tgoop.com/manishsindhi/43107
Last Update:
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ માટે બોલીએ છીએ કે " તે સોર્ટેડ છે" અથવા "તેની જિંદગી સોર્ટેડ છે." સોર્ટેડ એટલે શું? અંગ્રેજીમાં sort એટલે વર્ગીકૃત, વ્યવસ્થિત અથવા સંગઠિત. જેમ કે તમારો રૂમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય, તો તે સોર્ટેડ કહેવાય. તમારાં કબાટમાં દરેક ચીજ તેની જગ્યાએ હોય, તો તે સોર્ટેડ કહેવાય.
માણસના સંદર્ભમાં, સોર્ટેડ એટલે વિચારોમાં આશ્વસ્ત, કામ અને વર્તનમાં યોજનાબદ્ધ, ઇમોશનલી સંતુલિત.
સોર્ટેડ એટલે સમસ્યા વગરની વ્યક્તિ નહીં, પણ સમસ્યાઓ ઉકેલી શકવાના વિશ્વાસ અને કેબેલિયત વાળી વ્યક્તિ.
સોર્ટેડ વ્યક્તિને જો તેના રૂટિનથી ઓળખવી હોય તો આટલાં લક્ષણો જોવા મળે:
૧. સવારે વહેલી ઉઠે
૨. દરેક ચીજોને તેની નિર્ધારિત જગ્યાએ મૂકે
૩. નિયમીત અને સમયનિષ્ઠ હોય
૪. એક સાથે બહુ બધાં કામોમાં વિખરાઈ ના જાય
૫. દરેક કામ ચીવટથી અને પ્રાથમિકતા અનુસાર કરે
૬. ટાઇમ ટેબલ બનાવીને કામ કરે
૭. સ્ટ્રેસમાં ના આવે, સ્થિતિ પર નિયંત્રણ હોય
સોર્ટેડ હોવું એ બાહ્ય અવસ્થા નથી. તેની શરૂઆત વૈચારિક અને ઈમોશનલ પ્રક્રિયાથી થાય છે. જે વ્યક્તિ તેના વિચારો અને લાગણીઓમાં ઉછાંછળી ના હોય, તે વ્યક્તિ જ તેના વર્તન અને કામમાં સોર્ટેડ હોય. સોર્ટેડ હોવું એ એક આદત છે, એટલા માટે બધા લોકો એવા નથી હોતા. વિક્ષેપો, આવેગો, મૂંઝવણ, દખલ, ફટિગ, વિસ્મૃતિ અને અતિ ઉત્તેજનાની સ્થિતિમાં મન શાંત અને વ્યવસ્થિત રહી શકે તે સોર્ટેડ હોવાનો પુરાવો છે.
*Happy Morning*
BY Manish Sindhi
Share with your friend now:
tgoop.com/manishsindhi/43107