Telegram Web
BMC Recruitment
કાલે 10 વાગે આપણે HC ની નજીક કોઈ સારા લોકેશન પર મળીશું. પછી ત્યાંથી HC માં જશું. HC ના એકાદ બે કિલોમીટરના અંતરમાં જ મળીશું.
વ્હાલા વિદ્યાર્થીમિત્રો,
આજે હું અને બાકીના 8 વિદ્યાર્થીમિત્રો એ હાઈ કોર્ટ સબ રજિસ્ટ્રાર સાહેબની મુલાકાત લીધી.
ધાર્યા મુજબ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ આવેલા જે ખરેખર આપની જાગૃતતા બતાવે છે.

અમે Recruitment cell ના સબ રજિસ્ટ્રાર ધિલ્લોન સાહેબને મળ્યા અને આપ સૌ વતી 3 રજૂઆતો કરી.

1. પરીક્ષાની અંદાજિત તારીખો પૂરી થઈ જવા છતાં આસિસ્ટન્ટ અને કેશિયરનું પરિણામ હજુ સુધી આવેલ નથી તો સત્વરે દિવાળી પહેલા પરિણામ આવે તો અનેક વિદ્યાર્થીઓના ઘરે દિવાળીનો દીપ પ્રગટે.

2. રીઝલ્ટ સમયે opt out ની સુવિધા આપે.

3. રીઝલ્ટ સમયે પ્રિલીમ, મેઇન્સ અને typing એમ ત્રણેય પરીક્ષાના માર્કસ જાહેર કરવા.

ધિલ્લોન સાહેબે અમારી વાત શાંતિ પૂર્વક સાંભળેલી અને જવાબ માં એવું કીધેલું કે જલ્દી રીઝલ્ટ આવી જશે, અમે પણ ઓછા સ્તાફમાં વધુ કામ કરીએ છીએ. પરંતુ કોઈ ચોક્કસ તારીખ કે સમય આપેલ નથી આમ છતાં આપ સૌ વતી અમે બનતા પ્રયત્ન કરેલ કે આપની વાત ધિલ્લોન સાહેબથી આગળના લેવલ પર પહોંચે અને આપને પરિણામ જલ્દી મળે.

નિરાશ થવા જેવી બાબત એ હતી કે અમારી રજૂઆત ના દરેક જવાબ સરકારી જવાબ લાગતા હતા છતાં પણ હિંમત હાર્યા વિના સાહેબને વિનમ્રતા પૂર્વક મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરેલી.

આશા રાખીએ કે સાહેબે કિધેલ દરેક બાબત સાચી પડે અને HCA નું રીઝલ્ટ જલ્દી મળે.👍👍👍

(હું દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ફોનમાં જવાબ આપવા સક્ષમ નથી તો અહી મેસેજ નિરાતે વાંચી લેવો. આપ સૌ મિત્રોની રજૂઆત અમે ખૂબ સરસ રીતે HC માં રજુ કરેલ છે. આશા રાખીએ કે જલ્દી આપને પરિણામ મળે.)
આજે લેવાયેલ HC Dy SO માં 30 માર્કસ અને બેલીફમાં 20 માર્ક્સના કમ્પ્યૂટર વિષયના પ્રશ્નો હતા. જેમણે કમ્પ્યૂટર ઓપ્શન માં કાઢ્યું હશે એમને કમ્પ્યૂટર ઓપ્શન માં કાઢી નાખશે....😜
Computer zindabad tha ...zindabad hai aur zindabad rahega😍
HC Computer Operator CPT (Computer Added Test) Syllabus.
થોડું HC Computer Operator વિશે....

- વિદ્યાર્થીમિત્રો, 2021 માં બહાર પડેલ Computer Operator ની ભરતીમાં 19 જગ્યાઓ હતી જેમાં 13 કેંડીડેટ સિલેક્ટ થયેલા જેમાંથી 11 વિદ્યાર્થીઓએ આ જોબ સ્વીકારેલી અને હાલમાં માત્ર 8 મિત્રો આ પોસ્ટ પર કાર્યરત છે, જે એક સચોટ માહિતી છે.
- હાઈકોર્ટમાં જ્યારે બધુ જ ડિજીટલ થઈ રહ્યુ હોય આ પોસ્ટમાં તમારે AC ઓફિસમાં બેસીને કમ્પ્યૂટરને લગતું કાર્ય કરવાનુ હોય છે જેથી આ ખુબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે.
- અગાઉની ભરતીમાં ટોટલ 19 જગ્યાઓ બહાર પડેલી જેમાં MCQ ટેસ્ટમાં માત્ર 30 વિદ્યાર્થીઓ જ પાસ થયેલા જે ખુબ જ ઓછી સંખ્યા હતી. MCQ ટેસ્ટમાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા એ બધા જ મિત્રોને પ્રેક્ટિકલ ટેસ્ટ માટે બોલાવેલા. એટલે હાલ આ પોસ્ટ માટે તૈયારી કરતા મિત્રોને જેમને કેટેગરી મુજબ 45% તથા જનરલ કેટેગરી મુજબ 50% કે તેથી વધુ માર્ક્સ થતા હોય તો તૈયારીમાં લાગી જવા વિનંતી કારણ કે આ પ્રેક્ટિકલ પરિક્ષાના 100 માર્ક્સ છે અને એ માર્ક્સ આધારે જ ફાઈનલ મેરિટ ધ્યાનમાં લેવાશે.
- પ્રેક્ટિકલ પરિક્ષાનો સિલેબસ ઉપર આપેલ છે જે એ એક વાર જોઈ લેવો.
- તૈયારી કરવામાં જરા પણ કચાસ ના રાખવી કારણ કે છેલ્લા સમયમાં પ્રેક્ટિકલ બાબતો તૈયાર કરવી ખુબ જ અઘરી બની જાય છે જે એક વાસ્તવિક્તા છે.
- અગાઉની પરિક્ષામાં પાસિંગ માર્ક્સના આધારે પ્રેક્ટિકલ ટેસ્ટમાં માત્ર 30 વિદ્યાર્થીઓઅ જ થતા હતા જે જગ્યાન 1.5 ગણા નથી જે દ્યાનમાં લેવું. આપે જો માર્ક્સ થતા હોય તો શાંતિથી તૈયારી શરુ કરી દેવી.
- બહુ બધા મિત્રો, શિક્ષકોની સલાહ લેવા કરતાં શાંત ચિત્તે એક વાર વિચારીને તૈયારી કરવી કે ના કરવી એ જાતે જ નક્કી કરી લેવુ કારણ કે અલગ અલગ પરિક્ષાની તૈયારી કરવી એના કરતા એકાદ બે પરિક્ષાની તૈયારી કરીને સારી પોસ્ટ પર લાગી જવુ એ એક સારી બાબત છે.
- અર્જુનને જે રીતે ચકલીની આંખ દેખાતી હતી એવી રીતે તમે જો ટાર્ગેટ સેટ કરીને તૈયારી કરશો તો જલ્દી નોકરી મેળવી શક્શો.
- કોઈ પણ સંસ્થામાં કે ઓનલાઈન માધ્યમથી તૈયારી કરતા પહેલા તેમના પોઝિટીવ અને નેગેટિવ પાસા ખાસ તપાસી લેવા જેથી પૈસા આપ્યા બાદ મનમાં ખોટો કચવાટ ના રહે.
- આપ વિદ્યાર્થીમિત્રો આપના પરિવાર અને સ્નેહીજનો જોડે દિવાળીની પળો આનંદ પુર્વક ઉજવો અને ખુબ આગળ વધો એવી શુભેચ્છા.

શ્રવણ ગોહેલ
RED Labz.
Online and Offline Batch launching soon....
Stay connected to RED Labz @redlabz
Limited seats available: only 30 Students
વંદન છે સાહેબના વિનમ્ર સ્વભાવને!!!
ગુજરાત સરકારને શ્રેષ્ઠ ઉમેદવારો નિયત સમયમાં મળે એવી શુભેચ્છા...
New Course Launched:
HC Computer Operator:

Validity: 1 Year
Fees: 5000

Course Features:
- Study in Gujarati & English Language
- Free 2 books for practice (Hard Copy)
- Soft copy and Hard Copy of materials are available
- Free Typing Tutor Access for 3 months
- 10 Test Series with checking mechanism
- Only 30 seats available
- Complete Personal Guidance & Mentorship program

Link to purchase Course:
https://bit.ly/40wvZO9
ક્યાં સુધી રાહ જોવાની???😱😱😱
RED Labz
https://youtu.be/ANQiEOn00CE?si=0IsmkBi_TZ0HN5sM
આને કહેવાય વિદ્યાર્થી એકતા....👌👌👌
કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય, એને સમયસર પૂર્ણ કરાવવા માટે જવાબદાર કોણ???

સરકારે આ બાબત સમજવી જોઈએ અને યુવાનોની યુવાની જે માત્ર રાહ જોવામાં બરબાદ થાય છે એના માટે ભરતી પ્રક્રિયા ની SOP તૈયાર કરવી જોઈએ....🥴
વિદ્યાર્થી મિત્રો,
હાલમાં ઘણી ચેનલમાં હું મેન્‍ટરશિપ પ્રોગ્રામ તેમજ ઓનલાઈન કોર્ષની જાહેરાત જોવ છું. આ સાથે જ આ કોર્સ લીધા પછી વિદ્યાર્થીઓના અનુભવ કેવા રહ્યા એ પણ માહિતી મોટા ભાગના ગ્રુપમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓએ કોર્ષ લીધા પછી પોતે છેતરાઈ ગયા હોય તેવી અથવા જે બાબતો ફેકલ્ટી દ્વારા કહેવામાં આવી હોય તે કરાવવામાં આવતી નથી અથવા ફેકલ્ટી દ્વારા સમયસર જવાબો મળતા નથી તેવી ફરિયાદો ઘણા બધા ગ્રુપમાં જોવા મળે છે.

આવી ફરિયાદોથી બચવા માટે આપે નીચે મુજબની બાબતો ધ્યાને લેવી ખુબ જ જરુરી છે....

1. ફેક્લ્ટી વિશેની માહિતી : આપ જ્યારે કોર્ષ ખરિદો છો એવા સમયે ફેકલ્ટી કોણ છે, કેટલા વર્ષોનો અનુભવ છે અને જુના વિદ્યાર્થી મિત્રોનો ફેકલ્ટી બાબતનો અનુભવ ખાસ જાણી લેવો.
2. સૌથી અગત્યનો પોઈન્‍ટ : આપ જ્યારે કોર્ષ ખરીદો છો એવા સમયે આપના ફેકલ્ટી એકસાથે કેટલા કોર્ષ કરાવે છે તે ખાસ નોંધ લેવી. જો ફેકલ્ટી એક કે બે બેચ જ કરાવતા હોય તો વાંધો નહિ પરંતુ એક સાથે ઘણી બધી બેચોમાં સંકળાયેલા હોય તો સિલેબસ પુરો થશે કે કેમ તે બાબત પણ ખાસ વિચારી લેવી.
3. ફી બાબત : વિદ્યાર્થી જીવનમાં પૈસાનું ખુબ મહત્વ હોય છે કારણ કે પૈસા આપણે માતા પિતા પાસેથી માંગીને ફી ભરતા હોઈએ છીએ. આવી બાબતના લીધે વિદ્યાર્થીઓ સસ્તી બેચ જોઈન કરે છે પરંતુ તેમા કોઈ ફાયદો થતો હોતો નથી. દરેક વખતે આવુ થવુ જરુરી નથી પરંતુ માત્ર ફી જોઈને બેચ જોઈન ના કરવી એવી એક સોનેરી સલાહ છે.
4. કંપની કે ફેકલ્ટી??? : આ પણ એક ખુબ અગત્યનો મુદ્દો છે કે આપ કોર્ષ જોઈન કરતા સમયે કોના પર ભરોસો મુકો છો??? કોર્ષ કરાવતી કંપની કે પછી ફેકલ્ટી???? અલખ પાંડે (PW) સાહેબનું એક વાક્ય કાયમ યાદ રાખવું, શિક્ષણમાં ક્રાંતિ હંમેશા શિક્ષક જ લાવી શકે છે. તો કોઈ પણ બાબતનું આંધળુ અનુકરણ કરવાના બદલે લોજીકલ થિંકીગના આધારે કોર્ષ જોઈન કરવો.
5. સબજેક્ટ એક્ષ્પર્ટ : મઈન્‍સ પરિક્ષા પાસ કરવા માટે આપ વિદ્યાર્થીમિત્રો જ્યારે કોર્ષ જોઈન કરો છો ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે - ફેકલ્ટી ક્યાં ક્યાં વિષયો ભણાવે છે??? જો ફેકલ્ટી માત્ર એક જ વિષય કરાવતા હોય તો તે 100% વિષય નિષ્ણાંત હશે પણ ફેકલ્ટી એક કરતા વધુ વિષય ભણાવતા હોય તો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી. આ મુદ્દાનો મર્મ આપ સમજી શક્તા હશો.

આ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે જે આપ ધ્યાનમાં લઈ શકો. આશા રાખુ કે મારી સમજાવેલી નાની નાની બાબતો આપને કોર્ષ ખરીદવા તેમજ પરિક્ષા પાસ કરવામાં ખુબ જ ઉપયોગી થશે.

શ્રવણ ગોહેલ.
RED Labz.
ટેકનોલોજી નું મહત્વ આપણા દેશમાં શું છે એ આ ઉદાહરણ થી સમજાય છે...
જ્યાં લોકોના કામ એક ક્લિક થી ખૂબ સહેલાઈથી થવા જોઈએ એવા સમયમાં સરકારી બાબુઓને કમ્પ્યૂટર કે ટેકનોલજી પત્યે બહુ અણગમો છે. માત્ર થોડા પૈસામાં જો પરીક્ષા પાસ થઈ જાય તો એ શીખીને શું કરવું??? આવી મેન્ટાલિટી આવા લોકો ધરાવે છે...😔
2024/11/20 03:58:33
Back to Top
HTML Embed Code: