દિલ્હી જઈને મેરઠના ક્રાંતિકારોએ બહાદુરશાહ ઝફરને સ્વાતંત્ર્ય સમરનું નેતૃત્વ લેવા કહ્યું. મેરઠનું ઓઘડનાથ મહાદેવનું મંદિર આ ક્રાંતિ-કથાનું સાક્ષી છે. નગરમાં એક સ્મારક પણ બનાવાયું છે, ત્યાં 30 મીટર ઊંચો સ્તંભ છે. સ્મારક લગભગ બંધ રહે છે. ચોકીદારે કહ્યું કે પંદરમી ઓગસ્ટે જિલ્લાધિકારી આવીને ધ્વજ ફરકાવી જાય છે. હા, સ્મારકના પ્રારંભે મંગળ પાંડેની એક શાનદાર પ્રતિમા ચૂપચાપ ઊભી છે, પણ એક વાતનો સંતોષ થયો કે અહીંની સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં ઉદ્યાન, સભાખંડ, માર્ગ, ફેકલ્ટી, હોસ્ટેલ બધાંને ભુલાયેલા ક્રાંતિકારોનાં નામો અપાયાં છે!
21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ:ગુજરાતીમાં અન્ય ભાષાના શબ્દો ચાલે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/february-21-international-mother-language-day-134498357.html
વાણી, બોલી અને ભાષા
શુદ્ધ ગુજરાતી એટલે શું? એનો ભાગ્યે જ એકસમાન, સૌ સહમત હોય એવો જવાબ મળી શકે. કેમ કે જેમ તટસ્થતા જેવું જગતમાં કંઈ હોતું નથી એમ શુદ્ધ ગુજરાતી જેવું પણ કંઈ હોવું મુશ્કેલ છે. મહેસાણાના રહેવાસીઓ માટે ત્યાંની બોલી એમની ગુજરાતી છે, કાઠિયાવાડીઓ માટે તેમની.
90 વર્ષ પહેલાં 1936માં મેઘાણી લખે છે : ‘કાઠિયાવાડીઓના ભાષાપ્રયોગો સામે ગુજરાતી વિદ્વાનો ઘણીવાર ઉપહાસ ચલાવે છે. શુદ્ધ ગુજરાતી તો આમ હોય, એવો ઠપકો ધરે છે.’ એ જમાનાના સાક્ષર નરસિંહરાવ દિવેટિયાએ શુદ્ધ ગુજરાતી અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેનો જવાબ આપતા ડોલરરાય માંકડે સામો સવાલ કર્યો હતો કે ‘પ્યોર ગુજરાતી વળી કઈ?’
હકીકત એ છે કે શુદ્ધ ગુજરાતી તો માત્ર સાહિત્યિક ગ્રંથો, પુસ્તકોમાં હોય છે. 90 ટકા જનતા તેનો ક્યારેક વપરાશ કરતી નથી. ભાષાના એ દૃષ્ટિએ મુખ્ય ત્રણ
ભાગ છે.
વાણી : કોઈ એક વ્યક્તિ જે ભાષા, જેવી બોલે એ એની વાણી થઈ. એટલે જ ભજન સાહિત્યમાં વાણીનું મહત્ત્વ પણ છે.
બોલી : વાણી બોલતો સમૂહ ભેગો થઈને વાત કરે એ બોલી થઈ. કાઠિયાવાડી કે પંચમહાલની સ્થાનિક ભાષા એ બોલી છે.
ભાષા : એ બન્ને તબક્કા પછી આવે છે ભાષા. વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોય એવી ભાષા સામાન્ય રીતે સમાજનો મોટો વર્ગ ક્યારેય વાપરતો નથી. ખોટું ગુજરાતી ટેક્નોલોજીને આભારી છે?
શુદ્ધ, શાસ્ત્રીય ગુજરાતી ભાષા ન આવડે તો કંઈ વાંધો નથી. ભાષા પ્રત્યે આદર હોય અને તેને માતૃભાષા કહેતાં હોઈએ તો બે-ચાર પંક્તિઓ મોંઢે કરી લેવાને બદલે એ ભાષા ખોટી ન લખાય એ કાળજી લેવી જોઈએ.
શાળામાં ગુજરાતી ધ્યાનથી ભણ્યાં હો તો મોટે ભાગે વાંધો આવતો નથી. હવે ગુજરાતી માધ્યમની શાળા ઘટતી જાય છે, એટલે ભાષાને પહેલો ઘા ત્યાં લાગે છે.
બીજો પ્રહાર ટેક્નોલોજીએ કર્યો છે. વોઈસ ટાઇપિંગ કરતી પેઢીને છઠ્ઠી વિભક્તિ શું છે એ ખ્યાલ હોતો નથી. ખ્યાલ હોય તો પણ એ શબ્દની સાથે જ આવે એ ખબર હોતી નથી. ગૂગલ કે માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓને તો બિલકુલ નથી જ. એટલે એમના વોઈસ ટાઇપિંગમાં એ ભૂલો રહી જ જાય. ગૂગલમાં તો એટલી ગરબડ છે કે સાચો શબ્દ ખોટો હોવાનું દર્શાવે છે. એ મુદ્દે ગૂગલના કે ટેક્નોલોજીના ભરોસે રહેવાય નહીં.
એના બદલે ગુજરાતી લેક્સિકોન, ભગવદ્ગોમંડલ જેવાં ગુજરાતી ભાષા વૈભવનાં પાનાં ઉથલાવવાં જોઈએ. જો ભાષાની ખરેખર પરવા હોય તો હવે ગુજરાતી જોડણીકોશ ઓનલાઈન છે, સ્માર્ટફોનવગો છે. એ વાપરીએ તોય ભાષાની મોટી સેવા થશે. સેમિનારો કે ચિંતા-સત્ર કરવાની કોઈ જરૂર નહીં રહે.
હકીકત એ છે કે હવે ડિજિટલ વર્લ્ડ, ઇન્ટરનેટ, ઓનલાઈન જગતમાં પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ વધી રહ્યું છે. અંગ્રેજીમાં તો સતત સામગ્રી ખડકાતી રહે છે, પણ ઈન્ડિક એટલે કે ભારતીય એટલે કે હિન્દી, પંજાબી, ગુજરાતી, ઓડિયા… જેવી ભાષામાં જેમને કંઈક સામગ્રી મેળવવી છે એ શું કરશે?
ઈન્ટરનેટ કંપનીઓ એ જરૂરિયાત પૂરી કરવા વધુ ને વધુ સામગ્રી સ્થાનિક ભાષામાં તૈયાર થાય એ વાતને પ્રોત્સાહન આપે છે. સરકાર પોતે પણ પોતાની વેબસાઈટો વિવિધ ભાષામાં ઉપલબ્ધ કરાવી જ રહી છે ને! સૌના હાથમાં સ્માર્ટફોન છે, પણ એ સૌ અંગ્રેજી ભાષા જાણતા નથી. એમને સમજાય એ ભાષામાં સામગ્રી પૂરી પડાઈ રહી છે. માતૃભાષા ત્યાં જીવે જ છે. નવા શબ્દો વગર કેમ ચાલશે?
ગમે તેટલી ટીકા છતાં અંગ્રેજી વગર ચાલતું નથી. એ અંગ્રેજી શા માટે મેદાન મારી જાય છે? એક કારણ છે નવા શબ્દો અપનાવવાનું વલણ. દર વર્ષે હજારેક નવા શબ્દો અંગ્રેજી ભાષા અપનાવે છે. અત્યારે અંગ્રેજી, હિન્દીના વ્યાપક વપરાતા શબ્દો ગુજરાતીમાં આવે તો તેનો વિરોધ થાય છે. અકારણ વિરોધનો અર્થ નથી. ફારસી શબ્દો દાયકાઓથી ગુજરાતીમાં વપરાય છે, સંસ્કૃત શબ્દો આવે એનું ગૌરવ લેવાય છે. તો પછી અંગ્રેજી-હિન્દીનો ખાલી બીજી ભાષા હોવાથી જ વિરોધ ન થવો જોઈએ. એના જે શબ્દો બોલાય છે એ અપનાવવા રહ્યા.
ગુજરાતી સાહિત્યમાં જેના નામે યુગ છે, ગૌરવ લેવાય છે અને લેવાવું પણ જોઈએ એ કથાસ્વામી મુનશી ‘આદિવચનો અને બીજા વ્યાખ્યાનો’માં લખે છે : ‘જે ગુજરાતી સાહિત્યવિષયક પ્રવૃત્તિ આદરો એમાં બીજી હિન્દની ભાષાઓ અને ખાસ કરીને સંસ્કૃત અને હિન્દીને સ્થાન આપવાનું ચૂકશો નહીં.’
લેખક-સર્જકનું કામ નવા શબ્દો રચવાનું પણ છે. નગેન્દ્ર વિજયે ગુજરાતી ભાષાને અસંખ્ય નવા શબ્દો આપ્યા છે. બીજાય એના ઘણા સર્જકો છે, જેણે નવા શબ્દો આપ્યા છે. ત્યારે ભાષાના ‘જાણકારો’ એવી દલીલ કરતા હોય છે કે આવો તો કોઈ શબ્દ નથી… એમ તો આજની ગુજરાતી ભાષાય બસ્સો-અઢીસો વર્ષ પહેલાં ન હતી… વહેતી રહી એટલે આજે છે ત્યાં પહોંચી. એને વહેવા દો, ચિંતા છોડી દો. ભાષા પોતાનો રસ્તો પોતે કરી લેશે.

લઘુકથા:કેલેન્ડર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/calendar-134498371.html
જિજ્ઞાસુ દક્ષિણી આ મ તો એનું નામ વિવેક ભટ્ટ હતું, પણ સ્ટાફના સૌ તેને કેલેન્ડર તરીકે ઓળખતા. જોકે, વિવેક મનોમન આ નામથી હસતો હતો.
શરૂઆતમાં તો એને આશ્ચર્ય જ થયેલું કે આ લોકો કેમ એને કેલેન્ડર તરીકે બોલાવે છે? પણ ધીમે ધીમે એને આદત પડવા લાગી હતી. વળી, એને પણ એનાથી કોઈના ઉપર ગુસ્સો નહોતો આવતો. હા, એટલું હતું કે પહેલાં તો બધાં આપસમાં જ આ નામનો ઉલ્લેખ કરતા હતા, પણ પછી તો બધાં એને એ નામે જ સંબોધવા લાગ્યા. હા, વિવેકને પણ હવે તો લોકોનાં મોંઢેથી કેલેન્ડર નામ સાંભળવામાં મજા પડી ગઈ હતી. તે સૌને હસીને જવાબ આપતો.
એમાં બનેલું એવું કે ઓફિસ ક્લાર્કના તેના પ્રથમ ઈન્ટરવ્યૂ વખતે વિવેક વેઈટિંગમાં બેઠો હતો અને એની નજર પડી તો વોલ કેલેન્ડરમાં પાછલા મહિનાનું પાનું હતું. તારીખ સાતમી મે હતી અને એપ્રિલનું પાનું દેખાતું હતું. અનાયાસે જ તે ઊભો થયો અને કેલેન્ડરનું પાનું ફેરવવા કેલેન્ડર ઉતાર્યું અને પાનું ફેરવી પાછું દીવાલે ટીંગાડી દીધું. પછી પાછો એ સોફા પર આવીને બેસી ગયો. શાહ સાહેબે તેમની ચેમ્બરમાં
બેઠાં બેઠાં ગ્લાસ વિન્ડોમાંથી વિવેકની આ ચેષ્ટાની નોંધ લીધી અને ઈન્ટરવ્યૂ લીધા વગર જ તેને એપોઈન્ટમેન્ટ લેટર આપી દીધો!
ઓફિસમાં સૌ તેના કામથી ખુશ હતા. શાહ સાહેબ હંમેશાં વિવેકના સમયપાલન અને નિષ્ઠાની કદર કરતા. કોઈ કાર્યમાં તે ક્યારેય વિલંબ થવા દેતો નહીં. પ્યૂનથી માંડીને સેક્રેટરી સુધીના સૌ કોઈને કોઈ પણ કામમાં તે મદદગાર હતો. કેલેન્ડર સૌનો પ્રિય હતો!

ગતકડું:એપલ ઇટ કરી લે બેટા!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/apple-eat-it-son-134498366.html
ડૉ. પ્રકાશ દવે ‘યુ સી, ભદ્રંભદ્ર નામની કોઈ નોવેલ પાસ્ટમાં બહુ ફેમસ થઈ હતી. તને ઇન્ફર્મેશન છે કાંઈ?'
‘યસ, આઈ થિંક રમણલાલ નિલકંઠ એના ઓથર છે.'
‘મે બી, બટ આપણી લાઈબ્રેરીમાં અવેલેબલ છે?'
‘આઈ ડોન્ટ નો. બટ વી મસ્ટ રીડ ઇટ. એવરી લિટરેચર લવરે એ રીડ કરવી જ જોઈએ!'
તમે તમારી આસપાસ આવા સંવાદ સાંભળ્યા ન હોય તો તમે નસીબદાર છો, પણ તમે નસીબદાર નહિ હો એની મને ખાતરી છે. આધુનિક ભદ્રંભદ્રોની આખી એક પેઢી તૈયાર થઈ ગઈ છે પેલા મૂળ ભદ્રંભદ્રને પડકાર આપવા!
આ પેઢી જાણે જૂના ભદ્રંભદ્રને કહે છે કે જોઈ લે, અમે પણ અંગ્રેજી અને ગુજરાતી મિક્સમાં સ્પીક કરી શકીએ છીએ. અમારાં નામ ભલે કનુ, મોહન, રીટા કે બેલા હોય પણ અમે આમ પાછા રોબર્ટ, ડેનિયલ, લ્યુસી અને માર્ટિના છીએ! હે, ભદ્રંભદ્ર તું તો સંસ્કૃત મિશ્રિત ગુજરાતી બોલતો હતો. અમે તો ભાષા ભલે ગુજરાતી સ્પીકતા પણ એમાં વર્ડ્સ તો મોસ્ટલી અંગ્રેજીના જ બોલીએ છીએ!
અમુક વર્ષો પહેલાં માબાપ એ વાતે ચિંતિત રહેતાં કે પોતાનાં સંતાનને ગણિત બહુ નથી આવડતું. આજે પેરેન્ટ્સને બહુ વરી થાય છે કે કિડ્સ ઇંગ્લિશમાં બહુ વીક છે! પહેલાં મહેમાનો બાળકને આંકના ઘડિયા પૂછતાં, આજે મહેમાન કાંઈ પૂછે એ પહેલાં માબાપ જ કહે છે બેટા, અંકલ પાસે એબીસીડી બોલ તો..! અને બાળક જો આખી એબીસીડી બોલી જાય તો માબાપ એટલાં રાજી થઈ જાય કે એમ લાગે કે એની બધી મિલકત હમણાં જ આ એબીસીડીયાનાં નામે કરી નાખશે.
એક શેરનું પઠન કર્યા પછી શાયર જેમ પ્રેક્ષકો તરફ દાદ મળવાની અપેક્ષાથી જોઈ રહે છે એમ જ માબાપ એબીસીડી પૂરી થાય કે તરત પેલા અંકલ તરફ શાબાશીની અપેક્ષાથી જોઈ રહે છે, પણ મોટાભાગના અંકલ સાવ રસવિહીન હોય છે. છતાં માબાપ હાર માનતાં નથી. 'બેટા, અંકલને કહે, એબીસીડી પૂરી!'
આ સાંભળી અંકલ પણ મુસીબતમાંથી છૂટ્યા હોય એમ ઉત્સાહમાં આવીને બોલી ઊઠે છે, 'બસ? પૂરી? વાહ વાહ!' બાબાને આવી દુન્યવી વાતોમાં રસ નથી પડતો એટલે એ રૂમમાંથી મહાભિનિષ્ક્રમણ કરે છે. પણ માબાપ હજી અંકલને માફ કરવાના મૂડમાં હોતા નથી.
‘બહુ ક્લેવર છે. લાસ્ટ યર ક્લાસ ફર્સ્ટ આવ્યો હતો અને અંગ્રેજીમાં તો નાઈન્ટી નાઈન!'
‘હમમ.' અંકલ જાણતા હોય છે કે દરેક શેરીમાં ને દરેક સોસાયટીમાં એક એક બાળક હવે ક્લાસ ફર્સ્ટ અને દર બે સોસાયટીએ એક બાળક સ્કૂલ ફર્સ્ટ આવે છે આવે છે! અંકલે જ્યાં બાળક ઉપલબ્ધ હોય એ લગભગ દરેક ઘરે શિલ્ડ જોયા હોય છે. અમુક લોકોએ તો શિલ્ડ માટે એક અલાયદો ઓરડો બનાવવો પડે છે. અંકલે આ વરસે જ નહિ નહીં તોય દોઢસો જેટલા શિલ્ડ સ્કૂલોનું ગૌરવ વધારનાર છોકરાઓને આપ્યા હોય છે. અને હજી બે ત્રણ આમંત્રણ ઊભાં હોય છે. છોકરું હોય ત્યાં શિલ્ડ હોય જ એ અંકલને ખબર હોય છે.
‘એના સરૂ અને ટીચરુ બહુ સારા છે.' ‘સરસ.'
‘સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ગયા ત્યારે પ્રિન્સિપાલ પણ કહેતા હતા કે તમારા સનનું ફ્યુચર બ્રાઇટ છે.' મમ્મીની આંખોમાં ઝળઝળિયાં આવું આવું થઈ જાય છે. અંકલને બગાસું આવે છે એટલે એ બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ ઉપાડે છે. ત્યાં બાજુના રૂમમાંથી મુન્નો બોલે છે: 'મમ્મી ભૂખ લાગી છે.'
‘એપલ ઇટ કરી લે બેટા..!’ મમ્મી બોલી ઊઠે છે. અંકલના ગળે પાણી અટવાઈ જાય છે! પણ એ નીલકંઠ મહાદેવે જેમ વિષ ગળામાં રાખ્યું હતું એમ પાણી ગળામાં જ રોકી રાખે છે જેથી અપચો ન થઈ જાય!
‘તમારી નજરમાં કોઈ સારા ઇંગ્લિશ ટીચર છે? મુન્નાને ટ્યૂશન રખાવવું છે.'
‘આવડા છોકરાને ટ્યૂશન?' અંકલ આશ્ચર્ય અનુભવે છે.
‘હા, છોકરાવને હોંશિયાર કરવા હોય તો ટ્યૂશન તો કરાવવું પડે ને? જોકે સાંજે બે કલાક ક્લાસીસમાં જાય છે પણ રાતે પર્સનલ ટ્યૂશન મળે તો અંગ્રેજીમાં વાંધો ન આવે.’
પપ્પા પત્નીની હાજરી જોવા છતાં બોલવાની હિંમત બતાવે છે. પોતાના હસબન્ડને બોલતા જોઈને હેપ્પી હેપ્પી બની ગયેલી વાઇફ પણ ભવિષ્યવાણી ઉચ્ચારે છે: ‘મારો સન અબ્રોડ જાય એવો છે. અત્યારથી જ અમેરિકા અમેરિકા કરે છે. આમેય અંગ્રેજી શીખ્યો હોય તો એનો યૂઝ પણ થવો જોઈએ ને!’
‘છોકરો આખો દિવસ અંગ્રેજી શીખશે તો જીવશે ક્યારે?’ અંકલને આવો પ્રશ્ન થાય છે પણ એ પૂછવાનું માંડી વાળે છે! અંકલને યાદ આવે છે કે ‘આપ હિન્દી મેં બાત કરેં, હમેં પ્રસન્નતા હોગી’-લખેલું એક કવર ખોલ્યું તો અંદરથી આખો પત્ર અંગ્રેજીમાં લખાયેલો હતો!

મેનેજમેન્ટની ABCD:કસ્તુરીની સુગંધ જ એનો પુરાવો છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-scent-of-musk-is-proof-of-that-134498367.html
બી.એન. દસ્તુર મિ રઝા ગાલિબનો એક શેર છે:
‘હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહોત અચ્છે,
કહતે હૈ કે ગાલિબ કા હૈ અંદાઝે બયાં ઔર.’
સુખનવરોની દુનિયામાં ગાલિબનો અંદાઝ ‘ઔર’ છે. આવું અકસર બનતું રહે છે જ્યાં કોઈ એક વ્યક્તિ મેદાન મારે છે ‘ઔર’થી.
મેનેજમેન્ટના સાચા અને મારા જેવા બની બેઠેલા નિષ્ણાતોની દુનિયામાં પ્રો. પિટર ડ્રકરનો અંદાજ ‘ઔર’ છે. આન્ત્રપ્રેન્યરોની દુનિયામાં તાતાનો બિઝનેસ કરવાનો તરીકો ‘ઔર’ છે. ભવાની સ્તુતિ કરનાર ગાયકો, ગાયિકાઓની દુનિયામાં બેગમ સાહેબા પરવીન સુલતાનાની ભવાની સ્તુતિ ‘ઔર’ છે.
દરેક ક્ષેત્રમાં ‘ઔર’ની બોલબાલા છે જે ચીલાચાલુથી અલગ છે, દિલ અને દિમાગને તર કરે છે, પરિવર્તનો લાવે છે, દુનિયાને બહેતર બનાવે છે.
એ સાચું છે કે આવા ‘ઔર’ ઈન્સાનોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. એ પણ એટલું જ સાચું છે કે દરેક ઈન્સાન ‘ઔર’ બનવા સક્ષમ છે.
આપણે સૌ આપણી ફરજને અનુરૂપ, સમાજમાં આપણાં સ્થાનને અનુરૂપ, સ્વભાવ અને પરિસ્થિતિને અનુરૂપ કર્મ કરતા રહીએ છીએ. આપણને સફળતા વહાલી છે. જે જોઈએ છે તે મેળવવા, જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા, આપણે સૌ આવડત, અનુભવ અને જ્ઞાન વધારતા રહીએ છીએ, ઈશ્વરે આપેલી પ્રતિભાને નિખારતા રહીએ છીએ.
પણ...
પણ આપણી આસપાસના વાતાવરણમાં અનિશ્ચિતતાનો અતિરેક છે. એવું ઘણું બધું બનતું રહે છે, જેના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી. અમેરિકામાં ટ્રમ્પ લવારો કરે અને આપણી બોલતી બંધ થઈ જાય. વરસાદ વધારે પડે, ઓછો પડે ન પડે તો આપણી અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય. ખૂબ કરકસર કરી, સહકુટુંબ બાલી જવાનો પ્લાન કરો તો બોસ આડો ફાટે અને વગર નોટિસે સાસુમા સરપ્રાઈઝ આપવા આવી પડે. બનવા જેવું ન બને અને ન બનવા જેવું બનતું રહે. આપણી આવડત, આપણું જ્ઞાન, આપણો અનુભવ ધારેલાં પરિણામો આપે એની કોઈ ગેરંટી હોતી નથી.
જે આપણાથી અલગ છે, ‘ઔર’ છે, તેને પણ અનિશ્ચિતતાનો અતિરેક નડે છે, પરિવર્તનો હેરાન કરે છે. છતાં એમની જિંદગી આનંદથી છલકાતી રહે છે.
કારણ?
જે વ્યક્તિ ‘ઔર’ છે તે:
કરવા જેવું બધું જ પૂરી તાકાતથી, પેશનથી કરી નાંખે છે. પરિણામ અને ઈચ્છાની આસક્તિ ઉપર નિયંત્રણ રાખે છે.
આડેધડ સ્વપ્નાં જોતી નથી, પોતાની તાકાતો ઉપર આધારિત સ્વપ્નાં જુએ છે, એને સાર્થક કરવાનો પ્લાન બનાવે છે, જરૂરી રિસોર્સ એકઠા કરે છે, દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ શીખી લે છે, નિષ્ણાતોની મદદ લે છે અને પ્લાન ઉપર પૂરી નિષ્ઠાથી અમલ કરે છે.
જાણે છે કે નસીબ- સારું કે ખરાબ- એના પોતાના પગ ઉપર ઊભું રહેતું નથી. એને ટેકાની જરૂર પડે છે, લોટરીનો જેક પોટ નસીબમાં લખ્યો ભલે હોય, લોટરીની ટિકિટ ખરીદવાનું કર્મ તો કરવું જ પડે છે. સાયરસ મિસ્ત્રી ‘કમનસીબે’ અકસ્માતમાં ઉકલી ગયા. સીટ બેલ્ટ બાંધ્યો હોત તો બચી જાત.
ટોક્સિક પોઝિટિવિટીથી દૂર રહે છે. દુનિયા આખી ગ્લાસને અડધો ભરેલો જુએ છે. જે ‘ઔર’ છે, અલગ છે, તે વ્યક્તિ સમજે છે કે અડધા ગ્લાસથી તરસ પણ અડધી જ સંતોષાય છે. એ ગ્લાસને પૂરો ભરવાના પ્રયત્ન કરે છે. દુનિયા ભલે માને કે ‘સંતોષી નર સદા સુખી’, પણ એ માને છે કે સંતોષી હોવું અને સંતોષી બની રહેવું એ બે અલગ રમતો છે. જે સંતોષી બની રહે છે તેની પ્રગતિને બ્રેક વાગતી રહે છે.
પોતાની શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક તંદુરસ્તી માટે કિસન મહારાજનું કહ્યું કરે છે- ‘યોગ: કર્મસુ કૌશલમ્’- કર્મની કુશળતા યોગ છે. ‘ઔર’ વ્યક્તિ માટે કોઈ કામ નાનું નથી. જે કંઈ કરવાનું છે તે સંપૂર્ણ કુશળતાથી કરે છે.
‘લોકો’ શું કહેશે એની ચિંતા કરતી નથી. એને પેલી જાણીતી સૂફી કહેવતની ખબર છે ‘કસ્તુરીની સુગંધ જ એનો પુરાવો છે, અને નહીં કે અત્તર વેચનારનો અભિપ્રાય.’

નીલે ગગન કે તલે:ડૂમ્સ ડે ક્લોક ક્યા હૈ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/where-is-the-doomsday-clock-134498369.html
આ પણે જેના વડે જગતનો વહેવાર ચલાવીએ છીએ તે ‘ભાષા’ઓ અંગે નિકોલ વિલેન્યુવે નામે એક પત્રકાર બ્રધર નેટ ઉપર કેટલીક લવલી બ્રધરલી વાતો જણાવે છે. જેમ કે ભગવાનની જેમ ‘સમય’ યાને મહાકાલ યાને ટાઇમનું પણ યે યથા તામ પ્રપદ્યન્તે તે જ રીતે સમય તેને સાંપડે છે. આપણે જે ભાષાઓ બોલીએ છીએ તે માત્ર આપણી વાતચીતનું જ સાધન નથી, આપણે સમગ્ર વિશ્વબ્રહ્માણ્ડને કેવી રીતે જોઈએ સમજીએ છીએ તેનો આધાર પણ આપણે જે ભાષા બોલીએ તેના ઉપર છે.
જેમકે જે ભાષાની લિપિનું રૂખ કે દિશા ઉપર ટાઇમ વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ તેના ઉપર થઈ શકે છે. ભારતીય ભાષાઓ, તેમ જ અંગ્રેજી જેવી યુરોપીયન ભાષાઓ ડાબેથી જમણે લખાય છે, અત: આપણે જીવનથી મૃત્યુ સુધીની સપાટ સમયરેખાને ડાબેથી જમણે કલ્પીએ છીએ: ભવિષ્યને ‘આગળ’ અને ભૂતકાળને ‘પાછળ’ જોઈએ છીએ.
કિંતુ એન્ડીઝની સ્થાનિક આયમારા ભાષા બોલનારાં ભૂતકાળને ‘આગળ’ માને છે, કારણ કે ભૂતકાળ જાણીતો છે, દૃશ્યમાન છે, જ્યારે અદૃશ્ય, અણધાર્યા ભવિષ્યને તેઓ ‘પાછળ’ ગણે છે.
ભારતમાં ઉત્તરેની સંસ્કૃત કુળની ને દક્ષિણે દ્રવિડ કુળની ભાષાઓ પરસ્પરથી પૃથક અને સ્વતંત્ર વાણીઓ છે. ચીનમાં એક જ ચિત્રલિપિથી લખાતી ભાષા છે, જેનો મિજાજ બારબાર ગાઉએ બદલાતો જાય છે, વિધવિધ સ્વરૂપે તે નખરાળી ચંચળ નારની જેમ ભંગિમાઓ બદલે છે ને તેનાં બે મુખ્ય સ્વરૂપો છે મેન્ડરીન અને કેન્ટોનીઝ.
એટલે ચીનમાં પણ ચીનની ચિત્રલિપિ ઉપરથી નીચે લખાય છે, તેથી તેમાં સમયને ઊભી લીટીમાં કલ્પાયો છે. તેમાં ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ ‘ઉપર’ અને ભવિષ્યની ઘટનાઓનો ઉલ્લેખ ‘નીચે’ તરીકે કરાય છે, આવતું અઠવાડિયું ‘નીચે’નું ‘અઠવાડિયું’ કહેવાય છે.
દુનિયામાં એક યા બીજા સ્વરૂપે ઇંગ્લિશ ભાષા સૌથી વધુ લોકો ભાષે છે. અને સૌથી વધુ લોકોની માતૃભાષા મેન્ડરીન ચાઇનીઝ ઈઝ. યહૂદીઓની હિબ્રૂ, યિદ્દીશ, આરબોની અરબી, ઈરાનની ફારસી વગેરે ભાષાઓ પણ જમણેથી ડાબે લખાય છે, કિન્તુ વિલેન્યુવેના લેખમાં તે બાબત કોઈ વિગત નથી.
વિશ્વમાં જાણીતી ભાષાઓની અંદાજિત સંખ્યા 6,900. દર વર્ષે 100 વર્ષે એક દિવસની લંબાઈમાં 1.7 મિલિસેકન્ડ ઉમેરાય છે. એક સેકન્ડનો હજારમો ભાગ એટલે મિલિસેકન્ડ. વિશ્વની સૌથી મોટી ઘડિયાળનો વ્યાસ 141 ફૂટ યાને 43 મીટર છે.
લેખમાં એક મહા જાજરમાન ને ઝગઝગાટ ભરેલી ઘડિયાળ વિશે એક રસીલી વાત પણ છે.
1783માં, ફ્રાન્સની રાણી મેરી એન્ટોનેટ માટે એક અદભુત ઘડિયાળ તૈયાર કરવાનું ફરમાન તે સમયના અગ્રણી સ્વિસ ઘડિયાળ નિર્માતા અબ્રાહમ-લુઇસ બ્રેગુએટને કરાયું હતું. તે બનાવવામાં કેટલો ખર્ચ થાય અને કેટલો સમય લાગે તેની કોઈ પરવા ન કરવા કહેવાયું હતું. એ તૈયાર થયું ત્યારે આપોઆપ લોકોએ તેને ‘ધ ક્વીન’ મહારાણી નામ આપેલું. કેમકે તે મહાબલી, મહા વૈભવી ને મહા શૃંગારી શાહંશાહની પ્રિયતમાને છાજે એવું, આંખને આંજી નાખે એવું
ભવ્ય હતું.
એમાં પિત્તળને બદલે સોનું વપરાયેલું, અને તેમાં અનંત સમયમાપન કેલેન્ડર, ધાતુના થર્મોમીટર અને નીલમ જડિત સુશોભનો વિલસતાં હતાં. તે ઘટિકાયંત્રના નિર્માણમાં 44 વર્ષ લાગ્યાં જે દરમિયાન તેનો ઓર્ડર આપનાર મહારાણી એન્ટોનેટને 1793માં મૃત્યદંડની સજા થઈ હતી અને તેના મૂળ કારીગર બ્રેગુએટ પોતે 1823માં મૃત્યુ પામ્યા હતા. બ્રેગુએટના પુત્રે સન 1827માં તે અનન્ય કૃતિ પૂર્ણ કરેલી.
આ ઘડિયાળ ફરતીફરતી ઇઝરાયેલના નગર યરૂશલેમના ‘મેયર મ્યુઝિયમ ફોર ઇસ્લામિક આર્ટ’ પ્રદર્શિત કરવામાં આવેલું પણ અચાનક સન 1983માં તે ચોરાયું અને દાયકાઓ સુધી અદૃશ્ય અને લાપતા હતું. આખરે 2006માં તે ચોરના મૃત્યુ બાદ તેની પત્નીએ તે મ્યુઝિયમને પરત કરેલું.
આપણે સમયને સ્થળની માફક એક લાંબા મહામર્ગ તરીકે સોચીએ છીએ. પહેલાં એક સ્થળેથી બીજા સ્થળે જવાતું કે જોવાતું નહીં પણ હવે તે ચપટીમાં થાય છે. તેમ મહામુનિ આઇન્સ્ટાઇનના કહેવા મુજબ મનુષ્ય એક દિવસ યગવિમાનમાં બેસીને યુગયુગાન્તરોમાં ચક્કર મારી શકશે ને કાબે અર્જુનને કઈ રીતે લૂટીઓ તે, તથા પોતાની સાતમી પેઢીએ સોનાના પારણામાં સૂતેલ પ્રપ્રપ્રપ્રપ્રપપ્રપૌત્રને પોઢેલો જઈ શકશે. આઈન્સ્ટાઈનના થિયરી ઓફ રિલેટિવિટી યાને સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ, પ્રકાશની ઝડપે મુસાફરી કરવાથી પૃથ્વી પર રહેતી વ્યક્તિ ઘરડી થઈ જાય પણ તેની તુલનામાં પ્રકાશની ઝડપે મુસાફરી કરતો યુગ–પ્રવાસી લાલ ગલગોટા જેવો ફૂલજુવાન ને માનણગારો રહેશે.
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી ને સચવાયેલી એક ‘ડૂમ્સ ડે’ યાને પ્રલયની આગાહી કરતી ઘડિયાળ વિશ્વમાં માનવસર્જિત અવિચારી હરકતોથી ઊભી થતી પ્રલયંકર આપત્તિની શક્યતાનું પ્રતીક છે. આ ઘડિયાળને વિશ્વની ઘટનાઓ અનુસાર સતત ગોઠવવામાં આવે છે, જેમાં મધ્યરાત્રિ સંસ્કૃતિના અંતનું પ્રતિનિધિત્વ કરે છે. જય કલ્કિ અવતાર!

મનદુરસ્તી:શું તમે ‘FOFO’થી પીડાઓ છો?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/are-you-suffering-from-fofo-134501223.html
‘અ મારા દૂરના ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી છે. એટલે ચાલીસની ઉંમર પછી બધાંએ મેમોગ્રાફી અને અન્ય રિપોર્ટ્સ કરાવવા જોઇએ એવી સલાહ અમને ડૉક્ટર તરફથી મળ્યા કરે છે. હું આ મારી વાઇફ ઇશાને ઘણી વાર કહી ચૂક્યો છું કે, તારે બધા ટેસ્ટ્સ કરાવી લેવા જોઇએ, પણ એ માનતી જ નથી. મેનોપોઝની નજીક પહોંચી ગઇ છે. વારંવાર શરીરના દુઃખાવાની ફરિયાદો કરે, પણ સારવાર માટે કોઇ ડૉક્ટર પાસે ન જાય.
એ જાતે જ પેઇનકિલરની ગોળીઓ લઇ લે. આખો દિવસ મોબાઇલ પર જાતજાતના વીડિયો જોયા કરે. ઇશાને છેલ્લા કેટલાક સમયથી એંગ્ઝાયટીની તકલીફ થઇ હોય એવું લાગે છે. સાચી ‘જાણકારીને ઝેર’ સમજતી ઇશાની મને ચિંતા થાય છે. માંડ-માંડ સમજાવીને તમારી પાસે લાવ્યો છું.’ અક્ષતભાઇએ કહ્યું.
ઇશાબહેન જેવાં કેટલાંક લોકો આપણી આસપાસ જોવા મળે છે, જેમને શરીરની કે સ્વાસ્થ્યની ચિંતા તો હોય છે. પરંતુ કોઇપણ રીતે તપાસ કરાવવા તૈયાર હોતા નથી. આવા લોકોને એવો સતત ભય સતાવે છે કે, જો હું રિપોર્ટ કરાવીશ અને કોઇ બીમારી આવશે કે રિપોર્ટ્સ ખરાબ આવશે તો? આવા ભયને FOFO કહેવાય છે. મતલબ, ‘ફિયર ઓફ ફાઇન્ડિંગ આઉટ.’
આ કોઇ ચિકિત્સાત્મક પરિભાષા નથી પણ, વ્યવહારમાં વપરાતો એક શબ્દ છે. ઘણાંને પોતાની કે પોતાનાં સગાંની હેલ્થ માટેના ‘બેડ ન્યૂઝ’ સાંભળવાની અતિશય બીક લાગે છે, અલબત્ત રોગના સમાચાર કોઇને ગમે તો નહીં જ એ સ્વાભાવિક છે, પણ તકેદારીના ભાગ સ્વરૂપે ઉંમર સાથે કેટલાક રિપોર્ટ્સ કે તપાસ કરાવવી અનિવાર્ય હોય છે. જો આ FOFOના લીધે નિદાન કરવામાં વધુ મોડું થયા કરે તો શક્ય છે કે જીવનનું જોખમ વધતું જાય.
FOFO ધરાવતાં લોકો ડૉક્ટરને ત્યાં જવાનું ટાળે છે. એવાં બહાનાં આપે છે કે, એપોઇન્ટમેન્ટ નથી મળતી, કે ડૉક્ટરો બરાબર નિદાન નથી કરતા હોતા અથવા ડૉક્ટરો કોઇ રોગ વિશેનો વહેમ ભરાવી દેશે તો છૂટી નહીં શકાય, વગેરે.... પોતાને અંદરથી એવો ભય હોય છે કે તપાસમાં કંઇક ગંભીર બીમારી નીકળશે તો? અથવા પોતાની પાસે ડૉક્ટર પાસે જવાનો સમય જ નથી. જોકે, આ સમસ્યા પુરુષોમાં વધુ જોવા મળે છે.
આ પ્રકારે તપાસ ટાળવાથી માનસિક વિકૃતિઓ, હૃદય સંબંધિત બીમારીઓ, HIV, કેટલાક પ્રકારનાં કેન્સર્સ, સ્ટ્રોક, ચેપ વગેરે અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ વકરી શકે છે. કૉવિડમાં પણ આવા કિસ્સા બહુ જોવા મળ્યા હતા.
‘બ્રિટિશ જર્નલ ઓફ જનરલ પ્રેક્ટિસ’માં પ્રકાશિત એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કેન્સર માટે ઇમર્જન્સીમાં આવતા કુલ દર્દીઓના ત્રીજા ભાગનાઓએ આવા ભયના કારણે નિદાન કે સારવાર કરાવવાનું ટાળ્યું હોય છે. અહીં દરેક જણે ગભરાઇ જવાની વાત નથી, પણ સાવચેતી જરૂરી હોય છે.
આનાથી તદ્દન વિરૂદ્ધ કેટલાક લોકો વાસ્તવિક ચિકિત્સકની પાસે નિદાન કે સારવાર કરાવવા જવાની બદલે ગૂગલ પરથી બધું જાતે જ નક્કી કરે છે અને પછી ગૂંચવાયા કરે છે. વળી, પાછાં જ્યારે મને-કમને ડૉક્ટર પાસે જાય ત્યારે પોતાનાં અધકચરાં ઓનલાઇન જ્ઞાનને આધારે એટલા બધા નિરર્થક સવાલો કરે છે કે સારવાર ખોરંભે પડી જાય છે. પોતાના જરૂરી પ્રશ્નો કે શંકાઓનું સ્પષ્ટ સમાધાન મેળવવું એ એક જરૂરી બાબત છે, પરંતુ પોતાના અડધા-પડધા ગૂગલ-જ્ઞાનને આધારે વાસ્તવિક અનુભવ સિદ્ધ ચિકિત્સકને ગમે તે પ્રશ્નો પૂછીને સતત પરેશાન કરવું તે બીજી વાત છે.
યાદ રાખીએ ગૂગલ સહાયક હોઇ શકે પણ સારવાર ન કરી શકે. કમ સે કમ આજની તારીખે તો એ શક્ય નથી જ. ભવિષ્યમાં
AI આવું કરે તો અલગ વાત છે. જો કે, FOFO ધરાવતા દર્દીઓ તો રોગ કે સ્વાસ્થ્ય વિશેની સામાન્ય માહિતી મેળવતા પણ અચકાતા હોય છે.
ઇશાનો અકારણ ભય દૂર કરવા સાયકોથેરાપી આપવામાં આવી. ઇશાના કાકાને ઓરલ કેન્સર હતું. બાળપણમાં સંયુક્ત પરિવારમાં ઇશા પોતાના કાકાથી લાગણીની દ્રષ્ટિએ વધુ નજીક હતી.
વર્ષોથી તમાકુના વ્યસની કાકાને કોઇએ તકેદારી માટે રિપોર્ટ્સ કઢાવવાનું કહ્યું. ના-ના કરતા એમણે રિપોર્ટ્સ કરાવ્યા અને પછી ગંભીર સ્થિતિમાં પહોંચેલા કેન્સરને લીધે નિદાન બાદ એક જ અઠવાડિયામાં કાકા ગુજરી ગયા હતા.
આ ભય ચૌદ વર્ષની ઇશાના અચેતન મનમાં ઘૂસી ગયો હતો, જેથી એનામાં આ ‘ફિયર ઓફ ફાઇન્ડિંગ આઉટ’ (FOFO)ની સમસ્યા ઊભી થઇ હતી. મનોચિકિત્સા દ્વારા ઇશાનો આ ભય દૂર થયો. એણે બધા જરૂરી રિપોર્ટ્સ કરાવી લીધા. સારી વાત એ હતી કે એ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. હવે એ ‘જાણ્યાને ઝેર’ નથી માનતી. વિનિંગ સ્ટ્રોક
રોગ કરતાં રોગનો ભય જીવનનો ઝડપથી ભોગ લે છે.

કામ કળા:કેઝ્યુઅલ સેક્સમાં સુખ છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/is-there-happiness-in-casual-sex-134501225.html
‘મ ને લાગે છે કે હવે મારે એક પાર્ટનરની જરૂર છે. આ કેઝ્યુઅલ સેક્સથી હું થાકી ગયો છું. ધીમે ધીમે હું એમાં ઊંડો ઉતરીશ તો એ કદાચ મારા માટે યોગ્ય પણ નથી.’ એક મિત્ર બીજા મિત્રને પોતાની દિલની વ્યથા જણાવી રહ્યો હતો.
એક્ચ્યુલી, અહીં વાત કેઝ્યુઅલ સેક્સની છે. જો તમને એમાં સંતોષ મળતો હોય તો ઉંમર ગમે એટલી હોય એની સાથે કોઈ મતલબ નથી, પણ એમાં રહીને તમે લાગણીભર્યા અને કાયમી સંબંધો ઈચ્છતા હો તો કદાચ એ શક્ય ન પણ બને. હા, કેઝ્યુઅલ સેક્સમાં તમારા બંનેની સંમતિ હોય, અને તમે વયસ્ક હો તો ખોટું નથી. પણ પ્રેમ કરવો અને કેઝ્યુઅલ સેક્સ કરવું એ બંનેમાં અંતર છે.
એમ તો, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ થયેલા એક રિસર્ચ પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો કે રિસર્ચમાં ભાગ લેનારાઓમાંથી કેટલાકને કેઝ્યુઅલ સેક્સનો સારો અનુભવ રહ્યો. આ સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકોએ કેઝ્યુઅલ સેક્સ માણ્યું કે માણી રહ્યા છે તેમનો તણાવ ઘટી ગયો તેમજ તેમનો આત્મવિશ્વાસ વધ્યો. પોતાના જાતીય જીવનમાં તેઓ આ બાબતથી બહુ ખુશ છે એવું એમનું માનવું હતું.
તેમ છતાં અન્ય રિસર્ચ એવું પણ કહે છે કે કેઝ્યુઅલ સેક્સ ફક્ત તમારી ઈચ્છાઓ પૂરી કરે છે, પણ કોઈ એવી વ્યક્તિ સાથે જાતીય સુખ માણવું જેના મનમાં તમારા માટે લાગણી છે અને જેને તમે પ્રેમ કરો છો તો એ પ્રેમનો અહેસાસ છે, પ્રેમનો અનુભવ છે. લવ પાર્ટનર સાથે જાતીય સુખ માણવું વધુ ઈમોશનલ અને સુખદ હોય એ સ્વાભાવિક છે.
એકબીજા પરનો વિશ્વાસ : પ્રેમ કરતા હો એ વ્યક્તિ સાથે જાતીય સુખ માણવું મતલબ બંને વચ્ચે પરસ્પરનો વિશ્વાસ મજબૂત છે. પ્રેમમાં હો ત્યારે વિશ્વાસની સાથે ભરોસો પણ હોય છે અને જવાબદારી પણ હોય છે. પ્રેમ તમે શાંતિ આપે છે. તમે પાર્ટનર પર ભરોસો કરતા હો ત્યારે તમે એને કંઈ પણ કહેવામાં સંકોચ નથી રાખતા.
પરસ્પર દરકાર : તમે પ્રેમમાં છો ત્યારે તમારા પાર્ટનરને કંઈ પણ પ્રકારનું દુ:ખ પહોંચે એ તમને નહીં ગમે. તમે પોતે પણ એને દુ:ખ થાય કે એને ન ગમે એવું કંઈ કરશો નહીં. તમે એમની સાથે સહજ રહેવાનો પ્રયત્ન કરો છો અને એ તમારા હાવભાવમાં પણ દેખાઈ આવે છે. તમે એકબીજાની સંમતિ જાણીને જ આગળ વધો છો, એકબીજાની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ નથી કરતા, પણ લાગણી જાણીને એને અનુસરવાનો પ્રયત્ન કરો છો.
સન્માનનો ભાવ : ઈન્ટિમેટ થવાની પળોમાં તમે ઈચ્છો છો કે તમારા પાર્ટનરને અહેસાસ થાય કે તમે એમના માટે કેટલા મહત્ત્વના છો! તમારી વ્યક્તિગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ કરતાં પણ એ મહત્ત્વનું બની જાય છે કે પાર્ટનરની શું ઈચ્છે છે. એટલે જ એ સમયે સેક્સ તમારા માટે પ્રેમની માફક જ નિસ્વાર્થ ગણાય છે. એ સમયે ઓર્ગેઝમ સુધી પહોંચવાને બદલે તમે પાર્ટનરને જાણવા, સમજવા માગો છો, એમાં એકબીજા પ્રત્યે સન્માનનો ભાવ હોય છે.
સ્પર્શની લાગણી : મોટાભાગે કેઝ્યુઅલ સેક્સ પછી બંને એકબીજા સાથે વાત ન કરતા હોય અને પડખું બદલીને સૂઈ જતાં હોય છે કે પછી ફાનમાં ટાઈમપાસ કરવા લાગે છે, પણ પ્રેમમાં એવું નથી હોતું. તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ સેક્સ પછી પણ પાર્ટનરનો સ્પર્શ ઈચ્છે છે, એની સાથે હળવી વાતચીત કરવા માગે છે.
જોકે, એ જરૂરી નથી કે વાત ફક્ત શબ્દોથી જ થાય, તમે આંખો અને સ્પર્શ દ્વારા પણ વાત કરી શકો છો. પ્રેમ કરતી વ્યક્તિ આગળ શબ્દો કરતાં હાવભાવ વ્યક્ત કરવામાં આવે તો શબ્દોની પણ જરૂર રહેતી નથી.

આઠમી અજાયબી:જગતે અપનાવેલી શિવાજીની ગુરિલ્લા યુદ્ધનીતિ કેવી હતી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-was-shivajis-guerrilla-warfare-strategy-adopted-by-the-world-134501227.html
માયા ભદૌરિયા આ પણા દેશનો ઈતિહાસ શૂરવીર રાજાઓ, યોદ્ધાઓથી સમૃદ્ધ છે. શિવાજીના નામે દેશને આવો જ એક વીરલો મળ્યો 1630ની 19 ફેબ્રુઆરીએ. પુણેના શિવનેરી કિલ્લામાં જન્મ લેનારા આ બુદ્ધિ બળિયાએ બહાદુરીના પાઠ ગળથૂથીમાં જ ભણી લીધા હતા. મુગલોને ઘૂંટણિયે નમાવીને 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર આ બળુકો માણસ કેવી રણનીતિથી આવડા મોટા મુગલ સૈન્ય સામે ઝીંક ઝીલતો હતો? તેમણે અપનાવેલી ‘મારીને ભાગી જાઓ’ જેવી ગુરિલ્લા પદ્ધતિ શું હતી? ‘ગુરિલ્લા’ કે ‘ગેરિલા’ મૂળ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય ‘નાનું યુદ્ધ.’ બોલચાલની ભાષામાં તેને ‘છાપામાર યુદ્ધ’ પણ કહેવાય. એમાં બળવાખોરો, અર્ધલશ્કરી કર્મચારીઓ, સશસ્ત્ર નાગરિકોનો સમાવેશ થાય. આ યુદ્ધ પદ્ધતિમાં ઓચિંતો હુમલો, તોડફોડ, દરોડા, નાનું યુદ્ધ જેવી યુક્તિઓ અજમાવવામાં આવે. ફક્ત એક જ સિદ્ધાંત એમાં કામ કરે છે ‘મારો અને ભાગી જાઓ.’ વિયેતનામમાં હો ચી મિનના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી સૈનિકોએ 1946–54 દરમિયાન ફ્રાન્સ સામે અને 1972 સુધી અમેરિકાના લશ્કર સામે આ યુદ્ધવિદ્યાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો, ત્યારે તેમણે છડેચોક કહેલું કે અમે શિવાજીની ગુરિલ્લા પદ્ધતિ અપનાવી છે. શિવાજી અને ગુરિલ્લા યુદ્ધનીતિ
1645માં શિવાજીએ મુગલો અને અન્ય શક્તિશાળી જૂથો સામે ગુરિલ્લા ટેક્નિકની શરૂઆત કરી હતી. આ યુદ્ધકળા એ સમયે ‘શિવસૂત્ર’ કે મરાઠીમાં ‘ગનિમી કાવા’ તરીકે ઓળખાતી. શિવાજીના સૈનિકોએ ગુરિલ્લા યુદ્ધનીતિથી જ મુગલ સમ્રાટ ઔરંગઝેબના લશ્કરને 27 વર્ષ સુધી હંફાવ્યું હતું. અને શિવાજીએ આ યુદ્ધનીતિથી જ મુગલોને ઘૂંટણિયે ટેકવા મજબૂર કરી દીધા હતા. તેમની સેનામાં તોપગોળા નહોતા એટલે સૈનિકો તલવારબાજી અને નાનાં શસ્ત્રોનો ઉપયોગ કરી શકે એવી તાલીમ આપી હતી.
પર્વતીય તળેટીની ભૌગોલિક સ્થિતિ અનુસાર કદમાં નાની પણ હંમેશાં લડવા માટે સજ્જ લડાયક સેના હતી. તેમણે પોતાના સૈનિકોને ઝડપથી હુમલો કરવા અને દુશ્મન જવાબ આપે તે પહેલાં અદૃશ્ય થઈ જવાની વ્યૂહરચના શીખવી હતી. શિવાજીએ ચાલાકીપૂર્વક દુશ્મનોને ગેરમાર્ગે દોરવા, દુશ્મનો વચ્ચે ખોટી માહિતી ફેલાવવા અને તેમની વચ્ચે ભ્રમ ઊભા કરવા વિવિધ યુક્તિઓ ઘડી. દુશ્મનો ઉપર છાપામાર હુમલો કર્યા બાદ તેમની સેના મેદાનમાંથી ગાયબ થઈ જતી. આ યુદ્ધનીતિથી શિવાજીએ મુગલો અને અન્ય શત્રુઓને હરાવીને મરાઠા સામ્રાજ્યને મજબૂત અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. તેમનું ગુપ્તચર તંત્ર ખૂબ જ મજબૂત હતું. શિવાજીની મરીન આર્મી પણ ગુરિલ્લા ટેકનિકથી જ દરિયામાં યુદ્ધ કરતી હતી. શિવાજી સિવાય ભારતમાં ગુરિલ્લા યુદ્ધનીતિ
ચૌદમી સદીમાં મેવાડના રાણા હમીરે સતત પચીસ વર્ષ સુધી આ યુદ્ધનીતિનો ઉપયોગ કરી મેવાડને મુક્ત રાખ્યું હતું. મહારાણા પ્રતાપે ચૌદ વર્ષ સુધી સમ્રાટ અકબરના લશ્કર સામે આ યુદ્ધનીતિનો ઉપયોગ કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી પંજાબમાં શીખોએ મોગલો સામે આ જ યુદ્ધપદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ભારતનાં ઈશાન રાજ્યોમાં નક્સલવાદીઓ, અસમમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ તથા આંધ્રમાં ‘રેડ આર્મી’ અને ‘પીપલ્સ વૉર ગ્રૂપ’ આ જ પદ્ધતિને વરેલાં સંગઠનો છે. શિવાજીએ ગુરિલ્લા યુદ્ધપદ્ધતિથી જીતેલા મહત્ત્વના કિલ્લા
તોરણાગઢ
16 વર્ષની ઉંમરે શિવાજીએ સૌપહેલો તોરણા કિલ્લો જીત્યો. ભિક્ષુક વેશમાં કિલ્લામાં પ્રવેશ્યા. આદિલશાહીના ચોકીયાતો કંઈ સમજે, એ પહેલાં જ ખેલ ખતમ કરી દીધો.
સિંહગઢ
શિવાજીના સેનાપતિ તાનાજીએ 5000 મુગલ સૈન્યથી સુરક્ષિત (કોંઢાણા) સિંહગઢ કિલ્લો જીત્યો, પણ તેઓ શહીદ થયા. ત્યારે શિવાજીએ કહ્યું ‘ગઢ આલા પણ સિંહ ગેલા.’
પુરંદર
શિવાજીના પુત્ર સંભાજી રાજનો જન્મ અહીં થયો હતો. 1665માં ઔરંગઝેબે કિલ્લો કબજે કર્યો, પણ પાંચ જ વર્ષમાં શિવાજીએ જીતી લીધો.
રાયગઢ
1656માં ચંદ્રરાવ મોરેને હરાવીને આ કિલ્લો જીત્યો. 1674માં શિવાજીએ રાયગઢને રાજધાની બનાવ્યો. 1680માં અંતિમ શ્વાસ લીધા.
પ્રતાપગઢ
જાવાલીના મોરે વંશને હરાવીને શિવાજીએ આ ગઢ બનાવડાવ્યો. 1659માં આ ગઢમાં અફઝલ ખાન સાથેના યુદ્ધમાં વાઘનખથી તેનું પેટ ચીરી દીધું.
વિશાલગઢ
મરાઠા સરદાર બાજી પ્રભુ અને સિદી મસૂદ વચ્ચે થયેલી લડાઈ માટે પ્રખ્યાત આ કિલ્લા પર 1659માં જીત મેળવી. 1660માં શિવાજીએ અહીં આશરો લીધો હતો.
પન્હાલા
1659માં બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનના મૃત્યુ પછી પન્હાલા શિવાજીના અધિકારમાં આવ્યો. અહીં તેઓ 500 કરતાં પણ વધુ દિવસો સુધી રોકાયા હતા.

મેંદી રંગ લાગ્યો:આસોપાલવના રાજ હીંચકા બંધાવજો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-king-of-asopalav-please-build-a-swing-134501229.html
આસોપાલવના રાજ હીંચકા બંધાવજો,
અમે તમે દો દો હીંચકીએ મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
માનેતીની સારુ રાજ કડલાં લઈ આવ્યા,
અમ સારુ કાંબિયું ના લાવ્યા મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
આસોપાલવના રાજ હીંચકા...
માનેતીની સારુ રાજ ચૂડલી લઈ આવ્યા,
અમ સારુ ગુજરી ના લાવ્યા મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
આસોપાલવના રાજ હીંચકા...
માનેતીની સારુ રાજ હારલો લઈ આવ્યા,
અમ સારુ પારલો ના લાવ્યા મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
આસોપાલવના રાજ હીંચકા...
માનેતીની સારુ રાજ ઝરમર લઈ આવ્યા,
અમ સારુ તુલસી ના લાવ્યા મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
આસોપાલવના રાજ હીંચકા...
માનેતીની સારુ રાજ નથણી લઈ આવ્યા,
અમ સારુ ટીલડી ના લાવ્યા મોરા રસિયા,
અમ રે હાર્યે તે રાજ માયા ઉતારી?
આસોપાલવના રાજ હીંચકા...
ગુજરાતી લોકગીતોનું અનુભવની પ્રયોગશાળામાં પૃથક્કરણ કરીએ તો એમાં કેટકેટલાંય રસાયણો તારવી શકાય, એમાંનું એક સપ્તરંગી રસાયણ એટલે દામ્પત્યજીવન. પતિ-પત્ની વચ્ચેના ખટમધુરા સંબંધો, બન્નેમાં પ્રભાવક બનવાની હોડ, ચડસાચડસી, ક્યારેક કાચના ઠામ જેવા નાજુક લગ્નજીવનમાં પ્રવેશી જતું ત્રીજું પાત્ર અથવા એની આશંકાને કારણે મોતીની જેમ ભાંગી જતું કોઈ એકનું મન-અનેક લોકગીતોનો વિષય છે કેમકે લોક જેવું જીવે છે એવું લોકગીતમાં ગવાય છે.
‘આસોપાલવના રાજ હીંચકા બંધાવજો...’ પતિ, પત્ની અને પતિની ‘માનેતી’ને કારણે રચાયેલું લોકગીત છે. પત્નીને એવું લાગ્યા કરે છે કે પતિની વર્તણૂક બદલાઈ ગઈ છે, પોતાના તરફ ઓછું ધ્યાન આપે છે, સમય ઓછો આપે છે, વાતચીત પણ ઘટાડી નાખી છે એટલે પતિના મનનું પોસ્ટમોર્ટમ કરવાની તરકીબ અજમાવે છે કે ઘરમાં આસોપાલવનું ઝાડ છે ત્યાં હીંચકો બાંધીએ ને આપણે બન્ને ઝૂલીએ. હીંચકા ખાતાં ખાતાં હળવી વાતો થાય, પતિના મનોભાવો, વર્તનનો અભ્યાસ કરવાનો મોકો મળે.
પતિ કદાચ હીંચકે ઝૂલવા તૈયાર નહિ થયો હોય એટલે પત્નીએ તરત કહી દીધું કે બસ ને? અમારી સાથે માયા ઓછી કરી નાખી ને? મને તો ક્યારનીય ખબર પડી ગઈ છે કે તમે તમારી માનેતીને કડલાં, ચૂડલી, હારલો, ઝરમર, નથણી લઈ દીધાં છે, મારા માટે કાંબિયું, ગુજરી, પારલો, તુલસી, ટીલડી જેવું એક ઘરેણું નથી લઈ આવ્યા એનો અર્થ એ થાય કે તમને હું ગમતી નથી, માનેતી જ તમારું સર્વસ્વ છે.
ન્યાયાલયમાં જેમ બેય પક્ષની સંપૂર્ણ દલીલો સાંભળીને સત્યની તરફેણમાં ન્યાય અપાતો હોય છે એવો જ હોય છે લોકગીતનો ‘પોએટિક જસ્ટીસ.’
પત્નીએ પતિ પર આક્ષેપો કર્યા પણ આપણે તો એક પક્ષની જ વાત સાંભળી છે, પતિનું બયાન શું છે એ આપણને ખબર જ નથી. પત્નીની વાતમાં હકીકત ઓછી અને શંકા વધુ હોઈ શકે, પત્ની પોતે જ કોઈ કારણોસર શંકાશીલ બની ગઈ હોય એમ પણ બને. ભોળી પત્ની કોઈની ચડામણીનો ભોગ બની હોય એવુંય શક્ય છે, પણ આ જ તો લોકોનાં ગીત છે એ હિમશિલા જેવાં છે, એક ભાગ જ બહાર દેખાય છે ને જે દેખાય છે એ જ સત્ય છે એવું ખોંખારીને કહી શકાય નહિ.

ઓક્સિજન:અપેક્ષા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/expectation-134501230.html
‘કો ઈ મારા કામમાં આવતા નથી.’
‘તારો બબડાટ પછી કરજે, પહેલાં આ બે માટલાં ભરી આપ.’
પરેશ પોતાની માતાએ કહ્યા મુજબ રસોડામાં પ્રવેશ્યો. પણ, તેના મુખે ફરિયાદોનો પ્રવાહ વહી રહ્યો હતો. તેને એમ હતું કે કોઈ તેના માટે બે ડગલાં પણ ભરતાં નથી. કાકા બીજા ભત્રીજાઓ માટે ઊભા ને ઊભા હોય પણ, મારા કામમાં ના આવે. મામા પાછળ હું કેટલો ઘસાઉં છું પણ તે મહિને બે મહિને પણ ભાળ લેવા નથી આવતા. તે ભાઈઓ, બહેનો, પિતરાઈઓ, પાડોશીઓ દરેક પાસેથી ઈચ્છતો કે લોકો તેને ચાહે, માન આપે, મદદ કરે, તેના કામની કદર કરે, તેનું સાંભળે, તેની સાથે મિત્રતા કરે, વગેરે. આ તો પરેશની રોજની ફરિયાદો હતી. પરેશની સતત ચાલતી આ ફરિયાદથી તેની મા પણ કંટાળી હતી.
રસોડામાં આવેલા પરેશને માએ કહ્યું, ‘પાણીયારા ઉપર બે માટલાં ખાલી પડ્યાં છે. તેમાં એક એક ડોલ પાણી ભરી દે.’
પરેશ એક ડોલ ભરી પાણી લાવ્યો. તે ડોલ જેટલાં પાણીથી એક માટલું છલોછલ ભરાઈ ગયું. તે બીજી ડોલ ભરી આવ્યો અને બીજા માટલામાં રેડવા લાગ્યો. હજુ પોણા ભાગની ડોલ ખાલી થઈ હશે કે માટલું ભરાઈ ગયું. પરેશને આશ્ચર્ય થયું કે બંને માટલાં એકસરખાં છે તો આમ કેમ થયું? બીજા માટલામાં કેમ ઓછું પાણી ભરાયું?
પાછળ ઊભેલી મા કહે, ‘એ માટલું તારા જેવું છે.’ પરેશને સમજાયું નહીં. મા સમજાવતાં બોલી, ‘આ જો, એની અંદર પહેલેથી જ પથરા પડેલા છે એટલે એમાં ઓછું પાણી જ ભરાય ને!’ દીકરાના માથે હાથ ફેરવી મા બોલી, ‘પોતાની જાત ઉપર ભરોસો કરવાને બદલે લોકો તારા માટે કંઈક કરે એવી અપેક્ષાઓ પહેલેથી જ તારા હૈયામાં ભરી રાખીશ તો તને ઓછું જ મળશે. એક વાર અપેક્ષા વગરનું હૈયું લઈ કોઈને મળી જો. એક નાનકડા સ્મિત મળવાથીય એ છલકાઈ જશે.’

ડૉક્ટરની ડાયરી:કોઈ ખામોશ જખ્મ લગતી હૈ, જિંદગી એક નઝ્મ લગતી હૈ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-silent-wound-is-related-life-is-related-to-a-poem-134501231.html
ડો. કમલ દોશીએ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં પગ મૂક્યો એ સાથે જ કેન્ટીનમાં નાસ્તો કરી રહેલા ડોક્ટરમિત્રોએ કિલકારીઓથી એને વધાવી લીધો. ડો. કમલ કાર્ડિયોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કરી રહ્યો હતો. મિત્રોમાં ખૂબ પ્રિય હતો.
ડો. વિપિને એનો હાથ ખેંચ્યો, 'આવ, આવ, આજે તારા ફેવરિટ સમોસાં બનાવ્યાં છે.' ડો. કમલ સમોસાંની લાલચમાં લપટાયો નહીં, માત્ર પાણી પીને પાછો જવા લાગ્યો. એણે પોતાની ઉતાવળનું કારણ જણાવ્યું, 'મારે આઇ. સી. યુ.માં રાઉન્ડ લેવાનો બાકી છે. અડધો કલાક લાગશે. ત્યાં સુધી મારી રાહ જોઇ શકાય તો તમે બેસી રહેજો.'
ડો. પરેશે વિરોધ કર્યો, 'અડધા કલાકમાં તો સમોસાં ઠંડાં પડી જશે. એના કરતાં દસ મિનિટ મોડો જઇશ તો તારું શું બગડી જવાનું છે?' આટલું ઓછું હોય તેમ દિલ્હીથી ભણવા આવેલા ડો. અરોરાએ વધુ અસરકારક વાત કરી, 'કમલ, મૈં પાંચ મિનટ પહલે હી આઇ. સી. યુ. મેં હમારે મરીઝ કો દેખકર આયા હૂં. વહાં સબ ઠીકઠાક હૈ. આ, બેઠ ઇધર. સમોસે ખા કર જા.' ડો. અરોરા પણ કાર્ડિયોલોજીમાં જ સુપર સ્પેશિયલાઇઝેશન કરી રહ્યો હતો. એનું યુનિટ અલગ હતું, એના બોસ અલગ હતા, એના દર્દીઓ પણ અલગ હતા. જો કંઇ ભેગું હતું તો એ આઇ. સી. યુ.નો ડિપાર્ટમેન્ટ હતો. એક જ વિભાગમાં બંને યુનિટના દર્દીઓને રાખવામાં આવતા હતા.
બંને વિભાગો વચ્ચે જાહેર ન થયેલી ગુપ્ત સ્પર્ધા ચાલતી હતી. દર મહિને હિસાબ તપાસવામાં આવતો કે કોના યુનિટમાં કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને કોના દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જો ડો. અરોરા થોડીવાર પહેલાં જ આઇ. સી. યુ.માં આંટો મારીને પાછા આવ્યા હોય તો એનો અર્થ એવો થાય કે બધું સારું છે. ભલે ડો. અરોરાએ પોતાના દર્દીઓનો રાઉન્ડ લીધો હોય પરંતુ બીજા યુનિટના કોઇ દર્દીને તકલીફ હોય તો એમનું ધ્યાન ગયા વગર રહે નહીં. ડો. કમલ પાસે દસ-વીસ મિનિટ કેન્ટીનમાં રોકાઇ જવા માટે મિત્રો પણ હતા, મજાકમસ્તી પણ હતી અને સમોસાં પણ હતાં. મૌકા ભી થા, મકસદ ભી થા ઔર દસ્તૂર ભી થા.
આવું કંઇ પહેલીવાર નહોતું બની રહ્યું. અગાઉ ઘણીવાર ડો. કમલ મિત્રોના આગ્રહને માન આપીને કેન્ટીનમાં રોકાઇ ગયા હતા. પણ આજે એમનો મૂડ કંઇક અલગ હતો. એમણે મિત્રોને કહી દીધું, 'હું ઝટપટ રાઉન્ડ પતાવીને પાછો આવું છું. કિચનમાં મહારાજને સૂચના આપી દેજો કે મારા માટે ત્રણ સમોસાં તળવાનાં બાકી રાખે. હું આ ગયો અને આ આવ્યો.'
ડો. કમલ ઊપડતા પગલે કેન્ટીનમાંથી નીકળીને કાર્ડિયાક વિભાગ તરફ રવાના થઇ ગયો. લિફ્ટમાં પ્રવેશીને સેવન્થ ફ્લોરનું બટન દબાવ્યું. આઇ. સી. યુ.માં દાખલ થઇને નર્સને પૂછ્યું, 'સિસ્ટર, બધું બરાબર છે?'
નર્સે જવાબ આપ્યો, 'ઓલ ઇઝ વેલ. રાઉન્ડ લેવા માટે આવ્યા છો?' આટલું પૂછીને જવાબની રાહ જોયા વિના નર્સ સ્ટેથોસ્કોપ અને બી. પી. ઇન્સ્ટ્રુમેન્ટ લઇને રાઉન્ડમાં જોડાઇ ગઇ. નર્સ સ્ટેલા હોશિયાર, ચપળ અને કાર્યનિષ્ઠ હતી. ડો. કમલે પોતાના યુનિટના આઠ દર્દીઓને તપાસી લીધા. કોઇને ડ્રિપ ચાલતી હતી, તો કોઇના નાકમાં ઓક્સિજનની નળી ખોસેલી હતી. તમામ દર્દીઓનાં હૃદયોને કાર્ડિયાક મોનિટર સાથે સાંકળેલાં હતાં.
દરેકના ચહેરા પર સરસરી નજર ફેરવીને ડો. કમલ આઇ. સી. યુ.માંથી વિદાય થવાની તૈયારીમાં હતા, ત્યાં જ સામેની બાજુએ આવેલા ખૂણામાંથી ઉંહકારો સંભળાયો. ડો. કમલ એ દિશામાં નજર ફેરવે તે પહેલાં તો સ્ટેલા ત્યાં પહોંચી ગઇ હતી. ડો. કમલના મનમાં કોઇ વિશેષ પ્રતિક્રિયા ઊઠી નહીં કારણ કે એ દર્દીનો કેસ એમના યુનિટનો ન હતો.
સ્ટેલાના અવાજે ડો. કમલને સતર્ક કરી દીધા, 'સર, દોડજો. ધિસ પેશન્ટ ઇઝ સિન્કિંગ.' ડો. કમલ ધસી ગયા. પથારીમાં 32 વર્ષના યુવાનની જાણે લાશ સૂતી હતી! વિચારવા જેટલો સમય ન હતો. ડો. અરોરાને ફોન કરીને બોલાવવા એ સમયનો નહીં પણ એની જિંદગીનો વેડફાટ હતો. આ કેસ પોતાના વિભાગનો નથી એવું વિચારવું એ પાપ હતું અને એની તાત્કાલિક સારવાર કરવી એ માનવતા હતી.
છાતી ઉપર મુકાયેલા સ્ટેથોસ્કોપે માહિતી આપી કે દર્દીનું હૃદય ધબકતું બંધ થઇ ગયું હતું. એ યુવાનને સડન કાર્ડિયાક એરેસ્ટ થયો હતો. ડો. કમલે સી. પી. આર. આપ્યું. તાત્કાલિક યુવાનની છાતી ઉપર હથેળીઓ મૂકીને બળપૂર્વક આંચકા આપવાનું શરૂ કર્યું. પાંચેક મિનિટ પછી એમણે સ્ટેલાને આ કામ સોંપ્યું અને પોતે શ્વાસનળીમાં ઇન્ક્યુબેશન કરવા લાગ્યા.
એક તરફ હૃદયે ધીમું ધીમું ધબકવાનું ચાલુ કર્યું. બીજી તરફ ડોક્ટરે શ્વાસનળીમાં કૃત્રિમ રીતે ઓક્સિજન જઇ શકે એવી નળી ગોઠવી દીધી. નળીના બહારના છેડે હવા ફૂંકવાની દબાવી શકાય તેવી બેગ જોડી દીધી. સ્ટેલાને સૂચના આપી, 'સિસ્ટર, તમે આ તરફ આવી જાવ. મસાજનું કામ હું સંભાળું છું. તમારે શ્વાસનું સંચાલન કરવાનું છે. હું ચાર વખત છાતી પર દબાણ આપું ત્યારે તમારે એક વાર આ હવા ભરેલી બેગ દબાવવાની છે.'

થોડી મિનિટ્સ સુધી આવું ચાલતું રહ્યું. દર્દીની હાલત થોડી સ્થિર થઇ એ પછી ડોક્ટરે એક પછી એક ત્રણ ઇન્જેક્શનો દર્દીનાં લોહીમાં સીધાં આપી દીધાં. એટ્રોપિન, એડ્રિનાલીન અને સોડિયમ બાયકાર્બોનેટ આ ત્રણ ઇન્જેક્શનો લોહીમાં જતાંની સાથે જ દર્દીના હૃદયના ધબકારા નિયમિત થયા.
દર્દીનાં સગાંવહાલાં આઇ. સી. યુ.ની બહાર ઊભાં હતાં. એમાંથી યુવાનની વિધવા માતાને એકલીને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી. વિલાપ કરતી એ મા ડો. કમલ પાસે દોડી આવી. પૂછવા લાગી, 'સાહેબ મારો દીકરો બચી તો જશે ને? મારા જીવનનો એ એકલો જ આધાર છે. એનો બાપ આ જ ઉંમરે અમને છોડીને ચાલ્યો ગયો હતો. મારા બે દિયરો પણ આ રીતે જ જુવાનીમાં મરી ગયા હતા. મારી વહુ બિચારી સાવ ઓછું ભણેલી છે. મારા દીકરાને બે સંતાનો છે. જો આ નહીં જીવે તો અમે ચાર જણા શું કરીશું?'
ડો. કમલે કહ્યું, 'બહેન, રડશો નહીં. અમે તો દર્દીની સારવાર કરી જાણીએ. બચાવવાવાળો તો ઉપર બેઠો છે. હું એટલું કહીશ કે હાલ પૂરતો તમારો દીકરો બચી ગયો છે. જો સારવારમાં સહેજ પણ વિલંબ થયો હોત તો એ અત્યારે જીવતો ન હોત! હજી એને બચાવવા માટે ઘણુંબધું કરવાનું બાકી છે. એની હાલત સ્થિર થાય એ પછી બાકીની સારવાર થઇ શકશે. ત્યાં સુધી જોખમ ઊભું જ છે.' ડોક્ટરનો ઇશારો એન્જિયોગ્રાફી અને કાર્ડિયાક બાયપાસ સર્જરી તરફ હતો.
એક યુવાન દર્દીનો જીવ બચાવવાના સંતોષ સાથે ડો. કમલ આઇ. સી. યુ.માંથી નીકળીને જ્યારે કેન્ટીનમાં દાખલ થયા ત્યારે મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા. રસોડામાંથી મહારાજે સૂચના મોકલાવી, 'સાહેબ, તેલનો તાવડો ઉતારી લીધો છે. સાંજની રસોઇ બનાવવાની શરૂ કરી દીધી છે. સમોસાં ફરી ક્યારેક બનાવી આપીશ. તમે કહેતા હો તો ચા બનાવી આપું.'
ડો. કમલ કેન્ટીનમાં બેસીને વિચારોના ચકરાવે ચડી ગયાઃ જન્મ અને મૃત્યુ પૂર્વનિર્ધારિત હશે કે સાવ આકસ્મિક? કરોડો શુક્રાણુઓમાંથી એક શુક્રાણુ અંડબીજને ફલિત કરવામાં સફળ થાય એની પાછળ કોઇ માણસની કરામત હોતી નથી, એ નર્યો અકસ્માત હોય છે. શું મૃત્યુનું પણ એવું જ હોતું હશે? પેલો યુવાન તો મરી ગયો હતો, એનું હૃદય એ માટે કારણભૂત હતું પણ બરાબર તે સમયે આઇ. સી. યુ.માં મારી હાજરી હોવી એ નક્કી કરનાર કોણ હશે? મારે તો એ સમયે કેન્ટીનમાં બેસીને મિત્રોની સાથે મજાકમસ્તી કરતાં કરતાં સમોસાંનો સ્વાદ માણવાનો હતો.
ડો. અરોરાએ મને ભારે આગ્રહ પણ કર્યો હતો. એ પોતાનો રાઉન્ડ પતાવીને કેન્ટીનમાં બેઠો હતો. જો અમે બંને કેન્ટીનમાં હાજર હોત તો આઇ. સી. યુ.માં કોણ હાજર રહ્યું હોત? મારા મનમાં પહેલાં સમોસાં કે પહેલા રાઉન્ડ? આ બેમાંથી સાચો વિકલ્પ સુઝાડનાર કઇ શક્તિ હશે? શું એ અદૃશ્ય શક્તિને જ ઇશ્વર કહેતા હશે કે આ માત્ર એક યોગાનુયોગ હશે?
‘સાહેબ, તમારી ચા.' અવાજ સંભળાયો. ડો. કમલ વિચારોના ધુમ્મસમાંથી નીકળીને વરાળ છોડતી ચાના કપ તરફ પાછા ફર્યા.

ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝાના ઈન્ટરવ્યૂમાં કયા સવાલો આવે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-questions-will-be-asked-in-the-visa-interview-after-surrendering-the-green-card-134501233.html
રમેશ રાવલ સવાલ : મને અમેરિકાથી ડીપોર્ટ કર્યાના એટલે કે Deportationના 10 વર્ષ પૂરાં થાય છે. હવે ભારતમાં ડીપોર્ટ કર્યા પછી હું ભારતમાં રહેતો હોવાથી મેં વિઝિટર વિઝા માટે મુંબઈ કોન્સ્યુલેટમાં એપ્લાય કરેલું તે નહીં સ્વીકારીને મને કહેલું કે આ કામ DHSનું (Department of Homeland Security) છે. તો શું હવે I-212 ફોર્મ ફાઈલ કરી શકું?- રાજ મકવાણા, અમદાવાદ
જવાબ : I-212 ફોર્મ એટલે Application for permission to reapply for admission into u.s. after deportation or Removal from u.s. ટૂંકમાં, તમે અમેરિકામાં ગેરકાયદે રહ્યા હશો તેથી આ ફોર્મ માટે ઓફિસરે કહ્યું હશે. એકવાર જે વ્યક્તિને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવે એટલે કે એ કાયદા વિરુદ્ધ કાર્ય કરેલ વ્યક્તિને ફરીથી અમેરિકામાં પ્રવેશ મળવાના ચાન્સીસ નથી. ડીપોર્ટ થનારને ફરીથી પ્રવેશ મળતો નથી.
સવાલ : હું હાલમાં 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપીશ. ત્યાર પછી ફિઝિયોથેરાપીમાં એડમિશન લઉં અથવા વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઉં તો કયું ક્ષેત્ર કારકિર્દી માટે પસંદ કરું? જેના પરિણામે કેનેડા કે અમેરિકામાં સેટલ થઈ જવાય?- હસિત રાજપાલ, ગાંધીનગર
જવાબ : વિષય કે પ્રવાહની પસંદગી તમે જેમાં એટલે કે જે વિષયમાં ખૂબ જ રસ ધરાવતા હો અથવા માસ્ટરી હોય તે પ્રમાણે પસંદગી કરવી જોઈએ. ટૂંકમાં, તમારે ભવિષ્યમાં શું બનવું છે તેના ઉપર આધારિત છે. ફિઝિયોથેરાપી એટલે કે થેરપિસ્ટને અમેરિકામાં સારો અવકાશ છે. કેનેડા તે માટે બરાબર નથી.
સવાલ : અમારી ફેમિલી બેઈઝ F-3 કેટેગરીની પ્રાયોરિટી ડેઈટ ડિસેમ્બર 2011ની છે અને તેનો વેલકમ લેટર પણ આવી ગયો છે. તો વિઝા કોલ ક્યારે આવશે?
- ધવલ પટેલ, અમદાવાદ
જવાબ : તમે તાત્કાલિક વેલકમ લેટરમાં જણાવેલી સૂચનાઓ મુજબ ડોક્યુમેન્ટ્સ, ફી વગેરે મોકલી આપ્યા પછી ડોક્યુમેન્ટરિલી ક્વોલિફાઈડનો લેટર આવે પછી જ ચોક્કસપણે જવાબ આપી શકાય.
સવાલ : અમારી F-3ની કેટેગરીની ફાઈલ સપ્ટેમ્બર 2010 છે, જેની બધી જ પ્રોસીજર પૂરી થવાથી ડોક્યુમેન્ટરિલી ક્વોલિફાઈડનો લેટર આવી ગયો છે, તો કેટલો સમય લાગશે?- મનીષા પટેલ, અમદાવાદ
જવાબ : હાલમાં 2025ના વર્ષમાં ઈન્ટરવ્યૂી તારીખમાં સમય લાગે છે. તેથી મુંબઈ કોન્સ્યુલેટમાં ઈમેલ કરીને જાણી લેવું જોઈએ અથવા નેશનલ વિઝા સેન્ટરમાં પણ ઈમેલ કરી શકાય. મારા મંતવ્ય પ્રમાણે તમને આ વર્ષ દરમ્યાન ઈન્ટરવ્યૂની ડેઈટ મળવાપાત્ર છે.
સવાલ : ફેમિલી પિટિશન ક્યારે ઓપન થશે? અને તે જાણવા શું કરવું?
- એક વાચક
જવાબ : દરેક વાચકે ગૂગલ ઉપર વિઝા બુલેટિન ક્લિક કરવાથી તમારી પિટિશન ક્યારે ઓપન થશે વગેરે જાણી શકાશે.
સવાલ : મેં ગ્રીનકાર્ડ સરેન્ડરનું ફોર્મ ફાઈલ કરીને તેના બદલે અમેરિકા વિઝિટર વિઝા માટે એપ્લાય કર્યું છે. તો તેના ઈન્ટરવ્યૂમાં કયા સવાલો પૂછવામાં આવશે?
- કિરીટભાઈ શાહ, અમદાવાદ
જવાબ : સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં નીચે પ્રમાણેના અથવા દરેકના કેસ પ્રમાણે જુદા જુદા સવાલો પૂછાય છે: 1. તમે ગ્રીનકાર્ડ શા માટે પાછું આપો છો અથવા કોના કહેવાથી પાછું આપો છો? 2. તમને ખબર છે કે ગ્રીનકાર્ડના બદલે વિઝા અપાય જ તેવું નથી. 3. તમારા ગ્રીનકાર્ડ માટે તમારા રિલેટિવે ક્યારે પિટિશન ફાઈલ કરેલી? 4. તમારે અમેરિકા કેમ જવું છે? પહેલાં કેટલીવાર અમેરિકા ગયા હતા? 5. હવે જવું છે તો ત્યાં કેટલો સમય રહેશો? અમેરિકામાં તમારા કોણ સગાં રહે છે? ત્યાં જવાનો શું હેતુ છે? 6. તમે ભારતમાં શું કરો છો? 7. તમે ફરીથી ગ્રીનકાર્ડ લેવાના છો? 8. તમારા રિલેટિવ અમેરિકામાં ક્યાં રહે છે અને શું કરે છે?
સવાલ : અમારાં રિલેટિવ્સ પતિ-પત્નીને 2019માં અમેરિકાના ગ્રીનકાર્ડ મળેલાં, પરંતુ 2020માં કોવિડની મહામારીને લીધે અમેરિકા જઈ શક્યાં નથી. તો તેઓ ગ્રીનકાર્ડનો હક ચાલુ રાખી શકે? તેમની એક દીકરી ગ્રીનકાર્ડ હોલ્ડર છે અને બીજી દીકરી અમેરિકાની સિટીઝન છે અને ત્યાં જ રહે છે.- શશાંક પટેલ, વડોદરા
જવાબ : 6 વર્ષ જેવો લાંબો સમય ગ્રીનકાર્ડનો ઉપયોગ કરેલો નથી તેથી ગ્રીનકાર્ડ ચાલુ રાખી શકાય નહીં. હવે તેમની પાસે બે વિકલ્પ છે: (1) ગ્રીનકાર્ડ સરેન્ડર કરીને વિઝિટર વિઝા માટે એપ્લાય કરી શકાય અથવા (2) તેમની જે દીકરી સિટીઝન છે તે તેમનાં માટે ગ્રીનકાર્ડની પિટિશન અમેરિકાના એટર્નીની સલાહથી ફાઈલ કરી શકે.
સવાલ : મારા ડિગ્રી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને મારા પાસપોર્ટમાં જે નામ છે તેના કરતાં હું જ્યાં જોબ કરું છું ત્યાં મારું નામ જુદું છે. તો મારું નામ બધા જ ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવા શું કરવું જોઈએ?- મીતેષ પંડ્યા, અમદાવાદ

જવાબ : સામાન્ય રીતે બર્થ સર્ટિફિકેટ પ્રમાણેનું નામ વેલિડ ગણાય છે, પરંતુ ડિગ્રી, આધાર કાર્ડમાં સુધારો થઈ શકે કે કેમ તેની તપાસ કરવી જોઈએ. પાસપોર્ટમાં બર્થ સર્ટિફિકેટ પ્રમાણે નામનો સુધારો કરવા પ્રયત્ન કરી શકો છો. કેટલાક સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટના આધારે પાસપોર્ટ કરાવે છે તે બરાબર નથી. બર્થ સર્ટિફિકેટ સરકારી રેકોર્ડ હોવાથી તે માન્ય રખાય છે.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

દેશી ઓઠાં:મીનીબાઈ પાટે બેઠાં
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/mini-bai-sat-on-the-sidewalk-134501236.html
ઘ મઘમતા ઘૂઘરા જેવું જીવરું એક ગામ છે. ખેડુ, માલધારી ને વસવાયાની વસ્તીથી સભર એવું સંપીલું ગામ. ખાધે પીધે સુખી ગામ. ફળિયે ફળિયે દૂઝાણાં છે. ગોઠણ સમી જુવાર છે, ને ઘી-દૂધનાં તો દેગડાં છલકાય છે. સપીતું ગામ હોય એટલે કૂતરાં-મીંદડાં ને ઉંદરડાંય
નભતાં હોય.
એમાં એક સોનેરી રંગની મીંદડીનો ગામ આખામાં ભારે માભો. ગામે એનું નામેય પાડેલું: સુંદરી. નામ પરમાણે જ મીનીબાઈની રૂડપ ઘણી. મીનીબાઈ જબરાં ચતુર. આખા ઘરની હાજરીમાં ઘી-દૂધની ઝપટ બોલાવી જાય તોય કોઈનું ધ્યાન નો જાય. પણ એક દી સુંદરીબાઈ સલવાણાં.
મણિકાકી વાંસીદું કરતાં તાં ને સુંદરી ઘરમાં ઘૂસી ગઈ. સીધી ગઈ રાંધણિયામાં. ચૂલાની પડખે જ અરધી ભરેલી દૂધની દોણી પડેલી.
મીંદડીએ ઝપટ કરી દોણીમાં મોઢું નાખ્યું. જીભના લબરકે દૂધ તો પીધું, પણ દોણીનું મોઢું સાંકડું, માથું જડબેસલાક સલવાઈ ગ્યું. સુંદરી મૂંઝાણી. ભાગવા ગઈ, બારસાખ સાથે દોણી ભટકાણી ને ફૂટી ગઈ. દૂધ ઢોળાયું. દોણીનો કાંઠલો મીંદડીની ડોકમાં રહી ગ્યો. દૂધવાળું મોઢું ને ડોકમાં કાંઠલો, મીનીબાઈ તો વંડી, ખોરડાં ને શેરીમાં દોડાદોડી કરે છે.
ભોણમાંથી ડોકાં કાઢીને ઉંદરડાં જુએ છે ને વશ્યાર કરે છે કે, ‘સુંદરીબાઈની ડોકમાં શું છે!’ એક ઉંમરલાયક ઉંદર હિંમત કરીને પૂછવા ગ્યો: ‘સુંદરીબાઈ! તમારી ડોકમાં શું છે?’
મીનીબાઈ ઠાવકાં થઈને બોલ્યાં, ‘ડોકમાં માળા છે. ગરુજીએ પે’રાવી છે. હું ભગત થઈ ગઈ છું. હવેથી ઉંદરને કે કોઈને પણ મારવાનું બંધ. બસ, ધરમ-ધ્યાન કરવાનું. તમે બધાં આવજો સત્સંગમાં! ભજન-કીર્તન કરશું!’
પછી તો બધાં ઉંદર સત્સંગમાં જાય છે. મીનીબાઈ તો પાટે બેસીને ઉપદેશ આપે છે. સત્સંગ પૂરો કરીને ઉંદર પાછા વળે ત્યારે રોજ એક ઉંદર ઓછો થાય છે. આમ રોજ બનવા મંડ્યું. સો ઉંદર ઓછા થયા ત્યારે ઉંદરોને ખબર પડી કે આપડી વસ્તી ઘટતી જાય છે. બીજે દી ઉંદરો સત્સંગમાં આવ્યા નહીં. મીનીબાઈ પાટે બેસીને વાટ જુએ છે.

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/super-sniffer-squad-these-dogs-are-protectors-not-predators-of-wildlife-134522341.html
ઇમ સીનમાં ‘ડુ નોટ ક્રોસ લાઈન’ની કાળી-પીળી પટ્ટી ક્રોસ કરી અંદર ગળામાં પટ્ટા સાથે લોહિયાળ ઘટનાક્રમને સૂંઘી સૂંઘી ગુનાઓનું ડિટેક્શન કરતા સ્નિફર ડોગ માત્ર પોલીસ ફોર્સ કે બૉમ્બ સ્ક્વોડ પૂરતાં સીમિત નથી. દેશમાં હવે તે વન્યજીવોનો શિકાર અને ગેરકાયદે વેપલો રોકવા પણ તાલીમબદ્ધ થઇ ચૂક્યાં છે, જેની સંખ્યા સદી ફટકારી ચૂકી છે. વિદેશમાં કૂતરાઓને હાથો બનાવીને થતી શિકારની પ્રવૃત્તિ વધી છે, ત્યારે આપણા દેશમાં તાલીમ પામેલા કૂતરાંઓ ભક્ષક નહીં, વન્યપ્રાણીઓના રક્ષક બની રહ્યા છે.
વન્યજીવોનો ગેરકાયદેસર વેપાર વૈશ્વિકસ્તરે ચોથી સૌથી મોટી સંગઠિત ગુનાઇત પ્રવૃત્તિ હોવાનું નોંધાયું છે, જેના સામે પ્રતિકાર કરવા 2008માં ભારતનું પ્રથમ વાઇલ્ડલાઇફ સ્નિફર ડોગ સ્ક્વોડ બનાવાયું હતું. ટ્રાફિક WWF-ભારતના સમર્થનથી આ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કૂતરાંઓ સામાન્ય રીતે સુપર સ્નિફર્સ તરીકે ઓળખાય છે, આ કેનાઇન યુનિટ્સે વનવિભાગ અને રેલ્વે સુરક્ષા દળ સહિત સુરક્ષા એજન્સીઓને વન્યજીવન શિકાર અને તસ્કરી સામે લડવામાં અનોખી મદદ કરી છે.
જર્મન શેફર્ડ, બેલ્જિયન માલિનોઇસ અને લેબ્રાડોર પ્રજાતિના આ તાલીમી ઇન્ટેલિજન્ટ કૂતરાઓનો મહત્વપૂર્ણ ખોરાક જ નાના-નાના વન્યજીવો છે, તેને તાલીમ આપીને ભક્ષકમાંથી એ જ વન્યજીવોના રક્ષક બનાવવા કપરું કામ છે. સ્નિફર ડોગ સ્ક્વોડને કોર્ષમાં તેમને વન્યજીવન ડેરિવેટિવ્ઝની સુગંધ યાદ રાખવી, આજ્ઞાપાલન કુશળતાને તાજી કરવી, વ્યૂહાત્મક પગલાંથી કૂતરાં અને સંભાળનારાઓ વચ્ચેના બંધનને મજબૂત કરવું સહિતની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. શિકાર જોઈને કૂતરાની પૂંછડી વાંકી વાળી કહેવત યાદ આવી જાય, પણ આ કૂતરાઓ આ મુદ્દે સીધી પૂંછડી રાખી પ્રકૃતિના પહેરેદાર બની જાય છે.
આ સ્નિફર ડોગ સ્ક્વોડને બેઝિક ટ્રેનિંગ સેન્ટર, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ પંચકુલા-હરિયાણા, નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ, BSF એકેડેમી, ટેકનપુર ગ્વાલિયર- મધ્યપ્રદેશ અને ૨૩ બટાલિયન સ્પેશિયલ આર્મ્ડ ફોર્સ પોલીસ ડોગ ટ્રેનિંગ સેન્ટર, ભોપાલ મધ્યપ્રદેશ ખાતે ખાસ તાલીમ અપાય છે, જેમાં જંગલમાંથી શિકારીઓને ટ્રેક કરવાથી લઈને તેમના છુપાવાનાં સ્થળો સુધી અને છુપાયેલા ફાંસો (જાળ) અને વન્યજીવન પ્રતિબંધિત વસ્તુઓ શોધવા સહીત ઇન્ટેલિજન્સ ટેક્નિકથી તાલીમબદ્ધ કરાય છે. વિવિધ પ્રાણીઓના અંગ અને ખાસ સુગંધ તેમને યાદ રાખવામાં આવે છે.
દેશમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સ્ક્વોડ પ્રભુત્વ ધરાવે છે. જેમાં આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉડિશાનો સમાવેશ થાય છે.
જૈવવિવિધતા સંરક્ષણના વરિષ્ઠ નિયામક ડૉ. દીપાંકર ઘોષ કહે છે, ‘ગેરકાયદેસર વન્યજીવોનો વેપાર એક સંગઠિત ગુનો છે, જે સતત વિકસિત થઈ રહ્યો છે. આ ખતરાને જોતા વાઇલ્ડલાઇફ સ્નિફર ડોગ સ્ક્વોડની ભૂમિકા મહત્ત્વની છે. આ સ્નિફર ડોગ્સ ગુનેગારોને શોધવા, વન્યજીવન પ્રતિબંધિત વસ્તુઓ શોધી કાઢવા અને વન્યજીવન ગુનાઓ માટે નિવારક તરીકે સેવા આપીને અમલીકરણ પહેલમાં મદદ કરે છે.’
ગેરકાયદેસર વેપારે વિશ્વભરમાં ઘણી વન્યજીવોની પ્રજાતિઓના અસ્તિત્વને જોખમમાં મૂકી છે. ભારતમાં, આ પૈકી નોળીયાના વાળ, સાપની ચામડી, ગેંડાના શિંગડા, વાઘ અને દીપડાના પંજા, હાડકાં, ચામડી, મૂછો, હાથીના દાંત, હરણના શિંગડા, કાચબાના કવચ, રીંછનું પિત્ત. ઔષધીય છોડ, લાકડાં અને પાંજરામાં બંધ પક્ષીઓ જેમ કે પેરાકીટ, મૈના, મુનિયા વગેરેનો ગેરકાયદેસર વેપાર વન્યજીવ સંલગ્ન વિભાગો માટે ચિંતાની લકીરો છે.
… ને આ બાજુ, રખડતાં કૂતરાંઓથી વન્યજીવોને જીવનું જોખમ
ભારતમાં રખડતાં કૂતરાંઓની વસ્તી માત્ર જાહેર આરોગ્ય માટે જ નહીં, પરંતુ વન્યજીવો માટે પણ પડકારો ઊભા કરે છે. એકતરફ દેશમાં ત્રણ ડિજિટમાં સ્નિફર ડોગ વન્યજીવોની રક્ષા કરી રહ્યા છે, બીજીતરફ રખડતાં કૂતરાંઓનો ત્રાસ એટલો છે કે, તે વન્યપ્રાણીઓ માટે ત્રાસદાયી સાબિત થઇ રહ્યા છે.
કૂતરાં માનવીના શ્રેષ્ઠ મિત્ર હોઈ શકે છે, પરંતુ લુપ્તપ્રાય પ્રજાતિઓ સહિત વન્યજીવન માટે ઘાતક ખતરો બની શકે છે. ભારતમાં આજથી આઠ વર્ષ પહેલાં ‘એનિમલ કન્ઝર્વેશન’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં તારણ આવ્યું હતું કે, લગભગ 80 પ્રજાતિઓ પર કૂતરાંઓના હુમલાઓ થયા છે. જેમાં ગોલ્ડન લંગુર, ઘોરાડ અને ગ્રીન સી ટર્ટલ જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ પણ હતી કે. આમાંથી લગભગ અડધા હુમલાઓ સંરક્ષિત વિસ્તારોમાં અથવા તેની આસપાસ થયા છે.

કૂતરાંઓએ વન્યજીવો પર કરેલા મોટા ભાગના હુમલાઓ સસ્તન પ્રાણીઓ પર થયા હતા, મોટાભાગે ઢોર અને નાનાં માંસાહારી પ્રાણીઓ પર તેમણે આક્રમકતા દર્શાવી હતી. મોટાભાગના હુમલાઓ બિનમાનવીય હાજરીમાં અને ટોળાંમાં મુક્ત રીતે ફરતાં કૂતરાંઓ દ્વારા કરવામાં આવ્યા હતા. કૂતરાઓ દ્વારા હુમલાની ભોગ બનતી પ્રજાતિઓમાંથી, 31 પ્રજાતિઓ IUCN રેડ લિસ્ટમાં જોખમી શ્રેણી હેઠળ સૂચિબદ્ધ છે, જેમાં ચાર અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતનાં બે પ્રાણી પક્ષી ઘોરાડ અને ઘુડખરનો સમાવેશ થાય છે.
અભ્યાસ અનુસાર, 73 ટકા લોકોએ ઘરેલું કૂતરાઓ વન્યજીવન પર હુમલો કરતા હોવાની નોંધ કરી, જ્યારે 78 ટકા લોકોએ જંગલી વિસ્તારોમાં અને તેની આસપાસ કૂતરાંઓની હાજરી વન્યજીવો માટે હાનિકારક હોવાનું માન્યું હતું. વૈશ્વિક સ્તરે, બિલાડીઓ, કૂતરાંઓ અને ઉંદરો અને ડુક્કર પણ વન્યજીવનને ખલેલ પહોંચાડવા માટે જાણીતાં છે, જે IUCN રેડલિસ્ટમાં અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરાયેલી લગભગ 600 પ્રજાતિઓને જોખમમાં મૂકે છે. અભ્યાસ દર્શાવે છે કે, કૂતરાંઓએ 11 વન્યપ્રાણીઓના લુપ્ત થવામાં ફાળો આપ્યો છે અને વિશ્વભરમાં 188 જોખમી પ્રજાતિઓને જોખમમાં મૂકી છે. }

મરક મરક:પુરુષોને તો ‘નાના’ બન્યા પછી પણ નાના દેખાવું હોય છે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/men-want-to-look-younger-even-after-they-become-younger-134516451.html
ધ્રુવ બોરીસાગર ણસને લાંબું જીવવાની ઇચ્છા હોય છે પણ ઉંમર વધે તેવું ઇચ્છતો નથી. (તમને ખબર ન હોય તો કહી દઉં, સ્ત્રીઓ પણ માણસમાં જ આવે!) આ વિધાન કરનાર પુરુષ હશે કે સ્ત્રી? હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર મિત્રને મેં પ્રશ્ન પૂછ્યો તો જવાબ મળ્યો, ‘પુરુષોને તો ઉંમરની ક્યાં પડી હોય છે?’ નાના દેખાવું એ માત્ર સ્ત્રીઓને જ ગમે છે એવું નથી, પુરુષોને તો ‘નાના’ બન્યા પછી પણ નાના દેખાવું હોય છે! આ રહ્યાં કેટલાંક ઉદાહરણો...
પ્રેમાનંદના નળાખ્યાનમાં દમયંતી સ્વયંવરમાં આશાભર્યા હૃદય સાથે આવેલા વૃદ્ધ રાજાઓએ દાઢીનો એકપણ સફેદ વાળ દેખાઈ ન જાય એ માટે લોહીનાં ટશિયાં ફૂટે ત્યાં સુધી આખી રાત અસ્ત્રા ઘસ્યા હશે. (હવે જોકે સ્વયં વરની જ કિંમત રહી નથી એટલે સ્વયંવર યોજાતા બંધ થઈ ગયા એ અલગ વાત છે.)
‘રાઈનો પર્વત’ નાટકમાં રાજા પર્વતરાય યુવાન થવાના લોભમાં જીવ ગુમાવે છે. યયાતિએ ફરી યુવાન થવા પોતાના યુવાન પુત્ર સાથે પોતાનું વૃદ્ધત્વ એક્સ્ચેન્જ કર્યું હતું એવી પણ એક પૌરાણિક કથા છે. પોતાની વધતી જતી ઉંમરની ચિંતા આદમ અને ઇવને પણ થઈ હશે! (ઇવના સ્વભાવ વિશે ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, એટલે પ્રશ્ન થાય છે કે આદમની સ્થિતિ પણ આપણા જેવી જ હશે?)
ફુલટાઇમ કર્મકાંડી અને પાર્ટટાઇમ કવિ એવા પતિદેવ ટી-શર્ટ પહેરે એવી એમનાં પત્નીની ઇચ્છા હતી, પણ કાયમ ઝભ્ભા પહેરેલા એટલે એનું મન માનતું નહોતું. (સ્ત્રીઓ પૅન્ટમાંથી પ્લાઝોનો સ્વીકાર બહુ સહેલાઈથી કરી લે છે, કારણ કે કોઈ એક પહેરે એટલે બીજાએ પહેરવું જ પડે. અરીસો પણ એમને અટકાવી શકતો નથી!)
પત્નીએ એકવાર કહ્યું, ‘તમે કર્મ કાંડ સિવાય ટી-શર્ટ પહેરી તો જુઓ, નાનકુડિયા લાગશો.’
કર્મકાંડી કવિ મહાશય: ‘તને ખબર છેને કે હું કવિ પણ છું. કર્મ અને કાંડ એક જ શબ્દ છે. એને તું છૂટા ન પાડ.’
આમ કહ્યું એ જ દિવસે દસેક ટી-શર્ટ ખરીદી હવે દરરોજ ટી-શર્ટ પહેરીને જ ફરે છે. એ તો ઠીક પણ મુશાયરા પણ ટી-શર્ટ પહેરીને જ કરે છે. હવે કવિ તરીકે સોળ વર્ષની કન્યાની સંવેદનાનું ગીત અને વેદનાની ગઝલ લખવાનું મન થાય છે. (જેવું અન્ન એવો ઓડકાર.)
પરદેશની કોઈ કંપનીના સીઇઓએ કરેલી ટકોર : ‘પત્ની સામે જોઈને બેસી ન રહો. અઠવાડિયે નેવું કલાક કામ કરો.’ ઘરકામ કરતાં ઑફિસકામ અને પરી કરતાં ઉપરી... બંને સરળ હોવાથી ઑફિસ સંઘરે તો આર્થિક લાભ થાય કે ન થાય પણ માનસિક લાભને કારણે આ વાત પરિણીત કર્મચારીઓ માટેની મને લાગે છે!
દુઃખી કર્મચારી તો પ્રોફેસર છે, જેને બે બે વૅકેશન મળે છે. આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હોવાથી બોલવા-મળવાના હરખમાં પ્રોફેસર મેટ્રો સ્ટેશન પર ઊભા હતા. ત્યાં પાછળથી કન્યાએ મંજુલ સ્વરે કહ્યું, ‘કાકા, થોડો રસ્તો આપોને?’
રસ્તો ચીંધનારને રસ્તો આપવા માટે કહેવામાં આવ્યું એટલે પાછળ ફરીને જોયું તો નવયૌવના ઊભી હતી. નવયૌવનાએ મને ‘કાકા’ કહીને સંબોધ્યો? સત્તાવન વર્ષની ઉંમરમાં હું કાકો દેખાવા લાગ્યો?
સંપૂર્ણ શ્વેતકેશી અધ્યાપકનું હૃદય ખિન્નતાથી ભરાઈ ગયું. ગણિતના આ અધ્યાપકને ગણિતના અવયવોના જવાબમાં પોતાના અવયવોની વધેલી ઉંમર દેખાવા માંડી, પરિણામે હતી એનાથી પણ એમની ઉંમર થોડી વધુ દેખાવા પણ માંડી.
મનુભાઈ વર્ષોથી કાશીની શાકની લારીએથી શાક ખરીદે. ચાર પાંચ ખરીદનારાઓની વચ્ચે કાશીએ મનુભાઈને કહ્યું, ‘કાકા, આજે કોથમીર બહુ મોંઘી છે, એટલે મફત ન માગતા.’
કોથમીર મફત નહીં મળવાનો કે ચાર જણા વચ્ચે અપમાન થયાનું દુઃખ મનુભાઈને નહોતું પણ ‘કાકા’ કહ્યું એનું ભારોભાર દુઃખ વ્યક્ત કરતાં એટલું જ કહી શક્યા, ‘માસી (વેર વાળવા જ પહેલીવાર કાશીને માસી કહ્યું.) હવે શાક લેવા આવે એ બીજા.’ દસ વર્ષ જૂના મફતિયા કોથમીરના સંબંધોનો અંત આવ્યો.
શું સ્ત્રી કે શું પુરુષ, ઉંમર વધે એ કોઈને ગમતું નથી. ઓછી ઉંમરના દેખાવું... આ એક જ બાબત એવી છે કે જેમાં પુરુષ અને સ્ત્રીની વેવલેંથ એક જગ્યાએ મળે છે. માત્ર દરદને વાચા આપવાની અણઆવડતને કારણે પુરુષ બધાં ક્ષેત્રે પાછળ રહી ગયો અને અકાળે પડેલી ટાલ, નીકળેલી ફાંદને કારણે ઉંમરલાયક દેખાવામાં આગળ નીકળી ગયો.
આઇસ ક્યૂબ :
HMPV વાઇરસથી પ્રજા આટલી બધી ગભરાઈ કેમ ગઈ છે?
પાંચ વરસે આવે એની આડઅસર પછીનાં પાંચ વરસ સુધી રહેતી હોય છે એટલે! }

એન્કાઉન્ટર:આજકાલ ઊંધી કૅપ પહેરવાના વાયરા કેમ ચાલે છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/why-is-it-popular-to-wear-upside-down-caps-these-days-134516568.html
આપના લેંઘામાં અંદાજે કેટલા ઈંચમાં નાડીના કટકા જોડેલા છે?(ચિરાગ માંકડ, રાજકોટ)
- વાઉ...તો તમે વ્યવસાયે દરજી છો!
પ્રેમની વ્યાખ્યા શું?(મહાસુખ દરજી, અમદાવાદ)
વ્યાખ્યા શોધવા ગયા, એ બધાએ લગ્ન કરી લેવાં પડ્યાં.
‘વૅલેન્ટાઇન ડે’ એ પ્રેમિકાને ગુલાબ જ શા માટે આપવામાં આવે છે? (શશિકાંત મશરૂ, જામનગર)
- લીંબુનાં ફૂલમાં સંબંધ બગડે!
ઝૂમાં માણસોને ફરતા જોઇને પ્રાણીઓ શું વિચારતા હશે? (ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- ‘આ લોકો બસ....રખડ રખડ જ કરે છે. નવરા નહીં તો...!’
અમારે ત્યાં તો CNG રિક્ષાઓય ધુમાડા કાઢતી હોય છે. તમારે કેમનું છે?(ડૉ.સંકેત શેઠ, કરમસદ)
- રિક્ષામાં બેસીને અમદાવાદ આવતા રહો ને! દેખવુંય નહીં ને દાઝવુંય નહીં!
‘સસુર કભી દામાદ ભી થા’, નામની ફિલ્મ બનાવવી છે, તો કોને મળું? (ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
- સસુરજીના સસુર હજી હયાત હોય તો એમને! સાચો ઉઘાડ ત્યાં નીકળશે.
લગ્ન પછી પત્ની આપણું કેમ કાંઇ સાંભળતી નથી?(કનુ જોશી, વડોદરા)
- સંભળાવવા માટે પડોસણો કે વાઇફની સખીઓ નથી મળતી?
135ના મસાલાને માવો કહેવાય છે. એ માવામાંથી મીઠાઇ ન બની શકે? (સુનીલ વર્મા, અમદાવાદ)
- સુનીલમાંથી સુનીલ ગાવસકર બનાવી શકાય?
દૂધને સંપૂર્ણ આહાર કેમ કહેવાય છે?
(પ્રવીણ મહેતા, કેશોદ)
– કેશોદમાં કહેવાતો હશે! અમારે તો દાળ, ભાત, શાક, રોટલી....બધું જમવું પડે છે!
કન્યાને મંડપમાં લાવતી વખતે ‘સાવધાન’ કેમ કહેવામાં આવે છે?(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
- એ પેલાને છેલ્લી ચેતવણી છે કે, ‘હજી ચેતી જા, ડોબા!’
આજે આંબો વાવીએ, તો કેટલા દિવસમાં કૅરી મળે? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- આવું બધું કહેવતોમાં સારું લાગે. તમારે તો માર્કેટમાંથી તૈયાર લઇ આવવાની!
ઘા પર મીઠું ભભરાવવા કયું મીઠું સારું પડે?
(હિતેશ દમણીયા, સુરત)
- કોઇને મૅરેજના અભિનંદન આપવાના છે?
વિકાસને નામે લાખો વૃક્ષો કાપ્યાં પછી પર્યાવરણ બચાવવાના અભિયાનો ચલાવવામાં આવે છે!
(વિદુર પંડ્યા, ગાંધીનગર)
- કાપ્યા પહેલાં બચાવવું કેવી રીતે?
હકીભાભી અને ડિમ્પલ ભેગા મળે તો શું થાય?
(શરદ મહેતા, મહુવા)
- ડિમ્પલનેય ભાભી કહેતા જોર આવતું’તું?
તમારા લેણદારોને તમે કેવી રીતે પાછા કાઢો છો?
(શિલ્પેશ રાવલ, રાયસણ)
- પછી એવું ન કહેતા કે, હું તમારી નકલ કરું છું!
ફિલ્મી સંગીતમાં તમારું જ્ઞાન જોઇને કોઇ તમને અંતાક્ષરી ૨માડવાનું આમંત્રણ આપે છે?
(મિતેશ શાહ, વડોદરા)
- હવે તો લોકો ‘ઘર ઘર’ રમાડવાંનાય આમંત્રણો આપે છે.
પ્રશ્નકર્તાઓ તમને સવાલ પૂછવાના બંધ કરી દે તો? (વિનોદ જૈન, ગોધરા)
- ‘બચ ગયે, સાલે...!’
જિંદગી વિશે તમારું શું માનવું છે?
(આકાશ પુરોહિત, પાલનપુર)
- એ છે, ત્યાં સુધી જ તમને જવાબો આપવાના છે!
તમારું સોનેરી સ્વપ્ન કયું?
(નરેન્દ્ર મોઢ, જામનગર)
- બસ. તમે સવાલ પૂછતી વખતે સરનામું ને મોબાઈલ નંબર લખો એ જ!
આ વખતે ભલભલા ચમરબંધીઓને છોડવામાં નહીં આવે.’ પણ જે છૂટી ગયા એનું શું?
(પરેશ અંતાણી, રાજકોટ)
- રાધે રાધે રાધે....!
બા અને ડિમ્પલ શું કરે છે?
(મુકેશ પરમાર, અમદાવાદ)
- અદબ સે બોલો, સલીમ… તમારે ડિમ્પલબેન બોલાય!
હું પણ ‘તેજસ’ની મુસાફરી કરવા માગતો હતો, પણ તમારા અનુભવ પછી પ્રોગ્રામ કૅન્સલ!
(દેવાંગ શાહ, ગોધરા)
- ચાલતા જશો?
આ શિયાળામાં એસી કેટલા ટૅમ્પરેચર ઉપર રાખવું જોઇએ?(અશ્વિન મોરે, વડોદરા)
- એમાં તમારા એકલાનો અભિપ્રાય ન ચાલે!
અંબાલાલ અને હવામાન ખાતું આગાહીઓ કરે છે, એ બે વચ્ચે ફર્ક શું?(જયપાલ સુરાણી, સુરેન્દ્રનગર)
- હવામાન ખાતાવાળાઓને આગાહીઓ કરવાનો પગાર મળે છે. અંબાલાલ નિઃસ્વાર્થ ભાવે કરે છે.
...માનવ ધર્મ એટલે શું?
(હરેશ લાલવાણી, અમદાવાદ)
- તમે પૂછો ને હું જવાબ આપું… એ!
હાસ્યલેખકને બદલે તમે ડાકુ કે બહારવટિયા હોત તો કલમને બદલે શું ચલાવતા હોત?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)
- તમને ડાકુ અને બહારવટિયા અને હાસ્યલેખક વચ્ચે કોઇ ફર્ક ન લાગ્યો. એ તમારી નમ્રતા છે.
...સૂકી ભાજીના શાકમાં ભાજી તો આવતી નથી, છતાં એને ‘સૂકી ભાજી’ કેમ કહેવાય છે?
(યોગેશ જોશી, હાલોલ)
- તમે ‘યોગ’ કરો છો કે નહીં, તેની ખબર નથી, છતાંય તમે ‘યોગેશ’ કહેવાઓ છોને?
સારી આવક સુખની નિશાની છે, તો એ આવક ક્યાંથી મળે?(રક્ષિત શાહ, અમદાવાદ)
- એ તો વાઇફથી કેટલી બચાવી શકો છો, એના ઉપર આધાર છે.
‘ખટાખટ...ખટાખટ’વાળાના હાલ શું છે આજકાલ?
(હેમંત મહેતા, સુરત)
- કૉમેડિયનોને લગતા સવાલો ન પૂછવા.
‘પાપા પગલી’ જ કેમ કહેવાય છે? ‘મામા પગલી’ કેમ નહીં?(સાગર ખોરસીયા, પાલિતાણા)
- મમ્માને બીજાં કોઇ કામબામ હોય કે નહીં? પાપાની માફક નવરીધૂપ થોડી હોય?