tgoop.com/Gujarati/1869
Create:
Last Update:
Last Update:
❝Güjârātí😋😜😎❞
❛❛શોધ તારાં ગુણોને, તું જાતે,
અવગુણો શોધવા, બધાં છે ને!
આગળ ચાલ, તું મંજીલ પામવા,
પાછળ તને પાડવા, બધાં છે ને!
ઉડાન ભર ઊંચી, સપનાંઓની,
નીચે તને પછાડવા બધાં છે ને!
પ્રગટાવ જ્યોત, આશાની દિલમાં,
હતાશ તને કરવા, બધાં છે ને!
સફળતાને ચુમી લે, પ્રયત્ન કરીને,
ઈર્ષાથી સળગવા, બધાં છે ને!
કર્મ કર્યે જા તું, પુરી નિષ્ઠાથી,
ફળ તારું લેવાં, બધાં છે ને!
“ચાહત”થી જીવી લે, મન મુકીને,
નફરત તને કરવા, બધાં છે ને!!❜❜
@Gujarati
BY Gujarati Official
Share with your friend now:
tgoop.com/Gujarati/1869