tgoop.com/BipinTrivediVyakaranviha/9500
Last Update:
ગુજરાતી સાહિત્યની પંક્તિઓ
સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.
વિચારો વટાવીને આગળ જજો,
કાપી શકો એ મજલ આવશે.
- અશરફ ડબાવાલા
અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો !
સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો !
-- જવાહર બક્ષી
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
-- ગૌરાંગ ઠાકર
હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.
તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.
- ભરત ભટ્ટ
ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !
કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.
-- રતિલાલ 'અનિલ'
સંકલન
રાજલ ધાંધલા
ભાવનગર
BY વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋
Share with your friend now:
tgoop.com/BipinTrivediVyakaranviha/9500