Telegram Web
ટ્રેન્ડ:મિનિમલિસ્ટ જ્વેલરીનો ટ્રેન્ડ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/minimalist-jewelry-trend-134534075.html

ડ્રેસને અનુરૂપ જ્વેલરી પહેરવાથી લુક દીપી ઉઠે છે. આમ, પ્રસંગને અનુસાર જ્વેલરી પસંદ કરવી બહુ જરૂરી છે. આ કારણોસર જ આધુનિકાઓ રોજબરોજની લાઇફમાં કમ્પલિટ લુક માટે મિનિમલિસ્ટ જ્વેલરીનો વિકલ્પ પસંદ કરતી થઇ છે. મિનિમલિસ્ટ જ્વેલરી રોજિંદા પહેરવેશ માટે આદર્શ છે. તેનું કેઝ્યુઅલ આઉટફિટ્સ, પ્રોફેશનલ વસ્ત્રો અથવા સાંજના પહેરવેશ સાથે સરળતાથી કોમ્બિનેશન કરી શકાય છે. આ જ્વેલરી પસંદ કરતી વખતે એવા પીસ પસંદ કરવા જોઇએ જે તમારા લુકને વધારતા હોય જેથી તમે દિવસથી રાત સુધી એક પૉલિશ્ડ દેખાવ જાળવી શકો.
મિનિમલિસ્ટ જ્વેલરીની વાત કરીએ તો એની ડિઝાઇન ક્લિન અને સૌમ્ય હોય છે. આ પ્રકારની જ્વેલરીની ડિઝાઇન વધારે કોમ્પ્લેક્સ નથી પણ એમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવામાં આવે છે. મિનિમલિસ્ટ જ્વેલરી માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ તે એક જીવનશૈલીનું પ્રતિબિંબ છે જે સરળતા, ગુણવત્તા અને સૌમ્યતાને મહત્વ આપે છે. આ ટ્રેન્ડનો તમારો કલેક્શનમાં સમાવેશ કરીને ટાઇમલેસ અને આધુનિક લુક મેળવી શકો છો.
મિનિમલિસ્ટ જ્વેલરીની ડિઝાઇન
મિનિમલિસ્ટ જ્વેલરી આધુનિક અને સ્ટ્રીમલાઇન લુક આપે છે. એમાં વપરાતી મેટલની વાત કરીએ તો આ પ્રકારની જ્વેલરી બનાવવામાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવા ક્લાસિક મેટલનો ઉપયોગ વધારે થાય છે અને એમાં કોઈ વધારાના સ્ટોન્સ અથવા કોમ્પ્લેક્સ ડિઝાઇન ઉપયોગમાં લેવામાં નથી આવતા.
મિનિમલિસ્ટ જ્વેલરીમાં જ્યોમેટ્રિક આકારો ખૂબ જ લોકપ્રિય છે. નાજુક સર્કલ્સ, ત્રિકોણ અને આકર્ષક ચોરસ આકારો આ જ્વેલરીને આધુનિક ટચ આપે છે. આ ડિઝાઇન સામાન્ય રીતે નાના, નાજુક ઇયરિંગ્સ, સરળ રિંગ્સ અથવા પાતળા બ્રેસલેટ્સના રૂપમાં આવે છે, જે સરળતાથી લેયરિંગ અને પર્સનલાઇઝેશન માટે અનુકૂળ છે.
ટ્રેન્ડિંગ જ્વેલરી
મિનિમલિસ્ટ જ્વેલરીમાં સ્ટેકેબલ રિંગ્સ અને બાર નેકલેસનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સ્ટેકેબલ રિંગ્સમાં અનેક પાતળા બેન્ડ્સને એક અથવા વધુ આંગળીઓ પર પહેરવામાં આવે છે. આ રિંગ્સ સિમ્પલ હોવા છતાં સ્ટાઇલિશ દેખાય છે. તે પાતળા બેન્ડ્સમાં નાજુક ટેક્સચર અથવા પેટર્ન હોઈ શકે છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. આ સિવાય બાર નેકલેસ મિનિમલિસ્ટ એલિગન્સનું ઉદાહરણ છે. આ નેકલેસમાં પાતળા અથવા આડા આંકા હોય છે જે નાના હીરા સાથે સજાવવામાં આવે છે અથવા તો એને સિમ્પલ રાખવામાં આવે છે.
ઇયરિંગ્સ અને ચેઇન લોકપ્રિય
મિનિમલિસ્ટ જ્વેલરીમાં સિંગલ સ્ટડ ઇયરરિંગ્સ ખૂબ જ લોકપ્રિય છે. આ ઇયરરિંગ્સ વિવિધ કદ અને સામગ્રીમાં ઉપલબ્ધ છે. નાની ડાયમંડ સ્ટડથી લઈને મેટલ ડિઝાઇન સુધીની રેન્જમાં મળતા આ ઇયરરિંગ્સને એકથી વધુ પિયર્સિંગમાં પહેરી શકાય છે.
ડેલિકેટ ચેઇન્સ પણ મિનિમલિસ્ટ જ્વેલરીમાં ટ્રેન્ડમાં છે અને એને લેયરિંગ કરીને પહેરી શકાય છે.
શરીર પૂછે સવાલ:નિયમિત ગર્ભનિરોધક ગોળી લેવાને બદલે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લેવાય?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/should-i-take-emergency-contraceptive-pills-instead-of-regular-birth-control-pills-134534029.html

પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું અને ત્રણ વર્ષ પહેલાં જ મારા લગ્ન થયા છે. અમે અલગ અલગ શહેરમાં રહીએ છીએ અને અમે હમણાં બાળકની જવાબદારી માટે તૈયાર નથી. આ સંજોગોમાં હું નિયમિત ગર્ભનિરોધક ગોળી લેવાને બદલે જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું કારણ કે મારા પતિને કોન્ડોમ વાપરવાનું પસંદ નથી. જોકે મારી મમ્મીએ મને કહ્યું કે વારંવાર ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય?એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવાનું શરૂ કરી દેવામાં આવે. તમારી સાથે જ આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને આઝાદીનો અહેસાસ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે.
આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે. આ ઉપરાંતએન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે.
જો તમે હમણાં બાળક ન ઇચ્છતા હો તો નિયમિત રીતે ઇમરજન્સી પિલ્સ લેવાને બદલે બીજા સલામત ગર્ભનિરોધક વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો. પ્રશ્ન : મારી ઉંમર 37 વર્ષની છે. છેલ્લા એક વર્ષથી મને એવું લાગે છે કે હું જ્યારે પણ મારા પતિ સાથે સેક્સ માણું છું ત્યારે તેમની સ્ટેમિના ઓછી થતી જાય છે. સેક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. શું તેઓ ધીરેધીરે નપુંસક થઈ જશે? એક મહિલા (રાજકોટ)
ઉત્તર : કોઈપણ સમસ્યાના ઉકેલ માટે શારીરિક તપાસ બહુ જરૂરી છે. સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો બહુ સામાન્ય સમસ્યા છે અને એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે.
જાતીય સંબંધ બાંધતી વખતે વ્યક્તિ માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોય એ બહુ જરૂરી છે. તમે તમારી આ સમસ્યા માટે તબીબી માર્ગદર્શન લેવાની સાથે જ આંતરિક સંબંધો વધારે મજબૂત બનાવવાવા પ્રયાસ કરશો તો ચોક્કસ ફાયદો થશે.
પ્રશ્ન : હું ૨7 વર્ષનો છું અને તાજેતરમાં જ મારા લગ્ન થયાં છે. હું જયારે ફોરપ્લે કરું છું. ત્યારે મારા ટેસ્ટિકલ્સમાં તથા પેનિસના ઉપરના ભાગમાં બહુ પીડા થાય છે. હજી મારા નવા લગ્ન થયા હોવાના કારણે હું મારી પત્ની સાથે પણ આ વાતની ચર્ચા નથી કરી શકતો અને મનમાં બહુ ગભરાટ થાય છે. શું કરું? એક યુવક (જૂનાગઢ)
ઉત્તર : તમારી સમસ્યા સામાન્ય નથી. સામાન્ય રીતે સારા સેક્સના અનુભવ માટે ફોરપ્લેની સલાહ આપવામાં આવે છે. જો તમને ફોરપ્લે વખતે પીડા થતી હોય તો એના ઉકેલ માટે શારીરિક તપાસ અનિવાર્ય છે. આ દુખાવાના કારણો જાણવા માટે ઝડપથી કોઈ યુરોલોજિસ્ટ અથવા તો એન્ડ્રોલોજિસ્ટનો સંપર્ક કરો. તે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.
પ્રશ્ન : મારે એક દીકરી છે અને એ ત્રણ વર્ષની થઇ. હવે તો બીજું સંતાન હોય તો વાંધો નહીં કેમ કે અત્યારે જો સંતાન થાય તો તેમની પાછળ પૂરતું ધ્યાન આપીને તેમનો ઉછેર કરી શકાય. મારી પત્ની કહે છે કે એને ડિલિવરીનો ડર લાગે છે, કેમ કે એને પ્રથમ ડિલિવરી દરમિયાન તકલીફ પડી હતી. એ જરૂરી તો નથી કે પહેલી ડિલિવરી વખતે એને તકલીફ પડી, તો બીજી વાર પણ પડે? અમારે શું કરવું? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : તમારે એક દીકરી છે અને ત્રણ વર્ષનો સમયગાળો બે સંતાનો વચ્ચે હોય એ પૂરતો છે. તમારાં પત્નીને પ્રથમ ડિલિવરીમાં કોઇ પ્રકારની વધારે તકલીફ થઇ હોય તો એ કારણસર તેમને ડિલિવરીનો ડર લાગતો હોય એવું બનવાજોગ છે.
આ વાત તમે તમારાં પત્નીને શાંતિથી સમજાવો. છતાં જો એ બીજી વાર ગર્ભધારણ માટે તૈયાર ન થાય અને તમારી ઇચ્છા હોય જ કે બીજું સંતાન લાવવું છે, તો તેમને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જઇને સમજાવવાનો અને તેમનાં મનમાં જે ડર હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરો. અન્યથા તમારે એક દીકરી તો છે જ.
આ સિવાય આર્થિક સ્થિરતા કોઈપણ પરિવાર માટે અગત્યની છે. દરેકને ખબર હોય જ છે કે બાળકના જન્મ પછી તમારો વાર્ષિક ખર્ચો વધી જવાનો છે. એટલે બાળકના ઉછેર માટે બચત હોવી જરૂરી છે. બાળકના જન્મ પછી પણ મોટાભાગના પેરેન્ટ્સ જોબ ચાલુ રાખવા માગે છે એટલે એકવાર બાળકની નર્સરી અને તેને ચાઈલ્ડ કેરમાં મૂકવા પાછળ થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવો જોઇએ. આ બધી બાબતોનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાથી પાછળથી કોઇ સમસ્યા નહીં સર્જાય.
મૂડ એન્ડ માઇન્ડ:અજાણ્યા અવાજો.. ભ્રમ કે હકીકત?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/unknown-voices-illusion-or-fact-134534027.html

ડો. સ્પંદન ઠાકર રોહી એક મહત્વાકાંક્ષી યુવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેના જીવનમાં એક અજાણી ઉથલપાથલ શરૂ થઈ હતી. કેટલાક સમયથી જોબની સાથે તે અભ્યાસ પણ કરી રહી હતી.ઉપરથી રિલેશનશિપમાં અપ એન્ડ ડાઉન્સ આવી રહ્યા હતા.
સતત તણાવના કારણે તેના વિચારો તેને હકીકતથી દૂર લઇ જઈ રહ્યા હતા. ઊંઘ પૂરી નહોતી થતી અને ચિંતાના લીધે તેનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હતો. તે એકલી બેસી હોય ત્યારે પણ તેને લાગતું કે કોઈ તેના આજુબાજુ છે, તેનાથી વાત કરી રહ્યું છે.
ઘણી વખત આરોહીને અંધારામાં અજબ ચહેરાઓ દેખાવા લાગે અને ભયભીત થઈ જાય. તે કોઈપણ અવાજ કે સંકેતને ધમકી તરીકે સમજવા લાગી. આ અવાજો સાથે વાતચીત પણ કરવા લાગી હતી. એક દિવસ તે પોતાના ઘરે એકલી હતી ત્યારે અચાનક તેણે રસોડામાં કોઈકની છાયા દેખાઈ. જ્યારે તે નજીક ગઈ, તો ત્યાં કોઈ નહોતું. પરંતુ એ જ ક્ષણે, તેને લાગ્યું કે કોઈએ તેના નામથી બોલાવી.
ભય અને ગભરાટથી તે એક ખૂણામાં છુપાઈ થઈ ગઈ. ઘરના લોકો આવ્યા ત્યારે તે ચીસો પાડી રહી હતી, ‘મને માફી કરી દો, હવે એવું નહીં કરું!’ છતાં કોઈ જાણતું જ નહોતું કે તે શા માટે માફી માગી રહી હતી.
પરિવારને ખ્યાલ આવ્યો કે કંઈક ગંભીર છે. સતત તણાવ અને ડિપ્રેશનની અસર તેના મગજ પર પડી હતી. તેમણે તાત્કાલિક એક મનોવિજ્ઞાનિકનો સંપર્ક કર્યો. નિષ્ણાતે તપાસ કર્યા પછી કહ્યું કે આરોહી ડિપ્રેશન અને તણાવના કારણે સાઇકોટિક લક્ષણો અનુભવતી હતી, જેમાં હકીકત અને ભ્રમ વચ્ચેનો ભેદ દેખાઈ શકતો નહીં. આ કેસમાં દવાઓની મદદ લેવી પડે છે જે મગજના અસંતુલિત કેમિકલ્સને નિયંત્રિત કરવા માટે હોય છે.
સાયકોલોજિસ્ટના માર્ગદર્શન હેઠળ થેરપી પણ ખૂબ મદદકર્તા છે , જેનાથી તેને રિયાલિટી ચેક અને ભ્રમ વચ્ચે તફાવત સમજાવી શકાય છે.
આમાં સપોર્ટ સિસ્ટમ ક્રિયેટ કરાય છે જેમાં પરિવાર અને મિત્રોની હાજરીને સ્થાન આપવામાં આવે છે જે તેને હંમેશાં આશ્વાસન આપી શકે. આ દર્દીએ સ્વસ્થ સ્ટ્રેસ મુક્ત જીવનશૈલી અપનાવી જોઈએ જેમાં પ્રાણાયામ, યોગ, તણાવ ઘટાડવા માટે મેડિટેશન અને નિયમિત ઊંઘને પ્રાધાન્ય આપવામાં આવે છે જે વ્યક્તિને સ્થિરતા તરફ લઈ જાય.
સ્ટ્રેસ મન ઉપર અજીબોગરીબ અસર પેદા કરે છે. સતત સ્ટ્રેસમાં રહેવાને લીધે ક્યારેક એક એવી દુનિયાની રચના થાય છે જે ખૂબ જ કાલ્પનિક હોય છે. ડિપ્રેશન નામનો રોગ વ્યક્તિને હકીકતથી દૂર લઇ જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ પોતાની જાતને સમજી શકતી નથી અને આજુબાજુની દરેક બાબતોને પોતાનાથી વિરુદ્ધ માનતી થઇ જાય છે.
કેટલાક મહિના પછી આરોહી ફરીથી પોતાનું જીવન જીવવા લાગી. હવે તેને ખબર પડી ગઈ હતી કે માનસિક આરોગ્ય પણ શારીરિક આરોગ્ય જેટલું જ મહત્ત્વપૂર્ણ છે, પોતાના માટે થોડો પોઝિટિવ સમય આપવાથી સ્ટ્રેસ દૂર કરી શકાય છે. સ્વસ્થ શરીરની જેમ જ સ્વસ્થ મન પણ જરૂરી છે અને એના માટે કારણ વગરના સ્ટ્રેસથી દૂર રહેવું જોઇએ.
મૂડ મંત્ર : તમારા મનને સમજો, તણાવને નિયંત્રિત કરો અને ભ્રમને હકીકત પર હાવી ન થવા દો.
મીઠી મૂંઝવણ:લગ્ન પછી દીકરીને વણમાગી આર્થિક મદદ કરાય?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/should-unsolicited-financial-assistance-be-provided-to-a-daughter-after-marriage-134534024.html

મોહિની મહેતા પ્રશ્ન : હું 52 વર્ષની મહિલા છું. મારી દીકરીના ચાર મહિના પહેલાં જ તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યા છે. મારો જમાઇ બહુ જ સારો છે અને તેની નોકરી પણ સરસ છે. જોકે હાલમાં મારી દીકરીનાં સાસરિયાંની જીવનશૈલી અમારા કરતાં થોડી ઉતરતી છે એટલે મને મારી દીકરીના ભવિષ્યની બહુ ચિંતા થાય છે. મારે તેને પૈસા આપવા છે પણ જમાઇને ખોટું લાગી જશે તો? એવી બીક લાગે છે. શું મારે દીકરીને મદદ કરવી જોઇએ?એક મહિલા (રાજકોટ)
ઉત્તર : તમને માતા તરીકે તમારી દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. દીકરીએ તેના જીવનસાથી સાથે નવી જિંદગી શરૂ કરી છે તો એને નવા જીવનમાં સારી રીતે સેટ થવા માટેનો સમય આપો. તેને તેની ગૃહસ્થી ચલાવવાનો આનંદ લેવા દો. તેના જીવનમાં વારંવાર દખલ કરવાથી તેને જ નુકસાન પહોંચશે. જો તમે એને આર્થિક મદદ કરશો તો તેઓ વધુ ખર્ચ કરશે કારણ કે તેમને ખબર છે કે તમે પેમેન્ટ કરી જ દેશો.
જો તમે પૈસા આપો અને જમાઇને ખોટું લાગશો પણ સમસ્યા સર્જાશે. આનાથી વિરુદ્ધ જો જમાઇને ખોટું ન લાગે તો પણ એ ચિંતાનો વિષય છે કારણ કે આવું વારંવાર થાય તો જમાઇને મનમાં લાલચ આવી શકે છે. જો જમાઇને લાગશે કે સાસુ-સસરા પાસે ઘણાં પૈસા છે અને તેઓ હંમેશાં ખર્ચ કરવા તૈયાર છે તો એની ડિમાન્ડ વધશે. આ વધતી માંગણીઓથી તમે પણ મુશ્કેલીમાં પડી શકો છો.
તમે તમારી દીકરીને એની રીતના જીવનમાં સંતુલન સાધવા દો. ઘણી વખત દીકરીઓ જોતી હોય છે કે માતાનો ઝુકાવ તેમની તરફ વધારે છે તો તેમને પણ માગવાની આદત પડી જાય છે. તેમને ખબર હોય છે કે તેમની દરેક ડિમાન્ડ પૂરી થશે. આથી, તેમને ભવિષ્યની ચિંતા રહેતી નથી. આ સિવાય દીકરીને પણ એવું લાગે છે કે જ્યારે બધું જ સરળતાથી મળી રહ્યું છે, ત્યારે મહેનત કરીને પૈસા કમાવવાની જરૂરત નથી.
માતા-પિતા પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે. જો દીકરીનાં લગ્ન સામાન્ય ઘરમાં થાય, તો માતા-પિતા દરેક જરૂરત પૂરી કરવા માગે એ ઇચ્છનીય છે પણ જો આ ભાવના પર કાબૂ ન કરવામાં આવે તો એનું નકારાત્મક પરિણામ મળી શકે છે. જ્યાં સુધી તમારો સવાલ છે ત્યાં સુધી તમારે દીકરીને ત્યારે જ મદદ કરવી જોઇએ જ્યારે દીકરી અને જમાઇ સામેથી મદદ માગે. આ સિવાય કારણ વગર દીકરીના લગ્નજીવનમાં હસ્તાક્ષેપ ન કરવો જોઇએ.
પ્રશ્ન : મારા લગ્નને આઠ મહિના થયા છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી એમના વર્તનમાં ફેરફાર આવ્યો છે. એ નાની-નાની વાતમાં અકળાઇ જાય છે અને ક્યારેક ગુસ્સામાં થપ્પડ પણ મારી દે છે. મને એમના આવા વર્તનનું કારણ સમજાતું નથી. મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમારા લગ્નને હજી વર્ષ પણ નથી થયું અને તમારા પતિના વર્તનમાં આવો ફેરફાર કઇ રીતે આવ્યો તે સમજવું થોડું મુશ્કેલ છે. તમારા તરફથી કોઇ વાત કહેવાઇ ગઇ હોય જેના કારણે એમને ખરાબ લાગ્યું હોય અથવા તમારું કોઇ વર્તન એમને ન ગમતું હોય એવું બનવાજોગ છે. જોકે એમાં હાથ ઉઠાવવાની જરૂર ન હોય. તમે તમારા પતિ સાથે બેસીને આ અંગે શાંતિથી ચર્ચા કરો. જો કોઇ ભૂલ થઇ હોય તો એ માટે માફી માગી લો અને કોઇ જ કારણ વગર એ આવું વર્તન કરતા હોય તો સાયકોલોજિસ્ટની મદદ લો.
પ્રશ્ન : અમારાં લગ્નને દસ વર્ષ થયાં છે. અમે બંને જોબ કરીએ છીએ. મારા પતિનો સેલેરી એટલી છે કે હું જોબ ન કરું તો ચાલે, પણ મને ઘરમાં બેસી રહેવાનું પસંદ નથી. મારા પતિનું માનવું છે કે સ્ત્રીઓ ઘર સંભાળે તે વધારે હિતાવહ છે. હું એ રીતે ઘરમાં બેસી રહેવા નથી ઇચ્છતી. મારે શું કરવું? એક મહિલા (વડોદરા)
ઉત્તર : તમારા લગ્નનાં દસ વર્ષ પછી તમારા પતિને અચાનક આવા વિચાર આવે તેથી નવાઇ લાગે છે. અત્યારના જમાનામાં જ્યારે નારી સશક્તિકરણનો જમાનો છે, ત્યારે તમારા પતિ હજી અઢારમી સદીના લોકો જેવી માનસિકતા ધરાવે છે! તમે જોબ કરો જ છો અને આર્થિક રીતે પગભર છો એ સારી વાત છે. જોબ છોડવાનું વિચારશો નહીં. તમારા પતિને સમજાવો કે તેમની આવી માનસિકતા યોગ્ય નથી.
પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં મારા એક કલીગ ઘણા સમયથી પોતાને બધા કરતાં ચડિયાતા છે એ રીતે વર્તે છે. કંઇ પણ વાત હોય, તેમાં એમનો ‘હું’ એટલો મોટો હોય છે કે ઘણી વાર બીજાને પોતાનું અપમાન થતું લાગે. એમને આડકતરી રીતે ઘણાએ સમજાવવાની કોશિશ કરી, પણ કદાચ એ સમજવા નથી માગતા અને કાં તો એમને સમજણ નથી પડતી. અમારે શું કરવું?
એક પુરુષ (સુરત)
ઉત્તર : ઘણા લોકોને અતિ આત્મશ્લાઘાનો શોખ હોય છે. તમારા કલીગને પણ એવો જ શોખ લાગે છે. આવા લોકો આત્મપ્રશંસામાંથી ઊંચા નથી આવતા. પરિણામે કદાચ સ્ટાફના અન્ય લોકોને અપમાનિત થતા હોવાનું પણ લાગી શકે. તમે સૌએ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ સમજવા નથી માગતા કેમ કે આવા લોકો સારી રીતે જાણતા હોય છે
👍1
કે પોતે શું કરી રહ્યા છે. એટલે એમને સમજણ નથી પડતી એવું માની લેવાની જરૂર નથી. તેઓ સમજવા જ માગતા નથી હોતા કે પોતાના કારણે અન્યનું અપમાન થાય છે અથવા ખરાબ લાગે છે. હિતાવહ તો એ જ છે કે આવા લોકોથી તમે દૂર રહો.
જિદને હું પહેલી વાર મળી ત્યારે સાડા સત્તર વર્ષની હતી. એ ગોવિંદાને મળવા માટે ‘શોલા ઔર શબનમ’ના સેટ પર આવેલો. ત્યારે મારી ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થવાની તૈયારીમાં હતી. રશીસ અને ટ્રાયલનાં ગીતો અમુક નિર્માતાઓએ જોયા હતા. સૌને ખબર હતી કે હું આવનારાં વર્ષોમાં હિન્દી સિનેમા પર રાજ કરીશ. મારી બેબીડૉલ ઈમેજ સૌને ખૂબ અપીલ કરી ગઈ હતી. આમ તો તેલુગુ ફિલ્મોમાં હું સ્ટારડમ મેળવી ચૂકી હતી. વિજયા શાંતિ પછી હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હતી હું, મારું મંદિર બન્યું હતું! ને આ બધું સત્તર વર્ષની ઉંમરે જોયું હતું મેં. મારાં માતા-પિતા માની નહોતાં શકતાં એવા અને એટલા પૈસા હું સત્તર વર્ષમાં કમાઈ ચૂકી હતી. મને તો તેલુગુ સિનેમા છોડવાની જ ઈચ્છા નહોતી, પણ બોલિવુડનું મારું આકર્ષણ એટલું હતું કે હું દર પંદર દિવસે એક હિન્દી નિર્માતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી હતી. મને કોઈ પણ હિસાબે હિન્દી ફિલ્મમાં મારો સિક્કો જમાવવો હતો. મારી માને એક જ્યોતિષે કહ્યું હતું કે, ‘આને મુંબઈથી દૂર રાખો.’ પણ મારી મમ્મીએ કે મેં એમની વાત પર ધ્યાન ન આપ્યું.’
દિવ્યા ભારતીના એક ઈન્ટરવ્યૂમાં તેણે આ વાત કહી હતી. નવાઈની વાત છે કે, મુંબઈ શહેરમાં એમણે પોતાનો જીવ ગૂમાવ્યો. 19 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી... કે પછી એ અકસ્માત હતો એ વાતનો જવાબ હજી સુધી મળ્યો નથી. સાજિદ નડિયાદવાલાનો એના મૃત્યુમાં કોઈ હાથ હતો કે નહીં, અબુ સાલેમ જેવી વ્યક્તિઓ આ કિસ્સામાં જવાબદાર હતી કે નહીં... આ બધા સવાલોનો જવાબ મળે તે પહેલાં જ દિવ્યા ભારતીના મૃત્યુનો કેસ લપેટાઈ ગયો!
સાડા સત્તર વર્ષની ઉંમરે પ્રેમમાં પડેલી છોકરીને કલ્પના જ નહોતી કે આવી, ન માની શકાય એવી સફળતા એની પ્રતીક્ષા કરી રહી છે. સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કરવા માટે એણે ધર્મ બદલ્યો, માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ કરેલા આ લગ્ન થોડાક જ મહિનાઓમાં એક સમસ્યા પૂરવાર થયા. દિવ્યા ભારતીએ જ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘170 મિલિયનનો બિઝનેસ, ચાર અવોર્ડ્સ અને ધડાધડ ફિલ્મો સાઈન કરવાના મારા એક નવા ફેઝમાં સાજિદ પાગલ થઈ ગયો. એણે મારા પર રોકટોક લગાવવાની શરૂ કરી. એના માણસો મારા પર વોચ રાખતા. હું કોને મળું છું, ક્યાં જાઉ છું એ સતત મારે એને જણાવવું પડતું...’ આવું સામાન્ય રીતે થાય છે!
કાચી ઉંમરે પ્રેમના નામે કરી લીધેલા લગ્નો પછી મોટાભાગની છોકરીઓને સમજાતું હોય છે કે, એ જીવનમાં ઘણું કરી શકે એમ હતી. એ પછી એમના પતિમાં એક પુરુષ જાગતો હોય છે. પત્નીની સફળતા આજે પણ કેટલાક ભારતીય પુરુષ માટે પ્રશ્ન છે જ. પત્નીની સફળતાથી ઈનસિક્યોર થયેલા પુરુષો એની કારકિર્દીને આગળ વધતી અટકાવવાનો પ્રયાસ કરે છે જ્યારે સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલી પત્ની હવે અટકવા તૈયાર નથી હોતી. અહીંથી સંઘર્ષ શરૂ થાય છે અને સંઘર્ષમાંથી સંબંધ એવા તનાવ પર પહોંચી જાય છે જ્યાં છૂટા પડવા સિવાય કોઈ શક્યતા બાકી રહેતી નથી.
પ્રશ્ન એ છે કે સરળતાથી છૂટાછેડા આપી શકે એવા પુરુષો પણ ભારતીય સમાજમાં ઓછા છે, એટલે સફળતાના રસ્તે આગળ વધતી પત્ની જ્યારે છૂટાછેડા માગે ત્યારે આવા પુરુષોનો ઈગો ઘવાય છે. એ છૂટાછેડા નથી આપતા એટલું જ નહીં, પત્નીની કારકિર્દી અટકાવવાનો પ્રયાસ કરે છે.
યુવાન દીકરીઓએ આ વાતને બહુ સમજી લેવાની જરૂર છે કારણ કે, એમને જે નથી દેખાતું એ કદાચ એમના માતા-પિતાને દેખાય છે. એમના માતા-પિતા સમજે છે કે, એમની દીકરી ટેલેન્ટેડ છે અને જીવનમાં આગળ વધી શકે તેમ છે એટલે આવા માતા-પિતા જ્યારે દીકરીને ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરતા અટકાવતા હોય ત્યારે વિરોધ કરવાને બદલે કે સામા થવાને બદલે યુવાન દીકરીઓએ માતા-પિતાની વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
માતા-પિતાએ પણ દબાણ કરવાને બદલે દીકરીને સમજવાનો, એની સાથે વાત કરવાનો, એને પ્રેમથી કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા પરિવારોમાં આવું થતું નથી. દીકરી વિરોધ કરે, ભાગી જાય અને પછી પસ્તાય. પસ્તાઈને છૂટી પડી શકે તો હજીયે કદાચ એની જિંદગીમાં કોઈ બહેતર પરિસ્થિતિની શક્યતા બાકી રહે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતાએ ઈગો પ્રોબ્લેમમાં એવું કહી દીધું હોય છે કે, ‘મારે ઘેર પાછી નહીં આવતી’ અથવા ‘તું મરી ગઈ છે.’
દીકરી પાસે પાછા જવાની કોઈ શક્યતા હોતી નથી અને ઘરનું દબાણ, સંબંધોની કડવાશ એટલાં વધી ગયા હોય છે કે હવે શું કરવું એ એને સમજાતું નથી. આવા સમયમાં એની પાસે જ્યારે કોઈ રસ્તો નથી બચતો ત્યારે એ આત્મહત્યા કરે છે... જોકે, આ સાચો રસ્તો નથી જ, પરંતુ આવું ન થાય તે માટે આપણે સૌએ સજાગ રહેવું પડશે. દીકરી કોને મળે છે, ક્યાં જાય છે, એના મિત્રો કોણ છે, એની જાસૂસી નહીં, પણ ધ્યાન રાખવું જોઈએ. એના મિત્રોને ઘરે આવવાની છૂટ આપીએ તો કદાચ, આપણે એને ઓળખી શકીએ, જાણી શકીએ. બીજી તરફ, દીકરી જ્યારે આવી કોઈપણ વાત લઈને આવે ત્યારે છોકરાને મળવાનો, ઓળખવાનો, એના પરિવારોની વિગતો જાણવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ જેનાથી દીકરીને એટલો સંતોષ થાય કે આપણે એની વાત સાંભળી છે.
ના પાડવી હોય તો પણ બહુ જ જરૂરી છે કે, આપણે આપણા સંતાનને સાચાં અને લોજિકલ કારણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. એની સાથે સંવાદ કરીએ... માત્ર દલીલબાજી અને વિવાદ કે દબાણ કરવાને બદલે એને એવું સમજાવીએ કે જેને આપણે ભૂલ માનીએ છીએ એવી પરિસ્થિતિમાં આપણે એની શું મદદ કરી શકીએ. દિવ્યા ભારતી એક ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર હતી. સાજિદ નડિયાદવાલા એના મૃત્યુ માટે જવાબદાર છે કે નહીં એની ચર્ચા બાજુએ મૂકીએ તો પણ, લગ્ન માટેની એની ઉતાવળ અને વિચાર વગરના નિર્ણયોને કારણે એણે જીવ ખોયો એ વાત તો નકારી ન જ શકાય.
દિવ્યા ભારતીને આજે 51 વર્ષ પૂરાં થયા હોત. તમામ માતા-પિતાએ દિવ્યા ભારતી જેવા કિસ્સા પરથી એટલું શીખવાનું છે કે, એમનું સંતાન ભૂલ કરતું હોય ત્યારે એને ડરાવવા-ધમકાવવા, પૂરી રાખવા, ફોન લઈ લેવા જેવા ઉપાયો કરવાને બદલે એની સાથે વાત કરવી, સમજાવવા અને કદાચ એની ભૂલ થઈ જાય તો માફ કરીને પાછા સ્વીકારવા, ખરાબ પરિસ્થિતિમાં એની સાથે ઊભા રહેવાનો પ્રયત્ન કરવો એ એક સારા માતા-પિતાની ફરજ નહીં, જવાબદારી છે. જેને આપણે જન્મ આપ્યો છે એને એક ભૂલ માટે છોડી દઈને આપણે એના જીવનને જોખમમાં મૂકીએ છીએ એ વાત આપણને દિવ્યા ભારતી શીખવી ગઈ છે!
હળવાશ:‘આપડે દરેક બાબતમાં ક્રાંતિ લાવવાની હોય!’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/you-have-to-revolutionize-everything-134534006.html

લે આપડે ના સ્વીકારીએ, પણ જમાનો બદલાયો તો છે જ.’ કલાકાકી બોલ્યાં.
‘જો બેન, આ અનુભવ એવો છે ને, જમાનો બદલાયો એમાં નવું જાણવા મલે બસ, આમાં નુકસાન ના થાય. ઊલટું આપડાને ઈચ્છા થાય, કે આવો અનુભવ એક ને એક વાર તો કરવો જ જોઈએ.’ હંસામાસી જાણે એમને અનુભવ દેખાતો હોય એમ ક્ષિતિજમાં તાકી ને બોલ્યા.
હંસામાસીએ મુદ્દાસર જવાબ આપ્યો, ‘અરે બેન, ખાવાનો અનુભવ કરાવવાની વાત કરું છું. એમાં વિચારો બદલાયા છે. એમાં ક્રાંતિ આઈ છે. જો, હવે લોકો ઇડલી અને દહીં વડાની જેમ સમોસા કચોરીને પણ સમાન ભાવે જોવા લાગ્યા છે. અને સમાજ માટે સારી જ વાત છે. પહેલાં એકલી ઇડલી ઉપર સંભાર કે ચટણી નાખીને આપતા’તા. દહીંવડામાં દહીં નાખીને આપતા’તા. પણ હવે સમોસા ઉપર ય છોલે અને ચટણીયું નાખીને આપે છે.’
‘રગડા પેટીસ?’ મેં યાદ કરાવ્યું એટલે કહે, સમજી વિચારીને બોલવાનું રાખ બેન. એના નામમાં જ રગડો અને પેટીસ ભેગા છે. એટલે મેં ય સામે દલીલ કરી, કે ‘ઇડલી-સંભારમાંય નામ ભેગું જ બોલાય છે. અને દહીંવડામાં ય એવું જ છે.’
પોતાનો કક્કો સાચો સાબિત કરવો એ હંસામાસીના જીવનનું એકમાત્ર ધ્યેય છે એટલે એમણે ય બૂમ જેવી રાડ પાડીને કીધું,
‘હું તો એટલું જ કહું, કે જેટલી બી કોરી વસ્તુ છે, એની સાથે ચટણી બોલાતી નથી પણ જોડાએલી છે, એ બધી વાનગીને ભેગી જ પીરસવાની હોય... ભેળ કોરી છે, તો ભેળમાં ચટણીયું નાખીને દેવાની, ને સમોસા, ખમણ, ગોટા, બટાકાવડા, ફાફડા, ચોળાફળી... આ બધા સાથે કઢી, ચટણી ને બધુ અલગથી વાટકીમાં આલવાનું? આવો પક્ષપાત ના
કરવો જોઈએ.’
‘એ તો ચોઈસ મુજબ જેટલુ બોળવું હોય એટલું બોળાય એટલે.’ મેં કીધું એટલે તેઓશ્રી કહે,
‘એવું ના હોય ને બેન. ફરસાણ સાથે પ્રવાહી અનુપાન ભેળવીને કે મેળવીને જ આપવાનું હોય. અને હાચુ કહું, સ્વાદ અલગ જ આવે બોલો. મસ્ત આવે.’
બધા અહોભાવથી એમની સામે જોઇ રહ્યા, એટલે સહેજ અભિમાનમાં મોઢું ઊંચું કરીને કહે, ‘જો, આપડે આ ધરતી ઉપર જલમ લીધો છે, તો દરેક બાબતમાં ક્રાંતિ લાવવાની હોય. આ... એમનમ કસુ કર્યા વગર ઉપર જતાં રહીસુ, તો જગત આપડાને યાદ કેવી રીતે રાખસે?’ યાદ તો રાખશે જ. એન્ટિક પીસના મ્યુઝિયમમાં રાખીને. હું મનમાં જ બોલી.
બ્યૂટી:ત્વચાને ચમકદાર બનાવે વિટામિન-ઇ કેપ્સ્યુલ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/vitamin-e-capsule-makes-the-skin-glow-134534081.html

ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણી યુવતીઓ બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણીવાર ત્વચા પર ખાસ ફરક પડતો નથી. જો તમને સારું પરિણામ જોઇતું હોય તો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. એ ત્વચાના દાગ-ધબ્બા અને ઝાંખપને દૂર કરીને તેને ઉજળી અને ટાઇટ બનાવે છે.
વિટામિન-ઇ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તે ત્વચાને નીખારે છે, કરચલીઓ અને ઉંમરના નિશાનને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્મૂથ અને હેલ્ધી બનાવે છે. થોડા જ દિવસના ઉપયોગથી તમારી ત્વચા યુવાન દેખાવા લાગે છે. વિટામિન-ઇ કેપ્સૂલ્સ સરળતાથી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે.
વિટામિન-ઇ તેલનો ઉપયોગ રાતે ચહેરા પર કરવાથી એન્ટી-એજિંગ અસર થાય છે. તેલ ઘાટું હોય છે, તેથી તેને સૂતા પહેલા લગાવવું શ્રેષ્ઠ છે. આથી તે ત્વચામાં સારી રીતે શોષાય છે અને તેની અસર દેખાડે છે. સવારે તેલ લગાવવાથી બચવું જોઈએ કારણ કે તેલ લગાવ્યા પછી મેકઅપ અથવા સીરમ લગાવવાથી ત્વચા વધુ તૈલીય થઈ શકે છે.
વિટામિન-ઇ એ એન્ટીઓક્સિડન્ટ્સની ઊંચી માત્રા ધરાવે છે. તે રક્ત સંચારને સુધારે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે વિટામિન ઈ તેલનો ઉપયોગ વિટામિન સી સાથે કરવાથી હાઇપરપિગ્મેન્ટેશનની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ફાટેલા અને સૂકા હોઠોથી છુટકારો મેળવવા માટે વિટામિન ઈનો ઉપયોગ કરી શકાય છે. આથી ત્વચા ફરીથી રિપેર થાય છે અને ફાટેલા હોઠોના કારણે થતો દુખાવો પણ આથી દૂર થાય છે. આનો ઉપયોગ કરવો હોય તો સૂતા પહેલાં તેનો ઉપયોગ કરો. વળી, વિટામિન-ઇની કેપ્સ્યુલ બહુ મોંઘી નથી હોતી એટલે પરવડે એ‌વી છે.
કરી રીતે કરવો વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ?
ચહેરાના મેકઅપને સાફ કરીને ફેસવોશથી ધોઈ લો.
પછી ચહેરાને હળવા હાથે સાફ કરો.
હવે વિટામિન ઈ તેલમાં 2 ટીપાં કોપરેલ મિક્સ કરો.
તેને હાથની હથેળીઓ પર થોડું ઘસીને ચહેરાના દરેક ખૂણામાં લગાવો.
તમે ઇચ્છો તો તેલને 20 મિનિટ માટે ચહેરા પર રાખી શકો છો અથવા સવારે ઉઠીને ધોઈ શકો છો.
વુમનોલોજી:સશક્ત સ્ત્રીનું ઉદાહરણ...હું, તમે અને આપણે
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/an-example-of-a-strong-womanme-you-and-us-134534001.html

અક વાંચેલી અને સાંભળેલી કથાથી શરૂઆત કરું.
જનક રાજાના દરબારમાં બંને શિંગડામાં સોનામહોર લાગેલી હોય એવી એક હજાર ગાય હાજર કરવામાં આવી અને રાજાએ ઘોષણા કરી કે સૌથી વધારે વિદ્વાન અને આત્મજ્ઞાની હોય તે જ આ ગાય લઇ જાય. પોતાની જાતને વિદ્વાન કહીને રાજાની ગાય લઇ જવાનું સાહસ કોઈનું ન થયું, ત્યારે મહર્ષિ યાજ્ઞવલ્ક્યે બધી જ ગાય પોતાના આશ્રમ માં લઇ જવાનું સેવકોને સૂચન કર્યું. એમણે શિષ્યોને કહ્યું કે,‘તમે ગાયોને દોરી જાઓ.’
એ સમયે આખી સભામાં શરત મૂકવામાં આવી કે સભામાં બેઠેલી એક વિદુષી યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ કરે અને એને સંતોષકારક જવાબ મળે તો જ યાજ્ઞવલ્ક્ય આત્મજ્ઞાની અને સૌથી વધુ બુદ્ધિશાળી પુરવાર થાય. સંતોષકારક જવાબ આપ્યા બાદ મહર્ષિ વિદ્વાન પુરવાર થયા. આપણી ભાષામાં એક બહુ જાણીતી કહેવત છે,‘દીકરીની ગાય દોરે ત્યાં જાય’ પણ આપણી પરંપરા તો એમ કહે છે જે દીકરી દોરે ત્યાં ગાય જાય.
સ્ત્રીની બુદ્ધિને આજે પણ પડકારતા અને ખાસ કરીને નિમ્ન ગણતા આ સમાજમાં કેટલાક એવા ઉદાહરણો આપણી પાસે છે જેના થકી આપણે ફરી એકવાર એ માંદલી માનસિકતાને પડકારી શકીએ. ઈતિહાસની જે બાબતને સંરક્ષિત રાખવાનું મન થાય તે દરેક બાબત ધરોહર છે. માનવ સંસ્કૃતિની શરૂઆતથી જ એક પેઢી બીજી પેઢીને કંઇક સોંપે છે. આપણને હંમેશાં આપણે ઈતિહાસનું, પૂર્વજોનું, પુસ્તકોનું કે પછી પુરાણોનું ગૌરવ લેવું ગમે છે.
આપણે એક એવી મહાન પ્રજાતિનો અંશ છે એને સતત સાબિત કરવું એ આપણી જરૂરિયાત છે,પણ આ સાચવીને રાખવાનું અને આપવાનું કામ મોટે ભાગે કોણ કરે છે? કુદરતે માણસજાતને આપેલી સૌથી મોટી ધરોહર એટલે સ્ત્રી અને એ જ સ્ત્રી ધરોહરનું વહન કરે છે. બાયોલોજિકલી અને સોશિયલી પણ રંગસૂત્રો અને જીવનના દરેક રંગને બીજી પેઢી સુધી લઇ જનાર સ્ત્રી સ્વયં અને સ્ત્રી થકી ધરોહરનું જતન થાય છે. પ્રકૃતિએ શરીર આપ્યું છે એટલે તમે વહન કરો છો તે સાહજિક છે, બાકીના બધા જ માદા પ્રાણી માત્ર અને માત્ર શારીરિક ધરોહર વહન કરે છે પણ માનવ સ્ત્રી આખી સંસ્કૃતિનું વહન કરે છે.
સ્ત્રી અને ધરોહરનો સંબંધ વિચારીએ અથવા સ્ત્રીના સ્થાનની વાત કરીએ તો આપણી પાસે વેદ, ઉપનિષદ, પુરાણથી માંડીને લોકકથામાં એવાં નામ અને ઉદાહરણ છે જે સ્ત્રી સન્માનની વ્યાખ્યાને વધુ મજબૂત કરે છે. એક તરફ ‘યત્ર નાર્યેસ્તુ પૂજયતે રમન્તે તત્ર દેવતા’ છે અને બીજી તરફ ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ કે ‘બુધે નાર પાંસરી’ કહીને સ્તરનું અપમાન થાય છે કારણ કે આપણી પાસે સ્ત્રી માટે એક ફ્રેમ તૈયાર છે જેમાં ત્યાગ, મમતા, વાત્સલ્ય, સૌમ્યતા, સૌન્દર્ય બધું જ હોય. ‘કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા’ એટલું મોઢે થઇ ગયું છે કે હજી એ પેકેજમાંથી બહાર નથી નીકળાતું. જો કે હવે એમાં મેટ્રો ટ્રેન કરતાં પણ વધુ ગતિથી ફેરફાર આવી રહ્યો છે, પણ એય છેક બીજા અંતિમ પર લઇ જાય છે.
આપણે ફેમિનિઝમ માટે વેસ્ટન કન્ટ્રીને ક્રેડિટ આપીએ છીએ, સ્ત્રી સ્વતંત્રતા માટે સિમોન દ બોઉઆરનું નામ લઈએ છીએ, પરંતુ આપણી પાસે સ્ત્રીના અવાજને બુલંદ કરનાર રોમશાનું નામ છે. આ નામને યાદ કરવાનો ઉદ્દેશ એક જ છે કે, ભવિષ્યના ઇતિહાસને આપણે પણ આવા નામ અને ઉદાહરણ આપી શકીએ.
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/are-teenage-children-more-active-on-social-media-134534050.html

પુનિતા નાગર-વૈદ્ય છેલ્લા કેટલાક વર્ષોથી સગીર બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ ક્રમશ: વધી રહ્યો છે. હવે આ વધી રહેલા પ્રભાવની અસર પણ દેખાઇ રહી છે. સોશિયલ મીડિયા ટીનએજર્સના માનસિક સ્વાસ્થ્ય અને માનસિકતા પર ઊંડી અસર પાડી રહ્યું છે. હાલમાં જ એક ચોંકાવનારું તારણ જાહેર થયું છે જે પ્રમાણે માત્ર અમદાવાદમાં જ 310 સગીરા સોશિયલ મીડિયા પરથી અજાણી વ્યક્તિના પ્રેમમાં પડી હતી. આ સગીરાઓના
માતા-પિતાએ મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગવી પડી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણ હતી કે કેટલાક કિસ્સામાં તો સગીરા માતા-પિતા પર હાથ ઉપાડવા કે ઘરમાં તોડફોડ કરવા સુધી આક્રમક થઈ જતી હતી.
સોશિયલ મીડિયા આજે દરેક માટે નશાની જેમ બની ગયું છે. દેશ-વિદેશમાં તેનો ઉપયોગ વધતો જાય છે પરંતુ બાળકો અને કિશોરોમાં આ ચિંતાજનક છે. કિશોરોમાં જ્યાં સોશિયલ મીડિયા ઓછું હોવું જોઈએ, ત્યાં તે રોજ વધતું જાય છે. કિશોરો આજે સ્માર્ટફોન, લેપટોપ જેવા ડિજિટલ ગેજેટ્સમાં ઘેરાયેલા રહે છે અને ઇન્ટરનેટ પર તેમની હાજરી એક હદથી વધુ થઈ ગઈ છે.
એક નવા રિપોર્ટ મુજબ, લગભગ 93% ટીનએજર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાં 75% પાસે પોતાનું ઓછામાં ઓછું એક સક્રિય સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. જોકે, સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી ટીનએજર્સ પર ઘણી નકારાત્મક અસર પડતી હોય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વિશ્વભરમાં 30 કરોડથી વધુ લોકો ચિંતા અને 28 કરોડ લોકો ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે. હાલમાં, આ સમસ્યા કિશોરોમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને એનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પ્રત્યેનું તેમનું વળગણ છે.
મેન્ટલ હેલ્થ પર અસર
સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન હવે માત્ર સુવિધા નથી, પરંતુ લત બની ગયા છે. લોકો કામ છોડીને કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય વિતાવી રહ્યા છે. આના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને ખાસ કરીને બાળકો અને ટીનએજર્સની માનસિક સ્વાસ્થ્ય પર આનો ખતરનાક પ્રભાવ પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા કારણે બાળકોની શારીરિક અને સામાજિક પ્રવૃત્તિઓ ઘટી રહી છે. તેઓ મિત્રો અને પરિવારજનો સાથે સામસામે વાતચીત નથી કરી રહ્યા. તેમને સોશિયલ મીડિયા પર તરત જ પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે. તેઓ સાયબર બુલિંગનો ભોગ બની રહ્યા છે. આ તમામ બાબતો મેન્ટલ હેલ્થ પર નકારાત્મક અસર કરી રહી છે.
2023માં સાયન્ટિફિક જર્નલ ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે ટીનેજરો દિવસમાં 7 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેઓ અન્ય ટીનેજરો કરતાં ડિપ્રેશનનો ભોગ બનવાની શક્યતા બમણી કરતાં વધુ છે.
એવું પણ જાણવા મળ્યું કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દરરોજ એક કલાક વિતાવે છે, તો ડિપ્રેશનના લક્ષણો દર વર્ષે 40% વધે છે
ફિઝિકલ હેલ્થ પર અસર
કિશોરો અને યુવાન વયસ્કોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ચિંતા અને હતાશાની લાગણીઓને વધારી શકે છે, ડોપામાઇન મગજના પુરસ્કાર કેન્દ્રને સક્રિય કરે છે. તે એક "ફીલ-ગુડ કેમિકલ" છે જે આનંદદાયક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે પણ અમુક માનસિક અસરો આ કેમિકલને અવરોધરૂપ બંને છે ટીનેજરમાં બેચેની, કંટાળો, ચિંતા જેવી લાગણી અનુભવાય છે.
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ઉદાસી, અસંતોષ, હતાશા, ઊંઘ આવવામાં વિક્ષેપ, તણાવ, ચીડિયાપણું, એકલતા વગેરે જેવી માનસિક બીમારીઓનો ભોગ બની શકે છે.
ટીનેજર લાંબો સમય ઓનલાઇન રહે તો?
એક સર્વ રિપોર્ટ જો ટીનેજર લાંબો સમય ઓનલાઇન રહે તો 36 ટકા ટીનેજર બાળકો બહારના લોકો કે અજાણ્યા લોકોના કોન્ટેક્ટમાં રહે છે. 11 ટકા બાળકોમાં સ્માર્ટફોન અથવા સોશિયલ મીડિયાના વ્યસન જેવા લક્ષણો જોવા મળે છે. જો બાળકને સોશિયલ મીડિયાની લત લાગી જાય તો એનામાં એંગ્ઝાઈટી અથવા મૂડ ઓફનાં લક્ષણો દેખાઈ શકે છે.
આના કારણ 10થી 24 વર્ષની વયના યુવાનોમાં મેન્ટલ સમસ્યાનો ગ્રાફ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રીલ્સ અને એડવર્ટાઈઝમેન્ટને કારણે વેપિંગ, સ્મોકિંગ, જુગારની લત, ફાસ્ટ ફૂડ અને દારૂનું વ્યસન પણ વધી રહ્યા છે.
સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અટકે છે તેમજ વિચારોનું સ્તર પણ બગડી રહ્યું છે.
માતાપિતાની જવાબદારી
બાળક અને ટીનએજર સ્માર્ટફોન સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ ન કરે એ માટે ઘરમાં સ્માર્ટફોન કે ઇન્ટરનેટ ડિવાઇસનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. માતાપિતા પોતાના બાળકને વ્યસ્ત રાખવા માટે ફોન પકડાવી દે છે તે બંધ કરવું જોઈએ. સાથે સ્કૂલ જતા બાળકોને પણ જરૂરિયાત વિના ફોન ન આપવો જોઈએ. જો બાળકો રાત્રે મોડા સુધી ફોન વાપરે છે, તો ધ્યાન રાખો કારણ કે તમને જાણ પણ નહીં થાય ને બાળકો સોશ્યલ એબ્યુઝનો શિકાર થઇ જશે.
સોશિયલ મીડિયાના ઉપયોગ માટે સમય મર્યાદા નક્કી કરો. માતાપિતાએ પણ કોઈપણ ડિજિટલ સાધનના ઉપયોગ પર થોડું નિયંત્રણ રાખવું જોઇએ. બાળકો સાથે સમય પસાર કરો.​​​​​​​
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કિશોરોમાં પણ જેઓ તેમનાં માતાપિતા સાથે મજબૂત અને પ્રેમભર્યા સંબંધ ધરાવે છે તેમના પ્રત્યે સોશિયલ મીડિયાની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. ડેટા દર્શાવે છે કે માતાપિતા સાથે મજબૂત સંબંધો ધરાવતા કિશોરોને નબળા સંબંધો ધરાવતા કિશોરો કરતાં સોશિયલ મીડિયાના સઘન ઉપયોગથી નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. સોશિયલ મીડિયા અને ટીનએજર્સ
93% થી વધુ કિશોરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
કિશોરો દ્વારા સોશિયલ મીડિયા પર વિતાવેલો સરેરાશ સમય 4 કલાક 8 મિનિટ છે.
કિશોર છોકરાઓની તુલનામાં કિશોર છોકરીઓ સોશિયલ મીડિયા વધુ વાપરે છે.
93% કિશોર યુઝર્સ સાથે યુટ્યુબ કિશોરોમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.
ગ્લોબલ ઇન્સ્ટાગ્રામ યુઝર્સમાં 8% યુઝર્સનીવય 13 થી 17 વર્ષ વચ્ચે છે.
યુટ્યુબ કિશોરોમાં સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.
ટિકટોક 63% કિશોર યુઝર્સ સાથે બીજા ક્રમે છે.
સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ અનુક્રમે 60% અને 59% કિશોર યુઝર્સ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે.
બાળક અને સાયબર બુલિંગ
ઘરમાં ગેજેટ્સની ભરમાર અને ઓનલાઇન એજ્યુકેશનના વધતા ટ્રેન્ડે જીવન અને ભણતર ભલે સરળ કરી દીધાં હોય, પરંતુ એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઓછી નથી. કોવિડકાળ દરમિયાન ઓનલાઇન અભ્યાસને કારણે બાળકોને મોબાઈલ અને કોમ્પ્યુટર પર છૂટ મળી, જે હવે ધીમે-ધીમે તેમની આદતમાં બદલાઈ ગઈ છે. હવે આના કારણે બાળકોના જીવનમાં સાયબર બુલિંગની સમસ્યા સર્જાઇ છે જે મોટાભાગે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેવાને કારણે સર્જાઇ છે.
જ્યારે બાળકો સાયબર બુલિંગનો ભોગ બનતાં હોય છે ત્યારે તેમનામાં બદલો લેવાની ભાવના આવી જતી હોય છે. ઘણીવાર બાળકો મસ્તી-મસ્તીમાં પણ ગુંડાગીરી કરી લેતાં હોય છે. જ્યારે બાળકો આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેમનું ભણતર તરફ ધ્યાન હોતું નથી.
સાયબર બુલિંગનો ભોગ બનતાં બાળકોમાં એકલતા, આત્મવિશ્વાસનો અભાવ, લોકોને મળવામાં નર્વસનેસ જેવી બાબતો જોવા મળે છે. પીડિત બાળકોને લાગે છે કે તેઓ પરિસ્થિતિને સંભાળી લેશે પરંતુ એવું થઇ શકતું નથી.
બુધવારની બપોરે:મારી પહેલી નોકરી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/my-first-job-134540902.html

કા લુપુરમાં રાજા મહેતાની પોળની જરીક સામે આવેલી કડીયાની ખડકીમાં એક કાકા ઘેર બેઠા અગરબત્તીઓ બનાવે. માલ વેચવા એમને કોઇ સારા સેલ્સમૅનની જરૂર હતી. મને તો ગમે તે ખૂણે ઊભો રાખો, હું ‘સારો’ સેલ્સમૅન જરાય ન લાગું, પણ મારી જેમ એમની પાસેય બીજો વિકલ્પ નહોતો, એટલે મને નોકરીએ રાખી દીધો. પગાર-બગાર કુચ્છ નહિ...રોજ જેટલાં પૅકેટો વેચું, એમાં પૅકેટદીઠ મને આઠ આના (પચાસ પૈસા) મળે.
આ લગભગ ઇ. સ. 1968ની વાત છે. મને એમણે સૅલ્સમૅનની નોકરીએ તો તરત રાખી લીધો, પણ એમને એ ખબર નહોતી કે, હું બોલવામાં જરી તોતડાતો હતો. કોઇ શારીરિક બીમારી નહિ, પણ આત્મવિશ્વાસનો અભાવ કે, મારી વાત ઘર સિવાય કોઇ સાંભળતું નથી, ત્યાં ‘લે લો, અગરબત્તી...આઠ-આઠ આના’ કોણ સાંભળશે?
જમણા હાથની કોણી સુધી થેલી લટકાવીને હું સ્ટેશનની સામે આવેલી અલંકાર સિનેમાની ફૂટપાથો ઉપર માલ વેચવા નીકળ્યો. બૉડી તો અત્યારે જનાવર જેવું થઇ ગયું છે, પણ એ જમાનામાં બિલકુલ પતલો... પાંસળીઓ ગણી શકાય એવો! ઘરનો ઈતિહાસ બદલવાનો પ્રારંભ કર્યો અલંકારની ફૂટપાથો ઉપર આવેલી દુકાનોથી! પહેલી એક-બે દુકાનોવાળાઓએ તો મને માંગણ સમજીને કાઢી મૂક્યો, પણ બાકીનાઓ પણ કમાલના હતા. ‘ચલ હટ બે...! સાલા આવા લુખ્ખાઓ ક્યાંથી ચાલ્યા આવે છે, અગરબત્તા વેચવા...હટ!’ પણ પરમાત્મા સહુનો છે, એમ ઘણીવાર અગરબત્તીવાળાઓનોય થઇ જાય છે, એ ન્યાયે અપમાનો...એમની બહેનોનાં લગ્ન કરાવવા ગયાં, (આટલા વાક્યનું ઉંઝાની બોલીમાં અનુવાદ કરી બતાવો તો!) આપણે તો ધંધા સાથે કામ. રોજ સરેરાશ આઠ-દસ પૅકેટો વેચાતાં, આઈ મીન, દસ હોય તો મને પાંચ રૂપિયાનો ચોખ્ખો નફો થાય!
ક્યારેક તો નસીબ સારું હોય તો 8-10ને બદલે 11-12 પૅકેટોય વેચાય! ઘેર ભ'ઇ-બેન (મા-બાપ) છ-સાત રૂપિયાનો ચોખ્ખો નફો જોઇને મારા ઉપર ગર્વ અનુભવતા!
આ નોકરી તો બે-ચાર અઠવાડિયાં માંડ ચાલી, પણ એમાં મારી જીભ ઉઘડી ગઇ. હવે હું તોતડાતો નહોતો! દુકાનદારોએ કરેલાં અપમાનો આગળ જતાં બહુ કામમાં આવ્યાં કે, કોઇ મારું અપમાન કરે ને હું સામું કરું, તો ફાયદો મને કે એને? મારામારીમાં તો આ બૉડી આટલુંય વાપરી નંખાય એવું નહોતું!....બચે શું?
ભ'ઇને મળવા રોજ સવારે બાજુની જેઠાભાઇની પોળવાળા દેવેન્દ્ર કાકા આવતા, એમણે કહ્યું, ‘હિમાભાઇ મિલમાં બદલી-કામદારની નોકરી અપાવી દઉં.’ એમણે અપાવી. સિસ્ટમ એવી હતી કે, રાતપાળીની નોકરીમાં રોજ સાંજે સાઈકલ લઇને મિલના ઝાંપે બીજાઓની સાથે ઊભા રહેવાનું. આપણું નામ બોલાય તો અંદર જવાનું અને આખી રાતપાળીના રૂ. 3/- મળતા. નામ ન બોલાય તો વીલા મોંઢે પાછા આવવાનું. પણ તોય, દર મહિને રૂ. 36/- કે 39/- તો આરામથી મળી જતા.
ત્યાં મારું કામ પ્રિન્ટિંગ ખાતામાં રંગો ભરેલાં પીપડાં ધોવાનું હતું. એક એક પીપડું ચોખ્ખું ચણાક કરીને મૂકવાનું! મુકાદમને વૅર, એટલે રોજ મને પરેશાન કરવા મેં ચોખ્ખાં કરેલાં પીપડાંમાં ગળફા સાથે થૂંકે અને મને બધાની વચ્ચે દબડાવે. ‘પીપડું આવું સાફ કરવાનું... ચલ, ફરીથી સાફ કરી નાંખ.’ એ વખતે મનોજ કુમારની ફિલ્મ ‘યાદગાર’ રીગલમાં આવી હતી, એના એક ગીતમાં ‘તંગ પૅન્ટ પતલી ટાંગે, લગતી હૈ સિગરેટ જૈસી...’ એવું મારું પતલું બૉડી જોઇને સાથી કામદારો તાળીઓ પાડીને ગાતાં ગાતાં મારી મજા લેતા, મુકાદમને ખુશ કરવા!
એક મધરાતે રીક્ષા કરીને ફાધર અને દેવેન્દ્ર કાકા દોડતા આવ્યા, મને લેવા માટે! '69નું કોમી તોફાન પૂરા શહેરમાં ફાટી નીકળ્યું હતું. નોકરીનો મારો એ છેલ્લો દિવસ હતો. (હજી મારા પગારના પૂરા રૂ. 9/- લેવાના બાકી નીકળે છે!)
બસ. હવે ઈશ્વરે નાનકડી બારી ખોલી આપી હતી. અમદાવાદ કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલને મેં ‘યાહ્યાખાનને પત્ર’ નામનો હાસ્યલેખ ડરતાં ડરતાં વાંચવા આપ્યો. એ તો ખુશ થઇ ગયા. એમણે કૉલેજના નોટિસ-બૉર્ડ પર મારો લેખ મૂકાવ્યો. કૃપા પરમાત્માની થઇ કે, એ લેખ વાંચવા 60-70 વિદ્યાર્થીઓની ભીડ કાયમ લાગી રહેતી. પ્રિન્સિપાલ જી. ઍમ. પટેલે મને નવી ખિડકી ખોલી આપી. એમના દોસ્ત ‘રૂપાંગના’ નામનું કૉલેજીયનો માટેનું સાપ્તાહિક કાઢતા. મને એમાં લખવા મળ્યું... પૈસા-બેસા કુછ નહિ, પણ એના તંત્રી આ મૅગેઝિન સાથે સાથે અત્યંત બિભત્સ કહી શકાય એવું એક મૅગેઝિન પણ કાઢતા હતા. એમણે મને ઑફર આપી, ‘આમાં લખો તો મહિને રૂ. ૩૦૦/- આપું.’ મેં વિનયપૂર્વક ના પાડી અને માસિક રૂ. 100/-નો પગાર ચાલુ રાખ્યો.
અહીં અમારા મૅનેજર પારસી વૃદ્ધ કેકી ડૉક્ટર હતા. મારા અક્ષરો મને જ વંચાતા નહોતા, એટલા ખરાબ. પણ કેકીના અક્ષરો જોઇને મને ચાનક ચઢી કે, મારા અક્ષરોય આવા જ સુંદર હોવા જોઇએ. ફિર ક્યા...? એક અઠવાડિયું મહેનત કરીને અક્ષરો બિલકુલ કેકી જેવા કરી દીધા, પણ પૂરા સ્ટાફમાં પુરુષો બે જ. કેકી અને હું. બાકી સમાજના દયાજનક સ્તરેથી આવતી 8-9મું ધોરણ પાસ કરેલી 7-8 યુવતીઓ.
👍1
એ બધીઓ ટૅબલ-ખુરશી પર બેઠી હોય ને મારે ઊભા રહેવાનું. ‘એ ય...જા નીચે લારી પરથી ત્રણ ચા કહી આય..!’ મારે સલામ ભરીને જવું પડતું. તંત્રીનો ઉપકાર એટલો કે, મારી કરિયરનો સૌ પ્રથમ લેખ એમના ફરફરીયા ‘રૂપાંગના’માં છપાયો. કયો હતો એ તો યાદ નથી, પણ એક હાસ્યલેખકનો જન્મ આ તંત્રીએ કરાવ્યો.
સિક્સર
‘માલતી તું હાલતી ને ચાલતી, મારા હૃદયમાં સાલતી,
ઘાયલ થયો ગઇ કાલથી!’
મારા ફાધર આ કાવ્યપંક્તિથી મને ખૂબ હસાવતા.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kash-patel-how-much-power-does-the-fbi-director-have-so-much-that-trump-is-afraid-134540311.html

1972ના 2જી મેનો દિવસ.
વોશિંગ્ટનમાં અધિકારીએ અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગનને આવીને કાનમાં કહ્યું : ‘સર, મિસ્ટર હૂવરનું નિધન થયું છે.’
રેગનના ચહેરાની રેખાઓ વંકાઈ, અફસોસ વ્યક્ત કર્યો અને એકાદ-બે ગાળ પણ દીધી.
અધિકારીએ સલાહ આપી : ‘સર, એક સ્પીચ તૈયાર કરીએ. તમારે ટીવી પર જઈને આ મુદ્દે શોક સંદેશો પાઠવવો જોઈએ’.
રેગનના ચહેરાની રેખાઓ ફરી વંકાઈ : ‘ના, એ બધું પછી કરીશું. પેલા એ ગધેડાની (બીજી પણ કેટલીક ગાળો દીધી) ઓફિસને સીલ કરો, બધી ફાઈલો ભેગી કરો અને મારી પાસે લઈ આવો.’
• • •
તો હૂવર એવી કઈ મોટી તોપ હતી, જેના નિધન પર પ્રમુખે શોક સંદેશો આપવો પડે અને એનાથી પણ પહેલાં અમેરિકી પ્રમુખે એની ઓફિસ સીલ કરાવી ત્યાંથી ફાઈલો મંગાવવી પડે?
હૂવર ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના સ્થાપક ડિરેક્ટર હતા. 1908માં એફબીઆઈની સ્થાપના થઈ ત્યારે નામ હતું બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (બીઓઆઈ). 1924માં એ બ્યુરોના ડિરેક્ટર બન્યા જોન એડગર હૂવર. 1935માં એ જ બ્યુરોને વધારે સત્તા, સ્વતંત્રતા અને નવી ઓળખ અપાઈ. નવું નામ આપ્યું ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન. તેના પ્રથમ ડિરેક્ટર બન્યા જે. એડગર. છેક મૃત્યુ પર્યંત એટલે કે 1972 સુધી રહ્યા. કુલ મળીને 48 વર્ષ એડગરે એફબીઆઈને આપ્યા.
એ દરમિયાન જે પ્રમુખો આવ્યા એ બધાના કાળાધોળાની ફાઈલો એફબીઆઈ પાસે રહેતી. એટલે અમેરિકી પ્રમુખને કોઈનો ડર લાગતો હોય તો એ રશિયા કે ચીન નથી, એ એફબીઆઈના ડિરેક્ટર છે. એટલે જ એડગરનું નિધન થયું ત્યારે રેગને સૌથી પહેલો આદેશ તેની ઓફિસમાં રહેલી ગુપ્ત ફાઈલો જપ્ત કરવાનો આપ્યો હતો. જોકે, એ ફાઈલો મળી નહીં, કેમ કે એડગરની સેક્રેટરીએ એડગરના આદેશ મુજબ ફાઈલોનો નાશ કરી નાખ્યો હતો. આજે એફબીઆઈનું મુખ્યાલય ‘જે. એડગર હૂવર બિલ્ડિંગ’ તરીકે ઓળખાય છે, જેમાં હવે ગુજરાતી મૂળના કાશ પટેલે ખુરશી સંભાળી છે.
સદી જૂની એફબીઆઈના નવમા ડિરેક્ટર કાશ પટેલ બન્યા છે. પહેલા એવા ડિરેક્ટર છે, જેનાં મૂળિયાં અમેરિકા બહારના છે. એફબીઆઈ પાસે કેટલી સત્તા છે, તેની કલ્પના પણ થઈ શકે એમ નથી.
વારંવાર જગતના અનેક દેશો તરફથી એવા આક્ષેપો થતા હોય છે કે અમારી સરકાર ઉથલાવવા એફબીઆઈએ કાવતરું ઘડ્યું છે. તો વળી અમેરિકામાં પણ એફબીઆઈ સામે અનેક આક્ષેપો થયા છે, કોર્ટ કેસ થયા છે અને એફબીઆઈમાં ચાલતી ગરબડો અંગે પુસ્તકોય લખાયાં છે. એ બધાં પછીય એફબીઆઈનો રોલો યથાવત છે. અમેરિકાભરમાં ગમે તેની તપાસ કરવી, જડતી લેવી, ધરપકડ કરવી, જાસૂસી કરવી… એવી અનેક સત્તાઓ એફબીઆઈ પાસે છે. અમેરિકાના દરેક નાગરિકની જાસૂસી એ કરી શકે છે.
આજે સ્થિતિ એ છે કે કાશ પટેલની નિમણૂકનો અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. છતાં સંસદે મંજૂર કર્યા છે એટલે હવે એ ડિરેક્ટર છે અને ડિરેક્ટર છે એટલે સત્તા પણ છે. મતદાન વખતે અમેરિકી સેનેટના (અમેરિકાની રાજ્યસભા) 100માંથી 53 સભ્યો ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીના છે. એ પૈકી 51 સભ્યોએ કાશ પટેલ તરફી મતદાન કર્યુ છે. તમામ 47 ડેમોક્રેટ્સ સહિત 2 રિપબ્લિકનોએ કાશ વિરોધી મતદાન કર્યું છે. એટલે કાશને માંડ માંડ સત્તા મળી એમ કહી શકાય. કેમ કે આ પહેલાંના 3 એફબીઆઈ ડિરેક્ટરો 90 કે તેનાથી વધારે મતે પસંદગી પામ્યા હતા.
વિરોધીઓ તેનાથી ડરી રહ્યા છે, કેમ કે એવું લાગે છે કે જેમ ભારતમાં કોઈ પણ સત્તા પક્ષ સીબીઆઈ જેવી એજન્સીઓનો ઉપયોગ વિરોધીઓને કાબૂમાં રાખવા કરે છે એમ એફબીઆઈ પણ ટ્રમ્પ વિરોધીઓને કનડશે. એવું થાય કે ન થાય, પણ કાશ પોતે ટ્રમ્પને કનડી શકે એટલી સત્તા તો એમની પાસે છે જ. અત્યારે તો કાશ પટેલ ટ્રમ્પના વિશ્વાસુ છે, પરંતુ સત્તા મળ્યા પછી શું થાય એ કહી ન શકાય. બાકી તો ટ્રમ્પના ગુણગાન ગાતાં પુસ્તકો પણ આ પટેલે લખ્યાં છે.
ગુજરાતીઓને શું ફરક પડશે?
ગુજરાતી મૂળના કાશ પટેલે સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે જ કહ્યું : ‘તમે ભારતથી આવેલી પહેલી પેઢીના એવા વ્યક્તિને સાંભળી રહ્યા છો, જે દુનિયાની સૌથી શક્તિશાળી તપાસ સંસ્થાનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. આવું દુનિયામાં બીજે ક્યાંય શક્ય નથી.’
કાશે શપથ પણ ભગવદગીતાની સાક્ષીએ લીધા છે. પરંતુ એનાથી ભારતીયો કે ગુજરાતીઓને કોઈ લાભ થાય એવું માનવાને કારણ નથી. એ વાતમાં કોઈ શંકા નથી કે અમેરિકાના વિકાસમાં ભારતીયોનો ઘણો ફાળો છે. ગુજરાતીઓનો પણ ફાળો છે. એટલે જ તો કાશ આ સત્તાસ્થાને પહોંચી શક્યા છે. પરંતુ જે ગેરકાયદેસર ગુજરાતીઓ વંડી ઠેકીને અમેરિકા પ્રવેશ્યા છે કે પ્રવેશવાની પેરવીમાં છે એમને હાથકડી પહેરાવતાં કાશ અટકાવે એવું શક્ય નહીં બને. કાયદો કાયદાનું કામ કરશે જ. એટલે ત્યાં ગેરકાયદેસર ઘૂસનારા ગુજરાતીઓ કે ભારતીયોને એવુ હોય કે સત્તામાં આપણો ભાઈ બેઠો છે, તો એ ભ્રમ સાબિત થશે. વ્યવસાયે કાશ વકીલ છે એટલે કાનૂની આંટીઘૂંટી સારી રીતે જાણે છે.
3 કરોડ ડૉલરથી વધારે સંપત્તિના માલિક કાશની ઉંમર હજુ 44 વર્ષ છે. એફબીઆઈના ડિરેક્ટરની ટર્મ 10 વર્ષની હોય છે. પરંતુ પ્રમુખ ઈચ્છે તો લંબાવી શકે, પણ એ પછીની વાત થઈ. અત્યારે તો જગતની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી પટેલ પાવરનો પહેલી વાર અનુભવ કરવા જઈ રહી છે.
મેનેજમેન્ટની ABCD:નોર્મલ વ્યક્તિનાં લક્ષણો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/characteristics-of-a-normal-person-134540360.html

બી.એન. દસ્તુર અ મેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં ગુજરાતીઓની ભરમાર છે. બધાં ખાધેપીધે સુખી છે. છતાં છેલ્લા ચંદ મહિનાઓમાં આત્મહત્યાના પ્રસંગો ચર્ચામાં રહ્યા.
આત્મહત્યા કરનાર સુખી ઘરોના નબીરાઓ હતા, પણ ‘નોર્મલ’ નહોતા. જિંદગીમાં જે એમને પસંદ હતું એ મેળવવામાં નિષ્ફળ જતાં, લડી, સ્વીકારી લેવાને બદલે એમણે મૃત્યુને પસંદ કર્યું.
જિંદગી આપણી મરજી મુજબ ચાલતી નથી. ન બનવા જેવું બનતું રહે છે, બનવા જેવું બનતું નથી. જે બને છે એ ગમતું નથી, મોટાભાગના કિસ્સાઓમાં આવા પ્રસંગો ઉપર આપણું નિયંત્રણ હોતું નથી. અંગ્રેજ ફિલસૂફ સેમ્યુઅલ બટલર સાહેબના થોરામાં ઘનું કહેતા શબ્દો છે:
જિંદગી ચાલે છે બે નિયમો ઉપર- એક સામાન્ય (general) નિયમ અને બીજો છે ખાસ (specific) નિયમ.
સામાન્ય નિયમ એવું કહે છે કે ‘માનવીઓને જે કંઈ જોઈએ છે તે છેવટે તો મેળવીને જ રહે છે.’ ખાસ નિયમ એવું કહે છે કે ‘લગભગ દરેક કિસ્સામાં આ જનરલ નિયમ અપવાદરૂપ છે.’ જરૂર છે માનસિક તંદુરસ્તીની. સાયકોલોજીમાં માનસિક તંદુરસ્તી ધરાવનાર વ્યક્તિ ‘નોર્મલ’ કહેવાય છે.
- નોર્મલનો અર્થ પરફેક્ટ નથી. દરેક વ્યક્તિ ગુસ્સે થતી રહે છે. ચિંતા, ડર અને ફ્રસ્ટ્રેશનનો અનુભવ કરતી રહે છે. કચકચ, ચકચક, ઊથલપાથલ થતાં રહે છે. જંગલોમાં રહેવા માટે ઈશ્વરે ડિઝાઈન કરેલું શરીર, આજના સિમેન્ટનાં જંગલોનો સ્ટ્રેસ મેનેજ કરી શકતું નથી.
સ્ટ્રેસનું સિગ્નલ મળતાં જ એસીટીએચ (ACTH) અને કોર્ટિસોલ જેવા હોર્મોનનું પ્રોડક્શન વધી જાય છે અને બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રેસ, ડાયાબિટીસ, સાંધાનાં દર્દો, પેટમાં અલ્સર જેવા રોગોનો હુમલો આવે છે. મૂડ મરી જાય છે. ડિપ્રેશન આવે છે. આ બધાંની બાવજુદ નોર્મલ વ્યક્તિ એવું માને છે કે એકંદરે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે.
• નોર્મલ વ્યક્તિ રિયાલિસ્ટિક, વાસ્તવવાદી હોય છે. એને એની તાકાતોનું અને નબળાઈઓનું ભાન હોય છે. ભલી ભાંતિ સ્વીકારે છે કે જિંદગીની સડક ખાબડખૂબડ હોય છે, એમાં અસંખ્ય ડાયવર્ઝનો હોય છે. દિશાઓ બતાવતાં પાટિયાં, પરિવર્તનોનાં વાવાઝોડાંઓની બદૌલત ક્યાં તો ઉખડી ગયાં હોય છે કે ખોટી દિશાઓ બતાવે છે. એને ખબર છે જિંદગીના રસ્તે એને સાત સમુંદર પારથી એસોલ્ટ રાઈફલો વાપરનાર પ્રતિસ્પર્ધીઓ મળવાના જ છે.
• નોર્મલ વ્યક્તિ ફ્લેક્સિબલ હોય છે. ક્યારે લડી લેવું, ક્યારે સ્ટ્રેટેજીક પીછેહઠ કરવી, ક્યારે સામાધાન કરી લેવું એની એને ખબર હોય છે. વાવાઝોડાના પવન સામે ઝૂકી જઈ જાતને બચાવતાં એને આવડે છે.
• નોર્મલ વ્યક્તિ સાયકોલોજીની પરિભાષામાં ‘ઈન્ટર્નલ’ હોય છે. પોતાના નિર્ણયોની અને પરિણામોની જવાબદારી સ્વીકારે છે. નસીબની હસ્તીનો સ્વીકાર કરે છે, પણ જાણે છે કે નસીબ પોતાના પગો ઉપર ઊભું રહેતું નથી. એને પણ ટેકાની જરૂર પડે છે. નસીબમાં લોટરીનો 100 કરોડનો જેક પોટ ભલે લખ્યો હોય, લોટરીની ટિકિટ ખરીદવાનું કર્મ ન કરો તો કંઈ ઊપજે નહીં. એની જાણીતી કહેવતો છે: ‘ગધા પહેલવાન તો નસીબ બલવાન’ અને ‘દરજીનો દીકરો સીવે ત્યાં સુધી જીવે.’
• નોર્મલ વ્યક્તિ ઉત્સાહ અને ઉમંગથી છલકાતી રહે
છે. મઝા આવે એવી પ્રવૃત્તિઓ શોધી, એનો આનંદ ઉઠાવતી રહે છે.
• નોર્મલ વ્યક્તિ રોતલ ઈન્સાનોથી દૂર રહે છે. એને રોદણાં રડનાર પસંદ નથી. એને સંબંધો શોધવામાં, બાંધવામાં, નિભાવવામાં અને નિખારવામાં રૂચિ છે, પણ ટોક્સિક રિલેશનશિપથી એ દૂર થઈ જાય છે.
• નોર્મલ વ્યક્તિમાં સ્વતંત્રતાની માત્રા ઊંચી હોય છે. બીજાઓને કે સંજોગોને રવાડે ચડી એ અહીંતહીં દોડતી અને દિશા બદલતી રહેતી નથી. જરૂર પડે તો પોતાની જાત સાથે એકલી રહી શકે છે.
• સફળતાના સિમ્બોલ એકઠા કરવા માટે નોર્મલ વ્યક્તિ, પોતાનાં મૂલ્યો સાથે બાંધછોડ કરતી નથી.
• પોતાની આવડતોનું, પોતાના જ્ઞાનનું, પ્રતિભાનું જરૂર વિનાનું પ્રદર્શન કદી કરતી નથી.
👍1
મનદુરસ્તી:પરીક્ષા સિવાય પણ જીવન ઘણું મોટું અને મજાનું છે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/life-is-so-much-bigger-and-more-fun-than-exams-134540658.html

ફ રી એકવાર આવતીકાલથી દસમા અને બારમાની પરીક્ષા શરૂ થાય છે. આખા વર્ષ દરમિયાન કરેલી તૈયારીનો નિચોડ માત્ર થોડા કલાકમાં આપી દેવાની એક્સરસાઇઝ આવતી કાલે થશે. પરીક્ષા પૂર્વે માતા-પિતાઓએ અથવા પરિવારનાં લોકોએ શું ધ્યાન રાખવું તે મનોવૈજ્ઞાનિક રીતે સમજવું જરૂરી છે.
જ્યારે આખું ઘર દસમા-બારમાના ભાર નીચે દબાયેલું હોય ત્યારે ખાસ કરીને ચિંતિત માતા-પિતાઓ માટે કેટલીક ટિપ્સ જણાવું છું.
• બાળકને પરીક્ષા માટે ટોકવાનું બંધ કરી દો! આ દિવસોમાં એને જરૂર છે માત્ર તમારા સપોર્ટની. બાળક સાથેનું હૂંફાળું વર્તન તમારા તરફથી અપાતો શ્રેષ્ઠ સપોર્ટ છે.
• પરીક્ષા પહેલાં બાળકને કેટલાંક લોકો અમુક પ્રકારની ખતરનાક વાતો કરતા હોય છે. જેમ કે, ‘આજે તો કતલની રાત છે, આખી કરિયરનો સવાલ છે, આપણી આબરૂનું શું થશે? આટલા બધા પૈસા ખર્ચ્યા છે તો રિઝલ્ટ સારું લાવજે...’ વગેરે ઘાતક વાક્યો બોલવાથી દૂર રહો.
• બાળક વાંચતું હોય ત્યારે તેની નજીક કે સામે બેસી ન રહો. તેના માથા ઉપર અડિંગો લગાવીને ઊભા ન રહો. એની દરેક ઝીણી હિલચાલ ઉપર તાકીદની નજર રાખવાનું તમારું 'હેલિકોપ્ટરપણું' છોડી દો. તમારા ચિંતાતુર અને ડિપ્રેસ્ડ ચહેરાઓ તમારા બાળકના એક્ઝામ સ્ટ્રેસમાં વધારો કરે છે. ઘરમાં પરીક્ષા સિવાયની પણ વાતો થઇ શકે.
• હસતાં રહો અને ઘરનું વાતાવરણ હળવું રાખો. પરીક્ષા એ કોઇ શોકનો પ્રસંગ નથી.
• બાળકને થોડાં થોડાં અંતરે પૌષ્ટિક અને ભાવે તેવું જમવાનું કે નાસ્તો આપો.
• 'ઑલ ધ બેસ્ટ' કહેવા આવતા લોકોને પ્રેમપૂર્વક 'ના' પાડી દો. ફોનથી 'વિશ' કરતા લોકોને પણ તમારા સુધી જ રહેવા દો. ‘બેસ્ટ ઓફ લક’ કહેવાનો રિવાજ કેટલાક વિદ્યાર્થીને વાસ્તવમાં રંજાડતો હોય છે. એક પ્રકારનું સામાજિક દબાણ ઊભું કરે છે. તમારાં સગાં-વહાલાં કે હિતેચ્છુઓની 'સદભાવના' તમે લઇ લો અને ત્યાં જ અટકાવી દો. છેલ્લી મિનિટે ધ્યાનપૂર્વક ભણતા વિદ્યાર્થીઓને એ બધા સોશિયલ ઓબ્લિગેશનથી ડિસ્ટર્બ ન કરો. હવે કેટલીક ટિપ્સ વિદ્યાર્થી મિત્રો માટે...
શું પરીક્ષામાં 'પોઝિટિવ રોમાંચ' હોઇ શકે? જી હા, હોઇ શકે અને હોવો જોઇએ, ચાલો જોઇએ કેવી રીતે...
• વિદ્યાર્થી મિત્રો, આજે તમારી જાત સાથે ‘આવી’ વાતો મનોમન કરશો તો બહુ મઝા આવશે.
• જે ટેન્શનયુક્ત માહોલ આખું વર્ષ હતો એ હવે પૂરું થવામાં છે. વેકેશન મારી રાહ જોઇ રહ્યું છે.
• મારી તૈયારી માટે મેં શક્ય એટલી બધી જ મહેનત કરી છે. પરીક્ષામાં ચોક્કસપણે મારી શક્તિ અનુસાર હું સારી રીતે જ પર્ફોર્મ કરી શકીશ.
• છેલ્લે છેલ્લે જે નથી આવડતું એની પાછળ હવે સમય આપવાનો કોઇ મતલબ નથી.
• મેં જે પહેલાં વાંચ્યું છે, જેમાં મહેનત કરી છે, જે મને આવડે છે એનું જ પુનરાવર્તન કરી જઇશ તો મારી યાદદાસ્ત પર એક 'રીફ્રેશ-બ્રશ' ફરી જશે અને મહેનત ચમકી ઊઠશે.
• મારે ઉપરછલ્લી રીતે હવે માત્ર શીર્ષકો જ વાંચવાનાં અને તૈયાર કરવાનાં હોય, જે હું ઝડપથી લખીને તૈયાર કરી શકીશ.
• પરીક્ષા સમયે આટલું બધું મને કેમનું યાદ આવશે? એવી ચિંતા રાખવાને બદલે, હું હોશિયાર છું અને આટલાં વર્ષો મેં સરસ રીતે પરીક્ષા આપી જ છે તો આ વખતે પણ પરીક્ષા આપી જ શકીશ.
• પરીક્ષાખંડમાં આંખ બંધ કરીને બે મિનિટ માટે પેપર આપતાં પહેલાં ઊંડા શ્વાસ લઇને ધીરેથી બહાર કાઢીને તરત રિલેક્સ થઇ જવાશે.
• ઉત્તરો યાદ રાખવાનું કામ મારા મગજનું છે અને એ તો સરસ
કામ કરે જ છે. મારો આ આત્મવિશ્વાસ મને જરૂરથી સફળ બનાવશે.
મિત્રો, કોઇપણ પરીક્ષા એ જીવનની આખરી પરીક્ષા નથી એ જાણવું અને સ્વીકારવું જરૂરી છે. કોઇપણ નોર્મલ સ્વસ્થ વ્યક્તિ માટે હંમેશાં સંપૂર્ણ તણાવરહિત સ્થિતિ એટલે કે 'ઝીરો સ્ટ્રેસ' શક્ય નથી. હળવો સ્ટ્રેસ આપણા પ્રયત્નોને બળ આપે છે. સામાન્ય ચિંતા રહેતી હોય તો એ તમારા માટે જરૂરી ઇંધણનું કાર્ય કરશે. એ 'હળવી ચિંતા'નો ઉપયોગ કરી લો, પણ સાવધાન... એને વધવા ન દેતા.
મિત્રો, કારકિર્દી માટે દસમું કે બારમું એ 'ગેટ વે' હોઇ શકે, પણ જીવનનો અંતિમ 'ગેટ-વે' નથી. તમારી કાબેલિયત એ તમારા જિંદગીની રાહ ઘડે છે. હજુ ઘણું લાંબું જીવન છે અને તમારી દિશા નક્કી કરવાનો ભાર આવનારા સમય પર છોડી દો. વિનિંગ સ્ટ્રોક :
આ એક પરીક્ષા સિવાય પણ જીવન ઘણું મોટું અને મજાનું છે. ઑલ ધ બેસ્ટ...
👍1
ક્રાઇમ સિક્રેટ:એક કતલ છુપાવવા નેતાઓની આખી ફોજ કામે લાગી!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/an-entire-army-of-leaders-worked-to-cover-up-a-massacre-134540331.html

રાજ ભાસ્કર બિ હારના પટનામાં એક યુવતી હતી. એનું મૂળ નામ શ્વેતા નિશા ત્રિવેદી, પણ બધાં બોબી કહે. કોંગ્રેસ નેતા અને વિધાન પરિષદના ચેરપર્સન રાજેશ્વરી સરોજે એને દત્તક લીધી હતી. વિધાન પરિષદમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી બોબી અત્યંત સુંદર હતી. એ વખતના અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે એને દોસ્તી હતી. એક દિવસ અચાનક એના મોતના સમાચાર અખબારોમાં આવ્યા.
એ વખતના તેજતર્રાર આઈપીએસ ઓફિસર કિશોર કૃણાલ તપાસ કરે છે. કોંગ્રેસી નેતા રઘુનંદનનો દીકરો રઘુવર ઝા એ રાત્રે બોબીને મળ્યો હોય છે. વળી, બોબીના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા હતા. બંનેમાં મોતનાં કારણ અલગ હતાં. કિશોર કૃણાલ કબરમાંથી બોબીની લાશ કઢાવી ફરી રિપોર્ટ કરાવે છે, જેમાં મેલેથિયન ઝેરથી બોબીનું મોત થયું હોવાનું સામે આવે છે. આ બાબત સામે આવતા જ નેતાઓના જીવ તાળવે ચોંટી ગયા. ઈન્વેસ્ટિગેશન પૂરું થયું. બોબીની હત્યા સાથે જોડાયેલાં અનેક નામો સામે આવ્યાં અને એમની ધરપકડની તૈયારી કરી રહ્યા હતા.
નેતાઓને લાગ્યું કે હવે કંઈ નક્કર કરવામાં નહીં આવે તો પોતાનો ભાંડો ફૂટી જશે. બિહારની કોંગ્રેસ સરકારના 44 ધારાસભ્યો અને બે મંત્રીઓ ભેગા થઈને મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર પાસે પહોંચ્યા. લગભગ ચાર ડઝન નેતાઓએ ભેગા થઈને મુખ્યમંત્રી પર દબાણ કર્યું અને કહ્યું કે, ‘સર, બોબી મામલો હવે કોઈ પણ ભોગે દબાવો. પોલીસ આમ જ આ મામલાની તપાસ કરતી રહેશે તો અમે તો ડૂબીશું જ પણ સાથે તમને પણ લઈ ડૂબશું. તમને આપેલો ટેકો પાછો ખેંચી લઈશું અને તમારી સરકાર પાડી દઈશું.’
એ વખતે જેમણે આ કેસનું રિપોર્ટિંગ કર્યું હતું એ લોકો એમ કહેતા હતા કે, માત્ર કોંગ્રેસના જ નહીં બીજા પણ નાના મોટા સાઈઠ ધારાસભ્યો અને મંત્રીઓ આમા સામેલ હતા. 100થી વધુ નેતાઓએ બોબી કેસ દબાવવા માટે મુખ્યમંત્રીને મજબૂર કર્યા હતા. જગન્નાથ મિશ્ર દબાણમાં હતા. તેમણે પોતાની સરકાર બચાવવા માટે આખા કેસનો રૂખ પલટી નાંખ્યો.
7મી નવેમ્બર, 1983ના રોજ બોબીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, 8મી નવેમ્બરે એનું મોત થયું, 11મી નવેમ્બરે અખબારોમાં સમાચાર આવ્યા અને માત્ર 14 દિવસ બાદ જ 25મી નવેમ્બરે બિહાર સરકારે આ કેસ CBIને સોંપી દીધો અને CBIના પ્રામાણિક અધિકારીઓને આ કેસથી દૂર પણ કરી દેવાયા.
કિશોર કૃણાલ ગુનેગારોની ધરપકડ કરવાની ખૂબ નજીક હતા અને કેસ તેમના હાથમાંથી ચાલ્યો ગયો. હવે CBIએ આદેશ મુજબ ખેલ શરૂ કર્યો. એમણે દીલ્હીમાં બેઠાં બેઠાં જ રિપોર્ટ તૈયાર કર્યો. તેમણે કહ્યું, બોબીની હત્યા નથી થઈ પણ બોબીએ આત્મહત્યા કરી છે. બોબી રતન રાઘવાની નામના છોકરાના પ્રેમમાં હતી. છોકરાએ લગ્નની ના પાડી. બોબીથી સહન ના થયું અને એણે સેન્સિબલ ટેબલેટ ખાઈને આત્મહત્યા કરી. CBI દિલ્હીમાં બેઠાં બેઠાં બોબીની સ્યૂસાઈડ નોટ પણ લઈ આવી, જે પોલીસના ડિટેઈલ ઈન્વેસ્ટિગેશનમાં પણ નહોતી મળી.
CBIએ બીજી હાસ્યાસ્પદ વાત એ કરી કે બોબીના બોડીમાંથી મેલેથિયન ઝેર મળ્યું હતું એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખોટો હતો, કારણ કે રિપોર્ટ કરતી વખતે લેબોરેટરીવાળા લોકોથી ભૂલથી બીજા કોઈ વ્યક્તિના વિસેરા મિક્સ થઈ ગયા હતા. એમાં ઝેર હતું એટલે બોબીના રિપોર્ટમાં પણ ઝેર આવ્યું. બીજી વાત કે આઉટ હાઉસના બે છોકરાઓએ રઘુવર ઝાનું નામ લીધું હતું, પણ ત્યારે રઘુવર બે દિવસ મિત્રના લગ્નમાં હતો. પોલીસે છોકરાઓને ટોર્ચર કરીને રઘુવર ઝાનું નામ જબરદસ્તી બોલાવડાવ્યું હતું, કારણ કે એ કોંગ્રેસના નેતાનો દીકરો છે.
આવું લખીને CBIએ ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં દાખલ કરી દીધો. કોર્ટે પણ એ રિપોર્ટ સ્વીકારી લીધો ને કહ્યું, ‘બોબીની હત્યા થઈ હોવાની વાત ખોટી છે. એણે આત્મહત્યા જ કરી છે. હવે આ કેસમાં વધુ કોઈ તપાસની જરૂર રહેતી નથી.’ આમ કેસ હંમેશાં માટે બંધ કરી દીધો. બોબી કાંડ એક હત્યાકાંડ હોવા છતાં આત્મહત્યાનો કેસ બનીને રહી ગયો.
આજે - 2025માં આ કેસને 42 વર્ષ થયાં છે, પણ હજુ બોબી કાંડનું સત્ય સામે આવ્યું નથી, પણ આ કેસનું સાચું ઈન્વેસ્ટિગેશન કરનારા અને ગુનેગારોનાં નામ સુધી પહોંચી ગયેલા તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કિશોર કૃણાલે 2021માં ‘દમન તક્ષકોં કા’ નામે પોતાની જીવની લખી એમાં આ કેસની સિલસિલાબંધ વિગતો બેખૌફ લખી છે. તેમણે લખ્યું છે કે, ‘બોબી કાંડ એ બહું મોટું સ્કેન્ડલ હતું. આ કેસના સાચા ગુનેગારોનાં નામ જો સામે આવી જાત તો બિહારમાં કોંગ્રેસની સરકાર ના હોત.’
એક નેતા, પ્રજાના રક્ષકો આવું કહે અને કરે ત્યારે ખરેખર કાયદા પરથી ભરોસો ઊઠી જાય. વિચાર કરો, આપણા દેશના ઈતિહાસમાં એવી કોઈ બીજી મિસાલ નથી મળતી, જેમાં કોઈ એક કતલના રાજને છુપાવવા માટે ચાર ડઝન જેટલા નેતાઓ-મંત્રીઓ સહિત આખે આખી સરકાર લાગી જાય.
2025/07/13 22:52:23
Back to Top
HTML Embed Code: