tgoop.com/DivyaBhaskar/35731
Last Update:
બજેટ પછી, સેન્સેક્સ 600 પોઈન્ટ્સ અને નિફ્ટી 150 પોઈન્ટ્સ તૂટ્યો:બેન્ક નિફ્ટી લગભગ 1000 પોઈન્ટ્સ તૂટ્યો, ઓઈલ અને ગેસ શેર્સ વધ્યા
https://www.divyabhaskar.co.in/business/news/on-the-second-day-of-the-budget-the-stock-market-saw-a-decline-today-133371409.html
આજે એટલે કે 24મી જુલાઈએ બજેટના બીજા દિવસે સેન્સેક્સ 600 પોઈન્ટ્સ અને નિફ્ટી 150 પોઈન્ટ્સ નીચે છે. તે જ સમયે, બેંક નિફ્ટીમાં લગભગ 1000 પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 79,800ના સ્તર પર અને નિફ્ટી 24,300 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ઓઈલ અને ગેસના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઘટાડો અને 11માં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 31 ઘટી રહ્યા છે અને 19 વધી રહ્યા છે. એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે બજેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ 15% થી વધારીને 20% કર્યો શેરબજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધં થયું હતું
બજેટમાં સરકારે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સમાં ફેરફાર કર્યો છે. આ કારણે ગઈ કાલે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1,278 પોઈન્ટ ઘટીને 79,224 પર પહોંચ્યો હતો. જોકે બાદમાં રિકવરી જોવા મળી હતી અને તે 73 પોઈન્ટના ઘટાડા સાથે 80,429ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ બજેટ ભાષણ દરમિયાન 435 પોઈન્ટ ઘટીને 24,074 પર આવી ગયો હતો. બજાર બંધ થાય તે પહેલાં તે પણ સુધર્યું અને 30 પોઈન્ટના ઘટાડા સાથે 24,479ના સ્તરે બંધ થયું. નિફ્ટીના 50 શેરોમાંથી 20માં વધારો અને 29માં ઘટાડો નોંધાયો હતો. એકમાં કોઈ ફેરફાર થયો ન હતો.
BY Divya Bhaskar
Share with your friend now:
tgoop.com/DivyaBhaskar/35731