tgoop.com/manishsindhi/43183
Last Update:
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
ફ્રાન્સિસ બેકન (1561- 1626) અંગ્રેજ દાર્શનિક, લેખક અને રાજનીતિજ્ઞ હતા. તેઓ તેમના ગહન વિચારો માટે જાણીતા છે. જેમ કે એવું કહેનારા તે પહેલા વ્યક્તિ હતા કે knowledge itself is power. અર્થાત્, જ્ઞાન હોવું અને જ્ઞાન વહેંચવું એ પ્રતિષ્ઠા, પ્રભાવ અને શક્તિની બુનિયાદ છે.
માણસની અંગત અને સામાજિક પ્રગતિ તેના જ્ઞાનની તાકાતમાંથી આવે છે. બેકને જ્ઞાનને એક શક્તિશાળી સાધન તરીકે જોયું હતું.
બેકનનું બીજું એક સૂત્ર દિલચસ્પ અને ગહન છે: Hope is a good breakfast, but it is a bad supper.
તેનો શબ્દશઃ અનુવાદ થાય છે- આશા નાસ્તા માટે સારી, પણ એનું ભોજન ના કરાય. તેનો ભાવાર્થ એ છે કે આશાવાદી હોવું તે સકારાત્મક અને પ્રેરણાદાયી ભાવ છે, પરંતુ વાસ્તવિકતાને સમજીને વ્યવહારિક વર્તન ના કરો, તો આશાનો ભાવ ઇચ્છિત પરિણામ સુધી ના લઈ જાય.
દાખલા તરીકે, વિદ્યાર્થીને એવી આશા હોય કે તે પરીક્ષામાં બહેતર દેખાવ કરે, પરંતુ તે આશાથી પ્રેરાઇને ભણવામાં મહેનત ના કરે તો આશા દગો દઈ જાય. આશા અને એક્શન વચ્ચે એક તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ. આશા કારની ઇગ્નિશન કી છે, તેનાથી મશીન સ્ટાર્ટ થાય, પરંતુ કાર તો એક્સિલેટરના એકશનથી જ ચાલે.
જેમ સવારનો બ્રેકફાસ્ટ દિવસ શરૂ કરવા માટે ઊર્જા પૂરી પાડે અને મનને એકાગ્ર કરે, તેવી રીતે કોઈ કામ શરૂ કરવા માટે આશા પ્રેરણાનું કામ કરે છે.
બ્રેક ફાસ્ટ એટલે રાતનો ઉપવાસ (ફાસ્ટ) તોડવો (બ્રેક) તે. પરંતુ શરીર માટે અનિવાર્ય પોષણ ભોજનમાંથી આવે છે. તંદુરસ્ત અને તાકતવર રહેવા માટે ભોજન કરતા રહેવું પડે. માત્ર બ્રેકફાસ્ટ પર દિવસ કાઢો તો શરીર નબળું પડી જાય. માત્ર આશાવાદી બનીને બેસી રહો તો જીવન વેડફાઈ જાય.
*Happy Morning*
BY Manish Sindhi

Share with your friend now:
tgoop.com/manishsindhi/43183