Telegram Web
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ માટે બોલીએ છીએ કે " તે સોર્ટેડ છે" અથવા "તેની જિંદગી સોર્ટેડ છે." સોર્ટેડ એટલે શું? અંગ્રેજીમાં sort એટલે વર્ગીકૃત, વ્યવસ્થિત અથવા સંગઠિત. જેમ કે તમારો રૂમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય, તો તે સોર્ટેડ કહેવાય. તમારાં કબાટમાં દરેક ચીજ તેની જગ્યાએ હોય, તો તે સોર્ટેડ કહેવાય.
માણસના સંદર્ભમાં, સોર્ટેડ એટલે વિચારોમાં આશ્વસ્ત, કામ અને વર્તનમાં યોજનાબદ્ધ, ઇમોશનલી સંતુલિત.

સોર્ટેડ એટલે સમસ્યા વગરની વ્યક્તિ નહીં, પણ સમસ્યાઓ ઉકેલી શકવાના વિશ્વાસ અને કેબેલિયત વાળી વ્યક્તિ.
સોર્ટેડ વ્યક્તિને જો તેના રૂટિનથી ઓળખવી હોય તો આટલાં લક્ષણો જોવા મળે:
૧. સવારે વહેલી ઉઠે
૨. દરેક ચીજોને તેની નિર્ધારિત જગ્યાએ મૂકે
૩. નિયમીત અને સમયનિષ્ઠ હોય
૪. એક સાથે બહુ બધાં કામોમાં વિખરાઈ ના જાય
૫. દરેક કામ ચીવટથી અને પ્રાથમિકતા અનુસાર કરે
૬. ટાઇમ ટેબલ બનાવીને કામ કરે
૭. સ્ટ્રેસમાં ના આવે, સ્થિતિ પર નિયંત્રણ હોય
સોર્ટેડ હોવું એ બાહ્ય અવસ્થા નથી. તેની શરૂઆત વૈચારિક અને ઈમોશનલ પ્રક્રિયાથી થાય છે. જે વ્યક્તિ તેના વિચારો અને લાગણીઓમાં ઉછાંછળી ના હોય, તે વ્યક્તિ જ તેના વર્તન અને કામમાં સોર્ટેડ હોય. સોર્ટેડ હોવું એ એક આદત છે, એટલા માટે બધા લોકો એવા નથી હોતા. વિક્ષેપો, આવેગો, મૂંઝવણ, દખલ, ફટિગ, વિસ્મૃતિ અને અતિ ઉત્તેજનાની સ્થિતિમાં મન શાંત અને વ્યવસ્થિત રહી શકે તે સોર્ટેડ હોવાનો પુરાવો છે.
*Happy Morning*
LRD લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫(સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે. જેની તમામે નોંધ લેવી.
#GPRB
ળેટીના પર્વે યોજાતી 200 વર્ષથી પણ જૂની "ખાસડા યુદ્ધ" પરંપરા
AHC Group C 2025 Exam Paper-1.pdf
5.2 MB
AHC Group C 2025 Exam Paper-1.pdf
New Doc 03-16-2025 12.10.pdf
8.5 MB
📌 આજે GPSC દ્વારા યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર (GS) ( New syllabus)

#GPSC #Paper
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
જેટલી વધુ કસરત કરો, ઊર્જાનો સંચાર એટલો વધુ થાય.
જેટલું વધુ લખો, વિચારોની સ્પષ્ટતા એટલી વધુ આવે.
જેટલું વધુ સાહસ કરો, આત્મવિશ્વાસ એટલો વધુ આવે.
જેટલો વધુ પ્રેમ કરો, સંબંધો એટલા વધુ બહેતર થાય.
જેટલું વધુ શીખો, સફળતામાં એટલો વધુ ઉમેરો થાય.

કોઈપણ બાબતમાં પ્રગતિનો આધાર પ્રયત્ન પર નથી હોતો, તેમાં કેટલું જોર છે તેના પર હોય છે.
સકારાત્મક બાબતોમાં જાતને જેટલો ધક્કો મારો, તેટલી તે આસાન બનતી જાય અને તમે મજબુત.
આપણે જે ચીજ વારંવાર કરીએ છીએ, મન અને શરીર તેને અનુકૂળ થઈ જાય છે. એટલા માટે સારી આદતો આપણને બહેતર બનાવે છે, ખરાબ આદતો બદતર.
આ સાઇકલ ચલાવા જેવું છે. જોરથી પેડલ મારતા રહો તો સાઈકલ વધુ બેલેન્સ અને ઝડપી બને છે. ધીમું પેડલ મારો તો બેલેન્સ ગુમાવી દે છે. અઘરી ચીજો કરવાથી જીવન આસાન થાય છે. આસાન ચીજો કરવાથી જીવન અઘરું થાય છે.

*Happy Morning*
AMC Only Called for DV With Marks (1).pdf
652.5 KB
AMC DV list with marks
2025/03/17 21:10:57
Back to Top
HTML Embed Code: