટ્રમાં ગુપ્ત સામ્રાજ્ય લુપ્ત થવા લાગ્યું. મૈત્રક રાજવંશનો ઉદય થયો. મૈત્રકવંશ સ્થાપક ભટાર્કે વલભીને ઈસવીસન 470ની આસપાસ પોતાના પ્રદેશની રાજધાની બનાવી. એ વખતે તેમની પાસે રાજધાની માટે ગિરિનગર (જૂનાગઢ) અને બીજા વિકલ્પો હતા. પણ ખંભાતના અખાતને સ્પર્શતી વલભીને પસંદગી આપી.’
વલભી રાજધાની તરીકે કેમ પસંદ થઈ તેનાં કોઈ ચોક્કસ કારણો નથી. બંદર હોવાથી વલભી સુધી જળમાર્ગ અને જમીનમાર્ગ એમ બંને રીતે જઈ શકાતુ હતું. એટલે ત્યાં સમુદ્રી વ્યવહાર બહુ સરળ હતો, જહાજો આસાનીથી આવ-જા કરતાં હતાં.
ઈતિહાસ પડખું ફરે તેનો અવાજ નથી આવતો. વલભીના શાસકોને પણ એ અવાજ ન સંભળાયો. વલભી પર 19 મૈત્રક રાજાઓએ રાજ કર્યુ, જે પોતાને મૈત્રકોને બદલે વલભીપતિ તરીકે ઓળખાવતા. છેલ્લો વલભીપતિ શિલાદિત્ય સાતમો હતો. એ રીતે 470થી 788 સુધી મૈત્રકોની રાજધાની રહી.
ઈસવીસન 788ના સમયગાળામાં અહીં સિંધના આરબોએ હુમલો કર્યો. જોકે, વલભીના રાજાના ત્રાસથી અહીંના કેટલાક વેપારીઓએ જ પરદેશી આક્રમણકારોને તેડાવ્યા હતા એવું પણ જૈન ઈતિહાસમાં નોંધાયું છે. આવી નગરી જોકે કોઈ એક કારણથી સાવ ધ્વસ્ત થાય એવું બની ન શકે.
પણ પતનની શરૂઆત આરબ હુમલાથી થઈ. હુમલો આવી રહ્યો છે એવું જાણ્યા પછી ઘણી વસ્તી સ્થળાંતર કરી ગઈ. 18 હજાર ગાડાં ભરીને જૈનોએ મોઢેરા તરફની વાટ પકડી. વલભીકુળના ભાયાતો ‘વળા’ તરીકે ઓળખાતા હતા. એ આસપાસના મહુવા-તળાજા વગેરે પ્રદેશમાં સત્તારૂઢ થયા અને ‘વાળા’ નામે ઓળખાયા (એ રીતે આજની વાળા શાખાનો છેડો વલભી સુધી જાય છે). અહીં રહેતા અને વાલમ બ્રાહ્મણો તરીકે ઓળખાતા ભૂદેવો પણ સ્થળાંતરિત થયા.
ભવ્ય મકાનો હોય તો પણ પછી શું, જ્યારે રહેવાસીઓ જ નગરને ત્યજવા લાગ્યા હતા. છેલ્લા વલભીપતિના અઢીસો વર્ષ પછી 1030માં અહીં આવેલા આરબ પ્રવાસી અલ-બિરૂનીએ નોંધ્યું હતું કે ત્યાં માત્ર ખંડેરો જ છે. એટલે આજે 2025ની સરખામણીએ વાત કરીએ તો હજાર વર્ષ પહેલાં વલભી ખંડેર નગર બની ગયું હતું. 1856માં ફાર્બસે પણ ગુજરાતના ઈતિહાસના મહત્ત્વપૂર્ણ ગ્રંથ ‘રાસમાળા’માં વલભીનાં ખંડેરો વિશે લખ્યું છે.
મૈત્રક પછી થોડો વખત વાળાઓએ રાજ કર્યુ, પછી ગોહિલોએ, પછી દિલ્હી સલ્તનતે, પછી વળી ભાવનગરના ગોહિલોએ, પછી વળી બ્રિટિશરોએ એમ એક પછી એક સત્તા વલભીમાં આવતી રહી, પણ વલભી નગરી ત્યાં સુધીમાં તેની ભવ્યતા ગુમાવી ચૂકી હતી. નામ પણ વલભીથી વળા થયું અને વળી 1945માં ફરી વલભીપુર રખાયું.
જમીનમાં ધરબાયેલું રતન
વલભીને શોધવાના ઈતિહાસમાં એકથી વધારે પ્રયાસો થયા છે. સ્પેનથી ભારત આવી વસેલા હેનરી હેરાસે (બીજું નામ : ફાધર હેરાસ) 1930માં વળાના ઘોડાદમન તળાવ પાસે થોડું ઉત્ખનન કરાવેલું. થોડાઘણા અવશેષો મળ્યા. 1950માં વળી સુબ્બારાવે વલભીની શોધ આદરી ત્યારે પણ થોડાક અવશેષો મળ્યા. 1965માં, 1979-80માં.. એમ વિવિધ સમયે વલભીનું ખોદકામ થતું રહ્યું છે.
દર વખતે કંઈકને કંઈક મળતું રહ્યું છે. ક્યારેક ઈંટોનું બાંધકામ મળ્યું, ક્યારેક કૂબાનો આકાર મળ્યો, ક્યારેક શહેરી વસાહતનાં ચિહ્નો મળ્યાં, ક્યારેક મણકા મળ્યા, ક્યારેક ડુંગરમાં ચિત્રાંકનો મળ્યાં, ક્યારેક કંઈક લખાણો મળ્યાં. આ બધું મળ્યું છતાં વલભી નગરી નથી મળી.
વલભીનું જે વર્ણન ઈતિહાસના ગ્રંથોમાં છે એ જોતાં આટલી સામગ્રી પૂરતી નથી. પાંચ હજાર વર્ષ જૂના ધોળાવીરામાંથી કૂવા, કુંડ, બાથરૂમ, દીવાલો, મેદાન, કિલ્લો મળી આવ્યાં છે. એમ વલભીમાંથી કોઈ આખું બાંધકામ ન મળે? }

લક્ષ્યવેધ:વાંચનનો શોખ સ્વપ્નસિદ્ધિ તરફ લઈ ગયો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-passion-for-reading-led-to-the-realization-of-a-dream-134522320.html
ને નાનપણથી જ સંસ્કૃતિ અને સાહિત્ય વાંચવાનો શોખ. ટાગોર અને શરતચંદ્રને સ્કૂલના દિવસોમાં જ વાંચી લીધા હતા. ભણવાની બુક્સ કરતાં વાર્તાઓ વાંચવાનો ભયંકર શોખ હતો.’ ઈન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ સર્વિસના વરિષ્ઠ અધિકારી જયદીપ શાહ પોતાના બાળપણને યાદ કરી રહ્યા છે.
મૂળ કેશોદ પાસેના અગતરાયના જયદીપભાઈનો જન્મ મામાના ઘરે બગસરા થયો. તેમના પિતા ડોક્ટર. જેતપુરમાં શાળાકીય અભ્યાસ. એક વખત એવું બન્યું કે રાજકોટના એક મ્યુનિસિપલ કમિશનર એસ. જગદીશનની બદલી બીજે ક્યાંક થઈ. એના વિરોધમાં રાજકોટ આખું બંધ રહ્યું. નવમા ધોરણના કિશોર જયદીપભાઈના માનસ પર આ ઘટના એક નવા સપના તરફ લઈ જાય છે. સિવિલ સર્વિસ તરફ તેમની ‘પહેલા પહેલા પ્યાર’ની ક્ષણ. નાની વયનાં સપનાં નદીના પ્રવાહની જેમ જાતે જ પોતાનો રસ્તો શોધી લે છે.
‘વિવિધ ભારતી’ પર ‘કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ’ નામના સામયિકની જાહેરાત સાંભળી. નેવુંના દાયકામાં તેની ખૂબ બોલબાલા. એ સામયિક બંધાવ્યું. તેમાં ટોપર્સના ઇન્ટરવ્યૂ આવતા. એમાં ઘણાખરા ટોપર્સ ફિઝિક્સ અને મેથ્સ વિષય રાખતા. એટલે તેમણે પણ મનોમન ફિઝિક્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કરવાંનું નક્કી કર્યું.
બારમું ધોરણ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કર્યા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ફિઝિક્સમાં એડમિશન લીધું. કોલેજ બાદ વડોદરા અને વિદ્યાનગર અભ્યાસ માટે ગયા પણ મજા ન આવી. વર્ષ એમ જ ગયું. એ અરસામાં અખબારમાં ‘સ્પીપા’ની જાહેરાત વાંચી. એકાદ વર્ષ પહેલાં જ સિવિલ સેવા તાલીમ કેન્દ્ર શરૂ થયું હતું. ‘સ્પીપા’ની પ્રવેશ પરીક્ષા આપી અને પહેલા નંબરે ઉતીર્ણ થયા. ઘરે ટેલિગ્રામ આવ્યો ત્યારે ઉત્સાહ આસમાને હતો.
વાંચનના શોખીન જયદીપભાઈ માટે ‘સ્પીપા’ જ્ઞાનની તપોભૂમિ હતું. ગુજરાતી સાહિત્ય ભણાવવા ધીરુ પરીખ, યોગેન્દ્ર વ્યાસ, ભોળાભાઈ પટેલ અને ચિનુ મોદી જેવા દિગ્ગજો આવતા. એ દિવસોને યાદ કરતા જયદીપભાઈ કહે છે, ‘આ સર્જકો એટલું સરસ ભણાવતા કે હજીય ઘણું યાદ છે. ધીરુભાઈ કવિ કાન્ત વિશે ભણાવતા…’
હજી જાણે કાલે જ લેક્ચર ભર્યો હોય એમ તેઓ કાન્તના ‘પૂર્વલાપ’ની પંક્તિઓ સંભળાવે છે:
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય.’
બાળપણનો વાંચનનો શોખ વિદ્વાનોની ઓથે ‘સ્પીપા’ના આંગણે સ્વપ્નસિદ્ધિ તરફ લઈ જઈ રહ્યો હતો. ‘નાનો હતો ત્યારે ‘જ્ઞાનજ્યોત’ આવતું. દેશદુનિયાની ઘટનાઓ એમાં આવતી. પપ્પા લઈ આપતા. ‘મનોરમા યર બુક’ના અંકો પણ ઘરમાં સચવાયેલા રહેતા.’
નાનકડા નગર અગતરાયના નિવાસીને પુસ્તકો જ્ઞાનના અફાટ સાગર સુધી લઈ જઈ શકે એનું આ ઉદાહરણ. ગામની બેંકની લાઇબ્રેરી જાણે તેમનું બીજું ઘર! છાપાની પૂર્તિથી માંડીને ક્લાસિક સાહિત્ય બધું જ વાંચી લીધું. વાંચનનો આ શોખ જ સિવિલ સેવાના સ્વપ્નની ઇમારતનો પાયો ચણી રહ્યો હતો.પહેલા પ્રયાસમાં પ્રીલિમિનરી પાસ કરી. મેઇન્સ માટે સમય ઓછો પડ્યો. ત્યાં જ પ્રવાસ અટક્યો. બીજા પ્રયાસમાં પૂરી તૈયારી કરી. પદ્ધતિસરની મહેનત હતી. સુપર ફાસ્ટ એક્સપ્રેસની જેમ ગાડી સીધી પર્સનાલિટી ટેસ્ટના સ્ટેશન સુધી આવી ગઈ.
એ દિવસે એ ઇન્ટરવ્યૂ બોર્ડના પહેલા જ ઉમેદવાર હતા. એક સવાલ એ આવ્યો કે સાહિત્ય સિવિલ સેવામાં કેવી રીતે મદદ કરશે? જયદીપભાઈએ જવાબ આપ્યો, ‘સાહિત્ય માણસને સંવેદનશીલ બનાવે છે. વહીવટમાં લોકો અને તેમની સમસ્યાઓને સમજવામાં તે ઉપયોગી નીવડી શકે.’ લક્ષ્યવેધ સિદ્ધ થયો. જયદીપ શાહને ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ મળી. તેમણે મુંબઈ, જયપુર, દિલ્હી જેવાં વિવિધ અલગ શહેરોમાં પોતાની ભૂમિકા ભજવી. તેમણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ડાયરેક્ટર (ફાઇનાન્સ) તરીકે પણ સેવાઓ આપી. હાલમાં ડાયરેક્ટર જનરલ નોર્થ સેન્ટ્રલ રિજન તરીકે કેગ ઓફિસ, નવી દિલ્હી ખાતે ફરજ બજાવે છે.
યોગની તાલીમ પામેલા જયદીપ શાહ યોગના પ્રશિક્ષણની પણ કામગીરી કરે છે. સાઇકલિંગ તેમનો બીજો શોખ છે. વાંચન-ભૂખ અને જિજ્ઞાસા જયદીપભાઈ શાહને લક્ષ્યવેધ સુધી લઈ ગઈ. બાળપણના અનુભવોમાંથી સફળતાની કેડી કંડારવાની પ્રેરણા એટલે જયદીપભાઈ શાહનો લક્ષ્યવેધ. }

માતૃભાષા:ફૂલડાંની ફોરમ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vase-forum-134516422.html
વસીમ વહાલા એ મરક મરક હસે છે, એ ઝીણું ઝીણું હસે છે.
એ ધીમું ધીમું હસે છે, એ આછું આછું હસે છે.
એ હળવું હળવું હસે છે.
ઓ ફક્ત આ એક વાક્ય આપણે કેટલી વિવિધ રીતે બોલી શકીએ, પ્યોજી શકીએ. આ જ વાક્યના હું આપ સહુને બીજા બે-ચાર વધુ ઉદાહરણો પણ આપી શકું. - પત્રકારની વાત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી.
‘કહેવાય છે કે મારા દાદાએ જે શબ્દો સાંભળેલાએ એ મારા પપ્પાએ નથી સાંભળ્યા. મારા પપ્પાએ જે શબ્દો સાંભળ્યા છે એ મેં નથી સાંભળ્યા. હું જે શબ્દો રોજબરોજની ભાષામાં સાંભળુ છું શક્ય છે કે મારા દીકરા કે દીકરી વખતે એ શબ્દનું અસ્તિત્વ ના હોય. આજે અંગ્રેજી ભાષાના અતિક્રમણ. હા તમે ખરું સાંભળ્યું. અતિક્રમણ, કારણ કે આક્રમણ તો આજથી વીસ વર્ષ પહેલાં હતું. હવે અતિક્રમણ થઈ રહ્યું છે અને આ અતિક્રમણના લીધે આપણી માતૃભાષાના શબ્દો લુપ્ત થઈ રહ્યા છે. આજે કોઈ પણ ક્રિયા કે કાર્ય માટે આપણને સૌપ્રથમ અંગ્રેજી શબ્દ મનમાં સ્ફૂરે છે શા માટે? કારણ કે આપણે એવા શબ્દો જ સાંભળતા હોઈએ છીએ. આપણે આપણી આસપાસ આપણી માતૃભાષા ફરજિયાત કરવી જોઈએ. રોજિંદા કામકાજમાં શક્ય એટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આપણી લીટી મોટી કરવા બીજાની લીટીને નાની કરતા હોઈએ છીએ, પરંતુ અહીં વાત આપણે આપણી લીટીને જાળવવાની છે, અહીં વાત અંગ્રેજી ભાષાને વખોડવાની કે વગોવવાની મારે નથી કરવી પરંતુ આપણે શા માટે આપણી ભાષા પ્રત્યે બેદરકાર બનતા જઈએ છીએ એ અંગે કરવી છે અને હા આ બેદરકાર આપણે સાવ અજાણતા જ કરીએ છીએ એટલે આપણે આપણી જાતને આ બાબતે જવાબદાર ઠેરવવાને બદલે સજાગ કરવાની જરૂર છે.’ માતૃભાષા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમમાં શ્રોતાઓને ‘માતૃભાષાનું મહત્ત્વ અને ગુજરાતી’ વિષય ઉપર વક્તાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.
ચાર કલાકના આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના ગીતકાર, કવિઓ, આમંત્રિત મહેમાનો, અતિથિગણે ગુજરાતી ભાષા વિશે પોતાના સાહિત્યિક માધ્યમ વડે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમના અંતે સહુને આયોજકો દ્વારા માનદ પુરસ્કાર સાથે સર્ટિફિકેટ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યાં. તેના ઉપર લખાણ અંગ્રેજી ભાષામાં હતું.}