tgoop.com/DivyaBhaskar/35724
Last Update:
બજેટ પર સરકાર-વિપક્ષની પ્રતિક્રિયા:PMએ કહ્યું- બજેટ વિકસિત ભારતનો પાયો નાખશે, રાહુલે કહ્યું- ઇન્ટર્નશિપ સ્કીમ અમારી નકલ
https://www.divyabhaskar.co.in/business/budget-2024/news/opposition-reaction-to-the-budget-rahul-said-internship-scheme-copy-of-our-program-133366784.html
બજેટ રજૂ થતાંની સાથે જ એના પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને એક એવું બજેટ ગણાવ્યું છે, જે આપણને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે, જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. જોકે બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવતાં વિપક્ષ નારાજ છે. વિપક્ષી નેતાઓએ એને સરકાર બચાવવાનું બજેટ ગણાવ્યું છે. બિહારમાં ઇન્ફ્રા અને અન્ય પ્રોજેક્ટ માટે બજેટમાં રૂ. 58 હજાર 900 કરોડ અને આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂ. 15 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષનું કહેવું છે કે બજેટમાં ભવિષ્યનો કોઈ રોડમેપ નથી. મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન છે, પરંતુ બજેટમાં આ માટે કોઈ યોજના નથી. બજેટ પર પીએમ મોદીના ભાષણના મોટા મુદ્દાઓ... રાહુલ અને અખિલેશે કહ્યું- આ સરકાર બચાવો બજેટ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એને સરકાર બચાવો બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે બજેટમાં સાથીપક્ષોને ખુશ કરવામાં આવ્યા છે. યુવાનો માટે સરકારનો ઈન્ટર્નશિપ કાર્યક્રમ કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાંથી કોપી પેસ્ટ કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે બિહાર અને આંધ્રપ્રદેશને સરકાર બચાવવા માટે વિશેષ યોજનાઓ સાથે જોડવામાં આવ્યાં છે. દેશને વડાપ્રધાન આપનાર ઉત્તરપ્રદેશ જેવા રાજ્યના ખેડૂતો માટે કોઈ મોટા નિર્ણયો લેવામાં આવ્યા નથી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે બજેટમાં સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દા ક્યાંય દેખાતા નથી. એમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. સામાન્ય માણસની આવક વધારવા માટે કરવામાં આવેલી જાહેરાતો અપૂરતી છે. બજેટમાં નવી નોકરીઓ માટે બહુ તકો ન હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સરકારના યુવા ઈન્ટર્નશીપ કાર્યક્રમ પર નિશાન સાધ્યું છે. રમેશે એને કોંગ્રેસના 'પહેલી નોકરી પાકી' કાર્યક્રમની નકલ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના મેનિફેસ્ટોમાં આ કાર્યક્રમનો પ્રસ્તાવ મૂક્યો હતો, એમાંથી બોધપાઠ લઈને નાણામંત્રીએ યુવા ઈન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. નીતિશ અને નાયડુ બજેટથી ખુશ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે સરકારને ઘણી વખત કહ્યું છે. આ જ કારણ છે કે બિહારને હવે મદદ મળવા લાગી છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની જરૂરિયાતોને સમજવા અને પરિપૂર્ણ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો. દરમિયાન ટીડીપી નેતા નારા લોકેશે કહ્યું હતું કે બજેટ આંધ્ર માટે નવો સૂર્યોદય છે. આંધ્રપ્રદેશના વિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવામાં આ ખૂબ મદદરૂપ સાબિત થશે. હવે રાજ્યના નેતાઓનો અભિપ્રાય...
પપ્પુ યાદવે કહ્યું- નીતિશ કિંગમેકર છે છતાં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી
બિહારના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે કહ્યું, સરકાર 4 કરોડ નોકરી આપવાની વાત કરી રહી છે. પહેલા જણાવો કે 10 વર્ષમાં કેટલી નોકરીઓ આપી. નીતિશ કુમાર કિંગમેકર છે છતાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો નથી. તેમણે ભીખ ન માગવી જોઈએ, પરંતુ સરકારથી અલગ થવું જોઈએ. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કેન્દ્ર પર મહારાષ્ટ્રની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારને બચાવવા માટે બિહાર અને આંધ્રપ્રદેશને આટલું મોટું બજેટ આપવામાં આવ્યું, પરંતુ એમાં મહારાષ્ટ્રનો શો વાંક છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કરદાતાઓમાં સામેલ છે. દેશ માટે આપણા યોગદાનના બદલામાં આપણને શું મળ્યું? શું બજેટમાં એક વખત પણ મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? ભાજપ મહારાષ્ટ્રનું આટલું અપમાન કેમ કરી રહ્યો છે? છેલ્લે વાત કરીએ મહિલા સાંસદોની...
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- ભાગીદારોને 5 વર્ષ સુધી સરકાર ચલાવવા માટે ખુશ કર્યા
શિવસેના-UBT રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બજેટને સેવ ધ પ્રાઇમ મિનિસ્ટર ગવર્નમેન્ટ સ્કીમ ગણાવ્યું છે. તેમણે કહ્યું, સરકાર સમજી ગઈ છે કે જો તેણે આગામી 5 વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો ગઠબંધનના ભાગીદારોને ખુશ રાખવા પડશે. આ જ કારણ છે કે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બંને રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો ન હોવા છતાં ફંડ આપવામાં આવ્યું. સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, બજેટમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને કંઈ નથી. સરકાર મોંઘવારી રોકવા માટે કોઈ પગલાં લેતી નથી. ગ્રામીણ
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35724