tgoop.com/ravijoshigpsc/397
Last Update:
ગુજરાતના લાખો યુવાનો સરકારી સેવામાં જોડાવા માટે ખંતથી તૈયારી કરતા હોય છે. આપ યુવાનો દેશનુ ભવિષ્ય છો અને દેશનિર્માણના પાયાના પથ્થરો છો.
આપ આવનારા ભવિષ્યમાં સરકાર સાથે જોડાઈને સરકારી અને જાહેર ફરજોનું ખંતપૂર્વક નિર્વહન કરશો. આપણા ભારત દેશની સુદ્ર્ઢ સંરચના લોકશાહીના બંધારણીય મૂલ્યોથી પ્રેરિત છે અને લોકતાંત્રિક ઢબથી રાષ્ટ્રનિર્માણ માટે દેશ અને દેશવાસીઓ કટિબધ્ધ છે. જેમાં દેશના પાયાના સ્તંભ એવા આપ યુવાનો કેવી રીતે પાછળ રહી શકો ?
જેમ સરકારી અધિકારી / કર્મચારી તરીકે સરકારી અને જાહેર ફરજોનુ પાલન કરવુ આવશ્યક છે, તેવી જ રીતે ભારત દેશના એક જવાબદાર નાગરીક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકતાંત્રિક ઢબથી રાષ્ટ્રનિર્માણ કરવુ એ પણ એક નાગરિક તરીકે આપ સૌ યુવાનોની નૈતિક ફરજ છે. હાલમાં મતદારયાદી સતત સુધારણા કાર્યક્ર્મ તા.૧૧/૯/૨૦૨૨ સુધી ચાલુ છે . જેમાં ઓનલાઈન Voter helpline App થી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. તો આપનુ તથા આપના પરિવારના સભ્યોના નામોની નોંધણી કરાવી લોકશાહીના આ અવસરમાં યોગદાન આપવા અને આગામી વિધાનસભા ચૂંટણીમાં મતાધિકારનો ૧૦૦% ઉપયોગ કરી / કરાવીને લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા નમ્ર અપીલ છે.
BY GPSC GUIDANCE
Share with your friend now:
tgoop.com/ravijoshigpsc/397