અપડેટ:બિગ ડેટા: ડિજિટલ દુનિયામાં તમારી માહિતીનું શું થાય છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/big-data-what-happens-to-your-information-in-the-digital-world-134522336.html
કેવલ ઉમરેટિયા મે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરો છો, ઓનલાઈન શોપિંગ કરો છો અથવા કોઈ પણ વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે તમારી દરેક પ્રવૃત્તિ ડેટા તરીકે રેકોર્ડ થઇ જાય છે. નાની નાની માહિતી મળીને આ ડેટા છેલ્લે એક મોટા ડેટા સેટનો ભાગ બની જાય છે. જેને ટેકનોલોજીની ભાષામાં બિગ ડેટા તરીકે ઓળખવામાં આવે છે. કંપનીઓ આ ડેટાનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. જેમાં તમારી પસંદ - નાપસંદ સમજવાથી લઇને ટાર્ગેટેડ જાહેરાત તેમજ બિઝનેસ રિલેટેડ સર્વેનો સમાવેશ પણ થાય છે.
બિગ ડેટા કેવી રીતે કામ કરે છે?
કંપનીઓ બિગ ડેટા એકત્રિત કરવા, સંગ્રહિત કરવા અને વિશ્લેષણ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તેની આખી પ્રક્રિયા આ પ્રમાણે છે:
ડેટા કલેક્શન કંપનીઓ વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે. જેમ કે, સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ), ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ (એમેઝોન, ફ્લિપકાર્ટ), સર્ચ એન્જિન (ગૂગલ, બિંગ), મોબાઇલ એપ્લિકેશન અને સ્માર્ટ ડિવાઇસ.
ડેટા પ્રોસેસિંગ એકઠા થયેલા ડેટાને ક્લિન કરીને પ્રોસેસ કરવામાં આવે છે જેથી ઉપયોગી માહિતી મેળવી શકાય.
ડેટા વિશ્લેષણ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે.
ડેટા ઉપયોગ કંપનીઓ આ ડેટાનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે. જેમ કે માર્કેટિંગ, જાહેરાત, ગ્રાહકોને સમજવા, નવી પ્રોડક્ટ વિકસાવવી વગેરે.
કંપનીઓ બિગ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કંપનીઓ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે? ચાલો, કેટલાંક ઉદાહરણો દ્વારા સમજીએ.
ટાર્ગેટેડ જાહેરાત કદાચ તમારા ધ્યાને આવ્યું હશે કે જો તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર મોબાઈલ ફોન જુઓ છો, તો થોડીવાર પછી તમને સોશિયલ મીડિયા પર તે જ મોબાઈલ ફોનની જાહેરાતો દેખાવા લાગે છે. આ બિગ ડેટા અને એઆઈનો જ કમાલ છે.
કંપની તમારી સર્ચ હિસ્ટ્રી, બ્રાઉઝિંગ પેટર્ન અને ખરીદીની આદતોને ટ્રેક કરે છે. જેથી તમને એવી જાહેરાતો બતાવવામાં આવે જે પ્રોડક્ટમાં તમને રસ હોય છે. ગુગલ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓ આવી ટાર્ગેટેડ જાહેરાત બતાવીને અબજો રૂપિયા કમાય છે.
કસ્ટમર કેર અને પર્સનલાઇઝેશન બિગ ડેટાવી મદદથી કંપનીઓ તેમના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપી શકે છે. ઉદાહરણ તરીકે નેટફ્લિક્સ અને યુટ્યુબ તમે જે પ્રકારનું કોન્ટેન્ટ જુઓ છો તેના આધારે બાદમાં તમને એ પ્રકારના વીડિો જ સજેશનમાં આવે છે. તેવી જ રીતે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી શોપિંગ વેબસાઇટ્સ તમારા ભૂતકાળના ઓર્ડર અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી પર નજર રાખે છે અને અને તમને ગમતી પ્રોડક્ટ્સની ભલામણ કરે છે.
છેતરપિંડી થતા રોકવી બિગ ડેટાનો ઉપયોગ સાઇબર સિક્યુરિટી અને છેતરપિંડીની રોકથામ અને શોધ માટે પણ થાય છે. બિગ ડેટાની મદદથી બેંકો અને પેમેન્ટ કંપનીઓ (જેમ કે Paytm, Google Pay)ની સિસ્ટમ સમજી શકે છે કે સામાન્ય રીતે તમે ક્યાંથી ટ્રાંઝેક્શન કરો છો. જો અચાનક કોઈ અજાણ્યા શહેર કે દેશમાં તમારા આઈડીનો ઉપયોગ કરીને કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે, તો બેંક તેને શંકાસ્પદ ગણીને તેને બ્લોક કરી શકે છે.
હેલ્થકેર અને મેડિકલ રિસર્ચ તબીબી ક્ષેત્રમાં પણ બિગ ડેટાનો ઉપયોગ વધી રહ્યો છે. જેનું સૌથી પહેલું ઉદાહરણ છે ફિટનેસ એપ્લિકેશન્સ (દા. ત. ગૂગલ ફિટ, એપલ હેલ્થ). જે તમારો હાર્ટ રેટ, સ્ટેપ કાઉન્ટ અને ઊંઘનો ડેટા એકત્રિત કરે છે અને તેના આધારે તમને અલગ અલગ ટિપ્સ અને સલાહ આપે છે. મેડિકલ રિસર્ચમાં લાખો દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરીને નવા રોગોની સારવાર શોધવામાં આવી રહી છે.
ટ્રાફિક અને નેવિગેશન ગૂગલ મેપ્સ અને અન્ય નેવિગેશન એપ્સ પણ બિગ ડેટાનો ઉપયોગ કરે છે. જ્યારે તમે ગૂગલ મેપ્સ ખોલો છો, ત્યારે તે લાખો યુઝર્સની માહિતીના આધારે રીઅલ-ટાઇમ ટ્રાફિક ડેટા બતાવે છે. કેબ સર્વિસ (ઉબેર, ઓલા) પણ આ ડેટાનો ઉપયોગ ભાડા નક્કી કરવા અને સૌથી ઝડપી રસ્તો પસંદ કરવા માટે કરે છે.
શું બિગ ડેટા જોખમી બની શકે છે?
જેમ બિગ ડેટાના ઘણા ફાયદા છે, તેમ કેટલાક નુકસાન અને જોખમ પણ છે. જેમાં સૌથી પહેલા પ્રાઇવસીની વાત આવે છે. જેમ જેમ ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ પ્રાઇવસીનો મુદ્દો વધુ ને વધુ ગંભીર બનતો જાય છે.
પ્રાઇવસી ઘણી વખત કંપનીઓ પરવાનગી વિના યુઝર્સની માહિતી એકત્રિત કરે છે. જેમાં સંવેદનશીલ માહિતીનો સમાવેશ પણ થાય છે.
ડેટા લીક અને સાઇબર એટેક જો કોઈ કંપનીનો ડેટા લીક થાય છે તો યુઝર્સની વ્યક્તિગત માહિતી ખોટા હાથમાં જઈ શકે છે. જેનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે.

દુરુપયોગ કેટલીક કંપનીઓ રાજકીય પ્રચાર, ફેક ન્યૂઝ, પ્રોપેગેન્ડા અને ખોટી માહિતી ફેલાવવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે.
તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે શું કરવું?
જો તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માગતા હો, તો આટલી બાબતોનું ધ્યાન રાખો.
પાસવર્ડ સ્ટ્રોંગ રાખો અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો.
બિનજરૂરી એપ્સને ડાઉનલોડ કરવાનું અને ખોટી પરમિશન આપવાનું ટાળો.
બ્રાઉઝરની અંદર ‘Do Not Track’ સેટિંગ શરૂ કરો.
પબ્લિક વાઇ ફાઇનો ઉપયોગ કરો ત્યારે VPN વાપરો.
કૂકીઝ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી સમયાંતરે ડિલિટ કરતા રહો.
બિગ ડેટા આપણા ડિજિટલ જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. જે આપણી જરૂરિયાતોને સમજીને આપણને વધુ સારો ડિજિટલ એક્સપિરિયન્સ આપે છે. જો કે તેની સાથે કેટલાંક જોખમો પણ સંકળાયેલા છે. તેથી આપણે એ સમજવાની જરૂર છે કે આપણી માહિતીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. સાથે જ આપણા ડેટાને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી છે. બિગ ડેટા શું છે?
બિગ ડેટા એટલે મોટી માત્રામાં ડિજિટલ જાણકારી. જેની માત્રા એટલી બધી વધારે હોય છે કે તેને પરંપરાગત રીતે સ્ટોર કે પ્રોસેસ ના કરી શકાય. બિગ ડેટાની ત્રણ વિશેષતા છે.
> જથ્થો (Volume) ડેટાનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે ફેસબુક પર દર મિનિટે લાખો પોસ્ટ્સ અને વીડિયો અપલોડ થાય છે.
> વિવિધતા (Variety) ડેટા ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ઓડિયો, લોકેશન એમ વિવિધ સ્વરૂપોમાં હોય છે.
> ઝડપ (Velocity) ડેટા ખૂબ જ ઝડપથી જનરેટ થાય છે અને સતત અપડેટ થતો
રહે છે.

વાંચવાં જેવાં પુસ્તકો:ક્લાસિક ભારતીય વાર્તાઓ સંપાદન : કિરીટ દૂધાત
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/classic-indian-stories-edited-by-kirit-dudhat-134522335.html
ક્લાસિક ભારતીય વાર્તાઓ સંપાદન : કિરીટ દૂધાત
પાનાં : 290 કિંમત : 390 રૂ.
સ્ત્રીના સ્વભાવને પુરુષો બરાબર જાણતા નથી, એમને આવડતું પણ નથી.
દમયંતિ માટે આ જગ્યા સારી હતી, તમામ અનૈતિક કામ કરવા માટે અને એને છુપાવવા માટે.
મડદાલ શરીરમાં સળવળાટ થયો...
જો તે લગ્ન નહીં કરે તો વંશપરંપરા કેવી રીતે ટકશે, પંડિતજી?
ઉપરી અધિકારીને પૂછો.
મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.
પણ માણસ કોણ જાણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે.
ઓફિસના કામથી વધારે મહત્ત્વનું કામ બીજું હોઈ જ કેવી રીતે શકે?
એક સ્ત્રી પોતાના પતિને માટે બધું સહન કરી શકે છે, પરંતુ બીજી કોઈ સ્ત્રીના રૂપ-સૌંદર્યની વૃદ્ધિ એને માટે અસહ્ય બની જાય છે.
ઉપભોગી અને ઉપભોગ્ય બંને પ્રકારનાં પ્રાણીઓનું સર્જન કરવામાં આવ્યું છે. સંસારમાં આ બે સિવાય કોઈ ત્રીજો વર્ગ નથી.
કેવો ખરાબ રિવાજ છે કે જેને જીવતાં શરીર ઢાંકવા એક ચીંથરું પણ ન મળ્યું તેને મર્યા પછી નવું કફન જોઈએ.
સામર્થ્યવાન ગુજરાતી વાર્તાકાર કિરીટ દૂધાતે ઉત્તમ ભારતીય વાર્તાઓનું સંપાદન કર્યુ છે. એ વિવિધ વાર્તાઓમાંથી ઉપરનાં વાક્યો રજૂ કર્યાં છે. વાર્તામાં ઘણી જગ્યાએ આવા અર્થપૂર્ણ અને ઘણીવાર એકથી વધુ અર્થ નીકળી શકે એવાં વાક્યો આવતાં હોય છે. અહીં તો બધી ઉત્તમ વાર્તાઓ છે, માટે આવાં ઘણાય વાક્યો આવે છે. વાર્તાના પ્રતિનિધિરૂપે એને જ રજૂ કરી દીધાં છે.
વાર્તા શોખીનોને આનંદ આપનારા આ પુસ્તકમાં 15 ભારતીય ભાષાઓની 27 વાર્તા રજૂ કરાઈ છે. એમાં ધૂમકેતુ અને દ્વિરેફની એમ બે ગુજરાતી પણ છે. બાકીની 25 વાર્તાઓ 14 ભાષાઓમાંથી અનુવાદિત છે.
પ્રેમચંદ (હિન્દી), ટાગોર (બંગાળી), ઇન્દિરા ગોસ્વામી (આસામી), મન્ટો (ઉર્દૂ), શરદચંદ્ર (બંગાળી), આર. કે. નારાયણ (અંગ્રેજી), વી. સ. ખાંડેકર (મરાઠી), ફણીશ્વરનાથ (હિન્દી)… આ નામો પરથી ખબર પડી આવે કે જે-તે ભાષાના શ્રેષ્ઠ વાર્તાકારોની શ્રેષ્ઠ રચનાઓ અહીં એકઠી કરાઈ છે. તો વળી અનુવાદકો પણ રમણલાલ સોની, ભોળાભાઈ, વર્ષા દાસ, હસુ યાજ્ઞિક, જ્યોતિષ જાની જેવા નામી છે. શરૂઆતમાં દરેક વાર્તા વિશે ટૂંકુ લખાણ આપીને સંપાદકે વાચકનું કામ વધારે સરળ કરી આપ્યું છે.
* * * * * * * * *
કાતિલ કાર્ટેલ ભરત ઘેલાણી-પાર્થ નાણાવટી
પાનાં : 222 કિંમત : 275 રૂ.
નવલકથાનું આખુ નામ છે, ‘કાતિલ કાર્ટેલ : મેક્સિકોના ખૂંખાર ડ્રગ લોડ્ર્સની દિલધડક ક્રાઈમકથા.’ બે લેખકોએ મળીને લખેલી આ 27 પ્રકરણની કથા ડ્રગ્સની દુનિયામાં લઈ જાય છે. વેબ સિરીઝને કારણે હવે આપણે દક્ષિણ અમેરિકા ખંડના ડ્રગ્સ કારોબારથી અજાણ નથી. પુસ્તકના છેડે ચાર પ્રકરણની ‘ખેલ ખતરનાક’ નામની મિની નવલકથા પણ આપી છે. વાચકોને એ રીતે બે વિકલ્પ મળે છે.
એક સમયે કથા-ફિલ્મોમાં જ જોવા મળતું ડ્રગ્સ હવે ગુજરાતમાંથી નિયમિત રીતે પકડાતું રહે છે. એ ડ્રગ્સ ક્યાંથી આવે છે, તેની પાછળ કેવા આંતરરાષ્ટ્રીય ભેજાં કામ કરે છે, ડ્રગ્સની હેરાફેરીની દુનિયા કેવી હોય છે, સામાન્ય લાગતી ડ્રગ્સની ચપટી પાછળ કેવા ડૉલરના ઢગલા છુપાયેલા હોય છે… વગેરે જાણવાની ઉત્સુકતા થાય એ સ્વાભાવિક છે. એ બધાના જવાબો આ કથામાં આપવામાં આવ્યા છે.
* * * * * * * * *
અઢી ફૂટનું આકાશ હરદ્વાર ગોસ્વામી પાનાં: 100 કિંમત: 199
જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના નેહનીતરતા કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’માં જીવનની વિવિધ અવસ્થાને બખૂબી અભિવ્યક્ત કરી છે. મુશાયરામાં પોપ્યુલર થયેલી અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એમની રચનાઓ પણ અહીં છે. મોરારિબાપુના મુખે રામકથામાં બોલાયેલી ગુજરાતી ભાષાની રચનાઓ પણ ધ્યાનાર્હ છે. દુહાઓ આજે લખાતા જ નથી ત્યારે આજના સંદર્ભે લખાયેલા દુહા કાબિલેદાદ છે.
ગીતોનો લય અને ભાવ બે કાંઠા જેમ સંપીને ચાલે છે. ગઝલમાં આ કવિની હથોટી છે. ખાસ કરીને કાર્યક્રમોના સંચાલનમાં બોલી શકાય એવાં મુક્તક પણ મજા કરાવે છે. અછાંદસમાં હજુ થોડું વધુ કામ કરશે તો ઘણી આશાઓ છે. સુખ્યાત સર્જક ભાગ્યેશ જહા લખે છે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી.’
* * * * * * * * *
વર્ષા પારિજાતની ડંકેશ ઓઝા પાનાં: 128 કિંમત: 180 રૂ.
સાહિત્ય માણસને એકબીજા સાથે જોડવામાં ઉપયોગી નીવડે છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એક નિબંધ સાહિત્ય પણ છે. નિબંધની ભાષા સહજ, સરળ અને પ્રવાહી હોય છે. ઉચ્ચ અધિકારી તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા લેખકનું નિબંધ સ્વરૂપનું પહેલું અને એમાંય ખાસ કરીને સ્મરણાત્મકનિબંધોનું અનોખું પુસ્તક છે.

‘વર્ષા પારિજાતની’માં કુલ 27 નિબંધો સમાવાયા છે. એમાં પણ 11 લલિત નિબંધો, ત્રણ પ્રવાસ નિબંધો અને 13 ચિંતનાત્મક નિબંધો છે. ‘ઓળખીતી’થી શરૂ થતી નિબંધયાત્રા ‘પ્રતીક્ષા’ સુધી પહોંચે છે. ‘સંયમ અને વિવેક’, ‘માણસની શાંતિની શોધ’, ‘સુંદરતા’ અને ‘ખુશ રહો’ વગેરે નિબંધો ઝીણી નજરે વાંચવાલાયક છે.
* * * * * * * * *
શ્વાસ સાથે સંવાદ ડો. ધર્માંશુ વૈદ્ય પાનાં: 136 કિંમત: 190 રૂ.
લેખકના ચિંતનલેખોના સંગ્રહની ટેગલાઇન ‘સમજણનું સ્પાર્કિંગ કરતા ચિંતનલેખો’ પરથી સહેલાઇથી વાચક સમજી શકે છે કે પુસ્તકમાં ચિંતનાત્મક લેખોનો સમાવેશ કરાયો છે. ‘માણસના ઇંતેજારમાં શબરીનો સ્પાર્ક’થી આરંભાતી ચિંતનની સફર ‘વેંતિયાઓના યુગમાં’ લેખ પર આવીને અટકે છે. કુલ 41 ચિંતનાત્મક લેખોના આ પુસ્તકને ડો. ભાગ્યેશ જહાનો આવકાર મળ્યો છે. અસંખ્ય પુસ્તકોના વાંચન અને ચિંતનનો સાર આ પુસ્તક વાંચવાથી મળે છે.
`શ્વાસ સાથે સંવાદ’માં સમાવાયેલા લેખોમાં નિત્શે, દોસ્તોયેવસ્કી, ટાગોરથી માંડીને ઇતિહાસ અને મનોવિજ્ઞાન જેવા વિવિધ વિષયો આવરી લેવાયા છે. ચિંતનના સાગરને ગાગરમાં સમાવી લેવાનો લેખક ધર્માંશુ વૈદ્યે સુંદર પ્રયાસ કર્યો છે. સમજણનો સ્પાર્ક થાય એ પહેલાં શરૂઆતમાં કલ્પેશ પટેલે આ લેખક અને તેમના પુસ્તક વિશેની ઉષ્માપૂર્ણ રજૂઆત સાડા ત્રણ પાનાંમાં કરી છે.

વાત તનમનની:એક્સ ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર સતત સ્ટોક કરે છે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/ex-girlfriend-constantly-stalks-on-social-media-134522333.html
મનન ઠકરાર પ્રશ્ન : લખતી-સહી કરતી વખતે હાથ ધ્રૂજે છે, અક્ષરો ખરાબ થાય છે.
આ પરિસ્થિતિને ટાસ્ક-સ્પેસિફિક ટ્રેમર’ અથવા ‘લેખન તણાવ- રાઇટિંગ ટ્રેમર કહેવાય છે. તે ખાસ કરીને વ્યક્તિનું મગજ ખૂબ કેન્દ્રિત હોય ત્યારે થાય છે. દાખલા તરીકે સહી કરતી કે લખતી વખતે. લખાણ સમયે થતી ધ્રુજારી મનોવૈજ્ઞાનિક તણાવનું લક્ષણ હોઈ શકે છે.
જ્યારે આપણે ખૂબ જ ધ્યાનથી કંઈક કરવા જઈએ, ત્યારે મગજ ‘ભૂલ નહીં થાય’ એ તણાવમાં ફસાઈ જાય છે. આ ન્યૂરોલોજિકલ પરિસ્થિતિ છે, જેમાં ખાસ ટાસ્ક (જેમ કે લખવું) દરમિયાન શરીરમાં અનિચ્છનીય કંપારી થાય છે. કોઈ વ્યક્તિ લખવા માટે પોતાના મન પર દબાણ આપે ત્યારે અને શરીર એ દબાણનો ધ્રુજારી રૂપે પ્રતિસાદ આપે છે.
આ સમસ્યાના ઉકેલમાં લેખન પૂર્વે રિલેક્સેશન ટેક્નિક ઉપયોગી નીવડે છે. લખતા કે સાઇન કરવાનું શરૂ કરતાં પહેલાં દસ વખત ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. તમારા હાથ અને ભુજાઓને થોડીવાર આરામ આપો. લખતા પહેલાં આંખ મીંચીને કલ્પના કરો કે તમે સરળતાથી સાઇન કે લખાણ કરી રહ્યાં છો. લેખન પહેલા નાની હાથ કસરતો — હાથના ગોળા દબાવવા, પેનને ધીમે ધીમે ગમાવવું વગેરે — ટ્રેમર ઘટાડે છે. કોગ્નિટિવ બીહેવિરિયલ ટેક્નિક મદદરૂપ થાય છે.
જો પરિસ્થિતિ ગંભીર બને અને આ ઉપાયો અજમાવ્યા પછી પરિસ્થિતિ ન સુધરે તો ન્યૂરોલોજિસ્ટ અથવા સાઇક્યિાટ્રિસ્ટની સલાહ લેવી જોઇએ.
પ્રશ્ન : મારી એક્સ ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર સતત સ્ટોક કરે છે અને સતત બ્લેન્ક કોલ્સ પણ કરે છે. મને ચિંતા થાય છે. શું કરવું?
તમે સોશિયલ મીડિયા બ્લોક અને પ્રાઈવસી સેટિંગ્સ બદલો. તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેને બ્લોક કરો. એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને તમારી પ્રોફાઇલ અને સ્ટેટસ જોવા માટેના પરિચયને ‘ફ્રેન્ડ્સ ઓન્લી’ અથવા ‘ઓન્લી મી’ પર સેટ કરો. ફોન પર બ્લોક કરો. મોબાઇલ ઓપરેટર અથવા ફોન સેટિંગ્સ દ્વારા કોલ્સ અને મેસેજ બ્લોક કરો. ઘણીવાર ‘Spam Call Detector’ એપ્લિકેશન્સ પણ મદદરૂપ થાય છે.
જો તેને અવારનવાર ફોન કરવા કે ધમકી આપવાની ટેવ હોય, તો દરેક ઇન્સિડન્ટનો રેકોર્ડ રાખો (જેમ કે ફોન લોગ, મેસેજ સ્ક્રીનશોટ વગેરે). જો આવું વલણ વધારે તીવ્ર બને, તો કાયદાના અભિગમ દ્વારા ‘સાઇબર સ્ટોકિંગ’ માટે ફરિયાદ કરી શકાય.
દિનચર્યા અને રિલેક્સેશન ટેક્નિક (ધ્યાન, યોગ) તમારી ચિંતા ઘટાડશે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલે અને તમારી પ્રોડક્ટિવિટી અથવા આનંદ ઘટે, તો મનોચિકિત્સકની સલાહ લેવી અનિવાર્ય છે.
પ્રશ્ન : મને વર્ક ફ્રોમ હોમની સારી જોબની ઓફર થઇ છે. મને ખબર નથી કે મને તે ગમશે કે નહીં. શું આવી જોબ પસંદ કરાય?
વર્ક ફ્રોમ હોમ કરવાથી મુસાફરીનો સમય બચે છે. તેથી સમય અને ઊર્જા બચતી રહે છે. એટલે તમે વધુ ધ્યાનપૂર્વક કામ કરી શકો છો. કરવા માટે આપી શકાય. તમારું દિવસનું આયોજન તમારી અનુકૂળતા મુજબ કરી શકો. ટ્રાન્સપોર્ટ અને ખોરાકના ખર્ચમાં બચત થઇ શકે છે.
વર્ક ફ્રોમ હોમના નુકસાન વિશે એવું કહી શકાય કે ઘરનું વાતાવરણ કામ માટે હંમેશાં અનુકૂળ નથી રહેતું. સ્વભાવ આળસુ બની જાય છે. ઓફિસના સાથીઓ સાથે સંવાદ નથી સાધી શકાતો. આટલું કરી શકાય
જો શક્ય હોય, તો કંપનીને વિનંતી કરો કે તમને વર્ક ફ્રોમ હોમ કરવાનો આરંભમાં 1-3 મહિના માટે ટ્રાયલ પિરિયડ આપે.
ઘરમાં એક નક્કી કાર્યસ્થળ બનાવો.
દરરોજ વર્ચ્યુઅલ મિટિંગ અને ટીમ મેમ્બર સાથે કનેક્ટ રહો, જેથી તમે એકલતા અનુભવો નહીં.
ઘરમાં બેસીને કામ કરતી વખતે ‘ઓવર વર્ક’ થવાનું જોખમ રહે છે, તેથી કામ કરવાનો સમયગાળા નક્કી કરો.
જો નવું કાંઈક અજમાવવું અને વધુ સ્વતંત્રતાથી કામ કરવું ગમતું હોય, તો આ મોકાને સ્વીકારીનો વિચાર જરૂર કરો! }

રણમાં ખીલ્યું ગુલાબ:ચલો સુહાના ભરમ તો ટૂટા જાના કે હુસ્ન ક્યા હૈ...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/come-on-suhana-if-you-are-in-a-bad-mood-you-will-know-where-the-beauty-is-134522326.html
નિક્કીએ પૂછ્યું, ‘નીરુપ, આપણી એક્ઝામ પાસે આવી રહી છે. મારું ઘર નાનું છે. રીડિંગ માટે હું તારા ઘરે આવી શકું?’ સામે ચાલીને કોઇ અઢાર વર્ષની સુંદર કોલેજગર્લ આવું પૂછે ત્યારે યુવાન શા માટે ના પાડે?
નીરુપે પણ હા પાડી દીધી. નીરુપના પિતા ‘રીચી રિચ’ ન હતા પણ ‘રીચ’ તો હતા જ. નિક્કી એના પપ્પાનું એક્ટિવા વાપરતી હતી, નીરુપ પાસે પોતાની અલાયદી બાઇક હતી; પપ્પાની કાર પણ ખરી જે જરૂર પડ્યે વાપરી શકાતી હતી.
નિક્કીનો પરિવાર વન બેડરૂમ, કિચન, હોલના ભાડાના ફ્લેટમાં રહેતો હતો, નીરૂપના પપ્પા પાસે ત્રણ બેડરૂમવાળું પોતાનું ટેનામેન્ટ હતું, ઉપરાંત ઉપરના માળે ટેરેસ સાથે જોડાયેલો એક વધારાનો રૂમ પણ હતો. પરીક્ષા સમયે નીરુપ એનો ઉપયોગ સ્ટડીરૂમ તરીકે કરતો હતો.
નિક્કી કોલેજની સૌથી સુંદર છોકરી ગણાતી હતી. એની સાથે એક-બે વાક્ય પૂરતી વાત કરવા મળે તો પણ એને છોકરાઓ એમનું સદભાગ્ય સમજતા હતા. આવી ખૂબસૂરત નિક્કીની સાથે રોજ સાંજે બે-ત્રણ કલાક સાથે રહેવા મળશે તે કલ્પનાથી જ નીરુપ રોમાંચિત થઇ ગયો. તેણે મમ્મી-પપ્પાની સાથે વાત કરી લીધી અને એમની સંમતિ મેળવી લીધી.
બીજા દિવસથી નિક્કી કુંવરીની પધરામણી શરૂ થઇ ગઇ. નીરુપે ઘરકામ કરતી લાલીને કહીને ટેરેસ પરનો રૂમ વાળી-ઝૂડીને સ્વચ્છ કરાવી દીધો. ટેબલ પાસે બે ખુરશીઓ ગોઠવી દીધી. ખૂણામાં ફ્લાવર વાઝ અને એની અંદર મઘમઘતાં તાજાં ફૂલો મૂકી દીધા. રોઝની ફ્રેગન્સવાળું એર ફ્રેશનર છાંટી દીધું.
નિક્કીએ આવતાની સાથે જ નીરુપનાં મમ્મી અને નાનીબહેનને પોતાનાં મીઠડાં વાણી-વર્તનથી વશ કરી લીધાં. મમ્મીએ આદુંવાળી ચા પિવડાવી. પછી નીરુપને નિક્કીને લઇને સ્ટડી રૂમમાં પહોંચી ગયો. સાંજના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી બંનેએ વાંચ્યું, લગાતાર વાંચ્યું, એકાગ્રતાપૂર્વક વાંચ્યું અને વાતચીતમાં સમય બગાડ્યા વિના વાંચ્યું.
આઠેક વાગે નીરુપનાં મમ્મી જાતે આવીને બટાકાપૌંઆ આપી ગયાં. નાની, ચિબાવલી બહેન પણ સંતાઇને રૂમમાં ડોકિયું કરી ગઇ, જાણે ભાવિ ભાભીને જોવા ન આવી હોય!
સંજોગો પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા હતા. એકાદ અઠવાડિયું વીત્યા પછી નિક્કીએ વિનંતી કરી, ‘નીરુપ, મને તો ફફડાટ થાય છે. પરીક્ષા સાવ નજીક આવી ગઇ છે અને સિલેબસ પૂરો થાય તેમ નથી. હું ઘરે રહીને તો એક મિનિટ પણ વાંચી શકતી નથી. આજથી હું આખી રાત અહીં રહીને વાંચું તો તને વાંધો છે?’
નીરુપના મનમાં તો ધાણી ફૂટવા માંડી, પણ એણે જે કહ્યું તે સાચું જ હતું, ‘નિક્કી, એ માટે તો મારે મમ્મી-પપ્પાને પૂછવું પડે. અડોશ-પડોશના લોકો શું કહેશે એનો પણ વિચાર કરવો પડે.
નિક્કી ગુસ્સે થઇ ગઇ, ‘સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ! મને પડોશીઓની પરવા નથી, તું તારી વાત કર અને તારાં મમ્મી-પપ્પાની વાત કર.’
નીરુપ પણ હવે શરમ ત્યાગીને થનગનતો વછેરો બની ગયો, ‘મારાં મમ્મી-પપ્પાની વાત છોડ, હું શું ઇચ્છું છું એ પૂછને! મમ્મીને તો હું મનાવી લઇશ અને પપ્પાને મમ્મી મનાવી લેશે.’
સાંજનો સમય હતો અને એક રૂપાળી છોકરી એક રોમેન્ટિક છોકરાને જવાબ આપી રહી હતી, ‘બોલને! તું શું ઇચ્છે છે?’
‘એ જ કે તું કાયમ માટે મારી રાતોનું અજવાળું બનીને મારા ઘરમાં આવી જા.’ નીરુપનો જવાબ સાંભળીને પહેલાં નિક્કી શરમાઇ ગઇ, પછી આથમી રહેલો સૂરજ શરમાઇ ગયો. આકાશ અને ઓરડો બંને શરમથી લાલ-લાલ બની ગયા. પરિવારના ભવિષ્યની આશાઓ અને અપેક્ષાઓનો આધાર એકનો એક લાડકો દીકરો જ્યારે મમ્મી-પપ્પાને વિનંતી કરે ત્યારે માવતર એને ના પાડી શકે?
એ દિવસથી નિક્કીરાણીનાં અજવાળે નીરુપનો ઓરડો ઝળહળી ઊઠ્યો. રાતભર બે યુવાન હૈયાઓની હરકતો પર ચોકીપહેરો ગોઠવવા માટે કોણ નવરું હોય! નીરુપની મમ્મી રાતના દસેક વાગે આવીને ચા-નાસ્તાનું પૂછવાના બહાને ઉપરછલ્લી જાસૂસી કરી જતાં, વહેલી સવારે નીરુપના પપ્પા બ્રશ કરતાં કરતાં એકાદ આંટો મારી લેતા. આ બે ઘટનાઓ વચ્ચે પૂરી એક રાત પથરાયેલી રહેતી. જ્યાં આગ અને ઘી બંને એકલાં જ હોય અને બેમાંથી એક ન થઇ જવાય એની સાવધાની જાળવીને ધીમી આંચે બળતાં હોય.
આગ પણ કેવી! હૈયામાં જાણે ભડકો થયો હોય તેવી! અને ઘી જાણે જામખંભાળિયાનું દેશી થીજેલું ઘી હોય એવું! ઘી પીગળ્યું ખરું પણ પ્રેમના કંસારમાં ભળવા માટે રાજી ન થયું. નીરુપે સહજ અમસ્તી ઇચ્છા છેડી તો નિક્કીએ કહી દીધું, ‘હમણાં નહીં. લગ્ન થઇ જવા દે.’
લગ્ન માટે તો વાર હતી પણ નીરુપે ઘરમાં વાત મૂકી, ‘મને નિક્કી ગમે છે. અમારી સગાઇ કરી દો.’ એના પપ્પાએ નિક્કીના પપ્પાને વાત કરી. બંને પરિવારો રાજી થઇ ગયા. સગાઇ થઇ ગઇ. ત્રણ મહિના પછી રિઝલ્ટ જાહેર થયું. નિક્કી સિત્તેર ટકા લાવી હતી, નીરુપ સેકન્ડ ક્લાસ પાસ થયો હતો.
‘હવે તું શું કરવા માગે છે?’ નીરુપે પૂછ્યું.

નિક્કીની ખુશીનો પાર ન હતો, ‘મારે તો અમદાવાદની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવીને મારા પ્રિય વિષયમાં માસ્ટર્સ કરવું છે. મારા ડિસ્ટિંકશન માર્ક્સના આધારે મને એડમિશન મળી જશે. આ બધું તારા લીધે શક્ય બન્યું છે, નીરુપ. જો તે મને વાંચવાની અનુકૂળતા પૂરી ન પાડી હોત તો કદાચ હું માંડ માંડ પાસ થઇ હોત. થેન્ક યૂ વેરી મચ.’
નિક્કીની ખુશીથી ખુશ થયેલા નીરુપે ધીમેકથી પૂછી લીધું, ‘આપણાં લગ્ન?’
‘લગ્ન તો કરીશું જને. મારું માસ્ટર્સ પતી જાય એટલે આપણાં મેરેજ.’ નિક્કીની આંખોમાં માસ્ટર ડિગ્રીનો સુરમો અંજાયેલો હતો. અચાનક એના રૂપાળા ચહેરા પર ઉદાસીની વાદળી છવાઇ ગઇ, ‘નીરુપ, મને એક બાબતની ચિંતા છે. મેં અમદાવાદમાં ફોન કરીને પૂછી લીધું છે. મને ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન તો મળી જશે પણ…’
‘પણ શું?’ નીરુપે પૂછ્યું.
મને રહેવા માટે હોસ્ટેલમાં એડમિશન નહીં મળે. ગયા વર્ષનું રિઝલ્ટ આકરું હોવાથી રૂમ્સ ખાલી નહીં થાય. છ-બાર મહિના સુધી મારે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવી પડશે. એ મને મોંઘુ પડશે. પપ્પા પાસે એટલા રૂપિયા નથી કે એ મને…’ નિક્કી ચૂપ થઇ ગઇ.
નીરુપે દર મહિને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું. નિક્કી અમદાવાદની એક મોંઘી ગણાતી પી. જી. ગર્લ્સ હોસ્ટેલમાં સારી રીતે ગોઠવાઇ ગઇ. બંને વચ્ચે રોજ સવારેને સાંજે મોબાઇલ ફોન પર વાતચીત થતી હતી. પ્રેમની દોરી પર સતત સંપર્કનો માંજો ચડતો રહેતો હતો.
ફર્સ્ટ યરની પરીક્ષા નજીક આવી એટલે નિક્કીને વાંચવા માટે આરામદાયક સ્ટડીરૂમની જરૂર પડી. એની સાથે ભણતા રોમેશનો વિશાળ બંગલો એના માટે ખુલ્લો થઇ ગયો. ત્રણ મહિના પછી નિક્કીએ નીરુપને આવો મેસેજ કરી દઇને એનો નંબર કાયમ માટે બ્લોક કરી નાખ્યો: ‘મને ભૂલી જજે. મેં તારી સાથે ‘બ્રેક અપ’ કરવાનો નિર્ણય કરી લીધો છે. હું રોમેશના પ્રેમમાં પડી ચૂકી છું. લગ્ન એની સાથે જ કરીશ.’
પ્રચંડ આઘાતમાં સરી પડેલા નીરુપને લાગ્યું કે પોતે માણસ નથી, પ્રેમી નથી પણ પિવાઇ ગયા પછી ફેંકી દેવાયેલું ખાખી બીડીનું ઠૂંઠું છે.
નીરુપ કંઇક કહેવા માગતો હતો, પણ નિક્કીએ એનો બ્લોક કરી દીધો. એણે નાનીબહેનના મોબાઇલમાંથી નિક્કીને આ મેસેજ લખી મોકલ્યો: ‘નિક્કી, તારા આ નિર્ણયથી હું ખૂબ ખુશ છું. તારો આભાર માનું છું. આભાર એ માટે માનું છું કે તેં મને સમયસર જણાવી દીધું કે તું કેવી છો! ખુશી એ વાતની છે કે હું બચી ગયો. વીતેલા સમય પર દૃષ્ટિ કરું છું તો હવે મને તારું વર્તન સાફ-સાફ દેખાય છે અને સમજાય પણ છે. તું ગરજ અનુસાર ચાલનારી એક સ્વાર્થી સ્ત્રી છો. તારી પોતાની સગવડ માટે તું પુરુષનો ઉપયોગ કરે છે.
અહીં તને જે સુવિધા જોઇતી હતી એના માટે તેં મારો ઉપયોગ કરી લીધો, ત્યાં તને રોમેશ મળી ગયો. રોમેશને ભવિષ્યમાં અનુભવ થશે તે એ પણ મારી જેમ જ તારી મહત્ત્વાકાંક્ષાની નિસરણીનું માત્ર એક પગથિયું જ હતો. મને લગ્ન કરતા પહેલાં આ જ્ઞાન પૂરું પાડવા બદલ તારો લાખ લાખ વાર આભાર માનું છું. ચલો, સુહાના ભરમ તો ટૂટા, જાના કે હુસ્ન ક્યા હૈ!’ }(શીર્ષક પંક્તિઃ શૈલેન્દ્ર)

હિડન ટ્રુથ:કાર સાથે બનતી તે રહસ્યમય ઘટનાઓ હજુ પણ વણઉકેલાઈ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/those-mysterious-incidents-involving-cars-are-still-unsolved-134522331.html
જયેશ દવે મૃત્યુ થતા સ્થૂળ દેહની સાથે પંચમહાભૂત ક્રમશઃ વિલીન થાય છે પરંતુ જીવાત્મા મન, બુદ્ધિ, સૂક્ષ્મ શરીરની કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય સાથે નવી યાત્રા શરૂ કરે છે. તેના અંતઃકરણમાં જે ભાવ રહેલો હોય છે તે મુજબ તે આ યાત્રામાં આગળ વધે છે. ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે,
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥
શરીરનો ત્યાગ કરતા સમયે જીવાત્માને જે ભાવ હોય છે, જે સ્મરણ કરે છે તે તેને જ પામે છે. તમામ શાસ્ત્રો અને પુરાણોમાં પણ અશરીર અવસ્થા તથા પુનઃજન્મમાં પણ ભાવ અને સંકલ્પને મહત્ત્વ અપાયું છે. મૃત્યુ સમયે કોઈ વ્યક્તિ કે ઘટના પ્રત્યે દ્વેષ કે બદલાની ભાવના અંતઃકરણથી મુક્ત ન થયો હોય તો તેનો પ્રભાવ તેની પરલોક યાત્રામાં સતત દેખાતો હોય છે. આવો પ્રભાવ જડ વસ્તુઓ પર પણ પડતો હોય છે. આવા પ્રભાવને કારણે થતી ઘટનાઓ રહસ્યમય હોય છે.
1976થી 78ના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં બનેલી આવી રહસ્યમય ઘટનાઓ અંગે વિજ્ઞાન કે બુદ્ધિજીવીઓ કોઈ ખુલાસો આપી શક્યા નથી. આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડના ક્લેયર માઉન્ટ વિસ્તારના જંગલ વિસ્તારમાંથી પસાર થતી કાર સાથે વિચિત્ર કહી શકાય તેવી ઘટના બનતી.
પોટર્સ સાઉથ રોડ, કે જે આ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હતો. આ રોડ પરથી પસાર થતી કાર સાથે કોઈ પદાર્થ જોરથી અથડાતો અને એક ઈંચનો છેદ થઈ જતો. કશુંક જોરદાર અવાજ સાથે કોઈ કારના દરવાજા સાથે તો કોઈના કાચ પર તો કોઈ કારની છત પર અથડાતું. શું અથડાયું તે ખબર ન પડતી અને કશું સ્થળ પર હાથ પણ ન લાગતું પરંતુ કોઈ મશીનથી ચોક્કસ રીતે છેદ કરવામાં આવ્યો હોય તેટલો સટીક એ છેદ જોવા મળતો. જાણે કોઈ ડ્રિલ મશીનથી એક ઇંચ વ્યાસનું કાણું પાડી દેવામાં આવ્યું હોય!
પહેલા એકલદોકલ ઘટનાઓને ધ્યાને ન લેવામાં આવી પરંતુ સતત આવી ઘટના બનવા લાગતા પોલીસ કામે લાગી. રોડના ચોક્કસ કિલોમીટર કે જ્યાં આ ઘટના બનતી તે વિસ્તારમાં તમામ શક્યતાઓ સાથે તપાસ કરી પરંતુ કશું જ હાથ ન લાગ્યું. એવો પણ તર્ક વહેતો થયો કે સરકાર આ જંગલમાં કોઈ હથિયાર બનાવવા ગુપ્ત પ્રયોગ કરી રહી છે અને તેનાં કિરણો આકસ્મિક છૂટી જતા આવી ઘટના બને છે. ના કોઈ જાનહાનિ, ન કોઈ મશીનમાં કરાવી માત્ર એક ઇંચનું કાણું કઈ રીતે પડી જતું તે રહસ્ય ઉકેલાયું ન હતું. એ રોડ પર સતત પેટ્રોલિંગ પણ ગોઠવ્યું છતાં આવી ઘટનાઓ અટકી નહીં.
વિજ્ઞાન અને બુદ્ધિજીવીઓને કશું જ હાથ ન લાગ્યું પરંતુ અગોચર વિશ્વ, આત્મા, પરલોક, પુનઃજન્મ વિષયમાં સંશોધન કરતા લોકોએ આ વિસ્તારના ઇતિહાસને ફંફોસવાનું શરૂ કર્યું તો બે એવી ઘટનાઓ સામે આવી જે આ રહસ્યમય ઘટનાઓના તંતુ સુધી લઈ જતી હતી.
આ કલેયર માઉન્ટની જમીન ડ્યુક ઓફ ન્યૂ કાઉન્સિલ નામના જાગીરદાર પાસે હતી. તેણે આ વિસ્તારમાં એક સુંદર તળાવ બનાવવાની જવાબદારી વિલિયમ કેન્ટ નામના ઠેકેદારને સોંપી. આ ઠેકેદારે તળાવ તૈયાર કર્યું પછી જાગીરદારે પૈસા ન ચૂકવ્યા અને તેની હત્યા કરી લાશ કારમાં લઈ જઈ તળાવમાં ફેંકી દીધી. આ વિલિયમને આ તળાવ અને જંગલ પ્રત્યે પ્રેમ હતો અને પોતાની હત્યા કરનાર જાગીરદાર પ્રત્યે ગુસ્સો. તેનો આ ભાવ તેના મૃત્યુ સમયે અંતઃકરણમાં હતો. તેનો આ ગુસ્સો અહીંથી પસાર થતી તમામ કાર પર નીકળતો હતો!
બીજી ઘટના, બ્રિટિશ શાસન દરમિયાન લોર્ડ ક્લાઈવ ભારત આવ્યા હતા અને ભારતથી પરત ગયા બાદ આ ક્લેયર માઉન્ટ વિસ્તારને તેણે ખરીદી લીધો હતો. તેને શાંતિની ઝંખના રહેતી પરંતુ સતત ઉદ્વેગ અને તાણમાં રહેતા હતા. મોટર કારનો અવાજ પણ તેને પીડા આપતો. તેણે પોતાની એસ્ટેટની બાજુમાંથી પસાર થતો રસ્તો પણ બંધ કરાવી, દૂર નવો રસ્તો બનાવી દીધો હતો જેથી કારની ઘરઘરાટી કાનમાં ન પડે! માનસિક પરિતાપમાં ક્લાઈવે આત્મહત્યા કરી લીધી હતી.
તો શું મૃત્યુ પછી શાંતિ ઈચ્છતો કલાઈવ અહીં નીકળતી કાર પર આ રીતે હુમલો કરતો હતો? લોર્ડ કલાઈવ કે પછી ડ્યુક ઓફ ન્યુ કાઉન્સિલ, કોણ આ ઘટનાઓ પાછળ જવાબદાર છે તે સાબિત થઈ શકે તેમ નથી. કાર પર હુમલાની આ વિચિત્ર ઘટનાઓ ત્રણેક વર્ષ પછી બંધ થઈ ગઈ પરંતુ રહસ્ય તો અણઉકલ્યું જ રહ્યું છે. }

અમલપિયાલી:શાસ્ત્રના ભણતર કરતાં જીવનનું ગણતર વધુ પ્રકાશે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-calculation-of-life-sheds-more-light-than-the-study-of-scripture-134522322.html
વિનોદ જોશી `વડલો કહે છે વડવાયું સળગી
મેલી દિયોને જૂના માળા;
ઊડી જાવ પંખી પાંખોવાળાં…’
- દુલા કાગ
ક્ષ અને પંખી બંને કુદરતના અપ્રતિમ સર્જન છે. તેમને વિશે વિચારીએ ત્યારે બહુ બધું અવનવું સૂઝવા લાગે. આ પંક્તિઓના કવિ દુલા કાગ લોકના કવિ છે, પણ શ્લોકની ભૂમિકાએ જઈ જીવનના અકાટ્ય સત્ય પર તેઓ વૃક્ષ અને પંખીની વાતથી સહજ રીતે પ્રકાશ પાથરે છે.
વૃક્ષનું એક સત્ય એ છે કે તે ઊગ્યું હોય ત્યાંથી આપમેળે ખસી શકતું નથી. તે આપણે જોઈ શકીએ તે રીતે ઉપર વધે છે. પણ આપણને ન દેખાય તે રીતે જમીનમાં પણ વધે છે. વૃક્ષ અને મૂળનો સંબંધ તેઓ બંને એકબીજાંને જોઈ ન શકે તો પણ એકરૂપ રહેવાનો છે. પરસ્પરતા એટલે શું તે વૃક્ષ અને મૂળનો સંબંધ સમજીએ તો સમજાય. મૂળ વૃક્ષને પકડી રાખે. વૃક્ષનો આશ્રય એટલે મૂળ. પણ આપણે મહિમા વૃક્ષનો કરીએ. મૂળનો નહીં.
વૃક્ષના આશ્રયે રહેલાં પંખી પણ આપણને ઘણું ઘણું કહી જાય છે. તેની પાસે પગ પણ છે અને પાંખો પણ છે. ચાલવું અને ઊડવું જેવી બે નૈસર્ગિક શક્તિઓ તેની પાસે છે. એવું છે કે આપણે માત્ર ચાલી જ શકીએ છીએ. પણ કુદરત આપણાં કરતાં પંખી પર વધુ મહેરબાન! ઊડવા જેવી અપ્રતીમ આવડત આપણી પાસે નથી. પંખી ક્યારે ચાલવું અને ક્યારે ઊડવું તે જાણે છે. આપણી પાસે ચાલવાની આવડત છે પણ દિશા અને ગતિનું આપણને ભાન નથી. દિશાની ખબર હોય તો ગતિ નથી હોતી અને ગતિ હોય તો ક્યાં જઈએ છીએ તે દિશાની ખબર હોતી નથી.
હવે આ પંક્તિઓને સમજીએ. વડલાને આગ લાગી છે. વડલા પર પંખીઓએ માળા બાંધ્યાં છે. કવિ અહીં વડલાના મુખે પંખીઓને કહેવડાવે છે કે તમે તમારા માળા છોડી દઈને ઊડી જાવ, જેથી તમે મારી સાથોસાથ બળી ન મરો. વડલો પોતે તો ખસી શકવાનો નથી. માળા જૂના છે તેનો અર્થ એ કે વડલાનો અને પંખીઓનો સહવાસ બહુ જૂનો છે. બહુ લાંબા સમયનું સખ્ય છે તો પરસ્પરની માયા પણ ગાઢ હશે. એટલે જ આગ લાગી હોવા છતાં પંખીઓ વડલો છોડીને ઊડી જતાં નથી. વળી, વડલો પંખીઓને ઊડી જવા કહે છે તેનો અર્થ એ થયો કે પંખીઓનું હિત ઊડી જવામાં છે તેની વડલાને ખબર છે.
વડલાના આશ્રયે બાંધેલો માળો પંખીઓએ હજી છોડ્યો નથી. સામે મૃત્યુ દેખાય છે પણ તેનાથી ડરીને ઊડી જવું એમને યોગ્ય લાગ્યું નથી. આશરો આપનાર ભડકે બળે છે. કારણ કે એ અહીંથી ખસી શકે તેમ નથી. અને પોતે તો પાંખો થકી પળવારમાં ઊડી જઈ શકે તેમ છે. પણ એમણે તેવું કરવું નથી.
પરસ્પરના આટલા દીર્ઘ સહવાસ પછી સ્વાર્થને ખાતર અળગા થઈ જવું શું યોગ્ય ગણાય? કવિ પંખીઓને બહાને કેવડી મોટી વાત માનવજાત માટે કરી દે છે! પંખીઓ હજી ઊડ્યાં નથી તેવું તો આપણને વડલાની વાતથી જ સમજાઈ ગયું છે. વડલો લાચાર છે. તેનો અંત તો નક્કી છે. પરંતુ પંખીઓ પણ વિવશ છે. તેઓ વડલાને બચાવી શકતાં નથી અને પોતે તેનાંથી ભાવવશ વિખૂટાં પણ પડી શકતાં નથી. એમને પોતાનું મૃત્યુ સ્વીકાર્ય છે પણ આશ્રય આપનારનો દ્રોહ કરવાનું માન્ય નથી.
વડલો પોતાને પગ કે પાંખો નથી તે મજબૂરીનો ભોગ બન્યો છે અને પંખીઓ પગ અને પાંખો હોવા છતાં ઊડવાની તકનો ત્યાગ કરે છે. ત્યાગીને ભોગવી જાણો એ ઉપનિષદ મંત્ર એક ઓછું ભણેલા પણ બહુ બહુ ગણેલા એવા કવિની કલમેથી સાવ સરળ રીતે સરી આવે છે ત્યારે લાગે છે કે કવિની પ્રતિભા શાસ્ત્રના ભણતર કરતાં જીવનના ગણતરમાં વધુ પ્રકાશે છે. સરેરાશ પ્રતીકોને વણી લઈ, લોકભાષા વડે કવિતાને આંબવામાં અહીં જે સર્જકતા દેખાય છે તે આપણને પ્રસન્ન કરે છે. }

તર...બ...તર:બેવફા જિંદગી અને મોત મહેબૂબા…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-unfaithful-life-and-death-of-mehbooba-134522323.html
હરદ્વાર ગોસ્વામી કર્ણાટકમાં ‘રાઈટ ટુ ડાઈ’ના અધિકાર પછી કાયદાનો આધાર રાખીને વ્યક્તિ લિવિંગ વિલ તૈયાર કરીને સ્વમાન સાથે મૃત્યુને ભેટી શકશે. જો કે સુપ્રીમે ક્યારેય પશ્ચિમના દેશોમાં ઇન્જેકશન આપીને મરવાની વાતને સમર્થન આપ્યું નથી. ત્યાંની અને અહીંની સામાજિક સ્થિતિ જુદી છે.
લંગડાતાં લગ્ન કરતાં દિલથી ડિવોર્સ વધુ યોગ્ય છે, એમ મહારોગથી પીડાતા વ્યક્તિ પાસે બીજો કોઈ રસ્તો જ ન હોય ત્યારે આ કાયદાનો ઉપયોગ કરી શકો છો. આપણા દેશમાં મૃત્યુને પણ જન્મ જેટલું જ ગરિમાપૂર્ણ મનાયું છે. ભલે અગવડમાં જીવતા હોઈએ પણ બીજાની મદદ માટે હંમેશાં તૈયાર હોઈએ. ગામડામાં અડોશપડોશ અને સગાંવહાલાંનો સ્નેહાળ સહયોગ હોય એટલે ઘરે આવેલો મોટો પ્રસંગ પણ સરળતા અને સહજતાથી ઉકલી જાય છે.
માત્ર 21 ફેબ્રુઆરી એ જ માતૃભાષાને યાદ કરીશું તો માતૃભાષા સામેથી મૃત્યુ માંગશે. ખોટી જોડણી લખીએ ત્યારે ભાષા બીમાર પડે, ખોટું બોલીએ ત્યારે ભાષા ઘાયલ થાય, ન વાંચીએ ત્યારે ભાષા વિધવા થાય. ધીરે ધીરે આ બધા રોગ ભેગા થાય ત્યારે માતૃભાષા મૃત્યુ પામે છે. વિદેશમાં તો કોઈને શાપ આપવો હોય તો એને કહેવાય કે ‘તારી માતૃભાષા ભૂલી જા’ ભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી છે. ગુજરાતી ભાષા શહેરમાં સંકટમાં હશે પણ ગામડામાં તો એ ય હાકોટા ને પડકારા કરે છે.
ગુજરાતી મહંમદ અલી જીનાના પાકિસ્તાનમાં ગુજરાતી લિપિ અલોપ થઇ રહી છે. આ પાકિસ્તાનના સ્થાપક વિચારની સંકુચિતતાને કારણે વ્યાપક ન બની શક્યા. ભારત-પાકિસ્તાન મેચ એટલે જાણે જીવન મરણનો સવાલ. ખેલાડી જેટલો જ જુજ્જો પ્રેક્ષકોમાં પણ હોય છે. ભારતમાં ક્રિકેટનો ક્રશ અને ક્રેઝ અજબ છે. રસાકસીભરી મેચમાં કેટલાયના હાર્ટ ફેઈલ થયાના ઉદાહારણ છે.
ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે રસ્તા પર ચકલુય ન ફરકે. પાકિસ્તાન સામે મેચ જીતીએ એટલે જાણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાનો આનંદ. વર્ષ 2005માં પાકિસ્તાન સામે મેચ હતી. શાહિદ આફ્રિદીની બેટિંગ અને આશિષ નેહરા બોલિંગ કરતો હતો. વિકેટ પાછળનો ખૂબ સરળ કેચ ધોનીએ છોડયો ત્યારે ગુસ્સામાં આવી ને નેહરાએ ધોનીને કહ્યું કે ‘….હાથ મેં દૂ તુમ્હારી…સીધી કેચ નહીં પકડતે યાર…’
આજે અવિસ્મરણીય અભિનેત્રી મધુબાલાની મૃત્યુતિથિ. સૌંદર્યમાં મધુબાલાને મુકાબલો આપે એવી અભિનેત્રી નલિની જયવંત 50ના દાયકામાં લોકોના દિલમાં ડેરો નાખીને બેઠી હતી. તેની પાછલી જિંદગી ખૂબ ખરાબ રહી. ત્રણ દિવસ સુધી એની લાશ રૂમમાં જ પડી રહી હતી. રતિલાલ ‘અનિલ’ (આજે એમની જયંતી) તેની પ્રખ્યાત ‘રસ્તો’ ગઝલમાં કહે છે કે...
પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
ભારતના જાદુગર પી. સી. સરકારની નામના વિદેશમાં પણ હતી. ‘ઇન્દ્રજાલ’ નામના શોને કારણે ખૂબ ખ્યાત હતો. તેઓ શો કરતા હતા એ દરમિયાન જ એમને હૃદયમાં કૈક તકલીફ લાગી પણ ‘શો મસ્ટ ગો ઓન’ના મંત્રને અપનાવ્યો. પણ જેવો શો પત્યો કે એમને જીવલેણ હાર્ટ એટેક આવ્યો. સરકારને કારણે દુનિયામાં જાદુને ઓળખ મળી. એમના જાદુમાં ‘મોતનો ખેલ’ સૌના શ્વાસ અધ્ધર કરી દેતો હતો. તેઓ આધુનિક ભારતીય જાદુના પિતા તરીકે ઓળખાતા હતા. 23 ફેબ્રુઆરી, 1913 માં તેમનો જન્મ અને 6 જાન્યુઆરી, 1971 ના રોજ અવસાન થયું હતું.
નોબેલ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ મૃત્યુને અડીને બેઠેલી વ્યક્તિને આશાના અરવલ્લી પહાડ પર બિરાજમાન કરાવે છે. એમને વાંચતા લાગે કે સ્થાપત્યકલા નિહાળીએ છીએ, જે આંખ અને અંતરને ઠારે છે. એમની ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’ કૃતિ બહુ પોંખાયેલી. પાંચ વિભાગમાં વિભાજિત આ નવલકથાના અંતિમ ભાગમાં કૅથરિનનું પ્રસૂતિમાં મૃત્યુનું વર્ણન કમાલનું છે.
હેમિંગ્વે સારા શિકારી હતા. એકવાર શિકાર દરમિયાન લોકોને એમ લાગ્યું કે એ મૃત્યુ પામ્યા અને એમને મૃત ઘોષિત કરેલા. એમના જીવન વિશેની ગોસિપ પણ બહુ હતી. કલમમાં કસ અને જીવનમાં રસ ઊડ્યો એટલે બંદૂકની ગોળીથી પોતે પોતાના જીવનનો અંત લાવી દીધો હતો.
ઈશ્વરે આપેલ અમૂલ્ય વરદાન એટલે જિંદગી. આ વરદાન ત્યારે શ્રાપ બને છે, જ્યારે તમે કાયર થઈને અથવા તો કાયલ થઈને જિંદગી ટૂંકાવી નાખો છો. આત્મહત્યા મતલબ જિંદગીની પરીક્ષામાં પણ નાપાસ. ‘જંગલબુક’ના મોગલીને પણ એટલી તો સમજ હોય છે કે પ્રશ્નો તો આવે ને જાય. ટ્રબલના ટ્રાફિકમાંથી કોઈને ઉગારી શકીએ તો જિંદગીનો આનંદ બમણો થઈ જાય છે. આત્મહત્યા એ તો તમારી જાત સાથે કરેલો અન્યાય છે.
હસતે મોંએ પીડાના પહાડને ચૂર ચૂર કરી શકે એને જ ઈતિહાસ ‘માંઝી’ તરીકે પિછાણે છે. સંકટનો સામનો કરે એ જ સાચો સંકટમોચન. આ દિવસ પણ ચાલ્યો જવાનો છે. કોઈ એક ભૂલને ફૂલમાં ફેરવે એ જ ખરો જીવનમાળી.

મૃત્યુ એ અંતિમ મુકામ છે પણ અંતિમ ઉપાય નથી. કોઈ વ્યક્તિ સ્યુસાઈડ કરે ત્યારે એ એકલી મૃત્યુ નથી પામતી, તેની પાછળ ઘરના અનેક લોકોની ખુશીને પણ ‘ધ એન્ડ’ લાગી જાય છે. પિતા પાયમાલ થઇ જાય છે, માતા મૌન, ભાઈ ભાંગી પડે છે અને બેન બેહાલ...ફિલ ડૉનાહે કહ્યું છે કે ‘Suicide is a permanent solution to a temporary problem’.
કોઈ નબળા નિર્ણયથી તમને એક ક્ષણ સંતોષ થશે પણ તમારા વ્હાલીડાઓ માટે કાયમી કચવાટ મુકીને જશો. આ અંતિમ પગલાં પહેલા તમારા પછી તમારા પ્રિયજનના હાલ હવાલનો વિચાર કરી લેજો. જિંદગી ઈશ્વરની અમાનત છે એટલે એના અંત પર તમારો કોઈ હક નથી બનતો. જિંદગીને જીવી જાણવી એ ઈશ્વર પ્રત્યેની સાચી આસ્થા છે.
કબ્રસ્તાનને એટલા માટે દીવાલ માટે નથી હોતી કે અહીં કોઈ કૂદીને આવવાનું નથી અને જે આવી ગયું છે એ ભાગી જવાનું નથી. ઘરથી કબર સુધીની જિંદગીની સફરમાં આપણે કેટલી હાય-હોય કરી નાખતા હોઈએ છીએ. ઘોડિયાના લાકડાથી ચિતાના લાકડા સુધીની દડમજલમાં લાકડાની તલવારે રમવાનું હોય છે. જેમ ફિલ્મ ‘મસાન’ની બે અલગ અલગ વાર્તા એક થઇ જાય છે એમ જિંદગીની પણ અલગ અલગ વાર્તા અંતે મૃત્યુ નામની નોવેલમાં સમાઈ જાય છે.
સ્મશાન વૈરાગ્ય જેવા પરીક્ષાના સમયે વિદ્યાર્થી અનેક સંકલ્પો કરે છે. માણસ સ્મશાનમાં સંકલ્પ લે કે ‘હવેથી સારું જીવન જીવીશ’ પણ મૃત શરીરને સળગાવી ઘરે ન્હાવા જાય ત્યારે સંકલ્પોનું પણ નાહી નાખે છે.
ફ્લોર હેસ્ટીન્ગ્સ કહે છે કે ‘હું યુવાનીમાં મોતને ભેટું તો શોક ન કરશો. જિંદગી પોતાનો તેજ:પુંજ ગુમાવી દે એ પહેલા ચાલ્યા જવું સારું.’ જિંદગીનો ઢસરડો ન હોય. પૂ. મોટાને લાગ્યું કે મારું શરીર હવે લોકકલ્યાણના ઉપયોગમાં આવી શકે એમ નથી ત્યારે એમને સ્વેચ્છાએ મૃત્યુનો સ્વીકાર કર્યો હતો.
આવજો...
લોભી માણસ હંમેશ ગરીબ હોય છે. - કલોડિએનસ

સ્ટાર્ટ-અપ:સ્ટાર્ટ-અપને મજબૂત કેવી રીતે રાખી શકાય?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-can-a-start-up-be-kept-strong-134516462.html
ચંદન માલૂ ર્ટ-અપ્સ માટે એવો મજબૂત પાયો બનાવો કે જે સ્ટાર્ટ-અપને ઊંચાઈ પર લઈ જઈ શકે અને તેને સ્થિર પણ રાખી શકે. તો ચાલો સમજીએ કે નાની ટીમ અને મર્યાદિત બજેટ હોવા છતાં પણ તમારા સ્ટાર્ટ-અપને મજબૂત અને સ્થિર કેવી રીતે રાખી શકાય છે.
સ્પષ્ટ ભૂમિકાઓ સાથે ઘણી જવાબદારીઓ: સ્ટાર્ટ-અપમાં સામાન્ય રીતે બધા કામ કરે છે. સ્ટાર્ટ-અપમાં, માર્કેટર પણ કન્ટેન્ટ ક્રિએશનમાં મદદ કરે છે અને પ્રોડક્ટ મેનેજર કસ્ટમર સપોર્ટમાં મદદ કરે છે. આને કારણે ખર્ચ પણ ઓછો થાય છે, ડાયનેમિક અને અનુકૂળ ટીમ બને છે.
સ્માર્ટ ખર્ચ: સ્ટાર્ટ-અપ્સ પાસે મોટા માર્કેટિંગ બજેટ ન હોવાથી પૈસાનું યોગ્ય રીતે વિતરણ કરીને અસરકારક ચેનલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. વારંવાર વિવિધ માર્કેટિંગ વ્યૂહરચનાઓની તુલના કરીને એવી વ્યૂહરચનાઓ પસંદ કરવી જોઇએ કે જે વધારે ખર્ચ કર્યા વિના શ્રેષ્ઠ પરિણામ આપે.
ઓર્ગેનાઇઝ્ડ રહેવા માટેની સરળ રીતો: ‘યોજના વગર કામ કરવું એટલે નિષ્ફળતાની યોજના બનાવવી.’ સ્ટાર્ટ-અપમાં હંમેશા કંઈક નવું ચાલી રહ્યું હોય છે. તમારું કામ હંમેશાં યોગ્ય રીતે ચાલે તે માટે, તમારી ટીમ સાથે સંકલન જરૂરી છે. તેથી જ દિવસ ગમે તેટલો વ્યસ્ત હોય પણ પ્રોજેક્ટ ચેક-ઇન કરવું જ, એવો નિયમ બનાવવો. ઘણાં ટૂલ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, હવે કામ વિશે ટ્રેક રાખવો સરળ છે.
ફ્લેક્સિબિલિટી અને ટીમવર્ક: સ્ટાર્ટ-અપ્સમાં સૌથી વધુ અસરકારક રીતે કામ ત્યારે થાય છે જ્યારે દરેકના વિચારો સાંભળવામાં આવે. આ માટે સાપ્તાહિક બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ રાખવાં, જ્યાં આખી ટીમ અપડેટ્સ શેર કરે અને સાથે મળીને સમસ્યાઓના ઉકેલ માટે કામ કરે.
વિકાસ માટેનું આયોજન: સ્ટાર્ટ-અપ ચલાવવું એ બીજ રોપવાં જેવું છે; જ્યારે તમે ભવિષ્ય માટે વિચારતા હો, ત્યારે આ જ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તેથી, એવી ટૂલ્સ અને સિસ્ટમ્સ પસંદ કરવી જે તમારી સાથે આગળ વધી શકે. પછી ભલે તે ક્લાઉડ સોફ્ટવેર હોય કે સ્કેલેબલ પ્રોસેસ, પણ સોલ્યુશન્સ ફ્લેક્સિબલ હોવા જોઇએ અને વિસ્તરણની સાથે તે મોટા પડકારોનો સામનો કરી શકે. આજે નાના પગલાં લેવાથી ભવિષ્યમાં થતા ફેરફારો સરળ બને છે અને સફળ થઈ શકીએ છીએ. }

શબ્દ સકળ પૃથ્વીના:પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-first-shivaratri-the-festival-of-samarth-is-the-beginning-of-spring-134516440.html
અજયસિંહ ચૌહાણ સંત પંચમી આવીને સાથે શિશિરની ઠંડી હવાઓ લેતી ગઈ. દક્ષિણ પવનને સ્પર્શે રાતો ખુશનુમા લાગવા માંડી છે. આંબાઓ મંજરીથી લચી પડ્યા છે. લીલાછમ ખેતરોની વચ્ચે ક્યાંક ક્યાંક દેખાતા કેસૂડાનો કેસરી છાક આંખને આંજી દે છે. બે દિવસ પછી શિવરાત્રિ છે. આ સમયે દર વર્ષે અચૂક આવે છે એ ગુમનામ કવિ જેણે આશરે આઠ સદી પહેલાં ‘વસંતવિલાસ’ જેવી અપૂર્વ રચના કરીને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતને ન્યાલ કરી દીધાં.
નરસિંહ મહેતાના સમયથી પણ સો-બસ્સો વર્ષ જૂની આ રચના છે અને એટલે એની ભાષા જૂની ગુજરાતી છે. પ્રાકૃત અને અપભ્રંશમાંથી છૂટી પડીને એ ગુજરાતી બનવા તરફ ડગ માંડી રહીં હતી; માટે બને કે એના ઘણા શબ્દો સમજવા અઘરા લાગે. આમ છતાં એના લય અને નાદનું સૌંદર્ય; વસંતની જેમ જ મનને પ્રફુલ્લિત કરી એવું છે. માત્ર 84 કડીના આ કાવ્ય વસંત અને એની માનવ હૈયા પર થતી અસરનું અદભુત વર્ણન છે. પહેલી કડીમાં સરસ્વતી વંદન કરી; તરત બીજી કડીથી કવિ કાવ્યના વિષયમાં ભાવકને ખેંચી લે છે. એ લખે છે :
‘પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત’
‘રાત્રિ અને દિવસ સરખા થઈ ગયા છે; એવી શિવરાત્રિ આવી છે. દસે દિશાઓમાં પુષ્પોની સુવાસ પ્રસરી રહીં છે. આકાશ પણ વાદળો વગર ચોખ્ખુંચણાક થઈ ગયું છે.’ અહીં બે શબ્દો પર તરત ધ્યાન જાય; શિવરતિ અને સમરતિ. રાત્રિ માટે રતિ શબ્દ છે.
રતિનો બીજો અર્થ કામક્રીડા એટલે કે શૃંગાર સાથે છે. આપણી સંસ્કૃતિમાં શિવ અને શક્તિ દાંપત્યનો આદર્શ છે અને આદર્શ દાંપત્યમાં રતિનું શું મહત્વ છે, એનાં વર્ણનોથી સમગ્ર સંસ્કૃત સાહિત્ય સભર છે. સમરતિ શબ્દમાં પણ રાત્રિ અને દિવસ સરખાં છે; એ અભિધા એટલે કે ઉપરનો અર્થ છે, સાથે બીજો એ પણ થાય કે રતિક્રીડામાં યુગલ સમ-સરખું સંમિલ્લિત છે. આગળની ત્રીજી અને ચોથી કડીનો રણકાર ચિત્તમાં જડાઈ જાય છે.
‘આંબા મૉરથી મઘમઘે છે, કોયલ ગુંજનથી ત્રિભુવનમાં વસંતનો જયજયકાર કરી રહીં છે. વાયુ પદ્મિની સ્ત્રીઓની સુવાસને પ્રસરાવી રહ્યો છે. એવામાં વસંતના પ્રભાવથી વ્યાકુળ બનેલો એક પંથી અધીરો થઈને પ્રિયતમાને મળવા દોડી રહ્યો છે.’
અંત્યાનુંપ્રાસ તો મોટાભાગ કાવ્યોમાં હોય પણ અહીં તો કવિનું ભાષા પરનું પ્રભુત્વ એટલું અસાધારણ છે કે અંત્યાનુંપ્રાસની સાથે આંતરપ્રાસ પણ જાળવ્યાં છે. એ પ્રાસ જાળવતા આગળ એ ઋતુરાજ વસંતના પ્રભાવનું વર્ણન કરે છે.
વસંતના આગમનને વધાવવાં યુગલો ગામ-નગરથી બહાર લતામંડપોમાં ભેગાં થયાં છે. એ સૌ સમૂહમાં ક્રીડા કરી રહ્યાં છે. પદ્મિનીઓનાં શૃંગાર, ભમરાઓના ગુંજન, વનશ્રીના વૈભવ, ચંદનના લેપ, માનુનીઓની રતિ ચેષ્ટાઓ, વિરહિણીઓની વ્યાકુળતા, અંગોનાં લાવણ્યના વર્ણનથી આખું કાવ્ય ભર્યું ભર્યું છે.
ત્યારનો મધ્યકાલીન ગુજરાતી સમાજ સ્ત્રી-પુરુષના રતિ સંબંધ બાબતે કેટલો મુક્ત હશે; એના સંકેતો આ કાવ્યમાંથી મળે છે. મુનિશ્રી જિનવિજયજી ‘વસંતવિલાસ’ની ભાષાને આધારે એને સં. 1250થી સં. 1300 (ઇ. સ. 1194થી ઇ. સ. 1244) આસપાસ રચના ઠેરવે છે. એટલે કે ગુજરાતમાં હજી રાજપૂત શાસન હતું. વિધર્મી શાસનને કારણે ભારતીય સમાજ ધર્મરક્ષા માટે વધુને વધુ સાંકડો-રૂઢિચુસ્ત થયો અને આ-લોકની વાત મૂકીને પરલોકની જ વધુ વાત કરતા ભક્તિયુગની શરૂઆત થઈ; એ પહેલાનું આ કાવ્ય છે.
‘વસંત વિલાસ’ ફાગુ કાવ્ય છે. નરસિંહ પહેલાના સમયમાં આ એક લોકપ્રિય કાવ્યપ્રકાર હતો. અપવાદને બાદ કરતાં એમાં મોટે ભાગે વસંતન વર્ણન થતું. વસંતના આગમન સમયે ફાગુ ગવાતાં. ‘વસંતવિલાસ’નું સૌપ્રથમ સંપાદન કરનાર કેશવ હર્ષદ ધ્રુવથી માંડીને કાન્તિલાલ વ્યાસ, કે. કા. શાસ્ત્રી સમેત અનેક વિદ્વાનો માટે વણઉકલ્યો કોયડો છે, એનો સર્જક. ‘વસંતવિલાસ’ની કોઈ હસ્તપ્રતમાં એના કવિનું નામ નથી.
કાવ્યત્વથી ભરપૂર આવી અનન્ય રચના કરનાર ગુજરાતી સાહિત્યમાં અજ્ઞાત જ રહ્યો છે. આપણી પરંપરામાં કહેવાયું છે ‘નામ તેનો નાશ’ પણ આ કાવ્યના ગુમનામ કવિએ ગુજરાતી ભાષા છે; ત્યાં સુધી ટકી રહે એવું કાવ્ય લખીને નાશવંત જગતમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી દીધું છે. }

યોગ્ય સમયે નિદાન:બાળકોના દાંતના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/proper-care-of-childrens-dental-health-134534036.html
સામાન્ય રીતે લોકોમાં એવી ખોટીમાન્યતા છે કે નાના બાળકોના દાંતની સંભાળ રાખવાની જરૂર નથી કેમ કે આખરે પડી જવાના છે અને બીજા કાયમી દાંત આવવાના છે. એક તારણ પ્રમાણે 4થી 12 વર્ષની વયના 70થી 80 ટકા બાળકોને દાંતના સડાની તકલીફો હોય છે.
એ વાત સાચી છે કે બાળકના દુધિયા દાંત પડી જવાના છે, પરંતુ બાળકની સુંદરતા વધારવાની સાથે સાથે કાયમી દાંત યોગ્ય રીતે બરાબર જગ્યા આવે એમાં દુધિયા દાંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
દુધિયા દાંત કુદરતી રીતે વહેલાં પડી જાય કે કાઢવામાં આવે છે તો અરસપરસના દાંત તે ખાલી જગ્યામાં ખસવા લાગે છે જેથી કાયમી દાંતને ઊગવા માટે પૂરતી જગ્યા મળતી નથી અને દાંત વાંકાચૂંકા આવે છે. આ સિવાય ‘લ’, ‘ય’ અને ‘શ’જેવા શબ્દો નું ઉચ્ચારણ શીખવા માટે દુધિયા દાંત અનિવાર્ય છે.
દુધિયા દાંત વહેલાં પડી જાય અથવા તો પાડવામાં આવે તો પણ કાયમી દાંત તો તેના સમયે જ આવશે. આ સંજોગોમાં ત્યાં સુધી બાળકની ખોરાક ચાવવાની ક્ષમતા ઘટી જાય છે.
સામાન્ય રીતે કાયમી દાંત 6થી 7 વર્ષે આવે છે અને કાયમી દાઢ 12થી 13 વર્ષે ઊગતી હોય છે. જો કાયમી દાંત કે દાઢમાં સડો થાય અને કાઢી નાખવામાં આવે તો એ નવા દાંત ફરી ઊગતા નથી તે દાંતની જગ્યા ખાલી રહે છે.
બાળકોના દાંતમાં સડો થવાનાં કારણો
વધારે માત્રામાં ગાળ્યો અને સ્ટાર્ચ વાળો ખોરાક લેવો (ચોકલેટ,કેક,સોડા,વેફર,વગેરે).
બરોબર બ્રશ ન કરવાથી મોંમાં બેક્ટેરિયા બને છે. દાંત પર બેક્ટેરિયાની ફિલ્મ (પ્લાક) બનવામાં 24 કલાક લાગતા હોય છે. આટલા માટે જ દાંતના ડોક્ટર બે વખત બ્રશ કરવાની સલાહ આપતા હોય છે.
બાળકો ને જ્યારે દાંત ના આવ્યા હોય ત્યારે પણ શિશુના પેઢાં અને મોં બરોબર રીતે ભીનાં સાફ વસ્ત્રથી સાફ કરવા.
જ્યારે શિશુનો પહેલો દાંત ફૂટે છે ત્યાર થી જ સોફ્ટ બ્રિસલના ટૂથબ્રથ અને ફ્લોરાઇડ વગરની ટૂથપેસ્ટથી દાંતની સફાઈ કરવી.
બાળક 5 વર્ષ નું થાય પછી જ ફ્લોરાઇડયુકત ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
જો અગર દુધિયા દાંતમાં સડો થાય છે તો એની અવગણના ન કરવી અને બાળકોના દાંતના નિષ્ણાત ડૉક્ટર પાસે એની સારવાર કરાવવાનો આગ્રહ રાખવો જેથી બાળકને વધારે તકલીફથી બચાવી શકાય.
બાળકના દાંતની સંભાળ કેવી રીતે રાખશો?
બાળક ને દુધિયા દાંત આવે ત્યારથી જ બાળક ને બ્રશ કરવાની આદત પાડો. સારી ગુણવત્તાનું ટૂથબ્રશ વાપરો અને બરોબર પદ્ધતિથી બ્રશ કરવું. દાંત પર ચોટી જાય તેવા ખાદ્ય પદાર્થો નું સેવન ઓછું કરવો, રાતે સુતાં પહેલાં પણ બ્રશ કરવાનો આગ્રહ રાખો.
દૂધની બોટલ મોઢામાં આપીને બાળક ને સુવડાવવાની આદત ના પાડો. તેથી બાળકના દાંત સડવાની શક્યતા વધી જાય છે અને ખૂબ જ ઝડપથી સડો વિકસે છે.
બાળક ને બેબી બોટલ સિન્ડ્રોમ નામની બીમારી થવાની શક્યતા વધે છે. જેમાં બાળકના લગભગ બધા જ દાંતમાં સડો થવાની શક્યતા રહે છે.
બાળકના દાંત ઉપર ફ્લોરાઇડ (સડા પ્રતિરોધક) રસાયણ લગાડવામાં આવે છે જે દાંતને સડા સામે રક્ષણ કરે છે. આ સારવાર દાંતના નિષ્ણાત ડોક્ટર બાળકના દાંત જેમ જેમ ઊગતા જાય તેમ આપી
શકે છે.
આપણા દાંતોમાં કુદરતી તીરાડો અને ખાંચા બનેલા હોય છે જેમાં ખોરાક ફસાઈ છે અને દાંતમાં સડો થવાથી એમાં ફસાયેલો ખોરાક સહેલાઈથી નીકળી શકતો નથી. આવા દાંતમાં સિમેન્ટ પુરાવીને સડા અને ખોરાક ફસાવાથી છુટકારો મેળવી શકાય છે.
દાંત સફાઈની સાથે સાથે જીભની પણ સફાઈ ખૂબ જ અગત્ત્યની છે જે સાફ ન કરવામાં આવે તો મોંમાં દુર્ગંધ પેદા કરે છે અને મોઢાનું સ્વાસ્થ્ય બગડે છે.
બાળકની વર્ષમાં એક વાર બાળકોના દાંતના નિષ્ણાત ડોક્ટર પાસે તપાસ કરવાનો આગ્રહ રાખવાથી બાળકોની દાંતની કોઇ પણ તકલીફથી રાહત મેળવી શકાય છે. આમ, સારવાર માટે યોગ્ય સમયે નિદાન બહુ જરૂરી છે.- ડૉ. તેજ યાદવ અને ડૉ.મયુરી યાદવ

👍1
કાવ્યાયન:મોક્ષદાયી મહાદેવની મંગલકારી મહાશિવરાત્રી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-auspicious-mahashivratri-of-the-lord-of-salvation-mahadev-134534038.html
હરદ્વાર ગોસ્વામી કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું… કૈલાશ કે નિવાસી
ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા
માંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયા
બડા હિ તેરા દાયજા, બડા દાતાર તું
આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું …કૈલાશ કે નિવાસી
બખાન ક્યા કરુ મેં તેરા રાખો કે ઢેર કા
ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા
હે ગંગ ધાર, મુક્તિ દ્વાર, ઓમ કાર તું
આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું…કૈલાશ કે નિવાસી
ક્યા ક્યા નહિ દિયા, હમ ક્યા પ્રમાણ દે
બસે ગયે ત્રિલોક શંભુ, તેરે દાન પે
ઝહેર પિયા, જીવન દિયા, કિતના ઉદાર તું
આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું….કૈલાશ કે નીવાસી
તેરી ક્રિપા બિના ન હિલે, એક હિ અનુ
લેતે હે શ્વાસ તેરી દયા સે તનું તનું
કહે દાદ એક બાર મુજકો નિહાર તું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું…કૈલાશ કે નિવાસી
- કવિ દાદ
કવાર શિવરાત્રીના પર્વ પર એક ભક્ત પર્ણશાળામાં દેવાધિદેવ શંકરનું પૂજન કરીને ધ્યાનસ્થ બેઠો હતો. બલાભિમાની દૈત્યરાજ દુંદુભિનિર્હાદે વાઘનું રૂપ ધારણ કરીને એને ખાઈ જવાનો વિચાર કર્યો. ભક્ત શિવનાં ધ્યાનમાં મગ્ન હતો. એણે પહેલેથી જ મંત્રરુપી અસ્ત્રનો વિન્યાસ કરી લીધો હતો. આ કારણે એ દૈત્ય એના પર આક્રમણ કરવામાં સમર્થ ન થઇ શક્યો. આ બાજુ સર્વવ્યાપી શંભુને એ દુષ્ટ રૂપવાળા દૈત્યના ઈરાદાની ખબર પડી ગઈ હતી.
દિતિપુત્ર મહાબલી હિરણ્યાક્ષનો વિષ્ણુ દ્વારા વધ થઇ ગયા પછી દિતિને બહુ દુઃખ થયું હતું. ત્યારે દેવશત્રુ દુંદુભિનિર્હાદએ આશ્વાસન આપીને નિશ્ચય કર્યો કે ‘દેવતાઓનું બળ સાધુ બ્રાહ્મણો છે, આ લોકો નષ્ટ થઇ જશે તો યજ્ઞ નહીં થાય. યજ્ઞ નહીં થાય તો દેવતાઓને આહાર નહીં મળે અને એથી એ નિર્બળ થઇ જશે. પછી આપણે એના પર સહજતાથી વિજય મેળવીશું.’ આવો વિચાર કરીને એ સાધુ બ્રાહ્મણોને મારવા લાગ્યો. એ કાશી પહોંચ્યો. વનમાં વનચર બનીને સમિધ લેનાર, જળમાં જળચર બનીને સ્નાન કરનાર અને રાત્રે સૂતેલાને વાઘ બનીને ખાવા માંડ્યો.
ભક્તોના આર્તનાદ શિવ સુધી પહોંચી ગયો. આ દૈત્યનો વિનાશ કરવાનું નક્કી કર્યું. આ દૈત્ય ધ્યાનસ્થ ભક્તને કોળીયો બનાવવા જાય છે ત્યાં જ જગતની રક્ષા માટે મણીસ્વરૂપ તથા ભક્તરક્ષણમાં કુશળ બુદ્ધિવાળા ત્રિલોચન ભગવાન ત્યાં પ્રગટ થઇ ગયા. દુંદુભિનિર્હાદને બગલમાં દબાવીને એના માથા પર વજ્રથી પણ કઠોર મુક્કો માર્યો. એ મુષ્ટિપ્રહારથી તથા બગલના દબાણથી એ વાઘરૂપી દૈત્ય અત્યંત વ્યથિત થઇ ગયો. પોતાની તમામ શક્તિ કામે લગાડી પણ છટકી ન શક્યો. આકાશ સુધી સંભળાય એવી ચીસો પાડી અને મૃત્યુ પામ્યો.
ભગવાન શિવને ‘કર્પૂરગૌરં’ કહ્યા છે. શ્વેત નૈસર્ગિક રંગ છે. શ્વેત રંગ પર બીજા રંગો ચઢાવી શકાય. દૂર પણ કરી શકાય. સૂર્યનાં કિરણોમાં બધા રંગો છે. પરંતુ આ સપ્તરંગોમાં મૂળ રંગ શ્વેત છે. શિવ ચેતન જ્ઞાનસ્વરૂપ છે. બીજું ઈશ્વર શ્વેત રંગની જેમ જગતના બધા રૂપોમાં ઓતપ્રોત હોય છે. બધા રૂપ-રંગ એનામાંથી ઉત્પન્ન થાય છે અને અંતમાં એનામાં જ સમાઈ જાય છે. શિવ જેવી સફેદી જેવું શુદ્ધ જીવન જીવવું મુશ્કેલ છે. અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.
મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.
– અશોક ચાવડા ‘બેદિલ’ તારો કદી ન ખૂટે પ્રવાસ.
શોધી શકે ન કોઈ ઈતિહાસ.
માથે ચંદન, શ્વાસે સુવાસ,
શિવના દાસ કદી ન ઉદાસ,
- શિવકથાકાર ભારદ્વાજબાપુ તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું શંકર કરશે;
શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું શંકર કરશે.
તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’
સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું શંકર કરશે.
- દિનેશ ડોંગરે ‘નાદાન’ હે ભોલેનાથ મારી જીવનનૈયા કરજો પાર,
હું પકડુ તારો હાથ, મને તારો એકજ આધાર.
ભોળા તું તો ભક્તોનો છે તારણહાર,
તુજ કૃપાથી અમારો થઈ જાય બેડોપાર.
- મણિલાલ શ્રીમાળી ‘મિલન’ આમ તો એ ભોળો છે બહુ ભોળો,
ખીજાય ત્યારે થાય અગનનો ગોળો.
વર દેવામાં તો એ છે બહુ પહોળો,
એના દરબારમાં ઉડે ભાંગની છોળો.
- મનોજ પંડ્યા ‘સનમ’ કણે કણમાં છે વાસ તમારો,
જણે જણ છે દાસ તમારો,
જંગલો બધાં છે જટા તમારી,
પ્રકૃતિ રંગીન લિબાસ તમારો.
- ભરત ગોસ્વામી ‘ભાવુક’ દેવ તણી ઉપાસના શિવ તણી હવે જોઈ લે,
નામ રટણ કરતાં ભોળાનાથ ને તું જોઈ લે.
કૈલાસ વાસી ને ભભૂત ધારી ને જોઈ લે,
દેવ તણા મહાદેવ ને હવે તું સદા જોઈ લે.
- દિલીપ આચાર્ય ‘દિલકશ’ મહાદેવ
તમે જેના ઈષ્ટદેવ,
એણે કોની પાસે શું માંગવાનું હોય ?
માગ્યા વિના ય મળે ત્યારે
એ સઘળું છોડીને
ચિત્તકૈલાસમાં
માનસ-સરને તીર
થવું સમાધિમાં સ્થિર .
ચિતાભસ્મ , વ્યાઘ્રચર્મ ,
જટાજૂટ, સર્પમાલ,
ભાલચંદ્ર, ગંગધાર,
ત્રિશૂલ કર, ડમરુ ધર..
મહાદેવ હર .. મહાદેવ હર!

મારા તરફના દ્વેષના ઝેરને જીરવી શકું ..
મર્યાદાહીનતાને ત્રિનેત્રે ભસ્મ કરી શકું ..
કમંડલ માંગવા માટે નહીં ,
આપવા માટે ધરી શકું..
રુદ્રાક્ષ થઇને ખરી શકું..
પાત્રતાનુસાર
મારા શબ્દમાં ગૂંજતા સંભળાય
હુંકાર અને ૐકાર..
તારો વિકલ્પ ક્યાં તારા સિવાય ? સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે;
રાખીશ મા દરકાર, સાર સમજી ઉર ધરજે.
ઘણા ઘણા લઈ ઘાવ, તાવથી ખૂબ તવાયાં;
નહિ ભોગ પર ભાવ, નાવમાં નીર ભરાયાં.
સરખે સરખી જોડ, કોડના બંને માર્યાં;
છૂટી પડી ગઈ સોડ, હોડમાં બંને હાર્યાં.
સખી પરસ્પર બોજ, રોજ સંગાતે રમતાં;
ગયો ખાલી થઈ હોજ, મોજ શી શીરે જમતા!
એક અંગીનાં અંગ, નંગ કુંદન બન્યો છે;
છાજ્યો નહિરે સંગ, રંગમાં ભંગ થયો છે.
ઝૂરે તું કહાં પડી દૂર, ઝૂરતો હું અહીં રોજે;
ઊતરી ગયાં છે નૂર, ઉર ફાટે છે સોજે.
પરસ્પરે છે પ્રીત, રીત રાખી છે સારી;
ખરેખરાં દુ:ખી નિત, ચીતમાં ચિંતા ભારી.
મળવાની શી વાત, રાતની રાહ બહુ પાજી;
ખાઇ ઠોકર લાત, જાત રિબાયે ઝાઝી.
રોયાં કરવું આમ, કામ તેથી શું સરતું?
(રે) હજીયે બાળે કામ, જામ આઠે શિર ફરતું.
લવીએ પ્યારૂં નામ, રામનું નામ ન લઇએ;
ઈશ્ક કેફનાં જામ, આમ દૂર કેમ જીરવીએ?
પ્રેમતણી ભલી નાવ, આવજાવો કરી તેથી;
મોટો લીધો લ્હાવ, રાવ નિભાયું ન બેથી.
ચાલ્યું થોડીવાર, માર વિધવિધ બહુ ખાધો;
ડરી હઠ્યાં ન લગાર, પ્યાર તસતસ વધુ બાંધ્યો.
જીભે રહેલો સ્વાદ, આદ ગળકો જે લાગ્યો;
આપણને તે યાદ, નાદથી ઝાઝો માગ્યો.
મળ્યો ન માગ્યો તેહ, કેહ શું બાકી રાખી;
ભાગ્યમાં નહિ જેહ, રહે ચાલુ ક્યમ આખી?
હવે રહ્યું છે એ જ, સ્હેજ જો છૂટવું મોતે;
જો ઊંચે ચિદ તેજ, તેજ સુખ હશે પોતે.
-વીર કવિ નર્મદ

પહેલું સુખ તે...:બ્રેક પછી ફિટ રહેવામાં મદદ કરે મસલ મેમરી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/muscle-memory-helps-you-stay-fit-after-a-break-134534083.html
જીવન બહુ વ્યસ્ત બની ગયું હોય, કામનો ઢગલો થઇ ગયો હોય કે પછી વર્કઆઉટ કરવાની ઇચ્છા ન હોય...આ કોઇપણ કારણોસર વર્કઆઉટ શેડ્યુલમાંથી બ્રેક લીધો હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી જ્યારે વર્કઆઉટની શરૂઆત કરશો ત્યારે તમારે એકડેએકથી શરૂઆત નહીં કરવી પડે અને એનું કારણ છે મસલ મેમરી. મસલ મેમરીનો મતલબ એ નથી કે મસલ પાસે કોઇ આગવો મેમરીપાવર હોય છે. મસલ મેમરી એટલે મસલ ફાઇબર્સ અને ચેતાતંત્રની અનુકૂલન ક્ષમતા. જો તમે ભૂતકાળમાં ક્યારેય ફિટ રહ્યા હશો તો તમારી શરીર એ ફિટનેસની બ્લુપ્રિન્ટ સ્ટોર કરીને રાખશે. આ પછી જો થોડો પણ પ્રયાસ કરવામાં આવે તો મસલ્સ ફરીથી પોતાની સ્ટ્રેન્થ મેળવવા લાગે છે.
જો તમે ભૂતકાળમાં ત્રણથી છ મહિના સુધી સતત ફિટનેસ ટ્રેનિંગ લીધી હશે તો બ્રેક પછી તમારું શરીર એના કરતા અડધા સમયમાં ઓરિજનલ સ્ટ્રેન્થ મેળવી લે છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે એક વરસ સુધી ફિટનેસ ટ્રેનિંગ લઇને બ્રેક લો તો બ્રેક પછી ફરીથી 4-6 મહિનામાં પહેલાં જેવી ફિટનેસ મેળવી શકો છો.
ઇન્ટેન્સિટીમાં ક્રમશ: વધારો
મસલ મેમરી પર આધાર રાખીને કમબેક કરતી વખતે સંપૂર્ણ ઇન્ટેન્સિટી સાથે ફિટનેસ એક્ટિવિટીની શરૂઆત કરવાને બદલે એમાં ક્રમશ: વધારો કરો કારણ કે જોઇન્ટ્સ અને ચેતાતંત્રને ફિટનેસ એક્ટિવિટી સાથે તાલમેલ સાધતા થોડો સમય લાગશે. જો શરૂઆતમાં જ એકદમ તીવ્ર ઇન્ટેન્સિટી સાથે વર્કઆઉટ કરશો તો ઇજા થવાની શક્યતા વધી જશે.
કમ્પાઉન્ડ મૂવમેન્ટને પ્રાથમિકતા
ફિટનેસ શેડ્યુલમાં કમબેક કરતી વખતે સ્કવેન્ટ્સ, ડેડલિફ્ટ્સ, પુલ-અપ અને પ્રેસીસ જેવી મસલ ગ્રુપ એક્ટિવિટી શરીરને એક્ટિવ થવાનું સ્ટ્રોન્ગ સિગ્નલ આપે છે. બાઇસેપ કર્લ્સ જેવી એક્ટિવિટી કરવાને બદલે બિગ લિફ્ટ પર ફોક્સ કરવાથી ઓછામાં ઓછા સમયમાં મહત્તમ પરિણામ મળે છે.
ફ્રિકવન્સી પણ મહત્ત્વની
અઠવાડિયામાં બે-ત્રણ વખત સુપર-ઇન્ટેન્સ સેશન્સમાં જે પરિણામ મળે છે એના કરતાં વધારે સારું પરિણામ અઠવાડિયામાં ચારથી પાંચ વખત મોડરેટ ટ્રેનિંગ લેવાથી મળે છે. જ્યારે ફિટનેસ એક્ટિવિટીની ફ્રિકવન્સી વધારે હોય ત્યારે શરીર સારો પ્રતિભાવ આપે છે. અઠવાડિયામાં ચારથી પાંચ વખત ત્રીસથી ચાલીસ મિનિટનું વર્કઆઉટ સેશન પણ સારું પરિણામ આપે છે.
પોષણનો સપોર્ટ
જ્યારે તમે ફિટનેસ શેડ્યુલને રિએક્ટિવેટ કરી રહ્યા હો ત્યારે શરીરને એકસ્ટ્રા પ્રોટીન, હાઇડ્રેશન અને પોષકતત્ત્વોની જરૂર પડે છે જેથી એ રિપેર થઇને વધારે મજબૂત બની શકે. જ્યારે તમે ટ્રેનિંગની શરૂઆત કરો ત્યારે શરીરમાં થોડો દુખાવો થાય એ સ્વાભાવિક છે પણ એ સમયે બેસી રહેવાને બદલે થોડી મૂવમેન્ટ કરવાથી શરીરમાં રક્તનો પ્રવાહ વધે છે તેમજ દુખાવો પણ ક્રમશ: ઓછો થતો જાય છે.
ધીરજ રાખો
ફિટનેસ એક્ટિવિટીમાં કમબેક કર્યા પછી ચોક્કસપણે તમારી સ્ટ્રેન્થ વધશે પણ આ ચેન્જ રાતોરાત નહીં આવે. પ્રોગ્રેસને હંમેશાં સમય લાગે છે એટલે ધીરજ રાખીને એના પર ધ્યાન કેન્દ્રિત રાખવું.

સજાવટ:ઘર સજાવવાના બજેટ ફ્રેન્ડલી વિકલ્પો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/budget-friendly-home-decorating-options-134534079.html
દિવ્યા દેસાઇ વોલ પેઇન્ટિંગ
પેઇન્ટિંગ્સ ઘરની દીવાલોને સુંદર બનાવે છે. બજારમાં વિવિધ પ્રકારની અને બજેટ ફ્રેન્ડલી વોલ પેઇન્ટિંગ્સ ઉપલબ્ધ છે. તમે ડેકોરની થીમ પ્રમાણે પેઇન્ટિંગ પસંદ કરી શકો છો.
લાઇટિંગ
રંગબેરંગી લાઇટ્સ રૂમને આકર્ષક બનાવે છે. વિવિધ પ્રકારની લાઇટિંગ્સથી રૂમને સજાવી શકાય છે. બજારમાં વિવિધ રંગોની લાઇટ્સ ઉપલબ્ધ છે જે એક જ લાઇટમાં અનેક રંગો આપે છે.
કાર્પેટ
કાર્પેટ ઘરની સુંદરતા વધારવા ઉપરાંત ઠંડીમાં ફર્શને ગરમ રાખે છે. બજારમાં વિવિધ રંગો અને ડિઝાઇનના કાર્પેટ ઉપલબ્ધ છે. આજકાલ જૂટના કાર્પેટ ટ્રેન્ડમાં છે.
કુશન રૂમની સુંદરતા વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે. વિવિધ આકારના અને થીમ પ્રમાણેના કુશન કવર ઉપલબ્ધ છે જેની મદદથી ઘરને સજાવી શકાય છે.
ટેબલ લેમ્પ
ટેબલ લેમ્પ રૂમને આકર્ષક બનાવે છે. તે લાઇટિંગ સાથે ડેકોરેશનમાં પણ મદદ કરે છે. સ્ટડી ટેબલ, બેડ સાઇડ અને ફ્લોર સ્ટેન્ડ લેમ્પ એમ વિવિધ જગ્યાઓ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
મિરર
મિરર રૂમ ડેકોરમાં મહત્ત્વપૂર્ણ છે. બજારમાં વિવિધ ડિઝાઇનના મિરર ઉપલબ્ધ છે. મિરર સ્ટેન્ડનો શો-પીસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. હાલમાં લાઇટવાળો મિરર પણ મળે છે જે એની સુંદરતા હાઇલાઇટ કરે છે.
ઇન્ડોર પ્લાન્ટ
ઇન્ડોર પ્લાન્ટ આંખોને આરામ આપે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એરિકા પામ, પાઇન પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ અને પોથોસ જેવા પ્લાન્ટ્સ ટ્રેન્ડમાં છે.
ફ્લાવર વાસ
ફ્લાવર વાસ રૂમને રંગીન અને સુંદર બનાવે છે. આર્ટિફિશિયલ ફ્લાવર વાસ લાંબા સમય સુધી ચાલે છે.
કેન્ડલ
સેન્ટેડ કેન્ડલ્સ રૂમને સુંદર બનાવે છે. ખાસ પ્રસંગો માટે આ સસ્તો અને સુંદર વિકલ્પ છે.
શેલ્ફ
શેલ્ફ બુક અને શો-પીસ રાખવા માટે જરૂરી છે. તે નાના સામાનને ઓર્ગેનાઇઝ કરવામાં મદદરૂપ છે.

સુનામી:પોલિગેમી જેવી સ્વભાવ સાથે જોડાયેલી વૃત્તિને કાબૂમાં કેવી રીતે રાખશો?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-do-you-control-a-natural-tendency-like-polygamy-134533999.html
છોકરાનું વર્ઝન : એણે મને દગો આપ્યો છે. મારી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવાનો દાવો કર્યો અને બીજા સાથે મેસેજ પર વાત કરતી રહી! મેં એના માટે શક્ય એટલું બધું કર્યું. મારા કમ્ફર્ટ ઝોનને તોડી નાખ્યો, જે નહોતું ગમતું એ બધું ગમાડવા માંડ્યો. ખૂબ પ્રેમ હતો મને એના માટે! જો કે એણે પણ મને એટલો જ પ્રેમ કર્યો, કોઇ વાતમાં ઓછું નથી આવવા દીધું. પાણી માગ્યું તો દૂધ હાજર કર્યું. એના પ્રેમે મને એવી ખાતરી કરાવી કે અમે બંને એકબીજા માટે જ સર્જાયાં છીએ પણ થોડા દિવસ પહેલાં એનો મોબાઇલ હાથમાં આવ્યો અને મારા પગ નીચેથી જમીન ખસી ગઇ. એ કોઇ બીજા છોકરા સાથે પણ ચેટ કરતી હતી. ડિટ્ટો મારી સાથે કરતી હતી એવી જ રીતે! બે-ત્રણ વાર મારી જાણ બહાર એને મળી પણ આવી હતી! મેં એને કહ્યું કે જતી રહે કાયમ માટે પેલા પાસે... તો એ કહે છે કે એ મને ખૂબ પ્રેમ કરે છે! મને સમજાતું નથી કે હું શું કરું! આવું કેવી રીતે શક્ય બને? મને પણ આઇ લવ યુ, પેલાને પણ આઇ લવ યુ? મારા માટે પણ પ્રેમ અને પેલા માટે પ્રેમ? આઇ એમ વન વુમન મેન તો મારી પાર્ટનર પણ વન મેન વુમન જ હોવી જોઇએ ને?
છોકરીનું વર્ઝન : હું એને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે આ જાણીને એને ખૂબ આઘાત લાગ્યો છે પણ મેં ક્યાં એને ઓછું આવવા દીધું છે? એની ઇમોશનલ-ફિઝિકલ-સોશિયલ જરૂરિયાતો શિદ્દતથી-પ્રમાણિકતાથી પૂરી કરી છે! એ ગુસ્સે થયો ત્યારે ચૂપ રહી, એણે પ્રેમ માગ્યો તો મેં આખો દરિયો ધરી દીધો! જો એણે મારી ચેટ વાંચી ન હોત તો એને ક્યારેય ખબર જ ના પડી હોત કે અમારી વચ્ચે કોઇ ત્રીજું જણ પણ છે!હકીકતમાં પેલો ત્રીજો માણસ તો મારી જરૂરિયાત પૂરી કરે છે, બાકી પ્રેમ તો હું આને જ કરું છું!
અત્યારના સમયમાં ઘણાં સંબંધો આવી સમસ્યા વચ્ચેથી જાણતા કે અજાણતા પસાર થઇ ગયા છે અથવા તો પસાર થઇ રહ્યા છે. પોલિગેમી એક એવો શબ્દ છે કે જે ભલભલા સંબંધોનાં પગ નીચેથી જમીન સરકાવી શકે છે. ઓશો કહે છે કે માણસ માત્ર પોલિગેમી છે. એને ક્યારેય એક ખીલે બંધાવું ગમતું નથી. જાણતાં-અજાણતાં એ નાનાં-મોટાં ફ્લર્ટિગ્સ, નાનાં-મોટાં અફેર્સ કરી બેસે છે!
કોઇ એક વ્યક્તિ જીવનમાં હોવા છતાં બીજી વ્યક્તિ ગમી જાય, એના પ્રત્યે આકર્ષણ થાય એવું બની શકે પણ આવી લાગણીઓ, આવાં આકર્ષણોનું મેનેજમેન્ટ જરૂરી છે! પ્રેમમાં પડતી અને પ્રેમમાં પડી ગયા પછી એ પ્રેમને નિભાવવાની, જાળવવાની, ઉછેરવાની વાતે મૂંઝાયા કરતી આજની જનરેશનને આ પોલિગેમી સાથે ડિલ કરતા શીખવવું પડશે. કમિટમેન્ટની જરૂરિયાત અને સંબંધોની પ્રમાણિકતા વિશે સમજાવવું પડશે.
આપણી લગ્નપ્રથા એ પોલિગેમીને કંટ્રોલ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, પણ આપણે ત્યાં બે વ્યક્તિ વચ્ચે લગ્ન થવાને બદલે બે પરિવારની વચ્ચે લગ્ન થાય છે. જેને કારણે કેટલાક કિસ્સાઓમાં બે વ્યક્તિઓ એકમેકની જરૂરિયાત પૂરી કરવાને બદલે જાતભાતની જવાબદારીઓ વચ્ચે ‘પૂરાં’ થઇ જાય છે અને અંદર રહેલી સુષુપ્ત પોલિગેમી આળસ મરડવાનું શરૂ કરી દે છે અને પછી એક જ કુંડાળામાં પડી રહેલું પાણી દુર્ગંધ મારે એમ લગ્નમાંથી એકસ્ટ્રા મેરિટલ સંબંધો, ફલર્ટિંગ, છૂટાછેડાની બદબૂ આવવા માંડે છે.
તો સવાલ એ છે કે આવી પરિસ્થિતિ વચ્ચે કરવાનું શું? આપણે સંતાનોને જાતભાતનું શિક્ષણ આપીએ છીએ પણ જીવન જીવવા માટે જે સૌથી વધારે અગત્યના છે એવા સંબંધોનું શિક્ષણ આપતા જ નથી. સંબંધોને ટકાવતા, તોડતા, જીવતા, નિભાવતા, સંબંધોમાં માફ કરતા, ચલાવી લેતા વગેરે વગેરે મા-બાપનાં એકબીજા સાથેનાં અથવા તો અન્યો સાથેનાં સંબંધો જોઇ-જોઇને જ શીખવું પડે છે.
મને અંગતપણે એવું લાગે છે કે સંબંધોમાં ચલાવી લેવાની, જતું કરવાની શીખ આપણે નાના હોઇએ ત્યારથી આપણને આપવામાં આવે છે પણ કયા મુદ્દે જતું કરવાનું, કઇ વાતોને ચલાવી લેવાની એ નક્કી કરવાની સ્વતંત્રતા મોટાભાગે મળતી નથી હોતી! પોલિગેમીની બબાલ અહીંથી જ શરૂ થાય છે.
આપણે પ્રેમને ‘આદર્શ’ બનાવી દીધો છે. પ્રેમની આદર્શ વાતો વચ્ચે આપણે બે વ્યક્તિની જરૂરિયાતો વિશે વિચારતા જ નથી. ધારો કે રોજ આઇ લવ યુ સાંભળવું એ કોઇ છોકરીની જરૂરિયાત હોય અને તમે એને સમજાવો કે એવું આઇ લવ યુ-બાઇ લવ યુ રોજ નહીં હોય! તો શરૂઆતમાં એ એની આ જરૂરિયાતની ભરપાઇ બીજી જરૂરિયાતો વચ્ચે પૂરી કરવાની કોશિશ કરશે, પણ કોઇ કારણોસર એને એવું લાગે કે એની જરૂરિયાત પૂરી નથી થઇ રહી અને સોશિયલ મીડિયા કે ક્યાંયથી પણ એને રોજ આઇ લવ યુ કહેવાવાળો છોકરો મળી ગયો તો એની અંદર રહેલી પોલિગેમી સક્રિય થઇ જશે! આવા સમયે કાં તો પેલી છોકરીને એની જરૂરિયાતોનું મેનેજમેન્ટ કરતાં શીખવવું જોઇએ અને કાં તો એની જરૂરિયાતો પૂરી કરી આપવી જોઇએ!

👍2
સંબંધોમાં માત્ર કમિટમેન્ટ જ જરૂરી નથી પણ એ કમિટમેન્ટ પળાય એ પણ એટલું જ જરૂરી છે! આવા સમયે એકબીજાની-એકબીજા પાસેથી જરૂરિયાતો મેનેજમેન્ટ કરતા આવડવું જોઇએ! એક વ્યક્તિને અનેક વ્યક્તિ બનતા આવડવું જોઇએ. ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઇ ગયેલા અથવા તો રૂટિન બની ગયેલા સંબંધને ઘરેડમાંથી બહાર કાઢતા આવડવું જોઇએ!
કેટલીક પોલિગેમીને વેલ્યૂ સિસ્ટમની મજબૂતાઇ, જરૂરિયાતો, અપેક્ષાઓ, સમજણ, ધીરજના મેનેજમેન્ટથી કાબૂમાં રાખી જ શકાય છે પણ કેટલીક પોલિગેમી માણસની ફિતરતમાં જ રહેલી હોય છે આવી પોલિગેમી ધરાવતી વ્યક્તિને આપેલું કમિટમેન્ટનું વચન પાછું લઇ એનામાં કરાયેલું લાગણીઓ, સમય, સમજણ, ધીરજ, અપેક્ષાઓ વગેરે-વગેરેનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લેવું જોઇએ! બાકી, પોતે આપેલા વચનને પાળવા પોતાની અંદર રહેલી પોલિગેમીનું બલિદાન આપી દેનારાઓના ‘ભાવ’ સંબંધોના બજારમાં હંમેશા ઊંચા રહેવાના એ નક્કી!