tgoop.com/Gujarati/1858
Create:
Last Update:
Last Update:
❝Güjârātí😋😜😎❞
❛❛આપણી ક્ષમતા પ્રમાણે ભાર હોવો જોઈએ,
'ને જરા ઇચ્છા તણો આધાર હોવો જોઈએ.
ગામ આખાથી ભલે હૈયું મળે કે ના મળે,
સ્મિતનો થોડોઘણો વહેવાર હોવો જોઈએ.
વેરતો ચારે તરફ મલકાટ આખો દી, જુઓ,
ફાટલે વસ્ત્રે, દિલે દાતાર હોવો જોઈએ !
મૂળ સાબૂત હોય એની જાણકારી આપવા,
પાંદડે લીલાશનો શણગાર હોવો જોઈએ.
ટાકણું, પથ્થર મળે ત્યાં મૂર્તિઓ થઈ જાય ના !
આંખમાં ઈશ્વર તણો આકાર હોવો જોઈએ.
છોડવા જો હોય છેલ્લા શ્વાસ હેઠા જીવથી,
જિંદગીભર ઈશનો અણસાર હોવો જોઈએ.❜❜
@Gujarati
BY Gujarati Official
Share with your friend now:
tgoop.com/Gujarati/1858