આજ-કાલ:ઈ-વેસ્ટ રિસાઈકલિંગ 520 અબજનો વેપાર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/e-waste-recycling-a-520-billion-business-134540321.html
મો બાઈલફોન, લેપટોપ, પીસી, ટીવી, ફ્રિજ અને નાનાં-નાનાં ઘણાં ઘરેલું ઉપકરણો હોય જે આપણી સગવડો વધારે. આમાં લેટેસ્ટ મોડલ આવે એટલે દેખાદેખીમાં આપણે એ ખરીદી લઈએ. પછી જૂની ચીજો ઘરનાં ભંડકિયાં કે ડ્રોઅરમાં સબડતી રહે ક્યાં તો ગમે ત્યાં ફગાવી દેવાય.
આ બધાંને ઈ-વેસ્ટ કહેવાય. આના નિકાલની વ્યવસ્થિત અને સલામત પ્રક્રિયા નથી. આને લીધે પર્યાવરણને તો નુકસાન થાય જ છે, પણ સાથોસાથ આપણે અજાણતા ગંભીર બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. જોખમી રસાયણો અને સ્થાયી જૈવિક પ્રદૂષક (હા, પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ)ના ઢગલાની આખી દુનિયા અવગણના કરે છે અને એમાં આપણે ભારતીયો મોખરે છીએ.
ભારતમાં 2023ની પહેલી એપ્રિલથી ઈ-વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2022નો અમલ શરૂ થયો. ભારતમાં ઈ-વેસ્ટનું રિસાઈકલિંગ થાય છે. 2019-20માં એનું પ્રમાણ 22 ટકા હતું, તો 2022-23માં 43 ટકા. પથારો થયો છતાં બાકીના 57 ટકા એટલે 9, 90,000 ટન ઈ-વેસ્ટ પડતર છે. આમાં પડકાર ઘણા છે. સૌથી મોટી બાબત છે અસંગઠિત-અનઓર્ગેનાઈઝ્ડ પ્રયાસો. આવી છૂટીછવાઈ એકલદોકલ કોશિશોને લીધે ન આંકડા મળે કે ન નિયમ-કાયદાનું પાલન થાય. આની સાથોસાથ ઈકોફ્રેન્ડલી અને રિયૂઝેબલ સામગ્રીના ઉપયોગનો આગ્રહ રાખવો જરૂરી છે.
આ બાબતમાં આંકડા-સ્ટેટિસ્ટિક્સનો અભાવ છે. રાજ્ય સ્તરે કોણ-કેટલો કચરો કરે છે એની જાણકારી નથી. ઉત્પાદન અને વેચાણ પરથી આછાપાતળા રાષ્ટ્રીય આંકડા મળી જાય છે. આમાંય બનાવટી, ચાઈનીઝ અને ઘરગથ્થુ ચીજોના આંકડા ક્યારેય મળતા નથી. બીજી બાજુ, રિસાઈકલિંગ કે રિયૂઝેબલ ચીજોના વપરાશને સરકારી પ્રોત્સાહન પ્રાપ્ત નથી. રહી રહીને એક્સટેન્ડેડ પ્રોડક્ટ રિસ્પોન્સિબિલિટી હેઠળ મેન્યુફેક્ચરર્સને એમનાં ઉત્પાદન-વેચાણની ટકાવારીના પ્રમાણમાં વાર્ષિક રિસાઈકલિંગ ટાર્ગેટ અપાય છે.
2020ના ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર મુજબ ભારત દુનિયાનું પાંચમા નંબરનું ઈ-વેસ્ટ ઉત્પાદક હતું. ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રિક ઉપકરણોમાં શીશા, પારા અને કેડમિયમ જેવી જોખમી સામગ્રી વપરાય છે. આને રખડતાં મૂકી દેવાથી પર્યાવરણને હાનિ પહોંચે જેથી આડકતરી માઠી અસર માનવજીવ પર જ આવે. ઉપરાંત મનુષ્યનાં હૃદય, મસ્તક, યકૃત, કિડની સહિતનાં અંગોને હાનિ થાય.
ઈ-વેસ્ટમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી પાંચમા ક્રમે આવતું ભારત વરસે વીસ લાખ ટન ઈ-વેસ્ટ ફેંકતું હતું. આમાંથી માંડ 0.003 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાતો હતો. આમાં મારો-તમારો દોષ કેટલો?
યુનાઈટેડ નેશનલના અંદાજ મુજબ આપણે સૌ વર્ષે 7.6 કિલો ઈ-વેસ્ટ સર્જવાના ગુનેગાર ખરા. આ બધાથી કેન્સર અને ડીએનએને નુકસાન સહિતની અન્ય લાંબા ગાળાની મુશ્કેલીને નોતરું અપાય છે. મહામુસીબત એવી છે કે ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી ઉચ્ચારવી પડી.
જો 2019માં ઉત્પાદિત ઈ-વેસ્ટનું રિસાઈકલ કરાયું હોત તો અંદાજે રૂ. 4,25,833 કરોડનો ફાયદો થયો હોત, જે ઘણા દેશોની જીડીપીથી વધુ રકમ છે! અને 2019માં 5.36 કરોડ મેટ્રિક ટન ઈ-કચરો પેદા થયો હતો, જેમાં 2030માં 38 ટકાનો વધારો થશે.
મેરા ભારત મહાનની વાત માંડીએ તો એકલું દિલ્હી જ દર વર્ષે બે લાખ ટન ઈ-કચરાનો ભાર પૃથ્વી પર વધારે છે. આ તો જૂના આંકડા થયા. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ વિશ્વની સરખામણીમાં ઈ-વેસ્ટના સર્જનમાં ભારતે હરણફાળ ભરી છે. હવે ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે આવી ગયેલા ભારતમાં 2014માં 2 એમએમટી (મિલિયન મેટ્રિક ટન) ઈ-કચરો હતો, જે 2024માં 3.8 એમએમટી એટલે કે લગભગ બમણો થઈ ગયો છે. આના માટે શહેરીકરણ અને વધતી આવકને ક્રેડિટ અપાઈ છે.
અત્યારે ઈ-કચરાનો 16 ટકા ભાગ રિસાઈકલ થાય છે, જે 2035માં વધીને માંડ 35 ટકા થવાની ધારણા છે. ભારતીયો જૂના મોબાઈલફોન, ચાર્જર, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ઘરમાં સંઘરી રાખે છે. આનું પ્રમાણ કુલ ઈ-કચરાના 10-15 ટકા ઘરની અંદર સબડે છે, જ્યારે ઘણો કચરો સ્ટોરમાં પડ્યો રહે છે. આને લીધે રિસાઈકલિંગ માટે ઘણો ઓછો જથ્થો બહાર જાય છે.
આ ઈ-વેસ્ટ એક ખજાનો છે. એમાં સડતી રહેલી અને સતત અનેકવિધ નુકસાન કરતી સામગ્રી મેટલ એક્સટ્રેક્શન પ્રક્રિયાથી પુન:પ્રાપ્ત કરીએ તો છ અબજ ડોલરનો ફાયદો થવાનો અંદાજ મુકાય છે. ભારતીય ચલણમાં આ રકમ 520 અબજ રૂપિયા થાય. આના માટે ગંભીરતાથી, કુશળતાથી, નિષ્ઠાથી રિસાઈકલિંગ કરવાની જરૂર છે. ઓનલાઈન-ઓફલાઈન
ઈ-કચરાના પુન:ઉપયોગથી પૃથ્વીને બચાવો. આપણે વેડફી ન નાખીએ ત્યાં સુધી કચરો કચરો નથી. નાનામાં નાની ઈ-ચીજનું રિસાઈકલ કરો.- અજ્ઞાત

નીલે ગગન કે તલે:સૈરન્ધ્રીનાં સ્વપ્નોથકી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-dream-of-the-wide-eyed-134540368.html
ચા લો બિરાદરો, બંધુઓ, બાંધવીઓ, ઊભાં થાઓ મારી સાથે, માનપૂર્વક, ઉત્સાહથી ને તરવરાટથી! જી નહીં, ના જી, રાષ્ટ્રગીત ગાવાનું નથી, કિંતુ આપણે સુણીશું સૃષ્ટિગીત, આપણી આખ્ખી અરધી સૃષ્ટિનો નાદ, આપણી નારીઓની, માતા, ભગિની, પુત્રી અને સખીઓની ગૂઢતમ વાત, દ્રૌપદી/સૈરન્ધ્રીનાં સ્વપ્નોથકી, આપણી માતૃવાણીમાં! ગુજરાતી ભાષાની સીમાઓનો વ્યાપ વધારતી, વ્યાસમુનિની, નરસિંહ, પ્રેમાનંદ ને ઉમાશંકરની શબ્દસૃષ્ટિને ઉદ્દીપ્ત કરતી કર્ણપ્રિય કલરવની બોલીમાં!
જે વાચકને હરણની સીતા થઈ કે નહીં, યાને સૈરન્ધ્રી કોણ હતી તેનો ખ્યાલ નથી તેમને જણાવવાનું કે પાંડવો એક વર્ષ વિરાટ રાજાના રાજ્યમાં છૂપા નામે રહેલા તે સમયનું દ્રૌપદીનું ગુપ્ત નામ હતું સૈરન્ધ્રી. જે લોકોને પાંડવો કોણ હતા તેની માહિતી નથી તેઓને પણ એક નારીના ઉત્થાનની આ મનભાવન દાસ્તાન ગમશે.
ગગનવાલાને કવિતાનું ઘોયું નથી, ખાસ નહીં. કવિતાથકી કહેવાતી કથાઓ, કથાકાવ્યો કરતાં આય સેવક તમારા સ્ટ્રેટ થિયેટરને વધુ જાણે છે, માણે છે, પિછાણે છે, વખાણે છે. પણ ગયા રવિવારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના 25મા ભારતીય રંગકલા મહોત્સવના અંતિમ પ્રદાન તરીકે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના મુક્તાંગણ રંગમંચ ઉપર, બંધુઓ ને બાંધવીઓ, સાહેબ દિલ દહલા દેનેવાલી પ્રસ્તુતિ થઈ કવિ વિનોદ જોશીના કથાકાવ્ય/નૃત્યનાટિકા સૈરન્ધ્રીની.
અને તે જોતાંજોતાં લગભગ દૃશ્યેદૃશ્યે ઊભા થઈ દર્શક તરીકે, ગુજરાતી તરીકે, રંગકર્મી તરીકે, બ્રાહ્મણના ખોળિયાની રગેરગમાં ખળખળ વહેતી મહાભારતની કથાને દૂરબીનના બીજા છેડેથી જાણે પ્રતિલોમ થઈ અમળાતી જોતાંજોતાં, સંગીત, ચાક્ષુષ નૃત્ય, વાણીવિન્યાસ તથા મંચપટુતાના ફુવારામાં નહાતાંનહાતાં, ડેમિટ્ટ એક ઓર્ડિનરી થિયેટરના આ ઘોયાંને માનસિક, અધ્યાત્મિક, અને સાહિત્યિક પરકાષ્ટાનો અનુભવ થયો. અને આગળ ને પાછળની સીટોમાંથી નારીકંઠોની ‘શાબ્બાસ!’ કિકિયારીથી સિદ્ધ થતું હતું કે કવિએ નારીની ભાવુકતાને આબેહૂબ પ્રગટ કરી છે, ‘શાબ્બાસ!’
ઓકે, ઓકે, ઓક્કે, ગગનવાલા સ્વીકારે છે કે એનું દિલ બહલે ત્યારે પોતે ‘ઓવર’ જાય છે. પરંતુ આ નાટકની માન્યુટ–માન્યુટ ખૂબીઓનો મરમ ગ્રહતાં ઓવર ગયા વિના મન માનતું નથી. અત્યાર સુધી ગુજરાતીમાં કર્ણને, અથવા અશ્વત્થામાને, અથવા ધ્રુષ્ટદ્યુમ્નને નાયક તરીકે કલ્પી મહાભારતને પ્રતિલોમ કથાઓ લખાઈ છે, પરંતુ ગગનવાલાના ધ્યાનમાં નારીના દૃષ્ટિકોણથી આટલા વ્યાપમાં રચાયેલી આ પ્રથમ કાવ્ય કહાની છે.
દિગ્દર્શક અદિતિ દેસાઈને પિતા જશવંત ઠાકર પાસેથી નાટકની તાલીમ ગળથૂથીમાં મળી છે. એમણે 35 નાટકો ભજવ્યાં છે, અનેક ડાયરેક્ટ કરેલાં છે, હાલ તે ફિલ્મો ને ટીવી શ્રેણીઓમાં પ્રવૃત્ત છે તેમ જ સંપ્રતિ પિતાની સ્મૃતિમાં સ્થાપિત ફાઉન્ડેશનનાં સંચાલક છે. આ ભવ્ય શોમાં એમણે, દાખલા તરીકે કથાના એક જ પ્રસંગને વિવિધ મૂડમાં વિભાજિત કરવો, નાયિકા સૈરન્ધ્રીને એકથી અધિક પાત્ર દ્વારા એક જ દૃશ્યમાં સમસામયિક શૈલીમાં પ્રસ્તુત કરવી; ના જી, હજી બીજી ખૂબીઓ પણ છે, દૃશ્યની પશ્ચાદભૂમાં નર ઉદ્ગાતાના કંઠે (વિનોદ જોશી સ્વયંના અને લિપિ ઓઝાના કંઠે) કથાને જીવંત કરવી; કાન અને આંખને સંગીત અને નૃત્ય (ચેતન જોશી અને ચંદન ઠાકોર)થી અલંકૃત કરવી; અને એકાધિક કાળક્રમ સૂચવતા મલ્ટિલેવલ સ્ટેજ ડિઝાઇન (કબીર ઠાકોર) મારફત જાયન્ટ સાઇક્લોરામા ઉપર જાણે વિચિત્રવીર્ય ચલિત રંગીલી મીનાકારીની પરેડ ગોઠવવી!
અમાં યાર, કોને પહેલા નંબરની દાદ દેવી ને કોને કહેવું ક્રમાંક દો! અને હા જી, હા જી, નાટક એ તો કલેક્ટિવ આર્ટ છે, એમાં કોઈ એક જ વ્યક્તિની પ્રચંડ પ્રતિભા જવાબદાર ન હોય. અને યસ સર, લેખક પહેલા સીનથી છેલ્લા સીનનો પરદો પાડે ત્યાં સુધી નાટક લેખકનું હોય પણ પહેલા સીનનું પહેલું રિહર્સલ શરૂ થાય ત્યારથી ગ્રાન્ડ રિહર્સલના છેલ્લા સીન સુધી તે નાટક દિગ્દર્શકનું બની જાય છે, અને નાટકની ભજવણીના પહેલા શોનો પહેલો પરદો ઉપડે ત્યારથી છેલ્લા સીનનો છેલ્લો પરદો પડે ત્યાં સુધી તે નાટક એક્ટરોનું બની રહે છે, ને ઓહ યસ્સ, તે પછી ઓડિયન્સમાં બેઠેલો કોઈ ગગનવાલો તે નાટક જોઈને ઘેલોઘેલો થાય ને ઘરે જઈને પોતે જોયેલા નાટકના ટ્રાન્સમાં નવા નાટકના પહેલા સીનનો પહેલો ડાયલોગ લખે, ‘ગગનવાલો–તૂ મને બહૂ ગમૂ છૂ’ ત્યારે નવા નાટકના શ્રી ગણેશ થાય છે ને તે ચકડોળ ફરી ચાલે છે ચક્રાકારે.
પરંતુ, આ પર્વમાં દૃશ્યેદૃશ્યે ને વાક્યેવાક્યે શ્વસતો સુણાય છે, ધ સર્વશક્તિમાન લેખક! અચરજની વાત તે છે કે લેખકની ઊર્જાની સંગસંગ દિગ્દર્શક, સંગીત ચાલક ને વાદક ને ગાયક, સેટ ડિઝાઇનર, સર્વ એક્ટરોનાં ટોળેટોળાં ઓળઘોળ થઈ ગયાં છે ને તૈયાર થયું છે ગુજરાતીમાં એક નવીન સીમાચિહ્ન!

આ કથાકાવ્યનો હિન્દી અનુવાદ લેખકે જાતે કરેલો છે, અને ઓડિયા તેલગુ, અંગ્રેજી, સંસ્કૃત આદિ અનુવાદો થઈ રહ્યા છે. આ નાટકની કોઈ ટોકન ખામી ખરી કે? જી, જી, હાલાંકિ નાયિકાના પાત્રમાં દેવકીને મળેલા સીન એમણે આસાનીથી નિભાવ્યા છે, પણ એમની અભિનય કૌશલ્યને પૂરતો અવકાશ લાધ્યો નથી. અને કર્ણ કીચકને જુજુત્સુ ઇશ્ટાઇલમાં ભોંયે પછાડે છે, પરંતુ એના માભા સાથે એકવીસમી સદીનો હેરકટ ડઝ નોટ ગો! જય રાણી સુદેષ્ણા!
વિચારોના વૃંદાવનમાં:મૃત્યુનો ડર માણસને પ્રતિક્ષણ સતાવે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-fear-of-death-haunts-man-forever-134565124.html
રમ સુખની અવસ્થામાં હોય ત્યારે પણ મૃત્યુનો ડર માણસને પ્રતિક્ષણ સતાવે છે. મૃત્યુ નામની કીડીનો ચટકો સતત બ્લેકમેઇલ કરતો જ રહે છે. એવા બ્લેકમેઇલનો સાર શું?
જવાબ છે: ‘બધું જ છોડીને તારે એક દિવસ ભડભડતી ચિતામાં ભસ્મ થવાનું અનિવાર્ય છે!’ આવા કીડીકેન્દ્રી બ્લેકમેઇલની પીડા સાર્વત્રિક છે અને વળી નિરપવાદ છે! આવી તલવાર જ્યારે માથે સદાય લટકતી હોય, ત્યારે જે સુખ પ્રાપ્ત થાય, તે પણ ખાટું, ખારું, તીખું અને તૂરું બનીને પજવતું રહે છે! આવી પજવણીનો અનાદર, એ જ અજ્ઞાન ગણાય અને પજવણીમાંથી પેદા થતો વૈરાગ્ય એ જ્ઞાન છે. જ્ઞાનની તીવ્ર ઉત્સુકતા એવી જિજ્ઞાસાને જન્મ આપે છે, જેને ઉપનિષદના ઋષિઓએ ‘બ્રહ્મજિજ્ઞાસા’ તરીકે ઓળખાવી છે.
બ્રહ્મજિજ્ઞાસા માટેની તીવ્રતામાં મૃત્યુ નામની ભયાવહ છતાંય અપરિહાર્ય એવી કીડીનો ચટકો પોતાની જાત બતાવે છે. આવી પજવણીથી મુક્ત થવા માટે લાંબી શોધને અંતે માનવજાતને જે ઔષધ પ્રાપ્ત થયું તેને પ્રેમ તરીકે ઓળખવાનું શરૂ થયું!
મૃત્યુને વળોટી જવા માટે જે એક ઉપાય લાંબી શોધને અંતે પ્રેમ નામની ઔષધિ રૂપે મળ્યો. આવા પ્રેમપદારથનું સરનામું ક્યાંથી મળે? પ્રેમતત્ત્વ પણ અતિગહન અને વળી અતિ દુર્લભ! પ્રેમની તીવ્રતમ અનુભૂતિની ક્ષણે જે સરનામું માનવજાતને જડ્યું તેને શબ્દો મળ્યા: ‘યોગેશ્વર કૃષ્ણ.’ એમની લીલાભૂમિ એટલે જ વ્રજભૂમિ! એક જ શબ્દનું સરનામું ‘વ્રજ.’ આ સરનામું માનવીને આપનાર કોણ? આ સરનામું માનવીને આપનાર ‘શ્રીમદ્ ભાગવત’ના દશમ સ્કંધના રચયિતા મહાકવિ વ્યાસને ફાળે જાય છે!
માનવતા અને પશુતા વચ્ચેનો તફાવત એ જ સભ્યતા છે. ઋષભદેવ અહિંસા ધર્મના પ્રથમ તીર્થંકર હતા. યજુર્વેદમાં પણ ત્રણ તીર્થંકરોનો ઉલ્લેખ છે. ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ. ડો. રાધાકૃષ્ણન્ ભાગવત પુરાણને આધારે કહે છે કે જૈન પરંપરાના પ્રથમ પ્રવર્તક ઋષભદેવ હતા. કહે છે કે એમને કૈલાસ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયેલું.
જૈન સાહિત્યમાં હિંદુ પુરાણોમાં સદીઓ જૂની એક પરંપરા પ્રમાણે ઋષભદેવની પૂજા-અર્ચના રુદ્ર કે શિવ તરીકે પણ થાય છે. શિવ પુરાણમાં જૈનેતર ઋષભદેવે ભવ્ય કૈલાસ પર અવતાર ધારણ કર્યો, એ મતલબનો એક શ્લોક પણ છે. (બાલ પાટિલ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 30-12-1999). બૌદ્ધ ધર્મનો પ્રારંભ ગૌતમ બુદ્ધ દ્વારા થયો, પરંતુ જૈન પરંપરાનો પ્રારંભ મહાવીર સ્વામી દ્વારા નથી થયો, પરંતુ અહિંસા ધર્મનો પ્રારંભ ઋષભદેવ દ્વારા થયો.
ટાળી શકાય તેવી સઘળી હિંસા ટાળવા માટે મથનારો સમાજ સભ્ય સમાજ ગણાય. આજનો માણસ પોતાને પણ ખબર ન પડે તેમ ‘માર્કેટ મિત્ર’ બનતો જાય છે. હવે પછી આવનારી સદીઓમાં વિકાસ પામનારી નૂતન સભ્યતા પ્રમાણે માણસ વૃક્ષમિત્ર, સૂર્યમિત્ર, સત્યમિત્ર, આકાશમિત્ર અને વિશ્વમિત્ર બનવો જોઇએ. જૈન ધર્મમાં અહિંસાને પરમ ધર્મનો દરજ્જો મળ્યો છે.
જીવનમાં આપણાથી જાણ્યે-અજાણ્યે પ્રાણાતિપાત (જીવહિંસા) થતી રહે છે. આજકાલ પૃથ્વીકાય, આપકાય, વાયુકાય, આકાશકાય અને વનસ્પતિકાય થાય ત્યારે પ્રાર્થનાપૂર્વક કહેવું જોઇએ કે અમારા થકી તમને જે ખલેલ પહોંચી તે બદલ અમને ક્ષમા કરશો. પર્યુષણપર્વ એટલે ક્ષમાપર્વ! ઉદ્યોગો વધ્યા પર્યાવરણ નંદવાય છે. મુક્ત વ્યાપારને નામે લિબરલ ઇકોનોમીનો પવન વાય છે.
બ્રાહ્મણ પરંપરામાં યજ્ઞહિંસા વધી પડી ત્યારે બુદ્ધ અને મહાવીરની વિચારક્રાંતિએ તેને ખાળવાનું કામ કર્યું. બ્રાહ્મણ પરંપરાને સમાંતરે શ્રમણ પરંપરા વિકસતી રહી! આદિ શંકરાચાર્ય તો ત્યાં સુધી કહે છે: ‘ભિક્ષા માટે ભ્રમણ કરતી વખતે પરપીડા (હિંસા) થતી હોય છે. (ભિક્ષા નિમિત્ત અટનાદિનાપિ પરપીડા સ્યાત્) અશ્વમેધ, ગોમેધ અહિંસા માટે આટલી જાગૃતિ હોય, તો એવું વિચારનારો સમાજ સભ્ય સમાજ ગણાય.’
સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડો. રાજેન્દ્ર નાણાવટી કહે છે કે બુદ્ધની પૂર્વે પણ નિરર્થક યજ્ઞહિંસાનો વિરોધ ઉપનિષદોમાં પણ થયો છે! ગીતામાં યજ્ઞનું નવું અર્થઘટન થયું છે. મહાવીરની અહિંસા અને બુદ્ધની કરુણા દ્વારા ભારતીય સંસ્કૃતિને જાણે નવી શીતળતાની વિચારદીક્ષા મળી! હિંદુઓનો એક મોટો વર્ગ માંસાહારને બદલે અન્નાહાર તરફ વળ્યો!
વિનોબાજીને કોઇકે પૂછ્યું: ‘ગાંધીજી ગુજરાતમાં કેમ જન્મ્યા?’
વિનોબાએ જવાબમાં કહ્યું: ‘ગુજરાત એ તો દુનિયાનો સૌથી અન્નાહારી પ્રદેશ છે. મહાત્મા ગુજરાતમાં ન જન્મે તો ક્યાં જન્મે?’
સન 1897માં કોલકાતામાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદ આલમ બજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહ્યા હતા. એ ટૂંકા ગાળામાં એમણે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા હતા. બંગાળમાં એમણે કૃષ્ણનો મહિમા કરતી વખતે વાર્તાલાપ દરમિયાન જે શબ્દો ઉદગાર્યા, તે બે વખત વાંચવા જેવા છે: સાંભળો:
ગોપીઓના પ્રેમને સમજવાનું ઘણું મુશ્કેલ છે.
ગોપીઓના પ્રેમનું વર્ણન કરનાર બીજું કોઇ નહીં,
પરંતુ શુકદેવ પોતે છે.

ગોપીઓના અદભુત પ્રેમનો મહિમા કરનાર
ઇતિહાસકાર એવા આજન્મ પવિત્ર, સદાશુદ્ધ
વ્યાસપુત્ર શુકદેવ!
ગોપીઓનો પ્રેમસંબંધ એટલો તો પવિત્ર છે
કે સર્વસ્વનો ત્યાગ કર્યા વિના
એને સમજી શકાય તેમ નથી.
કૃષ્ણાવતારનું આ જ તો ખરું રહસ્ય છે.
ખુદ ગીતા જેવો મહાન તત્ત્વગ્રંથ પણ
એ ઉન્માદ સાથે સરખાવી શકાય તેમ નથી.
એમાં સર્વ કંઇનું વિસ્મરણ છે.
એમાં પ્રેમીને કેવળ કૃષ્ણ અને કૃષ્ણ વિના
બીજું કશું જ જગતમાં દેખાતું નથી.
આવા અલૌકિક પ્રેમનો પરિચય શ્રીકૃષ્ણે જગતને કરાવ્યો. પરિશુદ્ધ પ્રેમ કેવો હોય, તેનું ઉદાહરણ કૃષ્ણથી ચડિયાતો ભગવાન બીજો જડવો મુશ્કેલ છે. પ્રેમ અને અહિંસા વચ્ચેનો અનુબંધ પાકો છે. પ્રેમ અને હિંસા વચ્ચે કદી ન બને. અહિંસાના સગાભાઇનું નામ પ્રેમ છે. ગાયની કતલ થાય છે, પણ પાળેલા શ્વાનની કતલ થતી નથી.
ગૌતમ બુદ્ધ કહે છે: ‘ગાયનું માંસ ખાવું એ તો સગી માતાનું માંસ ખાવ બરાબર છે.’
પાઘડીનો વળ છેડે
એક પ્રામાણિક માણસની પ્રાર્થના
‘હે પ્રભુ! તું મારી સાથે વાત કર.’ અને ત્યાં કોયલે મધુર ટહુકો કર્યો.
માણસે આર્દ્ર સ્વરમાં કહ્યું: ‘પ્રભુ તું મને કશુંક કહે તો ખરો?’
અને આકાશમાં મોટી ગર્જના થઇ. પરંતુ માણસે કશુંય ન સાંભળ્યું!
માણસે આમતેમ નજર કરી અને કહ્યું: ‘પ્રભુ મારે તને જોવો છે.’
અને ત્યાં તો પૂર્વાકાશમાં સૂર્યોદય થયો, પરંતુ માણસે તેની
નોંધ પણ ન લીધી!
માણસે ઘાંટો પાડીને કહ્યું: ‘પ્રભુ! મને કોઇ ચમત્કાર બતાવ.’ અને વાડામાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, પરંતુ માણસે એની પરવા ન કરી.
પછી તો માણસે રડતા સ્વરે કહ્યું: ‘હે કરુણાસાગર! તું મારો સ્પર્શ કર.’
પ્રભુએ માણસનો સ્પર્શ કર્યો પરંતુ
માણસે પતંગિયાને ખંખેરી નાખ્યું અને ચાલવા માંડ્યું.
છેવટે માણસે થાકીને કહ્યું: ‘હે સર્જનહાર! મને સૃષ્ટિનું રહસ્ય સમજાવો.’
પ્રભુએ મૌન સેવ્યું. એ જ ક્ષણે માતાએ આવીને એને વહાલથી છાતીસરસો ચાંપ્યો! }

મરક મરક:‘અ આફતનો અ’ કે ‘અ અવસરનો અ’?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-disasters-a-or-a-chance-134565239.html
ધ્રુવ બોરીસાગર ને બરાબર યાદ છે કે બાલમંદિરના મારા ટીચર ‘અ અજગરનો અ’ શિખવાડતા હતા. મારો વાંધો એટલો જ છે કે ટીચરે ‘અ આફતનો અ’ પણ હોઈ શકે એવું શિખવાડેલું જ નહીં. આવનારી અણધારી આફત એટલે આવવાની તો ઠીક પણ જેની જવાની તિથિ પણ નક્કી ન હોય એવા અતિથિ. (તમારાં પગલાં અમારા ઘરે ક્યાંથી? એવું કહ્યા પછી ‘અતિથિ તુમ કબ જાઓગે?’ કેમ પૂછવું?)
દર મહિનાનો પગાર અને ડિસેમ્બર પછી મારી વધેલી રજા... બંને નકામાં ન જાય એની નિષ્ઠાપૂર્વક દરકાર મારાં ઘરવાળાં (દરેકને એક જ હોય એ) રાખે છે. આ બે બાબતે કૅર, બાકી તમારે છે એમ મારે પણ કાળોકેર. આજથી કમુરતા બેસતાં હતાં અને અચાનક પત્નીએ ડૅબિટ કાર્ડ માગ્યું. મોટી ઉંમરે આવેલા આજ્ઞાંકિતતાના ગુણને કારણે ડૅબિટ કાર્ડ લેવા ચાર ડગલાં ચાલી ગયો પછી હિંમત કરીને ડૅબિટ કાર્ડના ઉપયોગનું કારણ પૂછ્યું તો ખબર પડી કે પિકનિકના પૅકેજ બુક કરાવવાની તૈયારી છેલ્લા તબક્કે છે.
ડૅબિટ કાર્ડમાં જમા રકમ પણ છેલ્લા તબક્કે હોવાથી મારો મરણિયો પ્રયાસ : ‘આજકાલ ઑનલાઇન ફ્રૉડ બહુ થાય છે એટલે કાલે રિસોર્ટ ઉપર જઈ બાર્ગેનિંગ કરી, બુક કરાવીશું.’ બાર્ગેનિંગની વાત આવી એટલે પત્ની તરત જ માની ગઈ. (બાર્ગેનિંગની પ્રવૃત્તિ સ્ત્રીઓને ઑર્ગેનિક ફૂડથી પણ વધારે શક્તિ આપે છે.) પત્નીના માની ગયા પછી મારે બીજા કોઈને ક્યારેય મનાવવાની જરૂર પડતી નથી!
સવાર પડી, વગર કહે પણ સૂચના સાથે ચા પણ આવી ગઈ. ‘હમણાં પાતાળ આવશે, એ કચરા-પોતાં કરે ત્યારે જરા ધ્યાન આપજો.’ આ સૂચનાની મારા જીવનમાં કોઈ નવાઈ ન હતી. કચરા-પોતાંનો સમય એટલે ખૂણામાં બેસીને ગાળવાનો પોતાનો સમય. હજુ તો કડક, મીઠી, ફક્કડ ચાનો પહેલો ઘૂંટડો ગળે ઊતરે તે પહેલાં ડૉરબેલ વાગી. દરવાજો ખોલ્યો ને હું તો અવાચક, માત્ર એટલું જ બોલી શક્યો, ‘અરે કૈલાસ તું?’ (માસીનો દીકરો) એની પાછળ એની પત્ની, બે બાળકો. મારાં લોહીનું દબાણ હૃદય સુધી પહોંચે પહેલાં આજે પણ પત્નીએ આવીને સ્થિતિ સંભાળી લીધી.
થોડી આડીઅવળી વાતચીત ચાલતી હતી ત્યાં પાછો ડૉરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો પાતાળ, પણ પાતાળની પાછળ સાક્ષાત્ ધરતી (માસીની દીકરી) ઊભી હતી. કૈલાસ, પાતાળ અને હવે ધરતી, કંઈ સમજાતું નહોતું કે ક્યાં જઈને સમાધિ લેવી? ‘આવો, આવો, આવો’ એટલું મોટેથી બોલાઈ ગયું કે પત્ની ફરી સ્થિતિ સંભાળવા આવી. (અમારો સંસાર પણ એ જ સંભાળે છે એવું એનું માનવું છે.) ધરતીના આવ્યા પછી જેના જીવનમાંથી અમન ગાયબ થઈ ગયું છે એવા અમનજીજુ અને બે વખતના ટ્વિન્સ બાળકોનો કાફલો અંદર આવ્યો. પાતાળને પણ ઘરનું આજનું વાતાવરણ રેલગાડી વગરના રેલવે પ્લૅટફૉર્મ જેવું લાગ્યું એટલે કામ કર્યા વગર પાછો ગયો.
નક્કી થયેલા કાર્યક્રમમાં થોડો પણ ફેરફાર સહન નહીં કરી શકનાર પત્નીની મને ચિંતા થતી હતી. (એટલે કે મને મારી ચિંતા થતી હતી.) ત્યાં પત્નીએ ધડાકો કર્યો, ‘સાચું કહું, આજે તો અમે વનડે પિકનિકમાં જવાના છીએ. (‘જવાના છીએ?’ પિકનિક રદ થવાની આશા પર આ તો પાણી ફરી વળ્યાં) ચાલોને, તમે પણ બધાં, બહુ મજા આવશે.’ હવે જ્યાં ટોળું ભેગું થયું હોય ત્યાં હું કામ અને રસ્તો પણ બદલાવી દેતો હોઉં છું પણ આજે? કૈલાસે વગર આગ્રહે હા પણ પાડી દીધી. આર્થિક સ્થિતિ પર પડનારી આડઅસરને પહોંચી વળવા જેની પાસે મારો સિબિલ સ્કોર સારો છે એવા એક મિત્રને ફોન કરીને રૂપિયાની વ્યવસ્થા કરી.
બધા ગાડીમાં અને અમે હુતો-હુતી ઍક્ટિવા પર સવાર થઈને ફંડફાળા કરીને ટોળું ઊપડ્યું પિકનિક કરવા. રિસોર્ટ પર પહોંચી બાર્ગેનિંગ માટે પત્નીને લઈ બુકિંગ ઑફિસ બાજુ જતો હતો ત્યાં કૈલાસ : ‘હાલ હાલ ચકલા, આજે તો મન મૂકીને આનંદ જ કરવાનો છે. બુકિંગ તો અઠવાડિયા પહેલાંનું થઈ ગયું હતું. તને હેરાન કરવાનો સંપૂર્ણ પ્લાન ભાભીસાહેબનો હતો.’
હવે તમે જ કહો કે ‘અ આફતનો અ’ લખુ કે ‘અ અવસરનો અ’ લખું? કારણ કે બાલમંદિરની મારી પાટી (સ્લેટ) આજે પણ કોરી છે.
આઇસ ક્યૂબ
નીચેના કર્મચારીને પોતાના ઉપરી કર્મચારી માટે અને ઉપરી કર્મચારીને પોતાની નીચેના કર્મચારી માટે એકસરખો જ અભિપ્રાય હોય છે : ‘સાવ બાઘો છે, એને કાંઈ આવડતું નથી.’}

મૂવી માર્વેલ:આનંદ હી આનંદઃ આણંદજી વીરજી શાહ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/anand-hi-anand-anandji-veerji-shah-134565324.html
મીરાં ત્રિવેદી દગીના નવ દાયકામાં અનેક તડકીછાંયડીમાંથી પસાર થયેલા આણંદજીભાઇનો જન્મ માયાવી નગરી મુંબઇમાં થયો. એમના જન્મ સમયે દેશને આઝાદ થવામાં હજી દોઢેક દાયકાની વાર હતી.
સંગીતકાર બેલડી તરીકે ધૂમ મચાવનારા કલ્યાણજી-આણંદજીમાં આણંદજી કલ્યાણજીભાઇથી ઉંમરમાં પાંચ વર્ષ અને મોટાભાઇ માવજીભાઇથી સાત વર્ષ નાના હતા. મૂળ કચ્છના સાવ નાનકડા કુંદરોડી ગામના વતની એવા આણંદજીભાઇના પિતાની મુંબઇમાં ગિરગાવમાં કરિયાણાની દુકાન હતી.
આણંદજીભાઇનો જન્મ, ઉછેર, અભ્યાસ અને સંગીત ક્ષેત્રની કારકિર્દી બધું જ મુંબઇમાં થયું. પણ મુંબઇમાં અશાંતિનો માહોલ સર્જાયો ત્યારે આ કચ્છીમાડુ ઘર-પરિવાર સાથે ચારેક મહિના પોતાના વતન કચ્છમાં પાછા ફરેલા. તેમણે શાળાકીય શિક્ષણ કચ્છી-વીસા અને કબુભાઇ માધ્યમિક સ્કૂલમાંથી મેળવ્યું પણ પછી કોલેજનું પગથિયું ચડ્યા નહીં. તેમ છતાં તેમના બર્હિમુખ વ્યક્તિત્વમાં ઉચ્ચ શિક્ષણનો અભાવ વરતાયો નહીં. આણંદજીભાઇએ સંગીતના ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ. તેમના મોટાભાઈ કલ્યાણજીભાઇ શાળાકીય અભ્યાસ દરમિયાન સ્કૂલ બેન્ડમાં જોડાયેલા હતા. એટલે સંગીતના ક્ષેત્રે કેડી કંડારવાનો રસ્તો તેમના માટે સરળ બન્યો.
એક ઇન્ટરવ્યૂમાં આણંદજીભાઇ કહ્યું હતું, ‘મારાં દાદી, માતાને વારે-તહેવારે ગીતો ગાતાં સાંભળતો. મિત્રોની ટોળકીમાં મંદિરની આરતી ગાવા પહોંચી જતો. ત્યારે મારે મન માત્ર પ્રસાદ જ મહત્ત્વનો હતો. આ પ્રસાદે મારા જીવનમાં સંગીતનાં બીજ રોપવાનું કામ કર્યું. મંદિરમાં ગવાતી આરતી તેના શબ્દો, સૂર, સંગીત અને લયની સમજણ પડવા લાગી.’
કિશોર વયે આણંદજીભાઇને અંગ્રેજો અને અંગ્રેજી સામે બહુ મોટો વાંધો હતો. પરીક્ષાના પેપરમાં તેમણે લખેલું કે હિંદી અપની ભાષા હૈ, અંગ્રેજી કી જરૂરત હી ક્યા હૈ.’ આટલું લખીને પેપર પડતું મૂકીને ઘરે પાછા આવ્યા. તેઓ નાપાસ થયા, ત્યારે પિતાજી વીરજીભાઇએ કહેલું, ‘બેટા! અંગ્રેજો સામે વાંધો હોઈ શકે, પણ આ રીતે અંગ્રેજી ભાષા પર તું દાઝ કાઢે એ બરાબર નથી.’ એ પછી એમણે પાશ્ચાત્ય સંગીતનો અને સંગીતવાદ્યોનો ચીવટપૂર્વક અભ્યાસ કર્યો.
એકવાર તેમણે મોટાભાઈ કલ્યાણજીભાઇને મ્યુઝિકલ પાર્ટી બનાવવાનું કહ્યું, ત્યારે કલ્યાણજીભાઈએ ના પાડી. આણંદજીભાઇએ મોટાભાઇ સામે એવો તર્ક રજૂ કર્યો, ‘આપણા કચ્છી સમાજમાં કોઇ સંગીતકાર હજુ સુધી પાક્યો નથી, તેમ છતાં પિતાજીએ સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપણને અપાવ્યું છે. તો આપણે મ્યુઝિકલ પાર્ટી શરૂ કરીશું તો પિતાજી રાજી થઇને આપણને આશીર્વાદ આપશે.’
આણંદજીભાઇની આ વાત મોટાભાઈના ગળે ઊતરી ગઇ અને ‘કલ્યાણજી શાહ મ્યુઝિકલ પાર્ટી’નો શુભારંભ થયો. આ મ્યુઝિકલ પાર્ટીમાં કલ્યાણજીભાઇએ મ્યુઝિક એરેન્જમેન્ટની જવાબદારી સંભાળી, આણંદજીભાઇએ મેનેજર, ઉદઘોષક અને મુખ્ય ગાયકની જવાબદારી સંભાળી. ફિલ્મોમાં સંગીત આપવાની બાબતે કલ્યાણજીભાઇ કરતાં આણંદજીભાઇ વધુ સિનિયર ગણાય. આણંદજીભાઇએ આંગળીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મોમાં સામાન્ય અભિનય કર્યો. તેમને એવું લાગ્યું કે અભિનય તેમના માટે ગજા બહારની વાત છે. એટલે તેમણે પારોઠનાં પગલાં ભર્યાં. ત્યારબાદ તેમણે ફિલ્મ સંગીતની દુનિયામાં પગ મૂક્યો.
ફિલ્મ નિર્માતા સુભાષ દેસાઇએ પોતાની ફિલ્મ માટે સંગીત બનાવવાની કલ્યાણજીભાઇને ઓફર કરી. તેમાં એકલા કલ્યાણજીભાઇએ સંગીત આપ્યું. 1959માં હિંદી ફિલ્મ ‘ચંદ્રસેના’થી આણંદજીભાઇ સંગીતકાર તરીકે મોટાભાઇ કલ્યાણજીભાઇ સાથે જોડાયા અને નિયમિતપણે અનેક ફિલ્મોમાં આ સંગીતકાર બેલડીએ જમાવટ કરી.
ફિલ્મી સંગીતકારની જોડીમાં હુસનલાલ ભગતરામ, શંકર જયકિશન, પછી કલ્યાણજી આણંદજીભાઇનું નામ જીભે ચઢે.કલ્યાણજી વીરજી શાહે ફિલ્મ સંગીતકાર તરીકે શરૂઆતની છ ફિલ્મોમાં એકલપંડે સંગીત આપ્યું અને સાતમી ફિલ્મથી આણંદજીભાઈ જોડાયા અને સંગીતબેલડી બની. પહેલી ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’થી કલ્યાણજી વીરજી શાહની મ્યુઝિકલ પાર્ટી જોડાઇ હતી.
મ્યુઝિકલ પાર્ટીના સંગીતની વાત સાવ નોખી હતી પણ ફિલ્મમાં સંગીત પીરસવાની રેસિપી સાવ અલગ હતી. સંગીતકાર તરીકેની ઓફર તો સ્વીકારી લીધી, પણ તેમાં આગળ કેમ વધવું એની મીઠી મૂંઝવણ દૂર કરવા માટે પ્યારેલાલને બોલાવ્યા. આ દરમિયાન આણંદજીભાઇ ફક્ત સંગીતવાદ્યો વગાડતા અને પ્યારેલાલજી કઇ રીતે કામ કરે છે એનો બારીકાઈથી અભ્યાસ કરતા.
મનમોહન દેસાઇ દિગ્દર્શિત ફિલ્મ ‘છલિયા’ મ્યુઝિકલી સુપર હિટ ફિલ્મ રહી. એ સાથે કલ્યાણજી- આણંદજીની જોડી સંગીતકાર તરીકે પ્રસ્થાપિત અને પ્રખ્યાત થઇ. ત્યારપછી આ સંગીતકારબેલડીએ ધૂમ મચાવી. 1975ની સાલમાં ‘કોરા કાગઝ’ ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. 1992ના વર્ષમાં આણંદજીભાઇને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ ફિલ્મથી આરંભાયેલી કલ્યાણજી આણંદજીની સંગીત યાત્રાનો અંતિમ પડાવ 1991માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્રતિજ્ઞાબદ્ધ’ સાથે આવ્યો. ત્રણેક દાયકાની ફિલ્મ સંગીતની કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં આ સંગીતકાર બેલડીએ સંગીત આપ્યું છે.}
જીવનના હકારની કવિતા:તું જ કૃષ્ણ, તું જ અર્જુન
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/you-are-krishna-you-are-arjuna-134565205.html
તું સારથિ, તું જ પરંતપ
સંમોહથી જીવનયુદ્ધ મહીંય જ્યારે
હેઠાં પડે કરથી શસ્ત્ર અજાણ, તારી
શક્તિ હણાય, તુજ ભેરુ કરીશ કોને?
તું પાર્થ છે: જીવનમાં લડનાર સૌયે
છે પાર્થ, તોય નહીં સારથિ પાર્થનો સૌ
પામે સદા; કર મહીં ફરી શસ્ત્ર આપી
જે પ્રેરતો, વિજિગીષા બઢવે, રહીને
યુદ્ધે અદીઠ, પણ જે જયપ્રેરણા છે.
ના, પ્રેરતો નહીં જ; એ સ્વયમેવ જેતા,
ને પાર્થ માત્ર જયનું હથિયાર એનું.
જીવ્યું ભલે તુજ સદા કુરુક્ષેત્ર થાયે,
એમાં જ પૌરુષની સિદ્ધિ ગણી બધાની.
તારો જ તું જય થજે, તું જ પ્રેરણાયે,
તું સારથિ, તું જ પરંતપ, વિશ્વજિત તું.
-હરિશ્ચંદ્ર ભટ્ટ
રિશ્ચંદ્ર ભટ્ટ અનુગાંધી યુગ અને આધુનિક યુગના કડીરૂપ કવિ છે. ગુજરાતી સાહિત્ય એમને સંધિકાળના કવિ તરીકે ઓળખે છે. યુરોપીય સાહિત્યનો પરિચય ગુજરાતી સાહિત્યને જે કવિઓએ કરાવ્યો તેમાંના નોંધપાત્ર કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ છે. ગુજરાતી સાહિત્યને પ્રેમ કરનારા સદાબહાર વાચકોને પ્રહ્લાદ પારેખનો ‘બારી બહાર’, કૃષ્ણલાલ શ્રીધરાણીનો ‘કોડિયાં’ તેમજ હરિશ્ચંદ્ર ભટ્ટનો ‘સ્વપ્નપ્રયાણ’ કાવ્યસંગ્રહ યાદ હશે જ. આ કાવ્યસંગ્રહમાંનું એક સૉનેટ તમારી સાથે શૅર કરવું છે.
આપણને સહુને અર્જુનનો પ્રસંગ યાદ છે જ, જ્યારે અર્જુન યુદ્ધના સમયે સામે ઊભેલા પોતાના જ ભાઈભાંડુ અને સગાંવહાલાંઓને જોઈને સંમોહિત થઈ ગયો હતો. અર્જુનના એ સ્મશાન વૈરાગ્યને કૃષ્ણ છિન્નભિન્ન કરે છે. પોતાનાઓથી સંમોહિત થઈ ગયેલા અર્જુનને કૃષ્ણ ગીતાના અઢારેય અધ્યાયો દ્વારા ચેતનવંતો કરે છે. આપણા જીવાતા જીવનમાં પણ આવું કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું રહે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ તો માત્ર અઢાર દિવસ જ ચાલેલું, આપણું જીવનયુદ્ધ તો જન્મથી મૃત્યુ સુધીનો પળેપળનો ‘સંગ્રામ’ છે. આપણે આપણા માણસોથી જ હારવું પડે છે. અર્જુન કૌરવોથી ડરી નહોતો ગયો, સંમોહિત થયેલો એટલે જ શસ્ત્ર હેઠાં મૂકવાની વાત કરે છે. જીવાતા જીવનમાં આપણે કેટલી બધી વાર આવા અર્જુનપણાને સહન કરવાનો વારો આવે છે?
વળી, અર્જુન પાસે તો કૃષ્ણ જેવો સારથિ-સંગમિત્ર છે. આપણી પાસે આપણો સાચો મિત્ર કોણ છે? જીવનમાં પ્રત્યેક માણસ પાસે એની પોતાની રીતે અર્જુન હોય છે. પરંતુ એની પાસે એના જીવનને બળ પૂરું પાડી શકે એવો કૃષ્ણ નથી હોતો આપણને ગીતા કહેવા માટે કૃષ્ણ નથી આવવાના જે નિર્બળ થઈ ગયેલા આપણને ફરી શસ્ત્ર આપી વિજિગીષા એટલે કે જીતવાની ઈચ્છા-પ્રેરણા-પુરુષાર્થ અને વિશ્વાસ આપે.
કૃષ્ણ અર્જુન વગર શોભે છે પરંતુ અર્જુન કૃષ્ણ વગર શોભતા નથી. જીવનમાં પળેપળ યુદ્ધનો સામનો કરવાનો છે. નિરાશા-હતાશા-ઉદાસી-નિર્બળતા આ બધાંને સામે ચાલીને વહોરવાનાં છે. આવા સમયે જે યુદ્ધથી અલિપ્ત છે અને છતાંયે યુદ્ધમાં છે એવા કૃષ્ણની જરૂર પડે છે, કૃષ્ણના દોરીસંચારની જરૂર પડે છે. જે માત્ર પ્રેરણા નથી, સ્વયં વિજયનો ‘જયઘોષ’ છે. જેના માટે ‘અર્જુન’ પોતે પણ વિજય પ્રાપ્ત કરવા માટે હથિયાર છે. કૃષ્ણ એટલે આપણી ચેતનામાં ઘોળાઈ ગયેલો આત્મવિશ્વાસ... આ કૃષ્ણ નથી અને અર્જુન છીએ તો યુદ્ધ કઈ રીતે જીતાય? અને એ પણ આ સમયમાં?
કવિ છેલ્લી ચાર પંક્તિઓમાં એનો યથાર્થ ઉત્તર આપે છે અને પોતાના ઉત્તરદાયિત્વને નિભાવે છે. એ કહે છે કે, ભલે આપણું જીવવું ‘કુરુક્ષેત્ર’ હોય, એમાં તો આપણા પૌરુષત્વની સિદ્ધિ છે, એમાં તો આપણા બળની કસોટી છે. સચ્ચાઈ એની પરિપાટી છે. આપણે જ આપણી જીત હાંસલ કરવાની છે. આપણામાં જ એની પ્રેરણા-એનો વિશ્વાસ છુપાયેલો છે. આપણે જ આપણા સારથિ છીએ, આપણે જ આપણા કૃષ્ણ છીએ. આપણે જ ‘પરંતપ’ એટલે કે શત્રુને હંફાવનાર (અર્જુન) છીએ. આપણે જ આપણો વિજય છીએ.
જીવન જીવીએ જ છીએ, યુદ્ધમાં ઊતરી ગયા છીએ, સામેલ છીએ પછી કૃષ્ણની રાહ જોવાની જરૂર નથી. એ તો આપણામાં જ છે. આપણે આપણા અર્જુન હોઈએ તો આપણે આપણા કૃષ્ણ પણ છીએ. આપણી પ્રેરણા સ્વયં કૃષ્ણ થઈને આપણો દોરીસંચાર કરશે; ત્યારે યુદ્ધની વચ્ચે પણ બુદ્ધની જેમ આપણું ‘માણસપણું’ કરુણામય બનશે. કોઈનોય સ્વભાવ ક્યારેય એક સરખો ચાલતો નથી; કોઈનોય લગાવ એકધારો સાલતો નથી; આપણે મક્કમ તો કાળનું જે થવું હોય તે થાય. આ સૉનેટ થાકી ગયેલાંઓને બેઠાં કરવાનું અને બેઠેલાંઓને બે પગે ટટ્ટાર કરતું ‘સૉનેટ’ છે. }

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-to-adopt-the-lifestyle-suggested-by-gandhiji-134565309.html
હસમુખ પટેલ ધી જીવનકવન વિશેના મારા વાર્તાલાપ વખતે એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો: ‘હું સરકારી શાળામાં અને મારાં પત્ની ખાનગી શાળામાં શિક્ષિકા હતાં. એટલે મને બંને વચ્ચેનો ભેદ અને આજના સમયમાં ગાંધીજીએ સૂચવેલી જીવનશૈલીનું મહત્ત્વ સમજાય છે. પરંતુ તે કેવી રીતે અપનાવાય?’ આવું વિચારી શકે તેવા શિક્ષકો છે ત્યાં સુધી દુનિયાનું રસાતાળ જવાનું નથી. આ વિશે આજે જરા વિચાર કરીએ.
અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે વિશ્વની જીડીપીમાં ભારતનો હિસ્સો 25 ટકાથી વધારે હતો આજે અમેરિકાનો હિસ્સો ૨૫ ટકાથી વધારે, ચીનનો લગભગ 19 ટકા અને ભારતનો 8-9 ટકા છે. 15મી સદીમાં યુરોપમાં નવજાગરણ થયું તેની સાથે મૂડીવાદી અર્થવ્યવસ્થા પણ વિકસતી ગઈ. માણસના લોભે તેને કમાવા માટે દરિયાપાર જવા પ્રેર્યો અને મૂડીવાદનું સૌથી વરવું સ્વરૂપ સંસ્થાનવાદ જન્મ્યું. ભારત સહિત દુનિયાનાં બધાં જ સંસ્થાનોનું એ હદે શોષણ થયું કે તેઓ આજે પણ વિકાસશીલ શ્રેણીમાંથી બહાર નીકળી શક્યા નથી.
મૂડીવાદી વ્યવસ્થાએ મજૂરોનું નિર્મમ શોષણ કર્યું. જેની સામે કાલ માર્ક્સે સમાજવાદી વ્યવસ્થા આપી. માર્ક્સના વિચારો એટલા ક્રાંતિકારી છે કે કદાચ એવું કહી શકાય કે એક વ્યક્તિની વિચારધારાએ આખી દુનિયાને આટલા મોટા પ્રમાણમાં અસર કરી નથી. માર્ક્સના વિચારો તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઊભી થયેલી યંત્ર આધારિત મૂડીવાદી વ્યવસ્થા સામે હતા પરંતુ તેનો સફળ પ્રયોગ કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા રશિયાએ રશિયન ક્રાંતિ દ્વારા કર્યો. સંસ્થાનવાદ સામે લડી રહેલા ભારત જેવા દેશના એમ. એન. રોય, જવાહરલાલ નેહરુ જેવા નેતાઓ પણ તેનાથી જબરદસ્ત પ્રભાવિત થયા હતા. ભારત પાસે ગાંધીજી ન હોત તો કદાચ ચીનની જેમ ભારત પણ રશિયાને માર્ગે ગયું હોત!’
ભારત આઝાદ થયું ત્યારે આપણી પાસે અર્થવ્યવસ્થાના બે વિકલ્પો હતા: બ્રિટન અમેરિકા જેવા દેશોની મૂડીવાદી વ્યવસ્થા સ્વીકારવી કે રશિયાએ અપનાવેલી સમાજવાદી વ્યવસ્થા સ્વીકારવી. પહેલા વિકલ્પથી તો ભારત બે સદી સુધી પીડાયું હતું એટલે કદાચ આપણે બીજો વિકલ્પ પસંદ કર્યો. ભારત પાસે ત્રીજો વિકલ્પ પણ હતો. જે હતો ગાંધીવાદી આર્થિક વ્યવસ્થા. આઝાદી પછી દેશનું સુકાન નેહરુજીના હાથમાં આવ્યું. તેઓ ગાંધીજી માટે ઊંડો આદર ધરાવતા હતા પરંતુ આર્થિક બાબતોમાં તેઓ રશિયન ક્રાંતિથી ઘણા પ્રભાવિત હતા. આઝાદીના આંદોલનની ગાંધીજીની પદ્ધતિમાં રાજકીય ઉપરાંત આર્થિક પાસાં પણ સમાવિષ્ટ હતાં. તેમના રેંટિયો, વિદેશી કાપડની હોળી જેવા કાર્યક્રમો તેમની આર્થિક વિચારસરણીને બદલે રાજકીય રણનીતિનો પેટા ભાગ માત્ર બની રહ્યો.
આઝાદી નજીક આવી તેમ તેમ ગાંધીજીના રાજકીય વિચાર અને કાર્યક્રમો પણ સાથી નેતાઓને નકામા લાગવા માંડ્યા. ત્રણ દાયકા સુધી લડતનો દરેક નિર્ણય તેમને પૂછીને કરાતો હતો તેને બદલે આઝાદ ભારતના ભાગ્યનિર્માણમાં તેમની અવગણના કરવાનું શરૂ થયું. આ સંજોગોમાં તેમના આર્થિક વિચારો દેશની નવી શાસનવ્યવસ્થાનો ભાગ બને તેવી અપેક્ષા કેમ રાખી શકાય? તેઓ લાંબુ જીવ્યા હોત તો કદાચ કોમી દાવાનળ શાંત પડ્યા પછી તેમણે આ જ કામ હાથમાં લીધું હોત કારણ કે તેની વાત તો તેમણે તેઓ ભારતની સ્વતંત્રતા ચળવળમાં જોડાયા તે પૂર્વે છેક 1909માં લખી હતી.
તેમના આર્થિક વિચારો આપણે અમલમાં મૂક્યા નથી માટે આપણે એવો દાવો ન કરી શકીએ કે તે સફળ જ થયા હોત પરંતુ એટલું અવશ્ય કહી શકીએ કે એ આપણી ધરતીમાંથી જન્મેલા હતા અને લગભગ બે હજાર વર્ષથી વધુ સમય સુધી તેને કારણે ભારતે વિશ્વમાં આર્થિક રીતે સૌથી સધ્ધર દેશ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું.
આઝાદી પછી લગભગ સાડા ચાર દાયકા સુધી સમાજવાદી વ્યવસ્થા ચલાવી જેને પરિણામે 1991માં ભારતે મૂડીવાદી અર્થવ્યવસ્થા સ્વીકારવી પડી. ભારતમાં ભૂતકાળમાં આવેલા વિદેશી શાસકો અને અંગ્રેજોમાં મુખ્ય ફરક એ હતો કે ભૂતકાળમાં વિદેશથી આવેલા શાસકો ભારતના જ થઈ ગયા. તેમણે ભારતને ધ્યાનમાં રાખી રાજ કર્યું. જ્યારે અંગ્રેજોએ બ્રિટિશ હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય કર્યું. શરૂઆતમાં તેમણે દેશના ધાર્મિક, સામાજિક તથા સાંસ્કૃતિક જીવનને બદલવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ 1857ના બળવા પછી તેઓ ચેતી ગયા. તેમણે તેમ કરવાનું બંધ કર્યું પરંતુ તેમણે પરોક્ષ રીતે ભારતના શિક્ષણ, સમાજ, સંસ્કૃતિને બદલવાનો પ્રયત્ન કર્યો. જેથી બ્રિટનના રાજકીય તથા આર્થિક હિતો જળવાય.
જે કામ અંગ્રેજો બે સદીમાં ન કરી શક્યા તે કામ 1991માં આવેલા આર્થિક સુધારાએ ત્રણ દાયકામાં કરી દીધું. આપણા પરિવાર, રીતરિવાજો, પહેરવેશ, ભાષા, તહેવારો બધું જ આ 30 વર્ષોમાં એ હદે બદલાઈ ગયું છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. સામૂહિક જીવન જીવનારો આપણો સમાજ વ્યક્તિ કેન્દ્રિત બન્યો છે. તેના કેટલાંક સારાં પરિણામો પણ છે તેની સામે આપણે જે ખોયું તે ઘણું ઝાઝું અને મૂલ્યવાન છે.

આ બધાએ આપણને એ હદે અભિભૂત કરી દીધા કે આનાથી સારું બીજું કંઈક હોઇ જ ન શકે તેવું આપણે વિચારતા થઈ ગયા છીએ એટલું જ નહીં તેમાં વધુ કયાં શિખરો સર કરી શકાય તેની દોડમાં આપણે સૌ હાંફી રહ્યા છીએ. થોડાં વર્ષો પછી આ શિક્ષકની જેમ સવાલ કરનાર પણ કોઈ નહીં હોય.
ટૂંકમાં, કહેવું હોય તો એટલું યાદ રાખીએ કે આપણે સતત મૂડીવાદના સકંજામાં છીએ ત્યાંથી પાછા વળવું શક્ય નથી પરંતુ તેની ઝાકમઝોળથી અંજાઇ જવાને બદલે આપણો દીવો પ્રગટાવીએ અને પ્રચંડ વાવાઝોડામાં તે હોલવાઈ ન જાય તે સારુ સતત મથતા રહીએ. પરિવારો ટકાવી રાખીએ, પરિવારમાં જીવીએ, સંબંધોમાં જીવીએ, સંબંધોની ખોટ વસ્તુથી ભરવા ન મથીએ, સાદી જીવનશૈલી રાખીએ, વસ્તુઓ વાપરવા કે વેડફવાને બદલે જીવનની પ્રત્યેક ક્ષણને માણવા પ્રયત્નશીલ રહીએ.}

અમાસે ઊગ્યો ચંદ્ર લઘુનવલ:સાધુ મહારાજને જોઇને સાવનના દિમાગમાં ખતરનાક યોજના આકાર લેવા લાગી!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/seeing-sadhu-maharaj-a-dangerous-plan-started-taking-shape-in-sawans-mind-134565198.html
ઋતુલ ઓઝા ચી આંખે મયંક અને માનસી ચાલી રહ્યાં હતાં. તે બંનેનો કપડાં સહિત પૂરો દેહ પાણીથી તરબોળ હતો! માનસીનું દૂબળું શરીર ઠંડી લાગવાના કારણે ધ્રૂજી રહ્યું હતું અને હોઠ કંપી રહ્યા હતા. તેનાથી જરા જ દૂર ચાલતો મયંક કદાચ માનસીની આ હાલત જાણતો હતો, પરંતુ કંઈ કરી શકતો નહોતો! બેયનાં પગલાંઓ ભલે મંદિર તરફ આગળ વધતાં હતાં, પરંતુ તેમનું મન તો નદીના કિનારે જે બન્યું હતું, તેમાં જ અટવાઇને રહી ગયેલું!
રસ્તામાં મયંકને બાજુમાં જ ચાલતી માનસી તરફ એક નજર જોવાની ઈચ્છા થયેલી, પરંતુ હિંમત નહોતી ચાલતી! નદી તરફ જતી વખતે તેમને જે રસ્તો દસેક ડગલાં દૂર લાગેલો, તે જ રસ્તો અત્યારે દસેક ગાઉ છેટો લાગવા લાગેલો. મંદિરમાં પહોંચતા જ માનસી ઉતાવળાં પગલે ઓરડામાં ચાલી ગઇ અને મયંક કૂવા પાસેની પાળીએ જ બેઠો રહેલો.
સાવન, મોહક અને માહી સાથે મળીને ખજાનો ગોતવાના છેલ્લા પડાવ સુધી પહોંચી ગયાં હતાં. ત્યાંજ માહીએ ઉતાવળાં પગલે ઓરડા તરફ જતી માનસીને જોઈ! તે બોલી ઊઠી, ‘પેલા બંને આવી ગયાં છે, હવે શું કરશું? ’
આ સાંભળીને ધૂંધવાઈ ઊઠેલો સાવન બોલી ઊઠ્યો, ‘ચાલો, પહેલાં જલદી આ બધું છુપાવી લ્યો. પછી મંદિરનાં ઓટલે વાતો કરવા બેસી જઈશું.’
દેખાવ ખાતર ત્રણેય જુવાનિયા મંદિરમાં જ એક તરફ બેસી ગયેલાં, પણ તેમના મગજમાં હજી પેલી નિશાનીઓ જ ઘૂમતી હતી. સાવન વારે વારે માથું ખંજવાળીને મગજને ઢંઢોળે રાખતો હતો, મોહક હોઠ ચાવતો હાથને હવામાં ઘુમાવીને વેરાઈ ગયેલા મણકાઓ જેવાં આ ચિહ્નોને એકસાથે ગૂંથવા મથી રહ્યો હતો.
જ્યારે સ્ત્રીસહજ સ્વભાવનાં કારણે માહીના દિમાગમાં એ પ્રશ્નોના હથોડા વીંઝાઈ રહ્યા હતા કે, ‘માનસીદીદી આખાં પલળી કેવી રીતે ગયા હશે? અને મયંકભાઈનું મોઢું તો સાવ વિલાઈ જ ગયેલું દેખાતું હતું! એવું તો શું બની ગયું હશે?’
બપોરમાંથી સાંજ ઢળી અને સાંજે રાતનું સ્વરૂપ લેવાનું પણ આરંભી દીધું હતું, છતાં મયંક અને માનસી વચ્ચે રચાઈ ગયેલી મૌનની દીવાલમાંથી એક કણી પણ ખરી નહોતી! આજે સાધુમહારાજને પરત આવતા જ એકલા હાથે આરતીની તૈયારીઓ કરવી પડી હતી. ઝાલરનો અવાજ સાંભળીને મયંક અને માનસી મંદિરમાં આવ્યાં તો હતાં, પરંતુ તેમના ચહેરા પર સદાય દેખાતું સ્મિત અને ખુશી ગાયબ હતાં!
આરતી પતી ગયા પછી મયંક તરત મંદિરનાં પગથિયાં ઊતરીને ચાલવા લાગ્યો, ત્યાં જ તેને સંભળાયું, ‘મયંક, આરતી પત્યા પછી આશકા લેવાની તું ભૂલી ગયો કે શું?’
‘યાદ છે.’
‘તો પણ કેમ હજુ સુધી પાછો નથી વળતો? ’
‘હિંમત નથી રહી. ઈશ્વરની સામે ઊભા રહેવાની યોગ્યતા છે કે નહીં, એ નથી સમજાતું! ’ ઉદાસ અવાજે મયંકે કહ્યું.
‘કેમ કોઈ ગુનો કે અપરાધ કર્યો હોય તેવું લાગે છે તને?’
‘હા, કોઈ છોકરીની મરજી જાણ્યા વિના તેને સ્પર્શ કરવો, એ ખોટું તો કહેવાય જને!’
બેય વાતો કરતાં કરતાં ક્યારે મંદિરના પ્રાંગણમાં સાથે ચાલવાં લાગ્યાં હતાં, એ તેમને પણ ખબર નહોતી પડી!
‘અચ્છા? છોકરીની મરજી નહોતી, તેવી તને ખાતરી છે? ’
‘એટલે? ’ અસમંજસમાં પડેલા મયંકે બરાબર માનસીની સામે જ ઊભા રહીને પૂછી લીધું.
માનસી જરા હસીને બોલી, ‘વિશ્વામિત્ર મેનકાને જોઈને મોહિત થઈ ગયેલા, એ કથા આપણા સહુને ખબર છે! પણ મેનકાના મનમાં ઋષિને જોઈને કેવા ભાવ જાગેલા, એ કોણ જાણે છે? કદાચ તે અપ્સરા પણ વિશ્વામિત્ર તરફ…’
મયંકે હવે માનસીની આંખોમાં જોયું, તેમાંથી છલકતો લાગણીનો સાગર પણ ઓળખ્યો! તે પૂછી બેઠો, ‘તું એમ કહેવા માગે છે કે, આજે જે થયું એ ખોટું નહોતું? અને તું મારાથી નારાજ પણ નથી? ’
‘એવું થયું જ શું છે મયંક? એક આલિંગન જને! એકસાથે કામ કરતા અને દિવસરાત સમીપ રહેતી બે જુવાન વ્યક્તિ કોઈ લાગણીભીની ક્ષણે એકબીજાની બાહોમાં સમાઇ જાય તો તેને પાપ થોડું કહેવાય? અને આમેય, હું તને પસંદ કરું છું, ચાહું છું તને..’ હોઠો પર મધુરું સ્મિત અને આંખોમાં આંસુ સાથે માનસીએ હૃદયને ખુલ્લું મૂકી દીધું હતું.
મયંકને લાગ્યું કે જાણે તેનું હૃદય પાંસળીઓની જેલ તોડીને બહાર નીકળી જશે! તેના શરીરમાં કોઈ ન સમજાય તેવી લાગણીના ફુવારા છૂટવા લાગેલા અને આંનદના ધોધ વહી નીકળ્યા હતા. તેણે પોતાના હાથ ખુલ્લા મૂક્યા અને કોઈ વેલ વૃક્ષને વીંટળાતી હોય એમ માનસી તેની બાહોમાં સમાઈ ગયી હતી.
અમાસની રાત હતી, અને ચંદ્ર આકાશમાંથી ગાયબ હતો. છતાંય સાવ આછા ઉજાસમાં મેદાની પ્રદેશની સરહદે બે જુવાન હૃદયો વચ્ચે થયેલો આ એકરાર મંદિરમાં ઊભેલા સાધુના ધ્યાનમાં આવી ગયેલો!
શિવલિંગ સામે બેસી જઈને સાધુએ પ્રાર્થના કરી, ‘મારા પ્રભુ, તમારી લીલા અપરંપાર છે! આજે ઉમામાતાને તમે મળ્યા, એ દૃશ્ય આ આંખોને દેખાડી દીધું હોય લાગ્યું! હે ભોળાનાથ, આ બંનેની જોડી પર તમારા આશીર્વાદ વરસાવજો… ’

મયંક અને માનસી મંદિર આસપાસના ચોગાનમાં ચાલતાં ચાલતાં વાતો કરી રહ્યાં હતાં. તેઓ આજે ભલે એકબીજાનો હાથ થામીને પ્રેમના પ્રદેશને સ્પર્શ્યાં હતા, પરંતુ હજી દોસ્તીની સરહદને ઓળંગ્યા નહોતાં! બંનેની વાતો હજી ભૂતકાળના રોચક પ્રસંગો અને અનેક અજાયબીભર્યા કિસ્સાઓ વર્ણવવા સુધી જ રહી હતી!
વાતોવાતોમાં માનસી આજે માહીના બદલાઈ ગયેલા વ્યહવાર વિશે જણાવે છે. મયંક પણ સહમત થતા કહ્યું, ‘મને પણ માહી સહિત ત્રણેય ભૂલા પડી ગયેલા કે ફરવા ખાતર અહીં આવી ચડેલા લાગતાં નથી!’ છેલ્લે તે બંને નક્કી કરે છે કે, તેઓ મળીને સાવન, મોહક અને માહી પર નજર રાખશે.
બીજી તરફ મંદિરમાં ભગવાનની સમીપ જ બેઠા રહેલા સાધુ વિચારી રહ્યા હતા: ‘તે બંને યુવાન હૃદયને આજે અનેક જુગોની વાતો કરવી હશે અને આખું જીવન સાથે જીવવાના કોલ આપવા હશે! જો હું ખાટલો ઢાળીને મંદિરનાં પ્રાંગણમાં જ રહીશ તો તેઓ બંને અચકાશે. ત્યારે પ્રભુની હાજરીમાં બંધાવા જઇ રહેલા આ સબંધને મોકળાશ આપવા માટે મારી ગેરહાજરી જ સારી રહેશે.’
એકાદ કલાક પછી સાધુ મહારાજ એક હાથમાં લાકડી, બીજા હાથમાં ફાનસ અને ખભે પોતાની ઝોળી ટિંગાડીને મંદિરમાંથી નીકળી ગયા હતા. ત્યારે બાકીના ચારેય ઓરડામાં હતા, ફક્ત સાવન જ કૂવા પાસેની પાળી પર બેઠો હતો. તેણે સાધુને વન તરફ જતા જોયા અને એ સાથે જ તેના શાતિર દિમાગમાં એક ખતરનાક યોજના આકાર લેવા લાગી હતી!
સાવન તેમને અપાયેલા ઓરડામાં જઈને જોયું કે, મયંક અને માનસી ગહેરી નીંદર માણી રહ્યાં હતાં અને મોહક અને માહી પણ સૂઈ ગયેલાં. તે અવાજ ના થાય તેનું ધ્યાન રાખીને પોતાના બેય સાથીદારોને જગાડે છે અને તેમની બેગો લઈને અત્યારે જ મંદિરમાં ચાલવાનું ફરમાન આપે છે!
મંદિરમાં પ્રવેશતા મહાપરાણે આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરતો મોહક બોલી ઊઠ્યો, ‘યાર આજે આખો દિવસ તો દોડાદોડીમાં વીતેલો, હવે રાતે તો શાંતિથી સૂવા દેવા જોઈએને! ’
‘હા સાવન, બધી નિશાનીઓ ગોતી તો લીધી છે આપણે. હવે અત્યારે શું કરવાનું છે?’ માહીએ ચીડભર્યા અવાજે પૂછેલું.
‘ચોરી..’ સાવન સાવ ધીમા અવાજે બોલ્યો. આ સાંભળતા જ મોહક અને માહીની આંખોમાંની ઊંઘ ગાયબ થઈ ગઇ! તેઓ બંને એકીસાથે પૂછી બેઠા, ‘અત્યારે? ’
સાવન તેમના હાથ પકડીને મંદિરની અંદર ખેંચી ગયો અને ગર્ભગૃહ પાસે લઈ જઈને કહેવા લાગ્યો, ‘હા, આજે જોરદાર મોકો મળી ગયો! એક તો અમાસની રાત છે એટલે અંધારાનો ફાયદો મળશે અને સહુથી અગત્યની વાત કહું તો, આજે પહેલીવાર એવું બન્યું છે કે રાતે એ સાધુ હાજર નથી! ’
‘સાચું કહ્યું તેં! સાધુ મહારાજ હાજર નથી, વળી મેં અહીં આવતા પહેલાં જોયેલું કે મયંક અને માનસી પણ ભરઊંઘમાં સૂતાં છે! ’ મોહક બોલી ઊઠ્યો.
‘મારા ઉત્સાહી ફ્રેન્ડ્સ, બધા ગેરહાજર હોવાથી પણ શું થઈ જશે? આપણને નિશાનીઓ મળી ગઇ, પણ આટલા વિશાળ મંદિરમાં ખજાનો ક્યાં મૂકેલો હશે એ કેવી રીતે ગોતશું?’ માહીએ મુખ્ય પ્રશ્ન બધાની સમક્ષ મૂકી દીધો.
સાવન હસીને માહીના ખભાને થપથપાવતા બોલ્યો, ‘વાહ.. આને કહેવાય દિમાગ! કોણ કહે છે કે, સુંદર છોકરીઓમાં બુદ્ધિ ના હોય! ’
‘પણ ના તો હું સુંદર છું, કે ના છોકરી! તોય મને કેમ સમજાતું નથી કંઈ? ’ મોહક અકળાયો.
‘સમજાવું છું. હવે ફોકસ રાખીને સાંભળજો. તે પાંચ નિશાનીઓ મંદિરમાં જે જુદી જુદી જગ્યાએ છે એ યાદ કરો અને તમારા મગજમાં જ તે પાંચેયને સામસામે જોડતી હોય તેવી લાઈનો બનાવો. પછી કહો મને કે તે લાઈનો એક બીજાને ક્રોસ થાય તેવી જગ્યા કઈ છે? ’
‘મંદિરનું ગર્ભગૃહ.’
‘શિવલિંગ!’ મોહક અને માહી એકીસાથે બોલી ઊઠ્યાં. }(ક્રમશ:)

એન્કાઉન્ટર:ભૂત-ડાકણો સફેદ કપડાં ક્યાં સિવડાવતાં હશે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/where-would-ghosts-and-witches-sew-white-clothes-134565281.html
સરકાર રાતોરાત રૂ. 500/-ની નોટ બંધ કરી નાખે તો?(રિયા ધોકઇ, મીઠાપુર)
- એ બધી ચિંતા તમારે...! મારી પાસે તો એકેય બચી નથી!
જીભને દાંતની વચ્ચે કેમ રાખવામાં આવી છે?
(મહાસુખ દરજી, અમદાવાદ)
- બગલની વચ્ચે તો ના રખાયને?
લગ્નોમાં બોલાય છે, ‘કન્યા/વર પધરાવો સાવધાન’. એવું કેમ? (ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- બંનેથી છૂટવા માટે!
ગજબનાક ટ્રાફિકને લીધે હવે લોકો ફૂટપાથો ઉપરેય વાહન ચલાવી દે છે… (ડૉ. સંકેત શેઠ, કરમસદ)
- હું તો સદીઓથી કહેતો આવ્યો છું. ગાડીઓને બદલે હવે ઊંટો વાપરો.
33 કરોડ દેવતાઓમાંથી આપણે કોની પૂજા કરવી?
(કનુ જોશી, વડોદરા)
- એ બધાને ભેગા કરો ત્યારે તો એક ‘મા’ બને છે.
મને આજકાલ ખોટું બહુ લાગી જાય છે. શું કરવું?
(શિવાંગ યાજ્ઞિક, રાજકોટ)
- તમને તો સલાહેય ન અપાય!
કંદોઇ કોઇ પાતળો નહીં ને દરજી કોઇ જાડો નહીં! આવું કેમ?(પ્રવીણ મહેતા, કેશોદ)
- કંદોઇને મીઠાઇ બનાવતા એક એક ટુકડો ચાખવો પડે છે. દરજીને લેંઘાના કાપડમાંથી ટુકડો ચાવવો પડતો નથી.
શું તમે ભૂત જોયું છે?(હિતેશ દમણીયા, સુરત)
- એ જ બીકથી હું રોજ અરીસો જોતો નથી.
જુબાં કેસરીની જાહેરાતમાં ખરેખર કેસર ઉડાડે છે કે જાસૂદની પાંદડીઓ?(વિદુર પંડ્યા, ગાંધીનગર)
- ઓહ… તો તમે પાંદડીઓ જોતા’તા...! મારું ધ્યાન તો ફક્ત સની લિયોની ઉપરથી જ હટતું નથી.
આજે હું મારી ખુરશી છોડતો નથી, એ પણ મારા પરિશ્રમનો હિસ્સો છે’ - કેજરીવાલ.
(પરેશ અંતાણી, રાજકોટ)
- કોણ છે, એ ભ’ઇ? ટાઉન હૉલમાં ખુરશીઓ રિપૅર કરવાનું કામ કરે છે?
‘વંદે ભારત’માં કોઇ સ્પૉન્સર મળે તો જ બેસજો. સુવિધાઓ નામ પૂરતી જ છે.
(અશ્વિન મોરે, વડોદરા)
- ફ્લાઇટોમાંય કઇ વળી સુવિધાઓ હોય છે?
રેલવેની ગૂડ્ઝ ટ્રેનમાં ઑઇલના ડબ્બાની આગળ-પાછળ એક ડબ્બો ખાલી કેમ રાખે છે?
(યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- મારી તો સલાહ છે કે, હવે પછી પૅસેન્જર ટ્રેનમાં જ મુસાફરી કરો.
સ્કૂલનું ભણવાનું આટલું અઘરું કેમ હોય છે?
(સમય સુથાર, પ્રતાપગઢ-ઉનાવા)
- મને તો મારા ફાધર કહેતા, ‘લખો નહીં તો ભણવું પડશે!’
નામ મોટું કે ઈનામ?(જહ્નાવી પરમાર, અમદાવાદ)
- કો’ક બીજાને પૂછો. મને તો આ બંને માંથી એકેય મળ્યું નથી.
સારું જીવન જીવવા માટે રસ્તો ક્યો?
(વિપુલ પંચોલી, વડોદરા)
- હું તો જવાબ આપું, પણ તમે પાછા બધાને કહી દો, એવા છો!
જીવનનું વર્ણન શું?(કેવલ લકુમ, સિહોર)
- તગારું.
હાસ્યના કેટલા પ્રકાર છે?
(ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)
- એક જ! સાફ હૃદયથી હસો, એ!
સુખ એટલે દુઃખનું ન હોવું તે… અને દુઃખ એટલે સુખનું ન હોવું તે! બરોબરને?
(ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા)
- તમને પ્રોબ્લેમ ક્યાં છે?
લોકો ચમત્કારને જ નમસ્કાર કેમ કરે છે?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- આખા પાલિતાણામાં તમે મશહૂર થઇ ગયા....એ ચમત્કાર જને?
હક અને ફરજ વચ્ચે ફર્ક શું?
(અમરિશ મહેતા, અમદાવાદ)
- ફરજ એટલે શું વળી? એ કોઇ થપ્પો રમવાની ગૅમ છે?
જેઠાલાલની મૂછો કેમ વધતી નથી?
(જગત ધંધુકિયા, અમદાવાદ)
- હું એ બિઝનૅસમાં પડ્યો જ નથી.
કોઇ વ્યક્તિ પોતાના જ કામને વધુ મહત્ત્વ આપે છે. એ શું ખોટું છે? (મૈસૂર મકવાણા, ભાવનગર)
- હા.
મોટા ભાગના જોક્સ સ્ત્રીઓ પર જ કેમ હોય છે?
(પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ)
- આવી ઈર્ષા ન કરીએ, ભાઇ!
તમારા ઈ-મૅલ ઍડ્રેસમાં ‘52’ કેમ લખાવો છો?
(ધ્રુવિન પંચોલી, જામનગર)
- બસ. 52 વર્ષથી લોકો મને 52નો જ માને છે!
દર શનિવારની રાત્રે ઊંધ નથી આવતી. કાલે મારો સવાલ છપાશે કે નહીં એની ચિંતામાં!
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- મારુંય એવું જ છે. કાલે ‘ઍન્કાઉન્ટર’ છપાશે કે નહીં, એની લહાયમાં!
લગ્નોમાં અધધ રૂપિયાનો ખર્ચો કેટલો વાજબી?
(અબ્બાસ કૌકાવાલા, ધંધુકા)
- બંને પક્ષો એટલા રૂપિયા આવનારા બાળકના ખાતામાં જમા કરાવી દે તો બાળક જન્મતાની સાથે જ અબજોપતિ થઇ જાય!

રસપ્રદ એ પણ છે કે, જો આપણે ગ્લોબલ વોર્મિંગને બે ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચે મર્યાદિત રાખવું હોય અને પેરિસ કરારનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા હોય, તો ક્લાઈમેટ ચેન્જ ઘટાડવા માટે વર્તમાન નાણાકીય પ્રવાહ ઓછામાં ઓછો ત્રણ ગણો વધારવો જરૂરી છે.
વિશ્વ વન્યજીવ દિવસનો મુખ્ય હેતુ, વિશ્વનાં જંગલી પ્રાણીઓ અને છોડની વિવિધ માધ્યમથી ઉજવણી કરીને લોકજાગૃતિ લાવવાનો છે. આ સાથે જ વન્યજીવ ગુનાઓ સામે લડવાની જાગૃતિ સાથે વન્યજીવોની લુપ્તપ્રાય પ્રજાતિઓને નડતા પડકારોનો સામનો કરવા વિવિધ કાર્યક્રમો વૈશ્વિકસ્તરે યોજાય છે .
માણસ પોતાની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે વન્યજીવ અને જૈવવિવિધતા આધારિત સંસાધનો પર આધાર રાખે છે. જેમાં ખોરાક, બળતણ, દવાઓ, રહેઠાણ અને કપડાં સુધી સમાવેશ થાય છે. કુદરત આપણને જે લાભો અને સુંદરતા આપે છે, તેનો આનંદ માણવા માટે, તેના સંરક્ષણ માટે નેમ લેવાય છે. જેથી નિર્ધારિત થાય છે કે, ઇકોસિસ્ટમ ખીલી શકે અને વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ ભવિષ્યની પેઢીઓ માટે અસ્તિત્વમાં રહી શકે.
ઉચ્ચ પ્રદેશનાં મેદાનોથી લઈને કોરલ રીફ સુધીનાં જંગલી પ્રાણીઓ અને છોડ, પૃથ્વી પરના જીવનના જટિલ જોડાણમાં મહત્ત્વનાં અંગ છે, જે ઇકો-સિસ્ટમને ટકાવી રાખે છે, કુદરતી પ્રક્રિયાઓનું નિયમન કરે છે અને જૈવવિવિધતાને ટેકો આપે છે, આવશ્યક સેવાઓ પૂરી પાડે છે જે માનવ આજીવિકાને આધાર આપે છે અને આપણા ટકાઉ વિકાસ લક્ષ્યોની સિદ્ધિમાં ફાળો આપે છે. એકલાં જંગલોમાં 60,000 વૃક્ષોની પ્રજાતિઓ, 80 ટકા ઉભયજીવી પ્રજાતિઓ અને 75 ટકા પક્ષીઓની પ્રજાતિઓ રહે છે, જ્યારે 1.6 અબજથી વધુ લોકોને ખોરાક, દવા અને આવકના સ્વરૂપમાં કુદરતી મૂડીનો ટેકો મળે છે. 10 લાખથી વધુ પ્રજાતિઓ લુપ્ત થવાનો ભય હોવાનો અંદાજ છે. વિશ્વના GDPના અડધાથી વધુ ભાગ પ્રકૃતિ પર આધારિત છે, જે જૈવવિવિધતાના નુકસાનને નાણાકીય સ્થિરતા માટે નોંધપાત્ર ખતરો બનાવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક દેશોમાં મત્સ્યઉદ્યોગ GDPમાં 10 ટકાથી વધુ ફાળો આપે છે, છતાં દરિયાઈ માછલીના જથ્થાના એક તૃતીયાંશથી વધુ માછલી પકડવામાં આવે છે, જેના કારણે બેરોજગારી, ખોરવાયેલી અર્થવ્યવસ્થા અને ગેરકાયદેસર લણણી પ્રથાઓ થાય છે.
વિશ્વની કુલ જમીન સપાટીના માત્ર બે ટકા વિસ્તાર ધરાવતા સાતમા સૌથી મોટા દેશ ભારતમાં જગતની કુલ પ્રાણીઓની 7.5 ટકાથી વધુ પ્રજાતિઓ વસે છે. ભારતમાં પ્રાણીસૃષ્ટિની વિશાળ વિવિધતા છે. ‘ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા’ અનુસાર અંદાજિત 92,037 પ્રજાતિઓ છે, જેમાંથી 61,375 પ્રજાતિઓના જંતુઓનો સમાવેશ થાય છે. આ સાથે જ 455 સસ્તન પ્રાણીઓ, 1358 પક્ષીઓ, 778 સરિસૃપ, 454 ઉભયજીવી અને 3000થી વધુ માછલીઓની પ્રજાતિનો સમાવેશ થાય છે.
વનસ્પતિ વિવિધતામાં ભારત વિશ્વમાં દસમા ક્રમે અને એશિયામાં ચોથા ક્રમે છે. અત્યાર સુધી સર્વે કરાયેલા લગભગ 70 ટકા ભૌગોલિક વિસ્તારમાંથી, કોલકાતાના ‘બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા’ દ્વારા 46,000થી વધુ વનસ્પતિ પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ’નો હેતુ વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનો છે અને જૈવવિવિધતાના સંરક્ષણમાં ફાળો આપવાનો છે. જોકે, ક્લાઈમેટ ચેન્જ વન્યજીવો અને જંગલોને વધુ નુકસાન કરી રહ્યું છે, એટલે ક્લાઈમેટ ફાઇનાન્સ પણ સીધી કે આડકતરી રીતે જોડાયેલું છે.
સરકારો માટે રાષ્ટ્રીય જૈવવિવિધતા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે વર્તમાન નાણાકીય પ્રવાહ અપૂરતો છે, ખાસ કરીને ઓછીથી મધ્યમ આવક ધરાવતા દેશોમાં સ્થિત જૈવવિવિધતા હોટ સ્પોટ્સમાં આ બની રહ્યું છે. જો કે જૈવવિવિધતા સંરક્ષણમાં વાર્ષિક 14300 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવે છે, તે દર વર્ષે જરૂરી અંદાજિત 82400 કરોડ ડોલરથી ઓછું છે. યુ. એન. સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પ્રકૃતિ સહિત વિકાસ માટે લાંબા ગાળાના ધિરાણને વેગ આપવા માટે ઓછામાં ઓછા 50000 કરોડ ડોલરના SDG પ્રોત્સાહનનો અવાજ ઉઠાવ્યો છે.
કુનમિંગ-મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક દ્વારા જૈવવિવિધતાના નુકસાનને રોકવા અને પ્રયાસોને પુનર્જીવિત કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2030 સુધીમાં જૈવવિવિધતા માટે વાર્ષિક ઓછામાં ઓછા 20000 કરોડ ડોલર એકત્ર કરવા અને હાનિકારક સબસિડી નાબૂદ કરવા અથવા સુધારવાનો લક્ષ્યાંક છે. ડેટ-ફોર-નેચર સ્વેપ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન બોન્ડ જેવા નવીન નાણાકીય અભિગમોમાં રસ વધી રહ્યો છે, જે રાષ્ટ્રીય દેવાને સંરક્ષણ ભંડોળમાં રૂપાંતરિત કરે છે અને વન્યજીવન સંરક્ષણ માટે ખાનગી રોકાણ આકર્ષે છે. ઇકો-સિસ્ટમ સેવાઓ માટે ચૂકવણી, જેમ કે વન્યજીવ ક્રેડિટ, જમીનમાલિકો અને વન્યજીવન સંસાધનોનું સંચાલન કરતા સમુદાયો માટે આવક ઉત્પન્ન કરે છે.

👍1
ગરમી શરૂ થઇ ગઈ છે, આપણે તો ગ્લોબલ વોર્મિંગથી બચવા રૂમમાં એ. સી.ની સ્વિચ ચાલુ કરી દઈશું, પણ અમેરિકાના લોસ એન્જલ્સમાં સળગતાં વૃક્ષમાં પોતાનાં બચ્ચાંને બચાવવા મથતી અમેરિકન ગોલ્ડ ફિન્ચને કોણ ટાઢક આપશે? જ્યારે ઠંડી પડશે ત્યારે હીટરની ચાંપ દબાવી આપણે તો સૂઈ જઈશું, પણ ઠંડીમાં આર્કટિકમાં જીવતા ધ્રુવીય રીંછ વિશ્વની ગરમીથી પીગળતા બરફ જોઈને આંસુ સારશે, તો કયો દરિયો ઊભરાશે? આવા ઘણા પ્રશ્નો ક્લાઈમેટ ફાઇનાન્સ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સથી હલ કરવાના બાકી છે.
ક્લાઈમેટ ફાઇનાન્સ શું છે ?
ક્લાઈમેટ ફાઇનાન્સએ સ્થાનિક, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ધિરાણ છે. જે જાહેર, ખાનગી અને વૈકલ્પિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. આ ધિરાણ થકી ક્લાઈમેટ ચેન્જને અસર કરતા પરિબળો પર કાર્ય કરવામાં આવે છે. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર વધુ નાણાકીય સંસાધનો ધરાવતા પક્ષોને નાણાકીય સહાય આપવાનું આહ્વાન કરે છે, જેઓ ઓછા સંપન્ન અને વધુ સંવેદનશીલ છે. એકંદરે, પેરિસ કરાર હેઠળ ઓછા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને આબોહવા-સ્થિતિસ્થાપક વિકાસ તરફના ઉજ્જવળ માર્ગ સાથે નાણાકીય પ્રવાહને સુસંગત બનાવવાના ઉદ્દેશ દ્વારા પક્ષો આગળ વધી રહ્યા છે.
સરકારો ક્લાઈમેટ ફંડ કઈ રીતે એકત્ર કરે છે?
સરકારી બોન્ડ, જે વ્યાજ ચુકવણીના બદલામાં રોકાણકારો પાસેથી લોન સ્વરૂપે હોય છે. કાર્બન ટ્રેડિંગ, જેમાં કાર્બન ક્રેડિટ ખરીદવા અને વેચવાનો સમાવેશ થાય છે. કાર્બન ટેક્સ, જે કાર્બન-સઘન ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને નિરુત્સાહિત કરે છે, વિદેશમાં તેનું ચલણ ખૂબ વધ્યું છે. }

માનસ દર્શન:તુલસીના વિષ્ણુ તપસ્વી છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tulsis-vishnu-is-an-ascetic-134565279.html
હાભારત’ના યુદ્ધમાં જીત બાદ પાંડવશ્રેષ્ઠ યુધિષ્ઠિર ધર્મરાજ વધારે ઉદાસ રહે છે. પોતાના ચાર બંધુઓ અને મહારાણી દ્રૌપદી સમક્ષ પોતાના વિચારો પ્રસ્તુત કરતા રહે છે. જ્યારે યુધિષ્ઠિર એવું કહેવા લાગે છે કે હું વનમાં ચાલ્યો જાઉં; વૃક્ષો પાસેથી ફળની ભિક્ષા માગું; વૃક્ષોની છાલનાં વસ્ત્ર માગું; જંગલમાં એકલો પડ્યો રહું. આવી બધી ઉદાસીન વાતો કરે છે ત્યારે મહારાણી દ્રૌપદી બહુ જ પીઢ બનીને પરિપક્વતાથી તેમને જવાબ આપે છે કે આવું વિચારવું એ આપના માટે યોગ્ય નથી. આપ પ્રજાપાલકના રૂપમાં શાસન કરી રહ્યા છો અને સિંહાસન પર બિરાજો છો. હવે આપ આવી વાતો કરો એ બરાબર નથી.
આ બધી ગંભીર ચર્ચા ચાલી રહી છે ત્યારે વ્યાસ ભગવાનનો પ્રવેશ થાય છે અને વ્યાસ આખો માહોલ સંભાળી લે છે. આ બાજુ કૃષ્ણ પણ આવી જાય છે અને કહે છે, ભીષ્મદાદાની અંતિમ ક્ષણ છે; આપણે એમની પાસે જઈએ અને યુધિષ્ઠિર, તમારા મનની વાત ભીષ્મ સામે મૂકો અને જે-જે પ્રશ્ન તમારા મનમાં હોય એ પૂછી લો કેમ કે આ આખરી ચિરાગ છે, બુઝાઈ જાય એ પહેલાં એમની પાસેથી જેટલું લઈ શકાય એટલું લઈ લો. બધાં જાય છે બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મ પાસે. પછી યુધિષ્ઠિર વારંવાર પ્રશ્ન પૂછતા રહે છે અને દાદા જવાબ આપે છે. એમાં એક પ્રશ્ન યુધિષ્ઠિર પૂછે છે કે દાદા, આ વિશ્વમાં એવા દેવ કોણ છે, જેમની પ્રતિભા બહુમુખી હોય? જેનામાં નખશિખ સત્ત્વ ભર્યું હોય અને જે સૌનું નિર્વહણ કરતા હોય? અહીં ભીષ્મના મુખે બોલાવાયું છે-
યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસારબન્ધનાત્.
વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે.
વિદાય લેતો માણસ બોલી રહ્યો છે. કોઈ પાખંડ નથી. કોઈ ધોખો નથી. કોઈ દેખાડો નથી. છેલ્લી ક્ષણોમાં માણસ વધારે પવિત્ર થવા લાગે છે. અને આ તો નખશિખ ગંગાનો પુત્ર છે. એમની પવિત્રતા સામે કોણ આંગળી ઉઠાવી શકે? કહે છે, જેનું સ્મરણમાત્ર થાય; એક વીજળી ચમકી ગઈ, એક યાદ આવી ગઈ, એક સ્મૃતિ આવી ગઈ એક ક્ષણ માટે, તો હે ધર્મરાજ, જન્મ અને સંસારનાં સમસ્ત બંધનો નષ્ટ થઈ જાય છે. એવી સત્તા જે છે એ છે વિષ્ણુ. વિષ્ણુનું વર્ણન જે ભીષ્મના મુખે `મહાભારત’માં આવ્યું છે.
નમઃ સમસ્તભૂતાનાં આદિભૂતાય ભૂભૃતે.
અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે.
કોણ છે વિષ્ણુ? `આદિભૂતાય ભૂભૃતે.’ `ભૂભૃતે’ એટલે કે જે ધરતીને ધારણ કરે છે. ભૂભૃતે તો શેષનારાયણ છે. પરંતુ એનો જવાબ આગળના શબ્દોમાં છે, `અનેકરૂપરૂપાય’ અનેક રૂપ છે એનાં. એવા વિષ્ણુને હું પ્રણામ કરું છું. અનેક રૂપ છે. ત્યારે મને `માનસ’ મદદ કરે છે. તરત `માનસ’ સપોર્ટ કરે છે, આશીર્વાદ આપવા લાગે છે.
દેખે સિવ બિધિ બિષ્નુ અનેકા.
અમિત પ્રભાઉ એક તે એકા.
અનેક રૂપ છે વિષ્ણુનાં. પરંતુ વિષ્ણુ અનેક છે, રામ એક છે, એ ન ભૂલશો. સતીએ જોયું, રામ તો એના એ જ છે સીતાની શોધ કરનારા પરંતુ ઐશ્વર્ય જુએ છે તો રામનાં ચરણોમાં અનેક વિષ્ણુ જોયા, અનેક શિવ જોયા; બધાંનો ખૂબ જ પ્રભાવ છે પરંતુ મધ્યમાં, કેન્દ્રમાં મારા રાઘવ એક જ છે. તો કેન્દ્રમાં રામને ન ભૂલવા. હવે વિષ્ણુ રામ છે કે રામ વિષ્ણુ છે, એ પોતપોતાની નિષ્ઠા પર છોડી દીધું છે. પરમતત્ત્વ એક હોય છે, એની વ્યવસ્થા અનેકમાં વિભાજિત કરી દેવામાં આવે છે. સમય મળે તો `વિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો.
`રામચરિતમાનસ’ કથિત રામકથામાં વિષ્ણુનું દર્શન પોતાના અનુભવથી ગોસ્વામીજી આપણને કરાવે છે, એમાં વિષ્ણુનાં અનેક રૂપ છે. અનેક રૂપ એ પહેલું લક્ષણ. વિષ્ણુનાં અનેક રૂપ આપણને મળે છે. બીજું, વિષ્ણુ તપસ્વી છે. તુલસીના વિષ્ણુ તપસ્વી છે. `માનસ’ના વિષ્ણુમાં તપબળ છે. તપબળ એનું એક લક્ષણ છે. અવશ્ય, તપનું ઘણું બળ છે. તમે પરિવારમાં રહેતા હો અને સાચા હો છતાં પણ તમારે બહુ સહન કરવું પડતું હોય તો એ તમારું તપ છે. એ તપને નબળાઈ ન સમજવી, બળ સમજવું. સહન કરો. દુનિયા બહુ વ્યસ્ત છે. એ વ્યસ્તતામાં સમય મળે, સ્મૃતિ આવી જાય, ભલે કોઈ પણ નામ ન લો પરંતુ હરિની સ્મૃતિ આવી જાય અને તમારી આંખમાં આંસુ આવી જાય તો એ દર્દનાં આંસુ નથી, એ તપસ્યાનાં આંસુ છે. એ તપ છે.
વિષ્ણુ `અનેકરૂપરૂપાય’ છે અને તપસ્વી પણ છે. એમની પાસે તપબલ છે અને `તપ બલ વિષ્ણુ સકલ જગ ત્રાતા.’ આખા જગતનું ત્રાણ કરે છે. ત્રીજું લક્ષણ `માનસ’ના વિષ્ણુનું છે પરિપાલન, પરિત્રાણ, સત્ત્વ ગુણથી સંભાળ લેવી, પાલન કરવું; એ લોકપાલ છે. `વિષ્ણુસહસ્રનામ’માં `સર્વલોક મહેશ્વર’ કહીને એમ કહેવાયું કે એ લોકપાલ છે. ભગવાન વિષ્ણુ લોકપાલ છે.
વિષ્ણુ ભગવાન બ્રહ્માંડોને સંભાળે છે એટલા માટે એમને પાલક અને પરિત્રાણ કરનારા પણ બતાવવામાં આવ્યા છે. અને આગળનું `માનસ’ના વિષ્ણુનું એક લક્ષણ તુલસી લખે છે, ‘બિષ્નુ સકલ ગુન ધામ.’ `માનસ’ના વિષ્ણુ ભગવાનનું એક લક્ષણ કહ્યું છે, વિષ્ણુ `સકલ ગુન ધામ.’ વિષ્ણુ સકલ ગુણના ધામ છે. સકલ એટલે કેટલું? મારે તો એનો એટલો જ અર્થ કરવો છે કે સકલ

એટલે નવ ગુણ. નવથી આગળ કોઈ અંક જ નથી. આપણે જાણીએ છીએ કે નવ પૂર્ણાંક માનવામાં આવ્યો છે. નવ પૂર્ણ પણ છે, શૂન્ય પણ છે. જેનામાં નવ ગુણ હોય એ સકલ ગુણધામ. }
(સંકલનઃ નીતિન વડગામા)
(સંકલનઃ નીતિન વડગામા)
કેવલ ઉમરેટિયા જે ‘ગૂગલ’ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. ગૂગલે આપણા જીવનમાં એવું સ્થાન બનાવી લીધું છે કે આપણે દિવસમાં કેટલી વાર તેનો ઉપયોગ કરીએ છીએ તેની ગણતરી કરવી મુશ્કેલ બની જાય છે. આપણા મનમાં કોઇ પણ સવાલ થાય કે આજે હવામાન કેવું રહેશે? સૌથી સારો સ્માર્ટફોન કયો છે? અથવા તો ચંદ્ર પર ચાલનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી? તો આપણે તરત ‘ગૂગલ’ ખોલીએ છીએ અને ફટફટ સવાલ ટાઇપ કરીને સર્ચ કરીએ છીએ. ખાસ તો જેન Z માટે તો ‘ગૂગલ’ ગાઇડ કમ મેન્ટર છે. તેઓ દરેક પ્રશ્નના જવાબ ‘ગૂગલ’ પર શોધે છે.
આમ તો આ જાદુ જેવું જ છે કે તમે જે કંઇ પૂછો છો તેનો ફટ કરતો જવાબ તમારી સામે આવી જાય છે. ક્યારેય વિચાર્યું છે કે આ કરામત કઇ રીતે થાય છે? તેની પાછળ કઇ ટેકનોલોજી કામ કરી રહી છે? ‘ગૂગલ’ની આ અદભુત કાર્યપદ્ધતિને સમજવી એ કોઈ રોમાંચક યાત્રાથી ઓછું નથી.
જ્યારે આપણે ‘ગૂગલ’ પર કંઇ સર્ચ
કરીએ ત્યારે શું થાય છે?
ધારો કે તમે ‘ગૂગલ’ પર ટાઇપ કર્યું કે ‘ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે?’ આ પ્રશ્ન ટાઇપ કરીને એન્ટર દબાવો કે તરત જ ‘ગૂગલ’માં ઘણી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે, જે તમને થોડીવારમાં સાચો જવાબ બતાવે છે. આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે મિલિસેકન્ડમાં જવાબ મળી જાય છે. આ પ્રક્રિયા ત્રણ મુખ્ય તબક્કામાં થાય છે:
1. ક્રોલિંગ - વેબ પેજ અને માહિતીને એકઠી કરવી
2. ઇન્ડેક્સ - માહિતીને વ્યવસ્થિત ગોઠવવી
3. રેન્કિંગ અને રીટ્રીવલ - સૌથી સારા અને સુસંગત જવાબ આપવા
ક્રોલિંગ - વેબ પેજ અને માહિતીને એકઠી કરવી ‘ગૂગલ’ પાસે એક ‘વેબ ક્રોલર’ (web crawler) નામનો ખાસ પ્રકારનો પ્રોગ્રામ છે, જેને GoogleBot તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘ગૂગલ’બોટ ઇન્ટરનેટ પરના દરેક વેબપેજને સ્કેન કરે છે. તેના પર શું લખ્યું છે, તેમાં કઈ લિંક્સ છે અને તે કયા વિષય ઉપર છે તે તમામ માહિતી મેળવે છે.
હવે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ‘ગૂગલ’ એક વિશાળ લાઇબ્રેરી છે, જેમાં લાખો પુસ્તકો (વેબપેજ) છે અને GoogleBot નામનો એક લાઇબ્રેરિયન કામ કરે છે. લાઇબ્રેરિયન (GoogleBot) અલગ અલગ જગ્યાએથી નવા પુસ્તકો (વેબપેજ) એકઠા કરે છે. લાઇબ્રેરીમાં આવતા દરકે પુસ્તકને વાંચે છે. પુસ્તકોના શીર્ષક, પ્રકાર, વિષય, ચેપ્ટર અનવે અંદર શું છે તે સમજીને યાદ રાખે છે.
ઇન્ડેક્સ - માહિતીને વ્યવસ્થિત ગોઠવવી હવે જ્યારે GoogleBot એ લાખો વેબપેજમાંથી માહિતી એકઠી કરી છે, તો આગળનું પગલું આવે છે તે માહિતીને યોગ્ય રીતે ગોઠવવાનું. હવે ‘ગૂગલ’ એક Index એટલે કે અનુક્રમણિકા બનાવે છે, જાણે કે એક વિશાળ ડિજિટલ લાઇબ્રેરી. જેમાં દરેક વેબપેજને તેની સામગ્રી, શબ્દો, ફોટા અને લિંક્સના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
હવે કલ્પના કરો કે આપણી લાઇબ્રેરીનો જે લાઇબ્રેરિયન (GoogleBot) હતો તેણે સેંકડો પુસ્તકો (વેબપેજ) એકઠા કર્યા છે અને વાંચી પણ લીધા છે. હવે જો આ બધા પુસ્તકો (વેબપેજ) ને તે એમ જ જ્યાં ત્યાં મુકી દે તો કોઇ ચોક્કસ વિષય પરનું પુસ્તક કે માહિતી શોધવી મુશ્કેલ બને છે. જેથી લાઇબ્રેરિયન (GoogleBot) જે તે પુસ્તક (વેબપેજ) ના વિષય, શીર્ષક અને માહિતીના આધારે અલગ અલગ વિભાગ અને કબાટમાં ગોઠવે છે. જેથી જરુર પડે ત્યારે મિનિટોમાં જ ચોક્કસ પુસ્તક કે માહિતી સુધી પહોંચી શકાય. બસ આ જ રીતે ‘ગૂગલ’ પણ વિષય, લોકપ્રિયતા અને સામગ્રીની ગુણવત્તાના આધારે વેબપેજ ગોઠવે છે.
રેન્કિંગ અને રીટ્રીવલ - સૌથી સારા અને સુસંગત જવાબ આપવા હવે જ્યારે તમે ‘ગૂગલ’ પર સર્ચ કરો છો કે ‘ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે?’ તો પહેલા ‘ગૂગલ’ તેણે બનાવેલા ઇન્ડેક્સને તપાસશે કે કયા વેબપેજ પર આ પ્રશ્નનો સાચો જવાબ છે. ધારો કે કોઈ લાઇબ્રેરિયન (GoogleBot) ને પૂછે કે ‘ભારતના સૌથી ઊંચા પર્વત વિશેની માહિતી આપો’, તો તેણે જે ઇન્ડેક્સ બનાવ્યો છે તેના આધારે સૌથી વિશ્વસનીય, સારા રેટિંગનું અને ઉપયોગી પુસ્તક (વેબપેજ)ની ભલામણ કરશે.
હવે અહીં સવાલ એ થાય છે કે ‘ગૂગલ’ કઈ રીતે નક્કી કરે છે કે તમારા સર્ચના જવાબ માટે કયું વેબપેજ શ્રેષ્ઠ છે? આ માટે ‘ગૂગલ’ ઘણા પરિબળો ધ્યાનમાં લે છે. જેમ કે,
વેબપેજની ગુણવત્તા - શું આ વેબસાઇટ વિશ્વસનીય છે?
● વેબપેજની લોકપ્રિયતા - શું આ વેબપેજ અને તેની માહિતી લોકોને પસંદ આવે છે?
ચોકસાઈ - શું તેમાં સચોટ અને અપડેટેડ માહિતી છે?
કીવર્ડ મેચિંગ - શું આ વેબપેજમાં તમે સર્ચ કરેલા શબ્દો છે?
બીજા એક ઉદાહરણથી સમજીએ તો ધારો કે, તમે ફિલ્મ જોવા માટે બેસ્ટ થિયેટર શોધી રહ્યા છો. જેના માટે તમે જોશો કે કયું થિયેટર સૌથી નજીક છે, સ્વચ્છ છે, ટિકિટનો ભાવ પણ વ્યાજબી છે અને સાથે તેનું રેટિંગ કેટલું છે. બસ ‘ગૂગલ’ પણ કંઇક આવું જ કરે છે. આવા બધા પેરામીટરના આધારે તે તમારા સર્ચને અનુરૂપ હોય તેવા શ્રેષ્ઠ વેબપેજ ઉપર બતાવશે. ત્યારબાદ જેમ જેમ નીચે જશો તેમ તેમ ઓછા ઉપયોગી વેબપેજ આવતા જશે. } ઝડપથી કઇ રીતે કામ કરે છે?

> ‘ગૂગલ’ વિશ્વના વિવિધ ભાગોમાં હજારો ડેટા સેન્ટર ચલાવે છે. આ ડેટા સેન્ટરોમાં સુપરફાસ્ટ કમ્પ્યૂટર્સ છે, જે આંખના પલકારામાં અબજો વેબપેજ સ્કેન કરી શકે છે. આ જ કારણ છે કે જ્યારે તમે ‘ગૂગલ’ પર કંઈક સર્ચ કરો છો, ત્યારે તે તમને મિલિ સેકન્ડમાં હજારો રિઝલ્ટ આપી દે છે.
> આપણને જાદુ જેવી લાગતું ‘ગૂગલ’ હકીકતે ખૂબ જ સારી રીતે ગોઠવેલી પ્રક્રિયાનું પરિણામ છે. જ્યારે પણ આપણે ‘ગૂગલ’ પર કંઈક સર્ચ કરીએ છીએ, ત્યારે તેની પાછળ ક્રોલ, ઇન્ડેક્સિંગ અને રેન્કિંગની એક જટિલ પ્રક્રિયા હોય છે. પોતાના સ્માર્ટ અલ્ગોરિધમ્સ, ઝડપી ડેટા સેન્ટર્સ અને નવી ટેક્નોલોજીની મદદથી, ‘ગૂગલ’ દર સેકન્ડે લાખો લોકોને સચોટ માહિતી પૂરી પાડવાનું કામ કરે છે. હવે જ્યારે ‘ગૂગલ’ પર કંઈક સર્ચ કરો ત્યારે યાદ રાખજો કે તેની પાછળ અદભુત ટેક્નોલોજી અને પ્રોસેસ છે. > ચોક્કસ શબ્દ કે વાક્ય શોધવા:
અવતરણ ચિહ્ન (‘ ’) નો ઉપયોગ કરો.
ઉદાહરણ: ‘ભારતનું બંધારણ’
> અપ્રાસંગિક પરિણામો દૂર કરવાં:
જે રિઝલ્ટ ના જોઇતું હોય તે શબ્દ આગળ - (માઇનસ)નો ઉપયોગ કરો.
ઉદાહરણ: Anand -film
> ચોક્કસ વેબસાઇટમાં સર્ચ કરવા:
site: કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણ: site:wikipedia.org ચંદ્રયાન 3
> ભુલાયેલા શબ્દ માટે:
ભુલાયેલા શબ્દની જગ્યાએ *નો ઉપયોગ કરો.
ઉદાહરણ: the * of money
> ચોક્કસ ફાઇલ ટાઇપ શોધવા:
filetype: કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણ: filetype:pdf ગુજરાતની ભૂગોળ
> ચોક્કસ સાઇઝની ઈમેજ શોધવા:
imagesize: કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણ: indian army imagesize:500x500
> શબ્દની વ્યાખ્યા જાણવા:
define: કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણ: define:GDP
> AND અને ORનો ઉપયોગ:
બંને શબ્દો માટે: ambani AND adani
ઉદાહરણ: કોઈ પણ એક માટે: ambani OR adani
> ચોક્કસ સમયગાળામાં સર્ચ કરવા:
... નો ઉપયોગ કરો.
ઉદાહરણ: Gujarati movie 1980..1990
> સમાન વેબસાઇટ્સ શોધવા:
related: કમાન્ડનો ઉપયોગ કરો.
ઉદાહરણ: related:youtube.com
> ટેક્સ્ટ અને URLમાં શોધવા:
શીર્ષક માટે: allintitle:Chandrayaan-3
ટેક્સ્ટ માટે: allintext:Chandrayaan, ISRO
URL માટે: allinurl:atal bridge
> ચોક્કસ વર્ષ પહેલાં અથવા પછી શોધવા:
BEFORE અને AFTERનો ઉપયોગ કરો.
ઉદાહરણ: Narendra Modi after:2022